મીત્રોના ચર્ચાપત્રો

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ ! (2) ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..

(1)

લગ્નમાં અક્ષત ચોખાનો હેતુ !

આઝાદી પહેલાં આપણો દેશ ખેતીપ્રધાન હતો અને નાનાં–નાનાં ગામડાંઓની સંખ્યા 80 ટકાથી વધુ હતી. લોકોમાં અન્ધશ્રદ્ધા હતી; પણ સાથે સાથે ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના હોવાથી લગ્નો પણ વસન્તપંચમી કે અખાત્રીજ પર વીશેષ થતાં. જાન એક ગામથી બીજે ગામ જતી ત્યારે ગામના સૌ નાનામોટા ફળીયાવાસીઓ જાનૈયાની આગતા–સ્વાગતા કરતા. તે જમાનામાં અઠવાડીયાં પહેલાં રાત્રે લગ્નનાં ગીતો ગવાતાં, તોરણો બન્ધાતાં. મહેમાનો માટે ઘેરઘેર ખાટલા–ઢોલીયા પથરાતા. સવારે દાતણ–પાણી, ચા–નાસ્તો વગેરે આડોશપડોશના અને ફળીયાના લોકો જ, આપસનાં વેરઝેર ભુલીને ‘ગામની દીકરી’ની ભાવનાથી બધો ભાર ઉપાડી લેતા હતા. બહારગામથી જાન આવે તો વરરાજાની ઓળખાણ પણ ‘ગામના જમાઈ’ તરીકે કરાવતા. તે જમાનામાં અનાજ એટલું બધું પાકતું કે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જેમાં જમીનદારથી માંડીને ખેતમજુરને પણ આગ્રહ કરીને જમાડવામાં આવતા. હવે જ્યારે ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગામની તથા ઘરની મહીલાઓ અક્ષત ચોખા, જુવાર અને બીજાં ધાન્યો મુઠ્ઠીમાં લઈને ગીતો ગાતીગાતી વરરાજાની પાછળ ‘રમણદીવા’ સાથે રાખી, વરરાજા પર નાંખતી. એની પાછળનો હેતુ ઘણો ઉમદા હતો. ગામડાંમાં ધુળમાટીના રસ્તા હતા અને આજુબાજુ ખેતરોને લીધે ફળીયામાં, પાદરમાં અને વાડામાં વૃક્ષો ઘણાં હતાં. તેના પર પક્ષીઓ માળા બાંધતાં. એ પક્ષીઓ સવારે જ્યારે આ દાણા ખાતા તેથી એમનું પેટ ભરાતું અને ખેતરના પાકને નુકસાન ઓછું કરતા. એટલું જ નહીં પણ ગામનો ગરીબવર્ગ મરઘાં–બકરાં પાળતો. તેમને પણ દાણા ખાવા મળતા હતા. એટલે એમાં ‘બહુજન હીતાય, બહુજન સુખાય’ની ભાવના પણ હતી. હવે જમાનો બદલાયો છે. લોકોમાં પ્રેમ લાગણીને બદલે મારા–તારાની સ્વાર્થવૃત્તી પેસી ગઈ. નાનાં ગામડાંઓમાં ઉદ્યોગોને લીધે ખેતીની જમીન ધીરેધીરે નાશ પામતી રહી અને આપણો દેશ ખેતીપ્રધાન મટીને ઉદ્યોગપ્રધાન બની રહ્યો છે.

હવે લગ્નોમાં બુફે ડીનરે જમણવારનું સ્થાન લીધું છે. અનાજનો જેટલો બગાડ વરકન્યા પર અક્ષત નાંખવાનો થતો હતો, એનાથી દસ ગણો બગાડ બુફે ડીનરમાં થાય છે. કારણ કે ઘણાં મા–બાપો પોતાનાં બાળકોને પણ ડીશ ભરીને બધું જ ખાવાનું આપે છે. અને જમણવાર પણ કોન્ટ્રાકટ પદ્ધતીથી થતો હોવાથી કોઈ પણ જાતની રોકટોક થતી નથી. હવે તો અક્ષત એવા ચોખાને પણ કૅમીકલવાળા રંગથી રંગીન તથા સોનેરી રુપેરી બનાવવાથી એનો સાચા અર્થમાં બગાડ જ થાય છે. માટે હવે અક્ષત ચોખાનો થતો બગાડ અટકવો જરુરી છે. અક્ષતનો અર્થ થાય છે ક્ષતી વગરનું ‘અખંડીત’. તેથી વરકન્યાનું જીવન પણ આજીવન અખંડ રહે તેવી ભાવના તેમાં હોય. તેથી કન્યાને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવતા.

નાનાસાહેબ ઈન્ગળે

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ચર્ચાપત્ર’ વીભાગમાં તા.17/02/2011 ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

નાનાસાહેબ ઈન્ગળે, 11, સીલ્વર પાર્ક સોસાયટી, પાલનપુર જકાત નાકા, રાંદેર રોડ, સુરત395 009 સેલફોન: 92283 83381

(2)

ધાર્મીક વીધીને નામે દુર્વ્યય..

માણસ એકવીસમી સદીમાં જીવવાનો રોફ મારે છે. તેની વીજ્ઞાન તરફની દોડ અચમ્બો પમાડે તેવી છે; તેમ છતાં ધાર્મીકતાને નામે તેની અન્ધશ્રદ્ધાનો કોઈ પાર નથી. જીવન–મૃત્યુના અનેક પ્રસંગોમાં મોંઘી ચીજ, કે જેને માટે ગરીબ વર્ગ હવાતીયાં મારે છે તેનો, ધાર્મીકતાને નામે બહોળો દુર્વ્યય કરે તે છે અને તેમાંથી બહાર નીકળવાના કોઈ પ્રયાસો પણ થતા નથી. લગ્ન એ પવીત્ર વીધી છે, તેમાં વધુને ઓવારવા ચોખા ઉડાડાય છે. લાખોની સંખ્યામાં થતા લગ્નોમાં આવા અનેક ટનબંધી ચોખા ધુળમાં ભળી જાય છે. જ્યારે આ દેશમાં અસંખ્ય લોકો ભુખે મરે છે. આ વીધી અટકે તો કેટલા ભુખ્યાજનોની આંતરડી સન્તોષાય ! તે જ રીતે ધાર્મીકતાને નામે ગામે ગામ યજ્ઞો કરાવાય છે. લગ્નની વેદીમાં પણ યજ્ઞોની જેમ તે વેદીમાં ચોખ્ખું ઘી હોમાય છે અને આવા અસંખ્ય હોમહવનમાં કીંમતી ચોખ્ખું ઘી બાળી મુકવામાં આવે છે. હોળીમાં લાખ્ખો નારીયેળ ફુંકી મારવામાં આવે છે. આપણે કરોડો પોષણવીહીન મનુષ્યોના મુખેથી તે ઝુંટવી લઈએ છીએ એમ નથી લાગતું ? માણસ મૃત્યુ પામે ત્યારે હીન્દુઓ શબને સ્મશાનમાં બાળે છે. એક શબ 15-20 મણ લાકડાંથી બળે છે, આમ ત્રણ વ્યક્તીઓ માટે એક વૃક્ષનો નાશ થાય છે અને પર્યાવરણ ખોરવાયે જ જાય છે. જંગલોનો નાશ થતાં અનેક પ્રશ્નો ખડા થાય છે. હવે તો વીદ્યુત અને ગેસ સગડી ઉપલબ્ધ છે.

ગીધ પક્ષીઓનો નાશ થતાં પારસી સમાજે પણ કુવો–ભસ્તો છોડી ગેસ સગડી અપનાવી છે. છતાં ધાર્મીકતાને નામે હીન્દુવીધીમાં લાકડાંનો દુર્વ્યય કરાય છે. આવા તો બીજા અનેક પ્રસંગોએ દુર્વ્યય કરાય છે. જે અટકાવાય તો અનેક જરુરીયાતમન્દોને તે આપી આશીર્વાદ મેળવી શકાય.

­…ડૉ. જનક વ્યાસ

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ચર્ચાપત્ર’ વીભાગમાં તા.21/02/2011 ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

ડૉ. જનક વ્યાસ, જલારામ મંદીર પાસે, માળી વાડ, વ્યારા  – 394 650. જી. તાપી ફોન: (02626) 221 257 સેલફોન: 98258 71172

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode, KOPARKHAIRNE (west),  Navi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222  ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 31/01/2014

Advertisements
મીત્રોના ચર્ચાપત્રો

મહાશીવરાત્રી

વહાલા વાચકમીત્રો,

♦    તા.13 થી 23 માર્ચ સુધી હું નેટજગતથી દુર રહીશ. જેથી 15 માર્ચની પોસ્ટ માટે ક્ષમા..

♦♦  ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – માર્ચ ૨૦૧૩’ અંતર્ગત તા.15 માર્ચ સુધીમાં સર્વ વાચકમીત્રોને નીચેની લીન્ક ખોલી તેઓનો મત નોંધાવવા નીમંત્રણ છે…

http://funngyan.com/2013/03/01/bgbs1303/

ધન્યવાદ…

–ગોવીન્દ મારુ

મહાશીવરાત્રી

–સુરેશ વીષ્ણુપંત ડાંગે

શીવભક્તો માટે શીવભક્તી અને ઉપાસનાનો અનેરો દીવસ એટલે મહાશીવરાત્રી. માઘ વદ 14 (ચૌદશ) ને રવીવાર માર્ચ 10, 2013ના રોજ મહાશીવરાત્રી આવે છે. આ દીવસે શીવભક્તો સપરીવાર શીવ મન્દીરોમાં ભીડ કરશે. આ દીવસે શ્રદ્ધાળુઓ આખા દીવસનો ઉપવાસ રાખશે. સામાન્યત: મીઠું–મરચું ન ખાતાં; બાફેલાં બટેટાં અને શક્કરીયાં ખાઈને શરીર અને મન (?) ની શુદ્ધી કરશે. વહેલાં વહેલાં સ્નાનાદીક અને ઘરના ઠાકોરજીનાં પુજા-પાઠ આટોપીને હાથમાં એક પાણીનો લોટો અને એક દુધનો લોટો લઈને નીકળશે, નજીકના શીવમન્દીરે શીવપુજા કરી તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા. કેટલાંય શીવમન્દીરોને આ દીવસે નવો ઓપ મળશે. આગલા દીવસ સુધીમાં મન્દીરને રંગરોગાન કરી દેવામાં આવ્યું હશે અને આસોપાલવ અને ફુલોનાં તેમ જ વીજળીનાં તોરણોથી મન્દીર અને પરીસર સજાવી દેવામાં કોઈ કચાશ નહીં રહી હોય ! લાઉડસ્પીકર્સ પરથી પ્રત્યક્ષ ભજનમંડળીના અથવા સી.ડી. મારફત મોટ્ટા મોટ્ટા અવાજે ભજનો કે મન્ત્રો કે પછી સ્ત્રોત્રો વહેતાં હશે અને સાથેસાથે મન્દીરના ઘંટો રણકતા રહીને આ ભજનોને ભાવીકોના કાનમાંથી છેક તેમનાં દીમાગમાં જડી દેતાં હશે…!!!  આવાં સ્વરુપે દેશભરના લાખો સંસારીઓ પેલાં સ્મશાન-વૈરાગી અને સદાસર્વદા ધ્યાનસ્થ એવા ભગવાન શંભુના ભોળાપણાંનો લેવાય તેટલો ફાયદો લઈ તેમની કૃપા મેળવી ભવસાગર તરી જવા પોતાની ભક્તીની તો ઠીક; પણ પુજા–અભીષેક્માં દુધની પણ અક્ષરસ: ગંગા વહાવશે ! આ લેખનો આશય દુધનો આ દુરુપયોગ ટાળી તેને સાચી માનવતાની દીશામાં કેમ વાપરી શકાય તે દર્શાવવાનો છે.

વાચક મીત્રો, ઉપર શરુઆતમાં આપેલું વર્ણન કોઈ અહેતુક નથી. આપની દૃષ્ટી સમક્ષ મન્દીરો અને ભાવીકોનું એક સમ્પુર્ણ ચીત્ર આવે પછી જ મારી વાતની ગંભીરતાનો પણ તાદૃશ્ય ખ્યાલ આવે એ હકીકત ને ધ્યાનમાં રાખીને જ તેમ કર્યું છે. વીચાર કરો કે આપણી આસપાસનાં નાનાં નાનાં મન્દીરોમાં આશરે 500-1000 ભાવીકો તો જતા જ હશે અને તેમાંથી 50 % ભાવીકો પણ કંઈ નહીં તો સરેરાશ એક એક કપ ભરીને (આશરે 100-150 મી.લી.ગ્રામ) પણ દુધ શીવલીંગ પર ચઢાવે તો તેવાં એક જ મંદીરમાં આશરે 3 થી 4 મણ, જી હા, 3 થી 4 મણ દુધ શીવલીંગ પર ચઢાવીને મંદીરની નાળીઓમાં વહેવડાવી દેવામાં આવે છે ! મોટાં મન્દીરોમાં તો આ આંકડો 2 કે 3 અંકનો થાય. અર્થાત 10-20થી તે છેક 100-200 મણ સુધી ! અને એકન્દરે આખા દેશના ફલક પર વીચારીએ તો ? એક મહાશીવરાત્રીના દીવસે જ હજ્જારો કે લાખ્ખો મણ દુધનો આ રીતે દુર્વ્યય થતો આવ્યો છે. આવી જ રીતે કદાચ ઓછા કે વધતાં પ્રમાણમાં પ્રદોષ, શ્રાવણ માસના સોમવાર, અગીયારસ, અમાસ, ચતુર્થી, અષ્ટમી કે અન્ય ધાર્મીક કાર્યો વગેરે જેવા અનેક તીથીઓ કે પ્રસંગો પર પણ દુધનો દુર્વ્યય થતો હોય છે.

હવે વીચાર એ કરવાનો છે કે એક તરફ દુધ જેવાં જીવનદાયક અને બાળકો માટે સમ્પુર્ણ કે અર્ધ  કહી શકાય તેવાં ખોરાકનો આટલો બગાડ છે; તો બીજી તરફ દેશના આશરે 75% ભુલકાં અને આશરે 70% માતાઓ, WHO ના અહેવાલ મુજબ, અપોષણનાં શીકાર છે ! દેશના આ ભુલકાં કે તેમની માતાને અનાજનો દાણો જ ન મળતો હોય ત્યાં દુધ મળવાનો તો સવાલ જ ક્યાં છે ? આવી પરીસ્થીતીમાં શ્રદ્ધા અને ભક્તીના નામે દુધ જેવા જીવનદાયક ખોરાક્નો બગાડ નૈતીક રીતે જ નહીં; કાયદેસર રીતે પણ બગાડ (not only MORALE but also CRIMINAL WASTAGE) ગણાવો જોઈએ અને તેના પર પ્રતીબન્ધ મુકાવો જોઈએ. લોકોમાં પણ આ બાબતે જાગૃતી લાવવી જોઈએ. તેઓ શીવલીંગને બદલે ઘર નજીકનાં ગરીબ બાળકોને અથવા ઝુપડપટ્ટીઓમાં જઈને બાળકો કે સગર્ભાઓને આ દુધ પીવા આપી શકે. આમ કરવાથી ખરેખર તો પેલા કરુણામુર્તી ભગવાન મહાદેવ પણ પ્રસન્ન થઈ શકે અને બદલામાં ભક્તને બીજું કંઈ મળે કે ન મળે; તેમનું આપેલ દુધ પીનારનાં મોં પર દેખાનાર તૃપ્તીનો આનંદ જ ઘણો બધો સંતોષ આપી દેશે !

આ લખનારે આ લેખ દ્વારા કેવળ એક વીચાર જ રજુ નથી કર્યો; પ્રથમ તેને અમલમાં મુક્યો છે. અમે અમારા સહકર્મીઓ અને મીત્રોનું એક નાનું જુથ બનાવી, ગઈ મહાશીવરાત્રીના દીવસે વડોદરાના શ્રી. કાશીવીશ્વનાથ મન્દીરની બહાર 3 થી 4 કલાક ઉભા રહી, આશરે 3 થી 4 મણ દુધ એકઠું કરી ઝુપડપટ્ટીઓમાં, અનાથાલયોમાં, ‘જુવેનાઈલ હોમ્સ’માં વીતરીત કર્યું હતું. અમે હાથમાં પાટીયાં (Placards) લઈને ઉભા હતા. તેના પર ભાવીક જનતાને જાહેર અપીલ લખી હતી અને શીક્ષીત–અશીક્ષીતો, આધેડ અને વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો એમ તમામ પ્રકારના ભાવીક ભક્તો તરફથી તેમના હાથમાં રહેલા શીવલીંગપર  ચઢાવવાનું દુધ ગરીબો માટે સહર્ષ મેળવ્યું હતું. આ ખરેખર એક સામાજીક અને વૈચારીક ક્રાન્તી હતી ! આવનારી મહાશીવરાત્રીના દીવસે પણ આ ઉપક્રમ શક્ય બનશે તો બીજાં મન્દીરોને પણ આવરી લઈને કરવાનો પ્રયત્ન છે.

આમ, લોકોની ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા અને ભક્તીને આજના સમયોચીત સંદર્ભમાં અસમ્પન્નો (Have-nots) પ્રત્યેની અનુકંપા અને સેવાના સ્વરુપમાં પલટાવવી, એ તમામ શીક્ષીતો, વીચારકો, સમાજ સુધારકો અને સરકારી તેમ જ બીન-સરકારી વ્યક્તીઓ અને સંસ્થાઓ માટે પડકારરુપ; પરન્તુ આવશ્યક મીશન બની ગયું છે. જીલ્લા-કલેક્ટર, મન્દીરના ટ્રસ્ટીઓ/સંચાલકોની બેઠક બોલાવી જે તે મન્દીરમાં આવતા ભાવીકોમાં આવી જ રીતે જાગૃતી લાવવા જણાવી શકે અને દુધ એકઠું કરવાની વ્યવસ્થા ગોઠવી તેને વીતરીત કરવા પણ જણાવી શકે. પરન્તુ આ માટે જરુર છે સરકારી સાહેબોના મગજમાંથી ‘ધર્મનીરપેક્ષતા’ના નામે અન્ધશ્રદ્ધાપોષક વીચારોને ખંખેરી નાખવાની ! આ સાથે જ અન્ધશ્રદ્ધાને આકર્ષક અને રુડાં સ્વરુપે રજુ કરનાર – પ્રસીદ્ધ કરનાર સમાચાર માધ્યમોના સકારાત્મક અને સુધારાવાદી અભીગમ અને સક્રીયતાની. સમાજના પ્રત્યેક અંગે આ વીષયે પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈશે.

આવો, આગામી મહાશીવરાત્રી આપણે દરીદ્રનારાયણોની યત્કીંચીત સેવા બજાવીને ઉજવીએ…!!!!

જય દરીદ્રનારાયણ …. !!!

–સુરેશ વીષ્ણુપંત ડાંગે

લેખક સમ્પર્ક: શ્રી. સુરેશ વીષ્ણુપંત ડાંગે, એ/6, કૉમરેડ્સ કૉલોની, સાંઈ ચોકડી પાસે, માંજલપુરા, વડોદરા -390 011 ફોન: 0265-266 0043 મોબાઈલ : 98790 42601 ઈ-મેલ: sureshdange@gmail.com

 ‘રૅશનલ વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના  સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન:  Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai – 400 709 સેલફોન8097 550 222 ઈ–મેઈલ: ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08–03–2013

11

મીત્રોના ચર્ચાપત્રો

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ? (2) ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ?

આસ્તીક લોકો મન્દીરમાં ભગવાનના દર્શને જાય છે. આમાંથી મોટા ભાગના લોકો ભગવાન પાસે સારી નોકરી, બઢતી, પોતાના કે પોતાના દીકરા–દીકરીનાં લગ્ન, ધન્ધા રોજગારમાં પ્રગતી, પરીક્ષામાં ઉંચા ટકાએ પાસ થવા અને સારી લાઈન અને સારી કૉલેજમાં પ્રવેશ વગેરેની માંગણી કરે છે. આ બધી આર્થીક સમૃદ્ધીઓની માંગણી છે. બીજી બાજુ ભગવાન તો ન્યાયકારી છે. કર્મનું ફળ યથાયોગ્ય આપે છે. સહેજ પણ વધારે કે ઓછું નહીં. અહીં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, ભગવાન કર્મ કે પુરુષાર્થ કર્યા વગર ભક્તોની માંગણી પુરી કરે છે ખરા ? આનું સમાધાન મેળવવા માટે ભક્તોએ મન્દીર સાથે ધનીષ્ઠ સમ્બન્ધ ધરાવતી બે વ્યક્તી – પુજારી અને ભીખારીના વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. તો જ ભક્તોને સાચી પરીસ્થીતી સમજાશે.

પુજારી ભગવાનની આરતી ઉતારી તેની થાળી, ભગવાન પાસે નહીં; પણ ભક્તો સામે–ભક્તો માટે મુકે છે. આવી જ રીતે ભીખારી ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસે માંગે છે. આ બન્ને સારી રીતે સમજે છે કે આપણા પુરુષાર્થનું ફળ ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસેથી પ્રાપ્ત થશે. ટુંકમાં, ભગવાન તો પ્રેરણા આપે છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે.

–નાથુભાઈ ડોડીયા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.10/06/2012ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર… ચર્ચાપત્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર..

ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

આપણે સમાનતા અને સમાજવાદનો જયઘોષ અવારનવાર સાંભળીએ છીએ; પણ વ્યવહારમાં સમાજ બે વર્ગમાં વીભાજીત છે – એક અતીપૈસાદાર અને બીજો અતીગરીબ વર્ગ. ઝડપી ઔદ્યોગીકરણ, જમીનદારી તથા રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારને કારણે એક વર્ગ પાસે અબજોની સમ્પત્તી એકત્રીત થયેલી છે. જ્યારે બીજો વર્ગ તદ્દન ગરીબ છે, પુરતું બે સમય જમવાનું પણ મળતું નથી. ધનવાન – શોષક વર્ગ ધનમાં આળોટે છે અને ગરીબ – શોષીત વર્ગ ધુળમાં આળોટે છે. ગરીબ વર્ગ ધનીક વર્ગના દાબ–દબાણ અને પોતાની મજબુરીના કારણે શોષક વર્ગને પોતાનો સહયોગ આપે છે; પણ અંદરથી તેઓની ધનવાન પ્રત્યેની નફરત વધતી જાય છે, જે સામ્યવાદી અને નક્સલવાદી વીચારધારાને આમન્ત્રણ આપે છે.

આવું જ શોષણનું એક નવું ક્ષેત્ર ‘ધર્મ’ ધીમેધીમે વીકાસ પામી રહ્યું છે. પરમપુજ્યો અને ધર્મધુરન્ધરો એક બાજુ લોકોને સાદું જીવન જીવવાનો તથા જીવનામાં ત્યાગ અને અપરીગ્રહનો અમલ કરવાનો ઉપદેશ આપે છે; તો બીજી બાજુ પોતે સંસ્થા કે ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્ર કરી પોતાના પરીવારના સભ્યો – પુત્ર/પુત્રી, ભત્રીજા/ભત્રીજી, જમાઈ વગેરેને પોતાના વારસદાર પ્રસ્થાપીત કરીને, ‘જાહેરટ્રસ્ટ’ને બુદ્ધીપુર્વક અને ચાલાકીથી ‘પરીવારટ્રસ્ટ’માં પરીવર્તીત કરી દે છે. આ ટ્રસ્ટનો વહીવટ પોતાના પરીવારના વારસદારો જ કરે છે અને તે દ્વારા તેઓ નીર્વીધ્ન ટ્રસ્ટની સમ્પત્તીનો ઉપભોગ પણ કરે છે.

ભક્તો પોતાનો ભવ અને પુનર્જન્મ સુધારવા ઈશ્વરના નામે, ધર્મના નામે, સમાજ ઉદ્ધારના નામે, ધર્માચાર્યોની વાતોથી અંજાઈ તેમને તન, મન, અને ધન અર્પણ કરે છે અને ધર્માચાર્યો આમાંથી થોડુંક જ સમાજસેવા માટે વાપરી બાકીનું બધું ટ્રસ્ટમાં જમા કરે છે. આને કારણે ભક્તો ગરીબ થતાં જાય છે અને ધર્મસ્થાનો– ધર્માચાર્યો પૈસાદાર થતાં જાય છે. જ્યારે ભક્તો જાણે છે, સમજે છે કે આ ધર્મની મીઠી–મીઠી વાતો પોતાની પુત્રેષણા, વીત્તેષણા અને લોકેષણા માટે જ કરવામાં આવતી હતી ત્યારે તેઓનો ધર્મ અને ઈશ્વર પ્રત્યેનો વીશ્વાસ ડગી જાય છે, અને તેમના હૃદયમાં નાસ્તીકતાની ધુન સવાર થાય છે જે ઉતારવી કઠીન બને છે.

ટુંકમાં, નાસ્તીકતાના પ્રચારમાં ધ.ધુ.ઓ અને પ.પુ.ઓની અતી પુત્રેષણા, શીષ્યોનાં ટોળેટોળાં એકઠાં કરવાની ભાવના, વીત્તેષણા, મઠ, આશ્રમ અને ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્રીત કરી તેનો વહીવટ પોતાના પરીવારમાં જ રાખવો તેવી મલીન મનીષા અને લોકેષણા – ઈશ્વરના સ્થાને પોતાને પ્રસ્થાપીત કરી પોતાની ભગવાનના સ્થાને પુજા કરાવવી, આ જવાબદાર છે.

–નાથુભાઈ ડોડીયા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં છેલ્લા ૧૫ (પંદર) વર્ષમાં શ્રી. નાથુભાઈ ડોડીયાના આશરે ૨,૦૦૦ જેટલા ચર્ચાપત્રો પ્રકાશીત થયેલા છે. તેઓ વેદોના ઉંડા અભ્યાસી છે. આ ચર્ચાપત્રો મોટે ભાગે વૈદીક વીચારોને આધારે લખવામાં આવ્યા હતા. આ ચર્ચાપત્રોમાંથી કેટલાક ચુંટી કાઢેલા ચર્ચાપત્રો ‘વૈદીક વીચાર વીમર્શ’ (પ્રકાશક: આર્યસમાજ, નવાડેરા, ભરુચ – 392 001 પ્રથમ આવૃત્તી: 2000, પૃષ્ઠસંખ્યા: 96, મુલ્ય: 10/-)માં સંઘરાયા છે. આ ચર્ચાપત્ર, લેખકશ્રી અને પ્રકાશકના સૌજન્યથી સાભાર….

લેખક–સંપર્ક: શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા, ‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર –ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન: 02642 225671 સેલફોન: 99988 07256

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. સરળતા માટે વર્ષ વાર પીડીએફની લીન્ક નીચે આપી છે..

૧. પ્રથમ વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-1st-year/

૨. બીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-2nd-year/

૩. ત્રીજા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-3rd-year/

૪. ચોથા વર્ષની પીડીએફ: https://govindmaru.wordpress.com/pdf-of-4th-year/

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 22–06–2012

મીત્રોના ચર્ચાપત્રો

(1) આપણે ભારતવાસીઓ… તેમજ (2) સાચી સમાજ સેવા

(1)

આપણે ભારતવાસીઓ…

સુરેશ એસ. દેસાઈ

     આપણે ઘણી બધી બાબતોમાં વીશ્વની પ્રજાઓથી જુદા પડીએ છીએ અને આપણા ‘જુદાપણા’ને આપણે ‘ભારતીય સંસ્કૃતી’ તરીકે ઓળખાવીએ છીએ. આપણી આ વૈચારીક અને વ્યાવહારીક ભીન્નતાને આપણી વીશેષતા માનવાનું આપણું વલણ યોગ્ય છે ? ભારતીય ક્રીકેટ ટીમે હમણાં વર્લ્ડ કપ જીત્યો એટલે આપણે કેવા હરખાઈ ઉઠ્યા ! કરોડો રુપીયાનું દારુખાનું ફુટ્યું, લોકો રસ્તા ઉપર આવીને મોડી રાત સુધી નાચ્યા. બી.સી.સી.આઈ.એ અને રાજ્ય સરકારોએ ક્રીકેટરોને કરોડો રુપીયાનાં ઈનામો આપ્યાં. સોનીયા ગાંધી સુધ્ધાં રસ્તા પર આવી ગયાં ! વીશ્વમાં ક્રીકેટ રમતા દેશોની સંખ્યા પંદરથી વધારે નથી. પરન્તુ આપણે કોઈ મહાન સીદ્ધી મેળવી હોય એવો આપણો પ્રતીભાવ હતો. મોંઘવારી, ફુગાવો, આર્થીક અસમાનતા, ભ્રષ્ટાચાર– આ બધી સમસ્યાઓથી ઘેરાયેલા દેશ માટે વર્લ્ડ કપ જીતવો એ મહાન સીદ્ધી શી રીતે હોઈ  શકે ? આપણા વડાપ્રધાને, સોનીયા ગાંધીએ મેચ જોવા ચાર કલાક બગાડ્યા અને ચેનલોએ ત્રણચાર દીવસો સુધી ક્રીકેટનું જ ગાણું ગાયું. વર્ષે એકસો કરોડથી વધુ કમાણી કરતા સચીનને ‘ભારતરત્ન’ આપવાની માગણી થઈ અને મહારાષ્ટ્ર સરકારની વીધાનસભાએ ઠરાવ પણ કરી નાખ્યો ! આપણું આવુ જુદાપણું હરખાવા જેવું છે ખરું કે ?

     વસતીગણતરીના રીપોર્ટ મુજબ ભારતની વસતી 121 કરોડને આંબી ગઈ છે. આવી બેફામ વસતીવૃદ્ધી માટે, ના તો વડાપ્રધાને કે ના તો વીરોધ પક્ષોએ, ચીન્તા વ્યક્ત કરી. ન્યુઝ ચેનલોએ પણ મૌન ધારણ કરી લીધું ! વસતીવૃદ્ધીને  અંકુશમાં લેવા કોઈ વીચાર સુધ્ધાં રજુ ના થયો. આર્થીક રીતે પાછળ રહેલા વર્ગમાં સન્તાનોત્પત્તી બેફામ રીતે વધી છે. એવું તારણ જરુર નીકળ્યું છે. પરન્તુ આપણી સરકાર ફરજીયાત સન્તતીનીયોજનની વાત તો દુર રહી; પરન્તુ પ્રચાર માધ્યમો દ્વારા કે સન્તતીનીયમન માટે રોકડ ઈનામની યોજના જેવા ઉપાયો યોજવાની હીમ્મત પણ નહીં કરે !

     આપણા દેશમાં અસંખ્ય મન્દીરો છે, મસ્જીદો છે (કેટલાંક તો જાહેર રસ્તાઓ ઉપર છે !), આપણા મન્દીરોની આવક કરોડોમાં છે. આપણે ત્યાં છાશવારે ટ્રાફીકજામ કરી મુકતાં ધાર્મીક સરઘસો, જુલુસો, વરઘોડાઓ નીકળે છે ! રસ્તા ઉપર નાચગાન થાય અને કાન ફાડી નાખતા ફટાકડા ફુટે છે ! હજારો માણસોના જમણવાર થાય છે અને વધેલી રસોઈ ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે ! દેશમાં લાખો ભીખારીઓ છે અને ભીક્ષુકોને મફત ભોજન આપવાથી પુણ્ય મળે છે એવું આપણે માનીએ છીએ, દેવદર્શન માટે કલાકો સુધી લાઈન લગાવીને આપણે તપશ્ચર્યા કરીએ છીએ, પૈસા લઈને આપણે નાલાયક ઉમેદવારના પક્ષમાં મતદાન કરીએ છીએ, આપણો દેશ લાંચીયો છે એવી આપણે બુમરાણ કરીએ છીએ; પરન્તુ આપણું કામ હોય ત્યારે લાંચ આપવા આપણે તત્પર હોઈએ છીએ.

     આપણો દેશ, આપણી પ્રજા, આપણી સંસ્કૃતી વીશ્વના બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીથી ચોક્કસ અલગ પડે છે. પરન્તુ બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીઓ સામે આપણે મહાન છીએ કે વામણા ? વીશેષ છીએ કે નીકૃષ્ટ ?

લેખકસમ્પર્ક:

સુરેશ એસ. દેસાઈ, તંત્રી, પ્રીયમીત્રસાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટ, નવસારી હાઈ સ્કુલ શોપીંગ સેન્ટર, દુધીયા તળાવ, નવસારી396 445 સેલફોન: 98243 75241

મેઈલ: sdesai_priyamitra@yahoo.com

ગુજરાતમીત્રદૈનીક, સુરતના ચર્ચાપત્ર વીભાગમાં તા.19/04/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્રચર્ચાપત્રી અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

(2)

સાચી સમાજ સેવા

–ફકીરચંદ જે. દલા

શ્રી હરીને બદલે ‘સત્યનો પ્રચાર કરે તે સાચી સમાજ સેવા’ કહેવાય. ધર્મ એટલે કે ફરજ. સમાજ અને માણસોને સીધો સમ્બન્ધ છે. મુર્તી એ પથ્થરની બનેલી આકૃતી છે. મન્દીરમાં મુકવાથી અને મન્ત્રોચ્ચારણ કરવાથી તે ભગવાન કે ઈશ્વર બની શકે નહીં. ભગવાન તો દરેકનાં અંતરમાં રહેલો જ છે. તો વળી તેને શોધવા બહાર શા માટે જવાનું ? મુર્તી કંઈ સાંભળવાની નથી. ગમે તેટલાં ઢોલ–વાજાં વગાડો, એ તેમને પહોંચવાનાં નથી. તેમની સામે ગમે તેટલું ધરો; તે લેવાના, ખાવાના કે સ્વીકારવાના નથી.

આજના સમાજમાં જે બદી ફેલાઈ ગઈ છે તેનું નીવારણ કરવાની આપણી ફરજ અને ધર્મ બન્ને છે. જેમ કે ચોરી, લુચ્ચાઈ, જુઠ્ઠું, હીંસા, બદ–ચારીત્ર્ય વગેરેને સમાજમાંથી આપણે દુર કરવાનાં છે. દા.ત. ભારતમાં પ્રસરેલી લાંચરુશ્વત. આનો પ્રજાએ ભેગા મળીને વીરોધ કરીને લોકશાહી પદ્ધતી પ્રમાણે ફેરફાર કરવાનો છે. આમાં તમે જ કહો ભગવાન શું કરી શકે ? ગુરુઓ અને ધાર્મીક સંસ્થાઓના નેતાઓએ આગેવાની લઈને સમાજની આ ગેરનીતી–રીતી દુર કરવાની હીમ્મત બતાવવી જોઈએ. દેહાન્ત સજા ફરમાવીને સમાજમાં પ્રસરેલી દહેજ પ્રથા દુર કરીને નવવધુઓને મારી નાંખવાનો ક્રુર રીવાજ તત્કાળ બંધ કરવો જોઈએ. કાયદા ઘડનારી ધારાસભાઓ પર ધરણા લઈ જઈને તેમની ફરજનું તેમને ભાન કરાવવાનું છે. ટેક્સ ન ભરનારાઓને કોર્ટમાં ઘસડી જઈ જેલ ભેગા કરવાના છે. ધર્મના નામે ખુનામરકી કરનારાઓને જાહેરમાં ફાંસી ઉપર ચઢાવવાના છે.

આ બધામાં ગરીબ પ્રજાજનો કંઈ બહુ ન કરી શકે. મધ્યમ વર્ગના ભણેલા લોકોની આ ફરજ છે, ધર્મગુરુઓ પ્રજાનું ખાઈને કંઈ કરે નહીં, તો તેમને ખાવાનું કે આદરમાન આપવાનું બન્ધ કરવું જોઈએ. તેમને બીજા લોકોની માફક કામ કરીને ખાવાનું કે પેટ ભરવાનું સમજાવી દેવું જોઈએ. સરકાર બધું કરી શકવાની નથી ને કરવાની પણ નથી. મહાત્મા ગાંધીએ શું કર્યું તે ભુલી ગયા ? અસહકારની ચળવળ મારફતે આ સુકલકડી મોહનદાસે ભારે તાકાતવાન બ્રીટીશ સરકારને ભારતમાંથી ભગાડવાનું કરી દેખાડ્યું છે. શું 120 કરોડ ઉપરની ભારતની પ્રજા નમાલી થઈ ગઈ છે ? માત્ર પૈસા ભેગા કરવાનું જ સમજે છે ? ધર્મ અને સંસ્કૃતીનો દાવો કરવાવાળી આ પ્રજા દંભી ન કહેવાય તો બીજું શું ? દેશની રક્ષા અને સેવા કરવાનું કામ ‘ભજન અને ભોજન’ કરતાં ઘણું ઉચ્ચ છે. ધર્મને નામે ઢોંગ કરીને કરોડો રુપીયાનું ગોપીચન્દન કરનારાઓને ફગાવી દેવાની જરુરીયાત અત્યંત ગમ્ભીર છે. જ્યાં સુધી ધર્મના ભગવાં વાઘાં દુર ન થાય ત્યાં સુધી ભારતમાં ક્રાન્તી થવાની નથી… ચાલો ત્યારે અહીંસક ક્રાન્તીને માર્ગે ઢોંગી નેતાઓ અને ધર્મગુરુઓને ઉઠાડી મુકવાનાં કામમાં લાગી જઈએ.

‘જય ભારત’ અને ‘જય અહીંસા’

સંપર્ક:

શ્રી ફકીરચંદ જે. દલાલ,  9001 Good Luck Road, LANHAM, Maryland-20706 – U.S.A.   Phone: 301-577-5215

ઈ–મેઈલ: sfdalal@comcast.net

પરીચય:મુળ સુરતના જૈન અને સુરતની જ એન. જી. ઝવેરી જૈન હાઈ સ્કુલમાં તેઓ ભણ્યા છે. ‘ગુજરાતમીત્ર’ના વરીષ્ઠ તંત્રીશ્રી ચન્દ્રકાન્ત પુરોહીતજીના સહાધ્યાયી રહી ચુકેલા શ્રી ફકીરચંદભાઈ 84 વરસની વયના છે અને વર્ષોથી અમેરીકામાં વસે છે. મને મળેલા તેમના એક પત્રમાંથી સારવીને તેમની પરવાનગીથી સાભાર.. – ગોવીન્દ મારુ..


 ‘આ ચર્ચાપત્રો તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. હું તેની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

 

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 

પોસ્ટ કર્યા તારીખ12–05–2011

 

 

મીત્રોના ચર્ચાપત્રો

રૅશનાલીઝમ જન્મજાત છે તેમજ (2) શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?

રૅશનાલીઝમ જન્મજાત છે

માનવ સીવાય કોઈ પ્રાણીએ ઈશ્વરની કલ્પના કરી નથી. ઉત્ક્રાંતીના ક્રમમાં માનવ પ્રાણીએ માનવ સ્વરુપ મેળવ્યા પછી, ખુબ જ છેલ્લા તબક્કામાં, ખુબ ઓછા સમયથી, તેણે ઈશ્વરની કલ્પના કરી છે, જે સમય આજે ચાલી રહ્યો છે. અન્ય પ્રાણીની સરખામણીમાં  માનવી બુદ્ધીશાળી હોવાથી જુદો પડે છે. બુદ્ધીના વીકાસક્રમમાં તેને છેલ્લાં થોડાંક હજાર વર્ષથી એક મોટો તર્ક પકડાઈ ગયો અને તે ઈશ્વરની કલ્પના, જે બુદ્ધીથી સમજાવી શકાય એમ નથી. પરન્તુ અવૈજ્ઞાનીક–અજ્ઞાનયુગ દરમ્યાન તે સ્વીકારાયો છે.

દરેક માણસ જન્મે નાસ્તીક અને રૅશનલ હોય છે, કેમ કે તે બુદ્ધીના ઉપયોગથી પોતાનો વીકાસ કરવાનો પ્રયાસ કરે છે, ઉપરાન્ત તે સામાજીક પ્રાણી હોવાને કારણે અન્ય માણસના હીતનું બહુધા વીચારે છે. આ બધું તદ્દન કુદરતી ક્રમમાં, સ્વાભાવીક છે. પરન્તુ ચોક્કસ તબક્કે ખોટો તર્ક પકડવાથી માણસ ગેરમાર્ગે દોરાયો. પોતે સામાજીક પ્રાણી હોવા છતાં માણસ માણસ વચ્ચે ઈશ્વરને કારણે તેણે ભેદભાવ રચ્યા. પોતાનું સ્વાભાવીક માનવવાદી વલણ ત્યાગી, તેણે ઈશ્વરવાદી વલણ અપનાવ્યું. આ બધું અકુદરતી, માનવસર્જીત હોવાથી તે જન્મજાત નથી; પરન્તુ સંસ્કાર(ખરેખર તો કુસંસ્કાર)થી માણસ મેળવે છે. માણસ જેમ જેમ પોતાની ગેરમાર્ગે દોરાયેલ પ્રવૃત્તી ત્યાગી, વીવેકબુદ્ધીથી દરેક ક્ષેત્રે વર્તતો થશે, તેમ તેમ તેનામાં રહેલાં માનવવાદી વલણનો વીકાસ થતો જશે. રૅશનાલીઝમનો એ જ ઉદ્દેશ છે.

– ‘નીરાંત’

ગુજરાતમીત્ર દૈનીક, સુરતના ચર્ચાપત્ર વીભાગમાં તા.29/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર ચર્ચાપત્રી અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર

લેખક/ચર્ચાપત્રી સંપર્ક: સેલફોન: 98252 59615


(2)


શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?


આજકાલ ઈશ્વરના અસ્તીત્વ વીશે ચર્ચા ચાલે છે; પરન્તુ ધારો કે ઈશ્વર હોય તો વીશ્વના સંચાલનમાં ઉચીત–અનુચીત બાબતે સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધ તો વ્યવહાર ન જ કરે ને ? દરેકને ઉચીત વીકાસની વાજબી તક તે આપે જ. ઘણા આસ્તીકો એમ માને છે કે માનવીના વીકાસમાં, વાસ્તુશાસ્ત્ર મુજબ તેનું ઘર વાઘમુખું છે કે ગૌમુખું તેના પર, તેના દરવાજાથી માંડી અસંખ્ય વસ્તુઓ કઈ દીશામાં છે તેના પર છે. એ જ રીતે, જ્યોતીષ મુજબ તેના ઘરના બાંધકામની શરુઆત કયા સમયે કરી, તેમ જ તે ત્યાં રહેવા જે સમયે ગયા હોય તેના ચોઘડીયા પર તેનાં સુખશાન્તી આધારીત છે. એ રીતે કર્મકાંડ મુજબ ચોક્ક્સ જ્ઞાતીના માણસ પાસે ચોક્ક્સ વીધી કરાવી હોય તેના પર, શરીરનાં અંગો પર મંત્રેલી કે પવીત્ર ગણાતી વસ્તુઓ ધારણ કરી હોય તેના પર તેની પ્રગતી આધાર રાખે છે. આવું જ્યારે આસ્તીકો જાહેર કરે છે, ત્યારે એમ થાય કે ઈશ્વર આપણી સાથે જુગાર રમે છે કે શું ? આને ન્યાયી વ્યવહાર કહેવાય ખરો ?

નીયતીમાં જરા પણ ફેરફાર થઈ શકે નહીં, વીધીના લેખ મીથ્યા થાય નહીં, એવી માન્યતા છે; છતાં મતલબી આસ્તીક એમ પણ કહેશે કે નીયતી જાણી પણ શકાય, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર પણ કરી શકાય. એ માટે ચોક્કસ માણસ પાસે ચોક્કસ વીધી કરાવવાથી ધારેલું પરીણામ મેળવી શકાય. જો એમ હોય તો, આને દૈવીશક્તીનું જુગારીમાનસ કહેવાય ને ? નહીં કહેવાય કે ?

કેટલાક માણસો અસંખ્ય ખોટાં અને અમાનવીય કામો કરી, પાપમુક્તી માટે ભક્તીનું રુપાળું નામ આપી, દૈવીશક્તીની ખુશામતનો રસ્તો અપનાવી, દાનરુપે લાંચ પણ આપે છે અને એ રીતે ખોટાં કામ કરવાની જાણે ‘પરમીટ’–પરવાનો મેળવે છે ! ઈશ્વર ખુશામતથી ખુશ થઈ કંઈ પણ વધારે આપે, એટલે કે અન્યાયી વલણ અપનાવે એ વાત શું વાજબી લાગે છે ખરી ? ઈશ્વર મીથ્યાભીમાની હોય ? તે ખુશામતથી ખુશ થાય ? ઈશ્વર ખુશામતખોર અહંભાવી, રુશ્વતખોર કે ફુલણજી છે કે ?

આસ્તીકોએ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે ઈશ્વર જુગાર ન રમે, ખુશામત પસંદ ન કરે, મીથ્યાભીમાની પણ ન હોય, લાંચ સ્વીકારે એવો લાંચીયો પણ ન હોય અને જો એ એવો હોય તો તે ઈશ્વર નહીં, શેતાન જ કહેવાય.

ધર્મના આવા વીરોધાભાસો નહીં સમજાવી શકવાને કારણે, ‘આ બધું ગુઢ છે, માનવબુદ્ધીથી પર છે, અનુભુતીનો વીષય છે, બ્રહ્મલીલા છે’ – એવુંતેવું સમજાવી ભ્રમો ફેલાવવાનું હવે આપણે બંધ કરવું–કરાવવું જ રહ્યું.

માનવે પોતાના વીકાસ માટે પોતાના પર જ આધાર રાખવો પડે છે એ દેખીતું છે અને સીદ્ધ છે. માટે આવી અબૌદ્ધીક વાતો ત્યાગી, માનવકલ્યાણ પર ભાર મુકી, વૈજ્ઞાનીક અભીગમ જાળવીને પ્રયત્નો કરવાની જરુર છે.

– ‘નીરાંત’

ગુજરાતમીત્ર દૈનીક, સુરતના ચર્ચાપત્ર વીભાગમાં તા.17/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર ચર્ચાપત્રી અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર

લેખક/ચર્ચાપત્રી સંપર્ક: સેલફોન: 98252 59615

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ11/02/2011

મીત્રોના ચર્ચાપત્રો

સંશય

સંશય

પ્રા. રમણ પાઠક તા.13/11/2010ના ‘ગુજરાતમીત્ર’ની ‘રમણભ્રમણ’ કૉલમમાં કહે છે કે સંશય એ શીક્ષણનું મહત્ત્વનું લક્ષણ છે. શ્રી આનંદશંકર ધ્રુવ– જેઓ ધર્મના મોટા અભ્યાસી અને ચીન્તક હતા. તેઓ પણ સંશયને બુદ્ધીનું આગવું લક્ષણ કહે છે. કોઈ વસ્તુ માની જ લેવી અને વગર વીચારે સ્વીકારી જ લેવી એમાં એમ કરનાર પોતાની બુદ્ધીને તાળું મારી દે છે અને પોતાની સ્વતંત્ર વીચારશક્તીને અટકાવી દે છે. શીક્ષણ (જે સ્વતન્ત્રતા પર આધાર રાખે છે)માં સંશય કરવો એ મહત્ત્વનું કદમ મનાય છે. પણ એનો અર્થ એમ પણ નથી કે સંશય કર્યા જ કરવો. બીજાનો અનુભવ અને તેને આધારે લાધેલું સત્ય દર્શન ધ્યાનમાં રાખવું પડે છે. વીવેક બુદ્ધીને જાગૃત રાખવી પડે છે અને આપણી બુદ્ધી શું કહે છે તે પ્રમાણે નીર્ણય લેવો પડે છે અને આમ છતાં ત્યાં પણ સંશયને તો આપણી બુદ્ધીના એક અવીભાજ્ય અંગ તરીકે સાથે રાખીને જ ચાલવું પડે.

આપણા દેશમાં બુદ્ધ અને મહાવીરે આ કામ કર્યું છે અને તેની અસર આજ સુધી રહી છે. શંકરાચાર્યે પણ આ કામ કર્યું. પરન્તુ સરાસરી હીન્દુ માનસ દેવ–દેવીઓ તરફ અને કર્મના સીદ્ધાંત તરફ વધારે ઢળતું રહ્યું છે. પરીણામે મંદીરદર્શન અને પુજાપાઠના વ્યાપક આશરાથી સંશયનું તત્ત્વ દયામણું રહ્યું છે. મધ્યકાલીન યુરોપમાં ધર્મની વાત સ્વીકારવી એવું દબાણ વધ્યું અને વીજ્ઞાન જે સંશયને સહારે આગળ વધતું હતું તેને થોડો સમય સહન કરવું પડ્યું.

પણ આખરે વીજ્ઞાન અને સત્યની શોધનો વીજય થયેલો દેખાય છે. યુરોપના લોકો સ્વતન્ત્રતાની ખોજ અને સમાનતાની લડતમાં આપણા કરતાં આગળ રહ્યા છે. ત્યાં શીક્ષણમાં સંશયને પ્રાધાન્ય મળ્યું છે, જેણે આપણા પ્રાચીન વારસાને પણ તાજો કર્યો છે. એટલે સંશય જ શીક્ષણ છે એમ કહેવું ખોટું નથી.

–નરેશ ઉમરીગર

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.24/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

શ્રી નરેશ ઉમરીગર, રામનાથ ધેલા ફળીયા, ઉમરા, પો. સરદાર વલ્લ્ભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી 395 007 જી. સુરત. સેલફોન: 97236 43277

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 07/01/2011‘વર્ડપ્રેસ ડૉટ કૉમ’ તરફથી આપણા આ ‘અભીવ્યક્તી’ બ્લોગની ૨૦૧૦ની સાલની કામગીરીની સમીક્ષા–તારણ મને પહેલી જ વાર મળ્યા છે, તે આપ સૌને વહેંચવા મન થાય છે; કારણ આપ સૌની મુલાકાત અને કૉમેન્ટથી તે રળીયાત છે.. આપ સૌનો ખુબ આભાર.. દીલથી.. બધી વાતો ઘણી વીગતે તેમણે નીચે આપી છે, તેથી તે વીશે હું ફરી કશું લખતો નથી..

આપનાં,

ગોવીન્દ અને મણી મારુ..

— On Sun, 2/1/11, WordPress.com <donotreply@wordpress.com> wrote:

From: WordPress.com <donotreply@wordpress.com>
Subject: Your 2010 year in blogging [govindmaru.wordpress.com]
To: govindmaru@yahoo.co.in
Date: Sunday, 2 January, 2011, 12:11 PM

Team WordPress.com + Stats Helper Monkeys
January 2nd, 2011, 06:41am

Your 2010 year in blogging

Happy New Year from WordPress.com! To kick off the year, we’d like to share with you data on how your blog has been doing. Here’s a high level summary of your overall blog health:


Wow

Blog-Health-o-Meter

We think you did great!

Crunchy numbers

About 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 33,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 4 days for that many people to see it.

In 2010, you wrote 51 new posts, growing the total archive of this blog to 143 posts. You uploaded 140 pictures, taking up a total of 40mb. That’s about 3 pictures per week.

Your busiest day of the year was September 17th with 396 views. The most popular post that day was

વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ ! .

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, WordPress Dashboard, mail.live.com, gu.wordpress.com, and mail.google.com.

Some visitors came searching, mostly for govindmaru, વાસ્તુશાસ્ત્ર, જીવતી માનું શ્રાદ્ધ, બ્રાહ્મણ, and govindmaru.wordpress.com.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010. You can see all of the year’s most-viewed posts and pages in your Site Stats.

1 વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ ! September 2010
58 comments and 1 Like on WordPress.com,

2 એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું. September 2010
51 comments and 5 Likes on WordPress.com

3 લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !! June 2010
27 comments and 1 Like on WordPress.com,

4 મારી ઓળખ
75 comments

5 વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? April 2010
33 comments and 1 like on WordPress.com,

Share these stats with your visitors

Want to share this summary with your readers? Just click the button below, or paste this link into your browser: https://govindmaru.wordpress.com/wp-admin/post-new.php?yib=2010

Post this summary to my blog

See you in 2011!

If you liked what you saw in this summary and want to know more about how your blog is doing, you can always visit your Site Stats, where our helper-monkeys are working day and night to provide you with pages and pages of detail on how your blog is doing. If you have any feedback on this email, please click here for a very short survey (in English). We would love to hear from you.

Thanks for flying with WordPress.com in 2010.
We look forward to serving you again in 2011! Happy New Year!

Andy, Joen, Martin, Zé, and Automattic

મીત્રોના ચર્ચાપત્રો

(1) હવે તો સાચા ધર્મને સમજીએ ! (2) પદયાત્રાએ જાવ છો ?

હવે તો સાચા ધર્મને સમજીએ !

ડૉ. મોહનભાઈ પટેલના તા. 27/10/2010ના ચર્ચાપત્ર https://govindmaru.wordpress.com/2010/11/19/dr-mohan-patel/ માં મન્દીરો–મુર્તીઓમાં ધર્મ નથી તથા નીતીમય જીવન જીવીએ, સમાજ અને દેશ પ્રત્યેની ફરજો બજાવીએ, તે જ ખરો ધર્મ છે એ વાત સાવ સાચી છે.  કારણ કે એની સામે મહંત શ્રી રામવીલાસદાસજી તા.13/11/2010ના ચર્ચાપત્રમાં જે કહે છે કે મન્દીર અને મુર્તી એ સનાતન ધર્મનું અવીભાજ્ય અંગ છે. તેમની તે વાત ભુલ ભરેલી જણાય છે. આપણા દેશનો ઈતીહાસ કહે છે કે મન્દીર અને મુર્તીપુજા એ સનાતન ધર્મ નથી. 5000 વર્ષ પુરાણી મોહન્જો–દડો અને હડપ્પન સંસ્કૃતી કે જેમાં આપણા પુર્વજો વસતા હતા; તે સંસ્કૃતીનાં અવશેષોમાં મન્દીર, મુર્તીપુજા અને ધર્મસ્થાનોનું નામોનીશાન નથી. મન્દીર અને મુર્તીપુજા આપણા દેશમાં બુદ્ધકાળ પછીના કાળમાં યાને પુરાણકાળમાં અસ્તીત્વમાં આવ્યાં છે. વેદકાળ, ઉપનીષદ અને  બુદ્ધકાળમાં મન્દીરો અને મુર્તીપુજા હતા જ નહીં. મન્દીર અને મુર્તીપુજા સનાતન ધર્મ નથી.

દેવી–દેવતાની મુર્તીની કે ઈશ્વરની પુજા એ વ્યક્તીગત આસ્થાનો વીષય હોઈ, તે માત્ર વ્યક્તી ઉપાસના ગણાય. તેને ધર્મ કહી શકાય નહીં. ધર્મ એ તો એક મનુષ્યનું, અન્ય મનુષ્ય પ્રત્યેનું, મનુષ્ય તરીકેનું આચરણ છે. મનુષ્યની મનુષ્ય તરીકેની ફરજ, કર્તવ્ય અને જવાબદારી એ જ ધર્મ છે. મનુષ્યનો પરસ્પરમાં પ્રેમ એ જ ધર્મ છે. ધર્મને વ્યક્તીગત ઉપાસના સાથે અને ઉપાસનાજન્ય ક્રીયાકાંડો સાથે કોઈ જ સમ્બન્ધ નથી. ધર્મને ઈશ્વર અને દેવી દેવતાઓ સાથે પણ કોઈ સમ્બન્ધ નથી. ધર્મની આવી વીભાવના કોઈની વ્યક્તીગત બાબત નથી. પરન્તુ તેજ સનાતન સર્વકાલીન અને સાર્વભૌમીક ધર્મ છે. જે આપણા દેશમાં 5000 વર્ષ પહેલા સીન્ધુ ખીણની હડપ્પન સંસ્કૃતીમાં વર્તમાન લોકધર્મ હતો. વેદ કાલીન દેવર્ષી બૃહસ્પતી, બુદ્ધ, મહાવીર, કબીર, નાનક, રૈદાસ(રોહીદાસ), તુકારામ જેવા હજારો સાધુ સન્તોએ આપણા દેશમાં મનુષ્યના મનના શુદ્ધ માનવીય આચરણને જ ધર્મ તરીકે બોધેલો છે. ધર્મ એ ગુરુ, ગ્રન્થ અને પન્થનો ઓશીયાળો નથી. ધર્મ લોકોના તર્ક અને અનુભવની નીપજ છે. ધર્મ એ લોકોની, લોકો દ્વારા, લોકો માટેની જીવન પ્રણાલી છે. જેમાં સ્થળ, કાળ અને સંજોગ પ્રમાણે કાયમ પરીવર્તન થતું તહે છે. ધર્મ એ જીવન જીવવાની એવી કળા છે કે જેના આચરણથી અન્ય મનુષ્યને જરાપણ અન્યાય દુ:ખ કે હાની ન થાય. જીવો અને જીવવા દોની ભાવના એ જ ધર્મ.

–સીદ્ધાર્થ શાક્ય

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

આ ચર્ચાપત્રી શ્રી સીદ્ધાર્થ શાક્યનું સરનામું, ફોન નંબર કે ઈ–મેઈલ આઈડીમાંનું કશું મને પ્રાપ્ત થઈ શક્યું નથી.. સોરી… લાચાર..! પણ તેમણે રજુ કરેલા મુદ્દા જાણવા જેવા અને મનનીય છે તેથી આ ચર્ચાપત્ર લીધો છે..


(2)

પદયાત્રાએ જાવ છો ?

તા.9/11/2010ના રોજ મારે ભદરપાડા (સાપુતારા જતાં આવતું ગામ) જવાનું થયું. આખે રસ્તે સાંઈભક્તો પગપાળા શીરડી જતા હતા. એક તો ચીખલી–સાપુતારાનો રસ્તો ભયંકર ખરાબ – એટલો ખરાબ કે રાજયની સ્વર્ણીમ જયંતી ઉજવનારા શાસક પ્રત્યે માન હોવા છતાં એમ થાય કે ઉજવણીઓ બન્ધ કરી નક્કર કામ થાય તો સારું. અમીતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવવા કરતાં માળખાકીય સુવીધાઓ: રસ્તા, હોટલ, ખોરાક, વ્યવસ્થા તથા સર્વીસ બરાબર હોય તો લોકો એની મેળે ફરવા જશે.

હવે સાંઈભક્તોની કેટલીક વાત. સૌ પ્રથમ તો બાધા રાખવી – માનતા માનવી એના જેવી ફાલતુ વાત બીજી એકે નથી. જો ઈશ્વરને માનતા હો તો એને બધું સોપી દો. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એને એનું કામ કરવા દો. લોકોને તો અહીં પણ લાંચ આપવાની ટેવ પડી ગઈ છે. તમે ફકત તમારું કામ  નીષ્ઠાપુર્વક કરો. એજ પુજા છે. બીજું, આ પગપાળા પ્રવાસ લગભગ 9 દીવસનો હોય છે – એટલે આ બધા દીવસો કામ પર રજા પાડીને જતા હો છો એટલે માનવશકતી – માનવ–કલાકનો બગાડ છે. હવે 350 કી.મી. ચાલીને જવું – એ કંઈ ખાવાના ખેલ નથી.

રસ્તામાં ચાલતાં ચાલતાં તમે પ્લાસ્ટીકના પાઉચ, બાટલીઓ ફેંકતા જાવ એ થયો પર્યાવરણનો અનાદર– અને પર્યાવરણનો અનાદર એટલે ઈશ્વરનું અપમાન.

આવી યાત્રા તો અન્ધશ્રદ્ધા છે. છતાં તમે એ રીતે જવા માંગતા હો તો આખી યાત્રાને પર્યાવરણ સાથે જોડો– ઝાડપાન, પશુપંખી, કુદરતને જોતા જાવ, એ અંગે માહીતગાર થતા જાવ. તમે પાછા ફરો તો સાંઈબાબાને ઓળખો કે ન ઓળખો – કુદરતને તો જરુર ઓળખતા થશો.

જો તમારે ચાલતાં જવું જ હોય તો તે અંગેની તૈયારી માટેની કેટલીક ટીપ્સ આપી એક ડૉક્ટર તરીકેની મારી ફરજ નીભાવું. લામ્બું ચાલવાની તૈયારી રુપે (૧) મહીના પહેલાં ચાલવાનું ચાલુ કરો. (૨) જે બુટ પહેરીને જવાના છો તે જ પહેરીને ચાલવાનું શરુ કરો જેથી બુટ માફક આવે. (૩) ખુલ્લા પગે કે ચંપલ પહેરી મહેરબાની કરી ચાલવા ન જશો. (૪) મોજાંની અંદર પાવડર નાંખો – જ્યાં આરામ કરવા બેસો ત્યાં મોજાં કાઢો – મોજાં સુકવવા મુકો – પગની થોડી કસરત કરો. (૫) બુટની પાછળ કે ટોપીની પાછળ કે જાકીટની પાછળ રેડીયમ લગાડો જેથી વહેલી સવારે કે સાંજે અન્ધારામાં અકસ્માત થતો નીવારી શકાય. (૬) એક સરખી ઝડપે ચાલો, વારેઘડીએ અટકો નહીં; થાક લાગે તો બે પગ પહોળા કરી વાંકાવળી ઉંડા શ્વાસ લઈ ફરી ચાલવા માંડો. (૭) ચાલતા હો ત્યારે કપડાં ઓછાં હશે તો ચાલશે; પણ જેવું આરામ કરવાનું સ્થળ આવે કે જેકેટ પહેરી લો. (૮) નાની સરખી ઈજાને પણ ગૌણ ન ગણો એનું ડ્રેસીંગ કરી લો. (૯) પાણી પીતાં રહેવું, ખાંડ–મીઠું–લીંબુંનું શરબત થોડું થોડું પીતાં રહેવું. (૧૦) રાત્રે સુતી વખતે એકાદી સાદી દુ:ખાવાની ગોળી લઈ લેવાથી સ્નાયુ તાજા રહે છે.

ડૉ. રાજન શેઠજી

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.23/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

ડૉ. રાજન શેઠજી, પ્રતીક્ષા  કો.–ઓ. હાઉસીંગ સોસાયટી, વીદ્યાકુંજ હાઈસ્કુલની સામે, ગણદેવી રોડ, નવસારી 396 445. ફોન: (02637) 250 918 સેલફોન: 98252 39346 ઈ.મેઈલ: kaviraj74@yahoo.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 31/12/2010

મીત્રોના ચર્ચાપત્રો

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’

‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહી !’ આ કહેવત સદીઓથી ભારતીય જાનપદી અનુભવોને કારણે લોકજીભે રમતી બની છે. આ કહેવતનું આગલું ચરણ કદાચીત સન્દીગ્ધ હોઈ શકે; કેમ કે વૈદ્યોની સારવાર પામેલાં તો માંદગીમાંથી વખતે બેઠાંયે થઈ શકે છે; કીન્તુ જ્યોતીષીએ જેમનાં જોષ ભાખીને, ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ કહીને વરાવી હોય તેવી, કુટુમ્બની એકાધીક કન્યાઓના વૈધવ્યપ્રાપ્તીના કેટલાય દાખલાઓ સમાજમાં અત્ર–તત્ર–સર્વત્ર– જોવા મળે છે. જ્યોતીષશાસ્ત્ર કદાપી સચોટ ન હોઈ શકે – નથી જ – એ હકીકત ઉક્ત કહેવત સ્પટપણે સુચવે છે.

હવે જ્યારે સુરતમાં જ્યોતીષીઓની કોન્ફરન્સ યોજાઈ છે, ત્યારે પીતાજીએ કહેલી એક સત્ય ધટના યાદ આવે છે; જે પોણો સોએક વર્ષ અગાઉ બની હતી. હીન્દમાં ત્યારે રજવાડાં હતાં. મુંબઈમાં ‘રાજજ્યોતીષ’ તરીકે પોતાને ઓળખાવતા એક સમૃદ્ધ ભુદેવ રહેતા હતા. ‘સમૃદ્ધ’ એટલા માટે કે દેશના કેટલાંય નગરોમાંથી પ્રગટતાં વીવીધ ભાષાનાં છાપાંઓમાં, મોટા મોટા દાવા કરતી તેમની જાહેરખબરો અવારનવાર આવતી રહેતી હોઈ તેમનો ધન્ધો રજવાડામાં સારી પેઠે વીકસ્યો હતો. એવા જ એક રજવાડામાંથી રાજવીનું તેડું આવતાં, પોતાનાં ટીપણાં તથા અન્ય જ્યોતીષગ્રંથો લઈને શુભમુહર્ત જોઈને મુંબઈ સેન્ટ્રલથી તેઓ બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના ફર્સ્ટ ક્લાસમાં બેઠા. પેલા રજવાડાને ટેલીગ્રામ કરી દીધેલો કે પોતે ચોક્કસ સમયે રાજના અમુક સ્ટેશને ઉતરશે, તો શાહી આવભગતનો પ્રબન્ધ કરવો. તે મુજબ યથાસમયે તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે રાજ્યના સૈનીકોની ટુકડી સાથે બગી સ્ટેશન પર હાજર હતી. તેમાં તેમને બેસાડી તેમને રાજમહેલ પર નહીં; પરંતુ સીધા તુરંગ પર લઈ જવામાં આવ્યા, અને પુરી દીધા સળીયા પાછળ અન્ધારી કોટડીમાં ! જેલ અધીકારીને તેમણે રાજાને મળવા દેવા ઘણી આજીજી કરી પણ વ્યર્થ. એક દીવસ, બે દીવસ, ત્રણ દીવસ – એમ સપ્તાહ વીત્યું. પછી તો એક–બે–ત્રણ એમ ચાર સપ્તાહ વીત્યાં અને એમ ને એમ મહીનાઓ વીતી ગયા. ચોથે મહીને એક દી’ અચાનક તેમને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યા ત્યારે તેઓના ખરા હાલ થઈ ગયા હતા. હાથ જોડી વીનમ્રભાવે પુછયું કે તુરત રાજાજીએ કહ્યું, ‘અરે વાહ, રાજજ્યોતીષીજી ! તમે મુંબઈથી શુભમુહુર્ત જોઈ અહીં આવવા નીકળ્યા ત્યારે શું તમને એ વાતની ખબર નહોતી કે ભવીષ્યમાં તમારે માટે અહીં શી પરીસ્થીતી નીર્માણ થવા સર્જીત હતી ? જો તમને તમારા જ ભાવીની ખબર નહોતી તો પછી તમે અન્યનું ભાવી કેવુંક ભાખવાના ? તમે અહીંથી જીવતા સ્વગૃહે જઈ શકશો કે કેમ એની ખબર છે ખરી !’ રાજાની વાણી સાંભળી જ્યોતીષ ડઘાઈ ગયા. મુંગામંતર ! કાપો તો લોહીયે ન નીકળે !

તો વાત આમ છે, પછી તો મોટપણે ‘મહારાજા’ પુસ્તકમાં પણ આ કીસ્સો વાંચવામાં આવેલો અને તાળો મળ્યો હોય મઝા આવી‘તી. એ પુસ્તકના લેખક શ્રી દીવાન જર્મનીદાસ હતા. જેમણે યુવાનીથી લઈ સાંઠેક વર્ષ પર્યન્ત હીન્દના વીવિધ રાજ્યોમાં દીવાન તરીકે કામ કરેલું અને રાજા–મહારાજા–રાણીઓ–કુંવર–કુંવરીઓ સાથે દેશ–વીદેશમાં સફર પણ ખેડેલી. રાજકાજનો તેમને બહોળો અનુભવ હોઈ છેલ્લે સચીનના નવાબે  પોતાના તાબાના ડુમસનો વીકાસ કરવા પરામર્શ માટે શ્રી દીવાનને નીમંત્રેલા અને એક માસ પર્યંત ડુમસ ખાતે નવાબના બંગલામાં રહેલા, ત્યારે આપણા નવાબ સાહેબને તેમને મળવાની ફુરસદ નહી હોય એક મહીનો મોજમજા માણીને એમનામ જ પરત ગયેલા. ‘મહારાજા’ પુસ્તક બાદ ‘મહારાણી’ નામક બીજું પુસ્તક પણ તેમણે લખેલું. બન્ને અંગ્રેજી પુસ્તકોમાં પણ પેલા ‘રાજ જ્યોતીષી’ જેવા અનેક રસપ્રદ કીસ્સા નોંધાયેલા છે. જે હીન્દવી રાજા–મહારાજા, નવાબો, સુલતાનોની વીલાસી જીવન શૈલીના કચ્ચા ચીઠ્ઠા ખોલી આપે છે.

મુદ્દો એ છે કે, ભારતવર્ષના ઋષીઓએ, તારા ગ્રહો વગેરે ખગોળીય પીંડોની ગતીના સુક્ષ્મ નીરીક્ષણોને આધારે કરેલા સાચા ગણીતને આધાર તરીકે રાખી, ફલકથન જ્યોતીષનેય ‘વીજ્ઞાન’ તરીકે ઓળખાવી, ફેંકછાપ શૈલીની એક આગવી કલા વીકસાવી, લોકોની છેતરપીંડી કરી, ગજવા ભરનારાઓનો મોટો વર્ગ અસ્તીત્વમાં આવ્યો છે. સ્વાભાવીક જ, હાલના પરીવેશમાં ધર્માવલમ્બી રાજ્યો તરફથી પોતપોતાના નીહીત સ્વાર્થોના હીતાર્થે આવી પ્રવૃત્તીને પ્રોત્સાહન જ મળે,  કેમ કે અંગ્રેજ અમલવેળાના પેલા રજવાડાના રૅશનાલીસ્ટ શાસક જેવો એક પણ રાજ્યકર્તા આજના સ્વતન્ત્ર લોકશાહી ભારતમાં જોવા મળતો નથી, ત્યારે પ્રજાએ જ આવા ‘જ્યોતીષ પરીષદ’ અહીં ભરનારાઓને નીરુત્સાહ કરવા ચળવળ પ્રારમ્ભવી પડશે. તેમ થાઓ.

–શરદ ભી. દેસાઈ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.24/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

શ્રી શરદ ભી. દેસાઈ, 2/2, હેમ ટેરેસ, સરગમ શોપીન્ગ પાછળ, પાર્લે પોઈન્ટ, સુરત 395 007. ફોન: (0261) 225 4274 સેલફોન: 93771 23795

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 9/12/2010

મીત્રોના ચર્ચાપત્રો

માંહ્યલાને માંજવો પડે ! અને ભીંત ફાડીને પણ ઉગી જઈશું !

માંહ્યલાને માંજવો પડે !

‘સીધો ચાલે’ એને ‘સાધુ’ કહેવાય તેમ ‘ફીકરની ફાકી કરે’ એને ‘ફકીર’ કહેવાય. ‘ચીન્તાને ચીન્તનમાં પલટાવવાની જેનામાં ક્ષમતા’ છે એને ‘ચીંતક’ કહેવાય. ઘણા દોડે છે ખરા, પરન્તુ કયાં પહોચવું છે એ જ ખબર નથી. લક્ષ્ય વીનાની દોડ એ ‘ગતી’ અને લક્ષ્ય સાથેની દોડ એ ‘પ્રગતી’ ! જેમ ઘાણીના બળદની મંઝીલ નથી હોતી અને જેની મંઝીલ નક્કી નથી તેને પવન સુગમ અને અનુકુળ હોય તોય શું ?  માહીતી અને જ્ઞાન એ તો બાહ્ય સ્રોત પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. પરન્તુ ડહાપણ તો ભીતરથી જ ઉગતું હોય છે. માહીતીના અફાટ સમુદ્રમાં  જ્ઞાનરુપી હોડકું ઝોલા ખાતું હોય ત્યાં ડહાપણ રુપી મોતી પ્રાપ્ત કરવાનું તો કેટલું દુષ્કર બની રહેવાનું ? કમળ સુધી પહોંચવું હોય તો કાદવ ખુંદવો જ પડે; તેમ ગુલાબને મેળવવા કાંટાની ચુંભનની પણ તૈયારી રાખવી જ પડે ! સમુદ્રમંથનમાં પણ ઝેર સ્વીકારવાની તૈયારી હોય એને જ અમૃત પ્રાપ્ત થાય ! સરળતાથી મળેલી સંપત્તીની આવરદા હંમેશાં ટુંકી હોય છે. પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલી સંપત્તી ‘ઉર્ધ્વગતી’ તરફ નહીં પરંતુ ‘અધોગતી’ તરફ જ ઢળતી હોય છે. પુરુષાર્થ વગરની સંપત્તી સુખનો અનુભવ કરાવી શકે; પરન્તુ આનન્દની અનુભુતી નથી કરાવી શકતી.

માણસ જુઠું બોલે એ ‘લાઈ ડીક્ટેટર મશીન’ પકડી પાડતું હોય છે. તેમ ભીતરનો લય ખોરવાય એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે એ વાત હવે આધુનીક મેડીકલ સાયન્સ પણ સ્વીકારે છે. તેથી જ માંહ્યલાને માંજવો પડતો હોય છે. અને જે માંહ્યલાને માંજતા રહેતા હોય છે એમના ચહેરા પર ચળકાટ ચોક્કસ જ દેખાતો હોય છે.

–પ્રેમ સુમેસરા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

(2)

ભીંત ફાડીને પણ ઉગી જઈશું !

આ પૃથ્વી પર જન્મ લેતો પ્રત્યેક મનુષ્ય એક અનોખા પ્રકારની અનન્યતા અને અદ્વીતીયતા સાથે જન્મતો હોય છે. પ્રત્યેક મનુષ્યમાં રામ, કૃષ્ણ, ઈસુ, પયગમ્બરથી લઈને બુદ્ધ, મહાવીર, ગાંધી, સરદાર અને ઓશો બનાવવાનુ વીત્ત – ‘રો મટીરીયલ’ પડેલું હોય છે. સામે છેડે રાવણ, કંસથી લઈને આજના લાદેન–દાઉદ સુધીનાં તામસીક ગુણો ધરાવતા મનુષ્યો પણ હોય છે; પરન્તુ તમે કયું તત્ત્વ ઉજાગર કરો છો તે પ્રત્યેક વ્યકતીની ઈચ્છાશક્તી પર આધાર રાખે છે. શું બનવું એની સમ્ભાવના (પ્રોબેબીલીટી) માણસના હાથની વાત છે.

એક લોખંડના ગઠ્ઠામાંથી તમે ખીલી બનાવો તો એક રુપીયો પ્રાપ્ત થશે, તમે સોય બનાવો તો પાંચ–દશ રુપીયા મળશે, તમે તલવાર બનાવો તો પાંચસો રુપીયા મળશે જ્યારે તમે એમાંથી મશીનનો ભાગ બનાવો તો પાંચહજાર રુપીયા સુધી પણ મળી શકે. તમે શું બનાવો છો તેના પર નીર્ભર છે. મનુષ્યનું પણ એવું જ છે કે તમે તમારી જાતને કેટલી ઉંચાઈ પર મુકી શકો છો, તેના પર તેના મુલ્યાંકનનો આધાર છે. મનમાં એક પ્રકારની ‘ધુન’ સવાર થાય તો જ તમે ‘ધાક’ જમાવી શકો. પ્રભાવશાળી બનવું કે પ્રભાવહીન બનવું એની લગામ પ્રત્યેક વ્યક્તીના પોતાના હાથમાં રહેલી છે. કુદરતે પ્રત્યેક વ્યક્તીમાં એક ‘લોખંડનો ગઠ્ઠો’ મુકેલો હોય છે. તેમાંથી ખીલી બનાવવી કે કોઈ મશીનનો કીંમતી ભાગ બનાવવો એ દરેક  વ્યક્તીએ જાતે નક્કી કરવાનું હોય છે. ઉજળા– પ્રતીભાવાન બનવા માટે જાતને પુરુષાર્થ વડે ઘસવી પડે. લોખંડને તપાવીએ તો જ તેને યોગ્ય ઘાટ આપી શકાય તેમ જાતને ઘાટ આપવા માટે તપવું પડે.

કવીશ્રી બ્રહ્મભટ્ટ કહે છે:

‘અમે આગમાંથી પણ બેઠા થઈશું,

અમને જલાવો તો પણ જીવી જઈશું;

તમે ભલે પાણી ન સીંચો અમને,

ભીંત ફાડીને પણ ઉગી જઈશું’

–પ્રેમ સુમેસરા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.31/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

શ્રી પ્રેમ સુમેસરા, એ–૨૪, હરીદર્શન સોસાયટી, આનાથ આશ્રમ રોડ, કતારગામ, સુરત 395 004.

ફોન: (0261) 248 8899 Mobile- 98250 55148 94261 84500

ઈ.મેઈલ: premsumesara@gmail.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ:

https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 26/11/2010

મીત્રોના ચર્ચાપત્રો

કર્મો પ્રત્યે મન્દ ઉત્સાહ

કર્મો પ્રત્યે મન્દ ઉત્સાહ

‘એની ઈચ્છા વીના પાંદડું પણ ફરકતું નથી’ એવું માનીને આપણે ઈશ્વરનું આધીપત્ય સ્વીકારી લઈએ છીએ. આપણે એવું પણ માની લઈએ છીએ કે આપણાં સુખદુ:ખ તો ‘એના’ ખેલ છે. કળીયુગ પ્રવર્તતો હોવાથી ભ્રષ્ટાચાર તો ચાલવાનો જ, જ્યારે સતયુગનો પ્રારમ્ભ થશે ત્યારે જ ભ્રષ્ટાચાર નાબુદ થશે. આવી આવી માન્યતાઓ પ્રજાને નીર્માલ્ય બનાવી દે છે. કેટલાક એવું માની બેસે છે કે આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ જો પ્રારબ્ધનો સાથ ન મળે તો સફળ થવાતું નથી. આવી માન્યતા ભ્રામક છે. પ્રારબ્ધના ભરોસે બેસી ન રહેવાય. કોઈ પણ કાર્ય જો યોગ્ય આયોજન કરીને હાથ ધરવામાં આવે તો વહેલું–મોડું તે સીદ્ધ થયા વગર ન રહે. પ્રજા દરીદ્ર રહે છે તેનું મુખ્ય કારણ જ આવી અન્ધશ્રદ્ધા છે.

જ્યોતીષની પરવા ન કરનાર અંગ્રજો તથા અન્ય લોકો સાહસ ખેડે છે, કર્મઠ બને છે અને બાહોશી દાખવી આળસુ તથા અન્ધશ્રદ્ધાળુ લોકો ઉપર રાજ કરે છે.

મંગળ ગ્રહ ભારતીય પ્રજાને જ નડે છે, અન્ય પ્રજાઓને તો એવા નડતરની ખબર સુધ્ધાં નથી. મુઢ પ્રજા ‘મંગળ’ના ત્રાસમાંથી મુક્ત ન થાય તો તેમાં જોશી લોકોનો શો દોષ ? બીલાડી આડી ઉતરે ત્યારે અશુભ થાય માટે ઘરે પાછા વળી જવું અને પછી ‘શુભ’ ચોઘડીયામાં કામ કરવા નીકળવું. આવી અન્ધશ્રદ્ધાથી પીડાતી આપણી પ્રજાને સુખી થવાનો અધીકાર નથી.

સામ્યવાદી પ્રજા મન્દીરો, મસ્જીદો, દેવળો નથી બાંધતી, પ્રાર્થનાઓ નથી કરતી અને તોય સુખપુર્વક જીવે છે. આપણે તો મંદીરો બાંધી બાંધીને ભ્રષ્ટ લોકોને પ્રોત્સાહીત કરીએ છીએ. મન્દીરોનો કારભાર કરનારા મહન્તો, શ્રેષ્ઠીઓ વગેરે મન્દીરના બહાના હેઠળ શાં શાં કાળાં–ધોળાં કરતા હોય છે તેની વાતો હજારો વાર અખબારોમાં છપાય છે.

તો પણ લોકો મન્દીરે જઈને એની મુર્તીઓમાં ભગવાન શોધે છે.

– ડૉ. મોહનભાઈ પટેલ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…


(૨)


મન્દીરો–મુર્તીઓમાં ધર્મ નથી

આપણા દેશનું સૌથી વધુ અહીત કર્યું હોય તો તે કહેવાતા ધર્મગુરુઓ, રખડતા સાધુઓ તથા મંદીરોના વહીવટદારોએ. લોકોમાં તેઓ અન્ધશ્રદ્ધા ફેલાવે છે અને પ્રજાની આંખે પાટા બાંધે છે. “પ્રારબ્ધમાં હશે તો જ પામશો” એવું પ્રબોધી એ લોકો પ્રજાને આળસુ બનાવે છે. મન્દીરોની આજુબાજુ વેચાતી પુજાપાની સામગ્રીનો મોટો ઉદ્યોગ એ લોકોને લીધે જ ફુલ્યોફાલ્યો છે. ભંડારાના નામે ભ્રષ્ટાચાર કરતા કહેવાતા ધાર્મીક લોકો વેપારીઓ અને ઉદ્યોગપતીઓ પાસેથી મફત માલ પડાવે છે.

દક્ષીણ ભારત, ઉત્તર ભારત, પુર્વ ભારત કે પશ્વીમ ભારત–જ્યાં જ્યાં મોટાં પ્રખ્યાત મન્દીરો બન્ધાયેલાં છે ત્યાં ત્યાં અવારનવાર રામકથાઓ, ભાગવત–કથાઓ, ભંડારા થયા કરે છે અને હજારો–લાખો લોકો ત્યાં એકત્ર થઈ સમય અને ધન વેડફે છે. ભગવાનના ભરોસે જીવન–રથ હંકારનારા લાખો લોકો આળસુ બનીને પુજા–પાઠમાં રચ્યાપચ્યા રહે છે. અન્ય દેશોમાં લોકોને ધર્મનો આટલો વળગાડ નથી. ધર્મનો લોકો ખોટો અર્થ ધરાવે છે તેથી સમય, શક્તી અને ધનનો વેડફાટ થાય છે. નીતીમય જીવન જીવીએ અને પરીવાર, સમાજ તથા દેશ પ્રત્યેની ફરજો બજાવીએ તે જ ખરો ધર્મ છે. મન્દીરોમાં અને મુર્તીઓમાં ધર્મ નથી.

– ડૉ. મોહનભાઈ પટેલ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.27/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–પરીચય:

ડૉ. મોહનભાઈ પટેલ બીલીમોરાની બી.એડ્. કૉલેજના નીવૃત્ત પ્રાધ્યાપક છે.. ‘ઉંઝાજોડણી’ના ચુસ્ત સમર્થક છે.. ઘણાં પુસ્તકના સર્જક શ્રી. મોહનભાઈએ, (સહસંપાદકો શ્રી. ઉત્તમભાઈ ગજ્જર અને શ્રીમતી સરોજબહેન પટેલ સાથે) જાન્યુઆરી ૧૯૯૯માં એક પુસ્તીકા કરેલી જેનું શીર્ષક હતું ‘ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે’. ગુજરાતે તેને બહુ સારો આવકાર આપ્યો હતો..

હાલ બીલીમોરામાં લોકસેવાની વીવીધ પ્રવૃત્તી સહીત સીનીયર સીટીઝનો માટેય તેઓ ઘણું કામ કરે છે..

લેખક–સંપર્ક: ડૉ. મોહનભાઈ પટેલ, ૧૩– શ્રી હરી લક્ષ્મી નારાયણ સોસાયટી, આનંદ સીનેમા રોડ, બીલીમોરા ૩૯૬ ૩૨૧. ફોન: (૦૨૬૩૪) ૨૮૨ ૫૫૧

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 19/11/2010