Feeds:
Posts
Comments

Archive for the ‘બીપીન શ્રોફ’ Category

સમાજ અને નાગરીકના વીકાસ માટે

ધર્મનીરપેક્ષતા (સેક્યુલરીઝમ) આવકાર્ય છે.

બ્રીટન હવે ખ્રીસ્તી રાષ્ટ્ર રહ્યું નથી ! કેવી રીતે ?

લેખક : બ્રાયન મેકકીલટન (લીસ્બન, યુ. કે.)

                                   ભાવાનુવાદ : બીપીન શ્રોફ, તંત્રી, માનવવાદ

 (આ ચર્ચની તસવીર છે જ્યાં માત્ર એક ઘરડા માણસની હાજરી છે.)

તસવીર સૌજન્ય : http://www.alamy.com/

વીશ્વભરમાંથી પશ્ચીમના અગ્રેસર દેશોમાં ક્રમશ: લોકોની ધાર્મીક આસ્થા સતત ઘટતી જાય છે. બ્રીટનનાં ત્રણમાંથી બે રાજ્યો ઈગ્લેંડ અને વેલ્સમાં કુલ વસ્તીના 25 ટકા લોકોએ સને 2011ની વસ્તી ગણતરીમાં લખાવ્યું હતું કે તે બધા અધાર્મીક (નોન રીલીજીયસ) છે. આ આંકડો સને 2014ની સાલમાં 48.5 ટકા થઈ ગયો છે. જ્યારે ખ્રીસ્તી ધર્મીઓની સંખ્યા 43.8 ટકા થઈ ગઈ છે. બ્રીટનના ત્રીજા રાજ્ય નોર્થઆઈરલેંડમાં પણ અધાર્મીકતાના પ્રવાહની ગતી બીલકુલ ઓછી નથી. દર અઠવાડીયે ચર્ચમાં જતા પુખ્ત ઉમ્મરના લોકોની સંખ્યા છેલ્લાં પચાસ વર્ષના ગાળામાં 66 ટકાથી ઘટીને 33 ટકા થઈ ગઈ છે.

વીશ્વના લોકશાહી દેશો ધર્મનીરપેક્ષ હોય છે. વ્યક્તીગત સુખાકારીના બધાં જ માપદંડો જેવાં કે માથાદીઠ આવક, સરેરાશ આયુષ્ય, શીક્ષણ, ખાવા–પીવાની સગવડો, રાજ્ય તરફથી આરોગ્યની વ્યક્તીગત અને જાહેર સુખાકારીની સગવડોમાં વગેરે કલ્યાણકારી પ્રવૃત્તીઓમાં, ડેનમાર્ક, નોર્વે, નેધરલેંડ, ફીનલેંડ, સ્વીડન, આઈસલેંડ, ગ્રીનલેંડ, જપાન, ઓસ્ટ્રેલીયા જેવા દેશો કોલંબીયા, પાકીસ્તાન, બાંગલાદેશ, ભારત, સીરીયા, અફઘાનીસ્તાન વગેરે કરતાં ઘણા આગળ છે. વૈશ્વીક કક્ષાની એક સંસ્થા ‘ધી સેવ ધી ચીલડ્રન ફાઉન્ડેશન’ તેના વાર્ષીક રીપોર્ટમાં પ્રકાશીત કરેલ છે કે ‘માતાની તન્દુરસ્તી’ ધર્મનીરપેક્ષ દેશોમાં ધાર્મીક દેશો કરતાં સર્વપ્રકારે ઉત્તમ છે. ધાર્મીક દેશોમાં માતાની તન્દુરસ્તીને ખાસ કરીને પ્રસુતાના સમયગાળા દરમ્યાન ઈશ્વરી મહેરબાની પર છોડી દેવામાં આવે છે.

ધી ઈન્સ્ટીટ્યુ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસના ‘વાર્ષીક ગ્લોબલ પીસ ઈન્ડેક્સનું તારણ છે કે વીશ્વમાં આઈસલેંડ, ડેનમાર્ક, ઓસ્ટ્રીયા અને ફીનલેંડ જે બધા સૌથી વધુ ધર્મનીરપેક્ષ દેશો છે તેમાં આન્તરીક શાન્તી સૌથી વધારે છે. જ્યારે સીરીયા, અફઘાનીસ્તાન અને દક્ષીણ સુદાન આન્તરીક રીતે સૌથી વધારે અશાન્ત દેશો છે. યુરોપ એક ખંડ તરીકે વીશ્વનો ધર્મનીરપેક્ષ ખંડ છે જેમાં 20માંથી 14 રાષ્ટ્રોની પ્રજા સૌથી વધારે શાંતીમય રીતે માનવીય સર્જનાત્મક પ્રવૃત્તીઓમાં પોતાનું જીવન પસાર કરે છે.

ખુન, હીંસા અને લુંટ જેવા ગુનાઓ સૌથી ઓછા ધર્મનીરપેક્ષ દેશોમાં અને તેના શહેરોમાં બને છે. વીશ્વનાં સૌથી 50 સલામત શહેરો, તે બધાં લગભગ ધર્મનીરપેક્ષ દેશોમાં આવેલાં છે. ડેનમાર્ક, સ્વીડન જેવા દેશોમાં આવા ગુનાઓનું પ્રમાણ નહીંવત છે. આ દેશોમાં ભ્રષ્ટાચાર (કરપ્શન)નું પ્રમાણ પણ વીશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. ડૉ. ફીલ ઝુકરબર્ગ જેવા મનોવૈજ્ઞાનીક સંશોધકના અભીપ્રાય મુજબ સ્કેન્ડીનેવીયઆ દેશો (નેધરલેંડ, નોર્વે, ફીનલેંડ, સ્વીડન, ડેનમાર્ક, અને ગ્રીનલેંડ) સૌથી વધારે વીશ્વમાં માનવતાવાદી મદદ કરે છે. કોઈપણ સ્થળે આવેલી કુદરતી આફત દા.ત ધરતીકમ્પ તથા ગરીબ દેશોને મદદ કરનારાઓમાં તે બધાનું સ્થાન મોખરે હોય છે. એટલે કે ધાર્મીકો કરતાં અધાર્મીકો કે નીરીઈશ્વરવાદીઓમાં ભાતૃભાવનાની ભાવના વધારે તીવ્ર હોય છે.

નીરીઈશ્વરવાદી અને સંશયવાદીઓ (Atheists and Agnostics)નાં માનવમુલ્યો અને દૃષ્ટી (Vision), ધાર્મીકોની સરખામણીમાં ઓછા રાષ્ટ્રવાદી, જાતીવાદી (રેસીઅલ), યહુદીઓ અને લઘુમતીઓ વીરોધી, હઠાગ્રહી, ઘમંડી, નૃવંશવાદી (Ethnocentric) અને એકહથ્થુ સત્તાવાદ કે સરમુખત્યાર હોય છે. ધર્મનીરપેક્ષવાદીઓનું બૌદ્ધીક અને શૈક્ષણીક સ્તર ધાર્મીકો કરતાં ઘણુ બધું ઉચું હોય છે. તે બધા, સ્ત્રી અધીકારો, લૈંગીક સમાનતા અને સજાતીય સમ્બન્ધોના હક્કો અને ચળવળોને ટેકો આપે છે. ધાર્મીકો, રાજ્ય પ્રેરીત પરાકાષ્ઠાની શારીરીક સતામણી/ રીબામણીના મોટેભાગે ટેકેદારો હોય છે. (Religious people are more likely to support government use of torture.)

સને 2009માં ઈવોલ્યુશનરી સાયકોલૉજીકલ જર્નલના અભ્યાસ મુજબ જે સમાજમાં ધાર્મીકતાનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં લોકો વધુ સન્તોષી (કન્ટેન્ટેડ), હોય છે અને સલામતી અનુભવે છે. ત્યાંનો સમાજ સુખી, સમૃદ્ધ અને સન્તોષી હોય છે. ધર્મ અને ધાર્મીકતા જ્યાં રુઢીચુસ્ત, અપરીવર્તનશીલ અને જેની પ્રજા ગરીબ હોય છે ત્યાં સહેલાઈથી ફુલેફાલે છે. બધા જ ધર્મો, વ્યક્તીગત, કૌટુમ્બીક, સામાજીક અને અન્ય પ્રકારના માનવીય પરીર્વતનોની વીરુદ્ધ હોય છે. કારણ કે સામાજીક સ્થગીતતા, અપરીર્વતન અને ‘જૈ સે થે વાદ’માં જ ધર્મો અને તેના સામાજીક રીતે પરોપજીવીઓનું (પાદરી, મૌલવી અને બાવાઓનું) હીત સમાયેલું હોય છે. ટુંકમાં આ સર્વેનું તારણ છે, કે જે સમાજમાં સુખ, સમૃદ્ધી અને સલામતી હોય છે ત્યાં ખુબ જ ઝડપથી ધર્મો પોતાની પકડો વ્યક્તીગત અને સામુહીક નાગરીક જીવન પરથી ગુમાવતા જાય છે. (Religion quickly loses its hold.)

વીશ્વભરના ખ્રીસ્તી, મુસ્લીમ, હીન્દુ અને અન્ય ધર્મોએ અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોએ ઉપરનાં સંશોધનોમાંથી બોધપાઠ લેવાની જરુર છે. આ વીશ્વમાં કરોડો સારા અને સમૃદ્ધ માણસો ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વીના (Thriving without God) હેતુસર પોતાનું જીવન જીવે છે. અમારી સંખ્યા દરરોજ વધતી જાય છે. જરા વીચાર તો કરો કે સ્વર્ગ છે જ નહીં! તે હકીકતમાં વીશ્વાસ રાખીને જીવન જીવવું બીલકુલ મુશ્કેલ નથી. પ્રયત્ન તો કરી જુઓ! સરળ છે. (It is easy if you try.)

લેખક : બ્રાયન મેકકીલટન (લીસ્બન, યુ. કે.)

                                   ભાવાનુવાદ : બીપીન શ્રોફ, તંત્રી, માનવવાદ

વૈચારી ક્રાંતીદ્વારા માનવીય ગૌરવને વરેલું માસીક માનવવાદ, વર્ષ : 03, અંક : 25, જુન, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તંત્રીશ્રીના સૌજન્યથી સાભાર

ભાવાનુવાદક : 

શ્રી. બીપીન શ્રોફ, તંત્રીશ્રી માનવવાદ, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953  સેલફોન : 97246 88733 મેઈલ : shroffbipin@gmail.com

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 9/12/2016

 

Read Full Post »

જન્મ : 04/08/1928  અવસાન : 27/06/2016

હવે ઑલવીન ટોફલર આપણી વચ્ચે નથી

–બીપીન શ્રોફ

આ પૃથ્વી પર લાખો નહીં; પણ કરોડો માનવીઓ આવીને જતા રહ્યા. પણ કેટલાક પોતાનાં કાર્યો અને ખાસ કરીને વીચારોની એવી અસર મુકીને જાય છે કે જે સમયાતીત હોય છે. ઑલવીન ટોફલર તેમાંના એક હતા. તેમણે માનવજાતને પોતાનાં ત્રણ પુસ્તકો, ‘ફ્યુચર શોક’(1970), ‘થર્ડ વેવ’(1980) અને ‘પાવર શીફ્ટ’(1990) લખી, પ્રકાશીત કરીને જબરજસ્ત સમૃદ્ધ બનાવી દીધી છે. ઉપરોક્ત પુસ્તકોની નકલો લાખોમાં નહીં; પણ કરોડોમાં પ્રકાશીત થઈ છે. જે હજુ વેચાય અને વંચાય પણ છે. વીશ્વની ઘણી બધી ભાષાઓમાં તે પુસ્તકોનું ભાષાન્તર થયું છે. આ ત્રણ પુસ્તકોમાં,  (Trilogy of Best–seller books) ટોફલરે ખાસ કરીને વૈશ્વીક ઔદ્યોગીક સમાજ કેટલી બધી ઝડપથી બદલાઈ રહ્યો છે તેનાં પૃથ્થકરણો બતાવીને, વાંચકના મનને સતત સત્ય આધારીત અસહ્ય આઘાતો આપીને, વૈચારીક રીતે ભવીષ્યમાં આવતાં પરીવર્તનોને સમજવા દીશાહીન–કોરી પાટી જેવા મનનો અને સજ્જ બનાવી દીધો છે.

ભવીષ્યવેત્તા(futurist) તો તેઓ હતા જ; પણ સાથેસાથે તેમણે ભવીષ્યના સમાજ અને માનવ જીવનનાં બધાં ક્ષેત્રોમાં આવી રહેલાં ઘોડાપુર જેવાં પરીવર્તનોની નાડીના ધબકારાને ઓળખી કાઢ્યા હતા. તે માટે તેમણે વર્તમાન પ્રવાહો અને ઘટનાઓને પુર્વગ્રહ વીના, વાસ્તવીક રીતે ચકાસી, તેવી પુષ્કળ માહીતીનો ભંડાર એકત્ર કર્યો હતો. આ બધા પ્રવાહોની દીશા કઈ છે તે પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. ઉભરી રહેલા સુપર ઔદ્યોગીક સમાજને અનુકુળ જુની કૌટુમ્બીક, સામાજીક, શૈક્ષણીક, ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય અને રાજકીય સંસ્થાઓ, પોતાનાં અપરીવર્તનશીલ (Resistance to change attitude & actions) લક્ષણોને કારણે ઝડપથી મૃત:પ્રાય થઈ રહી છે તેની વીગતે નોંધ પણ તૈયાર કરી છે. નવા સમાજને અનુકુળ નવી સંસ્થાઓનાં માળખાંઓ, મુલ્યો અને અરસપરસના વહેવારો કેવા હશે, તેના પ્રવાહોનો સ્પષ્ટ રીતે ટોફલરે નીર્દેશ કરેલો છે. વધુ ચર્ચા નહીં કરતાં તેમનાં ત્રણ પુસ્તકોનાં અગત્યનાં તારણોને સમજીએ અને માણીએ :

(1) ફ્યુચર શોક (1970) :

આ પુસ્તકમાં ટોફલરે ઔદ્યોગીક સમાજમાં કયાં કયાં પરીવર્તનો આવી રહ્યાં છે અને તેમાંથી સર્જાતા આઘાતો–પ્રત્યાઘાતો સાથે માનવજાત કેવી રીતે અનુકુલન સાધી રહી છે તે વીગતે સમજાવ્યું છે. 21મી સદીમાં વીશ્વમાં રાષ્ટ્રો વચ્ચેની સીમાઓ કેવી રીતે આવી રહેલાં પરીવર્તનોને આધારે તુટતી જશે તે સમજાવ્યું છે. કૃષીસંસ્કૃતી અને ઔદ્યોગીક સમાજે પેદા કરેલાં તમામ મુલ્યોને ફગાવી, વૈશ્વીક સમાજ અને સંસ્કૃતીની રચના કરવા કયાં કયાં નવાં નવાં પરીવર્તનોનું સર્જન થઈ રહ્યું છે તેની વીગતે માહીતી આપી છે. આ બધાં તારણોની અધીકૃતતા અને સત્ય સાબીત કરવા ટોફલરે વાંચનાર પાસે માહીતીઓનો વીશાળ ગંજ ખડકી દીધો છે.

તેની દલીલ છે કે માનવજાતને શીકાર યુગે પેદા કરેલી સંસ્કૃતીમાંથી, કૃષીસંસ્કૃતી તરફ આવતાં હજારો વર્ષ નીકળી ગયાં. ત્યારબાદ માનવજાતને કૃષીસંસ્કૃતી’ના પ્રથમ મોજામાંથી બહાર નીકળતાં દસ હજાર વર્ષ લાગ્યાં. પણ તેનું બીજું મોજું જેને ટોફલર ઔદ્યોગીક મોજા તરીકે ઓળખાવે છે તે તો ફ્કત ત્રણસો વર્ષ – સત્તરમી સદીથી શરુ કરીને વીસમી સદીની 1950ની સાલ – સુધી જ ચાલ્યું હતું. હવે ત્યાર પછી શરુ થયેલું ત્રીજું મોજું ‘થર્ડ વેવ જે માહીતી. કમ્પ્યુટર, અને ડીજીટલ યુગ તરીકે ઓળખાય છે, તેણે તો પોતાનાં પરીવર્તનોની ઝડપ એટલી બધી વધારી દીધી છે કે તેનો સમગ્ર અન્દાજ કાઢવો જ માનવીય સ્તરપર અસંભવ બની ગયું છે. ટોફલરે તેને ‘ખુબ જ ટુંકા સમયમાં અમાપ પરીવર્તનો’નાં મોજાં(Too much change in too short time) તરીકે ઓળખાવ્યું છે.

તેનું બીજું તારણ છે કે આ પરીવર્તનોમાંથી પેદા થયેલો સમાજ, કોઈ કાળે પાછો કૃષી કે ઓદ્યોગીક સમાજની સંસ્કૃતી તરફ જઈ શકે તેમ નથી. એટલે કે આ પરીવર્તનોની અસરો કાયમી છે. જે લોકો પરીવર્તનના આઘાતોને( ફ્યુચર શોક્સ) સમજીને અનુકુળ થશે તે જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે. સમાજપરીવર્તનનું એન્જીન, ટૅકનોલૉજી બની ગઈ છે. જ્યારે તેનું બળતણ કે ઈંધણ (ફ્યુઅલ) જ્ઞાન બની ગયું છે. (The Engine is technology and knowledge is not power but fuel of it) ફયુચર શોક પુસ્તકનાં તારણો આપણને ડરામણાં લાગે તેવાં છે; પણ સાથે સાથે આપણને તેનો અભ્યાસ, આવી રહેલા પડકારો સામે સભાન અને સજ્જ પણ બનાવે છે.

(2) થર્ડ વેવ (1980) :

ત્રીજું મોજું– માનવ સંસ્કૃતીના વીકાસને ટોફલરે સરળ રીતે સમજાવવા માટે ત્રણ સમય કાળમાં વહેંચી નાંખ્યો છે. કૃષી મોજું, ઔદ્યોગીક મોજું અને ‘માહીતી મોજું’. દરેક મોજાનો સમય ગાળો, તેમાં પેદા થયેલી તમામ પ્રકારની સંસ્થાઓ, તેમાં વીકસેલાં માનવમુલ્યો અને સમ્બન્ધો વગેરે સરળતાથી સમજાવ્યું છે..

દરેકના સમય ગાળાને સમજાવવા માટે વાપરવામાં આવતા, બળદ કે ઘોડા કે માનવશ્રમની મદદથી શોધાયેલાં ઓજારો, બળતણનાં સ્રોત્રો દા.ત કૃષી સમયમાં લાકડું અને કોલસો; ઔદ્યોગીક યુગમાં બળતણનું સાધન કોલસો, ખનીજ તેલ, વીજળી અને માહીતી યુગમાં સુર્યપ્રકાશ, પવનની ઝડપ, દરીયાઈ મોજાં અને અણુશક્તી. વાહનની ઝડપમાં વધુમાં વધુ ઘોડાના ઉપયોગ દ્વારા કલાકના 20 માઈલ અને હવે હવાઈ જહાજ, રોકેટ વગેરેની ઝડપ સેકંડમાં મપાય છે.

ત્રીજા મોજામાં માનવસંસ્કૃતી વધારે શાણી, અન્ય માનવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહીષ્ણુ, વધુ સુઘડ અને માનવમુલ્યોને જીવનનાં દરેક ક્ષેત્રમાં ઉજાગર કરતો માનવ સમુદાય (Emerging characters of third wave civilization – more sane, sensible, sustainable, descent and democratic) હશે. ત્રીજા મોજામાં પરીવર્તનનાં પરીબળો એટલાં બધાં શક્તીશાળી હશે કે સમાજના બધા અંગોમાં ઉપરછલ્લા નહીં; (not cosmetic changes but revolutionary changes) પણ મુળભુત ફેરફારોનું સર્જન કરશે. ત્રીજા મોજાની સુચીત સંસ્થાઓમાં ટોફલરે આધુનીક સર્વ સાધનોથી સમ્પન્ન ગ્લોબલ વીલેજ અનેઈલેક્ટ્રોનીક કૉટેજના ખ્યાલને વીકસાવ્યો છે. આ ત્રીજા મોજાનાં પરીવર્તનના વાહક તરીકે ટોફલરે ‘વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત યાંત્રીક ક્રાન્તી’(સાયન્ટીફીક ટૅકનોલૉજીકલ રેવોલ્યુશન)ને ગણ્યું છે. લેખકના મત મુજબ આ ત્રીજું મોજું આધુનીક સમાજમાં થોડાક જ દાયકામાં પુરુ થઈ જવાનું છે. આજે આપણે બધા મૃતપ્રાય થતી સામાજીક સંસ્કૃતીની છેલ્લી પેઢી છીએ. સાથે સાથે થર્ડ વેવે પેદા કરેલી નવી પેઢીના મશાલચીઓ પણ છીએ.

(3) પાવર શીફ્ટ (1990) :

ટોફલરે પોતાના આ પુસ્તકમાં સત્તાના ખ્યાલની નવી વીભાવનાનું (He defined the new revolutionary concept of power) સર્જન કર્યું છે. સામાન્ય રીતે સત્તા કે પાવર એટલે નાણાંકીય સત્તા, રાજકીય સત્તા, સામાજીક કે ધાર્મીક વડા તરીકેની સત્તા. આ માહીતી, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના યુગે સત્તાને ‘જ્ઞાનની સત્તા’ તરીકે મુકી દીધી છે. જે વ્યક્તી કે સમાજની પાસે આધુનીક જ્ઞાન મોટા પાયે સરળતાથી ઉપલબ્ધ હશે તેની પાસે 21મી સદીનું સુકાન હશે. સમાજનાં દરેક અંગોનો વ્યવહાર આધુનીક જ્ઞાન આધારીત બની ગયો છે.

ટોફલરની ‘ફ્યુચર શોક’થી શરુ થયેલી આ ત્રીવેણી પુસ્તક શ્રેણી, થર્ડવેવ પછી પાવર શીફ્ટ નામના પુસ્તકે આવીને પોરો ખાધો છે. તે લગભગ છેલ્લાં પચ્ચીસ વર્ષના અથાગ પ્રયત્નોનું પરીણામ છે. આ ત્રણેય પુસ્તકોને કોઈ સતત જોડતી સાંકળ હોય તો તે લેખકે વીકસાવેલો ‘પરીવર્તન કે ચેંજ’નો ખ્યાલ છે. તેની પાછળ કામ કરતાં પરીબળોની આખી સાંકળના એકેએક અંકોડામાં જ્ઞાન–વીજ્ઞાન અને માહીતીના ઢગલાબંધ પુરાવા આપણી સમક્ષ ખડકી દીધાં છે.

મારું તારણ છે કે કદાચ આટલી સરળ રીતે આધુનીક પરીબળોએ પેદા કરેલ પરીવર્તનોને હકારાત્મક અને સમ્પુર્ણ આશાવાદ સાથે સમજાવવાનું કામ તો ઑલવીન ટોફલર જ કરી શકે.

ઑલવીન ટોફલરના વીચારોની અસરો :

વીશ્વભરમાં ટોફલરના વીચારોથી ખુબ જ પ્રભાવીત થયેલા લોકોની સંખ્યા હજારોમાં નહીં; પણ કરોડોમાં છે. સને 2000ની સાલમાં વીશ્વ મેનેજમેંટ કનસ્લટન્ટ સંસ્થાએ ટોફલરને, વીશ્વના બીઝનેસ જગતને વૈચારીક રીતે જેમણે અસર કરી છે તેવી 50 મહાન વ્યક્તીઓમાં, 8મું સ્થાન આપ્યું હતું. ટોફલરનું ભવ્ય સન્માન જપાન, દક્ષીણ કોરીયા, ચીન અને સીંગાપુરમાં થયુ હતું. સામ્યવાદી ચીન, જેણે એક સમયે ટોફલરનાં પુસ્તકો પર પ્રતીબન્ધ મુક્યો હતો તે ચીનમાં, માઓત્સે તુંગનાં પુસ્તકો પછી ટોફલરનાં પુસ્તકો વંચાય છે. અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ જાહેર કર્યું છે કે, પોતાના દેશના વીકાસ માટે કાર્લ માર્ક્સના ‘દાસ કેપીટલ’ સાથે ઑલવીન ટોફલરનાં આ ત્રીવેણી પુસ્તકસમુહની અસરો લેશમાત્ર ઓછી નથી. રાજકીય રીતે વીશ્વના અસરકારક નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા રશીયાના મીખાઈલ ગોર્બેચોવ, ભારતના શ્રીમતી ઈન્દીરા ગાંધી, હ્યુગો ચેવાઝ, એઓલ કમ્પનીના સ્ટીવ કેસ અને મેક્સીકન અબજોપતી કાર્લોસ સ્લીમ, ટોફલરના વ્યક્તીત્વ અને વીચારોના ચાહકો(ફેન) હતા. તેણે ઘણીવાર જણાવ્યું હતું કે તે આ સદીનો પયગમ્બર કે ભવીષ્યવેત્તા નથી; પણ તેણે આ ક્ષેત્રમાં સંશોધન કરીને એટલી માહીતી એકત્ર કરી હતી કે જેને કારણે તે આવતીકાલના પ્રવાહો અને તેની દીશાઓને સમજવામાં સફળ થયો છે.

ઑલવીન ટોફલરનાં કેટલાંક સદાબહાર અવતરણો :

  • 21મી સદીમાં અભણ (ઈલ્લીટેરેટ) એને કહેવાશે જે જુનું ભણેલું ભુલતો નથી અને નવું શીખતો નથી.
  • ટૅકનોલૉજીનો હેતુ ફક્ત પૈસા પેદા કરવાનો નથી; પણ તેનાથી વીશ્વને બદલવાનો છે. આવી માન્યતા કેલીફોર્નીયા રાજ્યની સીલીકોન વેલીના સંચાલકો જેવા કે બીલ ગેટસ અને માર્ક ઝુકરબર્ગમાં પેદા કરી શક્યો.

અગત્યની નોંધ :

‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોશીયેશન’ના ઉપક્રમે તારીખ ૨૨મી નવેમ્બર, 2014ના દીવસે, ઑલવીન ટોફલરનાં ત્રણ પુસ્તકો ફ્યુચર શૉક, ધી થર્ડ વેવ અને પાવર શીફ્ટ પર એક પરીસંવાદનું આયોજન, અમદાવાદમાં ગુજરાત વીદ્યાપીઠના ‘અહીંસા શોધ ભવન’માં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ હતા (1) ડૉ. અનીલ પટેલ આર્કવાહીની માંગરોલ, (2) પ્રો. હેમન્ત શાહ અમદાવાદ, (3) પ્રો. ધવલ મહેતા, અમદાવાદ, (૪) રજની દવે, તન્ત્રી, ભુમીપુત્ર, વડોદરા.

તે સમગ્ર પરીસંવાદનું સંકલન બીપીન શ્રોફે કર્યું હતું.

–બીપીન શ્રોફ

1

વૈચારી ક્રાન્તી દ્વારા માનવીય ગૌરવને વરેલું માસીકમાનવવાદ, વર્ષ : 03, અંક : 26 જુલાઈ, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

ભાવાનુવાદક : 

શ્રી. બીપીન શ્રોફ, તંત્રીશ્રી માનવવાદ, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 મેઈલ : shroffbipin@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનુંજતનઅને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી,નવા વીચાર,નવું ચીન્તન ગમે છે ?તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/09/2016

Read Full Post »