પ્રા. શશીકાન્ત શાહ

સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના…

સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના…

–ડૉ. શશીકાન્ત શાહ

‘કોઈ પણ માણસ અને સમાજનો વીકાસ ‘સદ્ ગુરુ’ને આભારી છે. આ સૃષ્ટી પર ગુરુ વગરનું કોઈ નથી. એક સન્ત કહે છે, ‘માતાની ગોદ વીશ્વની શ્રેષ્ઠ યુનીવર્સીટી છે.’ માતા–પીતા અને મીત્રો, માણસના જીવનમાં નીરન્તર ‘ગુરુ’ની ભુમીકામાં હોય છે. આજે ‘ગુરુપુર્ણીમા’ છે. મને જીન્દગીના અમુલ્ય પાઠો શીખવનારા સૌ ગુરુઓને વન્દન પાઠવું છું. આજે આપણે એવા એક કાર્યક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેણે સદવીચારોનો પ્રચાર–પ્રસાર કરીને સમાજને બદલવામાં પોતાનું યોગદાન આપ્યું છે. સારાં પુસ્તકો માણસના જીવનને ધરમુળથી બદલી શકે છે.

આજે ‘ગુરુપુર્ણીમા’ છે. ગુરુનું કાર્ય શીષ્યને સાચી દીશામાં દોરવાનું છે. મને ‘ગુજરાતમીત્ર’ની દીશા ચીંધનારા બે સદ્ ગુરુઓ શ્રી. ગુણવન્ત શાહ અને શ્રી. ભગવતીકુમાર શર્માને ‘ગુરુપુર્ણીમા’ના  મંગલ અવસરે ભાવપુર્વક વન્દન પાઠવું છું.

ગુરુનું કાર્ય સમાજને સાચો માર્ગ બતાવવાનું છે. આ અર્થમાં સારાં પુસ્તકો જેવા સદ્ ગુરુ બીજા કોઈ નથી. જેઓ પુસ્તકોના માધ્યમથી સારા વીચારો સમાજ સુધી પહોંચાડે છે અને સમાજની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે, એવા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આજે તક છે. ગયા અઠવાડીયે સુરતના શ્રી. જીતેન્દ્ર દાળીઆ (મોબાઈલ : +91 98255 74604)એ પોતાનાં પત્નીની પાંચમી પુણ્યતીથી નીમીત્તે વાસણો વહેંચવાને બદલે, એક ‘ઑડીયો–બુક’ વહેંચીને, સમાજને બદલવા, સ્થાપીત નીરર્થક રુઢીઓને ત્યાગવા માટેનો સંદેશ પાઠવ્યો. ‘ગુજરાતમીત્ર’ દેનીકનીમાણસ નામે ક્ષીતીજ કૉલમમાં પ્રસીદ્ધ થયેલા શ્રેષ્ઠ લેખોનું સમ્પાદન ધરાવતી, ‘આનન્દનું આકાશ’ નામની પુસ્તીકા પ્રસીદ્ધ થયેલી.

એક દીવસ મારા પર જીતેન્દ્રભાઈનો ફોન આવ્યો : ‘મારાં પત્ની શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથીએ સૌ મીત્રો અને સ્વજનોને ‘આનન્દનું આકાશ’ પુસ્તકની ‘ઑડીયો–બુક’ વહેંચવા ઈચ્છીએ છીએ. એ માટે આપની અનુમતી જોઈએ છે.’ સ્વ. શકુંતલાબહેન તમામ સન્નારીઓને પ્રેરણા મળે એવી કારકીર્દી ધરાવતાં હતાં. તેઓ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરીમાં કારકુન તરીકે જોડાયેલાં. એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે, અંગ્રેજીના વીષય સાથે બી.એ. કર્યું અને નીવૃત્ત થયાં ત્યારે આસીસ્ટન્ટ કમીશ્નર હતાં! એમની અહીં નોંધ લેવાનું કારણ એટલું જ કે તેમણે કદી શાસકોના અનૈતીક આદેશો સ્વીકાર્યા નહોતા. ધારાસભ્યો કે પ્રધાનો ખોટાં કામો લઈને આવતા ત્યારે તેઓ રોકડું પરખાવતાં, ‘મને લખીને આપો કે, હું ફલાણા પદ પર છું; તેથી મારું આ ખોટું કામ હોવા છતાં તમારે કરી આપવાનું છે!’ શકુંતલાબહેનની સ્મૃતીમાં જીતેન્દ્રભાઈએ કદી ‘વાસણો’ નથી વહેંચ્યાં. તેઓ દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ના પ્રેમમાં પડેલા છે. (શકુંતલાબહેન આ વાત જાણતાં હતાં!) જીતેન્દ્રભાઈએ અગાઉની પુણ્યતીથી નીમીત્તે સમ્બન્ધીઓને મારી ‘આનન્દની ખોજ’ અને ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’ એ બે પુસ્તીકાઓ વહેંચી હતી. તેઓ કહે છે, ‘વાસણો વહેંચવાની પરમ્પરાને વળગી રહું, તો શકુંતલાને જ એ ન ગમ્યું હોત. તે જીન્દગીભર સારાં પુસ્તકો અને સદવીચારોની સમર્થક રહી હતી.’

DSC09031[(ડાબેથી) શ્રી. શશીકાન્ત શાહ,  જીતેન્દ્ર દાળીઆ, ઉત્તમ ગજ્જર,

ગોવીન્દ મારુ અને નરેશ કાપડીઆ]

એક તરફ શ્રી. નરેશ કાપડીયા ‘આનન્દનું આકાશ’ની ‘ઑડીયો–બુક’ તૈયાર કરી રહ્યા હતા ત્યારે યોગાનુયોગ બીજી તરફ, નવસારીના રૅશનાલીસ્ટમીત્ર અને બ્લોગર શ્રી. ગોવીન્દ મારુ પણ વડીલ મીત્ર શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ એ જ  પુસ્તકની ‘ઈ–બુક’ તૈયાર કરી રહ્યા હતા. આ બન્ને મીત્રોએ મારાં અન્ય બે પુસ્તકો ‘આનન્દની ખોજ’ અને ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાનની પણ ‘ઈ–બુક’ બનાવીને દેશ–વીદેશના અસંખ્ય વાચકો સુધી પહોંચાડી છે. શ્રી ઉત્તમ ગજ્જર અને શ્રી. ગોવીન્દ મારુ અનુક્રમે ‘સન્ડે–ઈ.મહેફીલ’ અને અભીવ્યક્તી બ્લોગના માધ્યમથી વીચારપ્રેરક લેખોને વીશાળ વાચકવૃન્દ સુધી પહોંચાડવાની સેવા, દીર્ઘ સમયથી કરી રહ્યા છે.

કોઈ પણ વીચારપ્રધાન પુસ્તકની ‘ઈ–બુક’ અને ‘ઑડીયો–બુક’ બનાવવાનો વીચારમાત્ર ધન્યવાદને પાત્ર ઠરે છે. અમેરીકા અને કેનેડામાં રહેતા કેટલાયે વીચારવન્ત વાચકો લોંગ કાર– ડ્રાઈવ કરતાં કરતાં ‘ઑડીયો–બુક’ સાંભળીને ‘આનન્દનું આકાશ’ માણી શકશે.

જે મીત્રો સદવીચારોનો પ્રચાર કરે છે, સારાં પુસ્તકો સસ્તી કીંમતે વેચે છે કે વહેંચે છે; વાંચે અને વંચાવે છે, તેઓ સૌ પ્રચ્છન્ન રીતે ‘ગુરુ’ની ભુમીકા અદા કરી રહ્યા છે. સમાજને બદલવામાં એમનો ખુબ મોટો ફાળો છે.

DSC09032(‘આનન્દનું આકાશ’ પુસ્તીકાની ‘ઑડીયો–બુકઅને ઈ–બુકનો લોકાર્પણ)

જે મીત્રો ‘આનન્દનું આકાશ’ ‘ઈ–બુક’ મેળવવા ઈચ્છતા હોય તેઓ આ ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપરાન્ત ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ અને લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  વેબસાઈટ પર પહોંચી જાય તો, ત્યાં પણ આ ઈ.બુક – જે સાવ ની:શુલ્ક છે – તે ડાઉનલોડ કરીને વાંચી શકશે. જે વાચકમીત્રો ‘ઑડીયો–બુક’ મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપા કરીને શ્રી. નરેશ કાપડીયાનો સેલફોન નંબર +91 99099 21100 તથા nareshkkapadia@gmail.com પર પણ તેમનો સમ્પર્ક સાધે એવી વીનન્તી છે.

તા. 09 જુલાઈ, 2016ના દીને જીવનભારતીના ‘રંગભવન’માં શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથી નીમીત્તે યોજાયેલા સમારંભમાં શ્રી. નરેશ કાપડીયા રચીત ‘ઑડીયો–બુક’ તેમ જ શ્રી. ગોવીન્દ મારુ અને શ્રી. ઉત્તમ ગજ્જર રચીત ‘ઈ–બુક’નો લોકાર્પણ વીધી યોજાયો, ત્યારે સભાગૃહમાં જે પાંચસોથી વધુ શ્રોતાઓ ઉપસ્થીત હતા, તેઓ સૌ આવો ‘વીચારમેળો’ યોજાયો તેથી આનન્દ અને રોમાંચ અનુભવતા હતા. તેઓ સૌ જીતેન્દ્ર દાળીઆની પસન્દગીથી ખુશ હતા.

સમાજને ભરડો લઈ બેઠેલી રુઢીઓને તોડવાનું કાર્ય હીમ્મત માગી લે તેવું છે. ડૉક્ટરો, ઈજનેરો અને પ્રૉફેસરો પણ સ્વજનોની સ્મૃતીમાં ‘વાસણો’ વહેંચવાનું પસન્દ કરે છે. પાંચ વર્ષ પછી એ વાસણ કોના તરફથી મળ્યું હતું તે નામ વાંચવા માટે આંખો ફોડવી પડે છે; પરન્તુ નામ ઘસાઈ ગયું હોવાથી વંચાતું નથી! અને પુસ્તકો વહેંચાય છે તો તે ભજન–કીર્તનના બીબાંઢાળ પુસ્તકો જ વહેંચવા માટે પસન્દ કરાય છે. અહીં પણ પરીવર્તન આણવાની જરુર વર્તાય છે. ‘કર્મનો સીદ્ધાન્ત’ નામનું પુસ્તક મને આજ સુધીમાં અગીયાર વખત ભેટમાં મળ્યું કોઈકની પુણ્યસ્મૃતીમાં! પુણ્ય– સ્મૃતીમાં વહેંચાતાં પુસ્તકો, પુસ્તક વીક્રેતાની કમાણીનું સાધન માત્ર શા માટે બને? જે પુસ્તક પ્રમાણમાં સસ્તું હોય અને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે એવું ‘જીવનપોષક’ પુસ્તક જ શ્રેષ્ઠ ગણાય ! સદ્ ગત સ્વજનોની પુણ્યસ્મૃતીમાં વાસણને બદલે પુસ્તકો વહેંચવા એ ઉત્કૃષ્ટ સમાજસેવા છે અને રુઢીને તોડવાનો–બદલવાનો ઉપક્રમ પણ છે. હું શ્રી. જીતેન્દ્રભાઈને સારા વીચારોનો પ્રચાર–પ્રસાર કરનારા ‘વીઝનરી’ તરીકે વન્દન પાઠવું છું અને અભીનન્દન પાઠવું છું.

આ પ્રસંગે શ્રી. નરેશ કાપડીઆ અને તેમની દીકરી રુચા કીનારીવાલા સંચાલીત ‘અન્તાક્ષરી’ સ્પર્ધાનો અત્યન્ત રસપ્રદ અને મનોરંજક કાર્યક્રમ પણ યોજાયો. શકુંતલાબહેનની પુણ્યતીથી ‘ગમગીન સંધ્યા’ ન બની જાય તેની પુરતી કાળજી જીતેન્દ્રભાઈ અને નરેશભાઈએ લીધી. એ સાંજ સૌ નીમન્ત્રીતો માટે ‘અવીસ્મરણીય સાંજ’ હતી. સૌએ શકુંતલાબહેનને દીલથી યાદ કર્યાં..

–ડૉ. શશીકાન્ત શાહ

DSC09124

[(ડાબેથી) અન્તાક્ષરી સ્પર્ધાના નીર્ણાયકો પ્રી. અમીત ઠાકોર  અને અમેરીકાસ્થીત ડૉ. નીરજ ઠાકોર, સ્પર્ધાના સંચાલકો શ્રી. નરેશ કાપડીઆ અને શ્રીમતી રુચા કીનારીવાલા]

અભીવ્યક્તીમાટે તા. 19જુલાઈ, 2016 ‘ગુરુપુર્ણીમા’ નીમીત્તે ‘ગુરુ’ને વંદના માટે ખાસ લખાયેલો, ડૉ. શાહસાહેબનો આ લેખ…. લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : ડૉ. શશીકાન્ત શાહ, 35–આવીષ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત – 395 009 ફોન : (0261)277 6011 સેલફોન : 98252 33110 ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સમુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ પણ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/07/2016

 

પ્રા. શશીકાન્ત શાહ

માણસને ભગવાન સમજીએ

આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી પુસ્તકોનું લોકાર્પણ

તા. ૨૫ ડીસેમ્બર, ૨૦૧૫. માનવપ્રેમી ઈસુનો જન્મદીન. દક્ષીણ ગુજરાતના વીદ્વાન શીક્ષણવીદો, સાહીત્ય–રસીકો, લેખકો, તબીબો અને ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાંની ડૉ. શશીકાંત શાહની સાપ્તાહીક બે કૉલમોના વ્યસની–વાચકોથી, અડાજણ, સુરતની ‘સંસ્કાર ભારતી સ્કુલ’નો ઑડીટોરીયમ હૉલ ચીક્કાર હતો. ડૉ. શશીકાંત શાહ લીખીત ‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’ પુસ્તકોનો લોકાર્પણનો કાર્યક્રમ હતો. ‘છાંયડો’ સંસ્થાના પ્રમુખ શ્રી. ભરતભાઈ શાહની અધ્યક્ષતામાં તે આયોજાયો હતો. આ અગાઉ કોઈ પુસ્તક–લોકાર્પણનો કાર્યક્રમ આટલો સફળ રહ્યો હોય એવું જાણમાં નથી. કાર્યક્રમ પાંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે શરુ થાય જ અને સાંજે સાત એટલે સાત વાગ્યે સમાપ્ત થાય જ એવી ધાક–છાપ શશીકાંતભાઈની આખા સુરતમાં. એટલે પાંચમાં પાંચે તો લગભગ પુરો હૉલ ભરચક્ક ! એમાં, કવી–આચાર્ય શ્રી. સુનીલ શાહનું સંચાલન. પછી પુછવું જ શું ? શીરમોર આકર્ષણ તો વલ્લભભાઈના વ્યાખ્યાનનું. સમારંભ સમાપ્ત થતાં સૌ ભાવક–શ્રોતાઓને એ બન્ને પુસ્તકો ભેટ અપાયાં હતાં તે એમનો વીશેષ ઉપક્રમ..

ચીંતક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’ પુસ્તકોનો ઉંડો અભ્યાસ કરી, મુખ્ય વક્તા તરીકે પોતાના પ્રવચનમાં, પુસ્તકોનું વીવીધ ઉદાહરણો સહીત અનોખું રસદર્શન કરાવી, શ્રોતાઓમાં પુસ્તકવાચનની ભુખ સતેજ કરી. અહીં શાહસાહેબને આમ તો બધા ઓળખે; પણ વલ્લભભાઈએ પોતાના ત્રીસ મીનીટના પ્રવચનમાં, શશીકાંતભાઈનો નોખા જ દૃષ્ટીબીંદુથી વીશેષ પરીચય કરાવ્યો. કોઈની પણ સાડાબારી રાખ્યા વીનાની તેમની નીર્ભયતા, સ્પષ્ટભાષીતાને બીરદાવવામાં તેમણે કશી કચાશ ન રાખી. આ પ્રશંસાનાં પુષ્પોનાં તેઓ ખરેખર અધીકારી પણ છે જ. શ્રી. વલ્લભભાઈનું પ્રવચન ખુબ જ પ્રભાવી રહ્યું. ( તે યુ–ટ્યુબ પર મુકાયે સૌને તેની જાણ કરીશ.)

‘આનંદનું આકાશ’ પુસ્તક ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જર અને ‘અભીવ્યક્તી’ બ્લોગના બ્લોગર તરીકે ગોવીન્દ મારુને (મને) ડૉ. શાહસાહેબે અર્પણ કર્યું છે. અમ બન્નેને સ્ટેજ પર બોલાવી, સાચે જ દીલના પુરા ભાવથી પુસ્તકો આપી, તેમણે અમારું સન્માન કર્યું. અમે બન્ને એમના આ સદભાવ બદલ ઋણી છીએ..

…ગો.મારુ…

Sanpan na moti

 લો, હવે વાંચો આજની પોસ્ટ, ડૉ. શશીકાન્ત શાહનો આ જ પુસ્તકનો લેખ ‘માણસને ભગવાન સમજીએ’ લેખના વીચારો માણી, મમળાવી, મીત્રોને મોકલજો; પણ આ લેખ નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર..

…ગો.મારુ…

માણસને ભગવાન સમજીએ

–ડૉ. શશીકાન્ત શાહ

વીર નર્મદ યુનીવર્સીટીના શીક્ષણ વીભાગમાં હેડ બન્યા પછી, મેં પહેલું કામ મારી ઑફીસના દરવાજે એક બોર્ડ લટકાવવાનું કર્યું; જેના પર લખ્યું હતું : ‘અન્દર પ્રવેશવા માટે અનુમતીની જરુર નથી.’ કલાર્ક અને પટાવાળાને સુચના આપી હતી કે વીદ્યાર્થીઓ, સર્ટીફીકેટ્સની ફોટો કોપી પ્રમાણીત કરાવવા આવે એમને, મારી સહી લઈ, સીક્કા મારી આપી, ત્રણ મીનીટમાં રવાના કરવા. મને મળવા આવવા ઈચ્છતા વીદ્યાર્થીને કે નાગરીકને, દરવાજે ટકોરા માર્યા વગર સીધા ઑફીસમાં પ્રવેશવા દેવા. શીક્ષણ વીભાગમાં કોઈ પણ પ્રકારનાં પ્રમાણપત્રો કે દસ્તાવેજ લેવા આવતા વીદ્યાર્થીને પન્દર–વીસ મીનીટમાં એમનું કામ પતાવીને તરત વીદાય કરવા. ‘કાલે આવજો, ચાર દીવસ પછી તપાસ કરી જજો’ એવા વાયદા કરી કોઈને પણ ધક્કા ખવડાવશો નહીં. સૌને બીજી પણ એક સુચના આપી રાખેલી; ‘ચહેરા પર સ્મીત જાળવી રાખીને વીધાર્થીઓને તમારી સેવા આપજો.’ એમ. ઍડ્.ના ભુતપુર્વ વીદ્યાર્થીઓ કે પીએચ.ડી. કરતા વીદ્યાર્થીઓ મને મળવા આવે ત્યારે એમને મેં સ્પષ્ટ ‘વૉર્નીંગ’ આપી હતી કે : અહીં તમે મારા મહેમાન છો. ચા–નાસ્તાના પૈસા આપવા માટે કદી તમારા ખીસામાં હાથ નાંખશો નહીં… એવું કરવાની કોશીશ, એ મારું અપમાન ગણાશે. આજ–કાલ પીએચ.ડી.નું રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા વીદ્યાર્થીઓ પાસે ત્રણથી પાંચ લાખ રુપીયા આંચકી લેવાનો રીવાજ છે. ભારતની યુનીવર્સીટીઓના સત્તાધીશો કેવા છે અને શું શું કરે છે, આપણે ક્યાં નથી જાણતા ?

હું વીશ્વના પન્દરેક દેશોમાં ફર્યો છું. પાંચ વાર અમેરીકાની મુલાકાત લીધી. ત્યાં પ્રત્યેક કર્મચારી, ચહેરા પર સ્મીત ઓઢીને ફરજ પર હાજર થાય છે, સામે ઉભેલા ગ્રાહકને ‘ભગવાન’ સમજે છે અને આદર સાથે પુછે છે : ‘હું આપની શી સેવા કરી શકું ?’ ગયા અઠવાડીયે સુરતમાં મને એવો અનુભવ થયો. હું વહેલી સવારે એક પ્રોવીઝન સ્ટોરમાં થોડી ચીજવસ્તુઓ ખરીદવા ગયો હતો. દુકાનદાર હજી તો દુકાન ખોલીને ભગવાનની પુજા જ કરી રહ્યો હતો. મને જોઈને તરત પુજા પડતી મુકી, મારી તરફ વળીને, અદબથી પુછ્યું, ‘પ્રભુ ફરમાવો, આપને શું જોઈએ છે ?’ મેં આંખો ચોળીને તપાસી લીધું કે હું સ્વપ્ન તો નથી જોઈ રહ્યોને ! એક ક્ષણ તો હું અમેરીકામાં હોવાનો મને અહેસાસ થયો. મેં દુકાનદારને ભગવાનની પુજા પતાવી દેવા વીનન્તી કરી. તો એમણે કહ્યું; ‘પ્રભુ’, ‘તમારા આંગણે આવેલો ગ્રાહક એ તમારો ભગવાન છે’ એવું ગાંધીજીનું વીધાન મેં દુકાનમાં અમસ્તું નથી લટકાવ્યું. ભગવાનની પુજા એટલા માટે કરવાની કે દુકાનમાં ગ્રાહકો આવે. પણ આપ વગર પુજાએ પધાર્યા છો ! ત્યારે પ્રથમ આપને એટેન્ડ કરવા એ મારી ફરજ બને છે.’

એમ. એડ્. અને પીએચ.ડીમાં જેમના વીદ્યાર્થી બનવાની તક મળી એ અમારા ગુરુજી, ડૉ. ગુણવંત શાહે શીખવેલી ચાર વાતો આજે પણ હૃદયના ઉંડાણમાં દૃઢ રીતે કોતરાઈને પડી છે :

  • જો ઑફીસનો સમય અગીયારનો હોય તો અગીયારમાં પાંચે ઑફીસમાં પહોંચી જજે.
  • ઑફીસ છુટવાનો સમય પાંચનો હોય તો પાંચને પાંચ મીનીટે ઑફીસ છોડવાનું રાખજે.
  • તારા ટેબલ પાસે આવેલા ઈસમનું કામ સ્મીત સાથે કોઈ પણ જાતનો વીલમ્બ કર્યા વગર કરી આપજે.
  • જીન્દગીમાં એક પણ રુપીયાની લાંચ લઈશ નહીં.

આ ચારેચાર સુચનાઓનું મેં અક્ષરશ: પાલન કર્યું.

‘ભારત અને અમેરીકા વચ્ચે તમને મુખ્ય કયો તફાવત જોવા મળ્યો ?’ એવું મને જ્યારે જ્યારે પુછાય છે ત્યારે ત્યારે મેં ક્ષણનોયે વીલમ્બ કર્યા વગર કહ્યું છે : ‘ત્યાં ગ્રાહકને ‘ભગવાન’નો દરજ્જો અપાય છે; જ્યારે અહીં ગ્રાહકને ‘ધક્કે ચડાવવા’નો રીવાજ છે. ત્યાં સામે ઉભેલા નાગરીક સાથે સરકારી કર્મચારી ગુસ્સે થઈને વાત કરે કે ઉદ્ધતાઈથી વર્તે તો નોકરી ગુમાવે છે. અહીં સરકારી કર્મચારી કે બૅન્કનો ઑફીસર, સ્કુલ–કૉલેજનો પ્રીન્સીપાલ કે પોલીસ અધીકારી, સામાન્ય નાગરીક સાથે સ્મીતપુર્ણ વ્યવહાર કરે તો સમજવું કે આજે સુર્ય પશ્ચીમમાં ઉગ્યો છે ! અહીં ફરજ પર બેઠેલો માણસ આખો દીવસ મોબાઈલ ફોન પર ગુટર–ગુ કર્યા કરે તો એનો જવાબ માંગનારું કોઈ નથી.’

ભારતમાં આજે સૌથી મોટી સમસ્યા કઈ છે ? ગ્રાહકના, વીદ્યાર્થીના, ક્લાયન્ટના, પેશન્ટના કે વરીષ્ઠ નાગરીકના આત્મગૌરવને પ્રત્યેક ક્ષણે હણવામાં આવે છે, ઠેસ પહોંચાડવામાં આવે છે. વીદ્યાર્થી પોતાના પ્રીન્સીપાલને કે કુલપતીને મળવા ઈચ્છે છે, દીનદુ:ખીયો નાગરીક પ્રધાનને મળવા ઈચ્છે છે તો દરવાજા પર દ્વારપાળ એમને અટકાવીને કહેશે; ‘સાહેબે અન્દર પ્રવેશવાની મનાઈ ફરમાવી છે.’ તમારે કારણ પુછવાની જરુર નથી. કાં તો સાહેબ ખુશામદખોરોનો દરબાર ભરીને બેઠા હશે; કાં તો ફોન પર એમની અંગત અંગત ગુટર–ગુ ચાલતી હશે. આપણે ત્યાં ગ્રાહકને ભગવાન ગણવાનો રીવાજ નથી. કેટલાક મોટ્ટા સાહેબો મુલાકાતીને દરવાજાની બહાર કલાક–દોઢ કલાક બેસાડી રાખે છે. તેઓ અન્દર કંઈ જ કરતા નથી હોતા, એમની પાસે કોઈ કામ પણ નથી. હા, એમની પાસે એક પ્રશ્ન જરુર છે; ‘કોઈને તરત મુલાકાત આપી દઈએ, તો આપણા મોભાનું શું ?’ મુફલીસ રૈયતને લાગવું જોઈએ કે ‘સાહેબ બહુ મોટા માણસ છે, મારે બહાર બાંકડા પર દોઢ કલાક તો બેસવું પડ્યું !’

સરકારી અમલદારો, પ્રજાના પ્રતીનીધીઓ, પ્રધાનો અને શૈક્ષણીક સંસ્થાઓના વડાઓ સામાન્ય માણસો સાથે, પ્રજાજનો સાથે આદરપુર્વક વર્તે અને માનવતાપુર્ણ વ્યવહાર કરે તો ભારતમાં પણ સ્વર્ગનો અનુભવ થઈ શકે. સરકારી ખુરસીમાં બેઠેલો ઑફીસર એક તરફ કથાઓ સાંભળે છે, ભગવાનની પુજા કરે છે, પથ્થર એટલા દેવ પુજે છે અને બીજી તરફ પોતાનું નીતી– નીયમ પ્રમાણેનું કામ કરાવવા આવેલા માનવ–દેવતાને ધક્કે ચઢાવે છે, એની પાસે લાંચ માંગે છે અને એને હડધુત કરે છે. ઑફીસમાં ઈષ્ટદેવના ફોટા લટકતા હોય અને સામે ઉભેલા દીન નાગરીક સામે ઑફીસર પોતે આખી દુનીયાનો શહેનશાહ હોય એવું વર્તન કરે એ કેટલું ઘૃણાજનક છે ! આપણા દેશને હવે ડૉક્ટર, ઈજનેર, વકીલ કે પ્રૉફેસરની જરુર નથી; સારા અને સાચા ‘માણસો’ની જરુર છે; નેકદીલ, ઈમાનદાર ઈન્સાનોની જરુર છે.

પ્રશ્ન મન્દીરમાં બેઠેલા ભગવાને કે મસ્જીદમાં બેઠેલા ખુદાને રીઝવવાનો અને પ્રસન્ન કરવાનો નથી. પ્રશ્ન તો વીદ્યાર્થીનું, દર્દીનું કે ગ્રાહકનું રુપ ધારણ કરીને, દીન ચહેરા સાથે આપણી સામે ઉભેલા જરુરીયાતમન્દ કૉમનમેનને રાજી રાખવાનો છે, એની ની:સ્વાર્થ સેવા કરવાનો છે. પોતાની દીકરીની જન્મતારીખનો દાખલો લેવા કૉર્પોરેશનની ઑફીસમાં દાખલ થયેલો ગરીબ માણસ ખીસામાં હાથ નાંખ્યા વગર પાંચ મીનીટમાં સર્ટીફીકેટ ખીસામાં મુકીને પ્રસન્ન ચહેરે ઑફીસમાંથી બહાર નીકળતો દેખાય, તેજસ્વી પુત્રનું ઍડ્મીશન લેવા ગયેલા નીમ્ન મધ્યમવર્ગના પીતા એક પણ રુપીયાની લાંચ આપ્યા વગર ઍડ્મીશન મેળવીને શાળામાંથી બહાર નીકળતા દેખાય કે બૅન્કમાં પૈસા ઉપાડવા ગયેલો વરીષ્ઠ નાગરીક વીના વીલંબે ખીસામાં પૈસા મુકીને રસ્તામાં લુંટાયા વગર સલામત રીતે ઘરે પહોંચી જાય એવા ‘રામરાજ્ય’ ની આપણે રાહ જોઈ રહ્યા છીએ. પ્રત્યેક માણસ સંકલ્પ કરે કે; ઉંચો હોદ્દો ધરાવતી ખુરસી પર બેઠા પછી હું, સામે ઉભેલા નાગરીકને ‘ભગવાન’નો દરજ્જો આપીને, એની સાથે માનવતાપુર્ણ વર્તન કરીશ.’ તો પછી સ્વર્ગ મેળવવા પ્રાર્થના કરવાની જરુર રહેશે જ નહીં, અસ્તુ..

મેઘધનુષ

કશું અણધાર્યું, અણગમતું થયું, ત્યારે લખાયું છે;

હૃદય જ્યાં, જ્યારે ભીંસાતું ગયું, ત્યારે લખાયું છે.

બધાયે લખ્યું; મેં પણ લખ્યું બસ, એવું નથી દોસ્તો;

કલમથી રક્ત જ્યારે પણ પડ્યું, ત્યારે લખાયું છે

...સુનીલ શાહ..

  sunilshah101@gmail.com

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં દર બુધવારે, ડૉ. શશીકાંત શાહની જીવનઘડતરની લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’, વર્ષોથી પ્રગટ થાય છે. તે લેખોમાંથી સારવેલા લેખોનું પુસ્તક તે ‘આનન્દનું આકાશ’. {પ્રકાશક : સમીર શાહ, ‘વ્રજ’ 35, આવીષ્કાર રો હાઉસ, શ્રેણીક પાર્કની બાજુમાં, તાડવાડી, રાંદેર રોડ, સુરત – 395 009  આવૃત્તી : પ્રથમ – ડીસેમ્બર, 2015, પૃષ્ઠસંખ્યા  : 94, મુલ્ય : રુપીયા 60/-)માંથી આ લેખ, લેખકશ્રીના  સૌજન્યથી સાભાર…

સંપર્ક : ડૉ. શશીકાંત શાહ, 35–આવીષ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ,  સુરત – 395 009 ફોન : (0261)277 6011 સેલફોન : 98252 33110 ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ પણ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01/01/2016

પ્રા. શશીકાન્ત શાહ

ફરજ છોડીને બાપુની કથામાં જવાય ?

–ડૉ. શશીકાન્ત શાહ

પ્રકાશ એમ.એડ્.માં મારો વીદ્યાર્થી હતો. અત્યન્ત તેજસ્વી કારકીર્દી ધરાવનારા એ વીદ્યાર્થીનો ગયા સપ્તાહમાં ફોન આવ્યો. પ્રકાશ કહે છે; ‘સર, અમારા નગરમાં બાપુની કથાનું આયોજન ગોઠવાયું છે. શાળામાંથી આઠ દીવસની રજા મુકીને હું કથા સાંભળવા જવાનો છું !’ એમ.એસ.સી,; એમ.એડ્.ની ફર્સ્ટ ક્લાસ ડીસ્ટીન્ક્શન સાથેની ડીગ્રીઓ ધરાવતો પ્રકાશ, એક શાળાના ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં ફીઝીક્સ ભણાવે છે. બીજા માણસો નીતી અને મુલ્યોની વાતો કરે છે, જ્યારે પ્રકાશ આદર્શઘેલો યુવાન છે. જીન્દગીમાં કદી ટ્યુશન ન કરવાની એણે પ્રતીજ્ઞા લીધી છે અને આશ્ચર્યજનક રીતે એ પ્રતીજ્ઞાનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. પ્રકાશની વાત સાંભળ્યા પછી મેં મારી સ્ટાઈલ પ્રમાણે શાન્તીથી; છતાં મારી નારાજી ભેળવીને થોડાક પ્રશ્નો એના તરફ રવાના કર્યા : ‘શાળામાં રજા મુકીને, વીદ્યાર્થીઓનો અભ્યાસ રઝળતો છોડીને તું આખું અઠવાડીયું ‘બાપુ’ની કથા સાંભળશે ? આ હું શું સાંભળી રહ્યો છું ? આવો નીર્ણય લેતા તને શરમ ન આવી ?’ પ્રકાશે ફોન મુકી દીધો. બીજે દીવસે ફરીથી એનો ફોન આવ્યો, ‘સર, હું શાળાના દરવાજેથી આપને ફોન કરી રહ્યો છું. મેં મારી રજાઓ રદ કરાવી દીધી છે અને આજથી પુનઃ ફરજ પર હાજર થઈ જાઉં છું. મને સાચો માર્ગ બતાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.’

સરકારી કર્મચારી, શાળાનો શીક્ષક કે કૉલેજનો પ્રૉફેસર પોતાની ફરજ છોડીને બાપુની કથામાં જઈને ગોઠવાઈ જાય એ તો સમાજનો દ્રોહ છે. સેંકડો કીલોમીટર દુરથી એક ગરીબ, રાંક માણસ સરકારી કામકાજ માટે ગાંધીનગર આવે છે. ઑફીસમાં જાય છે, તો આપત્તીજનક સમાચાર સાંભળવા મળે છે : ‘સાહેબ તો બાપુની કથા સાંભળવા લાંબી રજા પર છે. હવે તો જે થાય તે દસ દીવસ પછી !’ સાહેબની ઉંમર, પ્રીય વાચકો, આપ કેટલી ધારો છો ? ચાળીસ અને પચાસની વચ્ચે હશે. બાપુની કથા સાંભળવા તેઓ નીવૃત્તી સુધી થોભી શક્યા હોત. વળી, ખુરશી પર બેસીને હરામના રુપીયા નહીં પડાવતા, લાંચરુશ્વત નહીં ખાતા મુલ્યનીષ્ઠ માણસે ફરજ છોડીને કથા સાંભળવા જવાની જરુર શી છે ? લાંચીયો અધીકારી કથા સાંભળવા જાય તેનોયે કોઈ અર્થ નથી. દુર દુરથી ભણવા આવતા વીદ્યાર્થીને રખડતા મુકીને કથા સાંભળવાથી શીક્ષકને પ્રકાશ સાંપડે કે તીમીર ?

જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થભાવે નીષ્ઠાપુર્વક ગ્રાહકોની, દર્દીઓની, પ્રજાજનોની સેવા કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાનું બચતું નથી. જેમણે જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હોય એમણે, ત્યાર પછી મંદીરમાં, ચર્ચમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે એ સ્થળ તીર્થધામ છે. ફરજનીષ્ઠ કર્મચારી પોતાના સ્થાન પર બેઠો બેઠો પ્રભુસેવા જ કરે છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની લાંચ આપ્યા વગર કે માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે તેની તુલનામાં તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય. આ પ્રકારે વીના વીઘ્ને અને વીના વીલંબે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા સંતોષની લાગણી અનુભવે છે. કામને પુજા ગણનારા માણસોને લીધે જ આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની સંખ્યા જેટલી વધારે એટલી સમાજની ગુણવત્તા પણ ઉંચી.

એક શાળાના શીક્ષક ચાર મહીનાની રજા મુકીને અમેરીકા ભાગી ગયા. તેઓ ચાર મહીના પછી પુનઃ ફરજ પર હાજર ન થયા. અમેરીકામાં બેઠાં બેઠાં તેઓ પોતાની રજા લંબાવી રહ્યા છે. પોતાના સ્થાને ફરજ પર હાજર નહીં થનારો એ શીક્ષક, રાજીનામું આપતો નથી એટલે એમની જગ્યા પર બીજા શીક્ષકની નીમણુંક થઈ શકતી નથી. આ ગુરુજી અમેરીકામાં શોપીંગ સેન્ટરમાં મજુરની જેમ કામ કરે છે અને અહીં બીચારા વીદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાથી વંચીત રહ્યા છે !

બાપુની કથા સાંભળવા ઈચ્છતા પ્રકાશભાઈને રજા રદ કરવા માટે અભીનન્દન આપીને મેં જણાવ્યું : ‘ભલા માણસ, તમારી જગ્યા પર અનુદાનીત શાળામાં આ શીક્ષણદ્રોહી સરકાર અવેજી શીક્ષકની નીમણુંક કરશે ? સાત દીવસ વીદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેની જવાબદારી કોની ? બાપુની કથા રજાના દીવસે કે રવીવારે સાંભળવા જવાય, નીવૃત્તી પછી ત્રણસો પાંસઠ દીવસ કથા સાંભળવાનું રાખીએ.. ક્યાં કોઈને વાંધો છે ? પરન્તુ કથા સાંભળવા ફરજ છોડીને દોડવાનું ? પોતાના કામકાજ માટે આવતા પ્રજાજનોએ ધક્કા ખાયા કરવાના ? જીવનમાં કામોની અગ્રીમતા જેવું કંઈ હોય કે નહીં ?’

ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં મેથ્સ શીખવતા એક શીક્ષીકાનો દીકરો બાર સાયન્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવાનો હતો. પતી બૅન્કમાં મૅનેજર છે. પતીએ પત્નીને સુચના આપી, ‘સ્કુલમાંથી પંદર દીવસ રજા લઈ લે, જેથી પુત્રને શીક્ષણ આપી શકાય અને એની સગવડ સચવાય.’ શીક્ષીકાએ નમ્રતાથી જવાબ આપ્યો, ‘શાળામાં મારા સીત્તેર દીકરા-દીકરીઓ પણ આ જ પરીક્ષામાં બેસવાના છે. મારા વીષય પર તો એમની કારકીર્દીનો આધાર છે. હું પંદર દીવસ તો શું, એક કલાક માટે પણ મારા વીદ્યાર્થીઓથી દુર રહેવાનું નહીં સ્વીકારું.’ ડોક્ટર અને ઈજનેર બની ગયા પછી, કેનેડા અને અમેરીકામાં સેટલ થયા પછી અને મહીને બે-પાંચ લાખ રુપીયાનો પગાર મળતો હોવા છતાં; આ વીદ્યાર્થીઓ પોતાના ગુરુજીને જોતાં જ ચરણસ્પર્શ કરવા કેમ ઉતાવળા થાય છે તેનું કારણ અહીં છુપાયેલું છે. એક શાળાના આચાર્યની ઉંમર ચોપન વર્ષ છે. ડૉક્ટરે એન્જીયોગ્રાફી કરીને સુચના આપી, ‘તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડશે, ચાર વેઈન્સ બ્લોક છે.’ ગુરુજીએ શાંત અને મક્કમ અવાજમાં કહ્યું,  ‘હમણાં શાળાને અને વીદ્યાર્થીઓને મારી જરુર છે… વેકેશન શરુ થાય ત્યાં સુધી કંઈ વીચારવાનું નથી.’ જનસેવા એ જ પ્રભુસેવા એવું સમજીને જીવતા એ ફરીશ્તાઓને આદરપુર્વક વંદન. ભગવાને સોંપેલી ફરજ છોડીને બાપુની કથા સાંભળવા તો શું, સ્વયમ્ ભગવાન દર્શન આપવા તૈયાર ઉભા હોય તોયે ન જવાય.

–ડૉ. શશીકાન્ત શાહ

‘સંદેશ’ દૈનીકમાં દર શુક્રવારે પ્રકાશીત થતી ‘જીવનઘડતર’ની લોકપ્રીય કટાર ‘ગુરુવાણી’માંથી (તા. 12 ડીસેમ્બર, 2013ના અંકમાંથી) સંદેશ અને લેખકશ્રી. ડૉ. શશીકાન્તભાઈની પરવાનગીથી સાભાર…

સર્જક–સંપર્ક :

35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005 ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110  ઈ–મેઈલ: sgshah57@yahoo.co.in

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Vilage, KOPARKHAIRNE (West). Navi Mumbai 400 709  સેલફોન:  8097  550  222  .મેઈલgovindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 7–02–2013

પ્રા. શશીકાન્ત શાહ

સમાજે આપણને ખુબ આપ્યું, આપણે સમાજને શું આપ્યું ?

–ડૉ. શશીકાન્ત શાહ

Nipun Mehta
Nipun Mehta

http://www.servicespace.org/my/profile.php?mid=2

http://www.helpothers.org/index.php?pg=download

        નીપુણ મહેતા, ઉમ્મર વરસ છત્રીસ, અમેરીકામાં નીવાસ. અમેરીકાની યુનીવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયંસની ડીગ્રી મેળવી અમેરીકામાં રહેતો યુવાન છત્રીસ વરસની ઉમ્મરે સામાન્યત: શું કરે ?  જીન્દગીનો સ્થુળ આનન્દ માણવામાં પોતાનાં કીંમતી વર્ષો વેડફી નાંખે. નીપુણને સતત એક વીચાર પજવતો હતો : ‘દુનીયાને વધુ સારી કઈ રીતે બનાવવી ?’ માણસ પ્રત્યેક ક્ષણે બીજાનો વીચાર કરે, બીજાના માટે જીવે, બીજાને મદદરુપ થાય તેવું બની શકે ? ક્રીસ્ટમસના દીવસોમાં એ યુવાન પત્ની સાથે ભારત આવ્યો. ભારતમાં એક હજાર કીલોમીટરની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. ઈરાદો એક જ. સમાજમાં માનવતા, પ્રેમ, બીજાને મદદરુપ બનવાની ભાવના ફેલાવવી.

           નીપુણભાઈએ ‘સેવા–કાફે’ની સ્થાપના કરી ‘સ્માઈલ કાર્ડ્ઝ’ બનાવ્યા કોઈને માટે ભલાઈનું કામ કરવાનું; અને પાછળ ‘સ્માઈલ કાર્ડ’ છોડતા જવાનું. એક વહેલી સવારે અમદાવાદની સડક પર નીપુણભાઈએ જોયું કે કૉર્પોરેશનનો એક કર્મચારી રાજમાર્ગ પર સફાઈ કરી રહ્યો છે. તેમણે કર્મચારીને વીનન્તી કરીને તે કામ થોડીક મીનીટો માટે પોતે સંભાળી લીધું. ‘મોર્નીન્ગ વૉક’માં નીકળેલા સુખીયા જીવોને આ દૃશ્ય જોઈને આશ્ચર્ય થયું. થોડીવારમાં ત્યાં સફાઈ કામમાં સેવા આપવા ઈચ્છતા માણસોનું ટોળું જમા થઈ ગયું. નીપુણભાઈએ કહ્યું, ‘પાછળ ક્યુમાં ઉભા રહો !’ દસ મીનીટ સફાઈ કામ કરીને પ્રધાનોની જેમ ફોટું ખેંચાવ્યા વગર, નીપુણભાઈએ પોતાની પાછળ ઉભેલા બીજા સજ્જનને ઝાડુ પકડાવી દીધું. એક શ્રમજીવીને થોડોક સમય આરામ મળી ગયો. તેને બદલે કામ કરનારાઓને નીજાનન્દની પ્રાપ્તી થઈ.

          પાડોશમાં પાંચ વર્ષનો છોકરો રમતાં રમતાં પડી ગયો. માથામાં લોહી વહી રહ્યું છે. પાડોશી પાસે કાર નથી. તમે બધાં જ અર્જન્ટ કામો પડતાં મુકીને પોતાની કારમાં છોકરાને હૉસ્પીટલમાં પહોંચાડો છો. સારવાર થાય ત્યાં સુધી થોભો છો અને પછી કાળજીપુર્વક છોકરાને તેની માતા સાથે કારમાં ઘરે પહોંચાડો છો. તેમનું ઘર છોડતી વખતે નીપુણભાઈએ તૈયાર કરેલા સ્માઈલ–કાર્ડમાંનું એક કાર્ડ તેમને ત્યાં છોડતા જાઓ છો. એ કાર્ડ પર લખ્યું છે : ‘ભલાઈના કામ માટે કોઈ એક ગુમનામ માણસ તમારા સુધી પહોંચ્યો. હવે એવું જ ભલાઈનું કામ કરવાનો તમારો વારો છે. કોઈના માટે કંઈક સારું કામ કરો અને આ કાર્ડ તેમની પાસે છોડતા જજો, જેથી સારું કામ કરવાની, ભલાઈની આ ભાવના તથા શૃંખલા આગળ વધતી રહે નીપુણભાઈની વેબસાઈટ પર વીનન્તી પહોંચાડવાથી આવા સ્માઈલ કાર્ડઝ તમારા ઘરે પહોંચતા કરવામાં આવશે, કોઈ કીંમત લીધા વગર, માત્ર ભલાઈની ભાવના સાથે.’

        નીપુણભાઈએ ગુજરાતમાં તથા ભારતનાં અન્ય રાજ્યોમાં સમાજસેવા અને લોકસેવાનો સંકલ્પ પહોંચાડવા પદયાત્રાનો નીર્ણય કર્યો ત્યારે નક્કી કર્યું કે રસ્તામાં જ્યાં સુરજ ઢળે ત્યાં મુકામ કરી લેવો અને જે મળે તે ખાઈ લેવું. રોજ એક ડૉલર (પંચાવન રુપીયા)થી વધુ ખર્ચ પોતાના માટે ન કરવો. અમેરીકા છોડતી વખતે મમ્મીએ રડતાં રડતાં પુછ્યું, ‘બેટા, ત્યાં તારી જમવાની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાશે ? તને પુરણપોળી ભાવે છે. રસ્તામાં તને એ બધું ક્યાંથી મળશે ?’ નીપુણભાઈનો જવાબ મળ્યો, ‘મમ્મી, અહીં તું કોઈ અજાણ્યા માણસને અહીં આવું ભોજન કરાવતી રહેજે, તો ત્યાં મારી સંભાળ લેનારું કોઈને કોઈ મળી રહેશે !’ નીપુણભાઈનાં મમ્મી અમેરીકામાં કોઈ અજાણ્યા મહેમાનોને પુરણપોળી ખવડાવતાં ખવડાવતાં કહેતાં સંભળાય છે: ‘મારો નીપુણ અત્યારે પત્ની સાથે ગુજરાતની યાત્રા પર છે.’ પછી રડતાં રડતાં ઉમેરે છે, ‘તેની સંભાળ રાખનારા ભલા માણસો તેમને મળી રહે તો સારું.’ ‘એક્ટ ઓફ ગીવીન્ગ’  અને ‘જોય ઓફ ગીવીન્ગ’ કોઈના માટે કંઈક કરી છુટવાનું, આપવાનું કાર્ય અને આપવાનો આનન્દ એ સંદેશ પોતાનાં કાર્યો દ્વારા, પોતાના આચરણ દ્વારા સમાજ સુધી પહોંચાડવો એ નીપુણભાઈ અને તેમના સાથીદારોનું જીવનલક્ષ્ય છે.

        નીપુણભાઈએ પદયાત્રા દરમીયાન થયેલા અનુભવોનું વર્ણન કર્યું. તેઓ પત્ની સાથે મોડી રાતે એક નગરમાં પહોંચ્યાં અને રાત્રીનીવાસ માટે નજીકના મંદીરમાં ગયાં. ભોજન મળ્યું નહોતું એટલે ભુખ લાગી હતી. મંદીરમાં માંડ માંડ આશ્રય મળ્યો; પરન્તુ ત્યાં પતી–પત્ની એક જ ઓરડામાં સાથે નહીં રહી શકે તેવો નીયમ હતો. સ્ત્રી–પુરુષ ભેગા નહીં રહી શકે તેવા નીયમના ભાગરુપે નીપુણભાઈ અને તેમનાં પત્નીને મંદીરના વરંડામાં એક દીવાલની આજુબાજુ રહેવાની છુટ આપવામાં આવી (એક્ટ ઓફ કાઈન્ડનેસ !).  ભોજન મળે એમ નહોતું પતી–પત્નીને બેગના ખુણેથી બચેલું બીસ્કીટ હાથ લાગ્યું. ગુરીબહેને ‘મને ભુખ નથી’ એવું બહાનું કાઢી એ બીસ્કીટ પતીના હાથમાં પકડાવી દીધું. નીપુણભાઈએ ‘સરખા હીસ્સે વહેંચીને ખાવું’ એ સીદ્ધાંત આગળ ધરી પત્નીને અડધું બીસ્કીટ પધરાવી દીધું. ગુરીબહેને એ બીસ્કીટ હાથમાં છુપાવી રાખી. નીપુણભાઈએ બીસ્કીટનો નાસ્તો પતાવ્યો એટલે પત્નીએ અડધું બીસ્કીટ આગળ ધરીને કહ્યું, ‘સરખે હીસ્સે વહેંચીને ખાવાનું છે ! લો, આ તમારો અડધો ભાગ.’ ગુરીબહેને બીસ્કીટનો ચોથા ભાગનો ટુકડો આરોગીને સંતોષ માન્યો. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ !’

અમદાવાદ, બેંગલોર અને અન્ય સ્થળે નીપુણભાઈએ ‘સેવા–કાફે’ ખોલ્યાં છે. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ’ આ રેસ્ટોરાંનો સેવામંત્ર છે, ‘લીવીંગ ઈઝ ગીવીંગ’ આપવું એટલે જીવવું અથવા એમ પણ કહી શકાય કે જીવવું એટલે આપવું ! જ્યારે તમે ‘સેવા–કાફે’માં ભોજન લેવા જાઓ છો ત્યારે તમે ગ્રાહક નથી; અતીથી છો અને તેથી દેવના સ્થાને છો. અહીં તમને પરીવારના સભ્ય તરીકે આવકારવામાં આવે છે. જ્યારે માણસ કોઈની સેવા કરે છે ત્યારે તે દીવ્યતાના પંથનો પ્રવાસી બને છે. અહીં પુર્ણત: વેજીટેરીયન ફુડ પ્રેમથી બનાવવામાં આવે છે અને માનવ–સાધનાના ‘અર્ન એન્ડ લર્ન’ – ‘કમાવ અને શીખો’ અંતર્ગત તાલીમ પામેલા સ્નાતકની ડીગ્રી ધરાવતા સેવકો (વેઈટર્સ !) દ્વારા ભોજન પીરસવામાં આવે છે. અહીં ભારતીય અને કોન્ટીનેન્ટલ પ્રકારની વૈવીધ્યપુર્ણ વાનગીઓ ઉપલબ્ધ છે. અહીં તમને પ્રાપ્ત થતું ભોજન વીનામુલ્યે પુરું પડાય છે. (‘ફ્રી લંચ જેવું કંઈ હોતું નથી’ તે કહેવતને ખોટું પાડનારો પ્રયોગ !) તમે જ્યારે બીલ ચુકવવાની કોશીશ કરો છો ત્યારે તમને કહેવામાં આવે છે, ‘તમારી અગાઉ આવેલા ગ્રાહકે આપનું બીલ ચુકવી દીધું છે. આપ ઈચ્છો તો આપના પછી આવનાર ગ્રાહક માટેનું બીલ સ્વેચ્છાએ ચુકવી શકો છો !’

‘સેવા–કાફે’ની ફીલોસોફી સમજવા જેવી છે, આ દુનીયામાં તીવ્ર અસમાનતા અને ભેદભાવની દીવાલ, એકબીજાથી જુદાઈ રાખીને આપણે સ્વયમ્ ઉભી કરી છે. અહીં કોઈએ બીલ ચુકવવાનું ન હોવાથી તમામ મહેમાનો સમાનતાનો ભાવ અનુભવે છે, આનન્દથી જમે છે અને કોઈને લઘુતાગ્રંથી પજવતી નથી. માણસ માણસ વચ્ચે ઉદારતાપુર્વકની ભલાઈની લાગણી અહીં જન્મે છે અને સૌ એકબીજાની સાથે સમાન કક્ષાએ સંવાદ કરી શકે છે. અન્યને માટે આપવાનું એક દીવ્ય ચક્ર સર્જાય છે. જેના તમે એક ભાગ બનો છો જે તમામ સહભાગીઓને પરીવારના સભ્ય હોવાની અનુભુતી કરાવે છે.

           નીપુણભાઈ કહે છે, ‘અહીં ભાગ્યે જ કોઈ એવા મહેમાન(ગ્રાહક નહીં !) પધારે છે જે પોતાના પછી આવનારા માટે બીલ ચુકવ્યા વગર જતા હોય, લગભગ કોઈ જ નહીં. ‘સેવા–કાફે’માં જે આવક થાય છે તેનો સમ્પુર્ણ હીસાબ પારદર્શી છે. સંસ્થા દ્વારા નફાની પુરેપુરી રકમ સમાજની સેવામાં ખર્ચાય છે. નીપુણભાઈની આ સેવાસંકલ્પના વીશ્વભરમાં આવકાર પામી છે, એમને દુનીયાભરમાંથી આ પ્રયોગની વાતો સંભળાવવા માટે નીમંત્રણો મળે છે, અનેક આંતર રાષ્ટ્રીય એવોર્ડ્ઝ પણ તેમના સુધી પહોંચવા માંડ્યા છે.

          અમદાવાદના એક રીક્ષાવાળાએ નીપુણભાઈનો સંદેશો ઝીલીને પોતાની સેવાઓ આપવા માંડી છે. રીક્ષામાંથી ઉતરતા મહેમાનને પ્રેમથી જણાવવામાં આવે છે : ‘સર, આપનું ભાડું કોઈએ ચુકવી દીધેલું છે… આપ ઈચ્છો તો સ્વેચ્છાએ આપના પછી આવનારા મહેમાન માટે ભાડું ચુકવી શકો છો !’

            નીપુણભાઈના એક સ્માઈલ–કાર્ડ પર લખ્યું છે, ‘મેં એક ભલાઈનું કામ કર્યું, હવે આપનો વારો છે.’ ‘એક્ટ ઓફ ગીવીંગ, એક્ટ ઓફ કાઈન્ડનેસ’ના નીપુણભાઈના સુંદર વીચારો મેં આપના સુધી તો પહોંચાડ્યા… હવે આપનો વારો છે, ઈટ ઈઝ યોર ટર્ન નાઉ !

મેઘધનુષ

પ્રેમ, સમજ, સંગઠન શું પ્રગટાવી ન શકે સુખની જ્યોત ?

નીંદા, ઈર્ષ્યા, સ્પર્ધા ભુલી હવે ચાલો ભણીએ

પ્રેમ અને એકતાના પાઠ. મોડું ન કરો, નહીંતર તુટશે

વ્યક્તી… વ્યક્તી… પવીત્ર માળાનું વીખેરાશે મોતી… મોતી…

–અમૃતા પ્રીતમ

–ડૉ. શશીકાન્ત શાહ

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં દર બુધવારે વર્ષોથી પ્રકાશીત થતી જીવનઘડતરની લેખક લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’માંથી (તા. 2જી જાન્યુઆરી, 2013ના અંકમાંથી) ગુજરાતમીત્ર અને લેખકશ્રી. શશીકાન્તભાઈની પરવાનગીથી સાભાર…

સર્જક–સંપર્ક : 35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005 ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110  ઈ–મેઈલ: sgshah57@yahoo.co.in

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel HSC, ((Krishna Apartments, B Wing) , Opp. Balaji Garden,  Sector 12-E, Bonkode Village, KOPARKHAIRNE. Navi Mumbai – 400 709   સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–06–2013

27

પ્રા. શશીકાન્ત શાહ

ફરજપરસ્તી એ જ ઈશ્વરપુજા

(ધાર્મીકતા અને નીતીમત્તા)

–ડૉ. શશીકાંત શાહ

(ડૉ. શશીકાંત શાહ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના ‘શીક્ષણ વીભાગના’ નીવૃત્ત વડા છે. આજીવન સન્નીષ્ઠ શીક્ષક રહ્યા. આ બધું જ એમણે જીવનમાં અમલમાં મુક્યું અને હજીયે એવું જ જીવન જીવે છે; પરીણામે એમને ઘણું વેઠવાનુંયે આવ્યું અને આવે છે.. કોઈ રખે માને કે લેખક પ્રખર નાસ્તીક કે રૅશનાલીસ્ટ હશે.. ના, ના, તેઓ તો એકનીષ્ઠ આસ્તીક છે. વૈષ્ણવ સમ્પ્રદાયના ચુસ્ત કૃષ્ણપ્રેમી અને પુજક છે એના અમે સાક્ષી છીએ.. આવા ઘણા ‘ફરજ–પરસ્ત, આસ્તીક શશીકાન્ત’ની સમાજને જરુર છે. …ગોવીન્દ મારુ)

      દુનીયામાં પ્રત્યેક માણસને એક ભુમીકા પ્રાપ્ત થયેલી છે. એ ભુમીકા એણે યોગ્ય રીતે નીભાવવાની છે. ‘મનુષ્યસેવા એ જ ઈશ્વરસેવા’ એમ કહેવાયું છે તે કેટલું યથાર્થ છે ! આપણે પોતે જે સ્થાને બેસીએ છીએ, મહીને હજારો રુપીયાનો પગાર વસુલીએ છીએ; ત્યાં કંઈ જ કામ ન કરીએ અને પછી જાણે કે એ પાપનું પ્રાયશ્ચીત્ત કરતા હોઈએ તે રીતે ઈશ્વર તરફ વધુને વધુ ઢળતા જઈએ (સ્થુળ અર્થમાં જ તો…! લોકો જુએ તેમ કથા સાંભળવા જવું, ધર્મસ્થાનની વારમ્વાર મુલાકાત લેવી, નોટબુકમાં (હૃદયમાં નહીં !) ઈષ્ટદેવનું નામ લખવું) તો એવી ભક્તી ઈશ્વર પણ કબુલ રાખતો નથી. દરેક માણસ પોતાને ફાળે આવેલું કામ યોગ્ય રીતે કરે તો દુનીયામાં એક પણ દુ:ખી માણસ ન બચે !

       થોડાંક વર્ષો પુર્વે એક મન્દીરમાં જોવા મળેલું એ દૃશ્ય હું હજુ આજે પણ ભુલ્યો નથી. ત્રીસેક વર્ષની એક મહીલા આરતીનો સમય થયો એટલે હાથમાં ઉંચકેલી બે વર્ષની પુત્રીને બાજુમાં ફર્શ પર સુવડાવી, ભગવાનના દર્શન કરવામાં લીન થઈ ગઈ. બાળકીએ જોરજોરથી રડવાનું શરુ કર્યું; તોયે મહીલાએ તેની દરકાર કર્યા વીના હાથ જોડેલા રાખીને ભગવાનની મુર્તીના દર્શન કરવાનું ચાલુ રાખ્યું. આરતી પત્યા પછી વૃદ્ધ પુજારી પેલી યુવતી પાસે આવ્યા અને બોલ્યા, ‘બેટા, આજે તારી તો ઠીક, અમારી પુજા પણ વ્યર્થ ગઈ. મારું ધ્યાન આરતીમાં લાગ્યું જ નહીં; કારણ કે આ બાળકી જોરજોરથી રડતી હતી. મને ભગવાનનો ડર તો છે જ નહીં; પરન્તુ જો એકત્ર થયેલા ભક્તોનો પણ ડર ન હોત તો આરતી અધુરી રહેવા દઈને મેં આ બાળકીને ઉંચકી લીધી હોત. આ બાળક સ્વયમ્ ઈશ્વરનું પ્રતીનીધી છે. અરે ઈશ્વર જ છે ! તું વળી કયા ઈશ્વરને શોધે છે ? યાદ રાખજે દીકરી, આવી પુજા ઈશ્વર મંજુર નથી રાખતા, એ તો ઈચ્છે છે કે પ્રથમ મેં તમને સોંપેલું કામ નીષ્ઠાથી પતાવો અને પછી સમય બચે તો મારી પાસે આવો.’

       કોઈ એક મહત્ત્વના સ્થાને ખુરશી પકડીને બેસી ગયેલો માણસ, પોતાનું કર્તવ્ય યોગ્ય રીતે ન બજાવે અથવા કામ કરવામાં વીલમ્બ દાખવે તો કેટલા બધા માણસોને પીડા ભોગવવી પડે છે, તેનો હીસાબ માંડવા જેવો છે. ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે. લાઈન લાંબી છે. તમારી આગળ હજુ બાર તેર ઉતારુઓ ઉભેલા છે અને અચાનક ટીકીટ આપનારનો ‘ટી–બ્રેક’ શરુ થાય છે ! એક એક સેકન્ડનો વીલમ્બ તમને અકળાવે છે અને સાહેબ તો નીરાંતે ચાનો સ્વાદ માણી રહ્યા છે ! (એ તમને છેવટે વગર ટીકીટે મુસાફરી કરવાની ફરજ પાડશે !) ચાલુ નોકરીએ ફરજ પર હોઈએ ત્યારે મન્દીરે દર્શન કરવા જવું કે નમાજ પઢવા જવું કેટલું યોગ્ય છે ? આવી સેવા કે બન્દગી ઈશ્વરને કે અલ્લાહને કદી ગંવારા હોતી નથી. આ તબક્કે તર્ક કે દલીલ કે અન્ધ–ભક્તીના પ્રવાહમાં તણાઈ જઈને કોઈને પ્રસ્તુત રજુઆત ખોટી ઠેરવવાની ઈચ્છા થઈ આવે એવું બને. એવે વખતે એટલું જ વીચારવાનું કે કોઈનો એકનો એક દીકરો અકસ્માતમાં મરણતોલ રીતે ઘવાયેલો હોય કે કોઈની પુત્રી પ્રસુતીની પીડા ભોગવી રહી હોય, શરીરમાં ઝેર ફેલાવવાની શક્યતા હોય અને જાણવા મળે કે ડૉક્ટર સાહેબ પુજામાં બેઠા છે કે નમાજ પઢવા ગયા છે, તો શું થાય? માણસ ફરજ પર હોય ત્યારે જો એ આ પ્રકારના ક્રીયાકાંડમાં અટવાઈને માણસની સેવા કરવાનું ચુકી જાય તો એ પ્રકારની ભક્તી કદી માણસના ખાતે જમા થાય કે ?

       સપાટી પરનું અવલોકન એમ દર્શાવે છે કે દીવસે દીવસે માણસોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે ! કથાવાર્તા, ભજન–કીર્તન, હોમ–હવન, તીર્થયાત્રા શું શું નથી થતું ! નીરન્તર કંઈ ને કંઈ ચાલતું રહે છે. શું માણસમાં આધ્યાત્મીક વૃત્તીનો વીકાસ થયો છે ? નીતી અને મુલ્યો માટેનો પ્રેમ વધ્યો છે ? એ વધારે પ્રામાણીક, વધારે સહૃદયી અને સેવાભાવી બન્યો છે ? ના, એવું લાગતું નથી. પોતે જ્યાં બેઠો છે ત્યાં કંઈ કામ ન કરવું, પ્રજાનાં ન્યાયી કામો હોય તેને પણ વીલમ્બમાં નાંખવાં અને એવાં કામો જલદી પતાવવા માટે મોટી રકમની લાંચ માંગવી આ બધું કર્યા પછી પથ્થર એટલા દેવ પુજવાનો અને જાતજાતના વાર–ઉપવાસ કરવાનો કોઈ અર્થ ખરો ? એરણની ચોરી કરીને સોયનું દાન કરવાથી આપણે કોને ભ્રમમાં નાંખી શકીએ? પોતાને તો નહીં જ !

       સરકારી કચેરીઓમાં, કલેક્ટરની ઓફીસમાં, શાળા, કૉલેજ કે યુનીવર્સીટીમાં, બેન્કમાં કે રેલવેની ટીકીટબારીઓ પર સર્વત્ર ‘વર્ક–એથીક્સ’નો અભાવ જોવા મળે છે, જે સામાન્ય નાગરીકોને પારાવાર તકલીફોમાં મુકે છે. થોડીક જ મીનીટોમાં પતી શકે એવાં કામો માટે પણ બીચારો માણસ વર્ષો સુધી રાહ જોતો રહે છે અને એને આપવામાં આવે છે મુદત(ચાર દીવસ પછી તપાસ કરી જજો. આવતા મહીને આવજો, પતાવી આપીશું). પેન્શન મેળવવા માટે, ટીકીટનું રીઝર્વેશન કરાવવા માટે, રેશનીંગનો કાર્ડ મેળવવા માટે કે પછી બાળકનું એડ્મીશન મેળવવા કાજે એણે કેટકેટલું ભટકવું પડે છે ! બાળકને સારી શાળામાં પ્રવેશ મળે તેની ચીન્તામાં વાલીના કેટલાયે મહીનાઓ ઉંધ વગરના વીતે છે. પેન્શન માટે માણસે વર્ષો સુધી ગાંધીનગર (‘ગાંધી’–નગર, વૉટ અ જોક !) ધક્કા ખાવા પડે છે, ત્યાર પછીયે પૈસા ખવડાવ્યા વીના એનું કામ થતું નથી. કહેવાય છે કે ગાંધીનગરના જે અધીકારી સૌથી વધારે ભ્રષ્ટાચારી છે તે સૌથી વધુ ધાર્મીક (?) વૃત્તીના પણ છે ! એને ત્યાં રોજ કંઈક ને કંઈક નીમીત્તે કથા–વાર્તા, રામાયણ–પારાયણ, પ્રસાદ (પ્રજાના અવસાદમાંથી જન્મેલો !) વગેરે ચાલ્યા જ કરે છે. અઠવાડીયામાં પાંચ દીવસ સાહેબ ટુર પર હોય છે. ટુર પર એટલે ક્યાં ? અમ્બાજી, ડાકોર, શીરડી, શ્રીનાથજી, દ્વારકા એ તમામ સ્થળો પર તેઓ સરકારની કારમાં સહકુટુમ્બ જાય છે. (યાત્રાધામોમાં સરકારી ગાડીમાં પત્ની અને બાળકો સાથે દર્શનાર્થે પધારેલા એક અધીકારીને તો તમે પણ જોયા હતા ને ? હું એમની જ વાત કરી રહ્યો છું !)

       જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થ ભાવે નીષ્ઠાપુર્વક પોતાનું કામ કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાની જરુર રહેતી નથી. જેમણે ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો છે એમણે મન્દીરમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે તે સ્થળ તીર્થધામ છે. એ ત્યાં બેઠા બેઠા પ્રભુસેવા કરી રહ્યો છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે, તેની તોલે તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય ! વળી જ્યારે આ પ્રકારે વીના વીધ્ને અને વીના વીલમ્બે, ની:સ્વાર્થભાવે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બન્ને ઉંડા પરીતોષની લાગણી અનુભવે છે. જેણે આ પ્રકારનો આત્મસંતોષ મેળવ્યો છે તેણે ત્યાર પછી કોઈ ઈષ્ટદેવનું સ્મરણ કરવાની જરુરીયાત ઉદ્ ભવતી નથી. કામને પુજા ગણનારા માણસોને લીધે આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની આ સમાજને વધારેમાં વધારે જરુર છે. પુરો પગાર લઈ કામ નહીં કરતા માણસોએ, ફરજ પર મોડા આવી વહેલા ભાગી જતા માણસોએ, ફરજ દરમ્યાન ઈષ્ટદેવની પુજા કરવા ગાળીયું કાઢતા માણસોએ અને પોતાની ખુરશી પર બેઠાં બેઠાં ઉંઘ ખેંચી લેતા માણસોએ સમાજને જેટલું નુકસાન પહોંચાડ્યું છે તેટલું નુકસાન બીજા કોઈએ પહોંચાડ્યું નથી. બાય ધ વે, ફરજ દરમ્યાન ઉંઘવામાં પણ ઉંચો, તગડો પગાર મળતો હોય તેવા દેશમાં જન્મ આપવા માટે આપણે કુદરતનો (ઈશ્વરનો અને અલ્લાહનો) વીશેષપણે અલાયદો આભાર માનવો જોઈએ એવું નથી લાગતું ?

–ડૉ. શશીકાંત શાહ

સુરતથી પ્રકાશીત થતા ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં, વર્ષોથી ડૉ. શશીકાન્ત શાહની લોકપ્રીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ પ્રગટ થાય છે. તે લેખોમાંથી સારવેલા લેખોનું પુસ્તક તે ‘પ્રસન્ન પરીવાર: પ્રસન્ન જીવન’{પ્રકાશક: સમીર શાહ, ‘વ્રજ’ 35, આવીષ્કાર રો હાઉસ, શ્રેણીક પાર્કની બાજુમાં, તાડવાડી, રાંદેર રોડ સુરત – 395 009  આવૃત્તી: છઠ્ઠી–ફેબ્રુઆરી 2009, પૃષ્ઠસંખ્યા: 123, મુલ્ય: રુપીયા 120/- (ભેટ આપવા માટે 10 કે વધુ પ્રતનું મુલ્ય પ્રત દીઠ રુપીયા 80/-)} માંથી આ લેખ, લેખકશ્રીના  સૌજન્યથી સાભાર…

સંપર્ક: ડૉ. શશીકાંત શાહ, 35–આવીષ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત – 395 009 ફોન: (0261)277 6011 સેલફોન: 98252 33110 ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23–11–2012

પ્રા. શશીકાન્ત શાહ

અમદાવાદની ‘એકલવ્ય સ્કુલે’ બાળકોનાં બાહ્ય ઓળખ–ચીહ્નો પર પ્રતીબંધ લાદ્યો !

અમદાવાદની ‘એકલવ્ય સ્કુલે’બાળકોનાં

બાહ્ય ઓળખ–ચીહ્નો પર પ્રતીબંધ લાદ્યો !

-એકલવ્ય

શાળાઓના વર્ગખંડોમાં બેઠેલાં બાળકો સમાજનું પ્રતીનીધીત્વ કરે છે. તેઓ સમાજના જુદા જુદા વર્ગોમાંથી આવતાં હોય છે અને અલગ અલગ ધર્મો કે સંપ્રદાયોને અનુસરતાં હોય છે. બાળકોએ જે કંઈ પણ સારું શીખવાનું, સમજવાનું હોય તે બધું એને શાળા કૉલેજોમાંથી મળી જાય તો સમાજે એ દીશામાં ઝાઝી ચીન્તા કરવાની ન રહે. ભારત જેવા બીનસામ્પ્રદાયીક અને સર્વધર્મ સમભાવની નીતીને વરેલા રાષ્ટ્રમાં શાળાઓનું કર્તવ્ય બાળકોને ‘માનવધર્મ’નું શીક્ષણ આપવાનું છે. શાળામાં રહીને બાળકો વૈજ્ઞાનીક વલણો કેળવે અને તાર્કીક, મૌલીક, સર્જનાત્મક ચીન્તન વીકસાવે તેવી અપેક્ષા રહે છે. કેટલીકવાર શાળાઓમાં શું જોવા મળે છે ? બાળકો તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા, હાથે કે ગળે લટકાવીને શાળામાં આવે છે. શ્રીમંત પરીવારનાં બાળકો કીમતી ઘરેણાં, ઘડીયાળ, મોબાઈલ ફોન વગેરેથી લદાઈને શાળામાં પોતાની વીશીષ્ટ ઓળખ ઉભી કરે છે. કેટલાક વાલીઓ પોતાનાં બાળકોને ધાર્મીક કે સામ્પ્રદાયીક ઓળખ આપવાનો ઉત્સાહ દાખવે છે. નેઈલ પોલીશ, લીપ–સ્ટીક, આધુનીક હેરસ્ટાઈલ, ફેસીયલ અને આઈ–બ્રોની મદદથી પોતાને ‘ફીલ્મી કલાકારો’ બનાવવા મથતાં વીદ્યાર્થીઓ, શીક્ષકો તથા અધ્યાપકોની જમાતનો પણ આપણને પરીચય છે.

શીક્ષણ જગતના વીશેષ માહોલની વચ્ચે અમદાવાદની ‘એકલવ્ય’ શાળાએ બોલ્ડ અને બ્યુટીફુલ નીર્ણય લઈને બાળકોને તાવીજ, માંદળીયાં, દોરાધાગા તથા જંતરમંતરનાં બખડજંતરમાંથી છુટકારો અપાવ્યો છે. ‘એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશને’ ઠરાવ્યું કે, એક બાળકને અન્ય બાળકોથી જુદાં પાડતાં આવાં બાહ્ય ઓળખ–ચીહ્ નો સાથે શાળામાં પ્રવેશવાની બાળકોને છુટ આપવી નહીં. આ નીર્ણયની શાળાના એસમ્બલી હૉલમાં જાહેરાત કરવામાં આવી અને તેનો અમલ શરુ થયો. શીક્ષકોને કાતર આપવામાં આવી અને આદેશ આપવામાં આવ્યો કે આવાં કોઈ ઓળખ–ચીહ્ નો બાળકોનાં શરીર પર દેખાય તો કાપી નાંખવાં અને કચરાપેટીમાં પધરાવી દેવાં. શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી અશ્વીનભાઈ કારીયા, શ્રી ગોવીન્દ મારુ, શ્રી ઉત્તમ અને મધુ ગજ્જર તથા ડો. દયાશંકર જોશીએ શાળાના આ નીર્ણયને આવકાર્યા તથા તે સમ્બન્ધી વીશેષ માહીતી અને પોતાના અભીપ્રાયો પણ મને મોકલ્યાં છે. સમગ્ર બનાવમાં ત્રણ મુદ્દાઓ નોંધવા યોગ્ય છે:

(1) શાળામાં દાખલ થતાં તમામ બાળકો સમાન છે, એક સરખાં છે. શાળાઓ  એક બાળકને બીજા બાળકથી જુદું પાડે તેવાં ચીહ્ નો ધરાવવા પર પ્રતીબંધ મુકે તો બાળકોમાં સમાનતા જળવાઈ રહે. બાળકોનાં ધર્મ, સંપ્રદાય, આસ્થા–શ્રદ્ધા, માન્યતા જે હોય તે; એ સૌ પ્રત્યેનો આદર અકબન્ધ જાળવીને, ઓળખ–ચીહ્ નો ધરાવવા પર પ્રતીબન્ધ ફરમાવી શકાય. શાળાઓમાં યુનીફોર્મ–પ્રથા પણ તો આ જ હેતુથી સ્વીકારાયેલી છે !

(2) ‘એકલવ્ય’ શાળાના શીક્ષકોએ સ્કુલના આ નીર્ણય સામે નારાજી વ્યક્ત કરી છે ! એક શીક્ષકે જણાવ્યું; ‘બાળકનાં તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા કાપતી વખતે મારો જીવ કપાતો હતો; પરન્તુ શું કરીએ ? શાળાના નીયમ સામે અમે લાચાર !’ દુ:ખની વાત એ છે કે આ જ શીક્ષક કદાચ બાળકને વીજ્ઞાન ભણાવતા હશે ! સમાજના અભણ લોકો જાદુ–ટોણા, તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા, કાળી વીદ્યાના નામે છેતરાઈ રહ્યા છે; લુંટાઈ રહ્યા છે તેની જાણ શાળાના શીક્ષકોને નહીં હોય ?

(3) શાળાના નીર્ણયથી વાલીઓમાં તીવ્ર અસંતોષ અને રોષ પેદા થયો છે. (બીલકુલ અપેક્ષીત અને સ્વાભાવીક જ છે !) એક વાલીએ જણાવ્યું;  ‘મારો દીકરો માંદો ન પડે અને માંદગીની બલાથી એનું રક્ષણ થાય તે માટે અમે એના હાથે તાવીજ બાંધ્યું હતું !’ લો, કરો વાત ! હાથે તાવીજ બાંધવાથી માણસ રોગથી બચી શકતો હોત તો હૉસ્પીટલો, મેડીકલ કૉલેજો અને ડૉ. કેતન દેસાઈ જેવા માનવોની હયાતી જ ન હોત ! વીદ્યાર્થીઓ તથા વાલીઓને આવી અન્ધશ્રદ્ધાઓથી બચાવવાનું કામ શૈક્ષણીક સંસ્થાઓનું છે. કેટલી શાળાઓ, કૉલેજો તથા યુનીવર્સીટીઓ આ સંદર્ભે પોતાની ફરજો અદા કરે છે તે મોટો પ્રશ્ન છે.

શાળામાં બાળકો વચ્ચે ભેદભાવ ન જન્મે, કોઈ બાળક લઘુતાગ્રન્થી ન અનુભવે તથા તમામ બાળકો વચ્ચે સમાનતા પ્રવર્તે તે માટે કેટલીક સંસ્થાઓ પોતાની રીતે પ્રયત્નો કરતી રહી છે. મુમ્બઈની કેટલીક શાળાઓમાં વીદ્યાર્થીઓ માટે યુનીફોર્મ તો છે જ; પરન્તુ લંચબોક્સમાં શું લાવી શકાય તે અંગે પણ ચુસ્ત નીયમો છે. અગ્રીમ કક્ષાની બે ત્રણ શાળાઓમાં વીદ્યાર્થીઓ નાસ્તામાં રોટલી-શાક સીવાય બીજું કંઈ જ ન લાવે તેની તકેદારી રખાય છે. અમદાવાદની માઉન્ટ કાર્મેલ ગર્લ્સ સ્કુલમાં વીદ્યાર્થીનીઓ શું ન કરી શકે તેની યાદી આ પ્રમાણે આપવામાં આવી છે. ‘પગે ઝાંઝર કે સાંકળા, હાથે વીંટી કે બ્રેસલેટ-બંગડી-ગળે ચેઈન-લોકેટ કે માંદળીયાં ન પહેરી શકાય. હાથે-પગે મહેન્દી ન ચાલે, કોઈ પણ પ્રકારનું કે રંગનું નેઈલ પૉલીશ પણ નહીં ચલાવી લેવાય. નાકમાં કીમતી નહીં તેવી જડ ચાલે, કાને નાની બુટ્ટી ચાલી શકે, ઘડીયાળ પહેરી શકાય; પરન્તુ તેનો પટ્ટો કાળો જ હોવો જોઈએ, સોના-ચાંદીનો કે હીરાજડીત નહીં. કપાળે ચાલ્લો કરાય પણ તે માત્ર લાલ કંકુનો જ.’

લગભગ બધી જ શાળાઓમાં વીદ્યાર્થીઓએ યુનીફોર્મમાં આવવાનું હોય છે. સુરત શહેરની કેટલીક અગ્રીમ કક્ષાની શાળાઓમાં શીક્ષકો તથા તમામ સહ–શૈક્ષણીક કર્મચારીઓએ  પણ યુનીફોર્મમાં આવવાનું હોય છે. ગુણવત્તાની રીતે શ્રેષ્ઠ ગણી શકાય એવી કેટલીક કૉલેજોમાં પણ તમામ વીદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ યુનીફોર્મમાં સજ્જ થઈને આવે છે. શૈક્ષણીક સંસ્થાઓમાં સૌ સમાનતા તથા એકતાનો અનુભવ કરે તે માટે આ પ્રકારના નીયમો જરુરી બને છે. પાલનપુરની લૉ કોલેજના નીવૃત  પ્રીન્સીપાલ શ્રી અશ્વીનભાઈ કારીયાના મતે અમદાવાદની ‘એકલવ્ય’ સ્કુલે જે પ્રતીબન્ધ મુક્યો છે તે બન્ધારણના ‘નાગરીકોની ફરજો’ અંગેના ચેપ્ટરમાં નીર્દેશેલા આર્ટીકલ 51 એ (એચ) સાથે સુસંગત છે.

આ લખનાર પુર્ણત: આસ્તીક છે; પરન્તુ સ્પષ્ટ રીતે એવું માને છે કે ધર્મ અને સંપ્રદાય વ્યક્તીની અંગત બાબત છે. પોતાના ઘરની કે ધર્મસ્થાનની ચાર દીવાલો વચ્ચેનો તેનો એ અંગત મામલો છે. તેની અભીવ્યક્તી માટે જાહેર માર્ગ પર આવવાની છુટ કોઈ પણ ધર્મના અનુયાયીઓને ન મળવી જોઈએ. એ જ રીતે શૈક્ષણીક સંસ્થાઓમાં પણ ધર્મ કે સમ્પ્રદાયનાં ઓળખ–ચીહ્  નોથી બાળકો મુક્ત રહે તો તેઓમાં માનસીક અને સાંવેગીક ઐક્ય સંવર્ધીત થાય તેવી સમ્ભાવના વધશે. વહેમ, અન્ધશ્રદ્ધા, શુકન-અપશુકન, મેલીવીદ્યા વગેરેના વળગણથી બાળકો જેટલાં મુક્ત રહેશે એટલો દેશનો વીકાસ ઝડપી બનશે. આપણા ધાર્મીક તહેવારો જે રીતે ઉજવાય છે તેમાં ક્રાંતીકારી ફેરફારો લાવવાની જરુર છે. એ કામ પણ શૈક્ષણીક સંસ્થાઓએ બાળકોને ‘માનવ ધર્મ’નું શીક્ષણ અગ્રીમતાના ધોરણે આપવું પડશે. સદ્ ગુરુ કેવા હોય અને ગુરુ કોને બનાવાય તે અંગેનું શીક્ષણ પણ બાળકોને શાળામાંથી મળવું જોઈએ, જેથી ‘શોષણખોર’ ગુરુઓથી એમને બચાવી શકાય.

‘એકલવ્ય’ શાળાના નીર્ણયને હું હૃદયપુર્વક આવકારું છું. એક અત્યન્ત હીમ્મત ભરેલો નીર્ણય લઈને આ શાળાએ, અન્ય શૈક્ષણીક સંસ્થાઓને સાચી દીશા કઈ છે તેનું ભાન કરાવ્યું છે. દેશની તમામ શાળાઓ આ નીયમને અનુસરશે એવી શ્રદ્ધા છે.

-‘એકલવ્ય’ (ડૉ. શશીકાન્ત શાહ)

‘સંસ્કારબીંદુ’

બુદ્ધુના બનાવ અમને

બુદ્ધુ ના બનાવ અમને

બુદ્ધીને રેડીમેડ ઘાસચારો નાખીને,

દોડવા દે, શોધવા દે મને ખુદને

રોક નહીં એટીકેટની ધુંસરી નાખીને…

ભલે ભાંગતી પરમ્પરા, ને છો ડોહળાતા ધરમ,

ખુદ ખોજેંગે મીલ-મીલાકે, નઈ દુનીયા, નયા કરમ

ભીરુ ના બનાવ અમને,

ભેજામાં અલ્લા-ઈશ્વર-ગોડ નાખીને,

છુટવા દે, ઉડવા દે અમને,

21મી સદીના રોકેટે ચડીને…


ઉંચ-નીચના ભેદભાવ ’ને રાજનીતીના ભેદભરમ,

ઈક્વલ વર્લ્ડ ઈઝ પોસીબલ, બોસ, કુછ તો કરો શરમ !

ઈર્રેશનલ ના બનાવ અમને,

ગળાકાપ રમત – ખુનખરાબા શીખવાડીને,

દુનીયાભરના થવા દે અમને,

ઘર-સમાજ-દેશના સીમાડા ભેદીને…


બુદ્ધુ ના બનાવ અમને, બુદ્ધીશાળી થવા દે અમને…

Kiran Trivedi

G-202, Satej Apt., Nr. Sanskar Tower,

Opp- Auda Sports, Thaltej, Amdavad-380 054

Mobile – 92272 34815

eMail – kirantrivedi.kt@gmail.com

સુરતથી પ્રકાશીત થતા ગુજરાતમીત્રદૈનીકમાં, વર્ષોથી ‘એકલવ્ય’ના ઉપનામે ડૉ. શશીકાન્ત શાહની લોકપ્રીય કૉલમ શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓપ્રગટ થાય છે.

તા.6 જુલાઈ, 2010ના અંકમાં છપાયેલો આ લેખ, લેખકનાઅનેગુજરાત મીત્રનાસૌજન્યથી સાભાર

સંપર્ક:

ડૉ. શશીકાંત શાહ, 35–આવીશ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત-395 009 (કાયમી સરનામું)

ફોન: (0261)277 6011 સેલફોન: 98252 33110

ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in


લેખક હાલ અમેરીકા છે એટલે ઈ–મેઈલથી જ તેમનો સમ્પર્ક કરી શકાશે.

ડૉ. શશીકાન્તભાઈ શાહ, વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના શીક્ષણવીભાગના વડા તરીકે વર્ષો કામ કરી, આ જુનની ૧૪મીએ નીવૃત્ત થઈ, તા. ૧૫મી જુન, ૨૦૧૦ના દીને જ, પત્ની કુમુદબહેન જોડે, ન્યુ યોર્ક રહેતા પોતાના દીકરા સંગાથે છ માસ રહેવા ગયા છે.. ત્રણેક માસ પર એમણે કરાવેલી બાયપાસ સર્જરી પછી છ માસના આરામની એમને જરુર પણ હતી જ.. આખી જીન્દગી એમણે શીક્ષણક્ષેત્રમાં જ ગાળી છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુgovindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ9–07–2010

આ લેખ તમને ગમે તોgovindmaru@yahoo.co.in ર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.

પ્રા. શશીકાન્ત શાહ

‘વેલૅન્ટાઈન-ડે’

ફરી વૅલેન્ટાઈન ડે આવી પહોંચ્યો :

ચાલો, ‘પ્રેમજાળ’માં ‘ફસાવા’ માટે કોણ તૈયાર છે ?

“અમેરીકામાં એક સ્થળે મારું પ્રવચન પુરું થયા પછી એક શ્રોતાએ મને પ્રશ્ન પુછ્યો, ‘ભારતમાં શાળાઓમાં અભ્યાસ કરતા વીદ્યાર્થી- ઓના વાલીઓની સૌથી મોટી ચીંતા કઈ હોય છે ?’ મારો ઉત્તર હતો, ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’ ફરી એક વાર ‘વેલૅન્ટાઈન-ડે’ આવી પહોંચ્યો છે. નીર્દોષ, માસુમ, મુગ્ધાવસ્થામાંથી પસાર થતી સગીર વયની છોકરીઓને ફસાવવા માટેનું મંગલ પર્વ ! ભારતીય સંસ્કૃતીના પુરસ્કર્તાઓ ઘાંટા પાડી પાડીને થાકી ગયા કે, ‘અશ્લીલ, બીભત્સ ડેઝની ઉજવણી બંધ કરો’ પરંતુ એમની વાત કોણ સાંભળે ?

નોંધ: આ લેખમાં હવે પછી જ્યાં જ્યાં ‘પ્રેમ શબ્દ પ્રયોજાયો છે ત્યાં ત્યાં એનો અર્થ ‘સેક્સ’ સમજવો અને કરવો.”

_____________________________________________________________________________

(લેખાંક – પહેલો)

ગયા અઠવાડીયે આધુનીક ‘પ્રેમ’ની પરીભાષા સમજાવતો અદ્ ભુત અને સૌ પ્રેમીઓની આંખ ખોલી નાંખે તેવો કીસ્સો પ્રકાશમાં આવ્યો. ‘પ્રેમ’નું મંગલ પર્વ નજીક છે ત્યારે આ કરુણ પ્રેમકહાણી પર નજર નાંખીને પછી ચર્ચા આગળ વધારીએ–

‘અઢાર વર્ષ પુર્વે જોધપુરની એક શાળામાં નવમા ધોરણમાં ભણતી છોકરી, એની સાથે અભ્યાસ કરતા એની જ ઉંમરના એક ટપોરીના પ્રેમમાં પડી. પ્રેમકહાણી આગળ ચાલી. છોકરી કૉલેજમાં દાખલ થઈ પછી પણ એ પ્રેમ સમ્બન્ધ ચાલુ રહ્યો. (ફરીથી નોંધી લો; જ્યાં ‘પ્રેમ’ શબ્દ આવે ત્યાં ‘સેક્સ’ વાંચવું.) ત્યાર પછી છોકરી પુખ્ત વયની થઈ એટલે સુરતના એક બીઝનેસમેન સાથે એનાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી પણ પેલા ટપોરીએ આ યુવતીનો અને યુવતીએ ટપોરીનો સાથ ન છોડ્યો. સાચો ‘પ્રેમ’ હતો ને ! દરમ્યાનમાં, ટપોરીને જોધપુરમાં જ મહીને ત્રણ હજાર રુપીયાના પગારની વૉચમેનની નોકરી મળી ગયેલી. એનાં લગ્ન પણ થઈ ગયાં. એ દર મહીને બેફામ ખર્ચ કરતો એટલે પૈસા ખુટી પડતા. પૈસા ખુટે એટલે ટપોરી સુરત આંટો મારી જાય, પ્રીયતમાને મળે, પ્રેમ કરે અને દરેક ફેરે પાંચ હજાર રુપીયા ખીસામાં મુકી પાછો જોધપુર જતો રહે. બીઝનેસમેનની પત્ની બે મોબાઈલ ફોન રાખતી ! એક પરથી પેલા ટપોરી સાથે સતત પ્રેમાલાપ અને એસએમએસની આપ-લે ચાલ્યા કરે. લાંબે ગાળે પતીને ખબર પડી એટલે એણે અનૈતીક સમ્બન્ધ તોડવા માટે પત્ની પર ભીંસ વધારી. ગયા અઠવાડીયે ટપોરી સુરત ઉઘરાણીએ નીકળ્યો ત્યારે લાચારીવશ યુવતીએ પાંચ હજાર રુપીયા આપવાની ના પાડી. (પ્રેમ કરવાની ના નહીં પાડી હોય એવું મારું માનવું છે.) ટપોરીને પ્રેમ મેળવવા કરતાં વધુ રસ પાંચ હજાર રુપીયા મેળવવામાં હતો. પૈસા નહીં મળ્યા એટલે ટપોરીએ પોતાના હાથે પોતાની ‘વૅલેન્ટાઈન’નું ક્રુરતાપુર્વક ખુન કરી નાંખ્યું ! બાહોશ પોલીસ અધીકારીઓ સદ્ ગત યુવતીના મોબાઈલ ફોન પર નોંધાયેલા પ્રેમસંદેશાઓને આધારે જોધપુર પેલા ટપોરી સુધી પહોંચી ગઈ અને તેને પકડીને જેલમાં ધકેલી દીધો.’

જે પ્રેમીજનો ‘વૅલેન્ટાઈન ડે’ના મંગલ પર્વે આ પ્રેમકહાણીનું પારાયણ કરશે તેઓ પોતાને સડકછાપ ટપોરીઓથી બચાવી શકશે અને અપમૃત્યુથી બચી શકશે.

ઉપરોક્ત પ્રેમકહાણીનું થોડુંક વીશ્લેષણ કરી લઈએ ? નવમા ધોરણમાં ભણતી અને એક માસુમ–અબુધ છોકરી ચૌદમા વર્ષે પોતાને માટે પ્રીયતમ પસંદ કરે છે ! છોકરાને પરખવાની અને એના ગુણદોષ તપાસવાની એ કન્યાની ક્ષમતા કેટલી ? પણ ભાઈ, એ તો ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ હતો, પ્રથમ દૃષ્ટીએ થયેલો પ્રેમ હતો, એને કંઈ થોડો અવગણાય ? બીચારી ભોળી યુવતી, લગ્ન પછી પણ જુના પ્રેમીને તન, મન અને ધન (રુ. 5000/- અંકે પાંચ હજાર પુરા પ્રત્યેક ફેરાના !) અર્પણ કરતી રહી. જ્યારે પતીના દબાણથી લાચાર બનીને એણે પાંચ હજાર રુપીયા આપવાનો ઈન્કાર કર્યો તો પેલા આધુનીક મજનુ એના બે વર્ષના બાળકની સામે જ એનું ખુન કરીને ભાગી ગયો.

બીજી એક વાત, એ આધુનીક યુવતી ‘ગૃહીણી’ હોવા છતાં; બબ્બે મોબાઈલ ફોન રાખતી હતી ! પતીની વીનંતી, કાકલુદી, સુચના બધું અવગણીને એણે સ્વચ્છંદ રીતે વર્તવાનું ચાલુ રાખ્યું હશે ને ? ટપોરીમાં મુકેલા વીશ્વાસનો ભંગ થયો તેથી અંતીમ પળોમાં એને કેટલી છટપટાહટ થઈ હશે, કેટલો પશ્વાત્તાપ થયો હશે ? ભારતની અદાલત હવે બે ત્રણ દાયકા સુધી કેસ ચલાવીને ટપોરીને યોગ્ય સજા ફટકારે એવી અપેક્ષા રાખીએ.

મને નીયમીત રીતે કેટલાક વાલીઓ તરફ્થી પૃચ્છા થતી રહે છે; ‘અમારી દસમા ધોરણમાં ભણતી પુત્રી ગુમરાહ થવા માંડી છે, શું કરીએ ? અમારી નવમા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રી આખો દીવસ મોબાઈલ ફોનને વળગેલી રહે છે. અમે એ મોબાઈલ-ફોન ચૅક કરી શકીએ ? અમારી અઢાર વર્ષની પુત્રી પાંચ-સાત ખરાબ છોકરા-છોકરીઓની સંગતમાં ફસાઈ ગઈ છે. એના જ ક્લાસમાં અભ્યાસ કરતી એક છોકરીએ મને ફોન કરીને જણાવ્યું, ‘અંકલ, તમારી દીકરી અત્યારે ફલાણા સરનામે એના મીત્રો સાથે ગ્રુપસેક્સ માણી રહી છે. એનું દ્વીચક્રી વાહન ત્યાં જ પડેલું તમને દેખાશે. એને બચાવી શકાય તો બચાવી લો, જો કે હવે ખુબ મોડું થઈ ગયું છે.’ ફોન પત્યો કે તરત ધંધો પડતો મુકીને હું પેલા સરનામે દોડીને પહોંચ્યો તો બાતમી સાચી નીકળી. હું છોકરીને મારપીટ કરીને ઘરે તો લઈ આવ્યો; પરંતુ હવે શું કરવું ? હું ક્યાં સુધી એનો ચોકી પહેરો કરીશ ?’

આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણે ખોળવા પડશે. એકવીસમી સદીનો યક્ષ પ્રશ્ન આ છે, ‘ચૌદ–પંદર વર્ષની દેખાવડી છોકરીને શીકારીઓની પ્રેમજાળમાં ફસાતી કેમ રોકવી ? એક વાત ચોક્કસ છે, જેમણે પોતાનાં સંતાનોને ગળથુથીમાં જ સારા સંસ્કાર આપ્યા છે એમને માટે ચીન્તાનું કોઈ કારણ નથી. સંસ્કારી છોકરીઓ તો જંગલી વરુઓને એમની ભુખી–પ્યાસી નજર પરથી જ પારખી લે છે. અને એમનાથી દુર ભાગે છે. એટલે જેઓ કુટુમ્બમાંથી પાયાના સંસ્કાર મેળવીને આવેલા છે એમને માટે કોઈ પ્રશ્ન નથી. આવાં સંતાનોનાં માતા-પીતા પણ નીશ્ચીન્ત રીતે સંતાનો પર વીશ્વાસ મુકે છે અને એમણે કદી નીરાશ થવું પડતું નથી.

જે બદચલન યુવતીઓ સ્વભાવગત રીતે રોજેરોજ પુરુષો બદલવા ટેવાયેલી હોય એમને માટે કોઈ પ્રશ્ન હોતો નથી. (એમને મળવાનું થાય ત્યારે પુરુષે પોતાની લાજ બચાવવાની રહે !) સમાજના સદ્ નસીબે આવી યુવતીઓની સંખ્યા નહીંવત્ હોય છે. જે યુવતીઓ પુખ્તવયે, વીસ-બાવીસની ઉંમર વીતાવ્યા પછી જાણી-સમજીને ટપોરીઓથી છેતરાય છે કે એમની પ્રેમજાળમાં ફસાય છે એમને પણ આપણે હાલપુરતું આપણી ચર્ચામાંથી બાદ રાખીએ છીએ.

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છોકરા–છોકરીઓનો છે, જેઓ મુગ્ધાવસ્થામાં ચૌદ, પંદર કે સોળ વર્ષની ઉંમરે સામા પાત્રની પ્રેમજાળમાં ફસાઈને બરબાદ થાય છે, બ્લેકમેઈલ થાય છે અને જાન ગુમાવે છે. જ્યારે તરુણાવસ્થામાંથી પસાર થતી કોઈ તરુણી આત્મહત્યા કરે ત્યારે એને એની જ ઉંમરના બૉયફ્રેન્ડ દ્વારા છેતરવામાં આવી હોવાની સંભાવના વીશેષ હોય છે. બૉયફ્રેન્ડના દુરાગ્રહને વશ થઈ પ્રેમનો આનંદ લુંટ્યો, હવે પરીણામ નજર સામે દેખાઈ રહ્યું છે. બૉયફ્રેન્ડ તો સમાચાર સાંભળીને જાન બચાવવા ભાગી છુટ્યો. હવે શું કરવાનું ? કરી લો, આત્મહત્યા ! બૉયફ્રેન્ડને તો વૅલેન્ટાઈન ડે આવશે એટલે બીજો, ત્રીજો કે ચોથો શીકાર મળી જ રહેવાનો છે !

એમ.એડ્.નો મારો એક તેજસ્વી વીદ્યાર્થી સુરત શહેરની કહેવાતી શ્રેષ્ઠ શાળામાં માધ્યમીક વીભાગમાં વીજ્ઞાન ભણાવે છે. એણે મને ચોંકાવનારી માહીતી આપતા કહ્યું, ‘સર, મારા ક્લાસમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતો દુર્જન (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) રોજ કારમાં બેસીને સ્કુલે આવે છે. એના પીતાજી ટૅક્સટાઈલના બીઝનેસમાં મોટા ઉદ્યોગપતી છે. દુર્જને એક દીવસ રીસેસમાં પોતાના ક્લાસના છોકરાને કહ્યું, ‘મેં આજ સુધીમાં સાત છોકરીઓને ભોગવી છે, હજુ ઘણી બધી લાઈનમાં ઉભી છે !’ મેં ક્લાસ પાસેથી પસાર થતી વખતે કાનોકાન આ વાત સાંભળી. છોકરાને બોલાવી થોડીક સલાહ આપી છે; પણ કોઈ ફેર પડે તેમ લાગતું નથી. લાઈનમાં ઉભેલી છોકરીઓના ભાગ્ય ખુલી જશે ! આવા કીસ્સા એકલ-દોકલ બને છે એવું માનવાની ભુલ કરવા જેવી નથી.

માતા-પીતા નવમા-દસમા ધોરણમાં અભ્યાસ કરતાં સંતાનોના મોબાઈલ ફોન ચૅક કરી શકે કે નહીં ? મારો જવાબ છે, ‘બેશક,’ એમણે સમયાંતરે સંતાનોને વીશ્વાસમાં લઈને એમના મોબાઈલ ફોન ચૅક કરવા જ જોઈએ.’ મેં જ્યારે એક વાલીમંડળની સભામાં આ વીચાર વ્યક્ત કર્યો ત્યારે આધુનીક મોંઘાં વસ્ત્રોમાં સજ્જ એક યુવાન વાલીએ મને ગંભીરતાથી પડકાર્યો, ‘તમે કઈ સદીમાં જીવો છો ? મારી દીકરીનો મોબાઈલ ફોન હું કેવી રીતે ચૅક કરી શકું ? કોઈ પણ પીતાને એવો અધીકાર કેવી રીતે મળે ?’

ત્યાર પછી મેં એમને મારું દૃષ્ટીબીંદુ વીસ્તારથી સમજાવ્યું અને અંતે એ પણ પુછી લીધું, ‘તમે તમારાં પંદર વર્ષના સંતાનને મોબાઈલ ફોન શા માટે અપાવો છો તે મને સમજાવશો ?’ તરુણાવસ્થામાં સ્માર્ટ છોકરા–છોકરીઓને ગુમરાહ થવામાં, ખોટે માર્ગે જવામાં, સૌથી વધુ મદદરુપ થનારાં બે સાધનો છે, દ્વીચક્રી વાહન અને મોબાઈલ ફોન. જો શીસ્ત અને સંયમ સાથે બન્નેનો ઉપયોગ થાય તો તરુણો માટે એ બન્ને સાધનો આશીર્વાદરુપ, નહીં તો મોતનો પયગામ !

(ક્રમશ:)

શશીકાંત શાહ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતના તા. 10 ફેબ્રુઆરી, 2010ના અંકમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’ માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

ડૉ. શશીકાંત શાહ, 35–આવીશ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત395 009

ફોન: (0261)277 6011 સેલફોન: 98252 33110 ઈ-મેઈલ : sgshah7@yahoo.co.in

અક્ષરાંકન–ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.wordpress.com/

પર પોસ્ટ કર્યા તારીખ– 14–02–2010 ‘વૅલેન્ટાઈન-ડે’

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in

પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ

છે, તરત મોકલીશ.’