ગો. મારુ (જનરલ)

વીતેલું વર્ષ 2014 નો વાર્ષીક અહેવાલ

‘અભીવ્યક્તી’ બ્લોગના વહાલા વાચકો, પ્રતીભાવકો અને લેખકમીત્રો,

આપ સર્વમીત્રોના ઉત્સાહ, પ્રોત્સાહન અને સહકારથી ‘અભીવ્યક્તી’છ વર્ષની સુવાંગ મઝલ પુરી કરી છે. ‘વર્ડપ્રેસ વેબસાઈટ’ તરફથી ‘અભીવ્યક્તી’ બ્લોગનો વીતેલા વર્ષ 2014નો વાર્ષીક અહેવાલ મળ્યો, જેમાં ‘અભીવ્યક્તી’એ જે સીદ્ધી હાંસલ કરી છે તે બતાવી છે. તે માટેનો સઘળો યશ, લેખોના લેખકો, વાચકો અને પ્રતીભાવકોને અર્પણ કરી, આપ સર્વમીત્રોના ઋણનો નમ્રભાવે સ્વીકાર કરી, આ યશ આપ સૌને અર્પણ કરું છું.

નવા વર્ષ 2015 ની અઢળક શુભેચ્છાઓ અર્પી, આ વર્ષે પણ આપ સૌનો વહાલભર્યો સહકાર ‘અભીવ્યક્તી’ને મળી રહેશે તેવી આશા વ્યક્ત કરું છું.

સમ્પુર્ણ વાર્ષીક અહેવાલ માટે નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનન્તી..

Click here to see the complete report.

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 50,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 19 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

ગો. મારુ (જનરલ)

2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 59,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 22 sold-out performances for that many people to see it.

આ રીપોર્ટ વીગતે જોવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરવા વીનન્તી:

Click here to see the complete report.

ગો. મારુ (જનરલ)

‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોનો ‘ઈજનેરી ચમત્કાર’

       મંગળ પર જીવનની શક્યતાઓની તપાસ, તેની આબોહવા, ભુસ્તરશાસ્ત્રનો અભ્યાસ અને મંગળ પર માનવ મીશન માટેની માહીતી એકત્ર કરવા માટે તા. ૫ ઓગષ્ટ, ૨૦૧૨ના રોજ મંગળ પર ‘ક્યુરીયોસીટી રોવર’એ ક્ષતી રહીત સફળ ઉતરાણ કરીને પ્રારંભીક તસવીરો મોકલી હતી. નાસાના વૈજ્ઞાનીકો અને ઈજનેરોનું આ પરાક્રમ રોબોટીક અવકાશયાનના ઈતીહાસમાં એક સૌથી પડકારરરુપ સીદ્ધી છે, અને ગ્રહીય સંશોધનના નવા યુગ માટે દ્વાર ખોલ્યું છે. આવો ‘ક્યુરીયોસીટી રોવર’ના બે વીડીઓ માણીએ અને ‘નાસા’ના વૈજ્ઞાનીકો અને ઈજનેરોને અઢળક અભીનન્દન આપીએ….

ધન્યવાદ.

–ગોવીન્દ મારુ

Click Here for How to get to Mars. Very Cool:

(1)

http://www.youtube.com/embed/XRCIzZHpFtY?rel=0

(2)

http://www.youtube.com/watch?v=4ddtoZNidIM&feature=player_embedded

ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ: 14–09–2012

ગો. મારુ (જનરલ)

નમ્ર નીવેદન

મારા બ્લોગના વહાલા વાચકો,

પહેલી જ વાર આપ સૌને હું આમ સમ્બોધી રહ્યો છું..

આપ સૌના સ્નેહથી મારા અભીવ્યક્તી બ્લોગ https://govindmaru.wordpress.com/ ની મજલ સુવાંગ ચાલી રહી છે. તે માટે આપ સૌને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા.. વાચકોને સ–સ્નેહ સલામ…!

કેટલાક ઉત્સાહી વાચકો વળી, માત્ર વાંચે એટલું જ નહીં; અંદરનું લખાણ ઉપાડી મીત્રોને તેની લહાણી કરવાનો પણ ભારે ઉમળકો ધરાવે. બહુ સારી વાત છે. સાચે જ તેઓ પરોપકારી મધુમખ્ખીનું કામ કરે છે. ઉપકાર અને આભાર.. રૅશનલવીચારો લોકોને ગમે અને આમ જ તે વહેંચાતા–વંચાતા રહે તેમાં કશું ખોટું નથી. તે જ તો તેનો હેતુ છે ! તેવા પરોપકારી મીત્રો માટે જ આ એક વીનન્તી છે.. કે લખાણ ભલે ઉઠાવો ને મીત્રોને મોકલો; પણ નીચે લેખક અંગેની જે વીગતો મુકી હોય તે પણ પુરેપુરી ઉઠાવીને બ્લોગના સૌજન્ય સ્વીકારીને મીત્રોને મોકલો. પુરો યશ લેખકને મળવો જોઈએ.. જેથી એ લખાણ પોતાના બ્લોગ ઉપર પણ કોઈ મુકે તો તે આ માહીતી પણ મુકવા પ્રેરાય..

આવી ભુલને કારણે હાલ બ્લોગ મીડીયા અને પ્રીન્ટ મીડીયા બન્નેના જરા જુદા જ અનુભવો મને થયા તેથી આ લખવા પ્રેરાયો છું. કોઈ માટે મારા મનમાં ક–ભાવ નથી. કોઈની માનહાની કરવાનોય ઈરાદો નથી.

મારા બ્લોગમાંની કોઈ પણ સામગ્રી કોઈને પણ ઉઠાવવાની પ્રેમભરી છુટ છે.

હવે અનુભવની વાત….

તા. 11/09/2009ના દીને મારા બ્લોગ પર મેં શ્રી દીનેશ પાંચાલનો એક લેખ જીવતી માનું શ્રાદ્ધપ્રગટ કરેલો.. લગભગ સવા–દોઢ ડઝન જેટલા બ્લોગમાં તે બેઠ્ઠો જ પ્રગટ થયો ! તેમાં કશું ખોટું નથી. પણ ખોટું ક્યાં થયું કે લેખ નીચે મેં લેખકની જે માહીતી આપેલી તે તેમણે નહીં મુકેલી. મારા બે સ્નેહી મીત્રોએ મને ખબર આપી. મેં સૌને મેઈલ લખી પ્રેમથી. તે પૈકી મોટાભાગના મીત્રોએ તે ભુલ સુધારી લીધી. કેટલાકે લેખકને ફોન કરી, ક્ષમા માગી. તે સૌ બ્લોગર મીત્રોને  લેખકના અને મારા પણ ખુબ અભીનન્દન અને આભાર..

સુરતથી નીકળતા એક જ્ઞાતી પુરતા મર્યાદીત માસીકના ફેબ્રુઆરી ૨૦૧૦ના અંકમાં તો તે લેખ બેઠ્ઠો જ પ્રકાશીત થયો અને વળી મુળ લેખકના નામનો ઉલ્લેખ કે આભારના સૌજન્યની તો ઐસી કી તૈસી કરી; અમેરીકામાં વસતાં તે જ જ્ઞાતીના એક દમ્પતીએ તે પોતાને નામે ચડાવી છપાવી માર્યો ! અમે સ્નેહથી આ વાત તે માસીકના તંત્રીશ્રીના ધ્યાને આણી. તેમણે આગામી માર્ચના અંકમાં તે ભુલ સુધારી લેવાની ખાતરી આપી તેમણે પણ લેખકને ફોન કરી ક્ષમા માગી. તેમનો બચાવ એટલો કે આ લેખ મારા મીત્રે મને મેઈલથી મોકલેલો ને તે આટલો જ હતો ! સમજાયું મીત્રો ?

મારી ફીકર–નીસ્બત એટલી જ છે કે લખાણનો યશ લેખકને મળવો જ જોઈએ. આપણે એમને કશો પુરસ્કાર ન આપી શકીએ; પણ આ તો આપણા હાથની વાત છે ! અને હું લેખકની પરવાનગી લઉં, તેમને પ્રુફ પણ વંચાવું, તેમનાં નામ–સરનામાંની ઝીણીઝીણી વીગત મેળવું, તે લેખ પહેલાં ક્યાં છપાયો તેની વીગત અને તેનો પણ આભાર માનું છું.. મારી કોઈ પણ પોસ્ટ તમે ચૅક કરી શકો. તો મારા આટલા પરીશ્રમ માટે મને ‘આ લેખ https://govindmaru.wordpress.com/ પરથી લીધો છે’ એટલું લખી નાનકડું પ્રારીશ્રમીક પણ તમે મને નહીં આપશો ? સુજ્ઞેષુ કીમ્ બહુના !

તે સૌ બ્લોગર મીત્રોને મેં લખેલા પત્રની નકલ આ સાથે મુકું છુઃ—

– – – – – – – – – – – – – – – – – – – – –

વહાલા બ્લોગર મીત્ર,

મારા બ્લોગ https://govindmaru.wordpress.com/ પર મુકવામાં આવતી સઘળી પોસ્ટના લેખકની હું પુર્વ પરવાનગી મેળવું છું. તે મળ્યા પછી તેમનાં લખાણ સાથે તેમનું પુરું નામ, સરનામું, ફોન નંબર, ઈ–મેઈલ આઈડી પણ આપું છું. એટલું જ નહીં જે અખબાર કે સામયીકમાં તે લેખ કે ચર્ચાપત્ર  પ્રસીદ્ધ થયો હોય તો તે .અખબાર કે સામયીકનું અને લેખકનું સૌજન્ય સ્વીકારવાનું સૌજન્ય પણ હું સાભાર દાખવું છું.

આપે મારા બ્લોગ ઉપરથી ‘જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો’‏ પોસ્ટ ઉઠાવી આપના બ્લોગ ઉપર  મુકી તે મારે માટે, મારા બ્લોગ માટે અને લેખક માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે; કારણ આપણો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે. પરંતુ મીત્ર, ખેદ સાથે કહું કે તેમાં આપે ન તો મારી પરવાનગી લીધી, ન તો લેખકની અનુમતી માંગી કે ન તો મારા બ્લોગનું સૌજન્ય સ્વીકારવાની સજ્જનતા દાખવી !

આપે લેખ મુકતાં પહેલાં મારી કે લેખકની અનુમતી મેળવવાની જરુર હતી એમ આપને નથી લાગતું ? હું આપને કંઈ ના થોડો જ કહેવાનો હતો ? બલકે લેખકશ્રીની પરવાનગી પણ હું આપને ઉમંગથી મેળવી આપત..!

ચાલો જે થયું તે.. મારી આપને વીનંતી કે આપ મારા બ્લોગ પરના ‘જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો’‏ લેખની નીચે, મેં જે જે સૌજન્યો દાખવ્યાં છે તે તથા લેખક અંગેનીય સઘળી માહીતી સહીત પુરેપુરાં દાખવો–દર્શાવો. આ પ્રમાણે –

લેખક – શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508 ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.wordpress.com/ પરથી સાભાર…

બસ આટલું જ. ભવીષ્યે પણ કોઈ પોસ્ટ તમને ગમે તો પુરી સૌજન્ય સામગ્રી સહીત તે લેખ મુકશો.. અને જો આ તમને માન્ય નહીં હોય તો સત્વરે જ આ મેઈલ મળતાં તમારા બ્લોગ પરથી તે લેખ હટાવી લેશો એવી તાકીદ હું આપને કરી શકું ?.. આ હું આપના પ્રતી સદ્ ભાવથી લખી રહ્યો છું; પણ આ વીનંતીને આપ હળવી રીતે ન લેશો. મારા બ્લોગ ઉપર મેં કૉપીરાઈટ અંગેની સુચનાયે મુકી છે તે જોવા વીનંતી..

આપણ સૌ બ્લોગરો પરસ્પર સ્નેહ, સહકાર અને સમજદારીથી સ–આદર વ્યવહાર કરીશું તો ગુજરાતી ભાષા અને સમાજની સારી સેવા થઈ શકશે એવી પ્રતીતીથી હું લખી રહ્યો છું અને તેવા જ સ્પીરીટથી તમે આ વાત સ્વીકારો એવી અપેક્ષા રાખું છું.. મને તમારો જવાબ જરુર લખજો

આપનો સ–સનેહ,

ગોવીન્દ મારુ

– – – – – – – – – – – – – – – – – – – – –

બસ, મારી આટલી જ આપ સૌને વીનંતી..

મને આ અંગેની માહીતી આપનાર મારા બે દીલાવર દોસ્તોનો હું દીલથી આભાર માનું છું..

ગોવીન્દ મારુ

6 March, 2010

ગો. મારુ (જનરલ)

દીપાવલી તેમજ નુતન વર્ષની હાર્દીક શુભકામનાઓ..

animatin dip

(ફોટો: વેબ પરથી)

દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ

દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો

અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં

આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે,

પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..


slide26s

નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ

અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ

પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે

એવી હાર્દીક કામનાઓ..


–  ગોવીન્દ મારુ અને પરીવાર –

https://govindmaru.wordpress.com/

October, 2009


ગો. મારુ (જનરલ)

વર્ષગાંઠે

Pavan

પ્રીય પવન,

Happy Birthday

તારા જીવનની અધુરપ

અને તરસ સંતોષાય

તેમ

આ વર્ષે સંસારનું વર્તુળ શરુ કરો

એવી, ૨૭મા જન્મ દીવસે

અમારી હાર્દીક અભીલાષા છે.

તારાથી ઘણા દુર છતાં

તારી નજીક જ સદાનાં

તારાં,

મમ્મી – પપ્પા

સપ્ટેમ્બર ૯, ૨૦૦૯

ï ô ï ó ï

જીન્દગી તમ ફોરમ સમી મહેંકી રહે,

ને રાત સ્નેહ–સ્વપ્ને સજતી રહે.

વહે કદી ના તુજ નયનથી અશ્રુસ્રોત,

વીલસતા મુખને ના પડે સ્મીતનીય ખોટ.

ઝળહળતું રહે જીવન પ્રસીદ્ધીના વ્યોમમાં,

ગુંજન થયા કરે, પ્રકૃતીની ભોમમાં.

મળે તને ઉમંગોની હરેક પળ,

જેમ અમૃત બની વરસે ઉર્મી–વાદળ

આજ ‘ તું ’ લાગે, પુનીત સમ મુર્તી

માંગું હું આજ તુજ કામના પુર્તી

સંકલીત

ગો. મારુ (જનરલ)

કાર્ય શીબીર: ખગ્રાસ સૂર્યગ્રહણ-2009

ગોવીન્દ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.

21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત(AAAS) સંસ્થા દ્વારા કોળીભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ રોમાંચીત થઈ ગઈ. તા.21/07/૨૦09ના રોજ શ્રી ગોવીંદ મારુની આગેવાની હેઠળ ડૉ. દીપક દેસાઈ, ડૉ. ધનસુખભાઈ પટેલ અને શ્રી ભુપેન્દ્ર ઝેડ.  નવસારીથી સુરત-કામરેજ જવા રવાના થયા. ત્યારે નવસારીમાં અષાઢી મેહુલો મસ્ત-મસ્ત ઝરમર-ઝરમર વરસતો.. અમોને વીદાય આપવા વેસ્મા હાઈ-વે સુધી આવ્યો. મઝા આવી, સાથો-સાથ મનમાં ચિંતા પણ થતી કે સુરતમાં વરસાદ હશે કે નહિ ? વેસ્મા હાઈ-વેથી કામરેજ(જી. સુરત) થઈ અમારી ટીમ કોળી-ભરથાણા ગામની સીમમાં આવેલી અત્યંત સુન્દર અને જાજરમાન ‘આત્મીય વિદ્યા મંદીર’ના કેમ્પસમાં દાખલ થયા ત્યારે વરસાદ ગાયબ થઈ જતાં ફરીથી જાણે હરખનું તેડું આવ્યું હોય તેમ અમોએ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા પુર્ણ કરી ગરમા ગરમ ચા-નાસ્તો કરીને શાળાના પવીત્ર અને ચોખ્ખાઈભર્યા માહોલથી અનહદ આનંદ અનુભવીને ‘આત્મીય વીદ્યા મંદીર’ના હોલમાં પ્રવેશ કર્યો. દેશ-વીદેશના વૈજ્ઞાનીકો, શીક્ષકો, જીજ્ઞાસુ મીત્રો અને વીદ્યાર્થી ડેલીગેટસ તેમજ ‘આત્મીય વીદ્યા મંદીર’ના ધોરણ 8-10ના વીદ્યાર્થીઓથી  હોલ છલોછલ ભરાઈ ગયો હોવા છતા નીરવ શાંતિ વચ્ચે અમો મોડા પહોચ્યા- ત્યાંરે  કાર્યક્રમ શરુ થઈ ગયો હતો.

‘સુર્યગ્રહણ’ના પ્રથમ પગથીયાનો તેજ લીસોટો જાણીતા ખગોળ વૈજ્ઞાનીક ડૉ. બ્રીજમોહન ઠાકોરે પાડ્યો. તેઓએ Activities for Solar Eclipse” પર પ્રવચન આપવાનું શરુ કરી ઉપસ્થીત સૌને એક તાંતણે બાંધી દીધા. સુર્યની શક્તી, પ્રકાશ, અંતર, સુર્યના રહસ્યો, આભામંડળ,  સુર્યગ્રહણ, વીષે ઉંડાણથી સરળ અંગ્રેજીમાં સમજ આપી. ત્યાર બાદ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના સેક્રેટરી શ્રી નરેન્દ્ર ગોરએ “સુર્યગ્રહણ સબંધી માન્યતાઓ તેમજ અંધશ્રધ્ધાઓ” અંગે સીધી-સાદી ગુજરાતી-અંગ્રેજી ભાષામાં વાતો કરીને સૌનું મન જીતી લીધું હતું. તેઓના વક્તવ્યને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યાર બાદ          ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી(પી.આર. એલ.)ના સીનીયર સાયન્ટીસ્ટ ડૉ. હરી ઓમ વત્સએ Shadow Bands અંગે એટલાંટીકમાં કરેલ અનુભવને એનીમેશન ચીત્રો દ્વારા તેમજ શોધ નીબંધને સ્લાઈડ શૉ દ્વારા સમજાવેલ. ત્યાર બાદ ડૉ. જે. આર. ત્રીવેદીએ 36 વર્ષ પહેલા ઉલ્કાઓ ભેગી કરી રીસર્ચ લેબોરેટરીઝને પહોંચાડવાનો વીશ્વવીક્રમ સ્થાપ્યો હતો. તેવા આ સીનીયાર સાઈંટીસ્ટે Meteorite Collection with Studentsવીષય ઉપર સવીસ્તાર વ્યાખ્યાન આપ્યું.

ત્યાર બાદ પી.આર. એલ.ના એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ ડીવીઝનના પ્રો. ડૉ. રાજમલ જૈનએ Sun-Earth Relation વીષય ઉપર કહ્યું કે,  હું છેલ્લા ત્રણ વર્ષથી સુર્યની પાછળ પડ્યો છું. મને સૂર્યમાં ખુબ જ રસ છે. સુર્યની દીન-પ્રતીદીન, કલાક-મીનીટ, રોજ-બરોજની હીલચાલની નોંધ રાખું છું. છેલ્લા ત્રણ વર્ષના તેઓના સંશોધનમાં સુર્યએ કોઈ મુવમેંટ કરી નથી. ત્રણ વર્ષથી સુર્ય શાંત બેઠો છે- એ વૈજ્ઞાનીકો માટે ચીંતાનો વીષય છે. જો સુર્ય શાંત રહે તો પણ ઉપાધી અને તોફાને ચઢે તો પણ ઉપાધી છે. હમણાનું ગ્લોબલ વોર્મીન્ગ  માનવ સર્જીત છે. પણ ભવીષ્યમાં સુર્ય પણ ગ્લોબલ વોર્મીન્ગ માટે જવાબદાર રહેશે! સુર્યના પરીઘ ઉપર ગોળાકારમાં આપણે એક પછી એક પૃથ્વીઓ ગોઠવીએ તો 1,33,000 પૃથ્વીઓ ગોઠવી શકાય ! અને સુર્યમાં ઉપરથી એક મોટું બાકોરુ(કાણું) પાડીને સુર્યના પેટાળમાં એક પછી એક પૃથ્વી પધરાવીએ તો બે લાખથી પણ વધુ પૃથ્વીઓ સુર્યના પેટાળમાં જાય તો પણ એનો પેટાળો ભરાઈ નહીં !! એક કુતુહલ પ્રેરક વાત પણ કરી કે, ત્રાજવાના એક પલ્લામાં સુર્યને મુકીને વજન કરવું હોય તો આશરે દોઢ લાખથી વધુ પૃથ્વીની જરૂર પડે !!! અર્થાત્ સુર્ય આપણી પૃથ્વી કરતાં અનેક રીતે મોટો- ચઢીયતો છે !!!! આવી વાતો કરી સૌને મંત્રમુગ્ધ કરનાર ડૉ. જૈન સાહેબનું વક્તવ્ય કાબીલે દાદ હતું !

ત્યાર બાદ ચન્દ્રયાન પ્રોજેક્ટને કો-ઓર્ડીનેટ કરી રહેલ જાણીતા વૈજ્ઞાનીક ડૉ. નરેન્દ્ર ભંડારી એ Mission to Moon વીષય ઉપર ચન્દ્ર ઉપર માનવરહીત ‘ઈસરો’ દ્વારા મોકલવામાં આવેલ ‘ચન્દ્રયાન-1’ તેમજ હવે પછી મોકલવામાં આવનાર  ‘ચન્દ્રયાન -2’ના ચીત્રો સહીતની માહીતીથી સર્વે ડેલીગેટસને અચંબામાં મુકી દીઈને વીસ્તારથી સચીત્ર સમજ આપી હતી. અહેવાલના અંતે ‘ચન્દ્રયાન -2’ નું ચીત્ર સાદર છે.

એક નાનકડા કાર્યક્રમમાં ડૉ. જે. જે. રાવલ, પ્રમુખશ્રી, ઈન્ડીયન પ્લેનેટરી સોસાયટીની અદ્યક્ષતામાં તેમજ તમામ વૈજ્ઞાનીક/વક્તાશ્રીઓ, ‘આત્મીય વીદ્યા મંદીર’ના આચાર્યશ્રી ડૉ. યોગેશ રાવલના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી AAAS સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને તમામ ડેલીગેટસ તેમજ વીદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધવવામાં આવેલ. પરંતુ અન્ય રોકાણોને કારણે ડો. જે. જે. રાવલ સાહેબના વક્તવ્યનો લાભ મળ્યો નહી તેનું સર્વેને દુ:ખ રહ્યુ.

21મી જુલાઈએ થયેલ વરસાદે અમોને ભીંજવી દીધા હતા. 22મી જુલાઈએ થનાર ‘ખગ્રાસ સૂર્યગ્રહણ’ દેખાવાની કોઈ સંભાવના ન રહેતા અમારો ઉત્સાહ ઓસરવા લાગ્યો. અમારી વીજ્ઞાનમંચની ટીમ નીરાશ થઈને 22મી જુલાઈનો “live workshop” નો લાભ લઈ શકાય તેમ ન હોય, સાંજે 19-30 કલાકે ‘આત્મીય વીદ્યા મંદીર’ના કેમ્પસથી નવસારી પરત આવવા રવાના થયા ત્યારથી લઈને નવસારી પરત ફર્યા ત્યાં સુધી વરસાદે અમોને સાથ આપ્યો. અમો મીત્રો 8-30 કલાકે છુટા પડ્યા ત્યારે પણ દરેકના મનમાં ગ્રહણ નીહાળવાની ચીંતાઓના પહાડ ખડા થઈ ગયા. AAAS સંસ્થા આયોજીત આ કાર્યક્રમના યજમાન ‘આત્મીય વીદ્યામંદીર’નો ફાળો નાનો-સૂનો ન હતો. વીદ્યા મંદિરના આચાર્ય ડૉ. યોગેશ રાવલ સાહેબ તેમજ ટ્ર્સ્ટીમંડળના સભ્યો અને હરીભક્તોએ વર્કશોપમાં ભાગ લેનાર સર્વે વૈજ્ઞાનીકો, શીક્ષકો, વીદ્યાર્થીઓની ખડે પગે દેખભાળ રાખી એ બદલ એ તમામને ઢગલો ભરીને  અભીનંદન આપીએ તો પણ ઓછા છે..

22મી જુલાઈના રોજ અમારી ટીમ સુયગ્રહણ જોવા સમયસર એકઠી થઈ પરંતુ પરીણામ શુન્ય રહ્યું. ખગ્રાસ તો ઠીક પણ આંશીક સુયગ્રહણ પણ જોઈ શકાયું નહીં, એ વાતનો અફસોસ રહી ગયો. એ સમયે સમગ્ર પંથકમાં અંધારપટ છવાતાં પશુ-પક્ષીઓની દોડધામ, ચીચીયારી અને નગરજનોનો ઉત્સાહ વચ્ચે અમો ફરીથી ખુશ થયા. તેમજ ટી.વી. ચેનલો દ્વારા તારેગના(આર્યભટ્ટની કર્મભુમી), ગયા, અલ્હાબાદ, સોનભદ્ર, કોહીમા વીગેરેના આંશીક ગ્રહણ તેમજ વારાણસી અને ચીનના ખગ્રાસ ગ્રહણની વીવીધ તસ્વીરો નીહાળીને અનહદ આનંદ માણ્યો. હવે પછી આટલું લાંબુ સૂર્યગ્રહણ એક સદી પછી- એટલે કે 13 જુન, 2132 સુધી થનાર નથી. ત્યારે આપણામાની એક પણ વ્યક્તી જીવીત નહીં હશે !!

જાણીતા સાયન્સ એક્ટીવીસ્ટ શ્રી ધનંનજય રાવલની આગેવાની હેઠળ  યોજાયેલ કાર્યશીબીર દ્વારા અમોને ખુબ જ જાણવા મળ્યું તેનો આનંદ છે. AAASની સ્થાપક મીત્રો સર્વશ્રી જગદીશ થદાણી, ચરીતાર્થ વ્યાસ, નીકુંજ રાવલ , ફેનીલ પાટડીયા નો ખુબ ખુબ આભાર.

Chandrayan-2

ગો. મારુ (જનરલ)

ખગ્રાસ સુર્યગ્રહણ

Solar Eclips તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું વાતાવરણ પુન:સર્જાય, ત્યારે ભલ ભલા બહાદુર માનવીઓ ભયભીત થઈ જાય છે.

નરી આંખે સુર્યગ્રહણ નીહાળવું હીતાવહ નથી. તેમ કરવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. પ્રાચીન યુગમાં આવા હાનીકારક બનાવો બન્યા પણ હોય, તેનાથી ભયભીત થઈને આપણા પુર્વજોએ કોપાયમાન (માની લીધેલા) સુર્યદેવ(!)ને રીઝવવાના ભ્રામક ખ્યાલથી પ્રેરાઈને સુર્યગ્રહણ વખતે ઘર બહાર નહી નીકળવાનું સ્વીકાર્યું હશે! આ અગાઉ થયેલ ખગ્રાસ (સંપુર્ણ ગ્રહણ) નો આહ્ લાદક આનંદ માણવાને બદલે ઘરના બારી-બારણાં બંધ કરીને લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. એટલું જ નહી શીક્ષકો, પ્રાધ્યાપકો અને સરકારી કર્મચારીઓને ગ્રહણથી પીડાવું ન પડે તે માટે કેટલીક સરકારે રજા જાહેર કરી હતી. તેનું પુન: આંધળુ અનુકરણ ન થાય અને તા.22મી જુલાઈ, 2009ના રોજ બહુજન સમાજ સ્વતંત્રપણે વીચારે અને ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણનો આહ્ લાદક આનંદ માણી શકે તે આ બ્લોગરનો આ નમ્ર પ્રયાસ છે.

એક વર્ષમાં ઓછામાં ઓછા 02 અને વધારેમાં વધારે 07 ગ્રહણો થાય છે. 18 વર્ષ, 10-11 દીવસ અને 08 કલાકનું એક ગ્રહણચક્ર હોય છે. તે દરમ્યાન આશરે 70 ગ્રહણ થાય છે. તેમાં 42 સુર્યગ્રહણ અને 28 ચન્દ્રગ્રહણ થાય છે. પ્રમાણમાં 03 સુર્યગ્રહણ અને 02 ચન્દ્ર ગ્રહણ થાય છે. 223 ચંદ્રમાસ અથવા 6585 દીવસ અથવા એક ગ્રહણચક્ર વીત્યા બાદ તેના તે જ ગ્રહણો ફરીથી થાય છે. આમ એક સમયની નોંધ રાખી હોય તો આ ગ્રહણચક્રના દીવસો અવારનવાર નક્કી કરી શકાય છે. 28 ચંદ્રગ્રહણમાંથી સરાસરી 18 ગ્રહણ એક ઠેકાણે થાય છે. એટલે કે એક ગ્રહણચક્રમાં 70 ગ્રહણોમાંથી 07 સુર્યગ્રહણ તથા 18 ચંદ્રગ્રહણ ઘણું કરીને એક જ સ્થળે દેખાય છે. બાકીના તે સ્થળે દેખાતા નથી. 365 વર્ષે એકનું એક ગ્રહણ એના એજ સ્થળે થાય છે.

સામન્ય રીતે બાળકો પણ જાણે છે કે કોઈ પણ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં મુકવામાં આવે તો તેનો પડછાયો બીજી બાજું પડે છે. આ જ રીતે ચંદ્ર, સુર્ય અને પૃથ્વી વચ્ચે સીધી રેખામાં તેમજ એકબીજાથી બરાબર અંતરે હોય તો ચંદ્રનો પડછાયો પૃથ્વીના નાના ભાગ પર પડે છે. અને આ ભાગમાંથી જ્યારે સુર્યને જોવામાં આવે છે, ત્યારે સુર્ય, ચંદ્ર પાછળ સંતાયેલો દેખાય છે. જેને આપણે ખગ્રાસ સુર્યગ્રહણ કહીએ છીએ. આ એક અપુર્વ કુદરતી ઘટના છે. ધરતીકંપ, વાવાઝોડું જેવી ઘટનાઓમાં અતીભારે નુકસાન થાય છે. આવું કશું ગ્રહણની ઘટનામાં બનતું નથી. તેથી પારંપરીક ખોટા ખ્યાલો, રુઢીઓ વગેરે ત્યજી, વૈજ્ઞાનીક સમજદારીથી ગ્રહણની ઘટનાને નીહાળવી જ જોઈએ. સુર્યને નરી આંખે, દુરબીન કે ટેલીસ્કોપ વડે નીહાળવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. સુર્ય પુર્ણ ગ્રસીત થવામાં હોય ત્યારે પીનહોલ કેમેરા મારફત છાંયડાવાળી દીવાલ પર સુર્યબીંબ પ્રોજેક્ટ  કરી પરાવર્ધીત યા પરીવર્તીત બીંબ નીહાળી શકાય છે. બદલાતા સમયમાં ટેલીસ્કોપ કે દુરબીન આગળ ફીલ્ટર રાખીને પણ સુર્યગ્રહણ નીહાળી શકાય છે. નીકલ-ક્રોમીયમ (INCOMEL) વડે આવરણ ચઢાવેલ અને સહેલાઈથી ઘસરકા ન પડે તેવા ફીલ્ટર(ચશ્મા) સુર્ય પ્રકાશમાંથી પાર-જાંબલી (અલ્ટ્રાવાયોલેટ) ને અધોરક્ત (ઈન્ફ્રારેડ) નુકશાન કરતા ભાગોને હટાવી શકે છે- તેવા ફીલ્ટર(ચશ્મા) વડે  સુર્યગ્રહણ નીહાળી શકાય છે. પરંતુ તેના દ્વારા સતત ગ્રહણ નીહાળવું નહી. બલ્કે, અલપ-ઝલપ યા ક્ષણાર્ધ માટે જ ઉપયોગ કરવો/ ચશ્મા વાપરતા પહેલાં તેની ચકાસણી કરી લેવી કે તેમાં ઘસરકા યા ટાંકણીભર કાણાવાળું ફીલ્ટર હોય તો તે વાપરવું નહી- તેની ખાસ કાળજી રાખવી.

તા.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો  સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે, તેથી આ વિસ્તારમાં આ ગ્રહણ ખગ્રાસરુપે જોવા મળશે. સુરતમાં ખગ્રાસ ગ્રહણ 03 મીનીટ અને 17 સેકન્ડ સુધી જોવા મળશે, જ્યારે વડોદરા અને સેલવાસમાં તે માત્ર એક મીનીટ અને 19 સેકન્ડ સુર્યગ્રહણ જોવા મળશે. આ સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ થશે ! તે 6.6 મીનીટ દેખાશે. ભારતીય સમય મુજબ સવારે 05 કલાક 28 મીનીટે ખગ્રાસ સુર્યગ્રહણ શરુ થશે અને 10 કલાક 42 મીનીટે ખગ્રાસ ગ્રહણ પુરું થશે. આ અગાઉ 24 ઓક્ટોબર 1995માં ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણ જોવાનો મોકો ગુજરાતને મળ્યો હતો, ત્યાર બાદ આ આ પ્રકારનું સુર્યગ્રહણ ગ્રહણ 123 વર્ષ પછી થશે. જેથી આ તક ચુકી ગયા બાદ આવું લાંબુ ખગ્રાસ ગ્રહણ જોવા મળશે નહી. જેથી આ ખગોળીય ઘટનાનો આહ્ લાદક આનંદ માણવા સૌ કાઈને અપીલ છે.

ગોવીન્દ મારુ

નોંધ:-

(1) ગુજરત/સુરત આમ્ચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન દ્વારા આત્મીય વીદ્યા મંદીર, કોળી ભરથાણા, સુરત ખાતે તા.21 ને 22/07/2009 ના રોજ વૈગ્યાનીકો, શીક્ષકો તેમજ મારા-તમારા જેવા જીગ્યાસુઓ માટે કાર્યશીબીરનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લઈને ભારતભરમાં સૌથી લાંબુ સુર્યગ્રહણનો આહલાદક આનંદ માણવા માટે નીમંત્રણ છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ જાણકારી માટે http://aaasteam.blogspot.com/ ની મુલાકાત લેવા વીનંતી છે.

(2) ખગોળશાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલા શ્રી ધનંજય રાવલના જણાવ્યા મુજબ વર્તમાન વાતાવરણની માફક 30 થી 40 % વાદળઓ નુંપ્રમાણ રહેશે તો પણ સુર્યગ્રહણ નીહાળી શકાશે. સુર્યગ્રહણ પડછાયાના પથ પર આવતા સુરત સહીત ભારત ને ચીનના કુલ ૧૨ સ્થળોએ વૈગ્યાનીકઓની ટીમ અત્યાધુનીક સાધનોથી સજ્જ રહેશે. આ તમામ સેન્ટર્સ ઈન્ટરનેટથી જોડાયેલા રર્હેશે. જેને કારણે જો કોઈ સંજોગોમા કોઈ સેન્ટર્સ પર ખરાબ હવામાનના કારણે સુર્યગ્રહણ નીહાળવામાં તકલીફ પડશે તો પણ તેઓ અન્ય સેન્ટર્સ નેટવર્ક પરથી સુર્યગ્રહણ નીહાળી શકશે.

ગો. મારુ (જનરલ)

ગીત–ગુંજન

ગોવીન્દ મારુ

દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો અને તેની વાત જ નીરાળી છે. એ લોકભોગ્ય ઓછું હોય; પરંતુ જે તે પ્રદેશનાં લોકગીતોમાં જે પોતીકાપણું હોય છે, એ ભાગ્યે જ બીજે સાંભળવા મળે છે. એટલું જ નહીં; તે આખા ભાષક સમાજની તાસીર પ્રગટાવી આપે છે. આજના આધુનીક યુગમાં ડીસ્કો/બ્રેકડાન્સ અને હીન્દી ફીલ્મોના ધંગ-ધડા વગરનાં ગીતો સાંભળીએ ત્યારે મારા જેવા રસીક માણસને આઘાત થાય છે.

ગુજરાતી લોકગીતોનું સંગીત અદ્ ભુત છે. ગુજરાતી ફીલ્મોનાં ગીતો મોટેભાગે લોકગીતોની લોકપ્રીય ધુન આધારીત જ હોય છે. સારાં અને કર્ણપ્રીય ગુજરાતી ગીતોના દુષ્કાળમાં આદરણીય માવજીભાઈની વેબસાઈટ http://www.mavjibhai.com પર ‘ગીત ગુંજન’ વિભાગમાં સુંદર, મધુર- મઝાના ૩૬ ગુજરાતી લોકગીતોનો રસથાળ દીલ ખોલીને  માણ્યો. આ અતીપ્રીય ગીતોનો રસથાળ મારા, તમારા- સૌ કોઈના માટે રણમાં મીઠી વીરડી સમાન છે.

મા. માવજીભાઈની જહેમત રંગ લાવી રહી છે. સંગીતના શોખીનો માટે ‘ગીત ગુંજન’ વિભાગ અન્યોને પ્રેરણા–પીયુષ પીવડાવીને સફળતા પ્રાપ્ત કરે એવી હાર્દીક અભ્યર્થના સાથે મા. માવજીભાઈના સૌજન્યથી તમામ ગીતો  તેમજ તેની લીંક નીચે મુજબ સાદર રજુ કરી છે. જેના ઉપર ક્લીક કરો અને દીલ ખોલીને  સાંભળો:


તારી બાંકી રે પાઘલડીનું

મારા ભોળા દિલનો

છાનું રે છપનું કંઈ થાય નહિ

ઓ નીલ ગગનનાં પંખેરું

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

માહતાબ સમ મધુરો

એક રજકણ સૂરજ થવાને શમણે

માઝમ રાતે નીતરતી નભની ચાંદની

તારી આંખનો અફીણી

૧૦

રાખનાં રમકડાં

૧૧

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

૧૨

તાલીઓના તાલે

૧૩

નજરનાં જામ છલકાવીને

૧૪

હે પૂનમની પ્યારી પ્યારી રાત

૧૫

રૂપલે મઢી છે સારી રાત

૧૬

આજનો ચાંદલિયો મને લાગે

૧૭

ઊંચી તલાવડીની કોર

૧૮

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

૧૯

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

૨૦

દિવસો જુદાઈના જાય છે

૨૧

સપના રૂપે ય આપ ન આવો

૨૨

ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે

૨૩

આવો તો ય સારું, ન આવો તો ય સારું

૨૪

રહેશે અમને મારી મુસીબતની દશા યાદ

૨૫

તમારા અહીં આજ પગલાં થવાના

૨૬

ઘાયલને શું થાય છે પૂછો તો ખરા

૨૭

સાત સમન્દર તરવા ચાલી

૨૮

સાંભળ ઓ પંછી પ્યારા

૨૯

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

૩૦

મને કેર કાંટો વાગ્યો

૩૧

સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું

૩૨

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા

૩૩

મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે

૩૪

પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું

૩૫

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

૩૬

આવી આવી નોરતાની રાત, મારી સૈયર ગરબે રમવા હાલો
[પાછળ] [ટોચ]
ગો. મારુ (જનરલ)

બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું

વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં જનીન દાખલ કર્યા છે કે જેના વીયાણ બાદ દુધમાંથી ટી.પી.એ. પ્રાપ્ત થાય છે. ઈચ્છનીય જનીનને નવજાત શીશુ દ્વારા પેઢી – દર પેઢી તેઓના દુધ દ્વારા આ ટી.પી.એ. તત્વ પ્રાપ્ત કરી હ્રદયરોગીઓને જીવતદાન આપવા માટેના અભીયાનમાં બકરી કારખાનાનું કાર્ય જાતે જ કરે છે.

અન્ય પ્રાણીઓની જેમ માનવી પણ એક પ્રાણી છે. માનવસમાજ કાંઈ પૃથ્વી ઉપર જીવવાનો ઈજારો ધરાવતો નથી. તેમ છતાં પોતાનો આહાર મેળવવા માટે માનવસમાજ જંગલીની જેમ ક્રુર બનતો જાય છે. અહીંસા અને પ્રાણીપ્રેમની આપણી લાગણી આપણી ત્વચા જેટલી જ જાડી અને બુઠ્ઠી છે કે જેથી બુધ્ધ, મહાવીર અને ગાંધીનું જીવન એળે ગયું હોય એવું લાગે છે.

આપણી સારવાર માટે દવા અનીવાર્ય છે. આ દવાઓનું નીર્માણ નાના – મોટા કારખાનાઓમાં થાય છે. આ કારખાનાઓ દ્વારા ફેલાતા પ્રદુષણમાં પ્રાકૃતીક સમતોલન જાળવવા માટે બકરી પ્રદુષણ રહીત દવાના કારખાના તરીકેનું કાર્ય કરીને હ્રદયરોગના દર્દીઓને પણ જીવતદાન આપે છે. ત્યારે બુધ્ધ, મહાવીર અને ગાંધીના આ ભારતમાં નાજુક, નમણાં અને શાંત સ્વભાવના નીરુપદ્રવી પ્રાણી – બકરીજાતનો માનવસમાજે ઋણ સ્વીકારવો જ જોઈએ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૯/૦૩/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …