શ્રીફળની તીરાડ!

સુરતના કતારગામ વીસ્તારમાં વલ્લભ ભુવાજી શ્રીફળ જોઈને પુત્ર પ્રાપ્તીનો ચમત્કાર કરતા હતા. રૅશનાલીસ્ટ મધુભાઈ કાકડીયાના નેતૃત્વ હેઠળ સત્યશોધક સભા, સુરતના કાર્યકરોએ ભુવાજીનું ‘પગેરું’ કેવી રીતે મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

(આ સત્ય ઘટના વર્ષ 2017ની છે; પરન્તુ આજેય આવી ઘટનાઓ બને છે. આ પ્રકારના ગુનાઓ લોકજાગૃતી દ્વારા જ અટકાવી શકાય છે.)

શ્રીફળની તીરાડ!

–રમેશ સવાણી

એનું નામ વલ્લભ ધરમશી પ્રજાપતી. ઉમ્મર 46 વર્ષ. શરીરનો બાંધો પડછંદ. ગળામાં રુદ્રાક્ષ અને નંગની માળાઓ. કપાળમાં કાળું તીલક, સફેદ વસ્ત્રો. ખભે કાળી કામળી. લાંબાવાળ. મોટી મુછો. પ્રભાવશાળી દેખાવાના કારણે શ્રુદ્ધાળુ લોકોમાં પ્રીય હતા. કામ ભુવાજીનું કરતા હતા. સુરતમાં કતારગામ વીસ્તારમાં તેમના નીવાસસ્થાને લોકો મોટી આશા સાથે આવતા હતા. લોકોને ભુવાજી ઉપર અઢળક વીશ્વાસ હતો. ભુવાજીએ બેઠકની આજુબાજુ તાન્ત્રીકવીધીથી જન્મેલા ભુલકાંઓના ફોટાઓ દીવાલ ઉપર લટકાવ્યા હતા.

 એક દીવસ એક શ્રદ્ધાળુ પોતાની પત્ની સાથે વલ્લભ ભુવાજી પાસે પહોંચ્યા, કહ્યું : “ભુવાજી! અમારી પીડા દુર કરો!”

“ભક્ત તારું નામ?”

“ભુવાજી! મારું નામ હસમુખ પટેલ છે. મારી પત્નીનું નામ લલીતા છે. લગ્ન થયાને દસ વરસ થયા; પણ સન્તાનપ્રાપ્તી થઈ નથી. કૃપા કરો!”

“હસમુખ! માતાજી અને કાળભૈરવનાથની કૃપાથી પુત્ર પ્રાપ્તી થશે. વીધી કરવી પડશે!”

“કઈ વીધી?”

“વીધીનો પ્રકાર શ્રીફળ જોઈને કહી શકું!”

ભુવાજીએ શ્રીફળ હાથમાં લીધું. તેના છાલાં કાઢવા લાગ્યા. શ્રીફળની કાચલી ઉપર આંગળી મુકીને ભુવાજીએ કહ્યું : “હસમુખ! જુઓ આ તીરાડ! તમારી પત્નીમાં બીજ ઉત્પન્ન થાય છે; પણ આ તીરાડના કારણે તે પડી જાય છે. એના કારણે સન્તાનપ્રાપ્તી થતી નથી!”

“ભુવાજી! શ્રીફળની આ તીરાડ અને સન્તાનપ્રાપ્તીને શું સમ્બન્ધ છે? મને કંઈ ગળે ઉતરતું નથી!”

“હસમુખ! ભુવાજી પાસે સમજવાનું કશું ન હોય, માનવાનું હોય! એ બધું કામ માતાજી કરશે. કાળ ભૈરવનાથ કરશે. આ દીવાલ ઉપર લટકે છે તે બધાં ભુલકાંઓ શ્રીફળની તીરાડને બન્ધ કરવાથી અવતર્યા છે! એકાંતમાં વીધી કરવી પડશે. આવતા રવીવારે આવો!”

તારીખ 23 ઓગસ્ટ, 1998ને રવીવાર. બપોરના ત્રણ વાગ્યે હસમુખભાઈ અને તેમના પત્ની ભુવાજીના નીવાસસ્થાને પહોંચ્યા. સાથે સાત–આઠ શ્રદ્ધાળુઓ હતા. ભુવાજીએ પુછ્યું : “હસમુખ! આ બધા કોણ છે?”

“ભુવાજી! આ બધા મારા પાડોશીઓ છે. મેં એમને શ્રીફળની તીરાડની વાત કરી એટલે આ બધાને આપની દીવ્યશક્તીનો લાભ લેવાની લાલચ થઈ ગઈ! મારી સાથે મધુભાઈ છે, અને તે માથાભારે છે. સૌ પહેલાં એમની ઉપર કૃપા કરો!”

“બોલો, મધુભાઈ! તમારી સમસ્યા શું છે?”

“ભુવાજી! મારી સમસ્યા વીચીત્ર છે. જો હું કહીશ તો તમને નુકસાન થઈ જશે!”

“ભક્ત! મારી ચીંતા છોડો. મારી રક્ષા કાળ ભૈરવનાથ કરશે. માતાજી કરશે! તમારું દરદ જણાવો.”

“ભુવાજી! પહેલાં અમને એ સમજાવો કે શ્રીફળની તીરાડ અને લલીતાબહેન વચ્ચે શું સમ્બન્ધ છે? તીરાડ પુરવાથી તેને સન્તાનપ્રાપ્તી થાય? આવો ચમત્કાર શક્ય છે?”

“મધુભાઈ, શક્ય છે! તમે વીચારી શકો નહીં, એવા ચમત્કાર થાય છે!”

“ભુવાજી, ચમત્કાર વીના માનવ–કીડીયારાં ન ઉભરાય! ચમત્કાર ત્યાં નમસ્કાર! ચમત્કારની વાતો કરો તો લોકો દોડતા આવે! ચમત્કારની વાતોથી સાવ સામાન્ય માણસ પણ વીભુતી બની જાય! ચમત્કારની વાતો ફેલાવીને પંથો, સમ્પ્રદાયો ફેલાતા જાય છે.”

“મધુભાઈ, તમે માથાફરેલ છો! તમે શું બોલો છો?”

“ભુવાજી! માફ કરો, આ તો મનમાં આવ્યું તે બોલ્યો!”

“મધુભાઈ, તમે ગામની પંચાતમાં ન પડો! તમારી સમસ્યા કહો!”

“ભુવાજી! તમે કોઈપણ રોગનો ઈલાજ કરો છો. કોર્ટકચેરીના કામો કરો છો. સન્તાન અપાવો છો. મુઠચોટનું કામ કરો છો. વશીકરણ કરો છો. પ્રેમીપંખીડાને મેળવો છો અને તેને છુટા કરી આપો છો. જોડતોડ કરો છો. સાત પેઢીનો ભુતકાળ અને ભવીષ્યકાળ જાણો છો. આગાહીઓ કરો છો. આવી શક્તીઓ તમારી પાસે છે, તો મારી સમસ્યા કઈ છે, એની જાણકારી તમને નથી?”

“તમે કહેવા શું માંગો છો?”

“ભુવાજી! માફ કરો. આ તો મનમાં ઉગ્યું તે કહ્યું. હું વરાછાનો બીલ્ડર છું. મારી સ્કીમમાં લોકો મકાનો ખરીદવા પડાપડી કરે, તેવું કંઈક કરી આપો!”

ભુવાજીએ શ્રીફળ હાથમાં લીધું. છાલાં ઉતાર્યા. પછી કહ્યું : “મધુભાઈ, જુઓ આ કાચલી, તીરાડ દેખાય છે? વીધી કરવી પડશે. પચ્ચીસ હજારનો ખર્ચ થશે! જો વીધી નહીં કરાવો તો તમારો ધન્ધો બન્ધ થઈ જશે!”

“ભુવાજી! તમારો ધન્ધો બન્ધ થશે!”

“તમે શું બોલો છો, એનું ભાન છે?”

“વીચારીને બોલું છું, ભુવાજી! હવે તમારો ધન્ધો બન્ધ થઈ જશે! અમને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે તમે તરકટ કરો છો, દમ્ભ કરો છો, ઠગાઈ કરો છો, ધતીંગ કરો છો!”

“મધુભાઈ! તમે કાળ ભૈરવનાથનું અપમાન કરો છો. તમે નાસ્તીક છો!”

“ભુવાજી! તમારામાં મન્ત્ર–તન્ત્ર શક્તી હોય તો મને અત્યારે જ સળગાવી મુકો. મારું હૃદય બન્ધ કરી દો! મારા મનમાં અન્ધશ્રદ્ધા ભરી દો!”

“તમે અહીંથી જાવ. હું નાસ્તીક લોકો સાથે વાત કરવા માંગતો નથી!”

ભુવાજી! થોડી ચોખવટ કરી લઈએ. અમે નાસ્તીક નહીં, આસ્તીક છીએ. તમે લોકોને છેતરો છો, લોકોનું શોષણ કરો છો, એ અમે જોઈ શક્તા નથી, સહન કરી શક્તા નથી, એટલા માટે અમે ઝુમ્બેશ ચલાવીએ છીએ. જાગૃતી લાવવા અમે ઉજાગરા કરીએ છીએ! તમે પોતે જાણો છો કે તમારી પાસે કોઈ દીવ્યશક્તી નથી, છેતરપીંડી કર્યા સીવાયની કોઈ આવડત નથી, માતાજી કે કાળ ભૈરવનાથ તમારી સાથે નથી; છતાં તમે એમનું નામ લઈને લોકોને છેતરો છો! નાસ્તીક તમે છો, અમે નહીં. અમે માણસાઈમાં માનીએ છીએ. માણસ સાથે ઠગાઈ થાય તે અમે સહન કરી શક્તા નથી.”

“મધુભાઈ, તમે વધુ પડતું બોલો છો. કાળ ભૈરવનાથ તમારી જીભ ખેંચી લેશે!”

“ભુવાજી! મને એટલી સાદી સમજ છે કે માતાજી કે કાળ ભૈરવનાથ તમારા કહેવાથી કોઈ કામ ન કરે! તમારી ઠગવીદ્યાનું ‘પગેરું’ મળી ગયું છે! આ હસમુખભાઈ અને લલીતાબહેનને બે સન્તાન છે, અને લલીતાબહેને કુટુમ્બનીયોજનનું ઑપરેશન કરાવી લીધું છે. તેમ છતાં શ્રીફળની તીરાડ કઈ રીતે સન્તાનપ્રાપ્તી કરાવી શકે? હું બીલ્ડર નથી. મારી કોઈ સ્કીમ નથી; છતાં શ્રીફળની તીરાડ કઈ રીતે મકાનોની ખરીદીમાં પડાપડી કરાવી શકે? બોલો, ભુવાજી! તમે અમરેલી જીલ્લામાંથી સુરત આવીને હીરાનું કારખાનું શરુ કરેલું; પણ ચાલ્યું નહીં. એટલે મુડી રોકાણ વગરનો આ બરકતનો ધન્ધો શરુ કર્યો! જો તમારી સાથે માતાજી કે કાળ ભૈરવનાથની કૃપા હોય તો તમારું હીરાનું કારખાનું ધમધોકાર ચાલતું હોત. દીવ્યશક્તીથી પોતાનો ધન્ધો ચલાવી ન શક્યા અને બીજાને, ધંધાની ઉન્નતી માટે શ્રીફળની તીરાડ બતાવો છો?

“તમે ખરેખર કોણ છો?”

“મારું નામ મધુભાઈ કાકડીયા છે. હસમુખભાઈ, લલીતાબહેન, નાનુભાઈ વાનાણી, બાબુભાઈ વાઘાણી, ખીમજીભાઈ કચ્છી, જગદીશ વક્તાણા, વીજય કંસારા અને પ્રવીણ પટેલ છે. અમે બધાં સત્યશોધક સભા, સુરતના કાર્યકરો છીએ. ભુવાજી! લોકોને છેતરવાનું બન્ધ કરો.”

મધુભાઈ! લેખીત ખાત્રી આપું છું. હવેથી છેતરીશ નહીં!”

“ભુવાજી! શ્રીફળની તીરાડનું રહસ્ય શું છે? દરેકને તીરાડ કેમ દેખાય છે?”

મધુભાઈ, એમાં મારું કોઈ રહસ્ય નથી. રહસ્ય કુદરતનું છે. કાચલી ઉપર કુદરતે જ એવા લીટા ચીતર્યા છે, જે લીટા શ્રદ્ધાળુઓને તીરાડ જેવા લાગે છે!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયેલ એમની રૅશનલ કટાર ‘પગેરું’ (22, માર્ચ, 2017) માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–12–2018

13 Comments

  1. Wish you a very best luck and success in the treatment of eyes. Come back please with a fully restored eye sight and health.

    Liked by 1 person

    1. વહાલા ડૉ. દીનેશભાઈ સાહેબ,
      મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
      શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

  2. સરસ. સત્યશોઘક સંસથાના વોલેન્ટીયરોને સલામ.
    રેશનલ બનવું અેટલે શું ?
    મને ઘણા સમયે ભાન થયુ.કે ‘ અભિવ્યક્તિ‘ ની શરુઆતમાં ગૌતમ બુઘ્ઘનો સંદેશો મુકેલો છે. અને અે સંદેશો જ ‘રેશનલ‘ હોવાની સંપૂર્ણ વ્યાખ્યા છે.
    સુરતની સત્યશોઘક સંસ્થાને હાર્દિક અભિનંદન. વઘુ સક્સેસ મળતો રહે. સમાજને યોગ્ય જ્ઞાન મળતું રહે તેવી પ્રાર્થના.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સ્નેહી ગોવિંદભાઈ,
    હંમેશ મુજબ સરસ માહિતીસભર લેખ.
    આંખોનો સફળ ઈલાજ કરાવી ફરી એટલાજ નહીં વધુ જોશથી સમાજ-શિક્ષાસેવા કરવામાં સૌને આનંદ કરાવતા રહો એ હાર્દિક શુભેચ્છા.

    Liked by 1 person

    1. વહાલા નવીનભાઈ,
      મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
      શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

      1. વહાલા પંકજભાઈ,
        મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
        શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
        –ગોવીન્દ મારુ

        Like

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
      શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

  4. નમસ્તે મારુ સાહેબ, બહું સરસ મજા આવી લેખ વાંચી ને, પણ સાથે સાથે તે પણ વિચાર આવ્યો કે આ મીસન पार પાડવા માટે કેટ કેટલી मेहनत, અને સાવચેતી રાખવી પડી હશે, કેટલું બધું જોખમ, કારણકે આવાં લોકો સાથે ઘણા બધા બૉડી गार्ड, અને અંધ સેવકો સાથે હૂમલો પણ કરતા હોય છે..
    સરાહનીય કાર્ય કરવા બદલ madhubhai, ललिताबेन, હસમુખ ભાઈ, નાનુભાઈ, khimjibhai કચ્છી, તથા સુરત સત્ય શોધક ટીમ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન..
    મારુ સાહેબ આંખો નું ऑपरेशन સફળતા પૂર્વક પાર પડે અને બહું જલ્દી થી નવા ઉત્સાહ સાથે નવો રસપ્રદ ब्लॉग વાંચવા માટે તૈયાર રહીશું,
    धन्यवाद् सर
    બહું લખવાની આદત નથી એટલે કદાચ કઈ ભૂલ चूक થઈ જાય તો दरगुजर કરશો, આપનો અનુજ

    Liked by 1 person

    1. વહાલા પ્રજાપતી સાહેબ,
      મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
      શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

  5. ગોવિંદભાઈ, અભિવ્યક્તિ માટે કોઈ સહાયકની મદદ લો. લેખક મિત્રોને વિનંતિ કરો કે તેઓ એક ઈ અને એક ઉમાં લેખાંકન કરીને જ તેમના લેખો મોકલે; તમારી આંખને એટલો શ્રમ ઓછો પડે. આંખની અનેક તકલીફો હું જાણું અને અનુભવું છું. હું સ્ક્રિનનું કોમપ્યુટર જ વાપરું છું. ફોન પર લખવા વાંચવાનું કરતો નથી. આંખની તકલીફ જલ્દી દૂર થાય એ જ શુભેચ્છા.

    Liked by 1 person

    1. વહાલા પ્રવીણભાઈ,
      મારી ડાબી અને જમણી આંખમાં cataractsના સફળ ઑપરેશન થઈ ગયા છે. હાલ ઑપરેશન પછી આંખની સાર–સંભાળ હેઠળ હું મઝામાં છું.
      શુભેચ્છા પાઠવવા બદલ આભાર.
      –ગોવીન્દ મારુ

      Like

Leave a comment