આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ

–બી. એમ. દવે

વાચકમીત્રો! આ પુસ્તીકા લખવાનું વીચારબીજ વોટ્સઍપ પર વાયરલ થયેલ એક આંખો ઉઘાડનારા મૅસેજમાંથી મળ્યું છે. આપણને સૌને જન્મતાંની સાથે જ પહેરાવી દેવામાં આવેલા ધાર્મીક ચશ્માં ઉતારીને આ મૅસેજ વાંચીએ તો આપણી તાકાત નથી કે આ મૅસેજ વાંચ્યા પછી પણ આભાસી આધ્યાત્મીકતાનાં આવરણ હેઠળ ધાર્મીક છબછબીયાં કરવાનું ચાલું રાખી શકીએ. આપણી કહેવાતી ધાર્મીકતાની ખોખલી ઈમારતનાં પાયા હચમચાવવા માટે આ મૅસેજ કાફી છે.

આ અનામી મૅસેજ જેના મગજમાં આકાર પામ્યો હોય તેમને સલામ કરી અને તેમનાં સૌજન્યથી અક્ષરશ: નીચે મુજબ રજુ કરું છું :

‘‘દુનીયાના કુલ 191 દેશોમાં પ્રામાણીક પ્રથમ 10 દેશો : (1) ન્યુઝીલૅન્ડ, (2) ડેન્માર્ક, (3) ફીનલૅન્ડ, (4) સ્વીડન, (5) સીંગાપોર, (6) નોર્વે, (7) નેધરલૅન્ડ, (8) સ્વીત્ઝરલૅન્ડ, (9) ઑસ્ટ્રેલીયા અને (10) કૅનેડા છે. ભારત 95માં નમ્બરે છે.

આ દસેય દેશોમાં ક્યાંય રામકથા કે સત્યનારાયણકથા થતી નથી, રથયાત્રા નીકળતી નથી, ગણેશચતુર્થી કે ગણેશ વીસર્જન નીમીત્તે સરઘસ નીકળતા નથી. હનુમાન મન્દીર નથી કે કોઈ હનુમાનચાલીસા વાંચતા નથી. ચોકેચોકે મન્દીરો કે ધર્મસ્થાનો નથી. કોઈ ભીખ માગતું નથી. ત્યાં બાવા, સાધુ, સંતો, મુનીઓ, પંડીતો કે પુરોહીતો છે જ નહીં; જ્યારે ભારતમાં ચોકેચોકે મન્દીર, અસંખ્ય બાવા–સાધુ, સંતો, મુનીઓ, પંડીતો, પુરીતો ફરતાં જોવા મળે છે. લોકો લસણડુંગળી, કન્દમુળ ન ખાય; પણ લાંચ જરુર ખાય! બધા જ ધર્મગુરુઓ લસણ, ડુંગળી, કન્દમુળ ન ખાવાની પ્રતીજ્ઞા લેવરાવે, પણ લાંચ ન ખાવાની પ્રતીજ્ઞા કેમ લેવરાવતા નથી? શું તેઓ દેશને સુધારવા ઈચ્છતા નથી? શું તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ છે જ નહીં? બધા જ ધર્મગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બન્ધ થઈ જાય તો દેશ સુખી અને સમૃદ્ધ થઈ જાય. લોકો સુખી થઈ જાય પછી ધર્મગુરુઓનો કોઈ ભાવ પુછશે નહીં. ધર્મગુરુઓનો વેપાર લોકોના દુ:ખ ઉપર ચાલે છે. માટે જેમ ચાલે છે તેમ જ ચાલવા દો.’’

વાચકમીત્રો! ઉપરોક્ત મૅસેજ કદાચ 100 ટકા સત્ય ન હોય તો પણ સત્યની ઘણો નજીક હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ મૅસેજ આપણી આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ કરી આપણું માથું શરમથી ઝુકાવી દે તેવો અવશ્ય ગણી શકાય. આપણાં દેશમાં પાંગરેલી ધાર્મીકતા જોતાં પ્રામાણીકતાના સન્દર્ભમાં આપણો દેશ વીશ્વમાં ટોચ ઉપર હોય તો પણ આપણને નવાઈ ન લાગવી જોઈએ; કારણ કે આપણાં દેશનો ભવ્ય ભુતકાળ, સંસ્કૃતી અને પરમ્પરાના વારસાને વાગોળતાં–વાગોળતાં આપણો ઉછેર થયો છે. તેમ જ નીતીમત્તા, ખાનદાની અને સચ્ચાઈ જેવા જન્મજાત ગુણો આપણને ગળથુથીમાં મળ્યા હોવાનો પાકો વહેમ આપણને છે. આ સંજોગોમાં ઉપરોક્ત મૅસેજ દ્વારા છતી થતી આપણી અસલીયત પચાવવી મુશ્કેલ છે, છતાં તેનો ઈન્કાર પણ કરી શકાય તેમ નથી.

આપણાં ધર્મગુરુઓ વ્યાસપીઠ ઉપરથી છાતી ફુલાવી–ફુલાવીને હજારો વર્ષોથી આપણી સંસ્કૃતીની દુહાઈ દઈને પશ્ચીમની પ્રજાને ‘મલેચ્છ’ કહીને ભાંડતા આવ્યા છે અને જન્મજન્માન્તરના પુણ્ય એકઠા થાય ત્યારે મોક્ષપ્રાપ્તી માટે ભારતમાં જન્મવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી ઘેનની ગોળીઓ પીવરાવતા આવ્યા છે.

ઉપરોક્ત મૅસેજથી ધર્મગુરુઓએ પીવરાવેલ ઘેનની ગોળીઓનો નશો ઉતરી ગયો હોય તો આપણી જાતને ઝંઝેડીને નીચે મુજબનાં પ્રશ્નોનાં ઉત્તરો પ્રામાણીકપણે મેળવવા કોશીશ કરીએ અને વાસ્તવીકતાનો સ્વીકાર કરી ખાનદાની દર્શાવીએ.

  1. આપણાં દેશ જેટલી ભક્તી, સત્સંગ, અનુષ્ઠાન, યજ્ઞો, કુમ્ભમેળા, યાત્રા, ઉપવાસ, એકટાણા, હોમ–હવન, કથાઓ, સપ્તાહો જેવી જથ્થાબન્ધ ધાર્મીક પ્રવૃત્તી ન થતી હોવા છતાં આ બધા દેશો પ્રામાણીકતાની બાબતમાં આપણાં કરતા આટલા બધા આગળ કેમ હશે? અને આપણે આટલા બધા પાછળ કેમ છીએ? પ્રામાણીકતાનું આટલું ઉંચું અને નીચું સ્તર શું સાબીત કરે છે?

  2. આપણાં દેશની જેમ પ.પુ.ધ.ધુ.ઓ, આચાર્યો, ભગવન્તો, મહાત્માઓ, સાધુઓ, સંતો–મહન્તો, ગાદીપતીઓ, મઠાધીપતીઓ કથાકારો, પંડીતો અને પુરોહીતો દ્વારા ધાર્મીકતાની છડી ક્યાંય પોકારવામાં આવતી ન હોવા છતાં આ બધા દેશો શીસ્તપાલન, રાષ્ટ્રપ્રેમ અને કાયદા–કાનુનને સન્માન આપવાની બાબતમાં ચઢીયાતા કઈ રીતે હશે?

  3. આપણાં દેશમાં આટલાં બધા ધર્મો, સમ્પ્રદાયો, મન્દીરો, મસ્જીદો, ગુરુદ્વારાઓ, ઉપાશ્રયો અને દેવળો તેમ જ અસંખ્ય દેવી–દેવતાઓનાં ધર્મસ્થાનો દ્વારા ઉમટતા ભક્તીનાં ઘોડાપુરમાં આખો દેશ ભીંજાઈ જતો હોવા છતાં નીતીમત્તા, સચ્ચાઈ, ઈમાનદારી અને ન્યાયપ્રીયતાની બાબતમાં આખી દુનીયા માટે આપણો દેશ ઉદાહરણીય અને અનુકરણીય કેમ બની શકતો નથી?

  4. આપણા દેશમાં બધા જ ધર્મોનાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉર્ધ્વગતી માટે વીવીધ પ્રકારની કઠીન તપશ્ચર્યાઓ દ્વારા પોતાની જાતનું શુદ્ધીકરણ કરવામાં આવે છે, તેમ છતાં કર્તવ્યપાલન, કર્તવ્યનીષ્ઠા, વફાદારી, નીખાલસતા અને પારદર્શકતાની પરીક્ષામાં અન્ય દેશોની સરખામણીમાં આપણને કેમ ઓછા માર્ક્સ મળે છે?

  5. આપણાં દેશમાં વીવીધ ધર્મોના ધર્મગુરુઓ દ્વારા સતત જ્ઞાનનો ધોધ વરસાવવામાં આવતો હોવા છતાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણની જાળવણીની વીકસીત દેશોની સરખામણીમાં આપણો પનો કેમ ટુંકો પડે છે?

  6. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાથી માતા તરીકે પુજવાની કોઈ માન્યતા સ્વીત્ઝરલૅન્ડમાં ન હોવા છતાં ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે અને ગાયની ખુબ જ કાળજી લેવાય છે અને દેખભાળ થાય છે, જ્યારે આપણાં દેશમાં ‘ગાયમાતા’ તરીકે પુજાતી હોવા છતાં ગાયની હાલત દયાજનક હોવાનું કારણ શું હશે?

  7. જે દેશમાં સાપની પણ ‘નાગદેવતા’ તરીકે પુજા થતી હોય અને મન્દીરો પણ આવેલા હોય તે દેશમાં પ્રાણીક્રુરતા અને અત્યાચાર અધીનીયમ ઘડવાની અને અમલમાં મુકવાની જરુર પડે તે પરીસ્થીતી આપણી કઈ માનસીકતાની ચાડી ખાય છે?

વાચકમીત્રો! ઉપરોક્ત ચર્ચાનો સુર એ નીકળે છે કે આપણાં દેશમાં પાંગરેલી ધાર્મીકતા ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી છે. આપણી જે આધ્યાત્મીકતાનાં ગુણગાન ગાતા આપણે થાકતા નથી અને જન્મથી મૃત્યુ સુધી તેના નશામાં જીવીએ છીએ તેવી આધ્યાત્મીકતા જો આપણાં દેશને પ્રામાણીકતા, ઈમાનદારી, સચ્ચાઈ, કર્તવ્યનીષ્ઠા, રાષ્ટ્રપ્રેમ, શીસ્તપાલન વગેરેના સન્દર્ભમાં વીશ્વવશ્રેષ્ઠ ન બનાવી શકે તો આવી આભાસી આધ્યાત્મીકતાનો કાલ્પનીક સ્વૈરવીહાર છોડીને વાસ્તવીકતાની ધરતી ઉપર પગ માંડવા જોઈએ. બનાવટી ફુલોનાં રંગોનું આકર્ષણ છોડીને કુદરતી ફુલોની નૈસર્ગીક સુવાસ તરફ વળવું જોઈએ. આપણી જાત સાથેની આવી કલાત્મક છેતરપીંડી છોડવી અઘરી છે; પણ અશક્ય નથી. આ માટે નીચે મુજબની બે શરતો પરી પુર્ણ થવી જોઈએ :

(1) જે માર્ગે ચાલી રહ્યાં છીએ તે માર્ગ સાચો નથી અને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકે તેમ નથી.

(2) આરામદાયક પણ ખોટા માર્ગનો મોહ છોડીને કાંટાળા પણ સાચા માર્ગે મળવાની હીમ્મ્ત અને દૃઢતા કેળવવી જોઈએ.

ફળદાયી અને પરીણામલક્ષી આધ્યાત્મીકતાનો રોડમેપ નીચે મુજબ હોઈ શકે :

  1. પુજાપાઠ થાય કે ન થાય; પણ પ્રામાણીકતા ક્યારેય ન ચુકીએ.

  2. વ્રત–ઉપવાસ થાય કે ન થાય; પણ સત્યની ઉપાસના અવશ્ય કરીએ.

  3. તીર્થયાત્રા થાય કે ન થાય; પણ કર્તવ્યનીષ્ઠાનું પાલન અચુક કરીએ.

  4. લસણ–ડુંગળી ખાઈએ કે ન ખાઈએ; પણ લાંચ કદાપી ન ખાઈએ.

  5. દાન–પુણ્ય થાય કે ન થાય; પણ હરામનો એક પૈસો પણ ન લઈએ.

  6. કથા–સપ્તાહ સમ્ભળાય કે ન સમ્ભળાય; પણ ભારતીય બંધારણને વફાદાર રહી, કાયદા–કાનુનને સન્માન આપીએ.

  7. ભક્તની વ્યાખ્યામાં આવાય કે ન આવાય; પણ દેશભક્તની વ્યાખ્યામાં અવશ્ય આવીએ.

  8. પુજાને કર્મ ન બનાવીએ; પણ દરેક કર્મને પુજા બનાવીએ.

  9. ધર્મરુપી છાલ ચાટવાને બદલે ધર્મરુપી ગર્ભ ચાખીએ.

  10. ધાર્મીકતા વગરની નૈતીક્તા સ્વીકાર્ય; પણ નૈતીકતા વગરની ધાર્મીકતા અસ્વીકાર્ય.

  11. પરલોક સુધારવા કરતાં આ લોક સુધારવા કટીબદ્ધ બનીએ.

  12. ધાર્મીકતાના ભોગે માનવતા કબુલ; પણ માનવતાનાં ભોગે ધાર્મીકતા હરગીજ નહીં.

વાચકમીત્રો! બહુ જવાબદારીપુર્વક નોંધુ છું કે જો ઉપર દર્શાવેલ આચરણરુપી પાયા ઉપર આધ્યાત્મીકતાની ભવ્ય ઈમારત ચણવામાં આવે તો સાચી ધાર્મીકતાની સુવાસ આખી સૃષ્ટીમાં ફેલાય અને આપણાં દેશને તમામ સન્દર્ભોમાં વીશ્વશ્રેષ્ઠ બનતા કોઈ અટકાવી શકે નહીં. આ કામ કોઈ સરકાર, ધર્મગુરુઓ કે વહીવટીતન્ત્ર કરી શકે નહીં. એક જાગૃત નાગરીક તરીકે આપણાં અન્તરાત્માના અવાજને અનુસરીને આપણે જ કરવું રહ્યું. જો આમ ન થઈ શકે તેમ હોય તો દમ્ભી આધ્યાત્મીકતાનો મુખવટો ઉતારી આપણી અસલીયત સાથે પ્રગટ થઈ જવામાં પણ આપણું ખમીર, ખાનદાની અને ગરીમાનું જતન થશે. મારા જેવા નાના માણસના મોઢે આવી મોટી વાતો કદાચ ન શોભે તેમ લાગતું હોય તો શ્રી. ગુણવંતભાઈ શાહ જેવા મોટા ગજાના માનવી અને સમર્થ ચીન્તકના મુખે કહેવાયેલી આ વાત તેઓશ્રીનાં સૌજન્યથી મારા ટેકામાં રજુ કરું છું :

આનન્દ વગરના ભારેખમ આધ્યાત્મથી,

થોરીયાના ઠુંઠા જેવા વૈરાગ્યથી,

કાયરતાની કુખેથી જન્મેલી અહીંસાથી,

અન્ધશ્રદ્ધા ડુબકાં ખાતી ભક્તીથી,

સ્ત્રીઓથી દુર ભાગતા બ્રહ્મચર્યથી,

ગરીબીનાં ઉકરડા પર ઉગેલા અપરીગ્રહથી,

કર્માના ટેકા વગરના જ્ઞાનથી

અને

જ્ઞાનના અજવાળા વગરના કર્મથી,

હે પ્રભુ! મારા દેશને બચાવી લેજે.

ગુણવંત શાહ

વાચકમીત્રો! હું પણ મુરબ્બી શ્રી. ગુણવંતભાઈ શાહનાં સુરમાં મારો સુર પુરાવીને કહું છું કે હે પ્રભુ! મારા દેશબાંધવોને દમ્ભી આધ્યાત્મીકતાથી બચાવી લેજે અને અસલી આધ્યાત્મીકતાનો સ્વાદ ચખાડી દેજે, જેથી મારા દેશની આધ્યાત્મીક ઉંચાઈ આકાશને આંબી જાય અને દુનીયા આખી તેને જોઈને દંગ રહી જાય.

–બી. એમ. દવે

લેખક : શ્રી. બી. એમ. દવેનું પુસ્તક આભાસી આધ્યાત્મીકતા (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુપીયા 75/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 14 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–01–2018

26 Comments

  1. (10) કૅનેડા

    “ત્યાં બાવા, સાધુ, સંતો, મુનીઓ, પંડીતો કે પુરોહીતો છે જ નહીં”

    સત્ય તો ઍ છે કે કેનેડા માં પણ સંતો, મુનીઓ, પંડીતો પુરોહીતો, મોલવીઓ, મુલ્લાઓ અને આધ્યાત્મીકત (રુહાની) પીરો નો તોટો નથી. કેનેડા માં પણ ઍવા ઍવા ધતીન્ગો થાય છે જેવા ભારત તથા પાકિસ્તાન માં થાય છે, અને તેનું કારણ ઍ છે કે ભારત તથા પાકિસ્તાન થી આયાત થયેલા હિન્દુઓ તથા મુસ્લિમો તેમની સાથે અંધશ્રદ્ધા ના બીજો અને પડીકાઓ લાવેલ છે, અહીં ના ગુજરાતી તથા ઉર્દૂ ના કમ્યુનીટી ના અખબારોમાં આવા અંધશ્રદ્ધાના કાર્યક્રમો વિષે અવાર નવાર વાંચવા મળે છે.

    આ કાર્યક્રમો કરવાવાળાઑ તથા તેમાં હાજરી આપનારાઓ માં ઍવા તત્વો પણ જોવા મળે છે કે જેઓ ની અને પ્રમાણીકતા ની વચ્ચે સો ગાઉ નું અંતર છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

    1. કાસીમ ભાઈ…. અમે તો ભારતીયો કેટલીવાર પિક્ચર માં અને અહીં ભારત આવતા વિદેશીઓ ને જોઈએ છીએ… અંધશ્રદ્ધા ધરાવતા… તો..?? હિંદુ મુસ્લિમ સિવાય અન્ય જ્ઞાતિ માં નથી આવા “ધતિંગ”…?????? મેં vdo જોયા છે… નાના ભૂલકાઓ ને પણ… ધતિંગ જેવું કેહવાતું આધ્યાત્મિક સિક્ષણ અને તેવું પ્રેક્ટીકલ કરાવતા… આમ હાથ અડાડો ને સામેવાળો… ધ્રુજવા માંડે કે.. બેભાન જેવો થયા પછી અન્યો તેને સાચવીને સુવડાવતા… તેઓના ધર્મગુરુ જ્યાં સુધી ટચ ના કરે ત્યાં સુધી સામેવાળી ok હોય અને પછી… તેના માં પણ… રુહાની દેવી શક્તિ કે પિશાચી જીન્નાત શક્તિ આવતા.. અને તેઓ આવું ભારતમાં અતરીયાળ ગામડાઓ માં હજુ કરે જ છે.. પછી…. તેઓનું…. ??? સમજી જાવ ને હવે આપણે બધા શું થાય તે.!!!!!!!

      Like

  2. આભાસી આધ્યાત્મિકતાઓનું તુત આપણા દેશમાંજ નહીં પણ પરદેશમાં વસતા દેશીઓમાં પણ ભરપૂર જોવા મળેછે। કારણ એવું પણ હોઈ કે પોતાનામાં આત્મશ્રદ્ધાનો અભાવ, ‘નસીબમાં હોય તે જ થાય” તેવી જડ માન્યતા, ઈમાનદારીથી અને નિષ્ઠાપૂર્વક કર્મ કરવામાં ચોર વૃત્તિ। ધર્મગુરુ પાસે ધબ્બો મરાવવાથી જીવન તરી જવાશે એવી વાહિયાત વાતો ને અનુસરવું અને સાચી માનવી।
    જીવનમાં કઈ પામવું હોય, કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય તો કઠિન પુરુશાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી
    ધર્મ નાં પ્રચારના ધંધામાં મોટામાં મોટી કંપની હોય તો તે છે- ISCON.

    Liked by 1 person

  3. True thought on reality, but this is individual thinking on act
    Very nice , important of young generation never accept but, that time we are loos many more
    Regards

    Liked by 1 person

  4. દરેક કાળમાં અને દરેક સ્થળે સમાજશત્રુઓ પેદા થતા હોય છે. આ ઘટના કુદરતી હોઈને તેની ઉપર આપણો કાબુ રહેતો નથી પરન્તુ આપણે એવો સમાજ રચવો જોઈએ કે જેમાં આવાં તત્વોને ફાલવા માટે અનુકુળ વાતાવરણ ન મળે. આમ કરવા માટે સમાજે ઓછામાં ઓછું નીતીમાન વ્યક્તીઓની ઠેકડી ઉડાડવાનો શોખ જતો કરવો પડશે.
    નીતીમાન થવું એ મરી ગયા પછી સ્વર્ગમાં જવા માટે નહીં પણ ધરતીને જ સ્વર્ગ બનાવીને સારી રીતે જીવન જીવવા માટેની શરત છે.

    Liked by 1 person

  5. સરસ લેખ. જો કે ભીખારી અહીં ન્યુઝીલેન્ડમાં પણ ક્યાંક જોવા મળે છે, પણ કોઈક જ વાર, અને તે પણ વેલીંગ્ટન, ઑકલેન્ડ જેવાં મોટાં શહેરોમાં.

    Liked by 1 person

  6. દવે સાહેબનો લેખ સચોટ અને ખુબજ માર્મિક છે. મારા મિત્ર કાસીમ અબ્બાસભાઈએ કેનેડા વિષે લખીજ દીધું છે.
    અમુક સમય પહેલા આજ વિષય મેં મારા એક રીટાયર પ્રો. મિત્ર જોડે કરી હતી. ખુબજ ધાર્મિક છે. દિવસના લગભગ ૪ કલાક પૂજાપાઠમાં વિતાવે છે. ઘરમાં પૂજા કરતા સમયે પોતાનો મોબાઇલ બાજુમાં જ રાખે છે. પૂજા દરમ્યાન ઘંટડી વાગે એટલે પુંજા બાજુએ મૂકી પહેલા મોબાઇલ ઉપાડે! ટોરંટો અને એની આસપાસમાં જેટલાં મંદિરો છે એ બધામાં જાય છે. ભારતથી કોઈ પ.પૂ.ધ.ધૂ. એવા ના હોય જેમના ‘સત્સંગ’ માં તે જતા ના હોય.

    મેં એમને પ્રશ્ન કરેલો કે ધાર્મિક લોકો લાંચ કેમ લે છે? એમનો જવાબ બહુ જ મજેદાર હતો. “લાંચ લેવાનો સંબંધ ધર્મ સાથે નથી. ધર્મ અલગ છે અને જીવન કઈ રીતે જીવવું એ અલગ છે. ધર્મ એન્ડ ધાર્મિક ગુરુઓ તમને જીવન જીવવાની રીત બતાવે . માર્ગદર્શન આપે પણ અંતે જીવવું કેવી રીતે એ તો આપણે જ નક્કી કરવાનું હોય!!’
    જનોઈધારક, તિલાક્ધારી, પાંચ ટીમે નમાઝ પઢવાવાળા, દાઢી અને ટોપીવાળાને પણ લાંચ લેતા મેં જોયા છે. આ બધું જયારે જોઈએ એટલે આપણને લાગે કે જો ધર્મ માનવીને નૈતિક ના બનાવી શકતો હોય તો એની જરૂરત ખરી? માનવી ધર્મ વિના પણ નૈતિક હોઈ શકે.

    ભારતની જેમ અહીં ધાર્મિક સરઘસો નથી નીકળતા પરંતુ પેલા હરે રામા – હરે કૃષ્ણવાળા એમનું સરઘસ કાઢે જ છે અને આપણા ધર્મઘેલા ઇન્ડિયાનો એમાં બહુ મોટી સંખ્યામાં દેખાય છે. હા, ૨૦ વર્ષ થયા ટોરંટોમાં રહેતા પણ આજ સુધી મુહર્રમ કે બીજા કોઈ સરઘસ જોયા નથી.

    ફિરોજખાન
    ટોરંટો, કેનેડા.

    Liked by 1 person

    1. ફિરોઝભાઈ…. વિદેશી માં પણ ધર્મ નું ગાંડું આધ્ળું ગાંડપણ આપણે જોઈએ છીએ.. બીજી કાસ્ટ નું… હા કદાચ સરઘસ ના નીકળતા હોય પણ તેઓના ધાર્મિક સ્થળો માં.. મીટીંગ માં મતલબ ભાષણ.. પ્રેયર કે શું કેહવાય આપણી જેમ ધર્મસભા કથા કે મજલીસ કે બયાન તેમ.. તેઓમાં શું થાય તે મેં ઉપર જવાબ લખ્યો જ છે.. જય હિન્દ!

      Like

    1. વહાલા વલીભાઈ,
      આપના બ્લોગ પર ‘આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  7. आपणे वधु अप्रामाणिक छीए, केमके आपणे नानपणथी ज अप्रामाणिकता जोता आव्या छीए.
    आपणी प्राथमिक शाणाना मकाननी हालत जूओ, तेमां कोन्ट्राकटरे जे भ्रष्टाचार कर्यो छे ते आपणे
    जोई शकीए छीए; परंतु सरकारने ते देखातो नथी❗️राजाशाही वखतनी शाणाओ अने हालनी शाणाओनी स्थिति जोता ख़्याल आवशे के आपणे वधु अप्रामाणिक थई रह्या छीए.
    स्वामिओ/कथाकारो/गुरुओ/प्रगटब्रह्मस्वरुपो नैतिक उपदेश आपे छे; परंतु तेओ आश्रमों माटे
    ज़मीन मफतमां मेणवे छे; पछी ते ज़मीन उपर कोमर्शियल प्रवृतिओ करे छे❗️
    ‘वैष्णव जन’नी वातों करे छे; परंतु आचरण भ्रष्ट होय छे.
    गुजरातनी कमनसीबी जूओ-तेने दयानंद करता सहजानंद वधु गमे छे‼️
    ज़्यां सुधी भक्तों रहीशुं त्यां सुधी आपणो उध्धार शक्य नथी.
    अंधभक्तोने ईश्वर पण सुधारी शके नहीं. आपणे टीलांटपकामांथी क्यारे उँचा आवीशुं❓
    आँख खोलनार लेख माटे लेखकने धन्यवाद.

    Liked by 1 person

  8. અસામાજીક પ્રવૃત્તીઓનું મુખ્ય કારણ એ છે કે માવતર, શીક્શકો, વડીલો, રાજકારણીઓ તથા ધર્મગુરુઓના આચરણ, અને શાળામાં અપાતા પુસ્તકીઆ આદર્શો વચ્ચે મેળ દેખાતો નથી.

    Liked by 1 person

  9. ભગવતીભાઈ, તમારી વાતથી સંપૂર્ણ સહમત છું. મારી મુદ્દો ફક્ત ધાર્મિક સરઘષોનો છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ બેન્ડ બારણે એટલે કે મસ્જિદો, ગિરજાઘરો કે બેંક્યુએટ હોલમાં થતી જ હોય છે.

    મારા અભ્યાસ પ્રમાણે તો ધાર્મિક સભાઓનું ગાંડપણ મૉટે ભાગે તો દક્ષિણ એશિયાઈ દેશોથી આવેલા લોકો લઈને આવ્યા છે. આવી પ્રવૃત્તિઓ બંધ બારણે ભલે ચાલે પરંતુ ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશની જેમ રસ્તા પાર સરઘસ કાઢવા ઇચ્છનીય નથી. કમ સે કમ આ દેશોમાં.

    અંધવિશ્વાશ તો ગોરા લોકોમાં પણ ખુબ છે. એક જ ઉદાહરણ મારી વાતના સમર્થન માટે પૂરો છે. આપણે જોઈએ છીએ કે અહીં પણ લોકો પૃથ્વીના ગોળા લઈને ઠેર, ઠેર બેઠાં છે. જેમને પોતાના ભવિષ્યની ખબર નથી એ બીજાનું ભવિષ્ય ભાખે છે!! અને મુર્ખાઓ, મુર્ખીઓ એમની પાસે દોડી જાય છે.

    એક કારનો સેલ્સમેન કારની સેફટી વિષે એક ઇન્ડીઅનને સમઝાવી રહ્યો હતો. ગ્રાહકે બે મિનિટ વાત સાંભળ્યા પછી પેલા ગોરા સેલ્સમેન ને કહયું, ‘રહેવા દે ભૈલા, અમારી ગાડીઓમાં લાલ રંગની ચુનરી, લીંબુ અને મરચા, આગળ, પાછળ દેવી દેવતાઓ બેસાડેલાં હોય. અરે અમારા બોનેટ પાર પણ બિરાજમાન હોય. હવે આ બધાં લોકો અમારી સેફટીની ગેરંટી લેતા હોય છે. મુસ્લિમપ કુરાનના બોધ વચનો એન્ડ તસ્બી (માળા) બાંધતા હોય છે અને છતાં અકસ્માતો થાય જ છે ને?

    Liked by 1 person

    1. હા. સરઘસ અને વરઘોડા નો હું સખ્ત વિરોધી છું.. મેં પણ મારા લગ્ન માં જાન નો’તી કાઢી.. અને મારા બંને વેવાઈ ને પણ મેં આમ કરવા સમજાવેલા.. અને ખ્રિસ્તીઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ તો સમજા.. અને ભારત માં.. મુસ્લિમો માં સરઘસ નીકળે છે. પણ મારી વાત.. ખ્રિસ્તીઓમાં ધાર્મિક કરતા….. ભારતમાં & મેં સાંભળું છે કે…. વિદેશો માં પણ.. ગરીબ દેશો માં… “વટાળ” પ્રવુત્તિ પુરજોશ માં ચાલુ જ છે.. આ કેહવાનો મારો આશય છે. મેં ખુદ જોયું છે. કેવા ધતીંગો ..!! ઓહ!!! પણ શું કરે પ્રજા..?? લાચાર.. ગરીબ.. એટલે વટલાય જાય કેમ કે અન્ય સમાજ ના કેહવાતા મોભીઓ ઠેકેદારો.. ફક્ત પોતાનો જ ફાયદો જોય અથવા વહાલા દવલા ની રીત અપનાવે એટલે. સમાજ નો જ વાંક. આમાં. & અકસ્માત.. થયા છે એતો.. ફૂલસ્પીડ ગફલતભરી ડ્રાઈવ કે શરતચૂક થી અથવા સામે વાળો ઠોકી જાય તો આપણે પણ… નસીબ એમ જ કહીએ છીએ ને…? બાકી ચુંદડી કે તસ્બી એતો પોતાના કોઈ ઓલ માઈટી સાથે છે એ હોવાનો એહસાસ..!!! એક આત્મ સંતોષ.

      Like

  10. ઍ વાત પણ સો ટકા સાચી છે કે હિન્દુ અને મુસ્લિમ ઉપરાંત ખ્રિસ્તીઓ માં પણ ધર્મ ના નામે ધતિન્ગો થાય છે. ઉત્તર અમેરિકા ના ટેલીવીઝનોમાં આવા ધતિન્ગો દેખાડવામાં આવે છે. આ બધા ધતિન્ગો પાછ્ળ ધ્યેય છે : “ અંધશ્રદ્ધાળુઑ પાસે થી પૈસા ઓકાવવા”.

    કેનેડામાં મોહરમ ઉપરાંત ઈદે મીલાદ (પયગંબર સાહેબ ના જન્મ દિવસે) ના અવસરે પણ જૂલૂસો નીકળે છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

  11. સત્ય તો ઍ છે કે કેનેડા માં પણ સંતો, મુનીઓ, પંડીતો પુરોહીતો, મોલવીઓ, મુલ્લાઓ અને આધ્યાત્મીકત (રુહાની) પીરો નો તોટો નથી. કેનેડા માં પણ ઍવા ઍવા ધતીન્ગો થાય છે જેવા ભારત તથા પાકિસ્તાન માં થાય છે, અને તેનું કારણ ઍ છે કે ભારત તથા પાકિસ્તાન થી આયાત થયેલા હિન્દુઓ તથા મુસ્લિમો તેમની સાથે અંધશ્રદ્ધા ના બીજો અને પડીકાઓ લાવેલ છે, અહીં ના ગુજરાતી તથા ઉર્દૂ ના કમ્યુનીટી ના અખબારોમાં આવા અંધશ્રદ્ધાના કાર્યક્રમો વિષે અવાર નવાર વાંચવા મળે છે.
    આ કાર્યક્રમો કરવાવાળાઑ તથા તેમાં હાજરી આપનારાઓ માં ઍવા તત્વો પણ જોવા મળે છે કે જેઓ ની અને પ્રમાણીકતા ની વચ્ચે સો ગાઉ નું અંતર છે.

    Liked by 1 person

  12. લેખ સુંદર છે કરતાં યે વધુ તો સાચો છે. અલબત્ત, ઘણો આક્રોશ વર્તાય છે, પણ તે પણ ઊંડેથી દેશ માટેનો લગાવ હોવાને કારણે જ.. બીજાંની સરખામણી છોડો, દર્શાવેલા ૧૨ ઉપાયો ધીરે ધીરે અમલમાં મૂકાય તેવી પ્રાર્થના.

    Liked by 1 person

  13. Vimla Hirpara
    9:59 PM (8 hours ago)

    to me

    આદરણીય ગોવિંદભાઇ,

    આજે દવેસાહેબનો ‘આભાસી આદ્યામિકતા’ લેખ વાંચ્યો. ટિપ્પણી લખવામાં મારા કોમપ્યુટરને કાઇક વાંધો પડે છે એટલે ઇ મેઇલ કરુ છુ. પ્રથમ વાત એ કે વેસ્ટના દેશો કદમાં બહુ નાના એ મોટે ભાગે એક જ વંશ, જાતિ, વાણી ને એક જ ધર્મના લોકો છે. એટલે એમને સમજાવવા ને કાયદાનુ પાલન કરાવવા શાસક વર્ગ માટે સહેલુ પડે છે. વસ્તી ઓછી છે ને એના પ્રમાણમાં આજીવિકાના સાધનો પુરતા છે. એટલે ખેંચાખેચી ને અસલામતી નથી. લોકોને સાત પેઢીનુ રળી લેવાની લ્હાય નથી. એટલે સમાજમાં ગરીબ ને ધનવાન વચ્ચે એવી વિરાટ ખાઇ નથી. મોટે ભાગે આર્થિક અસલામતી જ લોકોની સંગ્રહવૃત્તિના લોભને જન્મ આપે છે. આવા અછતના માહોલમાં એક માણસ આખા સમાજની જીવનજરુરીયાતો જમીન, અન્ન, વસ્ત્ર પર કબજો કરી લે ત્યારે બાકીના માણસો એનાથી વંચિત રહી જાય. જેમ લાખ માછલી ખાય ત્યારે એક વ્હેલ માછલી જીવે એમ એક લાખ ગરીબના ભોગે એક લખપતિ થાય. કારણ આજીવિકાના ને એનર્જીનો પુરવઠો તો એ જ રહેવાનો. વેસ્ટની સામે આપણા દેશમાં આપણે મેં અગાઉ કહ્યું એમ આપણે ગામની સરહદોથી લઇને ભાષા, ધર્મ, જાતિ એવા અનેક નાના વાડામાં વહેંચાઇ ગયા છીએ કે આપણે એક દેશના નાગરિક છીએ એવુ લાગતું નથી. દેશાભિમાન માટે આપણો ગજ ટુંકો પડે છે. એક જ દેશના નાગરીકો અન્ય પાડોશી રાજ્યમાં હડધુત થાય છે ને નોકરી ધંધામાં ભેદભાવનો ભોગ બને છૈ.
    આપણે ધર્મને પણ લાંચમાંથી બાકાત રાખ્યો નથી. મંદિરમાં પાઇ મુકીને રુપિયો, ને મુઠ્ઠી અનાજ મુકીને મણ માગીએ છીએ. અનીતિથી કમાયેલા કરોડોની રક્ષા કરવા ભગવાનને લાંચરુપે સોનાનો મુગટ કે ચાંદીનુ છત્તર ચડાવીએ છીએ. હસવુ તો ત્યારે આવે જયારે લેખક ભગવાનને આવા લોકોને સદબુધ્ધિ આપવા વિંનતી કરે. એ પણ ભગવાને જ કરવુ પડે? તો તમને એટલે કે માનવને વિવેકબુધ્ધિ શા માટે આપી છે? ખરી વાત તો એક જ લાગે કે જયા શારિરિક, આર્થિકને રાજકીય અસલામતી છે ત્યાં સંગ્રહ, લોભ, અત્યાચારો રહેવાના.
    માણસની આળસ પણ ભાગ ભજવે. માત્ર શરીરથી નહિ પણ વિચારવાની આળસ. પહેલા બધુ ઉપરવાળા પર છોડી દેવાનુ ધર્મે શીખવાડ્યુ. પછી રાજા કે સતાધારીને ભગવાન માન્યા ને હવે નેતા ઉપર બધુ છોડી દીધુ. કોઇપણ પ્રજાનો વિકાસ એના નાગરીકો કેટલા જાગૃત છે એના પર આધારિત છે. તાજેતરનો આ દાખલો લો. દક્ષિણ અમેરીકામાં વેનેઝુએલા નામક દેશ છે. નાનો સરખો. એમાં ઓઇલના ભંડારો હતા ને દુનિયામાં એની માંગને લઇને આ દેશ સમૃધ્ધ થઇ ગયો. સરકારે બધાને આવાસો ને બધી જ સગવડો મફતમાં પુરી પાડી. જેમ પૈસાદારના છોકરાને સુરજ રોજ ઉગવાનો જ છે એવી ધરપત સાથે પ્રજા આળસુ ને વિલાસી થઇ ગઇ. સરકાર ગરીબ થઇ. ઓઇલ ખુટી ગયુ. જીવવાના બીજા રસ્તા તો ભુલાઇ ગયા હતા એટલે એક વખતનો સમૃધ્ધ દેશમાં અનાજ ને જીવન જરુરિયાતની ચીજો માટે શેરીઓમાં જંગ ખેલાવા લાગ્યો. કહો આમાં ભગવાન હોય તોયે શું કરે?

    વિમળા હિરપરા

    Liked by 1 person

  14. Reblogged this on and commented:
    શ્રી ગોવિંદભાઈ, ખૂબ જ સુંદર અને માત્ર આંખ નહિ પણ દિલ અને મનને પણ ખોલી નાખે તેઓ લેખ. આપને અને શ્રી બી. એમ. દવેભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      આપના બ્લોગ પર ‘આભાસી આધ્યાત્મીકતાનું અનાવરણ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  15. ” હે પ્રભુ! મારા દેશબાંધવોને દમ્ભી આધ્યાત્મીકતાથી બચાવી લેજે ”

    પદ્મશ્રી ડો.ગુણવંતભાઈ ની આ પ્રાર્થનામાં આ મનનીય લેખના લેખક ની સાથે મારો સુર પુરાવું છું.

    આજે ધર્મના નામે ચાલતાં ધતીંગો ક્યારે અટકશે ! કે ટકશે !

    Liked by 1 person

  16. દવે સાહેબના આ લેખ સર- આંખો પર. પોતાનું મન ઠાલવી દીઘુ છે. શ્રી ગુણવંતભાઇનો નિર્દેશ પોતાના મનની વાતને સાથ દેવા કર્યો છે…પરંતું તેમણે સત્યનો સંપૂર્ણ સાથ લીઘો છે. તેમના આ શબ્દોથી વઘુ તે શું કહેવાનું હોય ? સમજદારો કો ઇસારા કાફી હોતા હૈ…..અહિં તો હૃદય ઠાલવી દેવાયુ છે.

    બઘી જ કોમેંટ…ટીપ્પણીઓ…પણ લેખના હાર્દને વળગીને ચાલે છે. અભિનંદન.

    અમૃત હઝારી

    Liked by 1 person

  17. આપણા દંભનો આરંભ સત્યનારાયણની કથાથી થાય છે. ઈશ્વર સાથે પણ સોદાબાજી કરીએ છીએ તો બીજા કોને છોડીએ?

    Liked by 1 person

Leave a comment