‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
આજના પ્રગતિશીલ યુગ ઍટલે કે ૨૧મી સદીમાં પણ આવા ધતીન્ગો થઈ રહ્યા છે, તેનું કારણ પ્રજા માં અંધવીશ્વાસ અને ધર્મના નામે અંધશ્રદ્ધા જ છે. આ ધતીન્ગો કેવળ હિન્દુ ધર્મ સુધી જ મર્યાદિત નથી, પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ જોવા મળે છે. કેનેડાના ખ્રિસ્તીઓના ઍક દેવળની વર્તમાનપત્રની જાહેરાતમાં પણ આવાજ ધતીન્ગની જાહેરાત દર અઠવાડીયે પ્રગટ થતી રહે છે. જાહેરાતનો હેતુ: અંધશ્રદ્ધાળુઑ પાસેથી વધુમાં વધુ “ડોનેશન” ઓકાવી શકાય.
મુસ્લીમ ધર્મમાં પણ ઍવા લેભાગુ પીર, મોલાવી, ધર્મગુરુ જોવા મળે છે, જેમની આવી ગેરમાર્ગે દોરાવનારી કટારો દર અઠવાડીઍ વર્તમાનપત્રમાં પ્રગટ થતી રહે છે, જે તેઑ જાહેરાતના ભાવે પ્રગટ કરાવે છે.
આ સર્વે લેભાગુઑ અંધશ્રદ્ધાળુઑ પાસેથી ચમત્કાર ના નામે કેવળ પૈસા કઢાવવા માટે આવા ધતીન્ગો કરી રહ્યા છે.
ઝૂકતી હે દુનીયા, ઝૂકાને વાલા ચાહીયે.
કાસીમ અબ્બાાસ
LikeLiked by 3 people
4 Attachments in support of my comments of today.
Thanks.
Qasim Abbas
Canada
=========================================
________________________________
LikeLike
Govindbhai,
Apna adda (Gujarati) page par aa lekh mukyo che. charcha ni sharuaat pan thaee gayee che. Mulakat lesho.
Firozbhai.
LikeLiked by 1 person
વહાલા ખાનસાહેબ,
મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘દેતે હૈં ભગવાન(!) કો ધોખા, ઈન્સાં કો કયા છોડેંગે!’ ને ‘अपना adda’ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
આજ નો માનવી ભગવાન શું છે, કિયા છે, કોણ છે એ બધું બાજુ મૂકી પૈસો મારો પરમેશ્વર ના નામે એમના ભગવાન ને પથ્થરો માં જડી દીધા છે ..અને પછી પોતે જ ભગવાન બની બેઠો છે….
ગઈ કાલે જ મેં મારા થ્રેર્ડ્સ માં લખિયું હતું કે અળસિયાંને ફેણ આવી ……. અને ફેનિયા દર માં ડર ના મારે છુપાઈ ને બેઠા… જે લોકો આ બાબત માં કઈ કરી શકે છે તે લોકો ડરના માર્યા મોં છુપાવે છે…..
LikeLiked by 1 person
You are doing good work! Keep it up.
LikeLiked by 1 person
ગોવીંદભાઈ, પૈસા માટે આ પ્રકારની છેતરપીંડી કરનાર પોતે કોઈ ભગવાનમાં માનતાં હોય એમ મને તો લાગતું નથી, કેમ કે ભગવાનમાં માનતાં હોય તો આવી છેતરપીંડીનું પરીણામ એ લોકોની જ માન્યતા અનુસાર નર્કમાં જઈને ભોગવવું પડે. જો કે ખરેખર સ્વર્ગ કે નર્ક જેવું કશું નથી. એ બધી માન્યતા છે, જેમ ભગવાનની માન્યતા છે તેમ જ. પણ લોકોની મુઢતાને લીધે આવા લોકોનો ધંધો ચાલતો રહે છે.
LikeLiked by 1 person
Thanks to ‘સત્યશોધક સભા’ના કાર્યકરો. WE need more like this in every village, and cities of India.
LikeLiked by 1 person
પ્રભુમા શ્રદ્ધાં હોવી જોઇયે.. અંધશ્રદ્ધા ના હોવી જોઇયે. કર્મનું ફળ મળે…હાથ જોડીને બેસી રહેવાથી કે પ્રભુ ..માતાજી મારૂ દુઃખ દૂર કરશે…તેવી ખોટી આશા ફળવાની નથી..આપણો દેશ તો શું પણ બ્રિટન જેવા વિકષિત દેશમાં પણ આટલી જ અંધશ્રદ્ધા લોકોમાં પ્રવર્તી રહી છે.. સુંદર લેખ….. ગોવિંદભાઇ….. આભાર…
ગિરીશ દવે.
બરોડા.
LikeLiked by 1 person
Khub saras shree Raman pathak lakhe chhe tem shraddha ej andhshraddha banne ma fakt vakya rachna noj farak mathana val jetli barik sarhad rekha hoi chhe banne vachche je kyare olangi gaya teno khyal aavto nathi .
SHRADDHA EJ ANDHSHRADDHA,
SHANKA EJ VIGNYAN.
LikeLiked by 1 person
આટલી બધી હૈયા વરાળ? દુનિયામાં અનેક ધંધાઓ ચાલે છે તેમાં ધર્મને નામે ચાલતો આ પણ એક ધંધો જ છે. દરેક બિઝનેસની એક ચોક્કસ ખાસિયત હોય છે. ચોક્કસ વર્ગને જ એમાં રસ પણ હોય છે. તો ચાલવા દોને!!! પૈસો પણ એક કે બીજી રીતે ફરતો રહેવો જોઈએ. એક ગજવામાંથી બીજા ગજવામાં જવો જ જોઈએ. હા હા હા. જોકે આવા કોઈ લબાડીને મારી એક પણ પેની પહોંચી નથી. મોટાભાગના પ્રતિભાવ આપનાર મિત્રો પરદેશમાં જ છે એમને તો કોઈજ માતા સ્પર્શતા નથી. પણ સારી વાત છે એટલે લેખ અને લેખકને અમે ટેલો આપી વખાણીયે છીએ. અમે રહિ ના જવા જોઈએ.
LikeLiked by 1 person
મેં વાંચેલું જ હું મિત્રોને વંચાવું છું.
૧. ‘ ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….
આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં…‘
૨. ‘ ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘સાહિલ‘,
ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.‘
૩. ‘ માટી કા અેક નાગ બનાકે,
પૂજે લોગ લુગાયા !
જિંદા નાગ જબ ઘરમેં નિકલે,
લે લાઠી ઘમકાયા !!
જિંદા બાપ કોઇ ના પૂજે
મરે બાદ પુજવાયા !
મુઠ્ઠી ભર ચાવલ લેકે,
કૌવે કો બાપ બનાયા !!.
૪. નરસિહ મહેતા કહી ગયા…‘ અે સહુ પ્રપંચ પેટ ભરવા તણા…..‘
૫. કબીરવાણી….‘ પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
તા તે ચક્કી ભલી, પીસ ખાય સંસાર. ‘
ઘણા ઘણા મહાન આત્માઓ સમજાવી સમજાવીને પ્રભુઘામ પહોંચી ગયા પરંતુ આ અંઘશ્રઘ્ઘાળુઓ ૨૧મી સદીમાં વઘતા જ જાય છે…અને તે મુરખોની મુરખાઇનો લાભ લેનારા ઉસ્તાદો પણ ઓછા નથી…
..કારણોનો ઉંડો અભ્યાસ કદાચ અંઘશ્રઘ્ઘા માટે અમુક કારણોને‘ કારણભૂત‘ ગણે પણ ખરા…..ગરીબાઇ….મોટામાં મોટું કારણ બને છે. જેને નસીબનો માર કહીઅે છીઅે તે પણ……અને ????????????????
‘ બિચારા‘ ઓ ભાન ભૂલીને પોતાનું જીવન બરબાદ કરતાં હોય છે……..જો પૈસાવાળો અંઘશ્રઘ્ઘા તરફ વળે તો તે સ્વાર્થ , લોભ ……ના મોહે ‘ બિચારો‘ બનવા જાય છે. કારણો શોઘીને ઘૂતારાને ખૂલ્લા પાડો તે બરાબર છે…પરંતું કારણો જાણીને કારણોનું નિવારણ…સોલ્યુશન પણ અંઘશ્રઘ્ઘાને દૂર કરવા મદદરુપ થાય.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
આજે આપણી આસપાસ આવા ધુતારાઓનો રાફડો ફાટ્યો છે. રોજ એક નવો ગુરુ તૈયાર થાય છે. કારણ કે આ કામ એક્દમ સહેલુ છે. માન અને મની મળે છે. મહેનત કરવી પડતી નથી. છેતરનારા અને છેતરાઇ જનારા લાખો છે. રેશનાલીસ્ટો કેટલા છે? પોલખોલ કાર્યક્રમો વધવા જોઇએ. માતાજી-ગુરુજીની હવા કાઢી નાખવા રેશનાલીસ્ટોનુ મજબુત સંગઠન જરુરી છે. આવો આપણે સૌ તેવા સંગઠન સાથે જોડાઇને સમાજને શુધ્ધ કરીએ.
અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર જિ.સાબરકાંઠા
LikeLiked by 1 person
Thanks, Badhaa e jagrut thava ni jarur chhe…!
LikeLiked by 1 person
સરસ ગોવિંદભાઈ
LikeLiked by 1 person