પુત્ર થશે, સીમન્તવીધી પતાવો!

પુત્ર થશે, સીમન્તવીધી પતાવો!

–રમેશ સવાણી

નરેશભાઈ ધામેલીયા (ઉમ્મર : 35) અને તેમનાં પત્ની ગીતાબહેન(ઉમ્મર : 32) સુરતના કતારગામ વીસ્તારમાં રહેતા હતા. પ્લાયવુડ વેચવાનો ધન્ધો સરસ ચાલતો હતો. બન્નેની જોડી એવી હતી; જાણે એકબીજા માટે જ બન્યાં હોય! બન્ને પ્રેમમાં એટલા ડુબેલાં રહેતાં હતાં કે લગ્નજીવનનાં દસ વર્ષ ક્યારે વીતી ગયાં, તેનો ખ્યાલ જ ન રહ્યો.

એક દીવસ ગીતાબહેને કહ્યું: “નરેશ, તમે કાનજી છો, અને હું રાધા!”

“તું શું કહેવા માંગે છે? ગીતા!”

“નરેશ, કવી પ્રીયકાન્ત મણીયારે આપણા માટે જ ગીતનું સર્જન કર્યું છે!

‘આ નભ ઝુક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,

આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે!

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેર જતી તે રાધા રે!

આ પરવત–શીખર તે કાનજી ને કેડી ચડે તે રાધા રે!’

નરેશભાઈ ગીતાને તાકી જ રહ્યા અને પછી વેલ વૃક્ષને વળગે તેમ તેને વીંટળાઈ ગયા!

નરેશભાઈએ કહ્યું: “ગીતા! આ રવીવારે ‘મોતાલ’ ગામે જવું છે. મેં સાંભળ્યું છે કે તપસ્વી કાશીબહેનમાં માતાજીનો વસવાટ છે! માતાજીના આશીર્વાદથી સન્તાનપ્રાપ્તી થાય છે!”

“નરેશ, સન્તાન થવું કે ન થવું તે કુદરતના હાથની વાત છે. એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે તો તે ડૉક્ટર છે. ટેસ્ટટ્યુબ સીસ્ટમ છે. વીજ્ઞાન છે. આવી બાબતમાં માતાજી કઈ રીતે દખલ કરી શકે?”

“ગીતા! શ્રદ્ધા મોટું પરીબળ છે. શ્રદ્ધા હોય તો હીમાલય પણ ઓળંગી જવાય!”

“નરેશ, શ્રદ્ધા એટલે જ અન્ધશ્રદ્ધા! શ્રદ્ધા અને વીશ્વાસ વચ્ચે ફરક છે. શ્રદ્ધામાં માની લેવાનું હોય છે, જ્યારે વીશ્વાસમાં માની લેવાનું હોતું નથી. વીશ્વાસમાં વાસ્તવીક્તા ધ્યાને લેવાય છે, તેમાં શક્યતાને ધ્યાને લેવાય છે. અગ્નીથી દઝાય નહીં, તે શ્રદ્ધા છે; પરન્તુ ચોક્કસ પોશાક પહેરવામાં આવે તો અગ્નીથી દઝાય નહીં, તે વીશ્વાસ છે!”

“ગીતા, તારું રૅશનાલીઝમ મને ગળે ઉતરતું નથી. મારી ખુશી ખાતર તારે મારી સાથે આવવાનું છે!”

“ભલે, તમે ખુશ થતા હો તો હું જરુર આવીશ!”

તારીખ 06 જુન, 2010ને રવીવાર. બપોરના ત્રણ વાગ્યે નરેશભાઈ અને ગીતાબહેન પંચમહાલ જીલ્લાના મોતાલ ગામે કાશીબહેનના સ્થાનકે પહોંચ્યાં. કાશીબહેન કાળાં કપડાંમાં પ્રભાવશાળી લાગતાં હતાં. બન્નેએ આશીર્વાદ ગ્રહણ કર્યા. કાશીબહેને કહ્યું: “નરેશભાઈ, માતાજી પાસે શું માંગવા આવ્યા છો?”

“માતાજી! અમે બહુ સુખી છીએ. પણ આનન્દ થોડો ઘટે છે. લગ્ન થયાંને દસ વરસ થઈ ગયાં; પણ સન્તાન નથી!”

“નરેશભાઈ, ચીંતા ન કરો. આ કામ તો માતાજીનું છે. અહીં ટચુકડાં ઘોડીયાં કેટલાં લટકે છે! માનતા ફળી તે બધાં અહીં ઘોડીયાં ચડાવે છે! તમે માનતા માનો એટલે કામ પુરું!”

“માતાજી! હું તો છેલ્લાં દસ વર્ષથી માનતા માનું છું, ઈચ્છા કરું છું; છતાં સન્તાનપ્રાપ્તી નથી થતી!”

કાશીબેને ધુપદીપ કર્યા. અગરબત્તીઓ પેટાવી. નરેશભાઈ અને ગીતાબહેનનાં કપાળે કંકુ– તીલક કર્યું. થોડીવાર આંખો બન્ધ કરી હોઠ ફફડાવ્યા. અચાનક કાશીબહેનનું શરીર ધ્રુજવા લાગ્યું. જમીન ઉપર જોર જોરથી હાથ પછાડવા લાગ્યા અને કહ્યું: “નરેશભાઈ! માતાજી એરકંડીશન યન્ત્ર માંગે છે!”

“માતાજી! હું તૈયાર છું. આવતા રવીવારે હું લઈને આવીશ!”

“નરેશભાઈ, અહીં જે સન્તાનપ્રાપ્તી માટે આવે છે, તે મહીલાને સાતમે મહીને સીમન્ત વીધી–ખોળો ભરવાનો વીધી કરવાનું સૌભાગ્ય મળે છે. સાતમે મહીને ખોળો ભરજો. પુત્રપ્રાપ્તી થશે; પરન્તુ એ પુત્ર મૃત હાલતમાં અવતરશે!”

“માતાજી! અમારી સાથે આવો અન્યાય? મૃત પુત્રનો શો અર્થ?”

“નરેશભાઈ! ચીંતા ન કરો. વીધી કરવો પડશે! માતાજીને રીઝવવા પડશે. બે તોલા સોનાની ચેઈન ચડાવવી પડશે! અઢી લાખ રુપીયાની બાધા માનવી પડશે. આવતા રવીવારે એ.સી.મશીન, ચેઈન અને રુપીયા લઈને આવજો. પુત્રપ્રાપ્તી જરુર થશે!”

નરેશભાઈ અને ગીતાબહેન માતાજીને તાકી રહ્યાં ! માતાજીએ બન્નેનાં માથાં ઉપર હાથ ફેરવી આશીર્વાદ આપ્યા.

બન્ને સુરત પરત જવા રવાના થયા. ગીતાબેને કહ્યું : “નરેશ! માતાજી આવી માંગણી કરે, તે હું માનતી નથી. આ અન્ધશ્રદ્ધા છે. માતાજીને ભૌતીક ચીજવસ્તુઓની શી જરુર પડે?”

“ગીતા, માતાજીના સ્થાનકે પાંચસોથી વધુ ઘોડીયાં લટકતાં હતાં. એ કંઈ અમસ્તાં થોડાં લટકતાં હશે? લોકોને સન્તાનપ્રાપ્તી થઈ હોય તો જ ઘોડીયાં લઈને આવે ને! શ્રદ્ધાનું પરીણામ મળતું હોય છે. મારી ખુશી ખાતર એક વખત વીધી કરવા તું રાજી થઈ જા!”

“ભલે, તમારી ખુશીમાં મારી ખુશી!”

પછીના રવીવારે, નરેશભાઈ અને ગીતાબહેન એ.સી.મશીન, સોનાની ચેઈન અને અઢી લાખ રુપીયા લઈને કાશીબહેનના સ્થાનકે હાજર થયાં. કાશીબહેને કહ્યું : “નરેશભાઈ, માતાજીનો આદેશ થઈ ગયો છે. પુત્રપ્રાપ્તી થશે. પુત્ર રુપાળો હશે. પુત્ર મોટો થઈને કલેક્ટર બનશે!”

“માતાજી, આપના આશીર્વાદ કાયમ અમારી સાથે રહો!”

“નરેશભાઈ, સાતમે મહીને સીમન્તવીધી કરજો!”

બન્ને માતાજીને પગે લાગ્યાં. પ્રસાદ લીધો અને સુરત પરત જવા રવાનાં થયાં. ગીતાબહેને કહ્યું : “નરેશ! મને કંઈ ગળે ઉતરતું નથી. કાશીબહેનને બે દીકરી અને બે દીકરા છે. કાશીબહેનમાં માતાજી વસતાં હોય તો તેણે પોતાનાં દીકરી–દીકરાને કેમ કલેક્ટર ન બનાવ્યાં? મને શંકા જાય છે!”

“ગીતા! શંકા કરીશ નહીં. શ્રદ્ધા રાખ. માતાજી અંગે શંકા કરીએ તો માતાજી આપણું ધનોતપનોત કાઢી નાંખે! મારી ખુશી ખાતર તું શંકા ન કર!”

સાતમો મહીનો બેઠો. નરેશભાઈ ખુશખુશાલ હતા. સીમન્તવીધીની તૈયારી શરુ થઈ ગઈ. નરેશભાઈએ કહ્યું : “ગીતા! સીમન્તનો વીધી કયા દીવસે રાખીશું?”

“નરેશ! તમે ગાંડા થઈ ગયા છો? સીમન્તવીધી તો ત્યારે કરાય જ્યારે ગર્ભ રહ્યાને સાત મહીના થયા હોય! મારા પેટમાં કંઈ નથી; તો સીમન્તવીધી કઈ રીતે કરાય?”

“ગીતા, તારી વાત સાચી. મને પણ એવું જ લાગતું હતું; પરન્તુ હું ગઈકાલે મોતાલ ગામે માતાજીના સ્થાનકે ગયો હતો. મેં માતાજીને આ સમસ્યા જણાવી. માતાજીએ કહ્યું કે પુત્ર થશે, સીમન્તવીધી પતાવો!”

“પણ લોકો શું કહેશે! પેટમાં કંઈ નથી, ખાલી છે અને સીમન્તવીધી!”

“ગીતા, લોકો શું કહેશે, તેની ચીન્તા છોડી દે! માતાજીએ શું કહ્યું છે, તેનો વીચાર કર!”

“નરેશ, તમે શું બોલો છો? તમે વાસ્તવીક્તા સ્વીકારવા કેમ તૈયાર નથી?”

“ગીતા, મારા સમ. હું કહું તેમ કર. માતાજી ચમત્કાર કરશે! મારી ખુશી ખાતર!”

તારીખ 06 જાન્યુઆરી, 2011ને ગુરુવારે સીમન્તવીધી થયો. બીજા બે મહીના ગયા. નરેશભાઈ ચીન્તામાં મુકાઈ ગયા! નવ મહીના થયા; છતાં પુત્રપ્રાપ્તીનો ચમત્કાર ન થયો! ગીતાબહેને કહ્યું : “નરેશ! લોકો હવે મને પુછે છે, મારે શું કહેવું?”

નરેશભાઈ કંઈ બોલી શક્યા નહીં. તેણે કાશીબહેનને ફોન કર્યો : “માતાજી! નવ મહીના થયા; પુત્રપ્રાપ્તી કેમ ન થઈ?”

“નરેશભાઈ, શ્રદ્ધા રાખો. પુત્ર અવશ્ય અવતરશે!”

આ કીસ્સો, સત્યશોધક સભા, સુરતના કાર્યકર મધુભાઈ કાકડીયા(98255 32234) અને સીદ્ધાર્થ દેગામી(94268 06446) સમક્ષ રજુ થયો. કાશીબહેનથી છેતરાયા હોય તેવા સુરતમાં ઘણા લોકો હતા. મધુભાઈએ સૌને એકત્ર કર્યા અને સૌને લઈને ‘પગેરું’ મેળવવા મોતાલ ગામે પહોંચ્યા. છેતરાયેલા ભક્તોની આટલી મોટી સંખ્યા જોઈ, કાશીબહેન એટલાં બધાં ગભરાયાં કે તેણે અઢી લાખ રુપીયા, સોનાની ચેઈન નરેશભાઈને પરત કર્યાં અને સૌની માફી માંગી. (આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, સુરતની ‘સત્યશોધક સભા’ના કાર્યકર મધુભાઈ કાકડીયા અને સીદ્ધાર્થભાઈ દેગામી તેમ જ મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 10 કેન્દ્રોના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે. તો સમ્બન્ધકર્તા કેન્દ્રોના કાર્યકરોનો સમ્પર્ક કરવા જણાવાય છે.)

હવે ગીતાબહેનની આંખોમાં આંખ પરોવીને નરેશભાઈ જોઈ શક્તા ન હતા. સીમન્તવીધીને કારણે કુટુમ્બીજનોમાં, સમાજમાં કોઈની સાથે તે હળીમળી શક્તા ન હતા. ગીતાબહેનનો પ્રેમ એટલો જ છલકાતો હતો; પણ નરેશભાઈ ભીંજાઈ શક્તા ન હતા. એમના મગજમાં ઉથલ–પાથલ થઈ રહી હતી.

તારીખ 06 ફેબ્રુઆરી, 2012ને સોમવારે સવારના આઠ વાગ્યે, નરેશભાઈએ ઝેર પી આત્મહત્યા કરી!

છ વરસ થયાં. ગીતાબહેનની આંખો સુકાતી નથી. તેમના હૃદયમાં ઘુંટાય છે :

“આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,

આ કેશ ગુંથ્યા તે કાનજી ને સેંથી પુરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજીને આરતી તે રાધા રે,

આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(15, માર્ચ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.

10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com

‘અભીવ્યક્તી’  બ્લોગ પર  આ  લેખ મુકવા માટે અમેરીકાસ્થીત ‘અભીવ્યક્તી’ના પ્રતીભાવકમીત્ર શ્રી. અમૃત હજારીએ મને પીડીએફ ઈ.મેલ દ્વારા મોકલી હતી તે બદલ હું અમૃતભાઈનો આભાર માનું છું. માનનીય શ્રી. સવાણીસાહેબની રૅશનલ કટાર ‘પગેરું’ દર મહીને ‘અભીવ્યક્તી’  બ્લોગ પર માણવા મળશે.      ...ગોવીન્દ મારુ

 

31 Comments

  1. Congrats and thanks to Shri Amrutbhai Hazari for drawing attention to a recent real life story and to Shri Ramesh Savani for presenting it well.

    Did anyone think of registering a criminal case against Kashiben for cheating as well as causing the death of a happy man? Satya Shodhaks may do well to follow up such cases to the end.– — —Subodh Shah.

    Liked by 1 person

  2. It is a true story of a innocent couple but very sad and full o grief and pain. We need to educate ourselves and make other people aware of these things.

    Thanks to author for such a nice article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  3. ભક્તઃ “માતાજી મારી દિકરીની સગાઈ ક્યારે થાશે?”
    માતાજીઃ “થાશે થાશે. થોડી વહેલી મોડી થાશે પણ સારે ઠેકાણે થાશે.”
    ભક્ત (એની પત્નીને)ઃ”મેં નોતું કીધું કે આ મોડું થાય છે એની પાછળ કોઈ કારણ છે. માતાજીએ કહ્યું ને કે સારે ઠેકાણે થાશે.”
    બસ માતાજીની આ જ ટ્રીક કામ કરી જાય છે.

    Liked by 1 person

  4. મિત્રો,
    રમેશભાઇઅે ખૂબ જ અસરકારક રીતે સત્યને વાચક સમક્ષ મૂક્યુ છે. કાશીબેન જેવા ઘૂતારાઓ તો મળી રહે પરંતું લોભ, માયા , મોહ અને સ્વાર્થ, ઘણી વેળા આવા ઘૂતારાને શરણે અાવા નિર્દોષ માણસોને પહોંચાડી દે છે. અને પરિણામ દુ:ખદ આવે છે. જનજાગૃતિ અને અેજ્યુકેશનની જરુરત છે.
    વિષય જુદો છે પણ અંઘશ્રઘ્ઘા છે…….
    અમેરિકામાં મેં અંઘશ્રઘ્ઘાને તેના ઉચ્ચ શીખરે બેસતાં જોઇ છે. સાઉથ ઇન્ડીયાના ભણેલાં ગણેલાં કોમ્પયુટરમાં અેક્સપર્ટ યુવાનોને પોતાની નવી કારની પુજા, મંદિરમાં બ્રાહ્મણ પાસે કરાવતા જોયા છે….જેમ સત્યનારાયણની પૂજા થાય.
    અંઘશ્રઘ્ઘા માટે કદાચ જુદો જીનેટીક કોડ હશે……..
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. મારી દ્રષ્ટીએ તો ભણેલાજ વધુ અંધશ્રધ્ધામાં માને છે. તમાસાને તેડું ન હોય. પણ તમાસા કરનારને સખ્ત સજા કેમ થતી નથી?

    Liked by 1 person

  6. Govindbhai,
    Its the most deserving use of technology, your blog is helpful in opening eyes of many people by believing in themselves and not such bigots.
    Its very sad that due to someone’s cheating and greed, Nareshbhai did suicide. The most ironical thing I can ever think is the need of children overdriving the logic and pure belief system. May God Bless him..
    Thanks

    Liked by 1 person

  7. CONGRATULATIONS for placing on your blog a true incident leading to SUICIDE for the benefit of general public. According to me such incidents be given wide publicity since comparatively few people read the blog/s. Further as suggested by Shri Subodhbhai a criminal complaint should be lodged, if feasible, as a public interest petition by local Social activist organisation. — navin nagrecha.

    Liked by 1 person

  8. આદરણીય ગોવિંદભાઈ,

    મને લાગે છે કે ટેકનોલોજીના આ બ્લોગ સ્વરૂપનો જનજાગૃતિ અર્થે આ સૌથી ઉપર્યુક્ત પ્રયોગ છે. આપણે બધા ક્યાંકને ક્યાંક શ્રદ્ધા-અંધશ્રદ્ધા-અશ્રદ્ધામાં અટવાયેલા છીએ, ત્યારે સમાજના આવા કદરૂપા ચહેરાને સૌની સમક્ષ ઉઘાડવો અને અંધશ્રદ્ધા દૂર કરવી ખૂબ જ જરૂરી છે. રેશનાલિસ્ટ હોઈએ કે ન હોઈએ, લોજીકલી સાચા હોવું જરૂરી છે જેથી કોઈ અન્ય આપણી શ્રદ્ધાનો કે વિશ્વાસનો આવો દુરુપયોગ ન કરે. આત્મહત્યા કરવી પડે એ હદની આ ક્રૂર છેતરપિંડી જાહેરમાં આવે એ જરૂરી છે.

    આશા છે આ પ્રકારની લેખમાળા આપ અઠવાડીયે બે પણ મૂકી શકો. સાહિત્યસ્વરૂપ કરતા આ પ્રકારની માહિતી વધુ જરૂરી છે. ઑફીસથી વાંચ્યુ ત્યારે ત્યાં ગુજરાતી ન હોવા છતાંય પ્રતિભાવ મૂકતા ન રહી શક્યો.

    ખૂબ આભાર, શુભકામનાઓ.

    Liked by 1 person

  9. રમેશ સવાણીનો લેખ સરસ છે, અંધશ્રદ્ધાનો પડદો ચીરે છે. અભિનંદન.

    Liked by 1 person

  10. Nice article with actual life event of one and its sad ending. Thanks for the article. Thanks to મધુભાઈ કાકડીયા and thanks to સીદ્ધાર્થ દેગામી. For years even mass media like Bollywood and politicians are also promoting such activities in various ways.

    Liked by 1 person

  11. Em matajio ane babaona kahevathi badhu maltu hoy to kharcha karnara to ghana chhe joiti santan prapti mate karodo kharchnara chhe. Pan Ishvarni marji vina pandadu pan halva samarth nathi. Bahu saras ankh ughadanaro lekh.

    Like

  12. Samajik nd Dharmik vikruti o samaj ne Bharkhi rahi 6. Educated loko a scientifically vicharvani jarur ..par bhar mukto aa lekh Aapdi Dharmik murkhta par Chot kare 6… Dukhad …6 aavi ghatna o…

    Liked by 1 person

  13. Very silly and utmost tragic story,ending in premature death of a promising young man. A few questions, did they seek medical help? Now the medical science of fertility is so advanced, that Gitaben would have conceived, or other option is os surrogacy or finally what about adoption.
    Last but not least, what Anilaben means by ” Ishvarni marji vina pandadu pan halva samarth nathi”. So if God was willing then Gitaben could have conceived. This is also a kind of “andhashradda” that God willing any thing could happen.

    Liked by 1 person

  14. આવી વાતો વાંચી ને દુ:ખ થાય. લોકો હજી જુની માન્યતા માંથી બહાર નથી આવ્યા. ભણતર પણ નકામુ છે આવા લોકો માટે.
    બ્લોગ ના માઘ્યમથી આપણે લોકોને આવા ઠગ લોકો થી બચાવી શકીયે. .. આવા જેમ બને તેમ વઘારે લેખ મુકવાથી લોકો મા થોડી સમજણ આવેશે. કદાચ વિચારતા તો થશે.

    Liked by 1 person

  15. વિગ્નાનની બે સુમાર સિદ્ધિઓએ માનવજીવન સરળ અને લાભદાયી બનાવ્યુ છે. તેને પણ નજર અંદાજ કરનારો ભણેલો અબુધ અને અજ્ઞાની વર્ગ હજી એની અંધશ્રધ્ધા અને ગેરમાન્યતોના વમળોમાંથી બહાર આવવાનું નામ નથી લેતો. સામાન્યરીતે આવા ઢોગી ધુતારા અને પાખડીઓના સહેલા શિકાર થવામાં સ્ત્રીઓનો ઈજારો હોય છે. જયારે આ કરુણ કિસ્સામાં અપવાદ રૂપે વાત અલગ બની.

    Liked by 1 person

  16. TV chenal ni ek serial ma pan avo j ek episode batavava ma avyo chhe. Andhshradha ane khoti asthma ma mannara jya sudhi hase aava dhutarao no buisness am j chalya karse. Jago janata jago kyaa sudhi lootasho?

    Liked by 1 person

  17. Being a medical doctor, we face this type of behavior in s ome patients & their relatives. It is seen more in ladies especially old – sasu.It is not uncommon but less in males.This always give frustration to us. Even well educated in Science or teachers also behaves same without any logic.Today’s Sharadbhai Thakar’sarticle in Divya bhaskar-doctor diary is shocking by behavior of one highly educated person.I suggest Govindbhai to put it your blog.

    Liked by 1 person

  18. સરસ.. શ્રદ્ધા YES but નો અંધશ્રદ્ધા.. અને આ મારો અંગત અભિપ્રાય છે.. એટલે કહું છું કે.. હું તો ઘણા વર્ષો થી આવા ગતકડાનો વિરોધ કરું છું. પણ.. સાલું મને એ નથી સમજાતું કે લોકો સનાતની ઓ માટે જ શું કામ આમ કરતા હશે??? શું અન્ય ધર્મો ને ખુલ્લા પડવાની તાકાત છે???? એક વાર કરી જુઓ.. सरे आम भारतीय आवाम के सामने. જય હિન્દ!! હરી ઓમ..

    Like

  19. Dr Ashwin Shah.. ડોક્ટર ની કોમેન્ટ વાંચી.. ( મને તો અંગ્રેજી આવડતું નથી પણ.ok.) ડો.શરદભાઈ એજ એક વાર લેખ લખેલો કે.. તેમને કોઈ ફન્કશન માં કે ડો. ની પેલા રાહત કેન્દ્રો ચલાવતા હોય ત્યાં પોહ્ચવાનું હોય છે.. પણ.. ઝીપ વચમાં અટકી જાય છે. & રસ્તો પણ.. કદાચ ભૂલી જવાય છે.. ભર વરસાદ માં. તો. થોડે દુર.. એક ટમતમીયું દેખાય છે.. ત્યાં જરાક થાક કે આરામ માટે જાય છે તો ત્યાં એક સ્ત્રી ને લેબર પેન થતું હોય છે. & પ્રસવ જેવું લાગતું હોય છે.. તો આ ડોક્ટર મંડળી માંથી કોક ની પાસે સાધનો હાથવગા હોય છે તેનાથી. ત્યાં…?? ( & એમણે પણ ઈશારો.. એમ જ કરેલો કે… યોગાનુયોગ કે સંજોગવશાત કે કોક…..ની દોરવણી..??????) ( મેં આવા ઘણા લેખો ના કટિંગ કાપીને સાચવી રાખેલા.. પણ… ઉપરવાલા ને મંજુર ના હશે..??!!!!! એટલે ભૂલ થી મારાવાળી એ પસ્તી માં..??? એમાં પુનર્જન્મ & આવા સત્ય કે યોગાનુયોગ વાળા લેખો હતા.) ડો. શરદ ભાઈ નિજ એક વાર્તા માં હતું કે.. અહીં ભારત માં કો’ક રેલ્વે ફાટક ખુલતા વાહનો જાય છે. પણ એક લારી વાળા ભાઈ ને બહુ જ ભાર હોવાથી ટ્રેક ઓળંગી શકતા નથી તો તે કદાચ (વેપારી કે કોઈ ધનાઢ્ય ) વ્યક્તિ કાર માંથી ઉતરીને તેમની લારી ને ધક્કો મદદ કરે છે. & તે દિવસે કે બીજા દિવસે તેમની લાડકી.. પુત્રી નો ફોન આવે છે કે… પપ્પા આજે એક ચમત્કાર થયો.. ( તેમની લાડકી કઈ વિદેશમાં કે જ્યાં અંગ્રેજી કોઈ નોતું બોલતા તે દેશ માં) રેલ્વે સ્ટેશન પર અવઢવ માં હોય છે કે કે કોને પુછુ કે સાથ માંગું.. (ભારે બરફ વર્ષા થતી હોય છે. કે વરસાદ.) તો ત્યાં એક અનજાન વ્યક્તિ તેને ઈશારા થી સમજાવી ને.. તેના ગંતવ્ય સ્થાન સુધી ગાડી માં મૂકી જાય છે.!!!! તેમાં પણ.. છેલ્લે એમ લખ્યું કે યોગનુયોગ કે.. પછી..??

    Like

  20. ભગવતીભાઈ ! આપના બંને પ્રતિભાવો વિષય બહાર છે કે કદાચ મારી સમજમાં નથી આવતા . અહિયાં તો અંધશ્રધ્ધાનું ચોખ્ખું ગાડપણ ઉભરતા કુટુંબ કેવી તારાજી વહોરી લાવે છે. જેમાં ધર્મનું કે ભગવાનનું નામ નિશાન નથી, ફક્ત છે ઢોગી ધુતારાઓની આર્થિક ઉપાર્જન અર્થે ઉભી કરેલી કપટજાળ.

    Liked by 1 person

    1. હા. હોય શકે… મારા પ્રતિભાવો.!!!?? કેમ કે હું એટલો જ્ઞાની પ્રજ્ઞાવાન બુદ્ધિજીવી નથી.!! અંધશ્રદ્ધા માટે મારો પણ સખ્ત વિરોધ છે. હું તો નામી લેખકો ના આર્ટીકલ વાંચું છુ જે મેં આપને જણાવ્યા.& કદાચ …?? કદાચ મેં લખ્યું હતું કે.. ફક્ત સનાતની માં જ… લોકો આવા ઢોંગ માટે તૂટી પડે છે.. કેમ કે જેમ હમણા નથી મેડિયા માં… ભારત વિરોધી કે સરકાર સારા કામ કરે તેના વિરોધ માં.. JNU કેહવાતા રેશનાલીસ કે.. પેલી અરુંધતી કે મહેશ ભટ્ટ કે બીજા બુદ્ધિ નું….?? પણ… તેઓ સનાતન ધર્મ ની રીતરિવાજ નોજ કેમ વિરોધ કરવા તૂટી પડે?? શું બીજા ધર્મો માં નથી?? તેની સામે બોલતા… બીક લાગે છે?? કેમ સનાતની ઓ સહિષ્ણુતા સહીષ્નું છે એટલે?? અને આમ પણ… આ ધર્મ માં ફાંટા જ એટલા બધા છે ને કે.. કોઈ વિચારે હું તો અ પંથ વાળો એટલે પેલા પંથ વાળા માટે હોહા કે બોલ્યા કે વિરોધ થયો ને.. તો મારે “”કેટલા ટકા””?? બાકી અન્ય ધર્મો માટે જાહેર માં બોલી જુઓ….!!!!!!!! હમણાં જ ગુજરાત ના લોકલ પેપર માં આવ્યું તું કે.. ઈશુ વિષે કઈ ખોટું લખાણ છપાયું તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા.. અને આવેદન પણ આપ્યું!!! જયારે સનાતનીઓ ???? માફ કરજો પણ મને જે લાગ્યું તે મેં કહ્યું.

      Like

  21. I agree with Shri Karasanbhai’s comment that the incident given in the article is nothing but cheating by some unscrupulous persons for personal gain & has nothing to do with GOD, DHARMA OR SHRADDHA.

    Liked by 1 person

  22. અંધશ્રદ્ધા એ તો માઝા મૂકી છે વળી રહેતા આપણા ભાઈઓએ અંધશ્રદ્ધામાં અવનવો ઉમેરો કર્યો
    છે! વાસ્તુની કોઈ જરૂર નથી ,મુહૂર્તવાળી વાત પણ નકામી છે અસલ લોકો જાત્રા પર નીકળતા ત્યારે મુહૂર્ત જોતા કારણકે પગપાળા

    પ્રવાસમાં જંગલમાંથી જવાનું ,તેમાં તબિયતને કારણે પરત
    ન પણ અવાય કે જંગલી પશુઓનો શિકાર પણ થઈ જવાય કે લૂંટારાઓનો પણ ભોગ બનાય
    પણ અહીં અમેરિકામાં ભણેલા માણસો પણ પાંચ ડોલરનો ચેક આપવાના હોય તો પણ મુહૂર્ત
    જોઈ છે એવું હોળાષ્ટકનું પણ છે ગોરખપુર સિવાય હોળાષ્ટક લાગતું નથી બધા જ હોળીના
    વીક પહેલાં કામકાજ બંધ કરે છે ! તેવું જ છે સિમંત ની વિધિમાં પણ છે તેવું શ્રાદ્ધનું ંછે
    બધું નકામું છે પણ લોકોએ સચ્ચાઈથી જીવવું નથી ને હર પળે દેખાડો કરી પોતાની મોટાઈ મારવી છે કર્મકાંડ ને એવું બધું નકામું છે જ ।જે હું જ્યોતિષીના નાતે કહું છું છતાં એકવાર મારે સ્મિતનું મુહૂર્ત આપવાનું થયું ને મેં હોળાષ્ટક સમયમાં મુહૂરત આપેલું તે છોકરું એટલું આનંદી એટલું
    બુદ્ધિશાળી છે વાત ના પૂછો પણ મેં એ વાતનો હજી સુધી ઘટસ્ફોટ નથી કર્યો બસ એટલું જ

    Liked by 1 person

    1. A very good comment by a peroson who is a ‘jyotishi’ by profession.Congrats to Shri Kishorbhai for openly commenting against misuse of ‘Shashtra’ by people.– Navin Nagrecha.

      Liked by 1 person

  23. ગોધરા માં કલ્યાણ બાપુ માળીની વાડીમાં આવતા અને તલવાર અડકાવી ને દુઃખ દર્દ દુર કરે અમારી સંસ્થા હુમેનીસ્ત રેસ્નાલીસ્ત ને માહિતી મળતા ગયા અને બાપુ ને પ્રશ્ન કરિયો કે અમારી દીકરી ને તેડતા નથી તો ઉપાય બતાવો ત્યારે કહેલ કે દશેરા જાણે દે સબ ઠીક ક્રર દુંગા આવું વારંવાર કહેવા છતાં એકજ વાત કરતા ફરી અમોએ કહેલ કે મારે દીકરી જ નથી તે જાણતા ન હોવ તો પછી શું દર્દ મટાડવા ના આમ ખોટા પ્રશ્ન નો જવાબ સાચો મળે

    Liked by 1 person

  24. गोधरामा कल्याण बापु मालि नि वाडिमा अावता हता अने तलवार अडकाडिने लोकोना दु:ख दर्द दुरकरता हता ।अमारि ह्युमेनिस्ट रेशनालिस्ट एसोसिएशन ने माहिति मलता अमारि टिम स्थल उपर जइ लाइनमा गोठवाइ गया ज्यारे मारो वारो-अाव्योतो मे कहेल दिकरि ने सासरिया तेडता नथि ।ए समय भादरवामास मा नवरात्रि पहेलानो हतो ।एटले मने कहे के दसेरो जाने दे सब ठिक कर दुन्गा ।फरि एज प्रश्र्न दोहराव्यो तो पन एज जवाब ।त्यारे मे उभा थइने कहेल के मारे दिकरि नथि ते वातनि तमोने खबर नथि तो तमो शु ?दर्द दुर करवाना पन त्या हजर लोको सान्त रहेल ।त्यारे अाश्र्चर्य थयेल ।पन ज्यारे तमो खोटो प्रश्र्न करो तो जवाब साचो मले ।माटे ज्याकोइ अावा धतिन्ग चालता होय त्या खोटो प्रश्र्न करि साचो जवाब मेलवो।

    Liked by 1 person

  25. કાશીબેનના જેવા ધુતારા તો આપણા સમાજમાં ચોરે ને ચૌટે વસે છે. એ લોકો તો ધુતવાનો ધંધો લઈને બેઠા છે. નરેશભાઈ જેવા અન્ધશ્રદ્ધળુઓનો પણ તોટો ક્યાં છે? સુશિક્ષિત લોકો પણ આ શ્રેણીમાં ખુબજ છે. અહીં પિશ્ચમ એન્ડ યુરોપના દેશોમાં પણ આવા ધૂતારાઓની કમી નથી. અહીંના સમાચારપત્રોમાં અડધા પાના ભરીને જાહેરાતો રોજ પ્રકાશિત થાય છે. અરે, અંધ વિશ્વાશને ફેલાવનારા મેગેઝીનો ની પણ ભરમાર છે. પ્રસ્તુત કિસ્સામાં વાંક કોનો? કાશીબેનનો કે નરેશભાઈનો? પ.પૂ. અને ધ.ધૂ. ઓ ની જમાત ફૂલી ફાલી રહી છે. ડોક્ટરો, પ્રોફેસસરો, ઈન્જીનીયરો નો હાજરી મોટા પ્રમાણમાં દેખાય છે.

    અમારા મુસ્લિમ સમાજમાં માં પણ આની કમી નથી. દરગાહો પર જાઓ તો મંદિરમાં બાંધેલા દોરા ધાગા ત્યાં પણ વિપુલ પ્રમાણમાં જોવા મળેછે. બાધાઓ અને મન્નતો માંગી રીતસરની ભગવાનનેજ લાંચ આપતા હોય છે. ધૂતારા હંમેશ ભગવાનનોજ ડર બતાવતા હોય છે. કહેવાતા ‘ધાર્મિકો’ સહેજમાં ડરી જતા હોય છે. આ અંધશ્રદ્ધામાં મહિલાઓની સંખ્યા ખુબજ હોય છે. પુરોષો નકામો નહીં માણવાનો ડોળ કરતા હોય છે.
    Firoz Khan
    Toronto, Canada.

    Liked by 1 person

Leave a comment