સુધારાની શરુઆત એક ઉત્સવની ખેદજનક અવસ્થા

સુધારાની શરુઆત
એક ઉત્સવની ખેદજનક અવસ્થા

–હીમાંશી શેલત

જો ભારે હૈયે વીદાય આપી, આંખો ભીની થઈ ગઈ અને આવતે વર્ષે વહેલા પધારજોનાં નીમન્ત્રણો પણ અપાયાં. એમના પ્રત્યેના આપણા ભક્તીભાવમાં અને પ્રેમમાં કશી ઓટ નથી એટલું સાબીત થઈ ગયું. આપણે એમને વાજતેગાજતે લાવ્યાં અને એવી જ ધામધુમથી વીદાય કર્યાં. એમની હાજરીના દસેય દીવસ પ્રસાદ, આરતી, ઘીના દીવા, શણગાર બધું – આર્થીક સ્થીતી અનુસાર – કર્યું.

પછી શું થયું ?

વળતી સવારે એ નદીકીનારે અવળસવળ પડેલા દેખાયા. અસહાય અવસ્થામાં, ન પુજનઅર્ચન, ન માનપાન. કેવળ હડસેલા અને પાણીમાં ધકેલવાનો રઘવાટ. ખરેખર તો ત્યારે આંખ ભીની થવી જોઈતી હતી અને હૈયું પણ ભારે થવું જોઈતું હતું. નદીકીનારે સુચના હતી, પ્લાસ્ટીકની થેલીઓ પાણીમાં ન નાખવાની. છતાં નાદાન પ્રજા ફુલોને થેલીઓ સમેત જળમાં પધરાવતી હશે ને તે ફુગ્ગા જેવી એ થેલીઓ આમતેમ અટવાતી હતી. નદી લાચારીથી આ બેશરમ વહેવાર જોઈને જાણે વહેતી જ અટકી ગઈ હતી. આપણે જળમાં નહીં; જળનું જ વીસર્જન કરવા બેઠા છીએ ત્યાં શું કહેવાનું !

આ મુર્તીઓની દયનીય દશાથી વ્યાકુળ બનેલા થોડા લોકો ચીન્તન–ચર્ચામાં પડ્યા. માટીની મુર્તીઓ જ રાખવાની હતી અને આ ઓગળે નહીં એવી પીઓપીની ક્યાંથી આવી ? પરવાનગી જ ન અપાયને ? અને આ મુર્તીના કદનો કોઈ નીયમ તો હોય ને ? મોટી પ્રતીમા હોય તો મોટો લાભ થાય, એવું ? બેદરકારી કોની એ પહેલાં નક્કી કરો, પછી જવાબ માગો. કોણ, કોને, ક્યારે, શું પુછશે, એ તો શ્રીજી સીવાય કોઈને ખબર નથી. ગણેશોત્સવ પછીનું આ વાસ્તવદર્શન અને એ દર્શનનો આ વીષાદ. જનસમુદાયને સમજાવવાની બે રીત છે : એક તો અનુરોધની, વીનન્તીની, તર્કયુક્ત દલીલની કે ધાર્મીક દબાણની. આ વખતે કેટલાંક અખબારોએ આ જવાબદારી પુરી સજગતાથી સંભાળી એ યાદ કરવું પડે. પણ અનુરોધ સાંભળે એવી આ પ્રજા ક્યાં ?

બીજી રીત છે કાયદાના કડક પાલનની. કાયદાનો ભંગ થશે તો એ આપત્તીજનક બનશે એવા ડરને પગલે આવેલી શીસ્ત. સ્વયંભુ શીસ્તપાલન માટે જે પ્રજા જાણીતી નથી; એને માટે કાયદાનો દંડ ઉગામવો પડે. આપણે ઠોઠ છીએ; કારણ કે આપણને પાઠ ભણાવનારાંઓને આપણે ક્યારેય ગમ્ભીરતાથી સાંભળ્યા નથી. અને હવેનાં શીક્ષકો તો સરખું ભણાવતાંય નથી અને મારની બીક તો સાવ જતી જ રહી છે ! વર્ષોવર્ષ આપણે ગણેશપ્રતીમાની દુર્દશા જોતાં રહીએ છીએ; પણ છે ક્યાંયે ભક્તો કે સન્તો, કે બાપુઓ કે મૈયાઓ, કે સંસ્કારપુરુષો કે ધર્મપુરુષો, જેમનાં હૈયાં આ દૃશ્યોથી એટલાં ભડકે બળે કે સહુ એકઠાં થઈને ઘેલી પ્રજાનું આ બેહુદું વર્તન અટકાવે ? કોઈ પણ ઉત્સવની આટલી ખેદજનક અવદશા થાય ત્યારે પાયાથી પરીવર્તન કરવું પડે, અને એ માટે જો આ બધાં આગળ નહીં આવે તો કોણ આવશે ?

ખરેખર તો આ પ્રદેશને એવા સંસ્કૃતી–અગ્રેસરોની આવશ્યકતા છે જે આપણા પ્રત્યેક ઉત્સવને પર્યાવરણ સાથે જોડી આપે. પર્યાવરણ સન્દર્ભે કેવળ ચીન્તીત થયાથી અથવા જે માઠી સ્થીતી છે એનું વીશ્લેષણ કર્યાથી, દહાડા નહીં વળે. દુર્દશા અટકાવવા તત્કાલ શું કરવું ઘટે એ વીચારી એનો એટલી જ ઝડપથી અમલ કરવો પડે. જેમ કે પ્લાસ્ટીકની જે થેલીઓ પર પ્રતીબન્ધ છે એ બજારમાં આવે છે જ શી રીતે? સુધરાઈ શું કરે છે ? નીયમભંગ કરનારને દંડ થાય છે કે નથી થતો ? આ તો એક નાનકડો દાખલો.

જો ધાર્યું હોત તો ગણેશોત્સવને સમ્પુર્ણપણે સ્વચ્છતા અભીયાન સાથે જોડી શકાયો હોત. આ દેશના પ્રત્યેક નાગરીકને વડાપ્રધાનનો એક મુદ્દો જચી ગયો છે અને તે સ્વચ્છતા અભીયાનવાળો. બીજો વીકાસ તો જ્યારે જોવા મળશે ત્યારે. અસહ્ય ગન્દકીમાંથી થોડી ઘણી ચોખ્ખાઈ તરફ જઈ શકાય તોયે મોટો વીકાસ. એકાદ દૃષ્ટીસમ્પન્ન મહાનાયકે પર્યાવરણને કેન્દ્રમાં રાખી ગણેશભક્તીનો પ્રચાર કર્યો હોત, પીઓપીની મુર્તીઓ ક્યાંય ન સ્થપાય એની તકેદારી રાખવાનું માથે લીધું હોત, ફુલોનો અને અન્નનો બગાડ ન થાય એવી પ્રતીજ્ઞા ગણેશમંડપમાં જ દર્શને આવનાર સહુ પાસે લેવડાવી હોત, વીસર્જનના સરઘસમાં ફટાકડા ન ફોડીને, અને ડીજે પર ‘પાર્ટી અભી બાકી હૈ’નો ઘોંઘાટ ગૌરીપુત્રને ન સંભળાવી, અવાજપ્રદુષણ રોકવાનો નીર્ણય જાહેર કરાવ્યો હોત તો ? તો એક પ્રકારની જાગરુકતાની હવા તો બન્ધાઈ હોત. કશું રાતોરાત સુધરી ન જાત, છતાં સભાનતાની દીશામાં એકાદ પગલું ભરાયું હોત. ગામ, શહેર અને મહાનગરમાં અગણીત મંડળો અને સંગઠનો છે. આ નાનાં જુથોને ભેગાં કરીને પર્યાવરણલક્ષી કાર્યક્રમો થઈ જ શક્યાં હોત, જરુર પડે આયોજકોની અને નેતૃત્વની. રાજકીય વ્યક્તીત્વો હવે આ પ્રકારના નેતૃત્વ માટે ખપનાં નથી. વળી અહીં કશું લેવાની અને લાભની વાત નથી, આ તો આપવાની તમન્ના હોય એ જ આગળ આવી શકે. આપણાં ધાર્મીક પ્રતીષ્ઠાનો અને એની સાથે સંકળાયેલી વ્યક્તીઓ આવું અભીયાન કેમ ન ચલાવી શકે ?

એ સાચું કે કેટલેક ઠેકાણે ગણેશોત્સવ નીમીત્તે રક્તદાન કે અન્નદાન જેવા અથવા અન્ય સંસ્કારલક્ષી કાર્યક્રમોનાં આયોજન થયાં; પરંતુ આ ભરમારમાં સ્વચ્છતા અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ભાગ્યે જ કશું થયું. દમ્ભ અને દેખાડા હવે આપણા લોહીમાં ભળી ગયા છે. સમ્બન્ધમાં, ભક્તીમાં કે પ્રશસ્તીમાં ધનની જ આણ વરતાય છે. તમામ ઉત્સવોમાં ચડસાચડસી અને દેખાદેખી, વરવી સ્પર્ધા અને બેફામ ખર્ચા. સરવાળે ધાર્મીક અને સામાજીક ઉત્સવોમાં હસ્તક્ષેપ જરુરી બન્યો છે. કોણ કરી શકે આ હસ્તક્ષેપ ?

જો કોઈ જાગ્રત નાગરીકો એકઠાં મળીને આવું કરવા જશે તો એમને ‘સેક્યુલર રેશનાલીસ્ટ’ની ગાળ ખાવી પડશે, જો પર્યાવરણચાહક આવો પ્રયત્ન કરશે તો એને અવ્યવહારુ અને તરંગી ગણી બાજુ પર ખસેડી દેવામાં આવશે, રાજકીય પક્ષોના કોઈ આગેવાનો આ કરવા રાજી થવાનાં નથી. કારણ કે પ્રજાને નારાજ કરવાનું એમને પાલવે એમ નથી. કાયદાનું પાલન કરાવનાર વહીવટીતન્ત્રની તો મથરાવટી જ મેલી છે. આજ સુધીમાં ઉજળા હીસાબો એની પાસેથી મળ્યા હોય એવા દાખલા ઓછા. તો આ હસ્તક્ષેપ કોઈકે તો કરવો પડશે ને ?

ત્યારે આવે છે ધાર્મીક વ્યક્તીત્વોનું નામ આગળ. પ્રજાના સજગ અને સભાન વર્ગના પ્રતીનીધીઓ તરીકે આપણે એમને આગ્રહ કરીએ કે પ્રજાના આ બેજવાબદાર અને નીર્લજ્જ વર્તન વીશે તેઓ એમનો સ્પષ્ટ અને ઉગ્ર અભીપ્રાય જાહેર કરે. એમનાં પ્રવચનો અને કથાસપ્તાહો ગણેશજીની આમન્યા શી રીતે જળવાય એની રજુઆતથી આરંભાય. ધર્મ સમ્બન્ધીત બાબતે પહેલ ધર્માચાર્યો દ્વારા થવી જ જોઈએ. આ એમનું સામાજીક ઉત્તરદાયીત્વ છે એ યાદ દેવડાવવાનું ન હોય. જો એમનાથી આ પડકાર નહીં ઝીલાય તો અન્ય કોઈ તો આ કરી શકવાનું નથી એ સાફ બાબત છે. જો સમાજ પાસેથી ઘણું ઘણું લેવાય; તો થોડું આપવુંયે પડે !

એક તરફ વાતેવાતે ધાર્મીક લાગણી દુભાઈ જાય, અને બીજી તરફ ધર્મ સાથે જોડાયેલા ઉત્સવ વખતે પ્રકૃતી, ધર્મ, સભ્યતા, તમામનો અનાદર. છે ને અજબ ખેલ !

–હીમાંશી શેલત

ગુજરાતી દૈનીક ‘દીવ્ય ભાસ્કર’ (તારીખ : 9 ઓક્ટોબર, 2015)ના અંકમાંથી, લેખીકા અને પ્રાધ્યાપીકા ડૉ. હીમાંશી શેલતનો આ લેખ, લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર..

લેખીકાસંપર્ક : ડૉ. હીમાંશી શેલત, ‘સખ્ય’ ૧૮, મણીબાગ, અબ્રામા–૩૯૬ ૦૦૭ જીલ્લો : વલસાડ. ફોન : 02632 – 227 260/ 227 041

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26/08/2016

 

34 Comments

  1. આપણા દેશ ઉપર આડકતરી રીતે કહેવાતા ધર્મગુરુઓ રાજ કરે છે. રાજ કરવા માટે બહુમતી પોતાના પક્ષે હોવી જોઈએ. બહુમતી હમેશાં સામાન્ય સમઝણ ધરાવનારની જ હોય. સામાન્ય માણસોને વશમાં રાખવા માટે તેમને “ઘેટાં” રાખવા જોઈએ. આ માટે નાનપણથી જ શીખવાડો, ” ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ; ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ”. આપણા બધા જ પ્રશ્નોનો ઉકેલ ઈશ્વરનું ભજન કરવાથી આવી જશે.
    પ્રજાના હીત ખાતર પોતાના પગ ઉપર કુહાડો મારે તેવા દંતાલીના સ્વામી સચ્ચીદાનંદજી જેવા કેટલા?

    Liked by 2 people

  2. Kahun shun ketlun andher xchali rahyun chhe aa Duniyma, Local government
    aa babt pagla layi shaake. Avi rite Bhagvanni ne pariyavarna ni durashta
    halat kare te maate ne je koy avun nalakaki dushan kare teni paase thi tyane
    tyanej mot dand vasule to aa babat ubhi thavana chance na rahe.

    Liked by 2 people

  3. Jem raj karanio ni Vote Bank,em j dharm guruo ane kathakaro ni Gheta Bank !Jem Bank moti ,em e bija thi moto.Pachhi ,aa bel muze mar’ kon murkho kare?!

    Liked by 1 person

  4. બહુ સરસ આર્ટીકલ. ટીકા ટીપ્પણી કર્યા વગર દરેક મિત્રને વંચાવો અને આગ્રહ કરો કે, તે તેમના મિત્રોને વંચાવે. અંઘશ્રઘ્ઘાળુ ઘેટાં રાતોરાતમાં સુધરી નહીં જાય.

    Liked by 1 person

  5. This is one of the best, thoughtful yet practical, articles I have seen on Abhivyakti so far.
    I suggest that somebody translate it into Marathi and get it published.
    Congrats to the famous writer Himanshiben and to Shri Govindbhai.
    —Subodh Shah –USA.

    Liked by 1 person

  6. હિમાંશી શેલતનો લેખ સરસ છે . ગણપતિ પોતે કોપાયમાન થાય તો અટકે પણ ગણપતિ પોતેજ બિચારા છે . પરાધીન છે . એ બિચારાનો ક્રોધ જતો રહ્યો છે .

    Liked by 1 person

  7. very true and eye opening article – and analysed also correctly..who should ring the Bell…At least Awareness of your thoughts written last year- may bring some good result some where..its really slow process..unless its followed by rule and yes through Schools..like children of even first std– refrain from color in Holy and crackers in Diwali…but now in Mumbai and many places they started giving Mini Vacation..But still schools and social media should take lead — it will have slow but steady effect..
    Ok marathi traslation Subodh Shah – USA is asking..pl get it done using your influence- if you think it should be spread in marathi media–but i am sure many people are awre in maharastra and must be available on net
    google: 5 tips for pollution free Ganesh festival
    Students create awareness on environment, pollution
    GANESH VISARJAN AND ITS EFFECTS ON THE ENVIRONMENT
    all these articles are on net since last few years

    Like

  8. હાર્દિક અભિનંદન…હિમાંશીબેન. પ્રશ્નની છણાવત ખૂબ જ સુંદર રીતે કરી છે. ઘાર્મિક (?) અંઘશ્રઘ્ઘા અને પર્યાવરણને સરસ રીતે જોડીને જીવ ઉપર ગંદા વાતાવરણની થતી ખરાબ અસરને લોકો સુઘી પહોંચાડવાની વાત ગમી. પરંતુ……………………………હિંદુઓની અાજની જીવતી ત્રણે પેઢીને સ્વચ્છતાના પાઠ મગજમાં ઉતરતાં નથી….તેનું કારણ અણસમજુ…ઘેટાસાહિ છે….સ્વચ્છતા શરીરને તંદુરસ્તી આપે છે તે સમજવાની કોઇને પડી નથી….ગણપતી તેમના જીવનને બઘી રીતે તંદુરસ્ત બનાવી દેશે તે તેમના મગજમાં રોપાય ગયેલું વૃક્ષ છે….સદીઓથી જેના મૂળિયા અેટલી હદે ઉંડા ઉતરી ગયેલાં છે કે તે ઝાડનું થડ ગમે અેટલું કપાશે તો પણ ફરી ફરીને ઉગી નીકળશે. પીલાશે. આ પીલાવા માટે પૌષ્ટિક ખોરાક પુરો પાડનારાઓમાં અેક…જેને માટે આ આવકનું અેક જ સાઘન છે અને બીજા…પોલીટીશીયનો છે. તેમને વોટબેંકમાં રસ છે…..તેઓ છે કે જેમને માટે ઘેંટાઓનું સંવર્ઘ્ન જ અેક કર્મ બની ગયેલ છે. ગણપતીની મૂર્તિ જેવી મૂર્તિ માટે કબીરજી કહી ગયા….પણ શ્મશાન વૈરાગ્ય પણ કોઇ ચીજ છે…જે અજર અને અમર છે. અમેરિકામાં ન્યુ જર્સિમાં ઓક ટરી રોડ ઉપર ૨૦..૨૫ ફૂટ ઉંચા ગણપતી પરમ દિવસે જ ભારતથી આવ્યા છે. તેમની સ્થાપના આજકાલમાં થઇ જવાની છે. ભારતથી અમેરિકા , બ્ર્િટનમાં, યુરોપમાં…ઓસ્ટરેલીઅામાં..આપણે અેક્ષપોર્ટનો મોટો બીઝનેશ ચલાવીઅે છીઅે….વસ્તુઓનો અેક્ષપોર્ટ નહિ….ઘરમનો….પૂજાપાઠનો…..જ્યોતિષનો…..વાસ્તુશાસ્નો….ભૂત…પલીતનો….મૂઠમારનો…..કથા…ઉપદેશનો…..વિ…વિ…..
    જાપાનમાં મને લાગે છે કે તે અેક્ષપોર્ટ નહિ હોય….તેમને તેમના પોતાના છે…લોકલથી ચલાવી લેતા હશે…..
    હિમાંશીબેને…અેક પેરેગ્રાફમાં લખ્યુ છે કે…‘ જો આમ હોતે તો આમ હોતે…..‘…પરંતુ આજની પેઢીને માટે તો હાલમાં હાજર શું છે ? તેની ઉપર આવતી પેઢીનું જીવન બંઘાશે….ભૂતકાળને ભૂલો…કદાચ બને તો ત્યારની ભૂલોમાંથી કાંઇક શીખો પરંતુ વર્તમાનને મજબુત કરો. પોલીટીશીયનો સમાજના સૌથી મોટા દુશ્મન છે. લોકોનું ખાઇને લોકોનું જ ખોદે છે…..
    ઘરમ નામની મોક્ષની નદીની ઇચ્છા ને પાળી પોષીને મોટી કરનારના જીવન માટે કવિ ડો. વિવેક ટેલરની આ પંક્તિઓ ખૂબ બંઘબેસતી બની રહે છે……..
    ‘ કરી છે પ્રથમ પાળી પોષીને મોટી,
    પછી અે જ ઇચ્છા હવાલાત બની.‘
    છૂબ વિચારવ માટેનો આ વિષય છે….હિમાંશીબેનને અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  9. અગણિત સાચી બાબતોની સાથે હિંદુ ધર્મના અનેક હાનીકારક દુષણોને આવરી લેતો અતિ સુંદર લેખ. આને અટકાવવાની હિમ્મત કે જરૂરિયાત ધર્મના ધ.ધુ,.પ.પુ,કથાકાર વ્યખ્યાનાકાર, ધરમોપદેશ કે ક્રીયાકાન્ડ કરનાર વર્ગને સહેજ પણ જણાતી નથી.કારણકે એમને માટે તો પેટીયું ગુમાવવાનો પ્રાણ પ્રશ્ન છે. હિન્દુસ્તાનમાં આ વર્ગની સંખ્યા ૭૦થી ૭૫ લાખ છે. જેઓ કોઈ ઉત્પાદિત કામ કાર્ય વગર કામ કરનાર વર્ગને ભારરૂપ છે. જેમનો ઓછામાં ઓછો દૈનિક ખર્ચ ૫૦ રૂપિયા હોયતો વર્ષના અંતે આ વર્ગ સમાજને કેટલો ભારરૂપ થાય જે ગણતરી કરી જો જો.
    આવા દુષણની સાચી વાત. ૫૦ વર્ષ પહેલા અમારા ગામે પહેલીવાર ફક્ત ૧ જગ્યાએ આ
    દુષણની શરૂઆત થયેલી, આજે ૬ થી ૭ જગ્યાએ આ દુષણ વિસ્તર્યું છે.

    Liked by 2 people

  10. આર્ટીકલ સરસ છે, પણ ભાઈ શ્રી વિક્રમભાઈએ આગળ કહ્યું છે તેમ અને ઉપર કરસનભાઈએ કહ્યું છે કે પ્રજાના હીત ખાતર પોતાના પગ ઉપર કુહાડો મારે તેવા દંતાલીના સ્વામી સચ્ચીદાનંદજી જેવા કેટલા? આથી વીચારવાનું તો એ છે કે આ “ધ.ધુ.પ.પુ”ઓ પર આધાર રાખી શકાય તેમ નથી, તો કહેવાતા ધાર્મીક લોકોમાં આ સ્વચ્છતા અભીયાન શરુ કોણ કરશે?

    Liked by 1 person

  11. Desh na santo ( kahevata) sikshako netao e sudharvani jarur chhe praja anukaran kare chhe ane satta lalchu netao udghatan visarjan pratistha purnahuti vagere ma hajri aapvanu talvu joiye ane santo e samajne karmakand ne badle karma taraf valvo joiye ane sikshako e unda andharethi param tene ( gnyan rupi tej ) lai javani javabdari chhe.

    Liked by 1 person

  12. A child is father of a man. સુધારાની શરુઆત ઘરથી થાય તો જ સમાજ સુધરે. માવતર, કુટુંબીજનો અને શીક્ષકો જ આ કામ કરી શકે. ધર્મગુરુઓ પાસે અપેક્ષા રાખવી મીથ્યા છે.

    Liked by 1 person

  13. People are so called religious. Religion is above the country. Dharmguru and kathakars are fooling people. I agree with Vikram Dalal that cleaning should begin at home. Very nice article by Himanshi Shelat

    Liked by 1 person

  14. શ્રી ગોવિંદભાઈ, હિમાંશીબહેનનો સમયસરનો આ સુંદર લેખ મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર આપ બંનેનો. અલબત્ત આપણી આદતો કદાચ ઉપરથા ગણેશ ઉતરીને આવે તો પણ સુધરે તેમ નથી. તો આપણા થઈ પડેલા ગુરૂઓ, સંતો સ્વામીઓ કે મહંતો શામાટે આવા તેમમા પગ ઉપર કુહાડા મારવાના પ્રયત્નો કરે ? રાજકારણીઓ કે અમલદારોને તો આવી બધી ગમતી વાતો છે કારણ તો જ તેમના રોટલા શેકાય !

    Liked by 1 person

  15. કૉમેંટ લખવામાં શનિવાર આવી ગયો. મારા પહેલા કાયમી કોમેંટકારોની કોમેંટ વાંચી.હવે મારો વારો. લેખિકા હિમાંશી શેલતના આ પ્રયાસને અભિનંદન. તમે બધા જે ગણેશની વાત કરો છો તે ગણેશનુ સ્થાપન ક્યારેક તો તમે કર્યુ હશે. ગયા વર્ષે મારા પુત્રના લગ્ન ટાણે મેં કોઇ જ ગણેશ સ્થાપન કે કોઇ જ ધાર્મિક વિધિ કરેલ નહોતી. નિમંત્રણ પત્રિકામાં પણ ગણેશાય નમ: લખ્યુ નહોતુ. શરૂઆત મારાથી થશે તો સર્વત્ર મને તો ખુશી મળશે. પરંતુ અભીવ્યક્તીમાં લખવાવાળા પણ માત્ર લખતા હોય તેવુ લાગે છે, બાકી તેમની પણ ધાર્મિક લાગણી હોય તેવુ લાગે છે. હાથીનુ મસ્તક અને માનવનુ ધડ આવો મેળ બેસાડનાર એ પાગલ કોણ હશે? આવી વાર્તાઓના સર્જકો આતંક સર્જી ગયા છે. અને, તેની પાછળ પાગલ ઘેટાંનાં મોટાં ટોળાં આપણી આસપાસ ધર્મના નામે બખડજંતર ઉભુ કરી રહ્યા છે. માત્ર સુપર રેશનાલીસ્ટ જ પોતાનાથી આવા કહેવાતા ધર્મને દૂર રાખી શકે છે. બાકી, લખવાથી વાહ…વાહ જરૂર મળશે પણ ધર્મસંકટથી બચી શકાશે નહીં. પોતાનાથી જ શરૂઆત કરો. ગણેશ ઉત્સવમાં જશો નહીં, વિસર્જનના વરઘોડામાં જશો નહીંં.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી ” કર્મ” હિં મતનગર

    Liked by 1 person

    1. સાચે જ શરુઆત આપણે જ કરવી જૉઈએ…
      મારા બન્ને દીકરઓના લગ્નમાં ગણેશ સ્થાપના કરવામાં આવી જ નથી. બન્ને લગ્નની નીમન્ત્રણ પત્રીકાઓ પણ રેશનલ હતી. મોટા દીકરઓના લગ્ન નાતાલ (કમુર્તામાં)ના દીવસે કર્યાં હતા.

      Like

  16. Reblogged this on and commented:
    મારા બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

  17. શ્રી. રોહીતભાઈ તમે પોતાની જાતને આડકતરી રીતે “સુપર રેશનાલીસ્ટ” તથા પોતાનો મત દર્શાવનાર બીજાઓને ” અભીવ્યક્તીમાં લખવાવાળા પણ માત્ર લખતા હોય તેવુ લાગે છે ” એવું લખીને ઉતારી પાડવાની ચેષ્ટા બરાબર નથી. લગ્ન જેવા પ્રસંગે પત્નીનો અને જો માવતર જીવતા હોય તો તેમની માન્યતાનો પણ આદર કરવો જોઈએ. જેમ દેશમાં તેમ ઘરમાં પણ સરમુખત્યારી ઈચ્છનીય નથી. હું “સુપર રેશનાલીસ્ટ” નથી છતાં લગભગ 40 વર્શ પહેલા મારી દીકરીના લગ્નની નીમન્ત્રણ પત્રીકામાં ગણેશાય નમ: લખ્યુ નહોતું તે તમારી જાણ સારુ.

    Liked by 1 person

  18. પ્રિય હીમાંશીબહેન,
    તમારા લેખો મને બહુ ગમે છે. આવા લેખો વાંચવા આપવા બદલ તમારો અને ગોવિંદભાઈ મારૂનો હું આભાર માનું છું.
    મનુષ્યોએ રચેલા જાતિના વાડા કે રિલિજીઓનના વાડા પરમેશ્વરને માન્ય નથી. માણસે રચેલા એક વાડાની યુવતી બીજા વાડાના યુવક સાથે સંપર્કમાં આવી ખુબ આકર્ષણ થયું. સમય આવ્યે યુવતી ગર્ભવતી થઇ યુવતીના પેટમાં ગર્ભ રહ્યો હોય ત્યારથી યુવતીને પેટમાંના બાળક ઉપર પ્રેમ વછૂટતો હોય છે. એમાં માણસના વાડાનો કાયદો કામમાં આવ્યો ખરો ? પરમેશ્વરનો કાયદો કામમાં આવ્યો.
    હું મન્દીરમાં જાઉં છું. એ એટલા માટે કે મન્દીરમાં આવનારા માણસોનો પરિચય થાય કૈંક જાણવા મળે. मंदिर मस्जिद इमामखाना मैं तो सबमे जाता हूं
    मिलताहूं जब मैं मरदुमको तब मसरूर हो जाता हूँ
    હું એક મંદિરમાં નવો ગયો. ત્યારે મઁદિરના આગળ પડતા ભાઈએ મારી કમાણી બાબત પૂછ પરછ કરી . પછી મને ઓફિસમાં લઇ ગયા. અને મને પૈસા આપવાના ફોર્મનો ઢગલો બતાડ્યો મેં કીધું આમાંના લખેલા પૈસા નું છેલ્લું ફોર્મ પણ હું ભરી શકવાનો નથી . તમે કહોતો હું મન્દીરમાં આવું નહિતર મારે મન્દીરમાં આવવાની જરૂર નથી .છતાં એ ભાઈ વળગ્યા.અને મારી પાસેથી થોડા પૈસા ધરાર કઢાવ્યા. એ પણ મારા ગ્રાન્ડ સનના માન ખાતર મેં આપ્યા.

    Liked by 1 person

  19. ખૂબ સરસ લેખ. માત્ર લેખ જ નહિ, પણ દરેક કોમેન્ટ પણ સરસ. એમાં મારાથી સ્વભાવગત સળી ના થાય. પાપ લાગે.
    અમારા ન્યુ જર્શીમાં એક બે વર્ષથી એડિસનમાં દેશી બિઝનેશમેનોએ જબ્બરજસ્ત ગણપતિબાપ્પાને ઉભા કર્યા છે. હું દર્શન કરવા ગયો નથી. જ્યાં ૨૦-૨૫ માણસો કરતાં મોટું ટોળું હોય એવા કોઈ ઉત્ત્સવમાં હું જતો નથી. પછી તે કોઈ પરેડ હોય કે ચલો ગુજરાત હોય કે ભારત બચાવ અભિયાન હોય! મને “ક્રાઉડ ફોબિયા” છે.
    કેટલાકને ટોળાશાહીમાં જ મજા આવતી હોય છે. આ ટોળાશાહી સર્જકો આર્થિક લાભ શોધનારા વેપારીઓ હોય છે. જેઓ ધર્મ કે રાજકારણના ભક્તો નથી પણ પોતાના સ્વાર્થ કે નેતાગીરી માટે જાતજાતના ઉત્સવો, સરધસો, રેલીઓના ટોળા સર્જ્યા જ કરે છે. અને જ્યાં ટોળાં થાય ત્યાં અવ્યવસ્થા અને ગંદકી થવાની, થવાની અને થવાની જ.
    મૂળ વાત પર આવીયે તો ધર્મને તમારા ધરના ઉંબરાની અંદર રાખો, રાજકારણને તમારી મત-પેટીમાં રાખો. ટોળાશાહીથી દૂર રહો.
    સારું છે કે અભિવ્યક્તિ ટોળું નથી બન્યું. અનેક વાચકોમાંથી ૨૫-૩૦ મિત્રો સમય કાઢીને લેખ સમર્થનના પ્રતિભાવો આપે છે. ગૌરવ એ વાતનું છે એમાંથી અડધો અડધ તો વર્ષોથી અમો પરદેશમાં પડેલા છે. જેમણે અનેક દુષણો અનુભવ્યા નથી. માત્ર જાણ્યા જ છે. ફરી વાર લેખિકાને ધન્યવાદ. સૈકાઓ જૂની સંસ્કૃતિમાં અનેક કેન્સર પેધા પડ્યા છે. એ કેન્સરનો સચોટ ઉપાય અત્યારે તો કોઈ જ દેખાતો નથી. અરણ્ય રૂદનો ચાલ્યા જ કરે છે. બચાવો બચાવોનું આક્રંદ થયા કરે છે. તો કોઈ અણગઢ સમજ્યા વગર રિડિયેશનનો મારો ચલાવીને દરદીને ઉપર પહોંચાડવાની જ વાતો કરતો હોય છે….પણ અમારા એક મિત્ર કહે તે પ્રમાણે….”એ તો એમજ ચાલે”

    Liked by 1 person

  20. વિક્રમભાઇ દલાલ
    આપની લાગણી દુભાઇ લાગે છે. આપનો મારે ખૂબ આભાર માનવો રહ્યો કે આપે મને ઓળખી બતાવ્યો. હા, જે લોકો રેશનાલીઝમની સાચી ઓળખ પામ્યા નથી તેવા તમામ લોકોને માટે અભીવ્યક્તી બ્લોગ અને મુ.ગોવિંદભાઇ નો અનહદ પ્રયાસ છે.આ સેવાયજ્ઞ જ માનવજાતને સાચી દિશાના જીવનની કેડી તરફ દોરી જશે. બાકી જેમ પોપટીયુ જ્ઞાન હોય છે તેમ પોપટીયા રેશનાલીસ્ટ પણ હોવાના. તેમની પેરીક્ષા ગોવિંદભાઇએ લેવી રહી. હા, હું દુનિયાનો સૌથી સુખી માણસ સુપર રેશનાલીસ્ટ તરફના માર્ગે ચાલી રહ્યો છું. રેશનાલીસ્ટ એ છે કે જે મનથી તંદુરસ્ત હોય અને તનથી અમલ પોતાનાથી કરી જાણતો હોય. બેસતા વરસથી માંડીને દિવાળી સુધીમાં હિંદુ ધર્મના આવતા વિવિધ વાર-તહેવારોમાં મેં તમામ પરંપરાઓ તોડી નાખેલી છે. ને મારા મનને ગમે તેમ ,મનને ગમે તેવુ અને જિંદગાનીની મજા આવે તેવુ જીવન જીવવાની કોશિશ કરી રહ્યો છું. કોઇને ઉતારી પાડવાની ચેષ્ટા મારાથી થાય જ નહીં. રેશનાલીઝમના પીઢ પ્રયોગશીલ મા.રમણભાઇ પાઠકના વિચારોને માર્ગે આપણે સૌ દોડીએ નહીં તો કંઇ નહીં પરંતુ ચાલવાની કોશીશ તો જરૂર કરવી પડશે.
    એક તરફ વાતેવાતે ધાર્મીક લાગણી દુભાઈ જાય, અને બીજી તરફ ધર્મ સાથે જોડાયેલા ઉત્સવ વખતે પ્રકૃતી, ધર્મ, સભ્યતા, તમામનો અનાદર. છે ને અજબ ખેલ !–હીમાંશી શેલત
    લેખિકા બહેનના આ લેખના આ છેલ્લા વાક્યો ઘણુ કહી જાય છે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી” કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  21. Now a days free ganesha also available in market its eco friendly & very nice concept. but it’s true that people don’t take care of little things like noise pollution, cleanliness etc..people should be careful during festivals.

    Liked by 1 person

  22. Shri Ganesh Idol was created in our scriptures to enable to worship and concentrate and was restricted by tradition within one’s own personal
    matter. When I was growing in early fifties in Baroda we used to worship only at our home .No Ganesh Idol was displayed in public places except Maharaja,s palace.

    Slowly and slowly it became commercialised and the present situation which is
    deplorable as rightly brought to the society by Himansu Ben.

    Ganesh Idol is a symbolic one and help us to strenghten our confidence and there are ideas behind the particular shape and structure.This probably majority of the population may not be aware of it.

    To accept the Importance of naming Ganesh in your marriage invitation card
    is an individual choice but that has nothing to do with the present way of Celebration of the fesitval.

    I wish that the article only highlight the way the Fesitval is celebrated in the country .We may not enter the teritory of individual choice of worship and celebration of festivals.

    Like

  23. પ્રિય ગોવિંદભાઇ,
    આવા સુંદર લેખો ‘અભિવ્યક્તી’ પર પોસ્ટ કરવા માટે તમે સશક્ત રહો.. એવી શુભેચ્છાઓ…

    Liked by 1 person

  24. સોમવાર તા. 28-1-2008ની ‘સંદેશ’ની અમદાવાદ આવૃત્તીના પાના નમ્બર 15 ઉપર છપાયેલા સમાચાર મુજબ એકલા અમદાવાદના મન્દીરોની વાર્શીક આવક લગભગ 87 કરોડ રુપીયા છે. દર વર્શે રથયાત્રા વખતે બન્દોબસ્ત માટે 3 કરોડ રુપીયા ખર્ચાય છે. આમ દર વર્શે એકલા અમદાવાદમાં જ 90 કરોડ રુપીયા ‘ધરમ’ની પાછળ વપરાય છે. આખા ભારતના બધા જ ધર્મના ધર્મસ્થાનો અને ઉત્સવો પાછળ કેટલા રુપીયા ખર્ચાતા હશે? તેનાથી ભારતના કયા નાગરીકનું જીવન સુધર્યું તે વીચારવાની ઘડી આવી ગઈ છે.

    Liked by 1 person

    1. … અને આખી દુનિયામાં ધર્મ પાછળ ખર્ચાતા નાણાં પણ.

      Liked by 1 person

  25. પ્રિય ગોવિંદભાઇ મારુ
    મારી પાસે તો કોઈ ચાર્વાકનું સાહિત્ય હાથ વગું નથી .
    બીલખા શ્રીમન્નથુરામ શર્માના આશ્રમમાં હું ભણતો ત્યારે એક ગુજરાતી બુક વાંચવા મળેલી . કદાચ એ આશ્રમ તરફથી છપાયેલી હતી . તેમાં ઘણા ધર્મો વિષે વાત હતી . એમાં ચાર્વાક સિદ્ધાંતની પણ વાત હતી .
    પણ મને સંસ્કૃત વ્યાકરણ ભણાવનાર પંડિત રઘુનંદન ઝા કરીને બિહારના મૈંથીલ બ્રાહ્મણ હતા . તેમના પાસેથી મેં ચાર્વાક ના સિધ્ધાંતો વિષે ઘણું જાણેલું . એમના કહેવા પ્રમાણે ચાર્વાક કોઈ વ્યક્તિ નોતો ચાર્વાક દર્શન નામનું પુસ્તક લખનાર બૃહસ્પતિ નામનો વિચારક હતો અને તેને મદદ કરનાર લોકાયત હતો . હું સિંધમાં હતો ત્યારે મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી . જેમાં એક બૃહસ્પતિ વિષે પાઠ હતો . જેની થોડીક લાઈનો મેં હિન્દી લિપિમાં લખેલી . એ મને સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણી ના મથાળે મૂકી આપી છે .
    ચંદ્રકાન્ત બક્ષીના કહેવા પ્રમાણે બૃહસ્પતિની બુક ચાર્વાક દર્શન બાળી નાખેલું એની સાથે બૃહસ્પતિને પણ જીવતેજીવ બાળી નાખવામાં આવેલો . પણ રઘુનંદન ઝા ના કહેવા પ્રમાણે તે ચાલ્યો જતો હતો . ત્યારે ઉશ્કેરારલ ટોળાએ છુટા પથ્થર મારેલા એમાં એ મરી ગએલો . તે સમયના કેટલાક લોકોના કહેવા પ્રમાણે તે પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારતો નોતો પણ પંડિતજીના કહેવા પ્રમાણે તે પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારતો પણ તે પરમેશ્વર આકાશમાં રહે છે અને માણસની જેમ બોલે છે . એ ખુશ થાય છે . નારાજ થઇ જાય છે . એવી રીતે નોતો માનતો તેના કહેવા પ્રમાણે પરમેશ્વર એક તત્વ છે . જે અખિલ બ્રહ્માંડમાં વ્યાપક છે . પણ એટલું તો માનવું પડશે કે બૃહસ્પતિનું બ્રહ્માસ્ત્ર પ્રવ ર ત માન પુરાણ કે છ શાસ્ત્રોનો છેદ ઉડાડી નાખે છે . બૃહસ્પતિ માંસાહારનો સખ્ત વિરોધી હતો છતાં એવું કહેતો કે માણસની બુદ્ધિ એવું સાબિત કરેકે માંસાહાર વગર માણસ પોતાની બુદ્ધિ ખોઈ બેસે છે . અને શારીરિક શક્તિ પણ ગુમાવીને માય કાંગલો થઇ જાય છે તો માંસાહાર કરવો . વ્યાજબી છે . .

    Liked by 1 person

Leave a comment