…તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો

રોહીત શાહ

એ કોઈ એક જ બાજુથી સત્યને જોવા–સમજવાનો પ્રયત્ન કરનારો છે. એ પોતાની આંખો પર અંગત માન્યતાઓ અને પુર્વગ્રહોની પટ્ટીઓ બાંધી દઈને, સ્વેચ્છાએ અન્ધાપો સ્વીકારનારો છે. બીજા ધર્મગ્રંથોમાં વધારે સારી અને વધારે સાચી વાત કહેલી હશે તોય એ નહીં જ સ્વીકારે. કોઈ પુછશે કે એમાં ખોટું શું છે ? પોતાના ધર્મને વફાદાર રહેવામાં શો વાંધો ?

વાંધો અહીં વફાદારી સામે છે જ નહીં. વફાદારી તો સ્વયમ્ ધર્મ છે. એની સામે શાનો વાંધો ? વાંધો તો પેલી જડતા સામે છે. બીજો કોઈ ધર્મગ્રંથ વાંચવાનો જ નહીં, એમાં રજુ થયેલાં સવાયાં સત્ય સ્વીકારવાનાં જ નહીં, પોતાના ધર્મ સીવાયના અન્ય તમામ ધર્મો ઉણા–અધુરા અને ખોટા છે એમ માનીને એની આભડછેટ પાળવી; આ બધી સંકુચીતતાઓ અને જડતાઓ સામે વાંધો છે.

ધર્મ આપણને ખુલ્લા મનના થવા દે એવો હોવો જોઈએને ! ધર્મ આપણા મસ્તીષ્કને બંધીયાર અને અવાવર બનાવનારો થોડો હોય ? અન્ય ધર્મો પ્રત્યે સદ્ભાવ રાખવામાં આપણા ધર્મ પ્રત્યેની વફાદારી ક્યાં ખતરામાં પડી જાય છે ? તમે બીજા ધર્મ પ્રત્યે સમભાવ ભલે ન રાખી શકો, સદ્ભાવ તો રાખી જ શકો ને ! બીજા ધર્મને ભલે તમે તમારા ધર્મની સમાન ન માનો; છતાં એ ધર્મ પ્રત્યે–એ ધર્મમાં, શ્રદ્ધા રાખનારાઓ પ્રત્યે સદ્ભાવ જરુર રાખો. અને જો તમારો ધર્મ તમને એટલું કરવાની છુટ ન આપતો હોય તો, તમે તમારા એ તથાકથીત ધર્મના ખોળામાંથી તરત જ ઉભા થઈ જાવ એ તમારા હીતમાં છે.

ક્યારેક આના કરતાં સાવ વીપરીત પરીસ્થીતી જોવા મળે છે. કેટલાક તથાકથીત ભક્તો કોઈ એક સમ્પ્રદાય કે ઈશ્વરને માનવાને બદલે જ્યાંથી વધારે અને જલદી લાભ મળવાની સમ્ભાવના દેખાય ત્યાં કીર્તન કરવા કતારમાં ખડા રહી જાય છે. એમની શ્રદ્ધા ભારે લપસણી હોય છે. જ્યાં લાલચ સાકાર થતી હોય ત્યાં લપસી પડવા એ તત્પર રહે છે. ક્યારેક ચુંદડી ચઢાવશે તો ક્યારેક ચાદર ચઢાવશે, ક્યારેક શ્રીફળ વધેરશે તો ક્યારેક બલી ચઢાવશે. ક્યારેક માળા ફેરવશે તો ક્યારેક ડુંગર ચઢશે, ક્યારેક નદીમાં ડુબકી મારશે તો ક્યારેક બ્રહ્મચર્ય પાળશે, ક્યારેક ધુપ–દીવા કરશે તો ક્યારેક અભીષેક કરશે. કાંઈ પણ કરવા એ હરપલ તૈયાર રહે છે. બસ, એમ કરવાથી કંઈક લાભનાં એંધાણ વર્તાવાં જોઈએ. ક્યારેક સાંઈબાબા તો ક્યારેક સન્તોષી માતા, ક્યારેક હનુમાનજી તો ક્યારેક ઘંટાકર્ણ, ક્યારેક શંકર તો ક્યારેક બુદ્ધ ! ઘણા ભક્તો તો ઈષ્ટદેવ પાસે લાઈફ પાર્ટનર મેળવવા જતા હોય છે ! કોઈને નોકરી જોઈએ છે તો કોઈને તરક્કી જોઈએ છે. કોઈકને સન્તાન જોઈએ છે તો કોઈકને રોગમુક્તી જોઈએ છે. જ્યાંથી આ બધું મળી શકવાની સમ્ભાવના દેખાય ત્યાં જઈને એ આળોટવા મંડી પડે છે.

આ પણ વાહીયાત અને વ્યર્થ પ્રયોગ છે.

કોઈ પણ પરમતત્ત્વ પાસે અંગત સ્વાર્થની ચીજ માગીએ તો એ એનું ઈન્સલ્ટ કર્યું કહેવાય. પરમ તત્ત્વ જો હોય અને આપણે તેને જેટલું મહાન માનીએ છીએ તેટલું મહાન એ તત્ત્વ હશે તો આપણા હજાર અપરાધો માફ કરીનેય, એ કૃપા કરશે અને જો એનું અસ્તીત્વ જ નહીં હોય તો લાખ વખત માથાં પટકવા છતાં કશું મળવાનું નથી.

જે ધર્મગ્રંથ આપણા પોતાના પર વીશ્વાસ કરવાનું શીખવાડે એ જ સાચો ધર્મગ્રંથ છે. તમને ઈશ્વર પર શ્રદ્ધા છે કે નહીં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી; પણ તમને ખુદ તમારા પર શ્રદ્ધા હોય એ ઈમ્પોર્ટન્ટ બાબત છે. ઈશ્વર કાલાવાલા કરનારને ચાહે કે કર્મવીરને ચાહે ? ઈશ્વર બાધાઓનાં વળગણોને પકડી રાખનારને વરદાન આપે કે પછી પોતાના માર્ગની બાધાઓ (અડચણો) દુર કરવાનું સામર્થ્ય ધરાવનારને વરદાન આપે ?

પોતાના ધર્મ પ્રત્યે મમભાવ જાળવી રાખીને, બીજાના ધર્મ પ્રત્યે સદ્ભાવ રાખી શકાય તો નો પ્રૉબ્લેમ.

રોહીત શાહ

હરે કૃષ્ણ

તેં વાંસળીના જોરે જે કર્યું એ મોબાઈલથી કરી શકે તો માનું;
એસેમેસ કરીને પેલી ગોપીઓનાં દીલ હરી શકે તો માનું.

કેસરીયાળી ધોતીમાં તું  કેટલીય વાર રાસ રમી આવ્યો હશે;
જીન્સનું પેન્ટ પહેરીને તું જો ગરબામાં ગોળ ફરી શકે તો માનું.

ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો તેથી શું થયું ?
લાચાર પ્રજાને હેરાન કરનારા દાઉદને તું અડી  શકે તો માનું.

તેં અર્જુનને તો એના સગાઓ સામે લડવાની પ્રેરણા આપી;
બે ભાઈઓનાં કાળજાંમાં એકબીજા માટે પ્રેમ ભરી શકે તો માનું.

ચમત્કારો કરીને તો તેં કંઈ કેટલીયને તારા વશમાં કરી લીધી;
રાધાની આંખોમાં ખોવાઈ, મીરાની આંખોમાં જડી શકે તો માનું.

તું તો ઘણી બધી ગોપીઓ સાથે ખુબ છુટથી હરતો–ફરતો હતો;
કેટરીના કેફને એક વાર એપોઈન્ટમેંટ વગર મળી શકે તો માનું.

–મૃગાંક શાહ–

babham@hotmail.com

લેખકસંપર્ક : 

શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટારનો પ્રૉબ્લેમ(28માર્ચ, 2015)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

નવી દૃષ્ટી,નવા વીચાર,નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04/03/2016

14 Comments

  1. It is 100% true. I agree with Rohitbhai’s views. It is a good article for reading and thinking too.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 2 people

  2. ખૂબ ગમ્યુ. રોહિતભાઇની વાતો, અેટલીસ્ટ પોતાને હિન્દુ કહે છે તે લોકોને માટે જીવનમાં ઉતારવા જેવી છે. આ વાતોની પૃષ્ટિ કરતી વાતો ગાંઘીજીઅે પોતાની આત્મકથામાં ઘણી જગ્યાઅે લખી છે….પોતાના જીવનના અનુભવોના રુપે. તેમણે ઘણા ઘર્મોનો ઉંડો અભ્યાસ કરીને પોતાના વિચારો..૧. પ્રસ્તાવનાના પાને પાને લખ્યા છે. તે ઉપરાંત ૨. પ્રકરણ ૧૦ : ઘર્મની ઝાંખી : ૩.. પ્રકરણ : ૨૦ : ઘાર્મિક પરિચયો : તેમણે દુનિયાના બીજા ઘર્મોનો ઉંડો અભ્યાસ કરીને વાચકોને યોગ્ય માર્ગદર્શન આપ્યા છે જે રોહિતભાઇઅે પોતાના આ લેખમાં પોતાના શબ્દોમાં આપ્યા છે. આજના આ વિષયના દરેક વાચકને મારી નમ્ર વિનંતિ છે કે તેઓ ગાંઘીજીની આત્મ કથાના પહેલા ૨૦ પ્રકરણો ઘ્યાન દઇને આજના વિષયના સંદર્ભના રુપે વાંચે.
    રોહિતભાઇઅે જે દાખલા આપ્યા છે તેમાના અેકને હાસ્યના રુપે મારા નાનપણમાં વહેંચતા. અેક દુ:ખી પોતાના દૂ:ખને દુર કરવા શીવની પ્રાર્થના કરવા લાગ્યો….પાર્વતિઅે દયા કરવા શીવને વિનંતિ કરીને મોકલ્યા…ઘીરજ ગુમાવી બેઠેલા દુ:ખીઅે શીવ અડઘે રસ્તે હાતં અટલામાં કૃષ્ણની વિનંતિ શરુ કરી….તે જોઇને શીવ પાછા ફરી ગયા…કૃષણ સાથે પણ અેવુંજ બન્યુ…..અને અંતે આ પ્રોસેસમાં પેલો દુ:ખી યમલોક પોતે જ પહોંચી ગયો ત્યારે તેને કોઇ દુ:ખ ન્હોતુ…..આ જોક સાથે હું પેલા ‘ વચનને‘ સરખાવું છું…યદા યદા હી…..પોલું વચન..જે આજે પણ પોલુ જ છે……
    જ્ઞાન મેળવવા જેવો ઉત્તમ ઘર્મ બીજો કોઇ નથી. અભ્યાસ…અભ્યાસ…અને પછી તેનો શુઘ્ઘ અને સાચો સ;દેશો પોતાના જીવનમાં પાળવા શિવાય બીજો કોઇ ઘર્મ ઉત્તમ નથી…માનવતાનો ઘર્મ જેવો દુનિયામાં બીજો કોઇ પણ બેસ્ટ ઘર્મ નથી. પોતાના ઓછાપણાને ઢાંકવા જુઠુ કરીને કોલર ઉંચા રાખવા જેવો અઘર્મ બીજો કોઇ નથી.
    આભાર.
    અમુત હઝારી.

    Liked by 4 people

    1. અખાના સમયની એક કવિતા હતી. એક ભક્ત હનુમાનજીને વિનવતો, “બાપજી, પાંચસો રૂપિયા અપાવો તો હું તમને દર શનિવારે તેલ ચડાવીશ”. એક દિવસ હનુમાનજી પ્રગટ થયા. કહ્યું, “મારી પાસે પાંચસો રૂપિયા હોય તો તેલનો કુંડ ભરાવી રોજ તેમાં ન્હાઉં નહીં તે તારા તેલની રાહ જોયા કરું?”

      પહેલા ફળ પછી કર્મનો ક્રમ કથામાં જ ચાલે. જીવનમાં તો કર્મ પહેલા, ફળ પછી. કર્મના ફળ કેવા, કેટલા અને ક્યારે મળે તેના ભાવપત્રક કે સમયપત્રક નથી હોતા. ફળ મળે તો ખરા જ પણ કોઈ અજાણી અકળ વ્યવસ્થા પ્રમાણે. ફળત્યાગ પણ શક્ય નથી. માટે સદ્બુધ્ધીપુર્વક સત્કર્મ કર્યે રાખવા જોઈએ. પણ તેના ફળનું અનુમાન ના બાંધવું જોઈએ કે જેથી નકામી નીરાશા થાય. આને માટે કોઈ ધર્મ કે ગુરુની જરૂર નથી.

      Liked by 2 people

  3. Jiyaare Jiyaare Maanav potani jaat ne claim kare ke I am Hindu or I am Muslim….” He is insulting himself by doing so, and also insulting to other religion believers…..

    Rohitbhai demonstrate very good point through various example….. Recently I was traveling in Mumbai, when driver pick us up, he asked if we want to stop by Haji Ali Dargaah or Sidhhi Vinaayak Mandir or Mahaalaxmi Mandir. Before I answer anything, My wife told driver that we will stop to every place but Mandir, Masjid, church….. Simply because we believe in Humanity first then being Hindu or Muslim.

    Liked by 2 people

    1. Sachej rationalism aapan ne kuva na dedka ni jem jivta hoi tene vaishvik manav banave chhe tamaru mumbai nu udaharan khub gamyu.

      Liked by 3 people

  4. “જે ધર્મગ્રંથ આપણા પોતાના પર વીશ્વાસ કરવાનું શીખવાડે એ જ સાચો ધર્મગ્રંથ છે.”
    ખૂબ સરસ લેખ.

    આભાર રોહિતભાઇનૉ અને ગોવિંદ ભાઈનો.

    Liked by 2 people

  5. Govindbhai: I have recently joined as a reader of your website.. I like very much the articles published on your website.. I would like to submit some of my own writngs. How do I go about doing that? Please let me know. Dr. Ramesh Shah, PH.D., MSCPLicensed Psychologist N.J. #5192(609) 462-9142 (by appointment only)320 Raritan AveHighland Park, N.J. 08904(e-mail) nitaram18@yahoo.com

    Liked by 1 person

  6. રોહિતકુમારનો લેખ વાંચ્યો. સરસ છે એમ કહું તો પણ ખોટું, ખરાબ છે એમ કહું તો પણ ખોટું. કારણ કે મને ખાસ સમજાયું જ નહીં કે બોટમ લાઈન શું છે? શબ્દોના આટાપાટામાં મારા જેવો અબુધ તો અટવાય જ. ઘણું બધું ફૂલ ટૉસ ગયું. એમાં કાંઈ રોહિતકુમારનો જરા પણ દોષ નહિ. ઘણાં બધા રેગ્યુલર કોમેન્ટરોએ ધ્યાન પૂર્વક વાંચીને આજ સૂધીમાં જે ન જાણતા હતા તેમણે નવું જાણ્યું એટલે લેખ સારો જ કહેવાય. રોહિતકુમારને અભિનંદન.

    Liked by 1 person

  7. રોહીત્શાહનો લેખ ગમ્યો એના લેખો મને હમેંશા ગમ્યા છે . મૃગાંક શાહની કવિતા ઠીક કહેવાય . હું ગોવિંદ મારુ , રોહિત શાહ , અને મૃગાંક શાહને ધન્યવાદ આપું છું .મને એક મુસ્લિમ શાયરનો શેર યાદ આવ્યો . જે લખું છું .
    तेरे सिवा सब कोई काफर आखिर इसका मतलब क्या ?
    सर फिरादे इन्सानोका ऐसा खब्ते मज़हब क्या .

    Liked by 1 person

  8. इक़बाल कहता है
    जिन्हे में ढूढ़ताथा आसमानो में जमिनोमे
    वो निकले मेरे ज़ुल्मत खान ए दिलके मकीनों में .

    Liked by 1 person

Leave a comment