ચાર્વાકદર્શનનાં મુળ અને કુળ

એન. વી. ચાવડા

ચાર્વાકદર્શનનું મુળ નામ લોકાયતદર્શન છે. તેને લોકાયતવાદ પણ કહેવામાં આવ્યો છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે તે લોકોનું દર્શન છે. લોકોનું અર્થાત્ લોકો દ્વારા આયાત થયેલું અથવા લોકો દ્વારા પ્રચલીત અને પ્રસ્થાપીત થયેલું. અર્થાત્ પ્રારમ્ભમાં લોકાયતદર્શન કોઈ એક જ વ્યક્તી દ્વારા પ્રસ્થાપીત નહીં જ હોય; પરન્તુ લોકોએ પોતાના સુદીર્ઘ, અંગત અને અનન્ત જીવનાનુભવોને આધારે અમુક ચોક્કસ રીત–ભાત, રીવાજો, નીતી–રીતીઓ, માન્યતાઓ આધારીત જીવનપ્રણાલી ક્રમશ: વીકસાવી હશે. જેમાં કુટુમ્બ–કબીલાઓના સમગ્ર લોકોના હીત અને સુખનો વીચાર કરવામાં આવ્યો હશે. એવું જરુરી નથી કે તે વખતે તેઓ પોતાની આવી જીવનપદ્ધતીને લોકાયતવાદ કે લોકાયતદર્શન કહેતા હશે. જેનું સ્પષ્ટ ઉદાહરણ આજે પણ જોઈ શકાય છે કે દુર–સુદુરના આદીવાસીઓ પોતે પોતાની રીતે વીકસાવેલી જીવનપ્રણાલી મુજબ જીવી રહ્યાં છે. એને માટે એમને કોઈ દર્શનગ્રંથ કે દર્શનકારની આવશ્યક્તા નથી. એ જ રીતે લોકાયતદર્શન એ પ્રાચીન ભારતીય પ્રજાની સહજ રીતે વીકસેલી જીવનપ્રણાલી હશે. લોકાયતદર્શન યા લોકાયતવાદ એ તો પાછળના વીશેષ વીકસીત પ્રબુદ્ધજનોએ પોતાના પુર્વજોની આ જીવનપદ્ધતીને સંજોગોનુસાર આવશ્યક્તા ઉભી થતાં આપેલું ચોક્કસ નામ છે. આજની આપણી લોકશાહીની વ્યાખ્યા એવી છે કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. એવું જ લોકાયતવાદ વીશે કહી શકાય કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે રચાયેલી અને ચાલી રહેલી જીવન જીવવાની રીત. લાગે છે કે લોકાયતવાદ એ આપણી પ્રાચીન ભારતીય પ્રજાની લોકશાહી ઢબની જીવન અને શાસન પ્રણાલી હોવી જોઈએ.

પ્રાચીન ભારતીય પ્રજાની પ્રાકૃતીક અને વાસ્તવીક રીતે જીવન જીવવાની કળાને પુસ્તકમાં સ્થાન આપી તેને શાસ્ત્રીયરુપ આપી દર્શન તરીકે મુકનાર પ્રથમ વ્યક્તી ‘બૃહસ્પતી’ હતા. આ બૃહસ્પતી ઋગ્વેદ કાળમાં થઈ ગયા છે, તેઓ દેવોના અથવા આર્યોના ગુરુ હતા અને આર્યોમાં તેમનું અદકેરું માન–સન્માન હતું. બૃહસ્પતીએ લોકાયતવાદને પ્રથમ સુત્રોના સ્વરુપમાં રજુ કર્યું હતું. તેથી તેનું તે વખતનું નામ ‘બ્રાર્હસ્પત્યસુત્ર’ હતું. ‘બ્રાર્હસ્પત્યઅર્થશાસ્ત્ર’ તરીકે પણ તે પ્રચલીત હતું. અર્થાત્ ભારતનું તે પ્રથમ અર્થશાસ્ત્ર હતું. અર્થનો અર્થ છે પૈસો અથવા ધન. ધનસમ્પત્તીની જીવનમાં પ્રથમ આવશ્યક્તા છે. ધર્મ વીના માણસ જીવી શકે છે; પરન્તુ ધનસમ્પત્તી વીના માણસ જીવી શકતો નથી. તેથી બૃહસ્પતીએ પ્રારંભમાં ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખવાની જરુર પડી છે એવું બનવા જોગ છે.

લોકાયતદર્શનના અનુયાયીઓ કે જે બહુધા બ્રાહ્મણો જ હતા, તેઓ લોકાયતદર્શનના તત્ત્વજ્ઞાનનો પ્રચાર મધુર ભાષા યા મીઠી વાણીમાં કરતા અને લોકોને સમજાવતા હતા. મધુર એટલે ચારુ અને વાણી એટલે વાક્ (ચારુ + વાક્) = ચાર્વાક. આમ, લોકાયતદર્શનના પ્રચારકોને ત્યારબાદ ચાર્વાક તરીકે લોકો ઓળખવા લાગ્યા. તેથી બ્રાર્હસ્પત્યસુત્ર ત્યાર પછી ચાર્વાકસુત્ર અને ચાર્વાકદર્શન તરીકે પ્રસીદ્ધી પામ્યું. આમ, બૃહસ્પતી તે આદી ચાર્વાક છે. ચાર્વાક એ પરમ્પરા, પીઠ યા સંસ્થા બની ગઈ હતી. તેના બધા પ્રચારકો ત્યારબાદ ચાર્વાક તરીકે જ ઓળખાતાં. આ ચાર્વાકોને વીદ્વાનો લોકાયત કે લોકાયતીક તરીકે પણ સંબોધતા હતા.

શ્રીમદ્ સ્વામી સદાનન્દજી મહારાજે ‘ચાર્વાકસુત્ર’ ઉપરના પોતાના ભાષ્યમાં એક રસપદ, દીલચશ્પ અને વીચારણીય ઘટના લખી છે તે એ છે કે 21મી જાન્યુઆરી, 1930ના લાહોર ખટલામાં પકડાઈ ગયેલા વીર ભગતસીંહને મુત્યુદંડની સજા થઈ હતી. 23 માર્ચ, 1931નો દીવસ એમનો છેલ્લો દીવસ હતો. તે દીવસોમાં તેમને મળવા ગયેલાં પ્રાણનાથ વકીલે ભગતસીંહને આશ્વાસન આપતાં પ્રશ્ન કર્યો કે તેમની આખરી ઈચ્છા શું છે ? ત્યારે આ ક્રાન્તીકારી દેશભક્તે જેની માગણી કરી હતી તે કોઈની કલ્પનામાં પણ આવે તેમ નહોતી. કારણ કે તેમણે માગ્યું હતું ‘ચાર્વાકસુત્ર’.

વીર શહીદ ભગતસીંહની ત્યાગ, બલીદાન અને વીરતાનો ઈતીહાસ આપણને શીખવવામાં આવે છે; પરન્તુ ભગતસીંહની વીચારધારા શી હતી અને તેઓ આઝાદ ભારતમાં કેવા પ્રકારની વીચારધારાવાળું શાસન સ્થાપવા માગતા હતા, તેનો જરા સરખો ઈતીહાસ આપણી પ્રજાને જણાવવામાં કે ભણાવવામાં આવતો નથી, તે માત્ર આશ્ચર્યનો જ નહીં; પરન્તુ શરમ અને કમનસીબીનો વીષય છે. વીચારણીય પ્રશ્ન એ છે કે રાષ્ટ્રને માટે હસતે મુખે ફાંસીને માંચડે ચડી જનાર ભગતસીંહની વીચારધારાનો પરીચય આપણા સમાજ અને યુવાનોને આપવામાં આવતો નથી.

વાસ્તવીકતા એ છે કે ભગતસીંહ ચાર્વાકવાદી હતા. ‘હું નીરીશ્વરવાદી કેમ છું ?’ એવા શીર્ષકવાળી તેમણે પુસ્તીકા પણ લખી છે, જેમાં તેમણે ઈશ્વરના અસ્તીત્વ સામે અનેક ગહન ચીન્તનીય એવા તાર્કીક પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાન્ત તેમણે પોતાની જેલડાયરીમાં પણ ધર્મ અને ઈશ્વરને નામે સમાજને ફોલી ખાનારાં સ્થાપીતહીતોને ખુલ્લાં પાડ્યા છે અને સમાજને વહેમો, અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો અને વ્યર્થ, હાનીકારક, વર્ણવ્યવસ્થાજન્ય ક્રીયાકાંડોમાંથી છુટવાની હાકલ કરી છે.

વીર શહીદ ભગતસીંહ જ માત્ર નહીં; પરન્તુ આઝાદીની લડત સમયના અનેક લડવૈયાઓ ચાર્વાકવાદી હતા. જેમાં આન્ધ્ર પ્રદેશના વીજયવાડાના સુપ્રસીદ્ધ નાસ્તીક રામચન્દ્ર ગોરાનું નામ મુખ્ય ગણી શકાય. પ્રસીદ્ધ હીન્દુવાદી વીર સાવરકર પણ નીરીશ્વરવાદી હતા. આપણા ગુજરાતના ખેડા જીલ્લાના પ્રખ્યાત નરસીંહ પટેલ કે જેમણે ‘ઈશ્વરનો ઈન્કાર’ નામનું ખ્યાતનામ પુસ્તક લખ્યું હતું તે ઉપરાન્ત તેમના જેલ સાથીદાર વડોદરાના શ્રી. કમળાશંકર પંડ્યાને પણ તેમાં મુખ્ય ગણી શકાય એમ છે.

અલબત્ત પ્રાચીનકાળમાં ચાર્વાકની પત્ની ચારુણી અને તેમના શીષ્યો તથા તેમના સાહીત્ય સહીત ચાર્વાકનો તેમના વીરોધીઓ દ્વારા લગભગ સમ્પુર્ણ નાશ કરી નંખાયો હોવા છતાંય ચાર્વાકદર્શન કાયમ માટે સમાપ્ત થઈ જવાને બદલે કાયમ જીવન્ત રહ્યું છે. એટલું જ નહીં; પરન્તુ 3000 વર્ષ પછી આજે એકવીસમી સદીમાં પુન: ઉજાગર થઈ રહ્યું છે. જે દર્શાવે છે કે ચાર્વાકદર્શનની વીચારધારા કેવી વૈજ્ઞાનીક, શાશ્વત અને સર્વકાલીન તથા વૈશ્વીક વીચારધારા છે.

આજપર્યન્ત ચાર્વાકદર્શનના માત્ર પન્દરેક જેટલા જ શ્લોકો ઉપલબ્ધ હતા. પરન્તુ હારીજ–પાટણનાં સનાતન સેવાશ્રમના સન્ત સ્વામી સદાનન્દજી મહારાજે હીન્દુ ધર્મગ્રંથો અને દર્શનશાસ્ત્રોનો ગહન, વીશાળ અને વ્યાપક અભ્યાસ કરીને બીજા લગભગ 180 જેટલા શ્લોકો શોધી કાઢ્યા છે, જે એમના ગ્રંથ ‘ચાર્વાકસુત્ર’ના દરેક પાનાને મથાળે છપાયેલાં છે. તે વાંચતા ખ્યાલ આવે છે કે એમાં રાજા, પ્રજા, રાય–રંક, સાધુ–સંસારી, વીદ્વાન–મુર્ખ તમામ પ્રકારના અબાલવૃદ્ધ નર–નારી માટે સુખી જીવન જીવવા માટેનું અણમોલ માર્ગદર્શન છે. ચાર્વાકદર્શન વીશે તેના વીરોધીઓએ જે અફવાઓ અને ભ્રમણાઓ ફેલાવી રાખેલી છે કે ચાર્વાકદર્શન એ નાસ્તીક અને ભોગવીલાસી લોકોનું શાસ્ત્ર છે, જે માત્ર ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે; એવી તમામ ભ્રમણાઓનો તેનાથી ધ્વંસ થાય છે અને ખ્યાલ આવે છે કે ચાર્વાકદર્શન એ જીવન જીવવાની શ્રેષ્ઠ રીત શીખવતું શાસ્ત્ર છે.

અલબત્ત અત્યાર સુધી ચાર્વાકદર્શનના જે પન્દરેક જેટલા શ્લોકો ઉપલબ્ધ છે, તે આર્યોની વર્ણવ્યવસ્થા, તદ્જન્ય યજ્ઞાદી ક્રીયાકાંડો અને પુર્વજન્મ–પુનર્જન્મ, સ્વર્ગ–નરક, પરલોક, પ્રારબ્ધ, આત્મા–પરમાત્મા આદી માન્યતાઓ માટે પડકારરુપ છે. તેનું વીશ્લેષણ સ્વામી સદાનનદજીએ પોતાના ગ્રંથ ચાર્વાકદર્શનમાં કર્યું છે, તે બેનમુન અને પ્રેરક છે. તેના વાચનથી વાચકની લગભગ તમામ ભ્રમણાઓ, અન્ધશ્રદ્ધાઓ અને અવૈજ્ઞાનીક ખ્યાલો ભાંગી પડે છે. તે ઉપરાન્ત તેમાં સ્વામીજીએ ચાર્વાકદર્શનનો જે ઈતીહાસ રજુ કર્યો છે, તે આપણી હીન્દુ પ્રજાને એક ભારે આંચકો લગાડનારો અને આંખો ઉઘાડનારો પણ છે. એટલું જ નહીં; પરન્તુ તે આપણા પ્રવર્તમાન ધર્મ અને સંસ્કૃતી વીશે પુન: વીચારણા કરવાની પ્રેરણા આપનારો પણ છે.

એક બીજી આશ્ચર્યકારક અને આનન્દદાયક વાત અહીં નોન્ધનીય છે કે જે વૈદીકકાળમાં આપણા દેશમાં બૃહસ્પતી(ચાર્વાક) જેવા ભૌતીકશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી થઈ ગયા તે જ કાળમાં ગ્રીસમાં પણ એપીક્યુરસ નામના મહાન વીશ્વવીખ્યાત ચીન્તક થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે એમની વીચારધારા પણ બીલકુલ ચાર્વાકવાદી વીચારધારાને મળતી આવે છે. આ બાબત દર્શાવે છે કે જગતમાં પ્રાચીનકાળમાં ઉપજેલાં લગભગ બધાં જ ધર્મોના ધર્મગુરુ–રાજનેતા અને ધનવાનોના સ્થાપીતહીતોએ ધર્મ અને ઈશ્વરને નામે સામાન્ય જનોને અન્ધશ્રદ્ધામાં ફસાવી સાર્વત્રીક શોષણ કરવાનું જ શરુ કર્યું હોવું જોઈએ. તેથી જ લગભગ દરેક દેશોમાં પ્રાચીનકાળમાં એનો પ્રચંડ વીરોધ કરનારા પ્રકાંડ પુરુષો પાકતા જ રહ્યા છે. એવો સીલસીલો દરેક કાળમાં રહ્યો છે અને આજે પણ ચાલુ છે. જોઈ શકાય છે કે દેશ અને દુનીયામાં આજે પણ સર્વત્ર રૅશનાલીસ્ટો અસ્તીત્વ ધરાવે જ છે. જે દર્શાવે છે કે રૅશનાલીઝમ એ વૈશ્વીક વૈજ્ઞાનીક જીવનપ્રણાલી છે.

આપણા દેશમાં 5000 વર્ષ પહેલાં મોહેં–જો–દડો અને હડપ્પાની સીન્ધુઘાટીની સંસ્કૃતીમાં જીવનારા આપણા પુર્વજો કે જેઓ તે સમયે આધુનીક વૈજ્ઞાનીક ઢબે જીવનારા એવા વીકસીત, સુસભ્ય અને સુસંસ્કૃત હતા, તેઓની જીવનપદ્ધતી આ ચાર્વાકવાદી જીવનપદ્ધતી જેવી જ હતી. આર્યગુરુ બૃહસ્પતીએ એમની જીવન જીવવાની કળાને જ વ્યવસ્થીત રીતે બાર્હસ્પત્યસુત્રમાં કંડારી હતી જે આજે ચાર્વાકદર્શન કહેવાય છે.

–એન. વી. ચાવડા

આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રીમન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત પ્રેમ. ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. આયુષ્યના 45 મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : (0261) 259 7882/ 2592563 ઈ.મેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ. 50/-)માંનો આ 03જો લેખ, પુસ્તકનાં પાન 17થી 24 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..     ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક : 

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…   ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી,  કાશીબાગ,  કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13/11/2015 

25 Comments

  1. Saavarkar Nirishvarvadi and Hinduvadi both? Unbelievable. How can a person be fitted in both categories? He was a ranked Hindutvavadi. Is the jail diary of Bahgat Singh available anywhere in a book form.

    There are number of cases in which many known Atheists became Theists at the fag end of their lives. How will you define this trend?

    I have a friend over here in Toronto who is a known Atheist. He is nearing 70. One day I asked him, “How would you you like to be cremated when you die?” Pat came his answer, “Put it on pyre and torch it in a Hindu way!!” Will you call this Hypocrisy?

    Firoz Khan
    Toronto, Canada.

    Liked by 1 person

    1. સાવરકર નાસ્તિક હતા અને ટીલાંટપકાંમાં નહોતા માનતા. હિન્દુત્વ (હિન્દુપણું) એ હિન્દુઇઝમ નથી. એમણે પોતે જ આ ફેર સ્પષ્ટ કર્યો છે.

      Liked by 1 person

  2. મિત્રો,
    વિક્રમ સંવત ૨૦૭૨નું વરસ આપ સૌને માટે તંદુરસ્તી ભરેલું બને તે માટે શુભેચ્છાઓ. તન અને મનની તંદુરસ્તી જીવનના બઘા જ પ્રશ્નો હળવા બનાવવામાં મદદરુપ થશે.
    ૨૦૭૨ના વરસના આ અભિવ્યક્તિના લેખને માટે ગોવિંદભાઇને લાખ લાખ અભિનંદન. ઘણા ઘણા વખત પછી અેક અતિ મજબુત , શક્તિશાળી, વિચારવંતો અને રીસર્ચ કરવાને પ્રેરતો લેખ વાંચવા મળ્યો છે. સ્વામી સદાનંદજીનો ગ્રંથ ‘ ચાર્વાકચાદ‘ જો મેળવી શકાતો હોય તો મારે જોઇઅે છે. શ્રી અેન.વી. ચાવડાને હાર્દિક અભિનંદન અને તેમનો આભાર. અેક અેક શબ્દ વડે, ઇતિહાસની, તોલી તોલીને સંપૂર્ણ સમજ આપતો આ લેખ મનન કરવાને માટે છે…ઇતિહાસને જુદા સ્વરુપે બતાવનારાઓને માટે શું કહેવું? સ્વામીજી જેવાં સંશોઘકોને પ્રણામ. આજનીપેઢીને માટે આ સ્વામી રચિત ‘ચાર્વાકવાદ‘ જો અંગ્રેજી ભાષામાં તરજૂમો પામે તો ઇતિહાસની ઉજળી બાજુ વિશ્વ સમક્ષ આવે.
    અભિવ્યક્તિમાં આપણને આવા લેખોની જરુરત છે.
    ફરી વિ.સં. ૨૦૭૨ તથા ઇસુ વરસ..૨૦૧૬નું વરસ સૌને માટે તંદુરસ્તી…તન અને મનની…વાળું બની રહે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા અમૃતભાઈ, ગાંડાભાઈ તેમ જ વાચકમીત્રો,
      સનાતન સેવાશ્રમ, હારીજ–પાટણનાં સન્ત સ્વામી સદાનન્દજી મહારાજ આપણી વચ્ચે નથી. સદ્ ગતના બન્ને ગ્રન્થો ‘ચાર્વાકસુત્ર’ અને ‘ચાર્વાક દર્શન’ આઉટ ઓફ પ્રીન્ટ છે. સ્વામીજીની દીકરી સુજાતાબહેન પરવાનગી આપશે તો ‘ચાર્વાકસુત્ર’ અને ‘ચાર્વાક દર્શન’ બન્ને ગ્રન્થોની ઈ.બુક્સ બનાવીને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો સુધી પહોંચાડવા હું વીનમ્ર કોશીશ કરીશ.

      Like

    2. શ્રી અમૃતભાઈ,
      Lokāyata : a study in ancient Indian materialism

      Author: Debiprasad Chattopadhyaya

      આ પુસ્તક કદાચ ઍમેઝોન પર મળશે. પણ પહેલી આવૃત્તિ ૧૯૫૯ની છે એટલે કદાચ ન મળે. આમ છતાં સારી લાઇબ્ર્રેરીમાં તો અવશ્ય મળશે. A must-read book.

      Liked by 1 person

  3. યાદ આવ્યુ…….ભગતસિહ…..સાવરકર……કોને તેમના માટે આટલું જ્ઞાન છે? જ્ઞાની ભગતસિંહને કોંગ્રસે કેવા બતાવેલાં ?…..સાવરકર માટે ડો. શરદ ઠાકરનું પુસ્તક વાંચવા વિનંતિ છે. સ્વામી સદાનંદજીને હાર્દિક પ્રણામ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ABHIVYAKTI PARIVAR NA SAHU VACHAKO NE HAPPY NEW YEAR.
    Govind bhai temaj N V chavda sahebne abhinandan navavarasni saruaatma saras mahiti sabhar lekh aapva mate sathe swami sachchidanand na pustak aapne ane paschim no pan prachar thavo joiye.

    Liked by 1 person

  5. હાર્દીક આભાર અને ખુબ ખુબ ધન્યવાદ ગોવીંદભાઈ આ સુંદર લેખ માટે. આ પ્રકારનાં પુસ્તકો અહીં પરદેશમાં કેવી રીતે મળી શકે તે ખબર નથી. તમે એની પ્રકાશીત થયેલી હાર્ડ કોપીની માહીતી આપો છો, પણ તે તો દેશમાં રહેતા હોય તેમને ઉપયોગી થાય. જો આવાં પુસ્તકોની ઈન્ટરનેટ આવૃત્તી પ્રગટ થયેલી હોય તો તેની માહીતી ઉપલબ્ધ કરી શકો તેમ હોય તો અમારા જેવાને એનો લાભ મળે.

    Liked by 1 person

  6. ભારત (અને દુનિયાની) એક મોટી કમનસીબી છે કે આવી સરસ સરળ વિચારસરણી ભુલાઈ ગઈ અને તેને બદલે માન્યામાં ના આવી શકે તેવી આધ્યાત્મવાદી ‘ફિલસુફી’ જડ જમાવી બેઠી.

    Liked by 1 person

  7. ખુબ સરસ લેખ. ચાર્વાક શબ્દની સમજુતી પણ નવો પ્રકાશ પાડી ગઈ. ચાર્વાક કોઈ વ્યક્તી નથી તેવું સીદ્ધ થાય છે છતાં “અલબત્ત પ્રાચીનકાળમાં ચાર્વાકની પત્ની ચારુણી” જેવો ઉલ્લેખ ફરી પાછું ચાર્વાક નામની વ્યક્તી બતાવે જ છે. તેનો ખુલાસો જરુરી ખરો.

    શ્રી ચાવડા યુની.માં, સમાજ વીદ્યાભવનમાં હતા ? જણાવશો ?

    લેખ માટે ધન્યવાદ સાથે –

    Liked by 1 person

    1. શ્રી. એન. વી. ચાવડા (D. M. E.)નું વતન મોરબી તાલુકાના વીરપુર (મચ્છુકાંઠા) છે. તેઓ સુરત જીલ્લાની કડોદ વીવીધલક્ષી હાઈસ્કુલ, કડોદમાં આસીસ્ટન્ટ લેક્ચરર તરીકે નીવૃત્ત થયા અને હાલ કડોદમાં જ રહે છે.

      Like

  8. એન. વી ચાવડા સાહેબ ને તેમના લેખ માટે તેમજ ગોવીંદભાઈ ને તે લેખ અમારા સુધી પહોચાડવા બદલ ખુબ ખુબ ધન્યવાદ

    ચાર્વાક નો તાર્કિક\શાબ્દિક અર્થ ગમ્યો

    Liked by 1 person

  9. સ્વાગત,
    શ્રી વી એન ચાવડા ના આલેખ થી “ચાર્વાક” = મધુર વાણી એમ પહેલીવાર જાણવા મળ્યું ..
    એનો અર્થ “પરં સત્ય ” નથી કરી શકાતો ..
    જે રીતે મને સમજાયું છે , ચાર્વાક વાદ ભોગ ની સ્તુતી કરે છે, જે તૃષ્ણા વધારવા મા “બળતા મા ધી હોમવા” નું કામ કરે છે માટે ત્યાજ્ય છે.
    અંધ શ્રદ્ધા પ્રત્યે દોરતા લોકો પોતે ભોગવાદી હોય છે,. જે પાખંડ/ખોટું કરતા હોય છે.. પણ તેમના થી દોરાતા લોકો કહેનાર વ્યક્તિ પ્રત્યે લાગણી, માન, આસ્થા વિ. કારણો થી પણ પ્રેરાતા હોય છે.. માટે તે હંમેશા શિકાર નથી હોતા ..
    સનાતન સંસ્કૃતી ના દરેક સ્તોત્ર અને પુરાણો ત્યાગ વાદ ની શીખ અનેક દ્રષ્ટાંતો દ્વારા અર્પે છે.. એ પ્રત્યક્ષ અનુભવ પણ છે, કે છેવટે અમૂલ્ય પ્રાણ નો પણ ગમે/અણગમે ત્યાગ જ કરવાનો હોય છે તે સત્ય ને લક્ષ મા રાખવામાં કંઇ ગુમાવવાનું નથી ; બીજું સત્ય કુદરત “કીડી ને કણ અને હાથી ને મણ” પોષે છે. કદાચ પોષણ ની પ્રક્રિયા મા આપણે કારણ બનતા હોઈએ તે શક્ય છે
    “ત્યાગ એ જ જીવન નો ભોગ” એ મંત્ર જીવન ને આનંદિત બનાવે છે..
    ભૂત અને વર્તમાન દાતા ના જીવન આ વાતની જરૂર પુષ્ટિ કરશે..
    આજ ની વિલાસ – વૈભવ યુક્ત જીવન શૈલી, જે સ્વાર્થ અને મૂડીવાદ થી પ્રેરીત છે, તે જ ભોગ/ચાર્વાક વાદ – તેનો અંત પણ બધું અહીં જ મૂકી ને “પ્રાણ ત્યાગ” નો જ છે.. તો તેનાં કરતાં નિસ્વાર્થ /માતૃભાવ વાળું જીવન – જે ઉત્તમ ત્યાગ ભાવના થી પ્રેરીત છે, તેમજ સૃષ્ટિ ના દરેક પદાર્થ સૂર્ય, નદી, વૃક્ષ , ફૂલ-ફળ ઈ. ના દ્રષ્ટાંતો, જે બીજાને ઉપયોગ માં આવવાના વિચારને પ્રેરે છે, તે માર્ગ ચાર્વાક વાદ ના માર્ગ કરતાં વધુ યોગ્ય છે તેમજ, “સૃષ્ટિ, ત્યાગ ના તપોબળ થી જ ટકી રહી છે ” તેવું સ્પષ્ટ વર્તાય છે..
    અસ્તુ

    Like

    1. ચાવડા સાહેબનો લેખ સારો છે. એપિક્યૂરિયનો પણ ચાર્વાક જેવા જ હતા, એ વાત પર પણ ચાવડાસાહેબે યોગ્ય ભાર મૂક્યો છે. હકીકતમાં ઈ.સ.પૂર્વે ૭૦૦ના અરસાને Axial Age નામ આપવામાં આવ્યું છે. તે પછીનાં ૩૦૦-૪૦૦ વર્ષ દરમિયાન જબ્બરદસ્ત વિચારમંથન આખી દુનિયામાં ચાલ્યું અને નવી ફિલસૂફીઓ આવી તે બધી સામાન્ય લોકો પર કેન્દ્રિત થઈ. ચાર્વાક, ઍપિક્યૂરિયન, સ્ટૉઇક્સ, બુદ્ધ, કન્ફ્યુશિયસ, બધામાં એક સમાનતા દેખાશે. સ્થાપિત વિચારધારાનો વિરોધ પ્રગટ થતો હોય છે.
      ચાર્વાક શબ્દ (ચર્વણ=ચાવવું – બૃહદ અર્થમાં ઉપભોગ કરવો)) પરથી પણ બન્યો હોઈ શકે અને તે પણ એમની નિંદા માટે જ. મૂળ તો એ લોકાયતવાદી (લોકોમાં પ્રચલિત હોય તેના સમર્થક) હતા. સામાન્ય જીવન કરતાં બધા ધર્મો કંઈક બીજું કરવાની સલાહ આપતા હોય છે. આથી ધર્મશાસ્ત્રો ખરેખર જીવનને અરીસામાં દેખાડે છે. જે ધર્મના ઉપદેશમાં હોય સમાજ જીવન ઉલટું જ હોય.તે સિવાય એવો ઉપદેશ આપવાની જરૂર જ કેમ પડે? આપણાં શાસ્ત્રોમાં ત્યાગની મહત્તા હોય તો સમજવું કે આપણા સમાજમાં ભોગ મહત્ત્વનો હતો. મોક્ષ માર્ગે એકલા જવાનું છે, એનો અર્થ એ કે આપણો સમાજ ઘણાં બંધનોમાં ઝકડાયેલો છે.
      આવા અવાસ્તવિક ધર્મનો ચાર્વાકો વિરોધ કરતા હતા. ધર્મમાં ચેતન અને આત્માને મહત્ત્વ અપાયું છે. ચાર્વાકો જડને પ્રાથમિક માનતા હતા. આત્માના સ્વતંત્ર અસ્તિત્વને નકારતા હતા. આમ એ દુનિયાના પ્રારંભિક materialist thinkers હતા. તેઓ ઉપભોગવાદી નહોતા, પદાર્થવાદી હતા. જડ તો છે જ અને એના વિશે વિવાદ નથી, પરંતુ ચેતન વિશે, એનાં સ્વરૂપ વિશે આજે પણ જુદા જુદા મતો છે. જડમાં માનો તો આત્મા ન હોય…તો પુનર્જન્મ પણ ન હોય…!

      Liked by 1 person

    2. “દેવું કરીને ઘી પીવું જોઈએ’ તે બહુ ગવાયેલી ચાર્વાકની કહેણીના આધારે આખા ચાર્વાક દર્શનને ભોગવાદી કહીને વગોવવું યોગ્ય નથી.

      મૃત્યુ એક નૈસર્ગિક પ્રક્રિયા છે તેને ‘ત્યાગ’ કહીને ત્યાગને અનીવાર્ય ગણવાનું પણ યોગ્ય નથી. ત્યાગની વાતો વાંચવા સાંભળવામાં આકર્ષક લાગે ખરી પણ જીવન આખું ત્યાગ કર્યે રાખવાનું શકય છે ખરું? જેનો કોઈને પણ કશો લાભ ના હોય તેવા ત્યાગનું મુલ્ય શું? તેની જરૂર શી? વળી કહેવાતા ભોગવાદીઓ ત્યાગ નથી જ કરતા એવું થોડું છે? ફેર એટલો જ છે કે તેઓ ત્યાગનો દેખાડો નથી કરતા.

      આપણા ‘તત્વજ્ઞાન’ માં છે શું? ચોર્યાસી લાખ માનવેતર યોનિમાંથી પસાર થયા બાદ માનવદેહ મળે, તેનો એક માત્ર ઉદ્દેશ મોક્ષ મેળવવાનો છે અને તેને માટે ધ્યાન જેવી સાધના કરવી; એક જન્મના પાપપુણ્યનો બદલો ત્યાર પછીના જન્મમાં મળે; વસિષ્ઠ ઋષિનો અયોનીજ જન્મ થયો હતો; આવી આવી વાહિયાત વાતોના વડા જ ને? પુનર્જન્મની કલ્પના સાચી હોય તો દુનિયાની વસ્તી વધતી જાય છે તે બધા આત્માઓ આવે છે ક્યાંથી?

      મૃત્યુ એક નૈસર્ગિક પ્રક્રિયા છે તેને ‘ત્યાગ’ કહીને ત્યાગને અનીવાર્ય ગણવાનું પણ યોગ્ય નથી.

      Liked by 1 person

      1. રશ્મિકાંત ભાઇ .. કાંઇ સમજ ફેર થાય છે.. ચાર્વાક વાદી ભોગ-ઉપભોગ થા આગળ આચરણ નથી વિચારતા.. વાત દરેક વહેવાર માં સ્વાર્થ નો ત્યાગ તથા માતૃભાવ યુક્ત ત્યાગ ની ભાવના વાળું જીવન.. (“જીવન નો ત્યાગ” નહી.. ) જે જીવન ને આનંદ મય બનાવે છે.. તે જ તત્વ-જ્ઞાન/ સાધના અને મોક્ષ/મુક્તિ પણ.. સ્વાર્થ આવે દુ:ખ અને બંધન અને તેનું વ્યસન આવવાનું જ .. શું વ્યસન ની સ્તુતી થઇ શકે ?? અનેક વાતો ના ઇતિહાસ ને તપાસવા કરતાં તેની પાછળ નો મર્મ સમજવાનો પ્રયત્ન યોગ્ય સમજણ આપી શકશે .. પ્રયત્ન જરૂર કરજો..

        Like

  10. Friends,
    In science research gives THEORY. To put it in regular practical daily life, it needs that the approach is desined. It is always different. Lab scale and practical life scale are totally different approaches. TODAY, our living style of life is different than it was e.g. 3000 years ago.
    For our life of 21st century, the application of all the theories of thousands of past years, is totally different.
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

  11. Very poignant and fine article. Congratulations to Sri V.N. Chavda. how to obtain charvak’s darshan published by Sahitya Sangam? It is always cumbersome to obtain such books from India, if you have friend or relative,who take interest enough, then it is possible. Meanwhile I found two pertinent books on Philosophy of Charvak, from Amazon.com
    The Philosophy of Lokayat by Bijayananda Kar
    AND
    Charvak Philosophy (uniqueness of Charvak philosophy in Indian traditional thought) by Bhupender Heera
    As a matter of fact I just bought both along with Hidden origin of Islam.
    Thanks for sharing thoughts on Charvak.

    Liked by 1 person

  12. સ્નેહી રશ્મિકાંતભાઇના વિચારો સાથે ૧૦૦ ટકા સાથે છું.
    પોતાની જાતને છેતરીને કદાચ જીવવાની ટેવ…પેલી વાર્તાની જેમ ………પેલાં પ્રાણિના માથે ચાર ફૂટ દૂર લાકડી પર બાંઘેલાં કેળાની પાછળ અેકચિત થઇ જીવનભર ચાલતા રહેવું…….અેક દિવસ તો કેળું ખાવા મળશે…………
    પછી પેલી કહેવત બનાવી…..One in hand is better than two in the bush……..
    જે હાથમાં છે તેનો સદઉપયોગ કરીને જીવો……મોક્ષ…..ચોર્યાસી લાખ માનવેતર……હાં માનવેતર……માનવ કરતાં જુદી જુદી ચોર્યાસી લાખ યોની…….????????????????? પછી…..Plus (+) and Minus (-) નો ચિત્રગુપ્તે રાખેલા હિસાબના તોલે…….?????????
    જે હાથમાં છે તે સાથમાં છે…….
    વસિષ્ઠ ઋષિનો જન્મ યોનિ વિના થયેલો ?…આજે લોકો કહેશે કે તે જમાનામાં ગાયનેકોલોજીનું જ્ઞાન આજના કરતાં વઘુ હતું…….સરોગેટ ?…No….without mother’s body………???…….
    ગુરુઓ અને ભક્તોને કોઇ સવાલ પૂછે તે ગમતું નથી હોતું………
    અે તો અેમજ ચાલે…..ચિંતા કરીઅે તો કેમ પરવડે ?
    અમૃત હઝારી.

    Liked by 1 person

  13. મહેતાસાહેબ,

    મેં લખ્યું જ હતું કે “વળી કહેવાતા ભોગવાદીઓ ત્યાગ નથી જ કરતા એવું થોડું છે? ફેર એટલો જ છે કે તેઓ ત્યાગનો દેખાડો નથી કરતા.” માબાપ, ભાઈબેન, મિત્રો એકબીજા માટે ત્ત્યાગ કરતા જ હોય છે તે પણ નિસ્વાર્થપણે, પરંતુ તેની જાહેરાત નથી કરતા. ત્રીસ પાંત્રીસ વર્ષો સુધી ‘આધ્યાત્મિક’ સાહિત્યનો અભ્યાસ કર્યા પછી જ હું ‘ભોગવાદી’ બની ગયો છું.

    Liked by 1 person

    1. રશ્મિકાંત ભાઇ, કાંઇ સમજ ફેર થાય છે..
      જ્યાં સુધી મને સમજાયું છે.. સંબંધો ત્યાં સુધી જ હોય-સચવાય છે જ્યાં સુધી ભોગ નો સ્વાર્થ વચ્ચે ન આવ્યો હોય.. પણ ભોગ ના સ્વાર્થ ની દૂર્ગંધ આવવા માંડે ત્યારે બધા સંબંધો નો અંત આવી જતો હોય છે.. ભોગવાદી ની નોંધ ઇતિહાસ શત્રુ રુપે ઓળખવા માટે લેતી હોય છે.. જેવા કે રાવણ, કંસ , દુર્યોધન કે આધુનિક ફર્ડીનાન માર્કોસ, સદ્દામ હુસેન, હોસની મુબારક ઇ.
      આધ્યાત્મિક દર્શન આનંદ પ્રગટાવી શકે છે.. જ્યારે ભોગવાદ કેવલ તૃષ્ણા.. તમારી પસંદ તમને ફળે ભાઇ.. છેલ્લા રામરામ..

      Like

  14. મોક્ષ એ બહુ ભ્રામક શબ્દ અને વિષય છે. જેને પ્રમાણભૂત ગ્રંથ વેદ માનવામાં આવે છે તે વેદ ના વાસ્તવિક અર્થઘટનો શું છે તે એક મોટી સમસ્યા છે. પણ વેદ પૂર્વજન્મ, પૂનર જન્મ કે પરલોકમાં માનતો નથી. ઉપનિષદોનો મધ્યવર્તી સુર પણ પરલોકને સ્વિકારતો નથી. અદ્વૈત વાદ આવું કશું સ્વિકારી શકે નહીં. આ અદ્વૈતવાદ માટે શંકરાચાર્ય આખા ભારતમાં ફરેલ અને બીજા બધા તત્કાલિન વિદ્યમાન વાદોને પરાસ્ત કરેલ. ચાર્વાક ઋષિ ના શબ્દો જેવા શબ્દો અર્જુન ગીતામાં બોલે છે. તે વસ્તુ બે વાત સિદ્ધ કરે છે કે ગીતા એક પ્રક્ષેપ છે અને પરલોકના અસ્વિકારની વાત તે વખતે પણ પ્રવર્તમાન હતી. જેઓ વેદ અને ઉપનિષદોને કંઈક વધુ સમજ્યા તેમાં શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવલેકર અને દયાનંદ સરસ્વતીને ગણી શકાય. સમાજશાસ્ત્ર અને તત્વશાસ્ત્ર એ બેને ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ ગણ્યા. આનંદ પામવા માટે ભીન્ન ભીન્ન સ્તરના માણસોને જુદું જુદું સમજાવવામાં આવ્યું. છતાં પણ તમે જોશો કે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે તે સર્વત્ર સ્વિકારવામાં આવ્યું. ઈશ્વ્રર એટલે શું તે વાત ઉપનિષદ સમજાવે છે પણ તેને સમજવું મુશ્કેલ છે. ચાર્વાક પણ વેદને સમજી શક્યા ન હતા. કારણ કે વેદમાં વાક્યે વાક્યે તત્વજ્ઞાન નથી. વેદ બધાનો સમન્વય છે. તેથી વેદ કરતાં પ્રત્યક્ષ પ્રમાણ વધુ સ્વિકાર્ય ગણવું એમ શંકરાચાર્યે કહ્યું છે. ચાર્વાકે જે કહેલ કે ત્રયો વેદસ્ય કર્તારઃ ભૂણ્ડ ધૂર્ત નિશાચરાઃ (ભૂણ્ડ, ધૂર્ત અને સ્વાર્થી લોકોએ વેદ રચ્યા છે. તે કદાચ વેદના ગુઢ અર્થોને સમજ્યા વગર જ કહ્યું લાગે છે.

    Like

  15. श्री चावडा साहेबे पोस्टमां चार्वाकना मुळ कुळ वीशे बरोबर समाजाव्युं छे.

    बुद्ध महावीर चार्वाक पंथना ज हता. एमना मृत्यु पछी २-५०० वरसमां साधुओने पेटमां चुंक उभी थई.

    आत्मा, जन्म पुनजन्म, कर्म अने मोक्ष सुधीनुं एटलो प्रचार प्रसार कर्यो के साचुं शुं छे ए खबर न पडी. ठेर ठेर बुद्धनी पत्थरनी मुर्तीओ उभी थई गई.

    ईश्लामनो उदय थयो. बामीयाननी मुर्तीओ तोपना नाळचाथी तोडी पाडवामां आवी.

    Liked by 2 people

Leave a comment