શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે

વહાલા મીત્રો,

નમસ્કાર.

તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે, ‘પ્રા. રમણભાઈ પાઠક સ્મૃતીવ્યાખ્યાનમાળા’માં આ વેળા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, ચીન્તક, લેખક અને ઉદ્યોગપતીનું વ્યાખ્યાન યોજાયું છે. શ્રી. યઝદી કરંજીયા, સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને નાટ્યલેખક અતીથીવીશેષ તરીકે ઉપસ્થીત રહેશે.

તે આખા કાર્યક્રમની વીગતવાર માહીતી આ લેખના અન્તે આપેલા નીમંત્રણ કાર્ડમાં છે જ.

2008માં શ્રી. વલ્લભભાઈને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ પ્રદાન થયો તે ટાંકણે, આચાર્યશ્રી સુનીલ શાહે, પ્રા. રમણભાઈ પાઠકના લેખોનો સંગ્રહ ‘વીવેક–વલ્લભ’ પ્રકાશીત કર્યો હતો..

તે જ રીતે 2010માં ભાઈશ્રી વીજય ભગત(કંસારા)પ્રા. રમણભાઈ પાઠકના લેખોનો એક મુલ્યવાન ગ્રંથ ‘વીવેકવીજય’ પ્રકાશીત કર્યો હતો.

એ બન્ને યાદગાર પુસ્તકો ક્યારના આઉટ ઓફ પ્રીન્ટ બન્યાં હતાં.. એની ઈ.બુક્સ બનાવવાનું સુચન  શ્રી. વલ્લભભાઈ અને શ્રી. વીજયભાઈએ વધાવ્યું અને અમે ‘મણી ઈ.બુક પ્રકાશન’ હેઠળ તેની ઈ.બુક્સ બનાવવાનું બીડું ઝડપ્યું..

આ કાર્યક્રમમાં પ્રા. ર. પા.ના લેખોની આ બન્ને ‘ઈ.બુક્સ’ના ‘લોકાર્પણ’ માટે પણ થોડો સમય ફાળવાયો છે…

આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા હાર્દીક નીમન્ત્રણ છે.

ધન્યવાદ

..ગોવીન્દ મારુ..

શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે

–રોહીત શાહ

આ જગતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વીક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.

શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની એક્સરસાઈઝ કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો! જે શરીર આપણા તથા કથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી છે કે પાપ છે?

શરીરનો કોઈ વાંક નથી; તો પણ એને ભુખ્યું રાખો. શરીરનો કોઈ જુર્મ નથી; છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દીવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’ મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવીત્ર કેમ માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે; એટલે એને આપણે પવીત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દીવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો ! તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતીનો ત્રાસ વેઠીનેય પારીવારીક જવાબદારીઓ નીભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હીત માટે ઓવરટાઈમ કરતા પતીનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નીદ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવીત્રતા અને મહાનતા ફીક્સ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !

ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વીરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે ! એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે. માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બીમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે; પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ. પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘હેલ્પ’ કરવી એ ‘ધર્મ’ છે.

મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે. હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા દીમાગમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !

એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વીમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?

આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?

અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નીભાવતાં આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય. સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નીભાવી શકીએ છીએ : જેમ કે પતીધર્મ, પુત્રધર્મ, પીતાધર્મ, માતૃધર્મ, શીક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નીભાવી શકાય છે. સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.

સંસારધર્મ સૌથી પવીત્ર છે

શરીરની ઉપેક્ષા કરવા જેવી નથી. શરીરને ધર્મનું મુખ્ય સાધન બનાવી શકાય છે; પણ એ માટે પહેલાં શરીરધર્મને સમજવો પડે. આપણે સંસાર છોડીને ઈશ્વરનેય પામવા ઉઘાડા પગે દોડવાની જરુર નથી. સંસારમાં રહીને એવાં કામ કરીએ કે જેથી ઈશ્વર (જો હોય તો) આપણને મળવા સ્વયં ઉઘાડા પગે આપણી પાસે દોડી આવે. ગોખાવેલાં–રટાવેલાં જ્ઞાનનાં પોટલાં ઉંચકનારા મજુર બનવા કરતાં પોતાની પ્રજ્ઞાના ઉજાસમાં સાચા અને દંભ વગરના ધર્મને સમજવાની કોશીશ કરીએ તો આપણો સંસાર સુખમય થશે, જીવતરનો ફેરો સાર્થક થશે. વૈરાગ્ય કરતાં વહાલ અને સંન્યાસ કરતાં સંસાર વધારે પવીત્ર છે. આટલું નાનકડું સત્ય સમજવામાં આપણને કેટલા બધા ગુરુઓ અને ગ્રંથોનો અંતરાય (નડતર) થાય છે!

–રોહીત શાહ

લેખક–સંપર્ક : શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીકમીડ–ડે (15એપ્રીલ, 2015)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સમાંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

02

03

અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24/07/2015

16 Comments

  1. રોહિત શાહને લાખો અભિનંદન. અભિવ્યક્તિને અવા લેખોની જરુરત છે. ગોવિંદભાઇને પણ અભિનંદન. અવા વિષયોની ચર્ચા જરુરી છે. ચર્ચામાં અેટલુ કહેવાનુ મને યોગ્ય લાગે છે કે હજારો વરસોથી બ્રેનવોશ થયેલાને કેવી રીતે સમજાવવું? જેમના મગજો મરેલાં છે…જે ઘેટાની જીંદગી જીવતા હોય તેને કેવીરીતે સમજાવવા? સાથે સાથે પ્રોબલેમ અે છે કે સમાજમાં રોજે રોજ નવા સાઘુડાઓ પોતાના અંગત સ્વાર્થ માટે આ ઘેટાંઓને તેમના જુના ઘર કરીને બેઠેલાં વિચારોમાં વઘુ ને વઘુ ઉંડા ઉતારી રહ્યા છે. પરદા પાછળ જીંદગીના અેશોઅારામ ભોગવી રહ્યા છે. સ્ત્રીઓ કદાચ જાતે તેમને સુખ આપવા તૈયાર થતી હોય તેવું પણ બને. અેશો, આસારામ અને તેનો દિકરો, સ્ત્ય સાંઇ.વિ વિ……લીસ્ટ મોટું થાય….લક્ઝરીમાં જીવે…..અને ચેલાઓને ‘ જીવન અસાર છે…‘ ના ગીતો ગવડાવે. ૧.૨૭ અબજની વસ્તીમાં ગરીબો કેટલાં ? તેમાંથી કેટલાં જીવનની જરુરીઅાતથી વંચીત ? ક્યાં ક્યાં ફા ફાફાં મારે? ભાઇ, પ્રશ્નો આપણને ખબર છે. તેનાં નિરાકરણોના રસ્તાઓ પણ કદાચ ખબર હશે….પરંતુ ???????????? તે છતાં પણ આવા આંખ ઉઘાડનારા આર્ટીકલો જે થોડાની આંખ ઉઘાડશે તે આવકાર્ય બની રહેશે. બાકી આવા સંજોગોમાં ભારતનું ભલું ૧૦૦૦૦૦ વર્ષ દૂર દેખાઇ રહ્યુ છે…આજે અમેરિકામા પણ ભણેલાં ગણેલાં ભારતીયો ( કહેવાતાઓઅે જ સ્વીકારવું) પણ અેટલું જ આંઘળીયુ કરી રહ્યા છે…અક્કલ વેચાતી મળતી નથી…….કદાચ ઠોકર ખાવાથી જ મળે છે અને તે પણ…જેની પાસે મગજ હોય તેને જ………વિજ્ઞાને ખૂબ જ્ઞાન સાબિતિઓની સાથે અાપ્યુ છે જેનો અભણો પણ રોજીંદા જીવનમાં વિજ્ઞાનને સમજવા વગર ઉપયોગ કરે છે અને ….અને…..સાઘુઓને પૂજે છે…વિજ્ઞાનની અેસી તેસી………

    Liked by 3 people

  2. બહુ જ સરસ લેખ .રોહિત ભાઈ, ગોવીન્દભાઈનો આભાર જેટલો માનીએ તેટલો ઑછો જ કહેવાય.
    સાથે શ્રી અમૃત હઝારીજી નો પ્રતિભાવ વાંચતા આભાર માન્યા સિવાય રહેવાય જ કેમ?
    અભીવ્યક્તી આ રીતે વ્યક્ત થયા કરે એવી આશા સહ આભાર..

    Like

  3. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે ! Aa vaat jo badhaa samji jaai to Andhshradhaa door thai jai……

    Well written. We must share among our social network with hope that we can enlighten someone!

    Like

  4. Yes Govindbhai, one of the best message of the year! Really like it! If everyone follow this there will be poors in the world. Even if 50% people apply this then will be Swarg over here. Excellent! Keep it up and up.

    Like

  5. વૈરાગ્ય કરતાં વહાલ અને સંન્યાસ કરતાં સંસાર વધારે પવીત્ર છે.
    Khub Saras Vichar.
    Chandravadan
    Avjo !

    Like

  6. રોહિતભાઈના વિચારો સાથે હું પૂરેપૂરી સંમત છું એક જૈન હોવાને કારણે બરાબર સમજું છું કે આવો લેખ લખવા માટે કેટલી હિંમત જોઈએ.આવા જ વિચારો ધરાવતી હોવા છતાં મારામાં એ હિંમત નથી એ કબૂલ કરું છું રોહિતભાઈને કહેવાનું કે આગે બઢો, હમ આપકે સાથ હૈ.

    Like

  7. Ek Junoo Hindi geet yaad aavi gayu, Chitralekha nu, “Sansar se bhage fir ate ho, Sansar ko tum kya paoge…”

    Like

  8. રચનાઅે લખેલ ફિલ્મ ચિત્રલેખાના ગીતની કડી વઘુ કહે છે…‘ સંસારસે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે…..ઇસ લોગ કો ભી અપનાના શકે…ઉસ લોગમેંભી પછતાઓગે…….યે પાપ હૈ ક્યા યે પૂ૬ય હૈ ક્યા ?….રીતો પર ઘર્મોકી મુહરે હૈ…..હર યુગમેં બદલતે ઘરમોકો કૈસે અાદર્શ બનાઓગે ?….યે ભોગ ભી અેક તપસ્યા હૈ, તુમ ત્યાગકે મારે ક્યા જાનો…..અપમાન રચયેતાકા હોગા, રચના કો અગર ઠુકરાઓગે…સંસારસે ભાગે…..હમ કહેતે હૈ યે જગ અપના હૈ…તુમ કહેતે હો જુઠા સપના હૈ….હમ જનમ બીતા કર જાયેંગે…તુમ જનમ ગવાં કર જાઓગે….સંસારસે ભાગે ફિરતે હો…….ભગવાનકો તુમ ક્યા પાઓગે…..

    Like

  9. शरीरमाद्यं खलु धर्मसाधनम् શરીર ધર્મ પાળવાનું પ્રથમ સાધન છે એમ કહેવાયું છે. તો એ શરીરને ત્રાસ આપવો તે તો અધર્મ જ ગણાય ને?

    Like

  10. કર્મકાંડને જ્ઞાતિપ્રથાના દૂષણોના દુર્ગમ સમયે, ભગવાન બુધ્ધે એક જાગૃત સંદેશો આપી..મધ્યમમાર્ગી રાહ અપનાવ્યો. શ્રીરોહિતભાઈએ પણ આજની પરિસ્થિતિને અભ્યાસપૂર્ણ રીતે મૂલવી એક સંદેશ દીધો.પહેલું સુખ તે જાતે નર્યા…આત્માને લીધે શરીર છે કે શરીર એકલું કંઈ કરવા શક્તિમાન છે..એ વિશ્વ કોયડો છે..પરસ્પર એકબીજાને આધારે જ આ ચેતના અત્રતત્ર રમે છે.માનવજાતને બુધ્ધિબળ મળેલું છે..તેથી સમગ્ર જીવમાત્રમાટે વિચારે પણ..પશુઓ પાસે અપેક્ષા રાખે એ વાત ગળે ના ઉતરે! એક વાત તદ્દન વ્યાજબી છે કે પાડોશી દુખી હોય..ભૂખ્યો હોય તો સંવેદના વગર જલશા કરવો..એ કદાપી યોગ્ય ના ગણાય.સંત કે આશ્રમો થકી પણ અનેક સામાજિક કામો થાય છે..દૂષણો પણ ડામવા આગળ આવવું પડશે. ઉપવાસ કે શરીરને દરેક ઋતુકાળ કે પરિસ્થિતિમાં કેળવવાની વાત, આજે બેહુદા સ્વરુપે સ્થાપિત થઈ ગઈ છે..તેની સામેનો આક્રોશ વ્યાજબી છે. આસ્થાના નામે ,સમજ્યા વગરના વ્રત કે નિયમોની જડતા દૂર કરવાની ,વિજ્ઞાનની દ્ર્ષ્ટિએ મૂલવવાની જરૂર છે..એ વાત શ્રી રોહિતભાઈએ કહી..એ લાખેણી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  11. sharir ne Kasht apvani ni defination shu chhe? khali dharmi-oj sharir ne kasht ape e shu satya chhe? shu sansar ma koi ne kasht nathi? mari dhrasti e toh sadhu hoi ke sansaari hoi, badha potani sharir na bale jive chhe, potana sharir ne poshan male tetlu khay piye chhe… farak etlo chhe ke sansari ne kyare limitj nathi, jaroor karta vadhare khay chhe, pahere chhe, bhogve chhe… ane jyare potane ke potni family ne bhogavani vaat ave tyare help karvama hath kulta open nathi….

    Like

Leave a comment