વીચારની સાથે વીવેક ભળે તો સોનામાં સુગંધ ભળે

– યાસીન દલાલ

કોઈ પણ વીચારની સાથે વીવેક હોય તો જ એ વીચારનો અમલ ખીલી ઉઠે છે. વીચાર કરવાની તસ્દી નહીં લેનારાઓની સંખ્યા દીવસે દીવસે વધતી જાય છે. વીચારવાનું છોડી પરમ્પરાનું વધુ પડતું પાલન માણસના વ્યક્તીત્વને ખોરવી નાખે છે. વીચારશીલ માણસ બુદ્ધી અને તર્કથી કામ લે છે. શ્રદ્ધા કરતાં તર્ક વધુ આવકાર્ય છે. શ્રદ્ધા અન્તે અન્ધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે.

કેટલાક લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મ એકબીજાના વીરોધી છે. ધર્મનો જો વીશાળ અર્થ કાઢવામાં આવે તો આ વીરોધ તરત જ ખરી પડે. ધર્મને જો સમ્પ્રદાયના સાંકડા ચોકઠામાં પુરી દેવામાં આવે તો બહુ મોટો વીરોધાભાસ સર્જાય.

માણસજાત હવે 21મી સદીમાં પ્રવેશી ચુકી છે. આ સદી વીચારોની વીશાળતાની છે. પુર્વ અને પશ્ચીમનો વીરોધાભાસ હવે ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. એ જ રીતે જુદા જુદા ધર્મો વચ્ચેનો વીરોધાભાસ પણ ઓગળી જવો જોઈએ. અત્યારના સમયનો આ જ તકાદો છે.

છેલ્લી બે-ત્રણ સદીઓના મનુષ્યનો ઈતીહાસ એ પરીવર્તનનો અને બદલાવનો ઈતીહાસ છે. આ પરીવર્તનની પ્રક્રીયા હજી ચાલી રહી છે. જેમ જેમ નવી નવી શોધખોળો થાય છે, તેમ તેમ માણસનું બાહ્ય જીવન બદલાય છે અને જેમ જ્ઞાનનાં નવાં ક્ષેત્રો ખુલતાં જાય છે તેમ એનું આન્તરીક જીવન પણ બદલાઈ રહ્યું છે. કીરણ બેદી જ્યારે તીહાર જેલના કેદીઓનું જીવન સુધારવાનો પ્રયોગ કરીને એવોર્ડ મેળવે છે ત્યારે એ વાત સમજવી જોઈએ કે, મનોવીજ્ઞાન તથા મનુષ્ય સ્વભાવ તથા એનાં વલણોને ફ્રોઈડ જેવા વૈજ્ઞાનીકોએ સમજાવ્યાં ન હોત તો જેલસુધારણા શક્ય જ નહોતી. આજથી દોઢ-બે હજાર વર્ષો પહેલાં તો માણસ ‘ખુન કા બદલા ખુન’ના સીદ્ધાન્તમાં માનતો હતો. માણસ ગુનાખોરી તરફ કેમ વળે છે તે મનોવલણો જાણવાનું કોઈ શાસ્ત્ર જ વીકસ્યુ નહોતું. હવે માણસ સાચું બોલે છે કે ખોટું એ જાણવા માટે ‘લાઈ ડીટેક્ટર’ નામના મશીનનો પણ ઉપયોગ થાય છે.

માણસના જીવન પર કેટલાંક પરીબળો સતત પ્રભાવ પાડે છે. એમાં કુટુમ્બ, શાળા, જ્ઞાતી ઉપરાન્ત ધર્મનો સમાવેશ થાય છે. કુટુમ્બપ્રથા બદલાઈ ગઈ, શીક્ષણની પ્રદ્ધતીમાં સંખ્યાબંધ ફેરફારો થઈ ગયા, પહેરવેશ બદલાયો, પણ ધર્મ હજી બદલાતો નથી; એ સ્થગીત થઈ ગયો છે.

એમ. એન. રોયે સંગઠીત ધર્મોની એક મોટી મર્યાદા તરફ નીર્દેશ કર્યો હતો. અહમ્, અભીમાન એ મનુષ્યની એક નબળાઈ છે અને ધર્મ માણસમાં સામુહીક અહમ્ પ્રેરે છે. દરેક માણસને પોતાના વતન પ્રત્યે પ્રેમ હોય, પોતાની જ્ઞાતી, કોમનું ગૌરવ હોય એ સમજી શકાય; પણ ધર્મ તો એની બધી મર્યાદાઓને વટાવીને સામુહીક અહમ્ ની લાગણી જન્માવે છે. પરીણામે ‘મારો ધર્મ મહાન’થી શરુ કર્યા પછી માણસ એમ માનતો થઈ જાય છે કે બીજા ધર્મો તુચ્છ છે, ઉતરતા છે. વાસ્તવમાં ચોક્કસ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારતા જવાથી કોઈ ધર્મનો ઉદ્ધાર થઈ જતો નથી કે કોઈ પ્રજાનો ઉદ્ધાર થઈ જતો નથી. ધર્મ એ આન્તરપ્રતીતી સાથે સમ્બન્ધ ધરાવે છે. માણસને જે ધર્મના સીદ્ધાન્તો પ્રત્યે આકર્ષણ થાય એ ધર્મ એ અપનાવી શકે; પણ બાહ્ય આકર્ષણ કે બાહ્ય પ્રચારથી અંજાઈને ધર્મપરીવર્તનો થાય, ત્યારે એનો પાયો જ નબળો હોય છે. આવી ધાર્મીકતા પોકળ અને ખોખલી હોય છે. ધર્મનું લેબલ બદલવાથી અન્દરનો માણસ બદલાઈ જતો નથી.

માણસ કરોડો વર્ષો સુધી અસંસ્કારી અને સભ્યતા વગરનો રહ્યો. એને સભ્યતા અને સંસ્કાર શીખવનાર ધર્મ નથી. એમ હોય તો માણસનો જન્મ થયો, ત્યારથી એ સંસ્કારી બની ગયો હોત. હકીકતે, આજના મનુષ્યની બધી સભ્યતા અને બધી સંસ્કારીતા માત્ર પાંચ હજાર વર્ષ પુરાણી છે. માણસે ચીત્રકળા વીકસાવી એમાંથી લેખીત ભાષાનો ઉદ્ ભવ થયો. પહેલાં માણસને બોલચાલની ભાષાનું પ્રબળ માધ્યમ હાથ લાગ્યું અને એણે એનું સમગ્ર જીવન બદલી નાખ્યું. હસ્તલીખીત ભાષાની મદદથી માણસે જ્ઞાન અને માહીતીનો ધીમોધીમો પ્રસાર શરુ કર્યો. આજે જીવનમાં સંખ્યાબન્ધ ક્ષેત્રોમાં માહીતી અને જ્ઞાનનું જે ખેડાણ થયું છે, એની પાછળ ભાષાનો પાયો પડેલો છે. ભાષા ન જાણનાર માણસ વીચારી પણ શકતો નથી. વીચારવા માટે પણ ભાષા જરુરી છે. ગુટેનબર્ગે જ્યારે સોળમી સદીના મધ્યમાં મુદ્રણની કળા વીકસાવી ત્યારે આ ભાષાને જાણે એક નવું હથીયાર સાંપડી ગયું. પ્રીન્ટીંગ પ્રેસની સ્થાપનાએ મનુષ્ય સંસ્કૃતીમાં ક્રાન્તી કરી નાખી. વીશ્વનો પ્રથમ છપાયેલો ગ્રંથ બાઈબલ હતો. મનુષ્યની કળાનો વીકાસ થયો અને ધર્મગ્રંથોની લાખો નકલો છપાઈને ઘેર ઘેર પહોંચી ગઈ. આમ, ધર્મ એ વીજ્ઞાન અને ટૅકનૉલૉજીની મદદથી ફેલાયો છે. આજે તો અખબાર, પુસ્તક, રેડીયો, વીડીયો, ટેલીફોન કે માઈક્રોફોન વીના કોઈ ધાર્મીક વીધી કે કથા પણ શક્ય નથી; પણ એક જ્યારે આ બધું નહોતું ત્યારે પણ ભાષા હતી અને કોતરણી કામ હતું, પાંદડાં પર લખવાની કળા હતી, જ્યાંથી શીલાલેખોનું નીર્માણ થયું. આમ, મનુષ્યની આધુનીક સંસ્કૃતીનો વીકાસ સદીઓ અને દાયકાઓથી મહેનત અને શોધખોળથી થયો છે. આ વીકાસ રાતોરાત થયો નથી અને કોઈ દૈવી ચમત્કારથી થયો નથી. ઔદ્યોગીક ક્રાન્તી અને વૈજ્ઞાનીક પ્રગતીએ માણસના કરોડો વર્ષોના પછાતપણાને દુર કરીને એના જીવનને સુખ, સગવડથી ભરી દીધું. એ ઝડપથી પ્રવાસ કરવા લાગ્યો, હજારો માઈલ દુર બેઠેલા મીત્ર કે સમ્બન્ધી સાથે વાત કરવા લાગ્યો. એ ગાડામાં બેસીને કે ઘોડા પર સવાર થઈને પ્રવાસ કરતો હતો અને બદલે જમ્બો વીમાનમાં ઉડવા લાગ્યો. સદીઓ પહેલાનો આદીમાનવ આમ, ગુફામાંથી બહાર આવીને એરકન્ડીશન્ડ ઈમારતમાં મહાલવા માંડ્યો. આ સમૃદ્ધી, આ સગવડો અને આ અનુકુળતાઓ ટૅકનૉલૉજીથી આવી, વીજ્ઞાનથી આવી, મતલબ કે પ્રચંડ પુરુષાર્થ અને મગજશક્તીથી આવી.

જે પ્રજા પોતાની સમાજવ્યવસ્થા, કુટુમ્બવ્યવસ્થા, અર્થવ્યવસ્થા કે શીક્ષણ પદ્ધતીમાં જમાના પ્રમાણે પરીવર્તન નથી કરતી એ પ્રજાનું માનસ બંધીયાર થઈ જાય છે. નદીનું પાણી વહેતું હોય છે તેથી ચોખ્ખું હોય છે અને ખાબોચીયાનું પાણી બંધીયાર બનીને ગંધાવા માંડે છે. એ જ રીતે જે પ્રજા ધર્મનાં બાહ્ય પ્રતીકો, બાહ્ય આદેશો અને બાહ્ય ક્રીયાકાંડોને સર્વસ્વ સમજીને એને જડતાથી વળગી રહે છે એ પ્રજા પણ સંકુચીત અને સંકીર્ણ બની જાય છે.

સંગઠીત ધર્મથી ઉદ્ધાર થતો હોત તો બે દેશો, એક જ ધર્મની પ્રજા ધરાવતા હોવા છતાં; વર્ષો સુધી લોહીયાળ યુદ્ધ ન ખેલત. ધર્મને નામે લોહીની નદીઓ વહેત નહીં અને ધર્મને નામે નફરત તથા વેરઝેરનો ફેલાવો થાત નહીં. ધર્મ આખર શું છે ? એ માનવકલ્યાણનું સાધન છે કે સાધ્ય છે ? જો મનુષ્યનો ઉદ્ધાર કરવાને બદલે એ પીછેહઠ અને બંધીયારપણું લાવતો હોય તો સમજવું જોઈએ કે આપણા સાધનમાં ખામી છે. એમાં વીકૃતીઓ ઘુસી ગઈ છે. આપણે ધાર્મીક વીધીઓને જ સાધ્ય ગણીને એમાં જ ડુબી ગયા. પરીણામે મનુષ્ય સ્વભાવની બધી બુરાઈઓ એક બાજુ ચાલે છે અને બીજી બાજુ ધાર્મીક ઉત્સવોનો ઝમેલો ચાલતો રહે છે.

કહેવાનો અર્થ એ નથી કે ધર્મોએ માણસના વીકાસમાં કોઈ ભાગ ભજવ્યો નથી કે એણે માત્ર નુકસાન જ નુકસાન કર્યુ છે. માણસ જ્યારે પશુપંખીની જેમ જંગલોમાં ભટકતો હતો અને પ્રાકૃત અવસ્થામાં હતો ત્યારે ધર્મે બતાવેલાં નીતીનીયમોએ એને સંસ્કારી બનાવવામાં ફાળો આપ્યો હતો.

પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનીક ક્રાન્તી થઈ અને માણસ જાતે જ પોતાનું હીત-અહીત સમજવા લાગ્યો, એ પછી ધર્મની આખી ભુમીકા એનો સન્દર્ભ જ બદલાઈ ગયો.

યુરોપની પ્રજાએ તો આ સત્ય તરત જાણી લીધું અને ધર્મ અને વીજ્ઞાનની ટક્કરમાંથી માર્ગ કાઢી લીધો. આ માર્ગનું નામ એટલે બીનસામ્પ્રદાયીકતા. યુરોપમાં હોલીયોક જેવા વીચારકોએ સમજાવ્યું કે ધર્મગ્રંથો હજારો વર્ષ પહેલાં જે તે સમયની જરુરીયાત મુજબ લખાયા હતા. એમાં લખેલી ઘણી વાતો આજે વીજ્ઞાનની કસોટીએ ચડાવતાં ખોટી પુરવાર થાય છે. આથી બે બાબતો અને મુદ્દાઓને કાઢી લઈને ધર્મના નૈતીક સીદ્ધાન્તો અને મુલ્યોના પ્લાન પર ભાર મુકવો જોઈએ. ગેલીલીયો કે કોપરનીકસ જેવા વૈજ્ઞાનીકોને ધર્મગુરુઓએ પ્રારમ્ભમાં પરેશાન કર્યા; પણ વીજ્ઞાનના ઘોડાપુર સામે ધર્મની અન્ધશ્રદ્ધા અને જડતા ટક્યાં નહીં. પરીણામે પશ્ચીમના લોકજીવનમાં ધર્મનું સ્થાન મર્યાદીત બની ગયું છે. એ લોકોએ ધર્મને શેરીઓમાં લાવવાને બદલે, શીક્ષણ કે અર્થકારણમાં ઘુસાડવાને બદલે, એને અંગત માન્યતાનો મુદ્દો બનાવી દીધો. પરીણામે વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅક્નૉલૉજીની આગેકુચ ચાલુ રહી અને મનુષ્યજીવન વધુ સુખી અને સમૃદ્ધ બનતું જ ગયું.

પણ, આપણે એશીયાના લોકો, હજી ધર્મના બાહ્ય ક્રીયાકાંડો અને વીધીવીધાનોમાંથી બહાર આવતા નથી. પરીણામે ધર્મનાં આવાં તત્ત્વો અદૃશ્ય થયાં અને આપણી બધી શક્તી ધાર્મીક જુલુસો, શોભાયાત્રાઓ અને યજ્ઞોમાં વેડફાઈ રહી છે. લોકો ધર્મ-અધર્મ વચ્ચે ભેદ જ કરી શકતા નથી. પાખંડી સાધુઓ અને મૌલવીઓને ધાર્મીકતાનું પ્રતીક માને છે, એમનાથી છેતરાય છે અને પ્રામાણીક, નીષ્ઠાવાન માણસ મન્દીર કે મસ્જીદમાં ન જાય એટલે એની ઉપેક્ષા કરે છે.

આજના યુગમાં નીતીનીયમો અને મુલ્યોનું ચોક્કસ મહત્ત્વ છે; પણ સદીઓ જુના ધાર્મીક ક્રીયાકાંડોનું હવે કોઈ સ્થાન નથી. માણસ ધર્મને એના વ્યાપક પરીપ્રેક્ષ્યમાં સમજે અને ધાર્મીકતાની વ્યાખ્યા બદલે તો જ આ સ્થીતીમાંથી બહાર આવી શકાશે. વૈજ્ઞાનીક કોઈ જીવલેણ રોગની રસી બનાવે છે કે મનુષ્યને યાતના આપતાં દર્દોની દવા શોધે એ વૈજ્ઞાનીક, ધાર્મીક પયગમ્બર કે ધર્મગુરુથી બીલકુલ ઉતરતો નથી અને જે કહેવાતો ધર્મગુરુ ધાર્મીકતાના આંચળા હેઠળ લોકો સાથે ઠગબાજી કરે છે એ આજના માફીયા સરદારોથી બીલકુલ ઓછો ખતરનાક નથી.

સામ્પ્રદાયીકતાથી ભારતીયતા અને રાષ્ટ્રીયતાના ટુકડા થઈ જાય છે. બંધારણે નાગરીકતાને જ મહત્ત્વ આપ્યું છે. તે ધર્મ પર આધારીત નથી તેમ પ્રદેશ અને જાતી પર પણ આધારીત નથી. પ્રેમ એ જ ધર્મ. ધર્માન્ધતા માણસને બેહોશ બનાવે છે. જે દીવસે માનવજાત સચેત અને સભાન થઈ જશે તે દીવસથી એ ધર્મને નામે લડાતી લડાઈઓ બંધ થઈ જશે. આજે નુતનવીજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો યુગ છે એ સત્ય સ્વીકારીને જ ચાલવું પડશે. તો જ આપણી મીશ્ર સંસ્કૃતીની ગૌરવશાળી પરમ્પરાની ગરીમા જળવાશે.

–યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 06 ઓક્ટોબર, 2012ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281) -257 5327 ઈ.મેઈલ: yasindalal@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 00/04/2014

12 Comments

  1. વીચારની સાથે વીવેક ભળે તો વીચાર ક્રાંતિ ઝડપી બને

    Like

  2. Sundar lekh vichar sathe Vivek …..( bhaleto ) pan kahevata dharma guruo praja ne ghen ma j rakhe chhe ane dharma zanuni banave chhe ane aava murkha nu tolu na hoi to emno dhandho ( multi national ) Kevi rite chale.

    Like

  3. સુંદર વિચારવિનિમય.
    શ્રી સનતભાઇ પરીખને કહેવાનું કે સુઘરવાની શરૂઆત આપણાથી જ થાય. હું જો નહિ સુઘરું તો મારા દિકરાં દિકરીને સુઘરવાનું કહેવાનો મને કોઇ હક્ક નથી રહેતો.
    New generation will ask you…why ? You could have started….સુઘરવાની શરુઆત આપણાંથી જ કરવી પડે. સ્વર્ગમાં જવા માટે મારે જ મરવું પડે…….

    આ સળગતા પ્રશ્નને તો ભારતમાં આપણી છેલ્લી ચાર પાંચ પેઢી કે તેથી પણ વઘુ જૂની પેઢી ઉકેલવાની મઠામણ કરી રહી છે.પશ્ચિમના લોકો ઘર્મ અને વિજ્ઞાનને વહેલાં ઓળખી શક્યા.
    ભારતમાં આજે પણ વઘારે ભણેલો વઘારે ભક્ત. અને વઘારે ટીલાં ટીપણા કરવાવાળો ઓફીસર વઘારે પ્યારો.
    યાસીનભાઇ કહે છે કે શ્રઘ્ઘા કરતાં તર્ક વઘુ આવકાર્ય છે. તર્ક શબ્દને માટે મને થોડો અણગમો છે. તર્કને બદલે ‘મનન‘ શબ્દ વઘુ આવકાર્ય ગણાય.અનુમાન કે અટકળ કે હાયપોથીસીસ જેવું કાંઇક કરવું, રીઝનીંગ કરવું તેના કરતાં ચિંતન કરવું, Deep thinking, Worth thinking, Deep studying, thought provoking thinking is always a positive thinking. Result oriented thinking.

    પ્રશ્ન તો આપણે જાણીઅે જ છીઅે. આપણને જે જોઇઅે છે તે છે તે પ્રશ્નના નીવારણના ઉકેલો.
    મારા મનનના પરિણામોમાં અેક બે ુકેલો છે તે છે……………..
    ‘દેરસે આયે મગર દુરુસ્ત આયે‘ જેવી વાત છે…..પ્રોસેસ થોડી ઘીમી છે., પરંતુ સચોટ છે.

    ( ૧ ) આંતર ઘરમીય લગ્નો, આંતર જ્ઞાતિય લગ્નો, આંતરદેશીય લગ્નો, આંતર રાષ્ટરીય લગ્નો…
    ( ૨ ) માનવતાના અને માનવઘરમના પાઠો શીખવવાના શાળા કોલેજોમાં ક્લાસીસ ચાલુ કરવાં. ( કદાચ આ વાત સારા વિચારો સાથે શીખવાય….‘મઝહબ નહિ શીખાતા આપસમેં બૈર રખના.‘..અને ‘ તારી હાંક સુની કોઇના આવે તો અેકલો જાને રે‘) પરંતુ શરુઆત તો મારે મારા થકી જ કરવી પડશે. હું જો મારી ભૂલ સ્વીકારીશ તો નવી પેઢીને જરુરથી નવા પાઠો શીખવી શકાશે.
    આ મારાં મનનીય વિચારો છે. દરેક મિત્ર પોતાનો, મનનને અંતે.,..પોઝીટીવ અને નીગેટીવ પરિણામોનો વિચાર કરીને, વિચાર આપશે તો તે નવી રાહ ઉપર ચાલવાનું સરળ થશે. ટીમવર્ક, અેકતા, મોટાભાઇ થવાનાં કોડ વિનાના સ્વયંસેવકોની જરુરત છે.
    આજે પ્રશ્ન ઉપર ચર્ચાની જરુરત નથી….આજે આ ચવાઇ ગયેલાં કેન્સરપ્રશ્નના ઉકેલ શોઘીને તેનો અમલ કરવાની જરુરત છે.

    અમૃત હઝારી.

    Like

  4. Well thought. As long as we human keep thinking as our Dharma is Hindu, Muslim, Sikh, Christianity…etc we will never come out of this. We must understand that our Dharma is not what we think. We must accept that our Dharma is Humanity. And once you accept this then you will no longer see Hindu, Muslim…etc as Dharma. You may see it is as “Social Medium”.

    As author say ” all Dharmik Granth were written in respect to time when they were written, and are not practical in 21st century. We must think and practice what is practical. As Amrutkaka says that we must start ourself first and then preach it to our follwers.

    Simple step : Soon we will be seeing CHATOORMAAS. Why not forget this or do only what practical for you and then preach and educate to those who think otherwise!.. Their is no needs to do ‘Sitla Saatem, or Nori Navam, or Jiya-paarvati Vrat. Those days are gone. And if you do want to celbrate this then do it as social medium. Believe me doing Jiya paarvati vrat will not get you good husband or doing Nori Navam will not get you son.

    I totally agree with author “આજના યુગમાં નીતીનીયમો અને મુલ્યોનું ચોક્કસ મહત્ત્વ છે; પણ સદીઓ જુના ધાર્મીક ક્રીયાકાંડોનું હવે કોઈ સ્થાન નથી.”

    Like

  5. સદીઓ જુના ધાર્મીક ક્રીયાકાંડોનું હવે કોઈ સ્થાન નથી. માણસ ધર્મને એના વ્યાપક પરીપ્રેક્ષ્યમાં સમજે અને ધાર્મીકતાની વ્યાખ્યા બદલે તો જ આ સ્થીતીમાંથી બહાર આવી શકાશે. વૈજ્ઞાનીક કોઈ જીવલેણ રોગની રસી બનાવે છે કે મનુષ્યને યાતના આપતાં દર્દોની દવા શોધે એ વૈજ્ઞાનીક, ધાર્મીક પયગમ્બર કે ધર્મગુરુથી બીલકુલ ઉતરતો નથી

    યાસીનભાઈના મનનીય વિચારો રજુ કરતો સરસ લેખ .

    Like

  6. વાસ્તવમાં ચોક્કસ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારતા જવાથી કોઈ ધર્મનો ઉદ્ધાર થઈ જતો નથી .
    ખૂબ સરસ આર્ટીકલ છે. આપણે જ મનન કરી આપણી પેઢીથી જ તેની શરુઆત કરવી રહી.સ્વર્ગ અને નર્કની વાતો ફેલાવ નારને પહેલો જ સવાલ પુછો કે તમે જઇ આવ્યા છો?

    Like

  7. સ્વર્ગનો અર્થ આપણે જે મેળવવા ઇચ્છીઅે છીઅે તે……આ આર્ટીકલમાં જે મેળવવાની વાત લખી છે તે…..કહેવતનો ઉપયોગ સમજણ મેળવવા માટે થાય છે.

    Like

  8. One may listen preacher but don’t accept his/her proposed bodily identifications (turban,tilak,beard,caps in varieties etc ) which belongs to them for their livelihood.
    A change in outlook may reflect inside !

    Like

  9. Khub Saras Lekh Rahyo Apna Badhane Aava Sara Vichar Male ane Sachu su se janva male e khare khar anand ni vat se

    Like

Leave a comment