સોમવારે શંકરના લીંગ પર ઢોળાતું દુધ કેટલાં બાળકોનાં પેટમાં જઈને પોષણ પુરું પાડી શકે ?

–કાજલ ઓઝા વૈદ્ય

વહાલાં મમ્મી–પપ્પા,

હું જાણુ છું કે તમે બન્ને મારાથી નારાજ છો. ગઈ કાલે આપણી જ્ઞાતીના નવચંડી હવનમાં પહેલાં તો મેં આવવાની જ ના પાડી; આવ્યા પછી ત્યાં આગળ હું મોઢું ચડાવીને બેસી રહ્યો અને ઓછું હોય એમ પછીથી બીજા લોકો સાથે વાદ–વીવાદમાં ઉતર્યો. મેં એમને ધર્મ વીશે જરા કડવી ભાષામાં મારી વાત કહી. મને ખબર છે પપ્પાને આ નથી ગમ્યું. ઘરે આવતાં પપ્પાએ કહ્યું, ‘તું તારી જાતને બહુ મહાન સમજે છે. આખી નવી પેઢી માને છે કે દલીલો કરવાથી બહુ હોશીયાર સાબીત થવાય. પણ એવું હોય નહીં. કેટલીક વસ્તુઓ શ્રદ્ધાથી માનવી પડે. વડીલો અને શાસ્ત્રોએ કહેલી વાતો ખોટી તો ન હોય એવું તમને કેમ સમજાતું નથી ?’

હું એ વખતે પપ્પા સાથે દલીલો કરી શક્યો હોત; પણ મેં ના કરી. હું બાર વર્ષનો છું. સમજું છું કે તમારા કરતાં મારામાં ઓછી સમજ અથવા ઓછું જ્ઞાન છે. મમ્મી વારંવાર કહે છે કે તેમ, તમે મારાં કરતા વધારે દુનીયા જોઈ છે વાત સાચી; પણ વધારે દુનીયા જોવાથી જ વધારે સમજ આવે ? ફક્ત અનુભવથી જ જ્ઞાન આવે ? એ સીવાય જ્ઞાન મેળવવાનો કોઈ રસ્તો નથી ? આઈન્સ્ટાઈન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેવા વૈજ્ઞાનીકોએ જ્યારે પહેલી વાર પોતાની વાત કહી ત્યારે આ દુનીયા માનવા તૈયાર નહોતી ! ગેલેલીયોએ કહ્યું કે, ‘પૃથ્વી ગોળ છે’ ત્યારે એને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. એ વખતે માણસોને એમના તર્ક કે લોજીક સમજાયા નહોતા. હું એવું નથી કહેતો કે ઈશ્વર નથી; હું એવું પણ નથી કહેતો કે મને ઈશ્વરમાં શ્રદ્ધા નથી; પણ મારા ઈશ્વર વીશેના વીચારો જુદા હોય તો એ કહેવાનો, વ્યક્ત કરવાનો અધીકાર મને છે કે નહીં ?

ખરું જોવા જાઓ તો સૌથી પહેલો સમ્બન્ધ માનવ અને ઈશ્વરનો છે. આપણે જીન્દગીના તમામ સમ્બન્ધો જન્મ્યા પછી અને મૃત્યુપર્યંત મળે છે. પરન્તુ જેમ કૃષ્ણએ કહ્યું તેમ પૃથ્વીના પુત્ર માણસ અને ઈશ્વરનો સમ્બન્ધ કોણ જાણે ક્યાંથી શરુ થઈને ક્યાં સુધી જાય છે એ વીશેનાં કોઈ ચોક્કસ પ્રમાણો મળતાં નથી.

ધર્મના નામે થતી કતલો અને ધર્મના નામે બન્ધાતાં મન્દીરો પાછળનું ફન્ડામેન્ટલીઝમ–ઝનુન લગભગ એકસરખું છે.

ઈશ્વર કોઈ ઉંચી સત્તા, આપણાથી વધુ સુપીરીયર એવો કોઈ પાવર, કોઈ તાકાત, કોઈ શક્તી, કોઈ અપુર્વ ઉર્જાનો–તેજનો સ્રોત છે એવું માની લઈએ તો આપણા મોટા ભાગના સવાલો હલ થઈ જાય છે. કારણ કે પછી આપણા સારા–નરસાની જવાબદારી આપણે એક એવા તત્ત્વ પર નાખી દઈએ છીએ, જેને આપણે જોયું નથી. જેના વીશે આપણે કંઈ જાણતા નથી અને કદાચ ક્યારેય જાણી શકવાના પણ નથી.

‘એકો અહમ્ બહુસ્યામ’ કહેતા ઈશ્વર પાસે ‘એક છું તો બહું થાઉં’ની વાત સાંભળીએ કે ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’ કહેતા નરસીંહનું પ્રભાતીયું સાંભળીએ. તો સર્વે ઈશ્વરનાં જ સ્વરુપ છે એમ માનવું પડે અને જો એમ હોય તો કોઈ 9-11 કે 7-7 કેમ કરે છે ? કોઈ દાઉદ તો કોઈ રજનીશ કેમ બને છે ?

ભગવદ્ ગીતામાં વેદ વ્યાસે ઈશ્વરના મોઢામાં સંવાદ મુક્યો છે કે, ‘જો હું કર્મ ના કરું તો આ પૃથ્વી ભ્રષ્ટ થઈ જાય. નાશ પામે.’

બીજા સ્થળે કહ્યું છે કે, ‘હું જ સર્જક અને હું જ વીનાશક છું’

એટલે પોતાના આનન્દ ખાતર સર્જન અને વીનાશ કરતો કોઈ એક સુપરપાવર એટલે ઈશ્વર ?

ઈશ્વર મનાતા શ્રીકૃષ્ણએ અર્જુનને એક જગ્યાએ કહ્યું છે કે, ‘શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે અને પંડીતાઈના બોલ બોલે છે.’ સાથે જ કહે છે કે, ‘ઈન્દ્રીયોને અને મનને અગમ્ય છે એવા આત્માને જાણ્યા પછી પણ શોક કરવો ઉચીત નથી.’

સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે ધર્મનું અર્થઘટન ધર્મગુરુઓ કરે છે અને ધર્મપુસ્તકોના આધારે કરાયેલું આ અર્થઘટન કયા સમયમાં લખાયેલા પુસ્તકના આધારે કરવામાં આવે છે એ ખરેખર વીચાર માગી લે એવો સવાલ છે. યહુદી, ખ્રીસ્તી, મુસ્લીમ અને શીખ ધર્મમાં પુસ્તકને જ ઈશ્વર માનવામાં આવે છે. જે સમયમાં લખાયેલું આ પુસ્તક હતું ત્યારની માનસીક અવસ્થા અને સમાજ–વ્યવસ્થા સાથે આજનો માણસ તાલ મીલાવી શકતો નથી અને ધર્મનું અર્થઘટન હજી એ જ માનસીકતામાં રહીને કરાતું રહે છે.

‘અહમ્ બ્રહ્માસ્મી’ અને ‘તારામાં પણ હું છું’ કહેનાર ઈશ્વર વીશે આપણે કઈ ચર્ચા કરતા રહ્યા છીએ ? કોઈ એક ચહેરો ધરાવતા, કોઈ એક આકાર ધરાવતા, કોઈ એક નામ અને એક પૌરાણીક વાર્તા ધરાવતા, કોઈ એક ઈશ્વર વીશે જ્યારે વાત કરીએ ત્યારે આપણી શ્રદ્ધા કેટલી મજબુત છે એનું માપ ખરેખર નીકળે છે ખરું? જૈન મન્દીરો, શીખ ગુરુદ્વારા, ખ્રીસ્તી ચર્ચમાં વધુ વ્યવસ્થા અને ચોખ્ખાઈ હોય છે. હીન્દુ મન્દીરોમાં ભયાનક ભીડ, દુધ, ફુલ અને પાણીને કારણે ઉભા થયેલા કીચડથી લથપથ વાતાવરણમાં કયા ઈશ્વર વસતા હશે ? આપણે સૌ ફરીયાદ કરીએ છીએ કે યુવાનો ધર્મથી વીમુખ થતા જાય છે. મન્દીરો અને ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવતા જાય છે. આપણને સતત લાગે છે કે આપણી યુવા પેઢી આપણી સંસ્કૃતી અને સભ્યતાને ભુલી રહી છે. પણ આનાં કારણોમાં પડવાનો પ્રયાસ આપણામાંથી કેટલાએ કરી જોયો છે ?

આજનો યુવાન લોજીક–તર્ક સમજે છે. આજના યુવાનને વીજ્ઞાન સાથે જોડાયેલા ધર્મમાં રસ પડે છે. એને માટે ઈશ્વર કોઈ મુર્તી, ચહેરો કે પ્રતીક નથી. એને માટે ઈશ્વર વીજ્ઞાન છે ભાવના છે – અનુભુતી છે. જ્યાં સુધી એ ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી નહીં શકે ત્યાં સુધી એને માટે ઈશ્વર અને ઈશ્વર સાથે જોડાયેલી શ્રદ્ધાનો સ્વીકાર કરવો લગભગ અશક્ય છે.

શ્રદ્ધાની વાત સમજવા માટે શબ્દ કરતાં વધારે જરુર અનુભુતીની છે. માના ખભે સુતેલું નાનું બાળક ઘસઘસાટ ઉંધી ગયું હોય તો પણ; એને ક્યારેય એવો ભય નથી લાગતો કે એની મા એને છોડી દેશે કે ફેંકી દેશે. મા પોતાના બાળકને ક્યારેય ડરાવતી નથી કે જો એ કહ્યું નહીં માને તો એને બાળક હોવાના અધીકારથી વંચીત કરી નાંખશે. માને ખુશ કરવા માટે બાળકે ક્યારેય લાંચ આપવી પડતી નથી કે નથી કોઈ માએ પોતાના બાળક પાસેથી એવી આશા રાખી કે એ પોતાના શરીરને કષ્ટ આપીને માને ખુશ કરે.

ઈશ્વર પણ જો સર્જનહાર હોય તો એ ક્યારેય પોતે સર્જેલા જીવ પાસેથી આવી આશા ન જ રાખે. બાધા, આખડી, ઉપવાસ, દુર દુર સુધી ચાલીને જવાનાં શારીરીક કષ્ટો કે જાત સાથે કરવામાં આવેલો જુલમ ઈશ્વરને ક્યારેય ખુશ કરી શકે એવું તમને લાગે છે ? પુજાપાઠ કે કલાકો સુધી યજ્ઞોમાં અપાતી આહુતીઓનું ઘી અને અનાજ જો ઈશ્વરે સર્જેલા માણસોની ભુખ મીટાવી શકતું હોય તો સર્જનહાર એ બધું વેડફાઈ જાય એવું ઈચ્છતો હશે ? કરોડોના ખર્ચે બન્ધાતાં મંદીરોમાં થતો ગેરવહીવટ અને વેડફાતાં નાણાંને બદલે વીદ્યાનાં ધામ ઉભાં થઈ શકે એવું ઈશ્વરને લાગતું હશે ?

મેં દલીલો કરી, વાત સાચી, મેં કહ્યું કે તમે આવા યજ્ઞોમાં પૈસા વેડફો છો, વાત સાચી. પણ હું ખરેખર એવું માનું છું. આટલું બધું ઘી, આટલું બધું અનાજ અને આવાં સમુહભોજન પાછળ વેડફાતા રુપીયા મને મંજુર ન હોય તો આટલું કહેવાનો અધીકાર તો તમારે મને આપવો જ પડે. કાં તો તમે મને એ વીશેનું તમારું લોજીક સમજાવો, મને ગળે ઉતરે એવી રીતે સમજાવો અને કાં તો તમે મારી વાત માનવાનો પ્રયાસ ન કરી શકો તો કંઈ નહીં; પણ સાંભળવાનો પ્રયાસ તો કરો જ ! મન્દીરો પાછળ વેડફાતા રુપીયાને બદલે સ્કુલ્સ અને હૉસ્પીટલ્સ ઉભી થઈ શકે. યજ્ઞમાં હોમાતું ઘી ભુખ્યાં બાળકોને આપી શકાય. સોમવારે શંકરના લીંગ પર ઢોળાતું દુધ કેટલાં બાળકોનાં પેટમાં જઈને પોષણ પુરું પાડી શકે ? મંદીરમાં અપાતા દાન અને કરોડોનું સોનું એમના ભંડારામાં સડ્યા કરે એને બદલે એમાંથી કેટલા બેઘર લોકો માટે એક રુમ રસોડાનાં પાકાં ઘરો ઉભાં કરી શકાય ? આ મારા સવાલો છે… મારી પેઢીના સવાલો છે…

ફક્ત વડીલોએ કહ્યું છે અને શાસ્ત્રોમાં લખ્યું છે એવું માનો છો એ સાથે સહમત થઈ જવું અમારા માટે શક્ય નથી. હું માફી માંગુ છું કે જો મેં અવીનય કર્યો હોય તો મને ક્ષમા કરજો; પરન્તુ મારી વાત કહેતાં હું ક્યારેય નહીં અચકાઉં.

તમારો દીકરો, હવન

 ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની 5 મે, 2013ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર લવ યુ મમ્મી પપ્પા’ માંથી.. લેખીકાના અને ગુજરાતમીત્ર’ ના સૌજન્યથી સાભાર…

સર્જક–સમ્પર્ક : કાજલ ઓઝા–વૈદ્ય, 11-પલક એપાર્ટમેન્ટ, એલ. જે. કૉમર્સ કૉલેજ પાછળ, વસ્ત્રાપુર, અમદાવાદ – 380 015 ફોન : 079 – 2676 7334  મોબાઈલ : 98250 06386 ઈ–મેઈલ :   kaajalozavaidya@gmail.com

 ♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel CHS, (Krishna Apartments, B-Wing), Opp. Balaji Garden, Sector 12-E, Bonkode Village, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23–08–2013

57

Advertisements

27 thoughts on “સોમવારે શંકરના લીંગ પર ઢોળાતું દુધ કેટલાં બાળકોનાં પેટમાં જઈને પોષણ પુરું પાડી શકે ?

 1. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘મુરખાઓનાં ગાડાં નથી ભરાતાં’ પણ અત્રે
  કહેવતને થોડી સુલટાવી પડે ‘મુરખાઓના ગાડાં હવે ભરાઈ જાય છે’
  હવે ફક્ત ‘ગાંડી ગુજરાત નથી રહી’ ‘સારા હિન્દુતાનપર જૈસે પાગલપન કા ‘દૌરા’
  પડ ગયા હૈ’ માફ કરજો જેને આવું દૂધ પાવાનો ‘સનેડો’ ચડે છે તેની વાત છે,તો કોઈએ
  માથે બંધ બેસતી પાઘડી પહેરી નાં લેવી.
  ટળવળતાં નાના ગરીબ બાળકોના મોમાં દૂધનું ટીપું પણ મૂકવાને નથી અને આ
  ‘અંધશ્રધ્ધા’નાં અગુઆ લિંગો પર દુધની બાલ્ટીઓની બાલ્ટીઓ ઢોળી નાખે છે આ બધું કેમ ચલાવી લેવાય છે? શું આ સર્વધર્મસમાનતા છે?
  શું આ દેશની સ્વતંત્રતા જવાબદાર નથી? તેનો જવાબ કોણ આપશે?

  Like

 2. ધર્મમાં જે રીત રીવાજો હતા તે અસલ સાયન્સની દ્રષ્ટીએ રાખવામાં આવ્યા હતા. લોકોને સીધા કહો તો કરે નહી પરંતુ ધર્મના નામે ગભરાય એટલે સ્વચ્છતા વગેરે રાખે. દા.ત. વૃદ્ધ માણસોએ સવાર સાંજ મંદિરે જવાનું એ રીતે એમની કસરત થાય અને જો એમને સીધું કહો તો કોઈ ચાલે નહી. વખત જતા પુજારીઓ,સાધુઓ, કથાકારો અને બાપુઓ એ ધર્મના નામે ધતિંગો શરુ કર્યા. ધર્મના નામે લોકોને ગભરાવીને વેપાર શરુ કર્યો. રીતરીવાજો વગેરે વખત પ્રમાણે બદલાવા જોઈએ. ચોમાસામાં અસલ લોકો વરસાદને લઈને ઘરમાં બેસી રહેતાં એટલે નવરાત્રના ગરબામાં ઘૂમે એટલે શરીરના હાડકા છુટા થાય તેનો લોકો આજના જમાનામાં તદ્દન ખોટો ઉપયોગ કરે છે. હકીકતમાં ગરીબ લોકોને આ દૂધ આપવામાં આવે તો ખરેખર ધર્મ બજાવ્યો કહેવાય.

  Like

 3. સરસ લેખ છે. વિદ્વાન અને ખુબ જાણીતા લેખીકા દ્વારા લખાયલો લેખ છે. વાત સાચી જ છે. દલીલ અપીલની જરૂર જ નથી. કઠે છે માત્ર એક્ની એક વાત. દર વર્ષે જુદા જુદા જ્ઞાની લોકો આ જ વિષય જુદા જુદા શબ્દોમાં દોહરાવતા હોય છે. પડી (કુ)ટેવ તે કેમ ટળે….તેવી વાત છે. કાજલબહેનના લેખના દરેક પૅરેગ્રાફ પર રસપ્રદ ચર્ચા થઈ શકે. મજાની વાત છે. પણ આ તો બુદ્ધિપર ભાવનાઓના વિજયની વાત છે. ધર્મ પણ એક વ્યસન છે. નશો છે. સમજ પર લાગણી નો વિજય છે. શિવ લીંગ પર ચડાવાતા દૂધનો વ્યય બીલકુલ સાચી વાત જ છે. હવનમાં વેડફાતા ખાદ્ય દ્રવ્યોની વાત પણ એટલીજ સાચી જ છે. અને એની પાછળ રેશનાલિસ્ટોનુ અરણ્ય રૂદન રહેવાનું જ છે એ પણ સત્ય હકીકત છે.
  ધનિક-ગરીબ-જ્ઞાની-અજ્ઞાની-દયા-દાન-અરે સ્વતંત્ર વિચાર ધારા આ બધાને સમાન બનાવી દેવાનો હેતુ છે? શું સામ્યવાદની વાતો છે? સમજનો સમાજવાદ પ્રસરાવવાનો હેતુ છે? હું તો માનું છું કે વિશ્વની વિવિધતા પરસ્પરના જુદા વિચારો અને વર્તનથી જ જળવાઈ રહેલી છે. તેમાં જ જ્ઞાન-અજ્ઞાન, સમજ-ગેરસમજ અને શ્રદ્ધા-અંધશ્રદ્ધા પણ આવી જાય છે. અસ્તુ.

  Like

  1. વહાલા પ્રવીણકાંત શાસ્ત્રીજી,
   લેખક શ્રી. સુબોધભાઈ શાહની ફરમાઈશ મુજબ, બ્લોગને જમણે હાથે જ્યાં ‘ટૉપીક્સ’ આપ્યાં છે ત્યાં છેલ્લે ‘સુબોધ શાહ’ લખ્યું છે. તે પર ક્લીક કરતાં જ સુબોધભાઈ શાહે તમને જે બે લેખો વાંચવા કહ્યા છે તે બન્ને લેખો વાંચવા મળશે..
   ૧. આત્મા એટલે શું ?
   ૨. અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?
   બ્લોગમાં લીંક ન મુકવાની વાત આપણે સૌને માટે રાખી છે, તેથી હું લીંક મુકતો નથી.
   આશા છે કે તે વાંચવામાં તમને કશી અસુવીધા ન નડે..
   ..ગો.મારુ

   Like

 4. Excellent thoughts and arguments. Congrats to Kajal Oza.
  Good response, Pravinbhai Shastri.
  May I draw attention to two articles previously printed here on Abhivyakti? They had covered almost every point in both these above writings:
  One was titled “Should we use Intelligence while discussing Spirituality?”
  The other was : “What is meant by the Soul?”
  In case you missed any, Govindbhai can specify when he published them. Both got widespread reactions and exchange of views. Thanks.
  —Subodh Shah — NJ, USA. Ph: 732-568-0220

  Like

 5. ભગવાને પશુને એના બચ્ચા માટે દૂધ આપ્યું છે. એ કાઢીને શંકરની લિંગ ઉપર રેડી દેવું .આવું ભગવાનને ગમે ખરું ?એ ભગવાનને નથી ગમતું એટલે તો મનુશ્યનાં બચ્ચા નિર્બળ હોય છે અને પશુના બચ્ચા જનમ્યાની સાથે ચાલવા માંડી જાય છે.અને જંગલી પશુના બચ્ચા દોડવા માંડી જાય છે.મેં એક લાંબુ ભજન બનાવ્યું છે .જેની કડીઓ લખું છું
  ગાયને ખીલે બાંધ્ય

  Like

 6. લખાણ ખરેખર સાચું છે. પરંતુ ખાલી લખવાથી, કે દલીલો કરવાથી કઈ નથાય. કોઈને શરુઆત કરવી નથી. યુવાનો એ આવા પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે.

  Like

 7. કાજલ ઓઝાઅે પોતાના વિચારો ‘હવન‘ના નામે મુક્ત અને સ્વતંત્ર રીતે રજૂ કર્યા. ગમ્યા. જ્યારથી મનોવિજ્ઞાને થોડા હિંદુઓના મન અને મગજને અભડાવ્યા છે ત્યારથી આ અંઘશ્રઘ્ઘાને દૂર કરવાનાં પ્રયત્નો ચાલે છે. હવને પોતાના દુ:ખને, મને લાગે છે કે હોમી દીઘાં છે. ઘેંટાના ટોળાંનો માલિક પોતે જ જો સ્વાર્થમાં માનવતાને હોમી દેતો હોય તો પછી કહેવત સાંચી છે કે જો વાડ જ ચીભડાં ગળતી હોય તો દોષ કોને દેવો…અને આ વાતથી પણ વઘુ આઘાત પહોંચાડનારી વાતતો આ છે કે ચીભડાં પોતે જ જો વાડને પોતાની જાત સ્વાર્પણ કરતાં હોય તો વાડનો શું વાંક ?
  સંસ્કારી, ભણેલાં, ચિંતન કરેલાં, માનવતાના પ્રણેતા, પાપ અને પૂણ્યનિ વ્યખ્યા કરનારાં, ૨૧મી સદીમાં જીવનારાં, સાચું અને ખોટુ શુ તેની કરમોના રેફરન્સથી સમજ આપનારાં કે જેઓ હિન્દુ ઘર્મ અને ઘર્મીઓને યોગ્ય રાહ બતાવી શકે તેવાં અને જેમના દોરવાયેલાં પેલાં ભણેલાં કે અભણ ઘેંટાઓ ચાલ ચાલે તેવાં ઘર્માઘિકારીઓ જ દૂઘના દીરુપયોગને બચાવી શકે તે જ સનાતન સત્ય છે. તેમને આ કરવું નથી. ભૂપેન્દ્રભાઇ હોય કે મુરારીજી હોય કે પછી રમેશજી હોય….ભાષણબાજી બંઘ કરીને પોથીઓ ઉચકાવવાનું બંઘ કરાવીને ં માનવી આખરે માનવી બને તોય ઘણું.
  કાજલબેને મુકત મને વાત શરું કરી જ છે તો થોડી નફ્ફત વાતો પણ કરી લઇઅે.( Please forgive me if I cross the limit….)
  (૧) ગીતાની જે વાત કરી છે તેવાં બીજા ઘણાં દાખલાંઓ ગીતામાં મળશે. દરેક અઘ્ઘયાયને બીજા અઘ્ઘયાય ના રેફરન્સમાં વાંચતા જોશો કે અેક વિષય ઉપર વિરોઘી વિચારો ઘણી જગ્યાઅે છે.
  (૨) ઘરડાંઓ માને છે કે તેમણે ઘણી દિવાળી અને દુનિયા જોઇ છે માટે તેમને વઘુ સમજહોય છે. કોઇ કહી ગયું છે કે અક્કલ બદામ ખાવાથી નથી આવતી પરંતુ ઠોકર ખાઇને શીખવાથી આવે છે.
  (૩) કર્મોના ફળોની વાત કર્મના સિઘ્ઘાંત પ્રમાણે કરીયે. મુક્તિ અને મોક્ષની વાત કરીયે. મારો જ દાખલો આપું છું…ઘારીલો કે આ જન્મે હું જવાહરલાલ નહેરું હતો. મારાં જન્મથી તે મરણ સુઘીના સારાં નરસાં બઘાજ કર્મોને તમે બઘા જાણો જ છો. મોહનદાસ કરમચંદ ગાંઘી ઇર્ફે મહાત્મા ગાંઘીનો હું ચેલો હતો. તમે બઘા હવે ચિત્રગુપ્ત બનો ( વિચાર વિનિમય પુરતું જ……..) મારાં જીવનનો હિસાબનો ચોપડો ખોલો. અને મારાં જમા ઉઘારના હિસાબને મુલવો.
  તમે મને ક્યો પુન:જન્મ આપશો ? કઇ યોનીમાં જન્મ આપશો ?
  (૧) હિંદુ પુરુષ કે સ્ત્રી ? કે નપુંસક ?
  (૨) મુસ્લિમ કે શીખ કે જૈન કે બૌઘ કે પારસી કે ખ્રિસ્તિ કે જંગલમાં વસતા જંગલી નો ?
  (૩) માનવ તરીકે નહિં આપો તો પછી કઇ યોનીમાં આપશો ? વનસ્પતિ કે જીવ, જંતુ કે બેક્ટેરીયા કે વાયરસ કે પછી કેન્સર કરતાં જીવાણુંઓ કે પંખી કે સિંહ, વાઘ, કે શિયાળ કે સાંપ કે નોળીયો કે દેવ ??????? કે દેવી???????કે યમનો કે રાવણનો કે પછી રામનો ? કદાચ પેલોા રાઘાના કરસનનો ????? શણાં સવાલો થાય છે કારણકે આ વિશ્વમાં ૬૪ કરોડ યોની છે. ( ? )…….
  મારી જગ્યાઅે જો તમે હો તો તમને કઇ યોનિ ગમે? કારણ કે યોનિના સંસર્ગથી ગરમ બનેલાં શિશ્નને / લીંગને ઠંડું પાડવાં દૂઘનો અભિષેક જરુરી હોય છે.
  શંકર = લીંગ = શિશ્ન = સંભોગ = ગરમી = ઠંડક = દૂઘ જે સ્ત્રીઅો જ ચડાવી શકે….કેમ ?
  What is the interpritation ? Why not ice water ?

  કર્તવ્ય, સત્કર્મ,( સદગતિ માટે ) માનવતા, પરોપકાર, દયા, મોહ અને મયાથી પર રહેવાની સલાહ, અને………અને…….જેવાં સત્કર્મો કરવાંની સલાહ મોક્ષ મેળવવા. આપનારાં પણ ખાવાંના અને દેખાડવાંનાં જુદા રાખતાં હોય છે.
  TRUTH IS ALWAYS BITTER.
  સત્ય બોલવું હું તો ઘણી વખતે સ્વાર્થમાં દૂર રાખું છુ.

  Like

 8. દેશમાંથી ધર્મના નામે થઇ રહેલા ધતીંગ પ્રત્યે આજની પેઢી જાગૃત થઇ રહી છે…. આ લેખનો વિરોધ કરતી કોમેન્ટ જોવા મળી નથી રહી તે તેનો દાખલો છે…

  (શ્રદ્ધાની વાત સમજવા માટે શબ્દ કરતાં વધારે જરુર અનુભુતીની છે. માના ખભે સુતેલું નાનું બાળક ઘસઘસાટ ઉંધી ગયું હોય તો પણ; એને ક્યારેય એવો ભય નથી લાગતો કે એની મા એને છોડી દેશે કે ફેંકી દેશે. મા પોતાના બાળકને ક્યારેય ડરાવતી નથી કે જો એ કહ્યું નહીં માને તો એને બાળક હોવાના અધીકારથી વંચીત કરી નાંખશે. માને ખુશ કરવા માટે બાળકે ક્યારેય લાંચ આપવી પડતી નથી કે નથી કોઈ માએ પોતાના બાળક પાસેથી એવી આશા રાખી કે એ પોતાના શરીરને કષ્ટ આપીને માને ખુશ કરે.)—->>> ખૂબ જ સરસ લોજીક દ્વારા કાજલબહેને આ વાત સમજાવી છે… પણ જોઇએ કેટલા સમજેછે……♠?

  Like

 9. આવા સરસ આર્ટીકલો વાંચી વાંચીને યુવાનોના માનસ બદલાસે ને ધર્મના નામેં ચાલતાં ધતીંગો બંધ થશેજ……………

  Like

 10. સુષ્ઠુ સુષ્ઠુ વાત કરવી કોને ન ગમે? શિવ લિંગ ઉપર દુધ ઢોળાય, એ દેખાય છે. અને બગાડ પ્રત્યક્ષ છે તે ધ્યાનમાં આવે છે.

  આમ તો જોકે ઘણું ધ્યાન માં આવે છે. “ચંદન ની ચાકહડીએ ચડી ભક્ત થયા’તા ભેળા, અને ભગવાનને જરકશી જામાના, પલક પલક પલટાયે ચીર” આવી તો ઘણી વાતો અને કાવ્યો આપણે જોઇ છે અને જાણી છે.

  બાવાઓ હેલીકોપ્ટરો પણ રાખે છે. તેમના શ્રમનું મૂલ્ય આપણે જાણતા નથી. આપણા રાષ્ટ્રપતિ ની પાછળ અબજો રુપીયા મહિને દહાડે ખર્ચાય છે. તે દૂધ કે ઘી નથી. પણ તે પૈસામાંથી હજારો લાખોમણ દૂધ, ઘી અને અનાજ આવે. પણ આમાંથી કશું પ્રત્યક્ષ દેખાતું નથી. પણ જે પરોક્ષ છે તે આપણે જાણીએ છીએ.

  આપણા એમપી સાહેબો કશી જવાબદારી અદા કર્યા વગર અને પોતાનો ખાનગી ધંધો ચાલુ રાખવાની છૂટ સાથે ૯૦૦૦૦ રૂપીયા દર માસે લે છે. તેમાંથી પણ ઘણું દુધ, ઘી અને અન્ન આવે. બાળકો જ નહીં મોટેરા ગરીબ ગુરબાના પેટ ભરાય. પણ આ રાષ્ટ્રપતિ, કે એમપી સાહેબોના શ્રમનું મૂલ્ય કેટલું છે તે આપણે જાણીએ છીએ? પણ તે વખતે દુધની ધારને જોઇએ થતી આપણી સંવેદનશીલ લુલી, ધોધની સામે અસંવેદનશીલ અને જડ થઈ જાય છે. એમ કેમ? કદાચ તેનું કારણ એ છે કે આ બધા શક્તિશાળી અને મહાપુરુષો છે. તેમની સામે સપરમે કે કપરમે દિવસે પણ જીવ્હા રુપી તલવાર ચલાવવી આપણે પસંદ કરતા નથી. કારણ કે આવી વાત કરવી તે તો રાજકારણ થઈ જાય છે. રાજકારણ ગંદકીથી ભરેલું છે. અને આપણે ચોક્ખા છીએ. ચોક્ખા માણસોએ ગંદી વાતો કરવી ન જોઇએ. ભલે કરવામાં આવતો બગાડ પ્રમાણમાં હજાર ગણો વધારે હોય, વળી આ પૈસા આપણી પાસેથી કર દ્વારા ફરજીયાત પણે ઉઘરાવવામાં આવે છે.

  રખે કોઈએ આ વાતનો એવો અર્થ કરવો કે આ વાત દુધ ચડાવવાની વાતને અનુમોદન છે. પણ જે મોટું અનિષ્ટ છે તેની અવગણના ન કરી શકાય.

  Like

 11. Congratulations to Govindbhai upon taking “Abhivyakti” to five year milestone with thought provoking articles regularly. Keep up the good work, Govindbhai and best of lucks for next five years..

  Like

 12. ગોવિંદભાઇ,
  હાર્દિક અભિનંદન. વઘુ ને વઘુ પ્રગતિ કરો અને વિચારોનો વિનિમય કરતાં કરાવતાં રહો.

  શ્રી SMDAVE1940,
  તમારાં વિચારો પણ આ વિષયે ૧૦૦ ટકા લાગુ પડે છે. ભારત આમ તો કારણ વિના પણ કારણ ઉભું કરીને વ્યય કેમ કરવો તેનાં બહાના બતાવે છે.બનાવે છે. આ તો આપણાં લોહીમાં છે. જીન્સમાં છે.
  પોલીટીશીયનો તો દેશને લુટવાં જ બેઠાં છે. પોલીટીશીયનો જેટલાં જ ઘર્મગુરુઓ પણ ઘનવાન છે. ગીતાના ઉપદેશને અવગણીને પૈસાવાળા થઇ બેઠા છે. પારકાનાં છોકરાંઓને જ સાઘુ બનાવવા બેઠાં છે. આસારામ જેવાં નામ કમાઇ ચૂકેલાંઓ ઓછા નથી.ઘાર્મિક ઉત્સવો કેમ કરીને ખર્ચાળ કરવાં, ઘૂમઘડાકા કરીને ઉજવીને જુદી જુદી જાતનાં પ્રદુષણો ઉભા કરવાં, અશ્રલિલતાનું પ્રદશૅણ કરવું તો લગભગ રોજીંદા કર્મ થઇ ગયા છે.
  ઘનવાનો અને ગુંડાઓ તો મઘ્યમવર્ગનાને અને ગરીબોને દરેક જુદા જુદા પ્રકારનાં બળાત્કાર કરીને જ જીવવા દે છે.
  જે લોકોથી દુ:ખો સહન નહિં થાય તેઓની તેનાથી દૂર જવાં માટેની ભાગેડુવ્રુત્તિ આ માટે જવાબદાર હોઇ શકે. પરિસ્થિતિઅે દેશમાં લુટારુવ્રુત્તિને પોષી છે.
  જ્યાં જ્યાં નજર મારી ઠરે…..વ્યય, યાદી ભરી છે આપની.
  ફિર સુબહ હોગી ફિલ્મમાં રાજકપુરના મોઢે આ ગિત સવાલ પૂછે છે….
  વો સુબહ કભી તો આયેગી જબ દુ:ખકે બાદલ પીઘલેંગે જબ સુખકા સાગર છલકેગા…(પુરું ગીત સમજવા જેવું છે.)
  ઉત્તર ભારતની લોકોક્તિ…….
  ” ભગત જગતકો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત,
  જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.”
  સુઘારાની ઇચ્છા હોય તો ……….(૧) જી’દગીમાં અેવું કશુ જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીઅે, હકીકતમાં આપણે કશુંક જુદું જ કરવાનૂં વિચારવાની હિંમત નથી કરી શકતાં….કોઇ અજ્ઞાત….કહી ગયુ છે.
  (૨) ARISTOTLE Said, ” Educating the mind without educating the heart is no education at all.”

  ખુબ ખુબ વિચારો દર્શાવિ શકાય ……….

  Like

 13. કાજલ ઓઝા વૈદ્યના લેખમાં ગીતા માહાભારતના લેખક વ્યાસનો ઉલ્લેખ છે.

  આ કથાના કારણે મંદીરનો પુજારી, ગુરુ, ધર્મગુરુ, ઋષી, મુની, સાધુઓનો ધંધો ચાલે છે.

  હારવર્ડના નીષ્ણાંતો ગાઈ વગાડી કહે છે કે ગરીબાઈ, ભૃષ્ટાચાર, અજ્ઞાનતામાં વધરો થવાનું કારણ મહાભારતની કાલ્પનીક કથા છે.

  Like

 14. હારવર્ડના નિષ્ણાતો પોતે ભ્રષ્ટાચારી અને તર્કહીન લાગે છે. મહાભારતમાં દંત કથાઓ આવે છે. અને આવી દંત કથાઓ તો દરેક રાજાઓ અને મહાપુરુષોના જીવન ચરિત્રમાં આવે. પણ તેથી તે વ્યક્તિઓ કાલ્પનિક બની જતા નથી. સરદારજીઓ વિષે પણ દંત કથાઓ છે તો શું સરદારજીની કોમ કાલ્પનિક છે? દંતકથાઓ, બોધકથાઓ, પ્રક્ષેપણો, ચમત્કારો, અને કાલ્પનિક વર્ણનો બધે જ હોય છે. હાર્વર્ડની તર્ક્શક્તિની તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે તેણે સુબ્રહ્મનીયન સ્વામીની મુલાકાત તેમને સાંભળાવગર જ રદ કરેલી. દરેક વસ્તુ ઓ હમેશા તર્કથી જ નક્કી થાય.
  કેટલીક વાતો પ્રતિકાત્મક હોય છે, કેટલીક વાતો યાદ રહે એ રીતે વર્ણવવામાં આવે છે જેમકે ઓલ સીલ્વર ટી કપ્સ.

  Like

  1. મહાભારતની કપોળ કલ્પતી કથામાંથી લોકોએ ભૃષ્ટાચાર અને સ્ત્રી અત્યાચર શીખી લીધું.

   જ્યારે હારવર્ડ વીદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા વીદ્યાર્થીઓને ઘણી મહેનત કરવી પડે છે.

   નેટ ઉપર હારવર્ડ અને અભ્યાસ વીશે માહીતી વાંચી જે વીદ્યાર્થી પોતાના અભ્યાસ માટે પોતાનો અભ્યાસક્રમ બનાવી શકે એને પ્રવેશ મળે છે.

   Like

 15. It is a very good article for all of us. the mental fear is insalled by our parents. We are taught not agu but to accept everything. We can not grow by accepting in this field. I fuly agree with Kajal Oza Vaidya.

  I always read her article in Jankalyan magazine.

  Thanks so much for this article.

  Pradeep H. Desai
  USA

  Like

 16. મહાભારતની મૂળ કથા કપોળ કલ્પિત નથી. પણ અહી આ ચર્ચાનો વિષય નથી. ભ્રષ્ટાચાર અને સ્ત્રી અત્યાચાર ના મૂળ પણ કલ્પિત કથાઓ માં ન હોઈ શકે. તે વિશ્વમાં વ્યાપક છે. આ માનસ શાસ્ત્રનો વિષય છે. માણસ ભ્રષ્ટાચાર વાંચીને શિખતો નથી. કદાચ તેને શિખવો પડતો પણ નથી. તે લાચારીનો લાભ લેછે. વોરન હેસ્ટીંગ્ઝ ઉપર પણ ભ્રષ્ટાચારનો કેસ થયેલો. તે વિષે કોઈએ એવું સંશોધન કર્યું નથી કે તેણે કપોળ કલ્પિત મહાભારત કે બાઈબલ જાણીને શિખેલો. જો કે આ વિષયાંતર છે. વાત દુધ ચઢાવવાની છે. તે વિષે મેં ઉપર લખ્યું છે.

  Like

  1. આજ બુધવાર ૨૮.૮.૨૦૧૩ના ગોકુળઅષ્ટમી કે કૃષ્ણઅષ્ઠમી છે.

   નંદની પુત્રીને વશુદેવ લઈ ગયા અને કનૈયાને નંદના ઘરે મુકી આવ્યા.

   આ સામાયણ અને મહાભારતમાં બધે આમ દુધનો વ્યય થાય છે.

   કૃષ્ણને બચાવવા જતાં એક કન્યાનો ભોગ લેવાયો.

   ત્યારથી દીકરીને દુધ પીતી અને આધુનીક જમાનામાં કન્યા ભૃણ હત્યાની શરુઆત થઈ.

   વાહ વાહ !!!! ધર્મના નામે થતી કતલો અને ધર્મના નામે બન્ધાતાં મન્દીરો પાછળનું ફન્ડામેન્ટલીઝમ–ઝનુન લગભગ એકસરખું છે.- –કાજલ ઓઝા વૈદ્ય

   Like

 17. પુરાણોના વર્ણનોને અને કથાઓને સત્ય ન માની લેવા. પણ તેમાંથી સત્ય તારવવું. બધા પુરાણોમાં કૃષ્ણની આવી કથા નથી. વાયુપુરાણને તેના અનપાણીનીયન ભાષા જોતાં સૌથી જુનું માનવામાં આવે છે. તેમાં આવી વાત નથી. વસુદેવને જેલમાં પૂર્યા તેવી પણ વાત નથી. પણ કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વર્ણન ઉપરથી એવું લાગે છે કે તે યુદ્ધ કરીને કે તેના ઘરે જઈને મારી નાખતો હશે તેવું લાગે છે. કારણ કે તે બધા પુત્રોના નામ પણ લખેલા છે. જો જન્મ્યા હોય કે તરત જ મારી નાખતો હોય તો નામ પાડવાની શક્યતા ન થાય.

  કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે નંદને ઘરે કોઈ છોકરીનો જન્મ થતો નથી. કે એવી અદલાબદલી પણ થતી નથી. એટલે કૃષ્ણના જન્મથી કરીને એક કન્યાની હત્યા થઈ, તેવો બળાપો કે વ્યથા અનુભવવી નહીં.

  કૃષ્ણના જન્મ થયા પછી, કૃષ્ણને વસુદેવ તેના મિત્ર નંદને ઘરે મુકી આવે છે. જમના નદીના પૂરને, શેષનાગ ના છત્ર હેઠળ ઓળંગે છે તેવી કોઈ વાત નથી. કોઈ ચમત્કારોની પણ વાત નથી. ન તો રાધા છે ન તો ગોપીઓ છે. ન તો રાસ છે. ન તો મટૂકીઓ ફોડવાની વાત છે ન તો માખણ ચોરવાની વાત છે. જો કોઈ વાસ્તવમાં માખણની મટકીઓ અને પાણીની મટકીઓ ફોડે તો ગોપીઓ તો શું ગામ લોકો પણ કૃષ્ણને મેથી પાક આપે. નુકશાન કોઈ સહન ન કરે. કારણ કે જન્મે કે તરત કોઈ કોઈને ભગવાન ન માને. અને આવા ભગવાન હોઈ પણ ન શકે. અને જો ભગવાન આવું કરવાની છૂટ આપે તો બધે આવું થાય. પણ બધે આવું થયું તેવું જાણવા મળ્યું નથી. એટલે આવી બધી ઈવ ટીઝીંગની વાતોમાં વિશ્વાસ કરી કૃષ્ણને બદનામ ન કરવા.

  જેઓ કંઈક રંગીલા છે અથવા જેઓ પ્રચ્છન્ન રીતે રંગીલા છે તેવા બાવાઓ અને લેખકો પહેલાં પણ હતા. તેઓ પોતાની દબાવેલી વૃત્તિઓને વાચા આપવા ગમે તે લખ્યા કરતા હતા. હજી પણ એવા લોકો છે. તેમની વાતોમાં સત્ય જોવું નહીં. વાયુપુરાણના પણ છ પાઠો મળે છે. પણ જે જુનો અને અનપાણીયન છે તેને વધુ સમજણમાં લઈ શકાય. કારણ કે તેઓ કૃષ્ણના સમયથી વધુ નજીક હતા.

  Like

 18. જે લોકોએ મંદીરમાં શિવલિંગ પર દૂધ નથી ચઢાવ્યું.તેમાંના કેટલા લોકોએ ગરીબોને દૂધ પીવડાવ્યું?

  Like

 19. શિરીષ દવે ની વાતમાં દમ છે,દુનિયામાં કહેવાતા દરેક ધર્મના પુસ્તકોમાં જે કપોળકલ્પિત વાતો એક સારા બોધ માટે લોકો સમક્ષ રજૂ કરાય ત્યારે લોકોએ તેમને
  ભગવાનના ચમત્કારોમાં ખપાવી,લેભાગુઓએ વાતને ચકરાવે ચડાવીને “ધર્મ,કર્મ અને ફળ”ના નામે ચડાવીને ધર્મનું એક અંગ બનાવી દીધું,જેનું દરેક યુગાંતરે/સદીઓ પછી
  અનેક લોકોના જીવનમાં એટલું વણાય ગયું અને અંધશ્રધ્ધામાં ફેરવાય ગયું,જેનો પરિપાક આજે પણ આ 21મી સદીમાં આપણે નવયુગના ટીવી,સિનેમામાં પણ જોઈએ છીએ!
  આ ઉદ્યોગમાં પડેલાને તો “બખં બખાં” થઈ પડ્યાં છે!! મૂળ વાત ઉપર આવતાં “દૂધની નદી” નો આપણાં પુરાણ પુસકોમાં તેજ તેનો પુરાવો છે કે સામાન્ય જનતામાં આ મત/વિચાર ફેલાવાની આ કહેવાતા ધર્મના પાખંડીઓએ કેટલી કુસેવા કરી છે!
  હિંદુસ્તાનમાં ગરીબો હંમેશ ગરીબીમાં જન્મ્યા અને મર્યા પણ ગરીબીમાં,અપવાદ રૂપે
  થોડા દાખલાથી કોઈએ ફુલાઈ એન ઢોલ થવાની જરૂર નથી,
  ગરીબ લોકોને એમ હતું કે સુખના દિવસો આઝાદી આવતાં થઈ જશે પણ દિવાસ્વપ્નું હતું,
  તેમના બાળકોને દૂધ પીવડાનારા,તો પોતાના “ગાદલાં નીચે ને કબાટમાં” રૂપિયાના થપ્પાજ ભેગા કરે જાય છે!!
  હરિનીશ જાની સાચું ભણે છે કે લિંગપર દૂધ ચડાવનારા તો તેની અંધશ્ર્ધ્ધાને પોષે છે
  પણ મારા જેવા લોકો જે “ભાષણો” ઠોકે છે તેનું શું છે? તેને શેનું યોગદાન કર્યું ??

  Like

 20. ખૂબ જ સજ્જડ અને સત્ય લેખ છે. પણ દુ:ખની વાત તો એ છે કે આ સત્ય વાંચનારા કેટલા? આનો પ્રચાર કરનારા કેટલા? અને કદાચ પ્રચાર કરે તો એ નાસ્તિક ગણાય . મારા હિસાબે તો આ આપણા બધા જ ગુજરાતિ પેપરોમાં અને સામયિકોમાં .આના પડઘા પાડવા જોઈએ.
  લોકો કદાચ સમજે પણ છે પણ એવું અપનાવવાનું તો બાજુ પર રહ્યું પણ વિચારવાને તૈયાર થતા નથી કેમ? તો કે તે પણ પાપ ગણે છે.
  બીજું આવા લેખોનું તો દુનિયાની દરેક ભાષામાં ભાસાંતર કરી લોકો સુધી પહોંચાડવું જોઈએ.
  પ્રફુલ ઠાર

  Like

 21. દરેકને ક્યાંકને ક્યાંક વાંધા પડતા હોય છે. જ્યાં ખર્ચ ફરજીયાત હોય ત્યાં વાંધો લેખે લાગે. પણ જ્યાં સ્વેચ્છાએ હોય અને પોષાય તેમ હોય તો તે આનંદ માટે હોય. આપણે સૌ સજીવો આનંદ માટે આવ્યા છીએ. ભેગા મળીને આનંદ કરવાની મજા વધુ હોય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s