‘અભીવ્યક્તી’ની દીશા અને દશા

આભાર અને ધન્યવા

કશી દરખાસ્ત કે ઉઘરાણી વીના આદરણીય મુરજીભાઈ ગડાએ પોતાના અન્તરના ઉમળકાથી, ‘અભીવ્યક્તી’ની વર્ષગાંઠને નીમીત્તે તેના સરવૈયારુપે, આઅભીવ્યક્તીની દીશા અને દશા’ નામક આશીર્વચનો લખીને મોકલ્યા ત્યારે મેં સાચેસાચ રોમાંચ અનુભવ્યો. આપ સૌ સમક્ષ તે મુકતાં હર્ષ અનુભવું છું. શ્રી મુરજીભાઈનો સૌ લેખકમીત્રોનો અને દુરસુદુર દેશ–વીદેશે વસેલા વાચકમીત્રો અને પ્રતીભાવકમીત્રોનો હું અંત:કરણથી આભાર માનું છું.ગોવીન્દ મારુ

અભીવ્યક્તી’ની દીશા અને દશા

‘અભીવ્યક્તી’ બ્લૉગ ચાર વર્ષ પુરાં કરવાને આરે છે ત્યારે વીતેલા સમયનું સરવૈયું કાઢી આજની એની ‘દીશા અને દશા’ વીશે થોડા વીચાર રજુ કરવાની જરુર જણાય છે.

શ્રી. ગોવીન્દભાઈ મારુરૅશનલ વીચારોનો પ્રચાર અને પ્રસાર કરવાના ઉમદા હેતુથી જ એક ‘ઈ’ અને ‘ઉ’માં આ અભીયાન શરુ કર્યું છે. એમનો હેતુ બ્લૉગ પર સ્પષ્ટ કરેલ હોવાથી બ્લૉગની ‘દીશા’ શરુઆતથી જ નક્કી થયેલ છે. એ દીશા જાળવી રાખવાનો ઉદ્દેશ આજે પણ અકબન્ધ છે. એ હેતુ ધ્યાનમાં રાખીને જ લેખોની પસન્દગી કરવામાં આવે છે. શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, સુરત (‘સન્ડે ઈ–મહેફીલ’વાળા)એ ‘અભીવ્યક્તી’ના આ ઉમદા કાર્યને વેગવાન કરવા માટે તૈયારી બતાવી. તેઓનો પોતાનો જ જાણે આ બ્લોગ હોય એ રીતે પ્રુફવાચન કરવાનું સૌજન્ય સ્વીકારી બ્લોગના સંવર્ધનમાં અને માવજતમાં સહાય કરે છે.

દર અઠવાડીયે નીયમીતપણે રજુ થતા નવા લેખ પર સરેરાશ એક હજારથી વધુ ક્લીક થાય છે. અને બ્લોગની જમણી બાજુએ ‘સભ્ય પદ’ વીભાગમાં 320 ફોલોઅર્સ જોડાયાનું વર્ડપ્રેસ વેબસાઈટ દર્શાવે છે. એ જોતાં બ્લોગના 500 કે કદાચ તેથીય વધુ નીયમીત વાચકો હોવાનું માની શકાય. સતત વધતી બ્લૉગની દુનીયામાં, રૅશનાલીઝમ જેવો ઓછો જાણીતો વીષય લઈ આવનાર બ્લૉગ માટે આ સીદ્ધી નાની ન કહેવાય. ગોવીન્દભાઈના પ્રયત્નોને વાચકો દ્વારા અપાતી આ શુભેચ્છા–અંજલી છે.

આપણા અંગત જીવનને બાદ કરતાં, જાહેર જીવનને અસર કરતાં ત્રણ મુખ્ય ક્ષેત્રો છે. 1. શાસન–વ્યવસ્થા ક્ષેત્ર, 2. આર્થીક ક્ષેત્ર અને ૩. સામાજીક ક્ષેત્ર. પહેલાં બે ક્ષેત્રોના પ્રશ્નો પર દૈનીક પત્રો, સામયીકો, ટીવી ચેનલો વગેરે દરરોજ પુષ્કળ ચર્ચા કરે છે. એટલે આ બ્લૉગ પર આવા વીષયોની ચર્ચા ન કરવાનું નક્કી થયું છે. એટલે જ એવા કોઈ લેખ અહીં મુકાતા નથી. માત્ર સામાજીક ક્ષેત્રને લગતા લેખ મુકવામાં આવે છે. સામાજીક ક્ષેત્ર વ્યક્તીના સમાજ, જ્ઞાતી, ધાર્મીક, સમ્પ્રદાય અને સમ્બન્ધીઓને આવરે છે. પ્રાંત અને દેશને લગતી મોટાભાગની બાબતો કાયદો–વ્યવસ્થા અને આર્થીક ક્ષેત્ર હેઠળ આવી જતી હોવાથી એનો સમાવેશ સામાજીક ક્ષેત્રમાં કરવામાં નથી આવ્યો. એટલે એ પણ અહીં ચર્ચવાનું ટાળ્યું છે. પોતાના પ્રતીભાવ દર્શાવનારની જાણ ખાતર આટલી આ ચોખવટ કરી છે.

રૅશનાલીઝમના ધ્યેયને ધ્યાનમાં રાખી સામાજીક ક્ષેત્રને આવરી લેતા લેખોને પણ ત્રણ વીભાગમાં વહેંચી શકાય. પહેલો પ્રકાર છે સમાજમાં પ્રચલીત અન્ધશ્રદ્ધાનાં દૃષ્ટાન્તો અને વ્યાપને ઉજાગર કરતા લેખ. આ પ્રકારના લેખ ‘અભીવ્યક્તી’માં પુષ્કળ જોવા મળ્યા છે. એમને સારો પ્રતીસાદ પણ મળે છે, એના પર તાળીઓ પડે છે. એમ કહી શકાય કે વાચકો માટે તે ભાવતું ભોજન છે. જો કે ભાવતા ભોજનનો અતીરેક કંટાળાજનક પણ બની શકે છે.

અન્ધશ્રદ્ધા તો ભ્રામક માન્યતાઓના ઝાડ પર ઉગતી ડાળીઓ માત્ર છે. એક કાપો તો નવી બીજી બે ઉગી નીકળે ! એનો અન્ત નથી. અન્ધશ્રદ્ધા ઓછી કરવી હોય તો એના મુળ સુધી જવું પડે. આવાં મુળીયાં શોધી એના પર લખાતા લેખોનો બીજો પ્રકાર છે. આવા લેખ ઓછા; છતાં અવારનવાર જોવા મળે છે, જે સારી એવી ચર્ચા જગાવે છે. ચર્ચા ક્યારેક ઉગ્ર સ્વરુપ પણ લે છે; કારણ કે તે કોઈની શ્રદ્ધા વીષે પ્રશ્ન કરે છે. અન્ધશ્રદ્ધાની ડાળીઓને વધતી અટકાવવી હોય તો એનાં મુળમાં ઘા કરવા જરુરી છે. આ પ્રકારના વધુ લેખ આવે તો જ રૅશનાલીઝમ આગળ વધે. આગલા બન્ને પ્રકારના લેખ મુખ્યત્વે ધાર્મીક માન્યતાઓને પડકારે છે. ધાર્મીક સીવાયની અન્ય સામાજીક બદીઓને લગતા લેખ ત્રીજા પ્રકારમાં આવે છે. આવા લેખ જુજ દેખાયા છે. લેખકો આવા લેખ વધુ પ્રમાણમાં લખે એ જરુરી છે. વાચકોની નજરે અન્ય કયા કયા અને કેવા કેવા લેખો આ પ્રકારમાં આવી શકે તે વીશે ગોવીન્દભાઈને જો માહીતગાર કરે તો આ બ્લૉગ વધુ દીપી ઉઠશે.

‘અભીવ્યક્તી’ બ્લૉગ, લેખ પરત્વેના વાચકોના પ્રતીભાવોને આવકારે છે. આજ સુધી આવેલ પ્રતીભાવો જોતાં એવું દેખાઈ આવે છે કે વાચકો પણ ઘણા પ્રકારના છે. એક છે રૅશનાલીસ્ટ મીત્રો. જેઓ સામાન્ય રીતે લેખના સમર્થનમાં એક બે વાક્યો લખે છે; પણ ચર્ચા આગળ વધતાં એમાં જોડાયેલા રહેતા નથી. એમને ખાસ વીનન્તી છે કે ચર્ચામાં ભાગ લઈ રૅશનાલીઝમને વધુ ઉંચાઈએ લઈ જવામાં મદદ કરે. જે તે લેખના લેખક પાસે પણ આ જ અપેક્ષા રાખવામાં આવે છે.

વાચકોનો બીજો વર્ગ એવો છે જે કુતુહુલવશ અને ખુલ્લા મને આ બ્લોગ વાંચવા આવે છે. જેમને અત્રે રજુ થતા લેખ ગમે છે, તેઓ કાયમના વાચક બને છે. ઘણા એમના મીત્રોને પણ આ બ્લૉગથી માહીતગાર કરે છે. કમનસીબે તેઓ પોતાનો અભીપ્રાય જણાવતા નથી. આ વર્ગ ઘણી મોટી સંખ્યામાં હોવાનું જણાય છે.

વાચકોનો ત્રીજો વર્ગ એવો છે જેમની પોતાની અંગત અને દૃઢ માન્યતાઓ છે, જે અત્રે રજુ થતા લેખોની કેટલીક બાબતો સાથે સુસંગત ન હોવાનું એમના પ્રતીભાવોમાં દેખાઈ આવે છે. આ વર્ગ લખે પણ ઘણું છે જેથી ચર્ચા આગળ વધે છે. આ આવકાર્ય છે. અંગત પ્રહાર ન હોય અને સભ્યતાની મર્યાદામાં રહી વાચકોએ કરેલા એવા બધા પ્રતીભાવોને અત્રે સ્થાન મળ્યું છે.

ક્યારેક વાચક લેખમાંનો કોઈ એક શબ્દ કે વાક્ય પકડી, એના સન્દર્ભને અવગણી, એનો જુદો–અવળો અર્થ કરી, ચર્ચાને અલગ દીશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ક્યારેક લેખક અને વાચક કે પછી બે વાચકો વચ્ચે ટપાટપી થયાના પ્રસંગ બન્યા છે. આ ખેદજનક છે.

આવા બનાવની બીજી બાજુ જોઈએ. કોઈ બાબા–બાપુના વ્યાખ્યાનમાં એમની વાતો સામે કોઈ પ્રશ્ન કરે તો એમની ભક્તમંડળી પ્રશ્નકર્તાને ઉંચકીને બહાર મુકી આવે. અહીં તો બધાનું સ્વાગત થયું છે.

કોઈ વાચક વળી અવારનવાર પોતાની માન્યતાનું જ ગાણું ગાયે રાખે છે. તે દેશભક્તીનું હોય, પ્રભુભક્તીનું હોય, પ્રાચીન સંસ્કૃતી પ્રત્યેના અહોભાવનુ હોય, શાસ્ત્રોની સમ્પુર્ણતા માટેની શ્રદ્ધાનું હોય કે બીજું કંઈ હોય. જેમને પોતાના ગમતા વીષય પર ઉંડાણમાં કંઈક જણાવવું હોય તો લેખ લખીને ગોવીંદભાઈને મોકલી શકે છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના ધ્યેય સાથે જો તે લખાણ સુસંગત હશે તો એને અહીં અવશ્ય સ્થાન મળશે. એના પર વીસ્તારથી ચર્ચા પણ થશે.

આ બ્લૉગને ગોવીન્દભાઈનું ઘર માનીએ તો લેખક અને વાચક બન્ને એમના મહેમાન જ ગણાય. લેખકને તેઓ ચુંટીને લે છે. વાચકો માટે તેમજ પ્રતીભાવ આપનાર માટે એમના દરવાજા ખુલ્લા છે. આપણે એમના ઘરનાં માનઅદબ જાળવીએ.

આ બ્લૉગનો મુળ હેતુ રૅશનાલીઝમને લગતા લેખ દ્વારા રૅશનાલીઝમને દૃઢ કરી એનો પ્રચાર કરવાનો છે. પ્રતીભાવો દ્વારા થતી ચર્ચાનો હેતુ લેખની ક્ષતીઓ દુર કરી એમાં રજુ થયેલ વીચાર અને મુદ્દાઓને વધુ સમૃદ્ધ કરવાનો છે. એ માટે જરુરી લાગતી થોડી બાબતોનો અહીં ઉલ્લેખ કર્યો છે. વાચકો એમાં ઉમેરો કરી શકે છે.

1) લેખ પર થતી ચર્ચામાં લેખક પણ ભાગ લે એવી અપેક્ષા રખાય છે.

2) બધી ચર્ચા શરુઆતમાં જણાવેલ એવા સામાજીક ક્ષેત્ર પુરતી મર્યાદીત રહે, તેમ જ બને ત્યાં સુધી લેખના મુળ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચર્ચા     થાય તે વધુ યોગ્ય ગણાય છે.

ગણીતના વર્ગમાં ગણીતની ચર્ચા થાય, ઈતીહાસના વર્ગમાં ઈતીહાસની ચર્ચા થાય એ નીયમ અહીં પાળવામાં આવે તો દરેક વીષયની ઉંડાણભરી ચર્ચા થાય. એ વીષયને નવી ઉંચાઈએ લઈ જઈ શકાય. વળી, દર અઠવાડીયે ચર્ચા માટે નવો વીષય તો મળે જ છે !

3) ચર્ચા ખંડનાત્મક નહીં; પણ રચનાત્મક રહે તો સારું.

4) પ્રતીભાવ આપનાર પોતાનું ઉપનામ નહીં; પણ અસલ નામ જણાવે તો સારું રહેશે.

આ છે ‘અભીવ્યક્તી’ની ‘આજની દશા’ અને ‘ભવીષ્યની દીશા’. ચાલો, આપણે બધા સાથે મળીને આ કાર્યમાં સજગતાપુર્વક આગળ વધીએ.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક :

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન : (0265) 231 1548 સેલફોન : 97267 99009 ઈ–મેલ : mggada@gmail.com

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લૉગ : https://govindmaru.wordpress.com

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ–મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 5–07–2012

23 Comments

  1. બહુ સરસ રીતે ગોવીંદભાઈને પ્રગટ કરાયા છે. બ્લૉગજગતના કેટલાક આદર્શો હોય છે. અહીં એનું સ્વસ્થ સ્વરુપ જોવા મળે છે.

    એક વ્યક્તી અનેકોના મનની અભીવ્યક્તી કઈ રીતે સફળતાપુર્વક કરી શકે તેનું ઉદાહરણ આપણને મળે છે. ધન્યવાદ અને શુભેચ્છાઓ !!

    Like

  2. સૌ પ્રથમ તો “અભીવ્યક્તી”ને ચાર વર્ષ પૂર્ણ કર્યાનાં પ્રસંગે અભિનંદન અને પંચમવર્ષ પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. અને હા, આ ’અભીવ્યક્તી’ જેનું ઘર છે એવા અમારા માનનીય ગોવીંદભાઈને પણ હાર્દિક શુભકામનાઓ.

    મુ.શ્રી.મુરજીભાઈએ આ પ્રસંગે લેખ લખી અભીવ્યક્તીનાં સૌ વાચકોની લાગણીને વાચા આપી છે એમ કહેવાય. અભીવ્યકતીની દીશા અને દશાનો ઉત્તમ પ્રકારે પરિચય કરાવ્યો છે. આંગળીને વેઢે ગણાય તેટલાં જ ઘરધણીઓ હશે જે ભીન્નમત ધરાવતા મહેમાનોને પણ એટલું જ સન્માન, એટલો જ પ્રેમ આપતા હશે. અમો હૃદયપૂર્વક કહીએ છીએ કે ગોવીંદભાઈ એમાંના એક છે.

    મુરજીભાઈએ ઉલ્લેખેલા ત્રીજા પ્રકાર, સામાજીક બદીઓને લગતા લેખ, જો કે અહીં વખતો વખત વાંચવા-ચર્ચવા મળ્યા જ છે. છતાં કદાચ સાપેક્ષે તે ઓછા પડતા હશે તો આશા રાખીએ નવવર્ષમાં આ વિષયને પણ ગોવીંદભાઈ પુરો ન્યાય આપશે. રૅશનલ વીચારોનાં પ્રચાર પ્રસાર અને સમાજમાં તેની ઉપયોગીતા સિદ્ધ કરવામાં ગોવીંદભાઈ સફળ રહ્યા છે એમ તો કહી જ શકાય. ભલે વિચારની તરફેણ કે વિરુદ્ધ, પણ ચર્ચા થાય એનો અર્થ એ જ કે બીજનું અંકૂરણ થયું છે. આપણે ત્યાં કહેવત છે ને, લોટ નહિ તો રાખ, પણ હાથ તો વળ્યો ! શ્રી મુરજીભાઈએ લગભગ બધાં જ મુદ્દાઓને સ_રસ રીતે વણી લીધા છે આથી એક વાચક, એક ચાહક, તરીકે મારા ભાગે તેમને પૂર્ણતયા અનુમોદન આપવાનું જ રહે છે. સુંદર. ધન્યવાદ.

    Like

  3. યજમાનને ખૂબ ખૂબ અભીનંદન અને અવિરત આપની મહેમાનગતિ માણવા મળતી રહે તેવી અભ્યર્થના.

    Like

  4. Hearty Congratulations on the 4th Anniversary of Abhivyakti to Shri Murji Gada. Best wishes to his successful Blog…Abhivyakti. His is the activity which is marked as “SAMAJ SUDHARAK.” Let the 5th year begin with a big Bang and continue till the goal is not reached.
    Every such an activity has to be managed strictly with fixed RULES and REGULATIONS and Murjibhai has rightly mentioned and requested the contributors in “Disha and Dasha.”
    This social activity for society’s good is to be contined with everybodies help….kyonki…..EK AKELA THAK JAYEGA ….MIL KAR BOJ UTHANA……
    Let us work together…..
    Thanks to all the contributors and readers to help pramoting this activity.
    Amrut Hazari.

    Like

    1. It is Govindbhai who is the host of “Abhivyakti”. We all are his guests. He deserves all the credit along with Uttambhai.

      Like

  5. ગોવિંદભાઈને અસંખ્ય અભિનંદન.
    દિશા સાચી છે, દશા સારી છે, આગળ પણ એવું જ રહેશે એવી ખાતરી છે.

    Like

  6. અભિવ્યક્તિ ને રુદય થી લાગણી અભિવ્યક્ત કરું છું. સુંદર ચર્ચા લેખો, ધાર્મિકતા , સામાજિક વિષમતા અને અંધશ્રધા વગેરે વિષયો પર પ્રકાશ ફેકી સરાહનીય કાર્ય કરેલ છે. સર્વ વાચકો અને ભાવકો ને ચર્ચા માં જીવંત ભાગ લેતા રહેવા મારી નમ્ર વિનંતી છે

    Like

  7. Dear Murjibhai:
    Thank you for your article. I have been reading this blog for over 1 year, but have been hesitating to comment. You have inspired me to do so. Thanks!
    Please pardon my inability to type in Gujarati. I know about google transliteration, but it is too time-consuming for me. I hope i do not offend anyone by writing in English.
    Sincerely,
    A. Dave (દવે)

    Like

    1. Thank you as well.

      I read all your responses on the other article too. Welcome to the “active readers” club. Keep up the Good work. We need you.

      Like

  8. Congratulations!!! Keep it up .In the world of tv channels to promote andhsradhdha, this is the only ray of hope .I have pdf copy of swami sachchidanand ‘s eye opening book “Varna vyavastha adhogati nu mul” . Please tell me how I can download on your blog for reading by common people. Swamiji has already clarified in it that anybody can copy it and use it for wide reading and no copy right .
    regards
    Rajen Maheshwari
    Bahrain

    Like

  9. આ વિશેષ પ્રસંગે શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈને મારા તરફથી “ખુબ બધાઈ”. ઉંચી આવડતવાળા લોકો તો આ દુનિયામાં ઘણા છે! પરંતુ ઉંચી ગુણવત્તા અને ઊંચા આદર્શો આજકાલ ખુબ જુજ કહી શકાય તેટલી વ્યક્તિઓમાં જોવા મળે છે! પણ આપના સદનસીબે, શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈ આ ઉંચી ગુણવત્તા અને આદર્શોની ખોટ આપણને સાલવા દેતા નથી. ગાંધીના જમાનામાં પણ લોકોની ઉત્તેજનાને હિમાલયની ચોટે પહોચાડે તેવા પ્રખર વક્તાઓ તો ઘણા હતા પણ ગુણવત્તા અને આદર્શતાનું લોહચુમ્બક તો ફક્ત ગાંધી જ હતા જે કરોડો લોકોને, નિષ્ઠુર અંગ્રજોની બંધુકો સામે, સામી છાતીએ ગોળી ખાવા પ્રેરી શકતા!
    રેશનાલીઝમની વાત આવે એટલે “તર્ક”ની પણ વાત આવે! તર્કની વાત આવે એટલે “તર્ક”ની વિશાળતા ન જ ભુલાવી જોઈએ! આદિ-માનવ (Cave-man) જયારે ગુફામાં રહેતો હતો ત્યારે પણ તર્કથી જ વિચારતો અને તેને અનુસરી જીવતો! રાતના અંધારામાં ગુફા છોડી જનારા બીજા Cave-men/women કોઈ ગંભીર કારણોસર પાછા નથી ફરી શકતા તેનું તેને ભાન થતા જ રાતના અંધારામાં ગુફાની બહાર જવાનું તેણે ઓછું કરી દીધું અને ગુફા બહારની પ્રવૃતિઓને દિવસના અજવાળામાંજ કરવા માંડી. આજની ૨૧મી સદીમાં પણ આપણે ખાવા બેસીએ અને સામે મનભાવતું ભોજન હોઈ તો પણ તર્કથી વિચારીએ છીએ કે ખુબ ખાવાથી કદાચ વજન વધી જશે અથવા તો ડાયાબીટીશ વધી જશે કે પછી કોલેસ્ટીરોલ વધી જશે…વગેરે…વગેરે…! બાથરૂમમાં નહાવા જઈયે તો તર્કથી વિચારીએ કે બહુ પાણી વાપરીશું તો કદાચ પાછળવાળા માટે ગરમ પાણી નહિ રહે કે પછી પાણીનું કે ઇલેક્ટ્રિક બીલ vadhu આવશે..વગેરે..વગેરે.
    આમ માનવ પૃથ્વી પર આવ્યો ત્યારથી આજ સુધી એક કે બીજી રીતે તર્કથી જ વિચારે છે અને જીવે છે! તે જોતા તર્ક ખુબ વિશાળ છે અને તેનો વપરાશ પણ ખુબ વિશાળ છે અને ખુબ આદિ જમાનાથી આ તર્ક માનવ સાથે જ જીવી રહ્યો છે! તર્કનો વપરાશ પણ ખુબ અનેરો અને વિવિધ છે: અદાલતનો તર્ક અલગ છે; ધંધાકીય તર્ક અલગ છે; રાજકીય તર્ક અલગ છે; પાઠશાળાનો તર્ક અલગ છે તો વળી ધર્મનો તર્ક પણ અલગ છે! તર્ક બહુરંગી પણ ખુબ છે તેથી તેને સૌથી વધુ ભ્રામક પણ કહી શકાય! ઉંચી બુદ્ધિમત્તાવાળો તર્ક ચાણકય/કૌટલ્ય, બીરબલ કે સોક્રેટીસ બની આવે છે તો વળી ઉંચી ગુણવત્તા કે આદર્શતાવાળો તર્ક રાજા હરિશ્ચન્દ્ર, મહાત્મા ગાંધી કે એકલવ્ય થઈને આવે છે! Intolerance, સંકુચિત વિચારશક્તિ, સંકુચિત દ્રષ્ટિકોણ, જલદ ધાર્મિક જનુન, ધાર્મિક રૂથીચુસ્તાનો અતિરેક વગેરે…વગેરે વાળો તર્ક ઔરંગઝેબ, અલકાયદા કે હિટલર બની આવે છે તો વળી અર્થવાદી, વેદ-મુલ્યોવિરોધી કે નાસ્તીક્તાવાદી તર્ક ચાર્વાક-દર્શન થઇને પણ આવે છે!
    તો તર્કની વિશાળતાને ધ્યાનમાં લઇ શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈ, “અભીવ્યક્તી”ની દિશાને પણ વિશાળતા બક્ષે તેવી નમ્ર વિનંતી!
    આપણે સૌએ અનુભવ્યું છે કે જીવનમાં ઉંમર અને ભણતર પ્રમાણે આપણા અનુભવો, વિચારો, સિધાન્તો અને નિયમો બદલાય છે તેમ આપણે જ્યાં સુધી માધ્યમિક શાળા કે હાઇસ્કુલમાં હતા ત્યાં સુધી ઇતિહાસના પ્રશ્નો ઇતિહાસમાં જ અને ગણિતના પ્રશ્નો ગણિતમાં જ પુછાતા! પણ જેમ આગળ આગળ ભણવા મળ્યું તેમ તેમ ભણાવવામાં આવતા બધા subjects નું એકબીજા સાથે overlap ચાલુ થયું! પછી તો આઈનસ્ટાઇનના ગુણગાનો ફીસીક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને હિસ્ટ્રીના બધા પ્રોફેસરો ગાવા માંડ્યા અને તેમના વિષે ભણાવવા માંડ્યા અને પ્રશ્નો પણ પૂછવા માંડ્યા!
    તો આમ આ બ્લોગ પર એક વિષયની ચર્ચા દરમ્યાન બીજા વિષયોનું મિક્સિંગ એ વાચકોના ભણતર અને કેળવણીમાં પ્રગતિનું પ્રતિક છે અને તેમ જ સમજવું રહ્યું! આ બ્લોગ પર કેટલાક મિત્રો NASAમાં એન્જીન્યર છે તો કેટલાક IT, Civil, Electrical કે Mechanical એન્જીનીયર છે! તો વળી કેટલાક જુદીજુદી સ્પેસિયાલીટીના Doctors, PHD, સાહિત્યકારો, કવિઓ તો વળી કેટલાકના તો પોતાના જુદીજુદી ભાષામાં લખતા Blogs છે! અને એથી પણ વિશેષ, અહીના બધા વાચકો પાસે જીવનનું સૌથી ઊંચું ભાથું “સાચું ગણતર” છે! તો ઉપરના આ બધા નિષ્ણાતોની વાતો, વિચારો, અનુભવો અને તેમના લખાણની પદ્ધતિઓ અલગઅલગ તો રહેવાની જ! તો એ વિવિધતા (Diversity) જ આ blogની તાકાત અને આકર્ષણ છે તે જો ન સ્વીકારીએ તો તે જે તે વ્યક્તિની સમજણનો જ અભાવ છે તેમ કહેવાય! આ સંદર્ભેમાં અમેરિકાનું દ્રષ્ટાંત લેતા જણાય કે, “તે બીજા બધા પશ્ચિમી દેશો કરતા કોશો આગળ હોવાનું કારણ પણ તેની વિવિધતા (Diversity) જ છે”! અને તે એક નિરવિવાદ હકીકત છે!
    ટુકમાં કહીએ તો, જો આપણામાંથી કોઈ “Hawaii Island” પર ગયા હોઈએ અને ત્યાના લાવામાંથી બનેલો પત્થરનો ટુકડો જો સાથે લેતા આવીએ તો જેમ એ ટુકડો કદી Hawaii Island ન બની શકે છતાં તે ટુકડાને નિમિત બનાવી Hawaii Islandની વાત જરૂર થઇ શકે તેમ “અભીવ્યક્તિ” ભલેને કદી તર્ક ન બની શકે પણ “અભીવ્યક્તિ” નિમિતે તર્કની વિશાળતાને જુદા જુદા સ્વરૂપે જરૂર આવરી શકીયે!
    આમ શ્રી ગોવિંદભાઈ ને શ્રી ઉત્તમભાઈએ પડેલું અને પોષેલું “અભીવ્યક્તિ” સ્વરૂપ બાળક હવે મોટું થઇ રહ્યું છે! ધાવણું છોકરું નથી રહ્યું! તો એ બાળકના વિકાસને અનુલક્સી “અભિવ્યક્તિ”ની દિશામાં જો પ્રગતિકારક સુધારા થતા રહેશે તો મને ખાતરી છે કે ઉપર જણાવ્યા પ્રમાણેનો “અભીવ્યક્તિ”નો આ એક અલાયદો (Unique) વાચક વર્ગ “અભીવ્યક્તિ”ની દશા પર લોખંડી તંદુરસ્તીના સુવર્ણ કળશ બેશક ચઠાવી દેશે!
    તો શ્રી ગોવિંદભાઈ અને શ્રી ઉત્તમભાઈની સાથે સાથે “અભિવ્યક્તિ” ના ઉમદા અને અલાયદા વાચકવર્ગને મારા હાર્દિક પ્રણામ અને ખુબખુબ અભિનંદન.

    Like

    1. વહાલા અશ્વીનભાઈ,

      તમારા પ્રાપ્ત થયેલા અભીનંદન અને પ્રેરણા મારે મન માત્ર શુભેચ્છા જ નહીં; શુભાશીર્વાદથી જરાયે કમ નથી.. આ નીમીત્તે, એક સ્વતંત્ર લેખ બની શકે તેવા સ્વસ્થ વીચારો તમે આપ્યા.. તમારું અને અન્ય સૌ શુભેચ્છકોનું ઋણ ‘સર–આંખો પર’.. તે મને માર્ગદર્શન કરશે.. સૌનો ખુબ ખુબ આભાર..

      અમે માનીએ છીએ કે સમાજમાં પ્રસ્થાપીત રુઢી કરતા ઉફરાંટો, અલાયદો – પણ સ્વસ્થ માનવસમાજને રચવામાં સહાયભુત– વીચાર રજુ કરવો કપરું કામ છે, તે મુકવો, વાચકે વાંચવો, તે સ્વસ્થતાથી સહી લેવો તે તેથીય કપરું કામ છે. તેને બદલે તેવા વીચારને ઝુડી નાખવો એ જ સરળ કામ છે..

      પણ નવો વીચાર રજુ કરનાર ઝનુની ન હોય, તેના શબ્દોમાં આક્રોશ ન હોય, કોઈને ઉતારી પાડ્યા વીના કે નફરત કર્યા વીના કેવળ શુદ્ધ અને શુભ તર્કના ઓજાર સાથે જ તે મુકાયો હોય, તેનો હેતુ ઉપદેશ આપવાનો ન હોય: પણ વાચકને વીચારતો કરવાનો જ હોય તો, તેનું સમર્થ કરનારાઓનો પણ તોટો નથી.. એટલું જ નહીં; મોડોવહેલો સમાજ તેને સ્વીકારે– અલબત્ત ખુબ ધીમીગતીએ.. કારણ કે પેઢીદરપેઢી પ્રસ્થાપીત થયેલી પ્રણાલી ફગાવવી એ કોઈનેયે માટે દુષ્કર છે..

      બાકી તો, મુરજીદાદાએ એક વૈદ્યની જેમ મારી ‘વીચારનાડી’ જોઈ–તપાસી બ્લોગની ગતીવીધી–દીશા અને દશાનું નીદાન કર્યું જ છે..
      એટલે એ બાબતમાં મારે શું કહેવાનું હોય !

      સૌ વડીલોના આશીષ અને માર્ગદર્શન મને વધુ વીનમ્ર બની માત્ર ધ્યેયને નજરસમક્ષ રાખવાની પ્રેરણા બક્ષે છે.. બાકી આ બ્લોગપ્રવૃત્તી એ કોઈ રોજીરોટીનો જીવલેણ ઉદ્યમ તો છે નહી;

      તમારી મીઠી હુંફ આગામી વર્ષોમાં મને સતત સચેત, સાવધ રાખશે….. ધન્યવાદ શબ્દ નાનો પડે છે..

      ..ગોવીંદ મારુ..

      Like

      1. સાહેબ,
        આપના સ્નેહવચનો, સ્નેહભાવ અને સ્નેહ્શ્રોત અમો (વાચકમિત્રો) માટે ખુબ આશીર્વાદ સમાન છે. આપનો ખુબ ખુબ આભાર.

        Like

  10. ”અભિવ્યક્તિ” આપણા બાળ-માનસને સતત ૪-૪ વર્ષથી પકવ બનાવવાના સંનિષ્ઠ પ્રયાસોમાં સફળ રહ્યું જ છે તે સ્વીકારવું જ રહ્યું…પાંચમા જન્મદિવસે ગોવિંદભાઈ- ઉત્તમભાઈ -દિનેશભાઈ -મુરજીભાઇ સહિત અનેક લોકોને કોઈ જ પરિચય ના હોવા છતાંય ”અંગત” બનાવવા બદલ તમામ ગુજરાતીઓ વતી ”અભિવ્યક્તિ”નો આભાર ના માનીએ તો નગુણા લેખાઈએ..આપનો સહૃદય આભાર..

    Like

  11. Congratulations to and best wishes for Abhivyakti, Govindbhai and Uttambhai.
    If all of us follow Shri Murjibhai’s suggestions, we shall make this excellent blog still better.
    Please keep up the good work! —-Subodh Shah from USA.

    Like

  12. Congratulations.

    What Abhivyakti will do in future in promoting Gujarati Lipi in writing Hindi?
    How Abhivyakti will take it’s articles at national level?
    If Abhivyakti writer is good at speech why not make videos of it’s contents to reach more audience?

    Like

  13. Dear Govindbhai Maru, Uttambhai Gajjar, Murjibhai Gada and Other Friends of the Rationalist Group:

    To Survive for 4 years and enter the 5th year can be called a Grand Success for this Reformist Group. Its participants from around the World give it a very high esteem and it Supports their work in the Individual’s Activities in different Groups they are associated with. For Example, in U.S.A., there are Religious Activities that go in a Traditional fashion. Activities of the Retiree Groups among First Generation of Immigrants, also Need Guidance and Direction for Outlet of their Experiences.

    I Don’t know How I got into this Group, but it is the Net-Working that is the Cause and Effect. We All benefit from each other’s views and angles. This Group’s concentration around Surat has brought many Past remembrances. This is the type of Group that Acts and Reacts, inspite of NOT knowing each other personally. Therefore, it avoids Biases and Prejudices.

    This Group provides to fill The Needed Gap towards New Direction for further Success in the Changing Global Village in 21st Century. Gujaratis have to LEAD everywhere and this Group provides the unique opportunities to Promote IDEAS and Innovations. Let us continue with All our Zeal and Efforts Enthusiastically under the Leadership of Govindbhai Maru and Others.

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706,
    U.S.A.

    Like

  14. આદરણીય ગડા સાહેબની નીચે પ્રમાણેની નુક્તેચીની વિષે બે શબ્દો પૂરી નમ્રતા અને આદર સાથે કહેવા છે :

    ‘ક્યારેક વાચક લેખમાંનો કોઈ એક શબ્દ કે વાક્ય પકડી, એના સન્દર્ભને અવગણી, એનો જુદો–અવળો અર્થ કરી, ચર્ચાને અલગ દીશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ક્યારેક લેખક અને વાચક કે પછી બે વાચકો વચ્ચે ટપાટપી થયાના પ્રસંગ બન્યા છે. આ ખેદજનક છે.’

    ખરેખર તો જે તે પોસ્ટના લેખકે જ ધ્યાન રાખવાની જરૂર છે કે તે પોતે પોતાના મૂળ મુદ્દાને જ વળગી રહે. લેખકે મૂળ વાતની ઓથે અન્ય સંવેદનશીલ કે વિવાદાસ્પદ બાબતો વિષે પોતાનો ‘પવિત્ર’ અને ‘સર્વ વાચકો પર લાદતો’ અભિપ્રાય કે ટીકા-ટીપ્પણી નહિ ઉમેરવા જોઈએ. અને જો એ એવી છૂટ લે છે તો પછી વાચકો એનો રદિયો આપે કે પોતાનો આગવો મત વ્યક્ત કરે તો લેખકે વાચકના એ અધિકારને પણ માન્ય રાખવો જોઈએ. પૂરી છણાવટ વગર પોતાનો અભિપ્રાય સ્વીકારાઈ જાય એવી અપેક્ષા એક રેશનાલીસ્ટ રાઈટરે નહિ રાખવી જોઈએ. ચર્ચાથી શા માટે દરો છો. સત્ય તારવવા માટે ‘વાદે વાદે જાયતે સત્યાબોધ’ એ સુભાષિત ઠીક ખપનું છે. આપ તો સુપેરે જાણો છો, બુદ્ધ પણ આ જ કહી ગયા છે કે કેવળ કોઈના કહેવા માત્રથી કશું માની ન લો, તમારી તર્કશક્તિ અને વિવેક બુદ્ધિની સરાણે ચઢાવ્યા પછી જ સ્વીકારો.

    Like

  15. મુ.શ્રી.ગોવિંદભાઇ,
    પાંચમાં વર્ષમાં પ્રવેશ નિમિતે અભિનંદન અને શુભેચ્છાઓ.

    Like

  16. Resp. Govindbhai,

    Abhivyaktini Disha ane Dasha banne khubaj swasth dekhay chhe ane Abhivyaktinu bhavishya vadhu ane vadhu balvattar avta varshoman banvanu chhe eman mane jaraye shanka nathi.

    I would love writing in Gujarati but I just do not know how to do it. And writing in English is little easy for me hence this comment. I love my mother tongue very much.

    Just look to the result of scientific experiment (CERN) before couple of days whereby in a 26 km/300 feet deep long lab/tunnel on the border of France and Switzerland in which the scientists have nearly unearthed the secrecy of universe by figuring out the so called God Particle (They were working on this project since last almost 60 years) that has now helped fully understand the theory of Big Bang, Evolution and creation of universe, weather, living creatures etc. No where, in the process ever did they find the invisible hand of any super natural element.

    Besides Abhivyakti there is one similar movement around the world known as Center For Inquiry (I thing it’s web is “cfi.com”). One could have ton of information and help him/herself and be the judge.

    Dada -( Lalbhai & Savita Patel)

    Like

Leave a comment