સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 5

ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર

થોડા દાયકાઓથી હીન્દુત્વવાદીઓને અવારનવાર બોલતા સાંભળ્યા છે કે હીન્દુ ધર્મ એ માત્ર ધર્મ નથી, જીવનપદ્ધતી છે. ‘અ વૅ ઓફ લાઈફ’ છે. ઘણા જૈનો પણ આવું જ કહે છે. હકીકતમાં દરેક ધર્મના અનુયાયી પોતાના ધર્મ વીશે આવું કહી શકે છે.

ખરા અર્થમાં જોઈએ તો આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા થઈ. સમાજશાસ્ત્ર એટલે જે તે લોકસમુદાયની જીવનપદ્ધતી ‘અ વૅ ઓફ લાઈફ.’ એમાં સમાજના નીતીનીયમો, વહેવારો, તહેવારો, પ્રથાઓ, માન્યતાઓ વગેરે બધાંનો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો ધર્મમાંથી આત્મા, પરમાત્મા, પરલોક જેવી રહસ્યમય વાતો કાઢી લેવામાં આવે તો ધર્મ અને સમાજશાસ્ત્ર વચ્ચે ખાસ ફરક રહેતો નથી. આ નાનકડી પણ સાચી વાત સ્વીકારવી ધર્મચુસ્તો માટે અઘરી હશે.

શાળામાં ભણાવવામાં આવતો સમાજશાસ્ત્રનો વીષય ઘણો અલગ છે. એમાં ઉપર જણાવેલ બાબતોનો સમાવેશ થતો નથી, બલકે ઈતીહાસ, ભુગોળ અને નાગરીકશાસ્ત્ર ભણાવાય છે. ભુગોળ તદ્દન સ્વતંત્ર વીષય હોવા છતાં; એના મર્યાદીત વ્યાપને લીધે શીક્ષણખાતાએ એને સમાજશાસ્ત્રનો ભાગ બનાવી દીધો છે. ઈતીહાસ સમાજશાસ્ત્રનો ભુતકાળ છે. ભણનારને ભાગ્યે જ ગમતો વીષય નાગરીકશાસ્ત્ર (સીવીક્સ) સાચા અર્થમાં સમાજશાસ્ત્ર છે. એમાં સમાજરચના, વ્યવસ્થાતંત્ર, શાસનતંત્ર, નાગરીકોના અધીકાર અને જવાબદારીઓ વગેરે ઘણી બાબતોની ઝીવટભરી છણાવટ કરેલી હોય છે. સમાજશાસ્ત્રની બીજી બાબતો સમજી શકાય એવાં કારણોસર ભણાવવામાં નથી આવતી.

માણસ સામાજીક પ્રાણી છે. સમુહમાં તે શાન્તી, સહકાર અને સલામતીથી રહી શકે એટલા માટે સદાચાર(સદ્ + આચાર)ના કેટલાક નીયમો હોવા જરુરી છે. (સદાચારની વ્યાખ્યામાં નૈતીકતા, પ્રામાણીકતા, કર્તવ્યનીષ્ઠા વગેરે ઘણું સમાયેલું છે.) રાજાશાહીમાં કોઈ સ્થીર કાયદા નહોતા એટલે સમાજના નીતીનીયમોનું ત્યારે વીશેષ મહત્ત્વ હતું.

દરેક સમાજ, ધર્મના નેજા હેઠળ પોતાના નીતીનીયમો જાતે બનાવતો હતો. જેને આપણે પ્રથા કે પરમ્પરા કહીએ છીએ. દરેક સમાજે એમના નીતીનીયમોમાં પોતાની સમજ મુજબ ‘દૈવી ન્યાયનો’ ભરપુર ઉપયોગ કર્યો હતો. દૈવી ન્યાય એટલે ઈશ્વરનો ન્યાય ઉપરાંત શાસ્ત્રોના અને ઈશ્વરના નામે સમાજના એક ચોક્કસ વર્ગને ન્યાય તોળવાનો અપાયેલો અધીકાર.

હવે લોકશાહીનો સમય છે. આપણે લોકશાહીથી ટેવાઈ ગયા છીએ; પણ એની ખાસીયતો વીશે ખાસ વીચાર કરતા નથી. લોકશાહીની એક ખાસીયત છે એની ન્યાયપદ્ધતી, જે સ્પષ્ટ કાયદા પ્રમાણે કામ કરે છે. સરકારે બનાવેલ નીયમો પ્રથા નહીં; પણ કાયદો કહેવાય છે.

દેશના કાયદા અને સામાજીક પ્રથાઓનો મુળ હેતુ એક જ છે. ‘નીયમનો ભંગ કરનારને યોગ્ય સજા થવી જોઈએ, એનો ભોગ બનનારને વળતર મળવું જોઈએ અને નબળાનું રક્ષણ થવું જોઈએ.’ છતાં આ બન્ને વચ્ચે કેટલાક મહત્ત્વના તફાવત છે. અમુક અપવાદ બાદ કરતાં, દેશના કાયદા બધા નાગરીકોને સમાન રીતે લાગુ પડે છે. સાર્વભૌમ દેશમાં કોઈપણ નાગરીક કાયદાથી ઉપર ન હોઈ શકે. દેશના કાયદા સાથે કોઈ સામાજીક નીયમ અસંગત થતો હોય તો એ સામાજીક નીયમ અમાન્ય/ ગેરકાયદે ઠરે છે. સૌથી અગત્યનો તફાવત છે ન્યાયપદ્ધતીનો.

સામાજીક ન્યાય ક્યારેક પંચ પરમેશ્વર જેવો હોય છે તો ક્યારેક તે ખાસ પંચાયત જેવો હોય છે. મોટેભાગે તે ‘જેની લાઠી; તેની ભેંસ’ જેવો હોય છે. ઘણીવાર ધર્મગ્રંથો આધારીત પણ ન્યાય કરવામાં આવે છે.

લોકશાહી દેશોની ન્યાયપદ્ધતી તર્ક, પુરાવા, સાબીતી, સાક્ષીઓ વગેરે આધારીત હોય છે. નવી માહીતી કે સબુત સામે આવે તો ન્યાયતંત્રનું ત્રાજવું ફરી શકે છે. એમાં કોઈ ધર્મગ્રંથ કે પરમ્પરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે દેશોમાં વધારે પ્રામાણીકતા છે એનો યશ ત્યાંના વધારે કડક કાયદા અને એમના ચુસ્ત અમલને આભારી છે. કાયદાપાલન પરથી લોકશાહી કેટલી વીકસીત છે એનો ખ્યાલ આવે છે.

જે દેશોમાં હજી પણ ધર્મગ્રન્થને આધારે ન્યાય તોળાય છે, નીર્દોષોને નાની અમથી વાત માટે મારી નાંખવામાં આવે છે એ દેશના નાગરીકોની હાલત જે જાણે છે તેઓને આપણી ભ્રષ્ટ થયેલી ન્યાયપદ્ધતી પણ સારી લાગશે. જ્યારે લોકશાહી પરીપક્વ થશે અને ન્યાયપ્રક્રીયામાંથી ભ્રષ્ટાચાર ઓછો થશે ત્યારે બધાને એની ગુણવત્તા સમજાશે.

દરેક દેશનું બંધારણ એ દેશના બધા કાયદાઓનું જન્મદાતા છે. દેશવીદેશના બંધારણ ઘડનારી બધી વ્યક્તીઓ કાબેલ અને બુદ્ધીશાળી હતી. આ બધા લોકોએ પોતપોતાના દેશના કાયદા ઘડતી વખતે ક્યાંયે ધર્મગ્રંથો કે દૈવી ન્યાયનો આશરો લીધો નથી. કાયદાનું અર્થધટન કરનાર ન્યાયાધીશ પણ દૈવી ન્યાયનો આશરો લેતા નથી.

શીસ્તબદ્ધ સમાજરચના માટે ઝડપી, નીષ્પક્ષ અને પારદર્શક ન્યાય પક્રીયા જરુરી છે. જો સમયસર અને વાજબી ન્યાય ન મળે તો ન્યાયતંત્ર પરથી લોકોનો વીશ્વાસ ઉઠી જાય છે. ન્યાયપ્રક્રીયામાં જો લાગવગ, રુશવત, ધાકધમકી જેવી રીતો અજમાવવામાં આવે તો યોગ્ય ન્યાય ન થાય. આ સત્ય બધાનું જાણીતું અને અનુભવેલું છે.

દૈવી ન્યાયની માન્યતા પુનર્જન્મ સાથે સંકળાયેલી હોવાથી તે વીલમ્બીત છે. એના ચુકાદા સમજી શકાય એવા સ્પષ્ટ નથી હોતા. આવા વીલમ્બીત, અસ્પષ્ટ, અનીશ્વીત, દૈવી ન્યાયને ભરોસે બેસી રહેવાથી દેશ ચલાવી ન શકાય. દૈવી ન્યાય વીશે બીજો પણ એક સવાલ છે. વ્યવહારમાં જેને  લાગવગ કે ખુશામત કહેવાય એવી, સ્વાર્થ માટે કરવામાં આવતી પ્રાર્થના, પુજા વગેરે દૈવી ન્યાયને એમના હીતમાં પ્રભાવીત કરતી હશે ? જો કરતી હોય તો દૈવી ન્યાયમાં બાધા નાંખવી યોગ્ય નહીં; પણ અનૈતીક ગણાય. અને જો પ્રભાવીત ન કરતી હોય તો સ્વાર્થપ્રેરીત પ્રાર્થના નીરર્થક બને છે.

જેમાં પોતાનો સ્વાર્થ ન હોય એવી ની:સ્વાર્થ, નીર્દોષ, માનવહીતની પ્રાર્થના કેટલા લોકો કરતા હશે ?

બંધારણ આપણું સૌથી અગયનું શાસ્ત્ર છે. એમાં ક્યાંયે દૈવી ન્યાયની વાત નથી. એટલું જ નહી, અન્ધશ્રદ્ધા ફેલાવવાને ગુનો ગણવામાં આવે છે. છતાં પ્રસાર માધ્યમો અને ધાર્મીક સમ્પ્રદાયો છુટથી અન્ધશ્રદ્ધા ફેલાવ્યે રાખે છે.

વીકસીત લોકશાહી દેશોમાં ધર્મ અને રાજકારણને અલગ રાખવામાં આવ્યા છે એનું કારણ સમજી શકાય એમ છે. ધર્મ જ્યારે રાજકારણમાં ભળે છે ત્યારે એના શાં પરીણામો આવે છે તે આપણે સર્વત્ર જોઈએ છીએ અને અનુભવીએ છીએ

લોકશાહી રાજ્યવ્યવસ્થા વીચારનારા મહાનુભાવોએ બધા માટે સ્વતંત્રતા અને સમાનતાનું સામાજીક સત્ય શોધ્યું છે. એ સત્યનો સ્વીકાર કરી એને અમલમાં  મુકનારાઓએ  પોતાના દેશનું બંધારણ ઘડ્યું છે. કાયદાના આ ઘડવૈયા શ્રદ્ધાળુ હતા કે નહોતા એ અગત્યનું નથી. તેઓ વીદ્વાન હતા, દીર્ધદૃષ્ટા હતા, દેશબાંધવ–પ્રેમી હતા અને સત્યને સ્વીકારનારા હતા.

આજે દરેક ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર દેખાય છે તે નૈતીકતા અને પ્રામાણીકતાના અભાવનું નગ્ન સ્વરુપ છે. આ નવું નથી અને બહારથી આવેલું નથી. આપણી જ ઘરેલું પેદાશ છે. આજે પ્રસાર માધ્યમોને લીધે બધું જલદી પ્રકાશમાં આવે છે. પહેલાં એ શક્ય નહોતું એટલે ઘણું ઢંકાઈ રહેતું.

મોટા ગજાની અપ્રામાણીકતા અને અનૈતીકતા પ્રમાણમાં ઓછા લોકો કરે છે. છતાંયે, લગભગ બધા માણસો થોડેઘણે અંશે બધું કરે છે. અછતમાં રોકડી કરી લેવી કે કોઈની મજબુરીનો લાભ લેવો વગેરે અનૈતીક ગણાય. બધે જ દેખાતી આવી અપ્રામાણીકતા અને અનૈતીકતાનું કારણ શું ?

નૈતીકતા અને પ્રામાણીકતાનું ક્ષેત્ર હમ્મેશાં ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર હસ્તક રહ્યું છે. બીજા કોઈપણ વીષયોને (શાસ્ત્રોને) માણસની નૈતીકતા/પ્રામાણીકતા સાથે જરાપણ નીસબત નથી. સમાજશાસ્ત્રના મુખ્યભાગ એવા સુવ્યવસ્થીત કાયદા તો થોડા દાયકાઓથી જ અસ્તીત્વમાં છે. જ્યારે ધર્મ તો હજારો વરસોથી લોકમાનસ પર રાજ કરે છે. જુદાં જુદાં નામે અને સ્વરુપે તે આખી દુનીયામાં પ્રસરેલો છે. આટલા લાંબા એકચક્રી શાસન પછી પણ ધર્મ માણસને માત્ર આંશીક રીતે જ પ્રામાણીક બનાવી શક્યો છે. એને જરુર કોઈ મર્યાદા નડે છે. આ સત્યને સ્વીકારવું રહ્યું. એની પાછળના કારણ શોધવા એ સત્યની શોધ હશે.

દૈવી ન્યાય જો વાસ્તવીકતા નહીં; પણ એક કલ્પના માત્ર હોય તો ? બંધારણના ઘડવૈયા અને લોકશાહી ન્યાયતંત્રે દૈવી ન્યાયને અપ્રસ્તુત ગણ્યું છે. તે ઉપરાન્ત સરેઆમ અનૈતીકતા કે અપ્રામાણીકતા આચરનાર ભ્રષ્ટાચારીઓ પણ ઉંડે ઉંડે એવું જ માને છે એટલે તો તેઓ ખોટું કરતાં અચકાતા નથી ! જો દૈવી ન્યાય અપ્રસ્તુત હોય અને એને સ્વીકારીએ નહીં તો ઘણા નવા પ્રશ્નો ઉભા થાય છે. આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા પૌરાણીક ગ્રન્થોમાં નહીં; પણ આજની વૈજ્ઞાનીક સમજ અને સાધનો કામે લગાડી એનો વીકલ્પ શોધવો જોઈશે. સહીયારો પ્રયત્ન કરીશું…? બીજી વાર…

મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 મેઈલ:mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર મંગલ મન્દીરમાસીકના ૨૦૧૧ના જુન માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમપેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેંઝીપફાઈલોપણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાંવીસ પીડીએફછે. મને મારીgovindmaru@yahoo.co.in  મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખી, તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે.નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારોમાણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ:એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:19–04–2012

73 Comments

  1. It is a very article to read. If the laws are strictly & honestly enforced and followed then, a true democracy can happen. The people who breaks the laws should be punished by laws. Nobody should be above laws.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. ધર્મશાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર એકનો સ્વાર્થ બીજાની સમજ,એકનું જ્ઞાન અન્યનું અજ્ઞાન,એકની જરુરિયાત અને બીજાનો લાભ વગેરે નિતિ નિયમો પર અવલંબિત છે,સવાલ એ છે કે કૉણ વહેલો અને પહેલો છે?

    Like

  3. વિલંબીત ન્યાય પ્રક્રીયા લગભગ અન્યાય બરાબર છે. દૈવી ન્યાયમાં યે તેવું જોવા મળે છે કે અનૈતિક આચરણ કરનાર અત્યારે લાભ ખાટતો હોય અને ભવિષ્યમાં તેને દંડ થશે કે નહીં તેની શું ખબર? દરેક દેશના કાયદા યોગ્ય રીતે કડક અને સાથે સાથે તાત્કાલીક ગુનેગારને સજા કરનારા અને ભોગ બનનારને લાભ આપનારા હોવા જોઈએ. જે દેશમાં કાયદો અને વ્યવસ્થા સારા, ઝડપી અને ભ્રષ્ટાચારથી મુક્ત છે તે દેશના નાગરીકો વધારે રાહત અનુભવે છે.

    Like

  4. સત્યની સોધ અને સ્વીકારમાં લેખક શ્રી મુરજીભાઈ ગડાએ ઉપર સપસ્ટ લખી નાખ્યું છે કે માહીતી અધીકાર, ફરીયાદ નીવારણ કાયદો કે લોકપાલ જેવા કાયદાઓ આવતાં ધર્મ ગુરુઓનો અને ધર્મના નામે ચાલતા ધતીંગ, તુત અને તુત ફતુરનો ખો નીકળી જસે.

    લોકસાહીનો જેમ વીકાસ થસે તેમ લોકોના રાજ્યનો અમલ થસે.

    હીન્દુઓના લગન અને વીચ્છેદ, વારસા વગેરે કાયદા બનાવતી વખતે ઘણાંના પેટમાં ચુંક ઉભી થયેલ. છેવટે મહીલાઓને ફાયદો થયો. પોપાબાઈના રાજની જેમ ચાલતું હતું તે કાયદાથી લોકસાહીની જેમ ચાલવા લાગ્યું.

    હવે બધા ધર્મ માટે લગ્ન નોંધણી કે રજીસ્ટર ફરજીયાત છે અને બાળ લગન પ્રથા ઓછી થઈ ગઈ છે. અક્ષય તૃતીયા કે આખા ત્રીજના દીવસે રાજસ્થાનમાં ગોળીયામાં લગન થતા હતા એ બંધ થઈ ગયા સમજવા.

    આ બધો કાયદા કે લોકસાહીના કાયદાનો પ્રતાપ સમજવો.

    Like

  5. બીજી રીતે કહીએ તો ધર્મમાંથી આત્મા, પરમાત્મા, પરલોક જેવી રહસ્યમય વાતો કાઢી લેવામાં આવે તો ધર્મ અને સમાજશાસ્ત્ર વચ્ચે ખાસ ફરક રહેતો નથી. આ નાનકડી પણ સાચી વાત સ્વીકારવી ધર્મચુસ્તો માટે અઘરી હશે………………………………………….
    MANYTA Etc….when DEVOID of MANAVATA or SEVA to HUMANITY, are VALUELESS.
    GOD resides in those who do the SEVA to others. !…..whether that Person is a RATIONALIST or a NON RATIONALIST.
    DR> CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for the visit/comment on Chandrapukar !

    Like

    1. આત્મા, પરમાત્મા, પરલોક વગેરેથી ખ્રીસ્તી અને ઈસ્લામના અનુયાઈઓ જલ્દી અલગ થઈ સુખી થઈ જસે પણ હીન્દુઓ સુખી થવામાં સૌથી છેલ્લે હસે. મીયાભાઈની ટંગળી ઉંચી રાખવામાં હીન્દુઓ મોખરે હસે.

      સતી રીવાજ અને વીધવાઓને ફરીથી લગન બાબતમાં હીન્દુ સૌથી છેલ્લે એટલે કે હજી માનસ જુનવાણી છે.

      પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે એ સ્વીકારવામાં સૌથી છેલ્લે હીન્દુઓ હતા.

      સીતળા આખી દુનીયામાં નાબુદ થઈ પછી ભારતમાંથી વીદાય થઈ.

      મુંબઈ સહેરમાં યાદગીરી માટે આજે પણ રાણી સતી માર્ગ છે અને સીતળા દેવીનું મોટું મંદીર કે સીતળા દેવી વીસ્તાર છે.

      દમ્ભ અને ડોળ કરવાથી ગરીબાઈ અને ભૃસ્ટાચારને ટેકો મળે છે.

      Like

      1. sarkar muslimo ne haj subsidy aape chhe to tamne aama koi dharm ni khami jannay chhe? aasha rakhu javab ni

        Like

      2. હજની સબસીડી, કુમ્ભ મેળાનું આયોજન, માંઢર દેવી કે અમુક તમુક દેવીના મંદીરમાં ધક્કા મુક્કી કરી ઘણાં માણસો મરી જાય પછી મારા તમારા પૈસે એમના વારસદારોને જે રકમ મળે છે એ બધું બંધ થાસે. પણ હીન્દુ સામેથી નહીં કહે કે અમે પહેલ કરીએ છીએ કે સહાય નથી જોઈતી. ઈસ્લામના સાસકો તો હડધુત કરતા હતા અને એટલે જ આ ડમ્ભ ડોળ કરનારાઓ સૌથી છેલ્લે સુધરશે…..

        Like

      3. વોરા સાહેબ હજ સબસીડી નો જવાબ ગોળ ગોળ આપ્યો છે .
        અફજલ ગુરુ અને આતંકવાદી કસાબ વિષે તો બોલી નઈ શકાય
        કેમ કે તો પછી તમે સાંપ્રદાયિક થઇ જશો.
        વોરા સાહેબ હિંદુ ધર્મ અને શાત્ર સૌ થી સારો છે એટલે
        તો કોઈ હિંદુઓ માં આતંકવાદી નથી. ધર્મ ની સમજણ લોકો સુધી
        વ્યવસ્થીત પહોચી નથી તેના કરતા વધારે આ દેશ ના રાજકારો
        અને અમુક સાધુઓ એ અને રેશનાલીસ્તો એ હિંદુ ધર્મ નો ઉપયોગ
        કર્યો અને બીજાઓ એ ધર્મ ને વખોડ્યો છે. પાકિસ્તાન માં હિંદુઓ ની સ્થિતિ અત્યંત
        ખરાબ છે. અમેરિકા આ બાબતે તેને ચેતવણી આપી શકે પણ ભારત કઈ જ નહિ કહી શકે
        હજ યાત્રાળુઓ ને વિમાન સુધી વળાવવા જઈ શકાય છે. એકજ ધર્મ ને આટલી સહાય કેમ?
        હિંદુ ધર્મ ના લીધેજ પ્રજા શાંત અને માનવવાદી છે.બીજા ના ધર્મ બાબતે માથું નથી મારતા.

        Like

  6. કાયદાનું પાલન એ જ ધર્મ ગણાય. અહંભાવનો નાશ ન થઈ શકે, પણ અહંભાવને વિસ્તારીએ તો એમાં આપણા ઉપરાંતના બીજાનો પણ સમાવેશ થાય. સમાજશાસ્ત્ર આ ‘બીજા’નો સમાવેશ કરવાનું શીખવે છે. એના સિવાય ધર્મ પણ અધૂરો રહે.
    તમે લખો છો કે ” આટલા લાંબા એકચક્રી શાસન પછી પણ ધર્મ માણસને માત્ર આંશીક રીતે જ પ્રામાણીક બનાવી શક્યો છે. એને જરુર કોઈ મર્યાદા નડે છે. આ સત્યને સ્વીકારવું રહ્યું. એની પાછળના કારણ શોધવા એ સત્યની શોધ હશે.” સત્ય એ છે કે ધર્મ જ્યારે સામાજિક ન રહે અને વ્યક્તિગત બની જાય ત્યારે એનું શાસન માત્ર નામ પૂરતું જ રહે છે. હકીકતમાં એ અર્થઘટનનો અધિકાર અને કુશળતા ધરાવતા વર્ગના હાથનુ’ હથિયાર બની જાય છે.
    આમ તો, બધાં ધર્મશાસ્ત્રો મૂળ તો સમાજશાસ્ત્ર જ છે, એક સમય એવો હતો કે બધા ધર્મની ભાષામાં જ વ્યક્ત થતું હતું. આથી એમાં અમૂર્ત વિચારો પણ ભળ્યા. આ અમૂર્ત વિચારોને નીતિ સાથે કશો સંબંધ નથી હોતો. એટલે નીતિમય જીવન સૌથી જરૂરી છે, કોનો ઈશ્વર કયા પ્રકારનો છે એ મહત્વનું નથી.
    એ પણ સત્ય છે કે ડચકાં ખાતાં, લથડિયાં ખાતાં આપણા દેશમાં લોકશાહીએ પોતાનું સ્થાન તો મજબૂત બનાવી લીધું છે પણ હજી એને સમજણથી સીંચવાની જરૂર છે.. ગાંધીજીએ એક ‘તાવીજ’ આપ્યું છે તે ખરેખર તો ‘દૈવી ન્યાય’ જેવી ધારણાનો જ નકાર છે. સમાજમાં કેમ રહેવું ન્યાયપૂર્ણ ગણાય તે એમાંથી સમજાય છે.કદાચ એનાથી શરૂઆત કરી શકાય.

    Like

    1. કાયદાનું પાલન એ જ ધર્મ ગણાય.
      ——————
      કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસો, ન્યાય આપતાં ન્યાયાધીશો અને અર્થઘટન કરતાં વકીલો કાયદાના છડે ચોક ધજાગરા ઉડાડે છે. નેતાઓ જાણે કાયદાથી પર હોય તેમ મનસ્વી વર્તન કરે છે. CBI ને સરકારો પોતાના ખીસ્સામાં લઈને ફરે છે.

      કોક દી લશ્કરનો મીજાજ જશે ને તો આ બધાને જાહેરમાં ગોળીએ દેશે. શરદ પવાર એક લાફો ખાઈ ચૂક્યાં તે તો પ્રજાના ગુસ્સાનું પ્રતિક માત્ર છે. ઈંદિરા ગાંધીની હત્યાં શું સુચવે છે? મહાત્મા ગાંધી ગમ્મે તેટલા મહાન હતા તો યે હિંદુ રાષ્ટ્રમાં મુસ્લીમોની હદ બાર આળ પંપાળ કરવાને લીધે જ ગોળીએ વિંધાણા ને?

      પ્રજાની સહનશીલતાની યે એક હદ હોય છે.

      ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો સ્મશાનની ભસ્મ કણીએ નહીં લાધે.

      Like

      1. તો આપણે એમ માની લેવું કે ગાંધીજીની હત્યા જનતાની ઇચ્છથી થઈ? તો એમની હત્યા જરૂર વાજબી જ હોવાનું મનવું પડશે! તમે શું કહો છો?
        અહીં તમે ગાંધીજી દ્વારા મુસલમાનોની આળપંપાળની વાત કરો છો એ દલીલ તો ગોડસેએ પોતાના બચાવમાં કરી જ છે. ગોડસે સાચો જ હોવો જોઈએ. તમે શું કહો છો?

        Like

    2. દીપકભાઈ, ગોડસે સાચો જ હતો એતો સમય આવશે ત્યારે સર્વે લોકો કહેશે.
      ગાંધીજી એ કદી મુસ્લિમો દ્વારા ચલાવતા કતલ ખાના માટે એક પણ દિવસ ઉપવાસ કર્યો નથી
      તેમને મન અહિંસા ફક્ત હિંદુઓ માટે જ છે અને તેનાથી માયકાંગલા બનાવી દીધા જેનો
      પસ્તાવો લાગતા હજી સમય લાગશે. ઈતિહાસ કહે છે કે ગાંધીજી ની જીદ તો ભારત ના ૩ ભાગ કરવાની હતી પણ હૈદરબાદ
      થી નિઝામ પહોચે એ પહેલા જ ગોડસે પહોચી ગયા. ભલે ગાંધીજી ના અમુક વિચારો સારા હશે પણ શું આજ ના નેતાઓ તેને અનુસરે છે ? અને હા આઝાદી ની લડત માટે તો ગાંધીજી પહેલા લાખો લોકો એ શહીદી વહોરી છે અને દેશપ્રેમ તે શહીદો માં ધબકતો હતો . આઝાદી માટે સાચા જશ ના તે લાયક હતા પણ
      પછી ગાંધીજી પાછળ થી જોડાઈ ગયા. ગાંધીજી ના લીધે જ હજુ મુસ્લિમ તૃસ્તીકરણ થઇ રહ્યું છે
      પણ હિંદુઓ અહિંસક હોવાથી કાઈ જ કરી નહી શકે.

      Like

  7. લોકશાહી આજે ટોળાશાહી માં પરિવર્તિત થઇ ગઈ છે. બંધારણ ના ધજાગરા ઉડી ગયા છે.
    ભારત નું બંધારણ ની ત્રુટીઓ અસંખ્ય છે જેને સુધારવી પડે તેમ છે. આપની લોકશાહી નથી પણ નેતાઓ ચૂંટાયા પછી
    રાજા થઇ જાય છે જેના માટે ભારત નું બંધારણ જવાબદાર નથી?
    નાના પક્ષો પોતાના જ ક્ષેત્ર નું ભલું થાય તેના માટેજ સરકાર ને આગળ કે પાછળ કે અંદર રહી ને ટેકો આપે છે .
    આમાં ભારત ની સુરક્ષા સામે મોટો ખતરો ડોકાયો છે. ભ્રષ્ટાચાર માટે પણ આપના કાયદા કેવા વામણા છે
    તે નેતાઓ સારી રીતે સમજે છે.
    એક ગરીબ બ્રાહમન જેને નથી જમીન કે નથી આવક છતાં બંધારણ ના નિયમો મુજબ અનામત ના લીધે
    તેને સરકારી લાભ થી વંચિત રાખવામાં આવે છે. પછી બંધારણ માં સમાનતા ની વાતો કરવા માં આવે છે
    ભારત ની લોકશાહી અને બંધારણ ના લીધે ધાર્મિક અને સામાજિક એમ બેય વર્ગો માં વેરઝેર ના બીજ રોપ્યા છે
    તે જમીન નું સત્ય સ્વીકારવું પડશે. કાયદા બન્નાવનારા જયારે કાયદા તોડે છે ત્યારે તેનો કોઈ જ ઈલાજ નથી.
    ભારત ૩૦૦ વર્ષ થી ગુલામી માં હતો અને આજે નેતાઓ ની ગુલામીમાં છે અને વર્ષો બાદ મોગલો ની ગુલામી માં આવી જશે.

    Like

  8. જ્યારે લોકશાહીના નામે લોકશાહીનો કહેવાતો રક્ષક જ ભક્ષક બની જાય અને લોકશાહીના નામે આ રક્ષક જ આડંબર, અન્યાય, અત્યાચાર, અસમાનતા અને અગ્નાનની ખાઇ ઊંડી અને ઊંડી ખોદતો જાય, તો મિત્રો આ લોકશાહીના મૂલ્યો ક્યાંથી મજબૂત થઈ શકે? મિત્રો તમારા સૌમાંથી મને એક એવો વીરલો બતાવો જેણે ભારતમાં પોતાની જીંદગીમાં કદી લાંચ ન આપી હોય? મિત્રો, કઈ લોકશાહી મજબૂત થવાની શક્યતાના સપના જુવો છો તમે? એ જ લોકશાહી જે લોકપાલ બિલ ૪૦વર્ષથી દબાવીને બેઠી રહી? એ જ લોકશાહી જે સમાનતાની વાત તો શૂરાની જેમ કરે પણ પ્રધાનમંત્રી અને લોકસભાના સભ્યોને કાયદાથી પર રાખીને! મુસ્લિમોને બહુ-પત્ની રાખવાનાં અને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાના વિશેષ અધિકાર આપીને! એક રાજકિય પેંતરા રૂપે સમાજના દરેક વર્ગને વિભાજીત કરીને! લાંચ રુશવતને જન્મ સિધ્ધ અધિકાર માનીને! પ્રજાને ગોડમેનો દ્વારા ગુમરાહ કરીને કે પછી બ્લેકમનીની પૂજા કરાવીને! કે પછી પોતે અમેરિકામાં લોકોનાં જ પૈસે ટ્રિટમેન્ટ કરાવીને પણ ગુલામ પ્રજાને ૫૦-૬૦% માર્કસ પર ડોક્ટર થનારના હાથમાં છોડીને! અનામતના નામે અમાનતો અને વોટ-બેકોં ઉભી કરીને કે પછી પછાત વર્ગ તેમના જ ક્રીમિ લેયરથી આગળ ન આવી જાય તે બીકે કાબેલિયત વધારવાની બીજી સામગ્રીથી વંચિત રાખીને!
    એક બાજુ રેશનાલિસ્ટ વિચારધારાની વાત કરીયે અને ભારતની રાજકીય વાસ્તવિકતાને અવગણિ લોકશાહીની મોટી મોટી વાતો ઘંટી ચાટી ચાણા ખાવા જેવી વાત કહેવાય! શાસ્ત્રોમાં વર્ણવેલાં રાક્ષસો જોવા બીજે જવાની જરૂર નથી! ભારતનાં રાજકારણિયો એનાંથી પણ ઘણા ડગલાં આગળ છે! લેખક્ને આ પરિસ્તિથીએ જ દહીં અને દુધ બન્નેમાં પગ રાખવા મજબૂર કર્યા છે! મુરજી ગડા સાહેબને પ્રામાણિક પ્રયત્ન માટે ધન્યવાદ!

    Like

    1. અશ્વિનભાઈ અને જગદીશભાઈ,
      લોકશાહી માટે કદાચ ચર્ચિલે બહુ સુંદર શબ્દોમાં વાત કહી છેઃ લોકશાહી બહુ ખરાબ, રેઢિયાળ પ્રકારની શાસનપદ્ધતિ છે, પરંતુ એના કરતાં વધારે સારી શાસન પદ્ધતિ આપણે શોધી નથી શક્યા!
      જે ખરાબ તત્વો તરફ તમે ધ્યાન દોર્યું છે તેની સાથે કોઈ જ અસંમત નહીં થાય,પરંતુ, ભ્રષ્ટ નેતાને ગાદી પરથી ઉતારી મૂકવાનો અધિકાર પણ એક માત્ર લોકશાહી જ આપે છે! જનતા નાપસંદ કરતી હોય એવો નેતા ફરીથી ચુંટાઈ આવતો હોય તો એનો વાંક લોકશાહીમાં કેમ શોધી શકાશે? લોકશાહી પાડો છે અને આપણે પખાલી. પખાલીને વાંકે પાડાને ડામ કેમ દેવાય?

      Like

  9. ધર્મ ગુરુઓનો અને ધર્મના નામે ચાલતા ધતીંગ અને તુત, ધર્મશાસ્ત્ર અને સમાજ શાસ્ત્રની સમજ રેશનાલિસ્ટ વિચારધારાની વાત પ્રામાણિક પ્રયત્ન માટે ધન્યવાદ!

    Like

  10. Sure, our democracy has lot of weaknesses and a whole lot more needs to be done.

    Corruption, nepotism, lack of civic responsibility, poor government services, poor educational institutions in general and much more needs to be improved.

    Now compare that with other nations, which got their independence after WWII like we did. While doing that, keep in mind the size of all those countries and the diversity of everything we have here, and you get the answer. I don’t need to explain any more.

    Corruption sure is bad but not as bad as people disappearing in the middle of night never to be found again. (i.e. some Latin American countries, countries with dictatorships and communist countries.)

    Look what has been happening in Arab countries for past 15-16 months. People there are willing to die for any kind of democracy compared to what they have now.

    And what about the developed countries with long running democracies and lot better living standard? People there also complain about all sorts of things. People just like to complain no matter how well off they are.

    The focus of my article is primarily to stress that the religion was and is part of Social Science. As we have better defined social rules and regulations (read Laws), the role of religious “Laws” need to be toned down and slowly brought down to a personal lever from the social level.

    Discussion on democracy, constitution and all that is a separate subject and a material for new article. Better not do it here.

    Like

  11. બીજી મહત્વની વાત છે વ્યક્તિઓ અને સમાજની પ્રાથમિક સુરક્ષા. વિકસીત દેશોમાં એક ફોન થશે તો પાંચ થી પંદરમી મિનીટે પોલીસ હાજર થશે જ્યારે આપણે ત્યાં ગુનો થયા બાદ પોલીસ FIR લેવાયે તૈયાર નથી થતી. ગુન્હો થયાં પછી ન્યાય મળતો નથી અને ગુન્હો અટકાવવા માટેની કોઈ વ્યવસ્થિત સુરક્ષા પદ્ધતી નથી. પરીણામે લોકો સમુહમાં અને જૂથબંધી કરીને રહેવા લાગ્યાં.

    મુસ્લિમ વિસ્તારમાંથી એકલ દોકલ હિંદુ ચાલ્યો જશે અને હિંદુ વિસ્તારમાં કોઈ મુસલમાનને ઘર નહીં લેવા દે અને કોઈ લેવાયે તૈયાર નહીં થાય. આ બધાંના મુળમાં સુરક્ષાનો અભાવ રહેલો છે.

    ધર્મ પરીવર્તન રાજકારણનો એક ભાગ બની ગયું છે. દક્ષિણના રાજ્યોમાં ક્રીશ્ચ્યન મીશનરીઓ લોકોને વટલાવી વટલાવીને ધીરે ધીરે રાજકારણમાં પગ પેસારો કરી રહી છે.

    હિંદુ ધર્મે ક્યારેય કોઈની સુન્નત કરી નથી કે કોઈના નામ બદલ્યાં નથી કે ધર્મ બદલવાયે ફરજ પાડી નથી. હિંદુઓ પાસે માત્ર સિદ્ધાંતો છે. યોગના, ભક્તિના અને જ્ઞાનના આ ઉપરાંત તેણે સમાજ પ્રત્યે ઉત્તમ કર્તવ્ય બજાવતા રહીને ય સ્વકલ્યાણ અને સમાજ કલ્યાણ કેમ કરી શકાય તેવી ઉમદા કર્મયોગની પદ્ધતિ આપી છે. હિંદુ ધર્મ તે વાસ્તવમાં ધર્મ છે જ નહીં પણ દરેક વ્યક્તિને પોતાની પ્રકૃતિ અનુસાર સહજ રીતે ઈંદ્રિયો અને અંત:કરણ પર કાબુ મેળવીને વધુ ઉચ્ચ અવસ્થા સુધી લઈ જતી પ્રક્રીયાઓ છે.

    લોક પરલોક ધર્મશાસ્ત્રનો વિષય છે. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે માટે લોક પરલોક નથી પણ લોક પરલોક હોય છે અને આત્મા પરમાત્મા હોય છે માટે તેનો સમાવેશ ધર્મશાસ્ત્રમાં થાય છે. સમાજ શાસ્ત્ર આ બાબતોને દૂર રાખી શકે. આમેય સમાજમાં સર્વ સંમતીથી સ્વીકારી શકાય તેવા જ નીયમો માન્ય હોય.

    ધર્મ પ્રમાણે કોઈ દેશમાં કાયદા કે ફાયદા જુદા રાખી ન શકાય સર્વને માટે રાજાથી લઈને રંક સુધી સમાન કાયદા હોવા જોઈએ.

    નાગરીકોની લાયકાત માટે નાગરીક શાસ્ત્ર ભણવું ફરજીયાત હોવું જોઈએ. તેની લેખીક તેમજ પ્રેક્ટીકલ પરીક્ષાઓ હોવી જોઈએ. મતનું વેઈટેજ હોવું જોઈએ. જેને વધારે નાગરીક ધર્મ નીભાવવાના એવોર્ડ મળ્યાં હોય તેના મતનું વધારે વેઈટેજ હોવું જોઈએ. દરેક નાગરીકે ઓછામાં ઓછા જરુરી કાયદાઓનું જ્ઞાન મેળવવાનું ફરજીયાત હોવું જોઈએ.

    Like

  12. શ્રી મુરજી ગડા,
    સાહેબ, તમે સ્વપ્નની દુનિયામાં ભારતની બહાર રહેતા લાગો છો! લેટિન અમેરિકામાં જે રાતનાં અંધારામાં બને છે તે તો ભારતમાં ભારદિવસે બને છે! મુંબાઈ નગરી (બિઝનેસ કેપિટ્લ) કે દીલ્હી નગરી (રાજધાની) કે કલકત્તા નગરીમાં ધોડાદિવસે ટ્રેન-સ્ટેશન પર (સમાજ શાસ્ત્ર અને સજ્જનની ભારતીય વ્યાખ્યા પ્રમાણે) એક એક સ્ત્રી પર દશ દશ સજ્જનો દ્વારા સમુહિક બળત્કાર થાઈ અને સરકારની ચાબૂકથી મૂંગુ થાયેલ ભારતીય નાગરીક ટોડુ જોયા કરે. વર્ધિધારી પોલિસ કોંસો દૂર હોય પણ વર્ધિ વગરનો પોલિસ બળાત્કારીઓના ટોડામાં પોતાના વારાની રાહ જોતો હોય! ખાદીધારી નેતા પણ કયાંય નજીક ન જોવા મળે કેમ કે તે ઓફિસમાં ક્યાં તો લાંચ લેવામા વ્યાસ્ત હોય કે પછી પોતાના ગેસ્ટ હાઉસમાં ભુલનદેવી સાથે રંગરલીયામાં કે પછી ભુલનદેવીને પ્રભુ પ્યારી કરવાના કવત્રામા વ્યસ્ત હોય કે પછી પોતાનો દિકરો ટ્રેન-સ્ટેશન પરનાં પેલા સામુહિક બળાત્કારમાંથી પોતાનો હિસ્સો લઈ પાછો આવવાની રાહ જોતો હોય!
    મુડા સાહેબ, લોકશાહીને બહુ મોટી ઇજ્જત બક્ષતા આ બંધારણ થકી જ તો બળાત્કારને પરદાફાશ કરતી મહિલા પોલિસની તરત બદલી થઈ જાય, રાજાભય્યાને જેલમાં રાખનાર જેલર રાજાભય્યાના હાથમાં ફરી હોદ્દો આવતા જ નોકરીથી અને કદાચ જીંદગીથી પણ હાથ ધોઈ બેસે! બંધારણ હેથળ જ તો સરકારની વિરુધ્ધ બોલનારની પાછળ (બંધારણ દ્વારા સંપૂર્ણ રીતે સ્વતંત્ર નિયુક્ત થયેલ) સી.બી.આઈ પડી જાય! વાહ-ભાઈ-વાહ આતો ક્દાચ બંધારણમાં જ નક્કી થયેલ રેશનાલિસ્ટ વાત થઈ કહેવાય. તો ભાઈઓ, મારી રેશનાલિસ્ટ સમજ અને વ્યાખ્યા બહુ જુનવાણી હોવાથી અને આધુનિક ભારતની આધુનિક રેશનાલિસ્ટ પરિભાષાની મારી ગેરસમજ બદલ હું ક્ષમા યાચના કરુ છુ! કોણ બળવાન? બંધારણની નબડાઈઓ કે એ નબળાઈઓનાં માધ્યમથી નબળી કરી દીધેલ પ્રજા? નબળી પ્રજા જ તો ભારતીય લોકશાહીની વ્યાખ્યા અને ઉદેશ ન કહેવાય? ભાઇઓ જાગો જરા, ધર્મ અને જાતિની ઉપર જઈ સાચા રેશનાલિસ્ટ બની, સાચા ભારતીય બની ભારતમાં રાક્ષસી રુપ લેતા શત્રુને ઓળખો અને ભારતની સ્વતંત્રતાની માવજત કરો!

    Like

    1. અશ્વિનભાઈ, તમારા વિચારો ખુબ જ ગળે ઉતરે તેવા છે. આજની વિષમ પરિસ્થિતિ ની

      આવી વાત તમે સારી રીતે સમજાવી શકો છો. ભારત દેશ માં આવી વિચાર ક્રાંતિ ની જરૂર છે.

      નહિ કે ધર્મ ના નામે બખાળા કરનારાઓની. રેશનાલીસ્તો ફક્ત ધર્મ અને શાત્રો ની પાછળ

      પડી ગયા છે. પણ તેમને નેતાઓ ના પોલ અને પાખંડી લીલાઓ વિષે બોલવા માંગતા નથી.

      હવે ભારત ને બચાવવા ૨૦ નવા સ્વામી વિવેકાનંદો ની જરૂર છે.

      Like

      1. . રેશનાલીસ્તો ફક્ત ધર્મ અને શાત્રો ની પાછળ પડી ગયા છે. પણ તેમને નેતાઓ ના પોલ અને પાખંડી લીલાઓ વિષે બોલવા માંગતા નથી.

        We leave that for you to do. Are you doing anything in that area?

        Like

      2. શ્રી shabdsoor જી,
        તમારી વાત સાચી છે. ધર્મિક પ્રદુષ્ણ કરતા પણ રાજકીય પ્રદુષણ ભારત માટે વધુ જીવલેણ છે ને તે જ્યારે સમજાશે ત્યારે આપણા મતભેદો ઘટી જશે.
        મનની વ્યથા કોઈ કોઈવાર વાચામાં પ્રવર્તીત થાય તો લખી નાખુ છું. બધાનાં વિચારો વાચું અને જાણું ત્યારે દુભાતુ દિલ બધાંની સામે રડી પણ નાંખે છે!

        Like

    2. So, which political system do you prefer? Communism, dictatorship, Military rule or, some 600 fragmented states fighting with each other in lieu of our present fragile, limping democracy? Do not forget, we are living in this present time. So, Let us not talk about so called glorious past or utopian future.
      If you choose the alternate system, then name a country you would like to be in from that group, if you find India so unbearable.

      You were very harsh with Subodh shah when he criticised lot of things about India. Now you are doing the same thing yourself. Isn’t it odd?

      Like

    3. So, which political system do you prefer? Communism, dictatorship, Military rule or, some 600 fragmented states fighting with each other in lieu of our present fragile, limping democracy? Do not forget, we are living in this present time. So, Let us not talk about so called glorious past or utopian future.
      If you choose the alternate system, then name a country you would like to be in from that group, if you find India so unbearable.

      You were very harsh with Subodh shah when he criticised lot of things about India. Now you are doing the same thing yourself. Isn’t it odd?

      Like

      1. ગળા, સાહેબ ભારત ના કાયદા ના ધજાગરા ઉડે છે. વાત ખોટી છે ?
        એક દારુડીઓ દારૂ પીવા ના ગુના માં ૧૦ વર્ષ જેલ માં રહે અને
        આજના નેતાઓ કડીમોઝી કે કલમાડી કે અ.રાજા કે બીજા ઘણાયે
        કરોડો રૂપિયા બનાવી ને ૨ થી ૩ મહિના જેલ માં આરામથી રહી બહાર આવી જાય
        પછી પ્રજા ખુશ કે નેતાઓ ને સજા થઇ ગઈ હવે. આ સીસ્ટમ ક્યારની ચાલે છે
        ન્યાયતંત્ર પણ બહેરું છે બંધારણ ની સાથે. જેલ માં ગયેલા નેતાઓ પાસે થી
        કેટલા રૂપિયા પાછા આવ્યા તેનો હિસાબ તમે માંગજો.એટલે તમને કાયદા નું ભાન પણ થઇ જશે
        દેશ નો ભારતીય જયારે બીજા દેશ માં જાય છે ત્યારે ત્યાં વિમાન મથકેથી જ કાયદા પાડતો થઇ જાય છે
        અને અહી પાછો આવે એટલે કાયદા તોડતો થઇ જાય છે.
        સાહેબ આ બધું કઈ સિસ્ટમ થી થાય છે. જરા ખુલાસો કરજો.
        તમે લખી લખી ને આંકડા થાકો તેટલો ભ્રષ્ટાચાર થયો છે. કેટલા પૈસા પાછા આવ્યા ?
        આ દેશ ના કમજોર કાયદાનો લાભ થોડા નેતાઓ એ ઉઠાવ્યો છે. અને સારા શાત્ર નો લાભ દંભી સાધુઓ એ. પાકિસ્તાન માં આઝાદી સમયે હિંદુઓ ની વસ્તી ૨૦% જેટલી હતી જે અત્યારે ૫% બચી છે અને ભારત માં મુસ્લિમો ની સંખ્યા ઝડપથી વધી રહી છે
        આના માટે કોણ જવાબદાર? હિંદુઓ ના દેશ માં મુસ્લિમ રાષ્ટ્રપતિ થઇ શકે છે કેમ કે હિંદુ સહીસ્નું છે.
        તમે વિચારો પાકિસ્તાન માં કે બીજા મુસ્લિમ દેશ માં હિંદુ થઇ શકે? .

        Like

      2. શ્રી મુરજી ગડા સાહેબ,
        રેશનાલિસ્ટ એટલે વ્યહારિક તર્કની તરફેણ! એટલે કે મોટાભાગના લોકોના ફાયદાજનક ઉકેલની તરફેણ! તમે અને સુબોધભાઈએ લેખક તરીકે કંઈક લખવાનુ પસંદ કર્યુ તેથી જ તે લખાણ પરની ચર્ચા કે ટીકા થઈ કારણ કે તેમા તમારા અંગત વિચારો લખાણમાં આવ્યા તો તે લેખક માટે નવાઈ ન હોવી જોઈયે. છતાં તમને કે સુબોધભાઈને હાર્ષ લાગ્યા હોઈ તો માફી માંગવામાં કોઈ સંકોચ નથી. બધી ચર્ચાનું મહત્વ ભારતને અનુલક્ષીને હોય છે તેમા કોઈને ઉચો કે નીચો બતાવવાનો નથી હોતો. સમયની સાથે લેખકોની ક્વાલીટી અને ઉદેશ પણ બદલાઈ ગયા છે તેથી જ બધા લખાણ પછી કોમેન્ટ્સની અલગ કોલમ હોય છે. મારી કોમેન્ટ્સે પણ જો કોઈ નીચભાવ ઉભો કર્યો હોય તો દરગુજર કરવા મહેરબાની કરશો.

        Like

  13. લોકશાહી એટલે ટોળાશાહી
    મોટું ટોળું – બહુમતી – વર્ચસ્વ.
    ટોળુનાનું ટોળું – લઘુમતી – વલખાં
    મોટું ટોળું – મારો જ કક્કો ખરો. મારા હાથમાં લાઠી માટે ભેંસ પણ મારીજ.
    નાનું ટોળું – અરણ્ય રૂદન. એં..એં…એં…એં….ભલે ભેંસ તારી.. દૂધ મારું અનામત.
    મોટું ટોળું – અહમ સત્ય.
    નાનું ટોળું – બધું જ અસ્ત્ય
    મોટું ટોળું – ઠંડા કલેજાનું આધિપત્ય
    નાનું ટોળું – હિંસક હવાતિયાં
    મોટું ટોળું – ધાર્મિક શ્ર્ધ્ધા અંધશ્રધ્ધા નો ગાડરિયો પ્રવાહ
    નાનું ટોળું – વિવેક પંથી. એક નવો ધર્મ?…એક નવો સંપ્રદાય?

    Like

  14. મિત્રો,
    નીચેના ડોક્યુમેન્ટમાં સદીયો પહેલા ભારતની સંસ્ક્રુતિનો નાશ કરવા કેવાં પેત્રાં રચાયાના પૂરાવા છે! Google search પરથી આ ડોક્યુમેન્ટ મેળવી શકાય! આ પેંત્રા મુજબ જ ભારતની સંસ્ક્રુતિ પર આજે ભારતની અંદરથી જ હુમલા વ્યવસ્થિત રીતે થઈ રહ્યા છે.આ બ્લોગ્નાં ભારતની સંસ્ક્રુતિ વિરોધી વાતો કરનારાઓ માટે અચંબા જનક મહિતિ રુપે ૩૦૦ વર્ષ પહેલા પણ ભારતમાં જાહોજલાલી હતી એવું આ ડોક્યુમેન્ટ્માં કહેવામાં આવ્યુ છે

    Lord Macaulay’s Address to the British Parliament 2 February, 1835

    “I do not think we would ever conquer this country unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage…”
    ——————————————————————————–
    “I have travelled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such caliber that I do not think we would ever conquer this country unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and therefore I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self esteem, their native culture, and they will become what we want them, a truly dominated nation.”

    Like

  15. See how Lord Macaulay’s crook strategies was put in to work again in 1974 (almost 140 yrs later)
    ——————————————————————————–——————————————————
    Henry Kissinger,the time of the turkish invasion in Cyprus, while addressing a group of Washington, D.C. businessmen in Sept.1974:

    “The Greek people are anarchic and difficult to tame. For this reason we must strike deep into their cultural roots: Perhaps then we can
    force them to conform. I mean, of course, to strike at their language, their religion, their cultural and historical reserves, so that we can
    neutralize their ability to develop, to distinguish themselves, or to prevail. Thereby removing them as an obstacle to our strategically
    vital plans in the Balkans, the Mediterranean, and the Middle East, to all this neuralgic territory of great strategic importance for us, for
    the politics of the USA.”

    Does not both sound similar? Two great nations, which once were the greatest of the greats in their spheres of influence falling prey to a strategy aimed at their culture?

    Like

  16. આટલા લાંબા એકચક્રી શાસન પછી પણ ધર્મ માણસને માત્ર આંશીક રીતે જ પ્રામાણીક બનાવી શક્યો છે. એને જરુર કોઈ મર્યાદા નડે છે. આ સત્યને સ્વીકારવું રહ્યું. એની પાછળના કારણ શોધવા એ સત્યની શોધ હશે.
    ———————————————————–
    આ મર્યાદાનું નામ છે :
    કામ, ક્રોધ અને લોભ

    લગભગ દરેક નીતી શાસ્ત્રો આ ત્રણ બાબતને અને તેનો વિસ્તાર કરીને ષડ રીપુ :
    કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર ને સમાજના અને વ્યક્તિના પોતાના શત્રુ જણાવે છે.

    આ વૃત્તિઓ પ્રાણી માત્રની સાહજીક વૃત્તિઓ છે તેથી તેને માત્ર ધર્મગ્રંથોમાં લખી દેવાથી તે વૃત્તિઓ પર કાબુ ન મેળવી શકાય.

    જ્યારે આ વૃત્તિ આચરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ કે વ્યક્તિનો સમુહ તેમાંથી પાશવી આનંદ મેળવે છે અને બીજી વ્યક્તિ કે વ્યક્તિનો સમુહ તેની પીડા ભોગવે છે.

    આનંદ મેળવનારને ખોટી રીતે આનંદ મેળવતો અટકાવવા માટે ધર્મશાસ્ત્રો મનાઈ ફરમાવે છે તેમ છતાં આ વૃત્તિઓ જ એવી બળવાન છે કે તેના પર સરળતાથી કાબુ મેળવી શકાતો નથી. તેથી તેવી વ્યવસ્થા હોવી જોઈએ કે આ પ્રમાણે સ્વચ્છંદી રીતે વર્તનારને કાયદાથી કે રક્ષક તાકાતથી અટકાવવામાં આવે અને તેમ છતાં જો ગુન્હો આચરવામાં આવે તો ગુન્હેગારને કડક સજા કરવામાં આવે કે જેથી ગુન્હેગાર પર અને હવે પછી ગુન્હો આચરવાની ઈચ્છા ધરાવનાર પર કડક ધાક બેસે.

    જ્યાં સુધી રક્ષક તંત્ર અને ન્યાય તંત્ર પુરતું સજ્જ ન હોય ત્યાં સુધી વિચાર વલોણું ફેરવતાં રહીએ.

    ધર્મ પ્રચાર અને ધર્મ પરિવર્તન તે એક મોટું ષડયંત્ર અને દુષણ છે. ઈસ્લામ હોય, ખ્રીસ્તી હોય કે હિંદુ હોય કે અન્ય કોઈ હોય તેમને માત્ર અધિકાર છે પોતાના સિદ્ધાંતો રજુ કરવાનો. કોઈની ઉપર પરાણે આ સિદ્ધાંતો લાદવાનો કે કોઈને વટલાવવાની ધૃણાસ્પદ હરકતો કરવાથી સમાજમાં માનવો વચ્ચે વિસંવાદીતા ઉભી થાય છે.

    Like

  17. આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા પૌરાણીક ગ્રન્થોમાં નહીં; પણ આજની વૈજ્ઞાનીક સમજ અને સાધનો કામે લગાડી એનો વીકલ્પ શોધવો જોઈશે. સહીયારો પ્રયત્ન કરીશું…? બીજી વાર…
    ———————————-
    સાહેબજી પહેલા માણસ બનાવો માણસ

    આપણા રાજનેતાઓ વિધાનસભામાં વૈજ્ઞાનિક સાધનોથી સેકસની ક્લિપો જુવે છે. ઈન્ટરનેટનો સહુથી વધુ ઉપયોગ પોર્ન સાઈટ જોવામાં થાય છે. સાધનો સગવડ આપશે. ચારિત્ર્ય અને નીતિમતા શું આ સાધનો આપશે? બંધુક થી રક્ષણ પણ થાય અને હત્યાયે થાય. ઈંદિરા ગાંધીના રક્ષકોએ તેમને ગોળીએ દીધા. અમેરિકાએ અણુબોંબથી બે શહેરો ભસ્મીભૂત કરી નાખ્યાં. મોબાઈલનો મહત્તમ ઉપયોગ પ્રેમલા પ્રેમલીના sms મોકલવા થાય છે. સેક્સની વિડિયો ક્લિપ અબાલવૃદ્ધ છાના માના અને યુવાનો ટોળે મળીને જુવે છે.

    વૈજ્ઞાનિક સમજ કોણ આપશે? ૫૦% થી યે વધુ નિરક્ષરોને શિક્ષણ કોણ આપશે? સાધનોને કામે લગાડવાને બદલે નકામા અને હલકી ગુણવત્તા વાળા સાધનો વિદેશથી ખરીદીને દેશનું હુંડીયામણ વેડફી નાખશે અને તેમાંયે અબજો રુપિયાનો ભ્રષ્ટાચાર કરીને કાળાં નાણાં સ્વીસ બેંકમાં મુકી આવશે.

    માણસ બનાવો માણસ

    Like

  18. દીપકભાઇ તમારી સાથે સપૂર્ણ સંમત છું પણ કમનસીબે આ બદમાશ નેતાઓ પ્રજા દ્વારા પ્રામાણિક રીતે ચૂટાતાં જ નથી! તેઓ ગુંડાઓનો કે સરકારી અધિકારીઓનો કે દારુની બોટલનો કે બળનો કે બ્લેક મનીનો કે વર્ગવિગ્રહ કે ધર્મવિગ્રહનો દૂરુપયોગ કરીને ચૂટાઈ આવે છે! આ બધું આપણે ચલાવી લઈએ છીએ કે ઢાંકી રાખીએ છીએ, આના વિષે આપણે તીક્ષ્ણ ભાષામાં લખતા નથી, ચર્ચા કરતા નથી, ઓહાપોહ કરતા નથી તેથી મિડીયા પણ ચૂપ બેસી રહે છે! મિડિયા લોકોમાં પોપ્યુલર વિષય પર જ બોલે છે અને આપણે મુંગા રહી તેને પોપ્યુલર થવા દેતા નથી. અંગ્રેજોની કપટ નીતીનાં ઉપદ્રવમાથી પેદા થયેલ આ રાજકારણીઓ અંગ્રેજો કે મોગલો કરતા પણ હજાર ઘણાં ખતરનાંક છે.
    તેની સામે મિત્રો આપણે અવાજ નહી ઉઠાવીએ તો કોણ ઉઠાવશે? મિત્રો, પોતાના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી હરફ પણ ન ઉચ્ચારવોની સદીયો જૂની ભારતીય રીત થકી તો આપણે ગુલામ થયા અને એ કારણથી જ આ ભ્રશ્ટ નેતાઓને બદમાશી, ઠગાઈ, અત્યાચાર અને અન્યાય કરવાની છૂટ મડી ગઈ છે.
    તો મિત્રો, બધાએ પોતપોતાની કાબેલિત કે લાયકાત પ્રમાણે આ ઝુંબેશને અગળ લઈ જવાની છે. તેને પ્રસારવાની છે! તમે લેખક હો કે કવિ હો તો તમારી કલમનુ જોર બતાવો. તમે ડોક્ટર હો કે એન્જિનીયર હો એ મહત્વનુ નથી. બહું ભણેલા લોકો ઘણી વખત બહુ ઓછુ બોલતા હોય છે. આપણે દેશના ધુતારાઓ અને દેશદ્રોહીઓ થથરી ઉઠે તેટલો આવાજ કરવાનો છે. અવાજ ન કરીને પણ તમે તમારા મતનો યોગ્ય ઉપયોગ કરશો, મતદાનમા હિસ્સો લેશો તો પણ દેશપ્રેમી કહેવાશો. તમારા સગાવહલાને અને બીજા પણ ઘણા પરિચિતોને સાચી સમજ આપવાનો પ્રયત્ન પણ દેશપ્રેમ કહેવાશે.
    ભગતસિંગ પણ પોતાની માતાનાં કુખે જન્મયાં ત્યારે આપણા જેવા જ આમ-આદમી હતા. આપણે પણ જો આપણી લોકશાહીની રક્ષા કરવી હોય તો અંગત અદાવતથી પર, જાતિ, ધર્મ કે વર્ગથી પણ બહુ ઉપર જઈ, આ દેશનુ અત્યારે શું થઈ રહ્યું છે, આગળ શું હાલત થશે અને આપણે દેશ માટે શું કરી શકીયે એ વિચારતા થઈયે તો આપણે પણ આ દેશ માટે ભગતસિંગ જ છીયે અને આ દેશને હવે એક નહીં પણ અનેક ભગતસિંગની જરૂર રહેશે તો આપણે સૌ પણ નાની નાની દાડખીઓ ભેગી કરી સાંઠો મોટો બનાવવાની માનસિક તૈયારીઓમાં લાગી જઈયે…

    Like

  19. તો આપણે એમ માની લેવું કે ગાંધીજીની હત્યા જનતાની ઇચ્છથી થઈ? તો એમની હત્યા જરૂર વાજબી જ હોવાનું મનવું પડશે! તમે શું કહો છો?
    અહીં તમે ગાંધીજી દ્વારા મુસલમાનોની આળપંપાળની વાત કરો છો એ દલીલ તો ગોડસેએ પોતાના બચાવમાં કરી જ છે. ગોડસે સાચો જ હોવો જોઈએ. તમે શું કહો છો?
    ———————
    શ્રી દિપકભાઈ,
    અતી સર્વત્ર વર્જયતે
    ગાંધીજી મુસ્લીમોની તરફદારીમાં હિંદુઓને સરેઆમ અન્યાય કરી રહ્યાં હતાં. કોઈની તરફેણ તેવી ન હોવી જોઈએ કે જેથી ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો.

    કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટીકરણની રાજકીય નીતી મતના રાજકારણ માટે વર્ષોથી ખેલતી આવી છે. દેશમાં બધા નાગરીકો સમાન હોય અને બધાને સરખા હક અને સરખા કાયદા હોય. પ્રજાના પૈસે કોઈને હજ કરવા કે યાત્રા કરવા ન જવા દેવાય. શું આ પૈસા રાજકારણીઓ પોતાના ખીસ્સામાંથી આપે છે?

    કોઈ પણ હત્યા ક્યારેય વ્યાજબી નથી હોતી. માણસ હત્યા કરવા શા માટે પ્રેરાય છે? ઘણાં કારણે.
    * પોતાના લાભની કોઈ આડે આવતું હોય તો તેને હટાવવા.
    * ખોટે ખોટી ધાક જમાવવા.
    * અન્યાય સહન ન થવાથી.

    ભારત દેશ હિંદુ બહુમતિ ધરાવતો દેશ છે આટલો સ્વીકાર તો કોઈ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિયે કરી શકે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માત્ર તેઓ હિંદુ છે તેને લીધે અન્યાય અને હત્યાનો ભોગ બને છે. અહીં મુસ્લિમોને દેશના નાગરીક જેટલા જ સમાન હકો છે અને હોવાયે જોઈએ પણ તેનો અર્થ તેમ નથી કે મત મેળવવા માટે સતત તેમનું તુષ્ટિકરણ કરવામાં આવે. લોકોને જ્ઞાતિઓમાં વિભાજીત કરીને રાજકારણીઓ ભાગલા પાડો અને મત મેળવોની નીતી અપનાવે છે.

    શા માટે પટેલ સંમેલન? પરશુરામ સેના અને બ્રહ્મસેના સંમેલન? ક્ષત્રીય સંમેલન? દલિત સંમેલન ?

    શા માટે ક્યાંય નાગરીક સંમેલન નથી થતાં?

    જે લોકો દેશના અને દેશવાસીઓના હિત માટે સતત પ્રયાસ કરે છે અને જહેમત ઉઠાવે છે તેવા સાચા સંતોને વગોવી વગોવીને લોકોનું મોરલ શા માટે નીચું લાવવાનો ભદ્દો પ્રયાસ કરવો જોઈએ? ભ્રષ્ટ રાજકારણીઓને તો ગાળો દેશો તો યે તેને કશો ફરક નથી પડવાનો – આ લાતોના ભૂત હવે બાતોથી માને તેમ તમને લાગે છે?

    ગાંધીજીની હત્યા વ્યાજબી નથી અને તેને માટે ગોડસેને સજા કરવામાં આવી છે. ઈંદિરા ગાંધીના હત્યારાને સજા કરવામાં આવી છે. કસાબ અને અફઝલ ગુરુ શા માટે હજુ જેલમાં છે? કોઈ આતંકવાદી આવીને છોડાવી જાય તેની રાહ જોવે છે?

    Like

    1. કમનસીબે ભારત ગુરુતા અને લઘુતા ગ્રંથી અને તેની ભયાનક આડ-અસરોથી રિબાય છે! ગ્રંથી સિવાયનાં નોરમલ કહી શકાય તેવા લોકો ખૂબ ઓછાં છે!
      સાદી ભાષામાં વાત કરીએ તો, આ બંને ગ્રંથીઓના મારી સમજ પ્રમાણે બે પ્રકાર છે. એક “સકારાત્મક” અને બીજો “નકારાત્મક”.
      ભારતમાં ધન, ભણતર, ઉંચી વગ, જાતિ, ધર્મ, ઉંચો સરકારી કે રાજકીય હોદો કે તેવી બીજી ઘણી ભૌતિકતા થકી ઇગોઈસ્ટીક થઈ ગયેલ લોકોનો મોટો વર્ગ “ગુરુતા”ના શિકાર બનેલ હોય છે! અને તેનાથી તદન વિરુધ્ધ ધન, ભણતર કે વગનાં અભાવવાડો કે પછી જાતિ, ધર્મ, કુદરતી આફત કે રાજકીય-સરકારિ-શૈતાની ગુરુતાના શીકાર બનેલ લોકો “લઘુતા”થી પીડાય છે! તે હિસાબે “ક્રિમી લેયરમાં” પ્રવેશેલ નેતા હવે ધન, વગ અને રાજકીયતાની દ્રસ્ટિથી જોતા હવે ગુરુતા રાચે છે અને અનામત તો લઘુતામાં રહેતા લોકો માટે છે તેથી ક્રિમી લેયર હવે અનામતના લાભ લેવાની યોગ્યતાની બહાર હોવો જોઈયે. અને તે જ સિધ્ધાંત પ્રમાણે ગરીબ બ્રાહ્મણ આર્થિક પછાતતાની દ્રસ્ટિથી હવે લઘુતામાં જીવે છે તો તેને પણ લઘુતા દૂર કરવાનાં લાભો મેળવવાની યોગ્યતા ધરાવે છે.
      સકારાત્મક ગુરુતા જનકલ્યાણનાં લાભદાઈ કામ સારી રીતે કરી શકે છે કારણ કે તે વિક્રુત ગુરુતાની સેતાની કરામતો અને એથી પણ વિષેષ લગુતાની પીડા અને પછાતપણુ બીજા બધા કરતા સારી રીતે જાણે છે! તે લગુતાને મદદની સાથે સાથે તેની કાબેલિત વધારવા તરફ વિષેષભાર મુકે છે તે ધ્યાનમાં રાખતા એકલી અનામતની વ્યવસ્થા પૂરતી નથી! લગુતાની કાબેલિયત વધારવી વધુ જરૂરી છે અને તે માટે વાંચવા-લખવા પુસ્તક, નોટ-બુક, પેન-પેન્સિલ અને ભણતરમાં જગ્યા કે લાઈટનો અભાવ ન વરતાય માટે વધુ પબ્લિક લાયબ્રેરી હોય અને મોડાં સુધી ખૂલી રહે તે જરૂરી છે. લગુતાની કબેલિયત વધારવાના અને તે બાળકોને વધુ મહેનત કરવાના પ્રોતસાહન રૂપે અનામતનો લાભ્લેનાર બાળકોના માર્ક્સ જનરલ મેરિટથી ૧૦ કે ૧૨% થી વધુ ઓછા ન હોવા જોઈયે અને રાજકીય નેતાઓના ઇરાદાઓને સાફ રાખવા અનામત વ્યવસ્થા અમૂક મુદત સુધી જ હોવી જોઈયે અને ત્યાર બાદ વોટિંગ અમેન્ડમેન્ટ્થી જ તે વધારી શકાય અને નહીં કે નેતાઓના વચનથી! બીજી તરફ “સકારાત્મક લઘુતા” પોતાની અને એ વર્ગમાંના બીજાઓની પણ કાબેલિયત વધારવામાં (વધુ મહેનત કરી અને કરવા પ્રોત્સહન આપી) અને સાથે સાથે વોટ બેંક્ની લાલચથી પછાતને પછાત જ રાખતા અને અનામત વ્યવસ્થાનો રીજકીય દૂર ઉપયોગ કરતા નેતાઓન પેંત્રાઓનો પર્દાફાશ કરવામાં મદદરૂપ થઈ શકે.
      રેલ્વે સ્ટેશન પર કોઈપણ ડર સિવાય નગ્નતા બતાવતો, બડાત્કાર કરતુ સૈતાનોનું ટોળું એ વિક્રુત-ગુરુતા-ગ્રંથિથી પીડાતો વર્ગ છે! મુંગા રહી અબળા પર સૈતાનોનું ક્રુત્ય સહીલેતુ ટોળું વિક્રુત-લઘુતા-ગ્રંથીથી પીડાય છે! મુંગા રહી સેતાનોનું ક્રુત્ય સહન કરવુ અને તેવુ થતું થવા દેવું પણ (પરદેશી કાનૂનો મુજબ) સેતાન્યતમાં ભાગ લેવા બરાબર છે.
      “વિક્રુત ગુરુતા” અને “વિક્રુત લઘુતા” ત્રાસદાયક, અન્યાયી અને કોઈપણ સમાજ કે લોકશાહી માટે ખતરાજનક અને લાંછનજનક છે. આજનાં ઘણાં બધા રાજકારણીયો, સરકારી અમલદારો, ગોડ્મેનો અને એ બધાના કોઈકોઈ ફેમીલી સભ્યો પણ અને અનીતીનાં માર્ગે ધનાઢ્ય થયેલ લોકો તેમજ બીજા ઘણાબધા આ “વિક્રુત ગુરુતા”માં રાચે છે. બીજી તરફ “વિક્રુત લઘુતા” એ “વિક્રુત ગુરુતા”ની શેતાનીયત સામે, સમાજીક અન્યાય અને અરાજકતા જેવા લોકશાહી માટે જીવલેણ પ્રસંગો પ્રત્યે મૂક અને ઉદાસીન વલણ દાખવે છે જેના થકી “વિક્રુત ગુરુતા”ને પ્રોત્સાહન મળે છે, જે તે કરવાની છૂટ મળે છે અને નવી શક્તિ મળે છે! વિક્રુતતાની પરાકાષ્થાએ “વિક્રુત લઘુતા” બીજાની પીડાથી ખુશ થાય છે અને બીજા પણ પોતાની જેમ દુ:ખી કે વધુ દુ:ખી થાય તેમ ઈચ્છે છે અને તેના પેંત્રા પણ કરે છે! આપણા ઈતિહાસનો જયચંદ રાઠોડ પણ “વિક્રુત લઘુતા”થી પીડાતો હતો

      Like

      1. અશ્વિનભાઈ,
        તમારા વિશ્લેષણ સાથે હું બહોળા અર્થમાં સંમત છું. જનતામાં બે સ્પષ્ટ વર્ગ છે. એક વર્ગ બધું પોતાના હાથમાં રાખવા માગે છે. રાજકારણીઓનો એમાં સાથ છે જ, પરંતુ એમને હું એ વર્ગથી અલગ નથી ગણતો. હકીકતમાં ધન અને સત્તા એક સાથે રહે છે, એ કારણસર રાજકારણી વ્યક્તિ પોતે ધનિક વર્ગની ન હોય તો પણ એના એજન્ટ તરીકે કામ કરતી હોય છે. આપણે માત્ર એજન્ટોને જોઈએ છીએ, એમનો દોરીસંચાર કરનારાને નહીં.
        ઉદાહરણ તરીકે 2G સ્પેક્ટ્રમના કૌભાંડમાં આપણે મંત્રી એ. રાજાને જવાબદાર માનીએ છીએ. એ સાચું પણ છે. પરંતુ નીરા રાડિયા ટેપ પ્રકરણ દ્વારા આપને જાણી શક્યા કે કેટલાયે ઉદ્યોગપતિઓ રાજાને મંત્રી બનાવવા માટે પૈસા ખર્ચતા હતા! પૈસા એકલા રાજા પાસે રહ્યા હશે? નહીં જ. અને કૌભાંડનો ભંડો ફૂટ્યો તે પહેલાં રાજા પાસેથી લાભ લઈને તો કેટલીયે કંપનીઓ કમાઈ ગઈ!
        ખરેખર તો લોકશાહીને મજબૂત બનાવવી હોય તો સરકારની નીતિઓ કઈ રીતે ઘડાય છે એના પર પૂરાં પાંચ વર્ષ નજર રાખવી જોઇએ. પાંચ વર્ષે એક વાર મત આપી દેવાથી કામ નથી ચાલતું. અને પાછું મત આપતી વખતે તો આપણે જ્ઞાતિ, કોમ વગેરે જોઈએ છીએ અને પછી એ લોકો ગોટાળા કરે ત્યારે આપણે બૂમો પાડીએ છીએ. પરંતુ પાંચ વર્ષમાં એક વાર મત આપવાના ફૉર્મૅટે પણ ઘણા ચમત્કાર સર્જ્યા છે! ઇન્દિરા ગાંધીનો પરાજય આનુમ એક ઉદાહરણ છે. અને તે પછી સ્વયં ઇન્દિરા ગાંધી પાછાં ૧૯૭૯થી ૧૯૮૪ સુધી સત્તા પર રહ્યાં પરંતુ ઇમરજન્સીને તો પાછી લાવવાનો એમણે વિચાર પણ ન કર્યો! તે પછી પણ કોંગ્રેસની સરકારો બનતી રહી છે, પણ ઇમરજન્સી? અરે આજે કોઈ એ શબ્દ બોલવા તૈયાર નથી.

        Like

    2. અતુલભાઈ અને જગદીશભાઈ.
      તમારા બન્નેના પ્રતિભાવોનો સુર એક જ હોવાથી અહીં એક સાથે સાંકળી લઉં છું.
      ગાંધીજી ‘અતિ’ કરતા હતા એમ માનવાને કોઈ કારણ છે? અને શું ‘અતિ’ હતું? ઇતિહાસના તટસ્થ લેખકોનાં પુસ્તકોમાંથી તો એવું કઈં વાંચવા નથી મળ્યું! અરે, જસવંતસિંહ જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આવો આક્ષેપ નથી કર્યો. હા, એ કબૂલ, કે અમુક ખાસ વિચારધારાનું કેટલુંક પ્રચારાત્મક સાહિત્ય છે જેમાં તમે કહો છો તેવી વાતો છે.
      માણસના અભિપ્રાય જુદા હોઈ શકે પણ તથ્યો વિવાદથી પર રહેવાં જોઇએ. આથી તમે બન્ને મિત્રો ગાંધીજી વિશે જે માનવું હોય તે માની શકો છો, પણ એના સમર્થનમાં કઈંક તથ્યો પણ દર્શાવવાની તમારી જવાબદારી તો છે જ. અભિપ્રાયને તથ્ય તરીકે ન ખપાવી શકાય. અભિપ્રાયનો આધાર તથ્યમાં હોવો જોઈએ.
      શ્રી જગદીશભાઇ કહે છે કે ઇતિહાસ સાબીત કરશે કે ગોડસે સાચો હતો. સવાલ એ છે કે ગોડસેનું નામ જ એણે મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે પ્રકાશમાં આવ્યું. તે પહેલાં પણ સમાજમાં એનું કોઈ એવું કાર્ય નહોતું કે ઇતિહાસ એની સ્વતંત્ર રીતે નોંધ લે. એનું નામ તો ગાંધીના નામના પ્રકાશમાં જ ચમકે છે!
      ઇતિહાસ એટલે શું? ક્યારે એ ઇતિહાસ લખાવાનો છે? આજે દુનિયાના દેશોમાં જઈને પૂછો કે ગાંધીને મારનારનું નામ શું છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે! અમેરિકન રાષ્ટ્રપતિ કેનેડીનું નામ તો યાદ હશે જ. એમને મારનારાનું નામ કેટલાને યાદ છે?
      ગાંધીજી આ બ્લૉગનો વિષય નથી એટલે મૂળ વિષય પર પાછા આવવા વિનંતિ કરૂં છું..

      Like

      1. દીપકભાઈ , આઝાદી પછી કોન્ગ્રેસ એ ઈતિહાસ માં વિસંગતોથી ભરપુર અને પાઠ્યપુસ્તકો દ્વારા અનેક સત્ય તથ્યો દેવાને બદલે
        વર્ગ ભેદ ને પ્રમુખતા , ધર્મ તથા સંસ્કૃતિ પ્રતિ અજ્ઞાનતા તથા ભ્રમ પેદા કરવામાં આવ્યો. તેમાં રાષ્ટ્ર તથા રાષ્ટ્રીયતા , ભારતીય
        સંસ્કૃતિ તથા આઘ્યાત્મિક ચિંતન બાબતમાં ધૂંધળું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થયો છે.સમાજવાદી અને વામપંથી વિચારો ને જ
        મહત્વ આપવામાં આવ્યું. સંપ્રદાયીક્તાના વિકાસના ક્રમને વધારી વધારી ને લખવામાં આવ્યો.ત્યાં સુધી કે તેમાં લોકમાન્ય તિલક
        અરવિંદ ઘોષ , સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોને પણ ના છોડ્યા. વામપંથી લેખકોએ મોગલકાળની સ્તુતિ કરી તેને શાનદાર
        તથા તે યુગ ને મહાન સફળતાઓનો તથા આક્રમન્કારીઓને રાષ્ટ્રીય શાશક બતાવવામાં આવ્યા તેમજ તેનું વધારેમાં વધારે વર્ણન
        કરવામાં આવ્યું.ઈતિહાસનો કોઈપણ વાચક પાઠ્યક્રમમાં નિર્ધારિત કોઈ પણ પુસ્તકને વાંચી ને નિષ્કર્ષ કાઢી શકતો હોય છે કે વામપંથી
        ઈતિહાસકારોએ પોતાની સમસ્ત તાકાત તેમ પ્રતિભા ભારતીય વિધ્યાર્થીને પ્રાચીન ભારત સાથેના તેમના સબંધને વિચ્છેદ કરવામાં જ લગાવી છે
        યુનેસ્કોએ પણ પાઠ્યક્રમમાં તે દેશની સંસ્કૃતિક જડ સાથે જોડાયેલા હોય તેના પર ભાર મુક્યો છે. પરંતુ ભારતના પાઠ્યક્રમમાં વેદ, આર્ય,વૈદિક
        સંસ્કૃતિ વગેરેનું વરણન જાણી જોઇને આપવામાં આવ્યું નથી. રામ, કૃષ્ણ, રામાયણ તથા ગીતા ગાયબ છે .ચંદ્રગુપ્ત મૌર્ય , ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય,
        હર્ષવધનનું વરણન ક્યાય જોવા નથી મળતું. મહર્ષિ વેદવ્યાસ, મહર્ષિ વાલ્મીકી તથા આડી શંકરાચાર્ય નું નામ પણ ક્યાય નથી .ભારત ના
        પ્રસિદ્ધ ધાર્મિક સુધાર આંદોલનમાં સ્વામી દયાનંદ તેમ જ સ્વામી વિવેકાનંદ સિવાય તમામ ગાયબ કરી દેવા માં આવ્યાછે. લોક્માંન્યતીલક
        લાલ લજપતરાય નો ઉલ્લેખ સુદ્ધાં નથી થયો.ક્રાતિકારીઓને તો ઈતિહાસ માંથી બાદબાકી કરી નાખવામાં આવી છે. માત્ર અડધું પાનું
        ભગતસિંહ ફાળવ્યું છે .સુભાષચન્દ્ર બોઝ નું નામ માત્ર છે . રાષ્ટ્રીય આંદોલન માં ગાંધીજી નું વરણન ભારોભાર કર્યું છે.રાષ્ટ્રીય નેતાઓ તથા ક્રાંતિકારી
        ઓના યશસ્વી કર્યો ને છુપાવવાથી શું આપણે ઈતિહાસ ના મૂળ ઉદ્દેશો ને પૂર્ણ કરી શકીશું ?
        i

        Like

      2. શ્રી દિપકભાઈ,
        ગાંધીજીના સત્યના પ્રયોગો વાંચો. ડગલે અને પગલે તેમણે અતી સીવાય બીજું શું કર્યું છે?
        બ્રહ્મચર્યના પ્રયોગ કરશે તો બીચારા જુવાનીયાઓને ય પરાણે બ્રહ્મચારી બનાવી દેશે. કસ્તુરબા ઉપર બાપુગીરી કરવામાં તેમણે શું બાકી રાખ્યું છે? તેમના દિકરાઓ યે તેમનાથી કંટાળી જતાં. તેઓ એટલા જીદ્દી હતાં કે લીધેલી જીદ મુકતાં નહોતાં.

        ગાંધીજીની હત્યાને મેં યથાર્થ નથી ઠેરવી. ગોડસે વિશે હું ખાસ કશું જાણતો નથી.

        બાકી ગાંધીજી અતી ન કરતાં હોત તો અંગ્રેજોની સામે સફળ થઈ શક્યાં હોત ખરાં?

        Like

      3. અતિ સર્વત્ર વર્જયેત તે સિદ્ધાંતને અનુસરીને થોડા સમય માટે મેં બ્લોગિંગ ક્ષેત્રે સ્વૈછિક નિવૃત્તિ લીધેલ હોવાથી હાલ પુરતો આ પ્રતિભાવને મારો છેલ્લો પ્રતિભાવ ગણીને નવા કોઈ પ્રશ્ન ન પુછવા વિનંતી.

        Like

  20. @ અશ્રિન પટેલ : ….. આપણા ઈતિહાસનો જયચંદ રાઠોડ પણ “વિક્રુત લઘુતા”થી પીડાતો હતો…

    આમાં થોડોક ફેરફાર છે. પૃથ્વીરાજ ચૌહાણે આ દેશનું અહીત કરેલ છે અને મુહમ્મદ ગોરીએ જે બે ચડાઈ કરી એમાં હીન્દુ રાજાઓએ પૃથ્વી રાજ ચૌહાણને બહુ જ ઓછી મદદ કરેલ.

    પૃથ્વીરાજ ચૌહાણની નજર બહુજ ખરાબ હતી અને કોઇ પણ હીન્દુ રાજા એના ઉપર વિશ્ર્વાસ કરવામાં કચવાટ કરતો હતો.

    બીજી વખતની ગોરીની સાથે લડાઈમાં પૃથ્વીરાજની પહેલા જ દીવસે કતલ થઈ અથવા યુદ્ધના મેદાનમાંથી એ ભાગી ગયેલ.

    ચંદ બારોટનો રાસ તો ભાટાઈનું વર્ણન છે અને સત્યથી તદ્દન અલગ છે. બીજી વખતની લડાઈ પછી ગોરી ૧૦-૧૨ વરસ જીવતો રહ્યો હતો. એટલે ચૌહાણે ગોરીને તીરથી મારેલ એ તો ખોટું છે.

    જયચંદની કન્યાનું પૃથ્વીરાજે ઠગાઈ કરી અપહરણ કરેલ અને ગોરીની ચડાઈ વખતે પૃથ્વીરાજને અન્ય કોઈ રાજાએ મદદ કરેલ નહીં.

    Like

    1. શ્રી વોરા સાહેબ,
      આપણે પણ સૌ આ બ્લોગ પર અને તેવી જ રીતે કદાચ એકબીજાની હાજરીમાં પણ હજારો મતભેદને કારણે ઝગડીયે, તેથી આપણામાંના કોઈએ ચીનને ભારત પર હુમલો કરવા માટે પ્રોત્સહિત કરવાનુ કે મદદ કરવાનુ ઉચિત ગણાવવું, કોઇપણ સંજોગોમાં ઉચીત ન કહી શકાય! તે મારી દ્રસ્ટિએ વિક્રુતતા જ છે, દેશદ્રોહ પણ છે!

      Like

      1. @ Ashvin Bhai Patel :
        મારું કહેવું છે કે પૃથ્વીરાજની જોહુકમી અને જોરજુલમીને કારણે મુહમદ ગોરીને આમંત્રણ આપવામાં આવેલ. મુઠી ભર હા મુઠી ભર ઈસ્લામના અનુયાયીઓને આરામથી હજાર વરસ રાજ કરવાનો પરવાનો મળેલ. આપણે તુલસી દાસની નકલી રામાયણનું અનુસરણ કરીએ છીએ અને એવીજ રીતે ચંદ બારોટનો ભાટાઈ રાસ આપણને સાંચુ લાગે છે…આપણે તથ્ય ને બદલે તરંગી તુક્કા પસંદ કરવાનો ડંભ કે ડોળ કરીએ છીએ.

        Like

  21. Dear Murjibhai Gada, Govindbhai Maru, Uttambhai Gajjar and Rationalist Friends;

    It is very difficult to understand the Difference between Religion and Civics. Soul, GOD, Heaven/Hell. etc.should be allowed in this Life only, Not in any Future Life. We have made a Petition to the Justice Department of GODS in Heaven to give Punishment instantly in This Life. If that Happens, the Facade of Religion will Disappear and Temple Building, Prayers/Rituals, etc. will be exposed. Religious Leaders Loke Gurus, Pundits, Mullahs and Padries will be out of Work/Jobs and Exploitation of the Simple/Poor People will Disappear.

    Now, you have given the examples of Hinduism, Jainism , Islam and Christianity, etc. to say that their Hypocrisy will Disappear when Humanity and Service of People will replace them. Democracy and Laws to keep Order in the Society are replacing the Belief Systems/RELIGIONS and Corruption in their names. I am a Real JAIN and Believe in NON-VIOLENCE and try to Practice and PROMOTE as much as possible in day-to-day life through Vegetarianism/VEGANISM. I therefore URGE Rationalists to follow this kind of LIFE- Style to Enhance the needed CHANGE in the Present System of RELIGIONS based on Results in FUTURE Lives. This Escapism continues to flourish the GHOST of RELIGIONS, GODS, TEMPLES, etc. and Wasting the Wealth of People and Continues The RULE OF ROGUES/LEADERS/GURUS, etc.

    Let us start Educating People to Get Away from Temples and Religions and START SERVING The PEOPLE i.e. Practicing Real Religion. “JAI AHINSA”

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706,
    U.S.A.

    Like

    1. દીપકભાઈ,
      ૨-જી કૌભાંડ્માં અનૈતીકતાથી લાભ લેનાર ધનાઢ્ય કંપનીઓ “વિક્રુત ગુરુતા”માં રાચે છે તેમનાં કરતૂત કદાચ આઝાદી સમયનાં બીરલાજીને કંપાવી મૂકે! બીરલાજી અતિ-શ્રીમંત છતાં “સકારત્મક ગુરુતા”માં રાચતા હતા.
      તમે આપેલ લોકશાહીનુ ઉદાહરણ જ જણાવે છે કે બંધારણના ઘડવૈયા ભણેલ જરૂર હતા પણ કદાચ તેમની વધુ પડતી સાદાઈ અને વધુ પડતી નીતિમત્તાને કરણે આજના ભ્રસ્ટ રાજકારણીઓને પારખવામાં જરા ઉંછા નીવડ્યા! તેથી આ રાજકારણીયોએ ભારતની લોકશાહીનાં અને બંધારણનાં (આપણાં ઘણાબધા મિત્રોનાં ઉપર જણાવેલ અભિપ્રાયો મુજબ) ધજાગરાં ઉડાવી દીધાં. ઉજડિયાત કોમની અટક માત્રથી સામાન્ય માણસ શ્રાપિત થઈ ગયો અને તેનાં બાળકો માટે ભારત કોઈ આશાવિહોણો દેશ થઈ ગયો અને જે જાતિવાદ માટે માત્ર કહેવાતા રેશનાલિસ્ટો મોટામોટા લેખ લખે છે તો આ “રિવર્સ જાતિવાદ” નથી તો શુ છે? મારી દ્રસ્ટિએ આપણાં રહેલ “વિક્રુત ગુરુતા અને વિક્રુત લઘુતા” એ ભ્રસ્ટાચારને જન્મ આપ્યો છે અને પોષ્યો છે. પાછળ રહી ગયેલ વર્ગને તો આગડ લાવવાની કાબેલિયત આ “વોટ બેન્ક” લાલચુઓએ આપવી જ નથી પણ મધ્ય્માં “સેન્ડવિચ” થઈ ગયેલ વર્ગને તેની કાબેલિયતને અવગણીને પણ પાછડ લાવી “ધોબીનો કૂતરો ન ઘરનો ના ઘાટ્નો” કરી દીધો છે! સી.બી.આઇ પણ કદી કૌભાંડો થતાં રોકતી નથી પણ થયા પછી જે તે સરકારની મદદમાં “બંધારણથી નિમિત એક સ્વતંત્ર સંસ્થા તરીકે” પહોચી જાય છે!
      તો સાહેબ, આ દેશમાં “સિવિલ વોર” સિવાય શુ રસ્તો રહ્યો?
      તો મિત્રો, તમે રેશનાલિસ્ટ હો કે રિફોર્મિસ્ટ હો પણ આ વિક્રુતતાથી ભ્રસ્ટ રાજકારણને સાચા ભારતીય હોવાને નાતે વાચાં આપો! ધર્મિક ધતિંગ અને અંધશ્રદ્ધાની નાબૂદી જરૂર જરૂરી છે પણ ભ્રસ્ટ રાજકારણ ભારત માટે વધુ જીવલેણ છે. આપણને સૌને ધર્મની (ઉપર પ્રમાણેની) બાબતમાં “પઝેઝ” રાખી, વ્યસ્ત રાખી, ડિવાયડેડ રાખી આ વિક્રુત માનસિક્તાનાં રોગી તેવા ભ્રસ્ટ રાજકારણીયોને છુટો દોર મળી ગયો છે! ભાઈઓ, યાદ રાખો કે “ડિવાયડેડ” પ્રજા એ “ડેડ” પ્રજા છે!

      Like

      1. અશ્વિનભાઈ,

        “બંધારણના ઘડવૈયા ભણેલ જરૂર હતા પણ કદાચ તેમની વધુ પડતી સાદાઈ અને વધુ પડતી નીતિમત્તાને કરણે આજના ભ્રસ્ટ રાજકારણીઓને પારખવામાં જરા ઉંછા નીવડ્યા! “
        તમારૂં તારણ સાચું છે.

        તમે સારો શબ્દ વાપર્યો છે -‘રિવર્સ’ જાતિવાદ’. એ પણ હોઈ શકે. આના જ પરથી આગળ વધું તો, રિવર્સ રૅશનલિઝમ પણ હોઈ શકે છે. એમાં માણ્રસ ધર્મને તો છોડી દે પણ કોમને વળગી રહે. રિવર્સ ધાર્મિકતા પણ હોય છે. એમાં કોમના નિયમોને માનવાથી ધર્મનું પાલન થયું એમ માનનારા વર્ગનો સમાવેશ થાય છે.

        તમે લખો છો કે “ધાર્મિક ધતિંગ અને અંધશ્રદ્ધાની નાબૂદી જરૂર જરૂરી છે પણ ભ્રસ્ટ રાજકારણ ભારત માટે વધુ જીવલેણ છે. આપણને સૌને ધર્મની (ઉપર પ્રમાણેની) બાબતમાં “પઝેઝ” રાખી, વ્યસ્ત રાખી, ડિવાયડેડ રાખી આ વિક્રુત માનસિક્તાનાં રોગી તેવા ભ્રસ્ટ રાજકારણીયોને છુટો દોર મળી ગયો છે! ભાઈઓ, યાદ રાખો કે “ડિવાયડેડ” પ્રજા એ “ડેડ” પ્રજા છે!”
        હું સંમત છું.

        Like

  22. It is said that ‘we deserve what we get”. This is not always true in an individual case. However, it does apply OFTEN on a larger scale. Another form of the above saying is, “In a democracy, people get the leaders they deserve.”
    Citizens of every country, collectively, are responsible for the conditions in their country. This spans over several generations. We are paying for the misjudgments of previous generations and the Next generation will pay for or reap rewards from our actions or lack of actions.

    India is no exception. We have to accept that the elections in India these days are reasonably fair and free and are not rigged. People vote for a candidate who suits their purpose at the time. (That may be some money or a bottle of liquor.) It is very unfortunate but a reality for sure. Everyone is responsible at some extent for our problems and should own up to it.

    This brings me back to my earlier question. With all the limitations or our democracy notwithstanding, which political system do you prefer, Communism, dictatorship, Military rule or, some 600 fragmented princely states fighting with each other? Remember, we are living in these present times. So, Let us not talk about so called “Ramrajya”. I find all other systems even worse than what we have now. Let us work to improve what we have than continuously criticizing it. Whatever is written here about India’s socio-political problems is nothing new. Everybody is aware of it.

    So much could be said on this socio-political subject. However, as I have said earlier, this being totally separate subject, does not merit to be discussed here. About someone’s comment earlier for me not writing anything on such subject, my question to him is how does he know that I do not.

    Sir, this is a rationalist blog and Govindbhai selects the articles presented here. It is his right to pick and choose to serve HIS endeavor. We should be thankful to him for allowing so much diversion from the main topic.

    My articles appear elsewhere on all kind of subjects except on current politics, as those magazines do not allow it. There is so much written on political situation by professional writers every single day, that it is not worthwhile to crowd the space anyway. It is better to keep our focus and contribute to whatever extent we can in an area of our choice.

    I present my views on a given topic but do not tell anyone to do or not do certain things. My target audience is fence sitters, who are not happy with the traditional beliefs and looking for alternate viewpoints. I stick to that.

    Like

    1. વહાલા વાચક મીત્રો અને મંતવ્યદાતા સ્વજનો,

      આદરણીય મુરજીદાદાએ એટલા બધા સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આ કૉમેન્ટ કરી છે કે મારે તેથી વીશેષ કંઈ કરતાં કંઈ પણ સ્પષ્ટતા કરવાપણું હવે રહ્યું નથી..

      પહેલાના, આજના કે આવતી કાલના રાજકારણની ચર્ચાનો, આપણા આ ‘અભીવ્યક્તી’ બ્લોગની ચર્ચાના દાયરામાં, સમાવેશ થતો નથી.. કયા મુદ્દાઓ આપણી ચર્ચામાં સ્થાન પામે તેની વાત મુરજીભાઈએ બહુ ચોખ્ખી રીતે મુકી આપી છે.. છતાં પણ આજના ઉકળી રહેલા રાજકીય પ્રાણપ્રશ્નો વીશે કેટલાયે મંતવ્યદાઓએ પોતાનો અજંપો અને ઉકળાટ અહીં ઠાલવ્યા છે.. તે ચર્ચા જરાયે વીષયસંગત ન હોવા છતાં મેં તે આદરપુર્વક રહેવા દીધી છે.. એમ સમજીને કે ચાલો, એ બહાને સેઈફ્ટી વાલ્વ તો ખુલ્યો !

      નવા નામે આવેલી માત્ર બે કૉમેન્ટ, પહેલી જ વાર બ્લોગ પર મુકાતી હતી તેથી તે મારી પાસે એપ્રુવલ માટે આવી.. તેમાં કેટલીક સાવ વીસંગત વાત અને ગાળગલોચ જેવા હલકા શબ્દો હતા.. તેથી ના છુટકે મારે તેને નામંજુર કરવી પડી તેનો મને સખ્ત અફસોસ છે..

      બાકી આ બ્લોગનું નામ જ ‘અભીવ્યક્તી’ છે.. છતાંયે હવે પછી અતીરાજકારણીય અને લેખના વીષય સાથે અસંગત કે અસમ્બદ્ધ વાતો અહીં મુકાશે તો વીચારવું તો પડશે જ.. ચર્ચકો અને મંતવ્યદાતાઓને મારી હાર્દીક વીનંતી કે જરુર લખો; પણ તે જે તે લેખના અનુસંધાને હોય એટલી મર્યાદા પાળજો.. તો જ તે વીષયને અને તેના લેખકને ન્યાય મળે..

      આપ સૌનો અને વીશેષત: મુળજીભાઈનો હું ઉપકાર માનું છું..

      ..ગોવીંદ મારુ

      Like

  23. લેખક મુરજી ભાઈ ગડાએ સાંચુ કહ્યું છે કે….

    અગાઉની પેઢીએ જે ભુલો કરી એની સજા આપણે ભોગવીએ છીએ અને આપણી ભુલોની સજા આવનાર પેઢીને સહન કરવી પડસે…

    Like

  24. શ્રી મુરજી ગડા,
    મને તો રેશનાલીસ્ટ કહેવાતા લેખોમાં
    ધર્મ માટે ધિક્કાર પેદા કરી નાસ્તીકતાનાં પ્રોપેગન્ડા થતા દેખાય છે. ભારતીય પ્રજાને સતાવતા વાતોને રેશનાલીસ્ટ લિસ્ટ્મા સ્થાન ન હોય તો નવાય જનક છે. કદાચ ાઆપણને પરદેશમાં બેઠાં બેઠાં ભારતીય પ્રજાનાં પ્રશ્નોને વાચા ાઆપવામાં રશ પણ ન હોય તેમ બને! બીજા ધર્મોના પ્રવ્કતાઓ પણ રેશનાલિસ્ટ તરીકે હિન્દુ ધર્મ પર ાઆજ પ્રમાણે ધતીંગનો હુમલો બોલાવતા હોય છે.
    રાજકારણીઓ પણ ાઆવા જ કિમીયા કરવા મશહૂર છે તો સાચા રેશનાલિસ્ટ્ની પરિભાષા ને સાચો પરિચય કે ઓડખ કઈ રીતે થઈ શકે તે જણાવશો તો સૌની સમજમાં વધારો થશે. લેખ ગુજરાતીમા લખાયા છે તો ગુજરાતીમાં જવાબ લખશો તો ગુજરાતી સિવાય બીજી ભાષા ન ાઆવડ્તી હોય તેવા મિત્રોને પણ લાહવો મળી શકે. ાઆભાર.

    Like

  25. No, there is no hatred or dislike for the religion. The problem with the “word religion” is that it does not have commonly accepted meaning. Everyone has his own understanding of what religion means. That’s where the problem starts. Most of the articles on this blog are against the rituals and all kind of blind beliefs. I do not believe any rationalist would have a problem with “moral values” part of the
    religion. If someone finds comfort in worshiping his God, I respect that too. I come from the highly religious family, though I do not worship any God to say. I do highly respect nature and the laws of nature.

    I, however, find it very hard to accept supernatural claims made on the name of religion. Many of my statements are directed to that. I do believe that all the religions were started with the noble purpose of smooth and peaceful functioning of the society. That is why there is a difference in the teachings of each religion. The simple case in point is Jain teachings emphasize non-violence to its extreme while the Vedic society of the time had very violent rituals, especially towards animals, called Yagna. This particular article claims that all religions are part of “social science” in its broadest sense. It needs to be given due credit as well as due place and not over emphasized.

    One of my earlier articles talked about religion’s contribution in human development and civilization. There I have few words for the extreme rationalists as well.

    Sure, all kind of social problems could be discussed on rationalist blog. But, that is Govindbhai’s prerogative for this blogspot. We, however, should not crowd every article with the same issues. Actually, corruption is a huge problem and everyone is aware of it. It needs more doing and less talking. One of the ways to do it is to support Team Anna.

    Not using Gujarati here has been debated before. I rather not go in to that at this time.

    Like

  26. શ્રી ગડા સાહેબ,
    તમે ” પ્રાણીઓનો સમાવેશ કરતી વાયોલન્ટ રિચ્યૂઅલ્સ”ની જે વાત કરો છો તે તો સદીઓ પહેલાની ગઈ-ગુજરી થઈ ગયેલ વાતો છે! ત્યાર પછીની હિન્દુ સં્સ્ક્રુતી તો દુનિયાની સૌથી અહિં્સક સં્સ્ક્રુતી છે. આમ પ્રાણીઓનું બહાનુ કાઢીને કરવામાં આવેલ વાત હિન્દુઓ પ્રત્યેના તમારા અણગમાં્ને જસ્ટિફાઈ નથી કરતી પણ વધારામાં ક્યાં તો હિન્દુ સમાજ માટેનુ તમારુ નોલેજ કેટ્લુ આઉટ-ડેટેડ કે સુપરફીસિય્લ છે તે બતાવે છે! તે પ્રક્રિયા પણ આડંબર જ કહેવાય કારણકે આવી વાતોનો આશરો લેતા પહેલાં જ કેટ્લાય વાલિયા, વાલ્મીકી બની ગયા!
    બીજુ કે જેમ ‘ભ્રસ્ટાચાર અને પ્રજાની સતાવતા પ્રશ્નો”ની ચર્ચા “સમાજ શાસ્ત્ર”ની વાત દરમિયાન પણ જો તમને અસ્થાને લાગે તો રેશનાલિસ્ટ્નાં મથાડા હેઠળ ગાંડીને ભૂત વડગ્યુ હોય તેમ સતત ચાલ્યા કરતી હિન્દુ રિચુયલ્સની વાતો પણ અસ્થાને જ છે અને આઉટ્ડેટેડ પણ છે! હિન્દુ ધર્મમાં ન માનતા હોય તે “ડેફીનેશન પ્રમાણે” ગેરહિન્દુ કહેવાય અને બીનહિન્દુ જ્યારે હિન્દુઓને હલકા અને નીચા પાડ્વાનાં આશયથી લેક્ચર આપે તો મુસ્લિમ કે ખ્રિસ્તી બકવાસ થતો હોય તેમ લાગે કારણકે સારા આશયથી થયેલી કોઈ પણ ટીકા પાસે જો કોઈ ઠોસ સુઝાવ ન હોય તો તે અર્થ-વિહોણો વાર્તાલાપ લાગે! બાય ધ વે “ટીમ આન્નાની” વાત બદલ મારા તરફથી મુરજીભાઇ ગડાનો જય જયકાર.

    Like

    1. @ Ashvin Bhai Patel :
      ==

      શ્રી ગોવીંદભાઈ મારુએ સૌને જાણ કરેલ છે કે વીસયની વળગીની ચર્ચા અને ટીપ્પણીઓ થાય એ ઈચ્છનીય છે.

      લેખક શ્રી મુરજીભાઈ ગડાએ જણાવેલ છે કે માનવ સમુહમાં શાન્તી, સહકાર અને સલામતીથી રહી શકે એટલા માટે સદાચાર(સદ્ + આચાર)ના કેટલાક નીયમો હોવા જરુરી છે. (સદાચારની વ્યાખ્યામાં નૈતીકતા, પ્રામાણીકતા, કર્તવ્યનીષ્ઠા વગેરે ઘણું સમાયેલું છે.) રાજાશાહીમાં કોઈ સ્થીર કાયદા નહોતા એટલે સમાજના નીતીનીયમોનું ત્યારે વીશેષ મહત્ત્વ હતું.

      ભારતમાં મુખ્ય વસ્તી હીન્દુઓની છે અને ૨૬.૧.૧૯૫૦ના દીવસથી અમલમાં આવેલ બંધારણમાં આભળછેટનો જે ઉલ્લેખ છે એ ફક્ત અને ફક્ત હીન્દુઓ માટે છે.

      પ્રાણી હત્યા બાબત અને ખાસ કરીને ગૌવંશ હત્યા બાબત જે ઉલ્લેખ છે એ પણ ફકત અને ફકત હીન્દુઓ માટે જ છે.

      હીન્દુઓએ નક્કી કરવું જોઈએ કે સ્વતંત્રતા પછી પ્રાણી હત્યા એટલે કે કતલ ખાના વધ્યા છે કે ઓછા થયા છે? કતલખાના વધ્યા હોય તો મોટા ભાગના હીન્દુઓ પ્રાણી હત્યામાં ટેકો કે મદદ કરે છે એમ સમજવું.

      આ બ્લોગ ઉપર મોટા ભાગના ગુજરાત પ્રદેશ સાથે સબંધ ધરાવતા મુલાકાત લે છે અને વાંચી પોતાની ટીપણી મુકે છે.

      હજાર વરસ પહેલાં સીદ્ધરાજ અને કુમારપાળ રાજાના જમાનામાં સમગ્ર ગુજરાત અને આસપાસ એટલે કે અરબી સમુદ્ર થી ગંગા નદી સુધી અને ઉપરથી લઈ કર્ણાટકની બોર્ડર સુધી ૩૦-૪૦ વરસ પ્રાણી હત્યા સખ્ત મનાઈ હતી.

      એ હીસાબે હીન્દુ અને ખાસ કરીને દ્વારકાના કૃષ્ણ કે પોરબંદરના મહાત્મા ગાંધીની ગુજરાતી સંસ્કૃતી હીંસક થઈ કહેવાય……

      Like

      1. વોરા સાહેબ હિન્દુઓને દસ કડવી વાતો કહેવાય તો મુસ્લિમ બંધુઓને પાંચ સાચી વાતો કહેવામાં કાયરતા શા માટે ?
        રેશનલીસ્ત અને રાજક્શેત્ર માં સેકયુંલર દંભ નો કોઈ પાર નથી. તેના સામે આક્રોશ નકામો છે . સેક્યુલ્રર જૂથ પણ ઘણા લોકો માટે કામ ની ચીઝ હોય એમ લાગે છે
        અને આ બધું પાછુ મીડિયા માં વેચાય છે . ગોધરા ની ગાડી માં ૫૬ લોકો ભૂંજાઈ જાય તે તેમને મન મુસ્લિમ અહિંસા છે અને ત્યાર બાદ જે થાય તે હિંદુ હિંસા છે.
        કટ્ટર મુસ્લિમો અને હિંદુઓ કરતા પણ સેક્યુલ્રર કર્મશીલો વધારે કટ્ટર લાગ્યા છે.તેઓ ને મન બીજો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય.એક મીલીગ્રામ જેટલું સત્ય સ્વીકારવાની તેઓની તૈયારી નથી હોતી. હિંદુઓ સ્વસ્થ સેકયુલરિઝમ, સર્વ ધર્મ સમભાવ અને માનવાધિકારોની માવજત કરનારા છે. હિંદુ એટલે હિંસા નહિ કરનેદુ.દાઉદ ઈબ્રાહીમ જેવા ગુંડાની,
        ઓસામા બિન લાદેન અલ કાયદા જેવા સંઘથન ની નિદા કરનારા મુસ્લિમ બૌદ્ધિકો કેટલા? અને આ બધા બાલઠાકરે ની નિંદા જરૂર કરી શકે.

        Like

    2. You didn’t get my point at all. Read my comment AGAIN, where I say Vedic society of the time…… I was talking about how different idologies get started and you twist it around. You have a habit of taking things out of context and then blowing them up. I think I have been wasting my time with you. Sorry, can’t help you.

      Like

      1. શ્રી ગડા સાહેબ,
        Well sir, I will be quoting your own words in some of your comments above , ” Do not forget, we are living in this present time. so Let us not talk about so called glorious past or utopian future.” & now you are saying, ” Vedic society of the time had very violent rituals, especially towards animals, called Yagna.” So why double standards? It seems on one hand you do not like to talk about glorious past of India & same time you did not miss a chance to comment about degrading past rituals which had been forbidden for centuries! And even that would not be as much hypocritical if you had also commented something about “the way world lived and practice religion back then” because most other major religions were even more cruel towards animals during that dark era of our civilization as up to a sizable extent most of them still are cruel! I am not trying to justify those inhuman rituals or may I say horribly cruel rituals towards animals because it does not need anybody’s justification! And about your last comment, “Sorry, can’t help you”, Gita says, “only one’s own spirit can uplift or degrade ownself”! Thanks for kind attention.

        Like

  27. You still don’t get it. Mahavir’s and Buddha’s teachings of non-violence and compassion to all living beings are as a reaction to the then prevalent practices in that region. That is how the ideologies start, and that is the point I was making.
    That was the beginning of major social changes in that part of the world. That is why I call all such events as part of social science, and not supernatural.

    Nothing is against Hinduism or anyone else. Actually the historians say that the word Hinduism came in use long after that. Christian and Muslim religions were not even existent at that time. Other tribes elsewhere may have even been cannibals (eating humans) for that matter, but adding that type of information does not fit in the discussion here. It is very likely that People in northern India at that time were not aware of what was going on in rest of the world and vice versa. Do I make myself clear now?

    Like

    1. શ્રી મૂરજીભાઈ,
      આટલી લાંબી ચર્ચા પછી મને લાગે છે કે મૂળ પ્રશ્ન ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને બદલે “ધર્મ સમાજથી અળગો હોય છે?” એવી રીતે વધારે યોગ્ય થયો હોત. વાત તો એ જ રહે છે.

      આપણે ત્યાં ધર્મ શબ્દ વપરાય છે, તે Religion કરતાં વધારે ગહન છે. આમ છતાં આજે એ શબ્દનો અર્થ મર્યાદિત થઈ ગયો છે. એટલે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ઇસ્લામ ધર્મ વગેરે આપને બોલતા થયા છીએ. પરંતુ મૂળ ભાવ જોઈએ તો આ પ્રયોગ સાચા નથી.

      ધર્મ સમાજના વિકાસથી પહેલાં પણ હતો. ત્યારે એ શરીરની આવશ્યકતાઓના રૂપે હતો. ઉદ્વિકાસ સાથે મગજ વિકસતાં માણસને સમજાવા લાગ્યું કે એક પ્રજાતિ તરીકે એ સૌથી નબળો છે. એટલે સહકારથી જીવવાની એને જરૂર સમજાઈ. સહકારથી તો એ પહેલાં પણ જીવતો હતો પરંતુ એ વિશે સભાનતા પછી આવી.આમાંથી નીતિઓ, સામાજિક કર્તવ્યો વગેરેનો જન્મ થયો. આમ ધર્મ માત્ર શારીરિક નહીં, માનસિક આવશ્યકતા પણ બન્યો. ધર્મના વિકાસની આ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે એમાંથી સમાજ કદી બાકાત ન થઈ શકે. કારણ કે સમાજની બહાર રહેતા હોઈએ તો ધર્મની શી જરૂર પડે? માત્ર શરીરના જ ધર્મો હોય!

      આ જ સામાજિક પ્રક્રિયામાં કુટુંબ બન્યાં, કબીલા બન્યા. દરેક તબક્કે સમાજની જેમ જ ધર્મ પણ વિસ્તરતો રહ્યો. પહેલાં તો પોતાના લોકો માટે અહિંસાનો અમલ થયો, બીજા માટે નહીં. પરંતુ ‘પોતાનાં’ એટલે શું એની પણ વ્યાખ્યા વિસ્તરતી જાય તેમ અહિંસાનો ફેલાવો વધ્યો. આમ માણસ હિંસામાંથી અહિંસા તરફ વળ્યો. એ જ ભાવના પ્રાણીઓ પ્રત્યે પણ વિસ્તરતાં માંસાહારને બદલે શાકાહાર તરફ આપણે વળ્યા. આમાં મહાપુરુષોનાં ચિંતને પણ મહત્વનો ભાગ ભજવ્યો. બધા દેશોમાં આવું ન જ હોય્ એ સ્વાભાવિક છે. દુનિયામાં કેટલાયે પ્રદેશો એવા છે કે જ્યાં વનસ્પતિ દુર્લભ છે.

      આમ આપણે સહેલાઈથી શાકાહારી બની શક્યા. માંસાહારમાં પણ એવું છે કે શિકારી પ્રાણીઓને ખાવાનું તો શક્ય હતું જ નહીં. એટલે જેને વાઘ, સિંહ ખાઈ શકે તેવાં પ્રા્ણીઓ માણસ મા્ટે પણ ખાદ્ય બન્યાં! ખરીવાળાં પ્રાણીઓ ખાદ્ય મનાય, નહોરવાળાં પ્રાણીઓ નહીં! આ બધી માત્ર વ્યવસ્થાઓ છે, જે દેશકાળ પ્રમાણે ગોઠવાય છે. દાખલા તરીકે, આરબો ઊંટનું માંસ ખાય છે, પણ ભારતીય મુસલમાનો નથી ખાતા. ચીનમાં સાપ પણ ખવાય છે. આપણે ત્યાં મૂસહર આદિવાસી કોમ ઉંદરને ડેલિકસી માને છે!

      આમાં કઈં સારૂં-ખરાબ નથી. અને આપણા પૂર્વજો માંસ ખાતા હોય તો એ વાતથી શરમાવા જેવું પણ નથી. આજે ઘણા હિન્દુઓ ખાતા નથી એ પણ સાચું છે. પણ બધા જ હિન્દુઓ નથી ખાતા એ માનવું સાચું નથી. સમાજનો વિકાસ થતો જ રહે છે.

      ધર્મના આધારે જ મૂળ તત્વ વિશેના ચિંતનનો પણ વિકાસ થયો. ફિલોસોફીને કે મેટાફિઝિક્સને (આધિભૌતિક્ને) ધાર્મિક માન્યતાથી અલગ રાખવાની જરૂર છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદની સામાન્ય જીવન પર કઈં અસર નથી પરંતુ એ ભવ્ય થિયરી છે. એ જ રીતે મૂળ તત્વના સ્વરૂપ વિશે પણ ઘણી ભવ્ય થિયરીઓ છે. પરંતુ સામાન્ય જીવનમાં તો એના સિવાય બીજી ઘણી બાબતોની અસર પડે છે. કોઈ અમુક માને, કોઈ એનાથી જુદું માને. સામાન્ય જીવનમાં સૌ સરખા છીએ.

      આપણે સમાજમાં છીએ એટલે એનો ધર્મ બજાવીએ એ જ ઘણું છે, કારણ કે ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં, ધર્મ એટલે પાયાનાં મૂલ્યો. આજે ભારતમાં જે સ્થિતિ છે તેના વિષે ઘણા મિત્રોએ ચિંતા વ્યક્ત કરી છે. આપણાં મૂલ્યોનું ધોવાણ થઈ ગયું છે. આવું થયું તેને સુધારવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ નબળા છીએ એટલે આજે સાથે મળીને ચર્ચા કરીએ, આવતી કાલે ફણગો ફૂટશે અને કોઈ આપણાથી આગળ વધીને કઈંક કરી દેખાડશે. પરંતુ ક્યાંય બીજ નહીં હોય તો ઝાડ ક્યાંથી થશે? એટલે શાંત ચિત્તે પણ હાર્દિક્તા સાથે ચર્ચા ચાલુ રાખીએ તેનું મહત્વ ઓછું નથી. આભાર.

      Like

      1. એટલે જ એ વાત સાથે જ મેં લખ્યું છે કે સમાજનો વિકાસ થતો રહે છે! જો કે વધારે સારી રીતે એમ કહેવાય કે સમાજમાં પરિવર્તનો આવતાં જ રહે છે!

        Like

      2. I agree with all of your points with one minor exception. our physical needs and our actions to meet those are not “dharma” in my opinion. I consider rules and regulations for better conduct is the essence of Dharama.

        Like

      3. સામાન્ય રીતે અનિવાર્ય મનાતાં કર્મો ‘ધર્મ’ ગણાય. આથી શરીરધર્મ પણ છે. પરંતુ, આપ કહો છો તેમ એ આપણી ધર્મની વ્યાખ્યામાં ન આવે.

        આમ છતાં મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરૂં? અને તે સાથે રૅશનાલિસ્ટો વિશે પણ એકાદ વાત કરી લેવાનો લોભ સંતોષું તો આપ અને આપ સૌ મિત્રો માફ કરશે એવી આશા રાખું છું.
        ૧)મગજ શરીરનું અંગ છે એટલે વિચાર. પ્રતિક્રિયા, ભવિષ્યની કલ્પના, ભૂતકાળના અનુભવોની સ્મૃતિ અને એમાંથી મળેલું જ્ઞાન. બીજા સાથે મળીને રહેવાની જરૂરિયાત…આ બધું મળીને ધર્મ બનાવે, જે શારીરિક નથી. આ કારણે ધર્મ આજે અમૂર્ત બની ગયો છે. મગજ બહુ જ વિકસિત અંગ છે અને એ સ્થૂળ ક્રિયાઓ કરતાં વિચારનું જગત અલગ હોવાનો આભાસ ઊભો કરી શકે છે.હકીકતમાં તો વ્યવહારના જગતનું આંતરિક પ્રતિબિંબ વિચારજગતના રૂપે મળે છે. પરંતુ એ મગજની સ્વતંત્ર ક્રિયા હોવાથી વ્યવહારને પણ પ્રભાવિત કરી શકે છે. આમ વિચાર જગત સ્વાયત્ત બની જાય છે, એટલે ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એટલે કે ધર્મ અને સમાજ અલગ હોવાનો આભાસ ઊભો થાય છે.

        આ સંદર્ભમાં અહીં અશ્વિનભાઈ વગેરે મિત્રોએ આજની સ્થિતિ વિશે ચિંતા દર્શાવી છે, તેને જ ઉદાહરણ તરીકે લઈએ તો આજે આપણે લાંચ લેનારાને ભ્રષ્ટ કહીએ છીએ અને લાંચ આપવી પડી હોય તેને લાચારી ગણીએ છીએ. બન્ને ભ્રષ્ટ આચરણ છે, તેમ છતાં, બહારના વ્યવહારની અસર આપણા વિચારો પર પડી છે અને ભ્રષ્ટતામાં આપણે શ્રેણીઓ બનાવીએ છીએ! આને હું મૂલ્યોનું એટલે કે ધર્મનું ધોવાણ માનું છું. આમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ જેવું કઈં નથી, એ દેખીતું છે. આ બધી કોમો છે.

        ૨) આપે પહેલાં પણ કટ્ટર રૅશનાલિસ્ટો વિશે લખ્યું છે. સામા માણસને સમજવાની, એના સત્યને, એની પરિસ્થિતિને સમજવાની કોશિશ ન કરવી એ રૅશનાલિસ્ટોની ખામી તો છે જ. રૅશનાલિસ્ટે એમ માનીને ચાલવું જોઈએ કે બહુ જ મોટી વસતિ ધર્મમાં માને છે. આસ્થામાં ઘણા વ્યવહારો અતાર્કિક હોય છે અને એ બધા ધર્મો (કોમો) માટે સાચું છે. એટલે ધર્મ અને કોમને અલગ દેખાડીને, મૂલ્યો અને નીતિ તેમ જ ધર્મનાં અમુક સ્વરૂપનાં ઐતિહાસિક અને ભૌગોલિક કારણો વગેરેની પણ ચર્ચા કરવી જોઈએ, જે આપના લેખોમાં અવશ્ય જોવા મળે છે.

        પણ, તે સિવાય રૅશનાલિસ્ટોના લેખ વાંચો તો એમ જ લાગે કે એ લોકો માત્ર રિફોર્મિસ્ટ છે અને તે પણ માત્ર એક જ ધર્મની (એટલે કે એક જ કોમની) વાત કરે છે. પણ, બીજા ધર્મ (અથવા કોમ) વિશે કાં તો જાણતા નથી અથવા બોલવા નથી માગતા અથવા પછી,એટલી હિંમત નથી.

        તો પછી, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રોય, ક્ષિતિ મોહન સેન. અખો, નરસિંહ મહેતા શું ખોટા? એમણે શું નથી કર્યું? કબીર અને રમણ મહર્ષિ કે નારાયણ ગુરુ પણ જુદી કૅટેગરીમાં છે, પણ આ મહાનુભાવો ધર્મથી દૂર નહોતા. પરમ તત્વમાં એમને વિશ્વાસ હતો જ. તેમ છતાં એમનો જબ્બર પ્રભાવ છે. જીસસ અને મહંમદ પયગંબરે તો દુનિયા બદલી નાખી. આમ કેમ થયું?
        ધર્મ સ્વાયત્ત સામાજિક પરિબળ બની ગયો છે. એનાં મનોવૈજ્ઞાનિક કે બાયોલૉજિકલ કારણો સાચાં છે તેમ છતાં એનો પ્રભાવ સમજવા માટે પૂરતાં નથી.
        આજની સ્થિતિમાં રૅશનાલિસ્ટોની તો પહેલી ફરજ લોકોના વ્યવહારનાં નકારાત્મક તત્વો પર ધ્યાન આપવાની છે.

        વિસ્તાર થયો છે, તો માફ કરશો.

        Like

    2. શ્રી મુરજીભાઈ,
      આશા રાખુ કે પ્રાચીન ભારતની સરહદો ક્યાં સુધી વિક્સી હતી તેનો તમને ખ્યાલ હશે તો એ હિસાબે તમે જે ઉત્તર ભારતની વાત કરો છો તે મોટેભાગે અર્વાચીન ભારત કરતા પાકિસ્તાન , અફગાનિસ્તાન વગેરેને વધુ લાગુ પડે છે. તો તમારુ લખાણ અને સદેશો જો તેમના તરફ કેન્દ્રિત કરશો તો એ પ્રયત્નો અને સમયનો સદ-ઉપયોગ થયો કહેવશે અને એ લોકોને તમારી સુઝ અને સમજનો લાભ મળશે.

      Like

  28. શ્રી મૂરજીભાઈ,
    તમારા કહ્યા મુજબની કેટલીક વાતો પ્રમાણે જો ખ્રીસ્તી અને મુસ્લીમ ધર્મનું તે સમયે અસ્તીત્વ પણ ન હતુ તો ચોક્કસ તે બધી બાબતોનું ડીસ્કશન બધા માટે સમયનાં બગાડ બરાબર છે કારણકે એ વાતોને વાગોળીયા કરવાથી સ્ત્રીઓ પર થતા બડાત્કારો કે પ્રાણીઓ, બાળકો અને અબળા પર થતા અત્યાચારો ઓછા નથી થવાનાં, પ્રજાને ચોખ્ખુ પાણી કે ખોરાકની સમાસ્યા ઓછી નથી થવાની, ભ્રસ્ટાચારનો રાક્ષસ કંટ્રોલમાં નથી આવવાનો કે રાજકારણીયોની નીર્દયતા અને નઠ્ઠારાંપણું સીમીત નથી થવાનું; ભગવાન સાથે કશી લેવાદેવા ન હોય તેવા પાખંડી ધર્મગુરુઓનો આડંબર કે અણગઢ લોકોની અંધશ્રધ્ધા દુર નથી થવાની તો વ્યર્થ વાતોમાં આટલો મોહ કે હુસIતુશી શા માટે? ભારત અને ભારતની પ્રજાને મદદ થાય તેવું લખવું, બોલવું કે જીવવું શા માટે નહી? શુ રેશનાલિસ્ટ થિન્કિન્ગ, લખાણ અને ચર્ચા માર્ગદર્શન વિહીન થવા લાગી છે?

    Like

    1. I agree with the first part of your response. Today’s north India was only a part of what was then called “Aryavart”, which extended lot further in the west.

      As for the type of articles chosen depends upon the person’s interest, knowledge, contribution to the understanding of the subject, how much other writers cover it and several other factors. As I have said earlier, my articles on other subjects do not appear on this blogspot. It we talk of the value of such articles, Dipakbhai has given an excellent example of Einstein’s work. Nothing changes overnight by our writings or the discussion here. If it gets few persons thinking about it, then that in itself is worth all this work.

      May be you should take up writing on the subjects of your liking.

      Like

    2. @ Asvin Bhai PateL :

      ખ્રીસ્તી અને ઈસ્લામ ધર્મનો ઉદય પાછળથી થયો એનો મતલબ થાય છે કે લોકોને સુખી થવું હતું અને વધુ ને વધુ ખ્રીસ્તી લોકો સુખી છે. આફ્રીકાના થોડાક મુસ્લીમ સીવાય મુસ્લીમો પણ સુખી છે.

      પાકીસ્તાનમાં રોજના મીનીમમ વેજીસમાં જેટલા કીલો ઘંઉ મળે છે એટલા ઘંઉ ભારતના કર્મમાં માનતા લોકોને પ્લાનીંગ કમીશન આપી સકતું નથી. એટલે કે ખ્રીસ્તી અને ઈસ્લામ લોકો સુખી થઈ જાય એના પછી આત્મા, પરમાત્મા અને કર્મ ખપાવવા પુનઃ જનમમાં માનતા ભારતના લોકો સુખી થસે.

      દસ હજાર વરસ પહેલાં કાચું માંસ ખાનારાઓને ઘંઉની ભેટ આપનારના વારસદારોને મુઠીભર ઘંઉ માટે વલખા મારવા પડે છે.

      દુનીયામાં જે ભુખ્યા લોકો રાતના નીંદર કરે છે એમાં અડધાથી વધુ ભારતના છે.

      હીન્દુઓ ડંભ અને આડંબર વધુ કરે છે એટલે ખ્રીસ્તી અને મુસ્લીમ ધર્મના અનુયાયીઓ સુખી થસે એના પછી હીન્દુઓ થસે.

      ખ્રીસ્તી અને ઈસ્લામના અનુયાયીઓને બદલે પ.પુ.ધ.ધુ. અને એમના અનુયાયીઓ હીન્દુઓ ઉપર વધુ પ્રહાર થાય એ ઈચ્છનીય છે.

      Like

      1. વોરા સાહેબ પ.પુ.ધ. માટે તો તમે બોલી શકશો એ તો એક ફેશન થઇ ગઈ છે પણ પોલ દીનાકરણ ની સભાઓ માં ઇસુ ના નામે લાખો રૂપિયા ભારત માંથી જ ભેગા થઇ રહ્યા છે. પણ તમારે મન
        કદાચ એ બધું ધાર્મિક અને સારું જ હશે. મુસ્લિમો ની જેમ હિંદુઓ કદી આતંકવાદી હુમલા નથી કરતા તે તમે જાણતાજ હશો
        તમારી જેમ સલમાન રશ્દી બોલતો પણ બિચારા ને મુસ્લિમો જીવવા દેતા નથી. તમને હિદુઓ કઈ જ નહિ કહે .
        તમે સલમાન રશ્દી ને ઘરે બોલાવી ચર્ચા કરી શકો? શક્ય નથી પણ અસ્તિત્વ નો સવાલ થઇ જાય ને ?
        આજે મુસ્લિમ અને ખ્ર્સ્તી દેશો માં જ ભયાનક અંધાધુંધી અને બળવા થઇ રહ્યા છે. બધા ની નજર ભારત તરફ અને તેના શાત્ર તરફ જઈ રહે છે. ભલે હિંદુઓ ના શાત્ર નો કેટલાક સાધુઓ અને
        રેશનાલીસ્તો એ દુરુપયોગ કર્યો છે પણ આ શાત્ર દુનિયા ના નીતીનીયમો માટે અને જીવન જીવવા માટે અતિ સુંદર
        અને માર્ગદર્શક રહ્યું છે જેમાં તમે અને હું બધાજ આવી ગયા.
        પણ હવે હિંદુઓ એ આ શાત્ર સાથે વધારે શત્ર નો ઉપયોગ કરવો જરૂરી થઇ રહ્યો છે. શાત્ર ની અમુક મર્યાદા
        શત્ર થી જ દુર થાય તે સમજવું પડશે.

        Like

  29. Dipakbhai,

    There is lot of interesting material in your write-up. Discussing it here would be very expensive in terms of time it takes. I will just brush thru’ some of the points.

    There are several reasons for people like Mahavir, Buddha, Jesus and Mohammad (I hope some one does not get offended for me calling these geniuses “people”) were very successful in promoting and propagating their ideology. I will talk about only three here.

    First of all, there was a vacuum of such an idea in their time and place. That helps a lot. Secondly they all had a very charismatic personality. And thirdly they all were marketing geniuses. I have discussed the third part in one of the earlier article.

    There were other important people in every place since then but no one came even close to these people in leaving their mark on history, mainly because they would be fighting against already established ideology. So they either resorted to breaking up from the original group and forming their own sect and not the religion; or just remained in the same group they were borne in. This would include the several names you cited.

    To me, rationalism is also a very powerful ideology. It has been around all along but no one believing in it had what it takes to promote and propagate in large scale. In recent times rationalism has got an ally named “science” We may not be around to see someone powerful enough to take this ideology to the level it deserves. All we can do is to keep the flame burning.

    Rationalism means different thing to different people just as the religion does. To me it means several things. I had an article on that put here. Basically it means that morality is possible and should be so without attaching supernatural powers attached to it. The world runs on its own by its own laws without the hand of almighty God etc.

    Like

  30. શ્રી.મુરજીભાઇ,
    તમારી આ વાત સો ટકા સાચી છે.પણ બ્ીજી દ્રષ્ટિએ એમ પણ કહી શકાય કે જો સમાજ શાસ્ત્રમાં અત્મા, પરમાત્મા ઉમેરીએ તો પણ ધર્મશાસ્ત્ર અને સમાજ શાસ્ત્રમાં કોઇ તફાવત નહીં જણાય. સાચી વાત તો એ છે કે આત્મા પરમાત્માનું શાસ્ત્ર અલગ છે. જેને આધ્યાત્મ શાસ્ત્ર કે આધ્યાત્મિકતા કહેવામાં આવે છે. અને આ આધ્યાત્મિકતા ની સહાય વીના વ્યત્કિને અંતરમુખ કરવી એ અતિ કપરું કામ છે. મારી દ્રષ્ટિએ તો આત્મા પરમાત્મામાં નહી માનારા નસ્તિકો જ પરમાત્માને વધુ માનતા હોય છે. મરા આ કથન અંગે વધુ ચોખવટ કરવા અહીં એક ઉદાહરણ રજુ કરું છું .
    કોઇ પણ વસ્તુ છે કે નહીં તે નકકી કરવા તે વસ્તુ કેવી છે તે જાણવું અતિ આવશ્યક છે. જેન પરમાત્માનો ખ્યાલ જ નથી તે કેવી રીતે કહી શકે કે તે છે કે નહીં.એનો અર્થ તો એ જ થયો કે નાસ્તિકો પરમાત્માને જાણે છે.એટલલે કે તેને માને છે.
    અધ્યાત્મિકતા વ્યકિતને અંતરમુખ બનાવે છે પરંતુ સમાજની ઘટમાળ તેને બહિર્મુખ થવા પ્રેરે છે. અને સમાજ વચ્ચે બીજો એક તફાવત એ છે કે ધર્મ વ્યકિતગત વિચાર ધારા છે જે વ્યકિતને વૈચારિક સ્વતંત્રતા આપે છે જે સામાજિ ક વિચાર ધારા આપી શકતી નથી. ગેલીલીઓ અને ઇસુને સમાજે જે સ્થિતિમાં મુકયાં તેનું કારણ પરમાત્માની વીનાનું ધર્મશાસ્ત્ર અર્થાત સમાજ શાસ્ત્ર જ હતું એ મ કહી શકાય. આ કારણે જ મને સમાજશાસ્ત્રમાં આત્મા,પરમાત્માને ઉમેરવાનું ઉચીત લગ્યું.
    વળી તમે લખ્યં છે કે ” રાજાશાહીમાં કોઇ સ્થિર કાયદાઓ નહોતા એટલે સામાજના નીતિ નિયમોના પાલનનુ વિશેષ મહત્વ હતું. એનો અર્થ તો એ થયો કે જયાં નીતિ નિયમોનું પાલન થતું હોય ત્યાં સ્થિર કાયદાઓની આવશ્યકતા નથી રહેતી. મને તો એમ લાગે છે કે ધર્મશાસાના કે સમાજશાસાના સ્થિર કાયદાઓની સજાના ભયથી નીતિ નિયમોનું પાલન કરવા કરતાં સાચી વિવેક યુકત બુદ્ધિથી નીતિ નિયમોનું પાલન કરવું વધુ હિતાવહ છે. અને આ માટે શિક્ષણ અને સહકાર સીવાય બીજા કશાની જરુરત નથી.
    હવે ધાર્મિકતા અને આધ્યાત્મિકાતામાં મને જે ફેર જણાયો તેઅહીં રજુ કરું છું.
    ધાર્મિકતા, આધ્યાત્મિકતા
    માનવકૃત છે. કુદરતી છે
    બદલાતી રહે છે “અનિત્ય છે” નિત્ય છે
    અનુકરણીય છે અનુભવનીય છે
    બહિર્મુખી છે અંતરર્મુખી છે
    વિવિધ પ્રકાર છે. એક જ પ્રકાર છે
    સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
    કેવળ મનુષ્ય માટે છે સર્વ પ્રાણી માટે છે.
    એનુ પાલન પોષણ આપણે કરવું પડે છે એ આપણું પાલન પોષણ કરે છે.

    Like

    1. @ Gdesai :

      નાસ્તીકો પરમાત્માને માને છે તો આસ્તીકો કે આત્મા અને કર્મમાં માનનારા પરમાત્માને માનતા નથી એમ સમજવું?

      Like

Leave a comment