શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ

ગુજરાતી અને હીન્દી સાથે એમ. એ. સુધીનો અભ્યાસ કરીને પારેખ કૉલેજ, મહુવા, (સૌરાષ્ટ્ર)માં સાહીત્યના પ્રાધ્યાપક તરીકે સફળ અધ્યાપન કાર્ય કરીને નીવૃત્ત થયેલા તેમ જ ૩૫ વર્ષથી રૅશનલ જીવન જીવતા પ્રો. જે. પી. મહેતા ‘મધુબીન્દુ’ એ અગાઉ લખીને પ્રકાશીત કરેલી કેટલીક રૅશનલ પુસ્તીકાઓમાંથી અમુક વીચારો ચુંટીને ‘શ્રેષ્ઠ જીવનમાર્ગ : રૅશનાલીઝમ’ નામક પુસ્તીકામાં સમાવ્યા છે. અભીવ્યક્તી બ્લોગના વાચકમીત્રો અને વડીલો માટે આ પુસ્તીકામાંથી વીણેલા વીચારો અત્રે પ્રસ્તુત કર્યાં છે:

–ગોવીન્દ મારુ

શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ

‘જે દેશમાં – ધર્મમાં – કરોડો લોકો અર્ધા ભુખે મરે છે અને લાખો સાધુઓ ગરીબોનાં લોહી ચુંસી પેટ ભરે છે; છતાં તેમના ઉદ્ધારનો વીચાર થતો નથી એ તે દેશ છે કે દોજખ ? નર્ક ? એ તે ધર્મપાલન કે શૈતાનનું તાંડવ ?’

–સ્વામી વીવેકાનન્દ

૧૪

‘મને નથી લાગતું કે જગતમાં ક્યારેય પણ ચમત્કારો થયા હોય અને થવાના પણ નથી જ. એટલે બુદ્ધીમાં ન ઉતરે તેવું બને ત્યારે તે કેવી રીતે ને શા માટે બન્યું તે જાણવા સંશોધન કરવું જોઈએ.’

–ઓશો રજનીશ

૧૫

‘જેમનામાં ભ્રમ–વીભ્રમ, પરાશક્તી, ટેલીપથી, અંત:પ્રેરણા, દૈવી તાકાત, વળગાડ, માતાજી કે ભુતપ્રેત પ્રવેશ થાય છે, તે લોકો સ્કીઝોટાઈપ પર્સનાલીટી ડીસઓર્ડર અર્થાત્ વળગાડ યુક્ત, ભ્રામક વ્યક્તીત્વવાળાં છે ને આ મનોરોગ છે.’

–ડૉ. મુકુલ ચોકસી, મનોચીકીત્સક, સુરત

૧૬

‘વીજ્ઞાનની ડીગ્રીઓ મેળવવાથી કાંઈ વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી. સેંકડો ડૉક્ટરો, ઈજનેરો, વૈજ્ઞાનીકો બાવા–બાપુઓના પગે પડે છે. શ્રીફળ વધેરી દવાખાનાંનાં ઉદ્ધાટન કરે છે, કમ્પ્યુટરને હાર પહેરાવી તેની પુજા કરે છે, કમ્પ્યુટરમાં કુંડળી કઢાવે છે ! આ બધું તુત છે, વીજ્ઞાનના નીયમો સમજવા માટે ખુલ્લી ને તીક્ષણ બુદ્ધી ને તર્ક જોઈએ’

–પ્રા. રમણ પાઠક

૧૭

એકપણ બાવા–બાપુ, મૌલવી કે પ્રીસ્ટ–પાદરીએ મંદીર-મસ્જીદ કે ચર્ચમાં માનવ જાતને કલ્યાણકારી લાઈટ, ફોન, ફ્રીજ, ટી.વી., કમ્પ્યુટર વગેરેની એકપણ શોધ કરી નથી ને છતાં તે બધી સગવડોનો ભરપુર ઉપયોગ કરી, જે થાળીમાં જમે તેમાં થુંકે – તેમ વીજ્ઞાનની જ ટીકા કરે છે. જ્યારે વૈજ્ઞાનીક– મહીનાઓ સુધી પ્રયોગશાળામાં ગોંધાઈ, જીવનનાં તમામ સુખ–વૈભવ ત્યજી પોતાનાં ધ્યેયનાં સંશોધનમાં મગ્ન રહે છે. માટે જ જય વીજ્ઞાન, જય વૈજ્ઞાનીક ને જય જય વૈજ્ઞાનીક દૃષ્ટી !’

–પ્રો. જે. પી. મહેતા, ‘મધુબીન્દુ’

૧૮

‘આપણે ધાર્મીક ક્રીયાકાંડ, વીધી–વીધાન કરી જે તન-મન-ધનનો બગાડ કરીએ છીએ, ઉત્પાદક શ્રમ કરતાં નથી, પ્રાર્થના–પુજામાં સમય વેડફીએ છીએ, યજ્ઞોમાં કીમતી ઘી–તેલ–જવ–તલ–શ્રીફળનો વીનાશ કરીએ છીએ. ડૉ. પાસે જવાને બદલે ભુવા, તાન્ત્રીકો પાસે જઈ કે બાધા આખડી રાખી બરબાદ થઈએ છીએ – આ બધી બેવકુફીને અન્ધશ્રદ્ધાના મુળ ગરીબી, અજ્ઞાન અને સૌથી વધુ ધર્માન્ધતામાં જ છે.’

– ડૉ. કોવુર

૨૪

‘આપણે હજીપણ સીદ્ધાન્તજડ ધર્મની જરી પુરાણી, નીતી–રીતી, માન્યતાઓને વીધીનીષેધ છોડતાં નથી ને છતાં વીજ્ઞાની હોવાનો જુઠો દાવો કરીએ છીએ, આ નર્યો વીરોધાભાસ છે.’

–જવાહરલાલ નહેરુ

૨૬

‘મેં મારા ૬૦ વર્ષની સાધુ જીન્દગીમાં આખો હીમાલય ફર્યા પછી ક્યાંય–કદી જોયું નથી કે હીમાલયના સાધુબાવાઓ (૧) સદીઓ સુધી જીવે છે. (૨) તેઓ નીરાહારી રહી વર્ષો કાઢી શકે છે. (૩) તેઓમાં મૃત સંજીવની, આકાશગમન, ચમત્કારી જડીબુટ્ટી વગેરેની કોઈ જ સીદ્ધી નથી જ નથી. મેં મારી દીર્ધ જીન્દગીમાં કદી એકપણ ચમત્કાર જોયો નથી. અન્ધશ્રદ્ધા માનવને જડ, ઝનુનીને અજ્ઞાની જ બનાવે છે.’

–સ્વામી આનન્દ, ગાંધીજીના હીમાલયવાસી શીષ્ય

૨૯

‘પાહન પુજે હરી મીલે તો મેં પુજું પહાર’ –કબીર

(જડ પથ્થર મુર્તી–પુજાના વીરોધમાં કબીરજી કહે છે કે જો પથ્થર પુજવાથી પ્રભુ મળતાં હોય તો હું આખો પર્વત જ પુજીશ. અર્થાત્ જડમુર્તી પુજા નીરર્થક જ છે.)

૪૩

‘ખગોળ, ભૌતીક, રસાયણ અને જીવશાસ્ત્રનાં વીવીધ વીજ્ઞાનક્ષેત્રોના વીશ્વના ૧૮૫ જેટલા વીજ્ઞાનીઓએ (જેમાંના ઘણા તો નોબેલ પ્રાઈઝ વીજેતા છે) અમેરીકન સામયીક ‘હ્યુમેનીસ્ટ’ના ઓક્ટોબર, ૧૯૭૫ના અંકમાં એકી અવાજે જાહેર કર્યું છે કે મંત્ર–તંત્ર–જાદુ–ચમત્કારો–ભુતપ્રેત, જ્યોતીષ વગેરે અન્ધશ્રદ્ધા જ છે કે જેને કોઈજ વૈજ્ઞાનીક આધાર નથી.’

–વલ્લ્ભભાઈ ઈટાલીયા

૪૯

‘ભારતમાં બુદ્ધીશાળી, બુદ્ધીજીવી પ્રજા છે પણ બુદ્ધીનીષ્ઠા નથી. સરકાર આયોજીત સમારમ્ભની ગુજરાતી ફીલ્મોમાંથી ૨૬ ફીલ્મોમાં માતાજીના ચમત્કારો હતા !’

–રજનીકુમાર પંડ્યા

૫૬

‘સુખી ને સમૃદ્ધ થવા માટે યજ્ઞો કરનારા ભારતનો, વીશ્વસમૃદ્ધીમાં ૧૦૨મો નંબર છે. વીશ્વના ૧૦૧ દેશો યજ્ઞો ન કરવા છતાં આપણા કરતાં વધુ સમૃદ્ધ છે. અર્થાત્ યજ્ઞો એટલે કીમતી સામગ્રી આગમાં બાળવી. ગ્રામજનોને શુદ્ધ પેયજળ મળતું નથી; ત્યાં તમે કીલોબન્ધ શુદ્ધ ઘી બાળો તો તમે માનવ કે દાનવ ?’

–સ્વામી સચ્ચીદાનન્દ

૬૫

‘એક જ ગામમાં એકી સાથે સેંકડો મન્દીર-(દા.ત. હરીદ્વાર, કાશી કે વૃન્દાવનમાં) એ પ્રજાના તન–મન–ધનનો બગાડ જ છે. સામ્પ્રદાયીક સામૈયા એ પણ નીષેધ કરવા યોગ્ય કુપ્રવૃત્તી જ છે. બાપુઓની-કથાકારોની પધરામણી મુર્ખ ભક્તોના ગુલામી માનસની જ ઉપજ છે. આટલા બધા યજ્ઞો-ધર્મશીબીરો-જ્ઞાનયજ્ઞો-સત્કાર સમારંભો વગેરે બધું જ ત્યાજ્ય નીંદનીય છે. કહેવાતા ચમત્કારોથી ધુતારા ધર્મગુરુઓ ભોળા પણ લોભી ચેલાઓને ધુતે છે. આ બધો જ અધર્મ છે. દેશની સમગ્ર પ્રજા જ્યારે કર્મઠ, ભૌતીકવાદી, જ્ઞાની, ભ્રમમુક્ત, ધર્મ-સમ્પ્રદાય મુક્ત થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર છે. સાધુઓની કામલીલાઓને લમ્પટલીલાઓ વારમ્વાર છાપાંઓમાં આવે છે. છતાં લોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’

–સ્વામી સચ્ચીદાનન્દ (પ્રશ્નોના મુળમાં)

૭૭

‘જેની પાસે કશું નથી તે ધર્મ શ્રદ્ધાનો કે ધર્મ કાનુનનો ગેરલાભ લઈ જીવે છે. સમાજ જેટલો ગરીબ – પછાત – અજ્ઞાની – અન્ધશ્રદ્ધાળુ તેટલા ધર્મગુરુઓને ઘીકેળાં ! માનવ કે સમાજ પાસે જેમ જેમ જ્ઞાન, વીવેક, સમજણ અને સમૃદ્ધી આવે તેમ તેમ ધર્માન્ધતા ઓછી થાય છે. રાજકારણીઓ ધર્મને હાથો બનાવી ‘જેહાદ’ની કુભાવના જગાવે છે તે ધર્મનો દુરુપયોગ છે. દુનીયા ફક્ત ધર્માન્ધતાથી નથી ચાલતી. તે તો ચાલે છે ખેતરો-કારખાનાનાં ઉત્પાદનો, નવી નવી વૈજ્ઞાનીક શોધ તથા ભલા માનવોની વીવેકબુદ્ધીથી.’

–નગીનદાસ સંધવી

૮૩

‘કોઈ માણસને પરમેશ્વર કે મસીહા માનીને ભ્રમમાં જીવશો નહીં. કોઈ મહાનમાં મહાન ગણાતો માનવ પણ ભુલ ન જ કરે તેમ ન માનશો. વેદોમાં મુર્તીપુજા કે ગંગાપુજા નથી.

– મહર્ષી દયાનન્દજી (આર્યસ્માજના સ્થાપક)

૯૮

‘પુજા પાઠ કરાવીને કે ગ્રહનક્ષત્ર આદીનાં ફળ દર્શાવીને પ્રજાને ભયભીત કરતા પુરોહીતોને બ્રાહ્મણ વર્ગમાંથી હાંકી કાઢો.’

–મહાભારત

૧૦૧

‘આત્મા–પરમાત્મા એ કેવળ કલ્પનાઓ છે. માનવ જન્મે ત્યારે કોઈ જ પાપ પુણ્યનાં પોટલાં લઈને પેદા થતો નથી. તો પછી પુર્વજન્મ કે પુનર્જન્મની ધારણા ખોટી છે.’

ભારત રત્ન– મહર્ષી કર્વે કેળવણીકાર

૧૦૨

‘જગત જે રીતે વીષમતા તથા ઘૃણાથી ભરાઈ રહ્યું છે તે જોતાં જગતનો કોઈ કર્તા છે, ને તે વળી દયાળુ છે; તે તો માની જ ન શકાય.’

–કપીલ મુની

૧૧૪

‘સમાજ વીજ્ઞાનનો ક-ખ-ગ નહીં જાણનારા કથાકારો બાપુઓ બહુ કાલુ કાલુ બોલે છે. કથાઓ માત્ર કૉમર્સ છે. કથા પાછળ જે જંગી ખર્ચા થાય છે તે કરચોરો, સંઘરાખોરો ને કટકી બાજ નેતાઓ આપે છે. બાપુઓ ઉપદેશમાં શુરા છે; પણ અંગત જીવનમાં તદ્દન વીલાસીને ભોગાસક્ત છે. એને ચલાવવા માટે પબ્લીક રીલેશનની અદ્ ભુત ટેકનીક બાપુઓ પાસે છે. માટે જ લાખો ભક્તોને આકર્ષી તેમના તન-મન-ધનનું શોષણ કરે છે.’

–ઈન્દુકુમાર જાની, તંત્રી ‘નયામાર્ગ’ (બૈઠ પથ્થરકી નાવ)માંથી

૧૨૪

‘આ બધા ધર્મોએ હીન્દને એક કેદખાનું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના કટ્ટર શત્રુ બને, તો તેમાં રાષ્ટ્રીય એકતા આવે ?

–શહીદ ભગતસીંહ

૧૨૫

‘જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે બધા જ પુરા ધર્મવીચારથી ભરેલા નથી. ‘મહાભારત’, ‘મનુસ્મૃતી’, ‘કુરાન’, ‘બાઈબલ’ વગેરે દરેકની મર્યાદા છે. તેથી જ કોઈ એક ધર્મગ્રંથ ને પ્રમાણીને ચાલવાની વાત ખોટી છે. આજે ધર્મસંસ્થાઓની સમાજ પર ઘણી જ ખરાબ અસર થઈ છે. મારું માનવું છે કે વીજ્ઞાનયુગમાં મજહબ કે સમ્પ્રદાયને કોઈ જ સ્થાન નથી. ધર્મ પણ એક જ હોય અને તે માનવ ધર્મ.’

– વીનોબા ભાવે

૧૩૦

‘વૈદીક મન્ત્રોની શક્તીથી મુર્તીમાં દીવ્યત્વ આવે છે કે નામસ્મરણ કરવાથી ઈશ્વર દર્શન દે છે કે સાધુની દીવ્યશક્તીથી ચમત્કારો થાય છે : આવી અન્ધશ્રદ્ધાથી સમાજ છતી આંખે આંધળો થાય તો પછી વાંક કોનો ?’

–કેદારનાથજી

૧૩૪

‘પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠા ગુરુનો વેશ, એક એક કહે માહરો પંથ જયમ ગુણકા એ ધાર્યો કંથ’, ‘લોભી ગુરુ લાલચી પેલા દોંનો ખેલે દાવ ભવસાગરમેં ડુબતે બૈઠ પથ્થર કી નાવ’

કવી અખા ભગત

લેખક અને સમ્પાદક:

Pro. J. P. Mehta, 29/B/5, Opp: Panchshil Vidyabhuvan, Ghatkopar (E), MUMBAI-400 077 –INDIA- Email ID: hemant@cahjmehta.com  ના સૌજન્યથી સાભાર…

પુસ્તીકા વીતરક:

‘શ્રેષ્ઠ જીવનમાર્ગ : રૅશનાલીઝમ’ પુસ્તીકાના વીતરણની વ્યવસ્થા નીડર અને નીખાલસ  રૅશનાલીસ્ટ શ્રી જમનાદાસ કોટેચા સંભાળે છે. જીજ્ઞાસુઓએ પુસ્તીકા મેળવવા માટે નીચે જણાવેલ તેમને સરનામે/સેલફોન પર તેમનો સમ્પર્ક કરવો :

શ્રી જમનાદાસ કોટેચા, માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર–363 020 સેલફોન : 98981 15976

 સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com/

અક્ષરાંકન :ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ : એરુ એ. સી. – 396450 જીલ્લો : નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈ લ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24– 02 – 2012

31 Comments

  1. એક બે અપવાદ સિવાય અંધશ્રદ્ધાના સરસ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે.

    દુનિયા આખી તો રેશનાલીસ્ટ નથી. મારું માનવું છે કે ૯૦% જેટલી પ્રજા આસ્તિક હશે. એટલે આમ કોઈ ઈશ્વરવાદી હોય અને તે સવાર સાંજ પાંચ-દશ મિનીટ પ્રાર્થના કરે તો મારી દ્રષ્ટીએ એમાં સમય બગાડવા જેવું કશું લાગતું નથી પરંતુ પ્રાર્થના પછી વ્યક્તિ પોતાનું કામ દ્રઢતાથી આરંભ કરે છે અને એ સારી વાત છે. ગાંધીજી હંમેશા સવાર-સાંજ પ્રાર્થના કરતા અને તેમાંથી આખા દિવસની પ્રવૃત્તિ કરવાનું બળ એમને મળી રહેતું.

    દુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે “માનવતા” જરા વિચાર કરો તો સમજાશે કે આ માનવતા આવી ક્યાંથી? દુનિયાના મોટેભાગેના ધર્મો માનવતાની વાત કરતા હોય છે. આમાં ક્રિશ્ચિયન મિશનરીઓએ તો ઘણું સારું કામ કર્યું છે. હવે હિંદુઓ પણ જાગ્યા છે. કોઈપણ ધર્મમાં ગમે તેટલી અંધા-ધૂંધી ફેલાશે તો પણ ધર્મ મરવાનો નથી. અહી ધર્મનો અર્થ હિંદુ, મુસ્લિમ, બૌધ, ઈસાઈ વિગેરે સમજવું.

    હિંદુ ધર્મમાં સંપ્રદાયો, ગુરુઓ, સ્વામીઓ વિગેરેનો અતિરેક છે કારણકે ધર્મ આજીવિકાનું સાધન બન્યો છે. સમય, સમયનુ કામ કરશે. ભણતર વધશે, વિજ્ઞાન વધશે એટલે આપમેળેજ ધાર્મિક અંધશ્રદ્ધાઓ દૂર થશે. કોઈ પ્રાર્થના કરે, ગીતાજીનો પાઠ કરે તો તેને હું અંધશ્રદ્ધા નથી માનતો, કારણકે ઈશ્વરમાં શ્રદ્ધાળુ લોકોને એમાંથી એક જાતનું બળ મળતું હોય છે, જેની રેશનાલીસ્ટોને ખબર પડે નહિ અને પડશે પણ નહિ.

    Like

    1. Mr. Mistry’s observations are well though. He is right in showing us the journey/origin of Manav Dharm. The way out from the present mess as he states viz. education and exposure to the outside/scientific world and the passage of time is also a shop floor reality in the prevailing/given scenario.
      Notwithstanding this, the sanity lies in living/leading towards the rational way of doing things, how much ever time it takes. It is a time tested, objective and logical theory that can stand against any onslaught in the centuries ahead.

      Like

  2. લોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’
    –સ્વામી સચ્ચીદાનન્દ ● (પ્રશ્નોના મુળમાં)
    આ અવતરણ મને ગમ્યું.
    ભાઈશ્રી ભીખુભાઈના આ વક્તવ્ય ” અહી ધર્મનો અર્થ હિંદુ, મુસ્લિમ, બૌધ, ઈસાઈ વિગેરે સમજવું.” સાથે હું સંમત થઈ શકું તેમ નથી. જો આ ધર્મો હોય તો એને માનનારાઓએ જે ખુનામરકી કરી છે અને હજુ પણ કરી રહ્યા છે, એ કહેવાતા ધર્મોના નામે જે અનીષ્ટો ચાલ્યાં અને ચાલી રહ્યાં છે તે કઈ રીતે સંભવી શકે? ધર્મને કોઈ વીશેષણ હોઈ ન શકે, જેમ વીજ્ઞાન સમગ્ર વીશ્વમાં એક જ છે તેમ ધર્મ પણ એક જ હોઈ શકે અને તેમાં કદી કોઈ ઝઘડો નહીં હોય. હીન્દુ, મુસ્લીમ બૌદ્ધ, ઈસાઈ વગેરે ધર્મને પામવાના માર્ગો છે, ધર્મ નહીં. ધારયતિ ઇતિ ધર્મ:.

    Like

    1. શ્રી ગાંડાભાઈ સાથે હું સંમત છું. હિન્દુ, ઇસ્લામ. ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ વગેરે માર્ગો છે,

      ખરેખર તો એને માર્ગ પણ કેમ કહેવાય? એ માર્ગે ચાલીને ક્યાં પહોંચવાનું છે? જ્યાં પહોંચવાનું લક્ષ્ય હોવાનું કહેવાય છે તેના વિશે પણ મતૈક્ય નથી. આ સંજોગોમાં આ માર્ગો ક્યાં લઈ જશે અથવા ખરેખર આપણે માનેલા લક્ષ્ય સુધી લઈ જવાના સાચા માર્ગો છે કે કેમ તે પણ નક્કી નથી.

      એટલે ધર્મનો અર્થ કર્યા વિના ચાલે એમ નથી. એ જો આખી દુનિયામાં એક જ હોય તો માત્ર એ જ અર્થમાં કે સસ્તન પ્રાણીઓમાં શારીરિક રીતે માણસ બહુ નબળો છે, એની નબળાઈને કારણે સહકારથી રહેવું એ એની ચિરંજીવિતા માટેની આવશ્યકતા છે.

      પરંતુ એનું મસ્તિષ્ક બહુ જ વિકસેલું છે.સંયોગોને ધ્યાનમાં લઈને મગજે અમુક વ્યવહારો વિકસાવ્યા, જે આપણે માટે નીતિ રૂપ બની રહ્યા છે. આ નૈતિક મૂલ્યોથી અલગ ધર્મ ન હોઈ શકે.

      તે સિવાય, ઈશ્વરની કલ્પના કે ઈશ્વરને પામવાના પ્રયત્નો વગેરે માત્ર ભાષા છે. એનું હાર્દ સહ્કાર માટે અને સર્વાઇવલ માટે જરૂરી નૈતિક વ્યવહાર ન હોય તો એ ખાલી વાતો બની રહે છે.

      Like

  3. ભાઈ શ્રી ગાંડાભાઈની વાત સાચી છે. આ બાબતે મેં પહેલેથીજ જણાવ્યું છે કે “દુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે માનવતા”

    આપણે સામાન્ય અર્થમાં લઈએ છીએ કે હિંદુ ધર્મ, ઈસાઈ ધર્મ, મુસ્લિમ ધર્મ વિગેરે. બધાજ ધર્મોમાં, ધર્મને નામે કત્લેઆમ થઇ છે. એક સમયમાં લગભગ આખા હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મ હતો અને જે વિશ્વમાં થયું તે આપણાં અહી પણ શંકરાચાર્ય થયા પછી થયેલું એવું મારું માનવું છે.

    ધર્મને વિશેષણ હોતું નથી, પરંતુ સામાન્ય રીતે આપણે હિંદુ સંપ્રદાય એવું નથી બોલતા. હિન્દુધર્મ એવુજ બોલીએ છીએ. ખરેખર તો ધર્મ સનાતન છે અને દુનિયાની એકેએક વ્યક્તિ માટે અને જીવ-જંતુ, પ્રાણી સૃષ્ટિ માટેનો ધર્મ એકજ છે. ધર્મને ગુણધર્મ પણ કહી શકાય. માણસ સિવાયની જીવ સૃષ્ટિ કુદરતની વ્યવસ્થામાંજ જીવે છે.

    મારા પ્રતિભાવથી થયેલી ગેરસમજ બદલ માફી માગું છું.

    दया धर्मका मूल है, पाप मूल अभिमान,
    तुलसी दया न छांडीये, जब लग घटमें प्राण.

    Like

  4. Dharma…etale Mari Faraj – ane nahi ke kriyakand ane murtipuja..-…Religion….e.g. Hindu,Muslim,Christian,Budhha,Jain……etc.
    Manavdharma etale manavo ane pranio ane vanaspatio tarafni harek manavni faraj…SAJIVO TARAFNI HAREK MANAVNI FARAJ….SUKH AAPAVANI FARAJ ane NAHI KE DUKH AAPAVANI……

    Darek juda juda kahevata dharmoye potana dharmane, ek bija dharmano naash karvama ane potano dharma (Religion) shreshtha chhe te sabit jkarvaj vaprelo chhe.

    Philosophye potana dharma-religionne sheshtha sabit karva shabdoni rachana karine vakyo banavya chhe…Kagar upar sundar parantu rojinda vyavharma ?

    Jene Bhagavan Manu ( ?) kahiye chhiye temna STREEo matena, Shrudro matena jivan jivavana niyamo ane Muslim dharmama Streeo matena jivan jivavana niyamo sarkhavijuo…Samaj padi jase..(.Manune vancho…tena niyamone samjo pachi…juo tamne aa 21mi sadima tene mate ketlu maan upaje chhe) (Vancho swami Sachhidanandjinu pushtak…ADHOGATINU MUL – VARNAVYAVASHTHA)

    In Bhagavad Gita,…Adhyaya-1/ read shloka no: 41…42….43….44….Ane STREEO mate…varnashankar praja mate…shu kahelu chhe te samjo ane aajna samajma thata Baratkaro ke aantergnatiya lagno vishe vicharo…Muslimona aakraman ane baratkar pachhi hindu streeona jivan vishe vicharo….Shu baratkarthi hindu streeone janmeli praja ane te stree narakma gayeli hashe? Shu aantergnatiya lagno ke aanterdeshiya lagno ke aanterdharmiya lagno ke international lagno thaki janmeli praja narka ma jeshe? Narak kyan aavelu chhe? Harek gharma aavu ek lagna aaje thayelu hashej….!!!!!!!!! Chalo practical life shu chhe ane rojinda jivan-prashno kevi rite suljhavaya te vishe vichar kariye. aapne 21st centurima jiviye chhiye ane 21st centurine aanurup jivan…physical ane mental jivan jiviye chhiye…Jo em nahi karishu to fekai jaishu. 21st century sudhima vignane karela sansodhano thaki aapne jiviye chhiye nahike 5000 ke 3000 ke 2000 ke 1000 varsho pahela je jivan htu tene anusharine….

    AA to SMASHAN-VAIRAGYA CHHE…puja path ke saadhusang ke pachi kathakarono sang…badhue SMASHAN-VAIRAGYA CHHE…Smashanmathi ghare aaviya ane nahi lidhu etale….bhogi….jogi pan bhogi……( Sadhu ke kathakar ke politician ke guruji ke……. dwara janmeli praja….ane NARKA ?….Sadhu, Kahakar, Guruji….badha…NARAKVASHI…Ha…Ha….Ha….)

    Like

  5. ==

    અજંતા અને ઈલોરાની ગુફાઓ કે મંદીરો એક જ પહાડ જે આખે આખો પત્થરનો બનેલ છે એમાં બનેલ છે.

    જેમકે આખું મંદીર એની મુર્તી, દરવાજા, ગુંબજ, શીખર, રંગ મંડપ, વ્યાખાન હોલ, સાધના કેન્દ્ર, ડીઝાઈન, કલા બધું એક જ પત્થરનું છે.

    એ હીસાબે કબીર સાચો છે કે મુર્ખ અને ગાંડા લોકો નાહકના પત્થરના ટુકડાને કોતરી, પ્રાણ પ્રતીષ્ઠા કરી પુજે છે.

    પૃથ્વી ઉપર જમીન, નદી, પહાડ કે હીમાલય, સાગર કે મહાસાગર, ખીણ, વનસ્પતી, જીવન એ તો ફકત દુધ ઉપર મલાઈ હોય એવા પાતડા પડ ઉપર છે.

    બાકી જમીનથી ૩૦ કીલોમીટર નીચે ભગવાન, પ્રભુ, પરમાત્મા, હીન્દુ, જૈન, બૌદ્ધ, ઈશાઈ, ઈશ્લામ કે કોઈ પણ ધર્મનો ધર્મ ગુરુ કે ગોડનું ધગધગતા લાવારસમાં મીશ્રણ થઈ જાય.

    Like

  6. બધા જ અવતરણો સુન્દર છે, જેને જીવનમા અજમાવાય તો ખુબ જ રૂડુ!
    આ અવતરણોના સર્દભમા, સદગુરૂ કબીર સાહેબનો જુઓ બીજો એક દોહો.
    ના मे मन्दीर, ना मे मस्जीद, ना काबा कइलाशमे !
    कहाको ढुढे बन्दे, मे तो तेरे पास रे !!
    I,am not in any temple, nor in any mosques, I,do nor resides in Kaba nor in Kailash.
    Why you are looking for me in all the wrong places,while I,am right there within you.

    Like

  7. પ્રજાના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તય્યાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.

    મોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું. આ છે ધર્મની વ્યાખ્યા!

    અમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે, અને પ્રજા ના પૈસે તાગડધિન્ના કરે છે.

    મુસ્લીમ ધર્મશાસ્ત્રનું એક બોધવચન આ પ્રમાણે છે:

    “હે શ્રધ્ધાળુઓ, ઘણા પીર (સંત) અને દરવેશ (સન્યાસી) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહના સત્ય માર્ગે થી ભટકાવી દે છે.”

    વાહ રે ધર્મ! તું કેવો ધર્મ?

    તારામાં પણ બેવડું ધોરણ!

    તારા ધર્મના એજંટો તનેજ વટાવી ખાય છે?

    તારા અનુયાયીઓ માં કોઈ ને કણ ને કોઈને મણ! આ ક્યાં નો ન્યાય છે?

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  8. Rationalism is a good thought and it should be spread out as much as possible. For this there should be educated mass and it should have right and quality education because nowadays even educated people also believe in superstion and other wrong beliefs.

    Like

  9. uper apela udaharno vachvama sars chhe! pan aa vato pan ante to manvina man ma ek prakrno confusion jpeda karachhe, bapuo rationilist ni tika kare ane rationalist bapuo ni tika kare, samanya manas confusion ma jay!

    Like

  10. so nice articles,and we believe also,but in daily life,used to pray to GOD for batter life or living.Thanks.

    Like

  11. I request my friends to read and add the knowledge to their treasure a article published in THE STAR-LEDGER, published from NEW JERSEY. The artical is dated February 19,2012 and the section is, PERSPECTIVE….
    By reading and munching on the subject we can know what other people think about the MOST VALUABLE SUBJECT WE ALL ARE EAGER TO KNOW.
    The subject is: Does GOD Exist ? Writen by: Terry Golway.
    The introduction says,” The universe’s greatest question goes on trial, as the two sides hold a penetrating and civil debate – spurred to do so by a surprising inspiration.”
    In the western world people do think on the subject on which we easterners think since ages…..
    Thanks.

    Like

  12. Here are some Good rationalism/anti religion quotes

    “Religion is something left over from the infancy of our intelligence, it will fade away as we adopt reason and science as our guidelines.”
    -Bertrand Russell

    “Mystics exalt in mystery and want it to stay mysterious. Scientists exalt in mystery for a different reason: it gives them something to do.”
    –Richard Dawkins, “The God Delusion”

    We consider prayer as nothing more than a fervent wish
    – A. Philip Randolph

    As my ancestors are free from slavery, I am free from the slavery of religion.
    – Butterfly McQueen

    “Just in terms of allocation of time resources, religion is not very efficient. There’s a lot more I could be doing on a Sunday morning.” – Bill Gates

    Like

  13. It seems very interesting, educating & useful.Happy to read discussion & comments.
    Congrats, Govindbhai & all the friends.
    -Shashikant Shah

    Like

  14. “દુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે માનવતા”

    જો આ વાક્ય ખરુ હોય તો એને સત્ય ઠરાવતો ધર્મ આ ધરતી પર ક્યો છે એ વિશે જરા જોઈ જવા હુ અહિ ધર્મોની હારમાળા મુકુ છુ,

    હિંદુ, જૈન, બોધ્ધ, શીખ, પારસી, યહુદી, મુસ્લીમ, ખ્રિસ્તી, તાઓ, ઝેન, શીન્તો, બહાઈ, સ્પીરીચ્યુઆલીઝમ, Cao Dai, Wicca, Tenrikyo, Seicho-no-Ie, Rastafari movement, Unitarian Universalism, Cheondoism, કે પછી રેશનાલીઝમ……

    બે-ઘડી આંખ બંધ કરી તમારા આત્માને પુછી જુઓ કે આ અને આવા અનેક ધર્મોમાં કયો ધર્મ સાચી માનવતા પ્રદર્શીત કરે છે? જે ઉત્તર તમને તમારા અંતરમાં સંભળાય એ ધરમ સાચો માનવતા નો ઉધ્ધારક ધર્મ છે……

    Like

Leave a comment