માંહ્યલાને માંજવો પડે ! અને ભીંત ફાડીને પણ ઉગી જઈશું !

માંહ્યલાને માંજવો પડે !

‘સીધો ચાલે’ એને ‘સાધુ’ કહેવાય તેમ ‘ફીકરની ફાકી કરે’ એને ‘ફકીર’ કહેવાય. ‘ચીન્તાને ચીન્તનમાં પલટાવવાની જેનામાં ક્ષમતા’ છે એને ‘ચીંતક’ કહેવાય. ઘણા દોડે છે ખરા, પરન્તુ કયાં પહોચવું છે એ જ ખબર નથી. લક્ષ્ય વીનાની દોડ એ ‘ગતી’ અને લક્ષ્ય સાથેની દોડ એ ‘પ્રગતી’ ! જેમ ઘાણીના બળદની મંઝીલ નથી હોતી અને જેની મંઝીલ નક્કી નથી તેને પવન સુગમ અને અનુકુળ હોય તોય શું ?  માહીતી અને જ્ઞાન એ તો બાહ્ય સ્રોત પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. પરન્તુ ડહાપણ તો ભીતરથી જ ઉગતું હોય છે. માહીતીના અફાટ સમુદ્રમાં  જ્ઞાનરુપી હોડકું ઝોલા ખાતું હોય ત્યાં ડહાપણ રુપી મોતી પ્રાપ્ત કરવાનું તો કેટલું દુષ્કર બની રહેવાનું ? કમળ સુધી પહોંચવું હોય તો કાદવ ખુંદવો જ પડે; તેમ ગુલાબને મેળવવા કાંટાની ચુંભનની પણ તૈયારી રાખવી જ પડે ! સમુદ્રમંથનમાં પણ ઝેર સ્વીકારવાની તૈયારી હોય એને જ અમૃત પ્રાપ્ત થાય ! સરળતાથી મળેલી સંપત્તીની આવરદા હંમેશાં ટુંકી હોય છે. પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલી સંપત્તી ‘ઉર્ધ્વગતી’ તરફ નહીં પરંતુ ‘અધોગતી’ તરફ જ ઢળતી હોય છે. પુરુષાર્થ વગરની સંપત્તી સુખનો અનુભવ કરાવી શકે; પરન્તુ આનન્દની અનુભુતી નથી કરાવી શકતી.

માણસ જુઠું બોલે એ ‘લાઈ ડીક્ટેટર મશીન’ પકડી પાડતું હોય છે. તેમ ભીતરનો લય ખોરવાય એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે એ વાત હવે આધુનીક મેડીકલ સાયન્સ પણ સ્વીકારે છે. તેથી જ માંહ્યલાને માંજવો પડતો હોય છે. અને જે માંહ્યલાને માંજતા રહેતા હોય છે એમના ચહેરા પર ચળકાટ ચોક્કસ જ દેખાતો હોય છે.

–પ્રેમ સુમેસરા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

(2)

ભીંત ફાડીને પણ ઉગી જઈશું !

આ પૃથ્વી પર જન્મ લેતો પ્રત્યેક મનુષ્ય એક અનોખા પ્રકારની અનન્યતા અને અદ્વીતીયતા સાથે જન્મતો હોય છે. પ્રત્યેક મનુષ્યમાં રામ, કૃષ્ણ, ઈસુ, પયગમ્બરથી લઈને બુદ્ધ, મહાવીર, ગાંધી, સરદાર અને ઓશો બનાવવાનુ વીત્ત – ‘રો મટીરીયલ’ પડેલું હોય છે. સામે છેડે રાવણ, કંસથી લઈને આજના લાદેન–દાઉદ સુધીનાં તામસીક ગુણો ધરાવતા મનુષ્યો પણ હોય છે; પરન્તુ તમે કયું તત્ત્વ ઉજાગર કરો છો તે પ્રત્યેક વ્યકતીની ઈચ્છાશક્તી પર આધાર રાખે છે. શું બનવું એની સમ્ભાવના (પ્રોબેબીલીટી) માણસના હાથની વાત છે.

એક લોખંડના ગઠ્ઠામાંથી તમે ખીલી બનાવો તો એક રુપીયો પ્રાપ્ત થશે, તમે સોય બનાવો તો પાંચ–દશ રુપીયા મળશે, તમે તલવાર બનાવો તો પાંચસો રુપીયા મળશે જ્યારે તમે એમાંથી મશીનનો ભાગ બનાવો તો પાંચહજાર રુપીયા સુધી પણ મળી શકે. તમે શું બનાવો છો તેના પર નીર્ભર છે. મનુષ્યનું પણ એવું જ છે કે તમે તમારી જાતને કેટલી ઉંચાઈ પર મુકી શકો છો, તેના પર તેના મુલ્યાંકનનો આધાર છે. મનમાં એક પ્રકારની ‘ધુન’ સવાર થાય તો જ તમે ‘ધાક’ જમાવી શકો. પ્રભાવશાળી બનવું કે પ્રભાવહીન બનવું એની લગામ પ્રત્યેક વ્યક્તીના પોતાના હાથમાં રહેલી છે. કુદરતે પ્રત્યેક વ્યક્તીમાં એક ‘લોખંડનો ગઠ્ઠો’ મુકેલો હોય છે. તેમાંથી ખીલી બનાવવી કે કોઈ મશીનનો કીંમતી ભાગ બનાવવો એ દરેક  વ્યક્તીએ જાતે નક્કી કરવાનું હોય છે. ઉજળા– પ્રતીભાવાન બનવા માટે જાતને પુરુષાર્થ વડે ઘસવી પડે. લોખંડને તપાવીએ તો જ તેને યોગ્ય ઘાટ આપી શકાય તેમ જાતને ઘાટ આપવા માટે તપવું પડે.

કવીશ્રી બ્રહ્મભટ્ટ કહે છે:

‘અમે આગમાંથી પણ બેઠા થઈશું,

અમને જલાવો તો પણ જીવી જઈશું;

તમે ભલે પાણી ન સીંચો અમને,

ભીંત ફાડીને પણ ઉગી જઈશું’

–પ્રેમ સુમેસરા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.31/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક :

શ્રી પ્રેમ સુમેસરા, એ–૨૪, હરીદર્શન સોસાયટી, આનાથ આશ્રમ રોડ, કતારગામ, સુરત 395 004.

ફોન: (0261) 248 8899 Mobile- 98250 55148 94261 84500

ઈ.મેઈલ : premsumesara@gmail.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 26/11/2010

 

 

 

13 Comments

  1. સુંદર પ્રેરણાદાયક વિચારો
    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં,
    સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં !’
    કાવ્ય પંક્તિના રચાયિતા : શ્રી શેખાદમ આબુવાલા
    દરેક આ વાક્યો પોતાના મનમાં કોતરી રાખે…..’
    આ મનમાં ઊંડેઊંડે હિંમતના છોડવાઓનાં અદશ્ય બીજ રોપી રહી છે. જિંદગીના સામટા ઝંઝાવાતો સામે ઝૂકી ન જઈએ એ માટે હિંમતના પાયામાં પ્રેરણાના શબ્દોનું પોલાદ ભરીને એક નક્કર માળખું ઊભું કરી લો. તમને કરી શકાય એટલા હેરાન કરવાની ભરપૂર કોશિશ કરે, પરંતુ ગળથૂથીમાં જ મુસીબતો પીને મોટા થયેલા એ હેરાન જરૂર કરે, હલબલાવી નાખે, પરંતુ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનું શક્ય ન બને

    Like

  2. બહુ સાચી વાત છે અન્યના દોષો અને આપણા ગુણો પ્રત્યે જ આપણી દ્રષ્ટિ હોય છે જ્યારે અન્યના ગુણો અને આપણા દોષો જોવા તરફ આપણે વળીએ ત્યારે માંહ્યલાને માંજવાની શરૂઆત થાય.

    Like

  3. DHUN CAN DO WONDERS IN LIFE.EVERY ONE MUST HAVE EXPERINCED.VERY GOOD WRITE UP. WORTH READING TWICE.

    Like

  4. ‘અમે આગમાંથી પણ બેઠા થઈશું,
    અમને જલાવો તો પણ જીવી જઈશું;
    તમે ભલે પાણી ન સીંચો અમને,
    ભીંત ફાડીને પણ ઉગી જઈશું’

    ખુમારી ભર્યો શે’ર

    આવું જ ખુમારી ભર્યું એમ મુક્તક માણો

    “મોતની તાકાત શું મારી શકે?
    જિંદગી તારો ઈશારો જોઈએ
    જેટલે ઉંચે જવું હો માનવી
    તેટલાં ઉંચા વિચારો જોઈએ”

    Like

  5. Dear Friends,

    Thanks so much for your article. It is very good. Everything depends upon you. A burning desire and faith in self & in Lord is required to achieve some thing in this life.

    It is very nice to know that you included OSHO, Acharaya Shri Rajneesh. It fulfills my heart.

    Thanks again so much.

    Pradeep H. Desai
    Indianapolis,In USA

    Like

  6. Dear Govindbhai maru:

    Thank you for publishing Prem Sumesara’s Thoughts. They are useful for many who Give Up easily at the slightest of obstacles. They are the People “Who Go With The Flow”. They have Nothing of their own to Contribute to themselves or to the Community. It is ` The Wasted Unique Human Life’. It is in Reality, Animalistic only. Large number of people fall into this category.

    All those Great men exemplified in the Write Up, achieved `Higher Heights’ due to their Innate Abilities cultivated by “PURUSHARTHA’. Only they can Contribute to the Humanity and LEAD successfully in the Causes they take upon themselves. Self-Confidence comes out of Experiences and Real Education. People who Read and Repeat Shastras do Not become Pundits. Those who Practise can Promote and LEAD towards a Better Community / Society.

    We can see this clearly in the Present day World of `So Called’ Leaders who have brought about Nothing But Chaos. These are Self-Centered People with GREED and EGO. Further, we can see the `Quick Rich’ people in India, U.S.A., etc. They feel Guilty (GUILT Syndrome) and their Conscience Bites them All the time. To Penance for their SINS, they Contribute/Donate to get `NAME’ for themselves, Tax Benefits, etc. They think they can Get Favours from GOD (?) by Building Temples, etc. Those who Work Hard and Make their Honest Living, can Sleep Sound.

    Let us get Inspiration from those Great People and bring about the Needed Changes to the Mankind and Other Living Beings, including Environment. That way we can contribute towards bringing about succor to the Sick, Aged, Poor, Unemployed, Illiterate, etc. This is Real RELIGION and PURPOSE of Human Life.

    Fakirchand J. Dalal

    November 30, 2010

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    E-Mail: sfdalal@comcast.net
    Phone: 301-577-5215

    Like

Leave a comment