‘CULTURE CAN KILL’

CULTURE CAN KILL

It’s a sad, sad, sad story of a mad, mad, mad World !

-S. Subodh
(‘Culture can Kill’ નામક શ્રી સુબોધ શાહ લીખીત નેત્રદીપક પુસ્તકમાંથી સાભાર !)

પોતાને વીદ્વાન, વીચારક કે લેખક સુધ્ધાં નહીં ગણાવતા, એવા આ અમેરીકા નીવાસી સાદા; છતાં સચીંત તથા સજાગ એવા લેખક શ્રી સુબોધ શાહને અમેરીકામાં મળવાનો લહાવો મેં એક કરતાં વધુ વાર મેળવ્યો અને માણ્યો. ઉપર જણાવી એવી કોઈ પણ મોટી  કે અગ્રણી હસ્તીનો દાવો નહીં કરનાર એવા સુબોધભાઈ ખરેખર  ભારતીય સંસ્કૃતીનાં તદન્તર્ગત દુષણો અને જોખમોના પ્રકાંડ પંડીત છે. જાણવા મુજબ ભારતીય સંસ્કૃતી-સંસ્કારના વીગતે તથા પૃથક્કરણાત્મક અભ્યાસ કરવા તેઓ ખાસ્સાં બાર-પંદર વર્ષ ભારત આવી, મીશનરી ધગશથી આખા દેશમાં સંસ્કૃતીનો ઉંડો અભ્યાસ કરતાં રખડ્યા છે અને એક અભીનવ તથા વેધક, તો સાથે સાથે સત્યમુલક તારણ કાઢ્યું છે કે, ભારતીય સંસ્કૃતીના જરીપુરાણાં અને ઘણે અંશે વીકૃત થયેલાં તત્ત્વો-સત્ત્વોએ ભારતીય પ્રજાનો વીનાશ નોતર્યો છે, એને પુરાં એક હજાર વર્ષ જુલ્મી, શોષણખોર તથા વચમાં વચમાં વળી, કોઈક સારા એવા વીદેશી આક્રમકોની ગુલામી રાખી છે, જે ગુલામીએ આ રાષ્ટ્રનો તમામ સાત્ત્વીક જુસ્સો હણી નાખ્યો, એને સાવ સંકુચીત જીવનવાળું બનાવી દીધું, જેને પરીણામે એનાં અનેક ઉત્તમ તત્ત્વો વીકૃત  થયાં. અને છેક 1947માં સાવ દીન, હીન તથા પતીત અવસ્થામાં આપણે આઝાદ થયા… ત્યારે ઉત્તમ તક હતી પુનરુત્થાનની, આપણે આપણી ગત ભવ્યતા તથા ઉચ્ચતા (The glory that was Bharat)નું વ્યવસ્થીત, દૃષ્ટીપુર્વકનું પુનરુત્થાન સાધીને, પુન: એક મહાન રાષ્ટ્ર બની શક્યા હોત. યુરોપમાં આશરે પાંચસો વર્ષ પુર્વે, પ્રજાએ સ્વયમેવ સમજથી તથા પુરા જોસ્સાથી પોતાના રાષ્ટ્રનું નવોત્થાન (રેનેસાં) સીદ્ધ કર્યું. ગ્રીક તથા રોમન સંસ્કૃતીનાં ઉત્તમ તત્ત્વ-સત્ત્વને પુન: સજીવન બનાવી વર્તમાન જીવનમાં આમે જ કર્યાં. એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે, ગ્રીક તથા રોમન સંસ્કૃતીઓ (ભારતીય સીવાયની તમામ સંસ્કૃતીઓ) નાશ પામી. પરન્તુ લેખક પુછે છે કે, કોણે કહ્યું કે ગ્રીક અને રોમન સંસ્કૃતીઓ નાશ પામી છે ? ના, આજેય એ જીવંત છે: એરીસ્ટોટલ અને પ્લેટો આજેય યુરોપીય સંસ્કૃતીને જોરદાર પ્રેરણા-પ્રોત્સાહન આપી રહ્યા છે, આર્કીમીડીસ, સોફોક્લીસ કે પાયથાગોરસ આજેય એટલાં જ જીવંત છે. હજી આજેય ભારતના તબીબો પોતાનાં દવાખાનામાં ગ્રીસના આદ્ય વૈદરાજ હીપોક્રેટીસના ઉપદેશ-આદેશ  વાક્યો ટાંકે છે અને દીવાલે ટાંગે છે. હા, સંસ્કૃતી ટકી; પણ ધર્મ બદલાઈ ગયો ! જ્યારે ભારતની વીશીષ્ટતા એ છે કે, છેલ્લાં પાંચેક હજાર વર્ષથી વૈદીક ધર્મ પણ જીવંત રહ્યો છે. પરંતુ ‘રેનેસાં’ અને રુઢીચુસ્તતા વચ્ચે પાયાનો અને ભયાવહ ભેદ છે. ચર્ચીલ કહેતો, ‘જો ભુતકાળનું ન્યાયી મુલ્યાંકન વર્તમાનને ધોરણે જ કરતાં રહીશું, તો ભાવીનું સત્યાનાશ જ વળી જશે, સમજી લો !’ હજી આજેય વળી આપણે વર્તમાન યુગ તથા સંસ્કૃતીનું ન્યાયીકરણ (જજમેન્ટ) ભુતકાળના માપદંડથી જ કરતા રહીએ છીએ, જે આપણી સર્વાંગી બરબાદીનું એક સબળ કારણ બની રહ્યું છે. મૌર્ય કે ગુપ્તયુગનાં સુવર્ણકાળનાં ઉત્તમ તત્ત્વોને કેવળ ગૌરવથી યાદ કર્યાં કરવાને બદલે, એને આધુનીક સ્વરુપ આપી, વર્તમાનમાં અનુસરો !

 આપણો એકન્દર અભીગમ તો વળી વીચીત્ર તથા હાનીકારક છે, જાણે સ્વયંસ્ફુરણાથી જ (યા તો દેખાદેખી) આપણે સંસ્કૃતીઓનો ‘સમન્વય’ કરતા રહીએ છીએ. યુવતીઓ પેન્ટ પહેરીને બીન્દાસ ઘુમે છે, અને ભાતભાતની રીતે વાળ કપાવે છે. બર્થ ડેની કેક કાપતા, ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ લલકારીએ છીએ. વેલેન્ટાઈન ડે અને ક્રીસમસની કે નવા વર્ષની રાત પુરા ઉત્સાહથી અને ક્યાંક તો વળી શેમ્પેઈનની બોટલ ફોડીને ઉજવીએ છીએ. પણ આ બધાં બાહ્ય, સ્થુળ તથા બીનલાભકારક સાંસ્કૃતીક પરીવર્તનો કે માત્ર અનુકરણો છે. અલબત્ત, એમાં કશું ખોટું કે ત્યાજ્ય છે, એમ હું (ર.પા.) નથી કહેતો; પરંતુ એથી રાષ્ટ્રનું ખમીરવંતું ઉત્થાન ભાગ્યે જ થઈ શકે. લેખક શ્રી સુબોધ શાહ લખે છે કે, ‘Modernize or perish !’ (આધુનીક બનો અથવા નાશ પામો !) લેખક અનુરોધે છે  કે, પશ્વીમની પ્રજાએ સર્વ ક્ષેત્રે નવી નવી શોધો કરી કામે લગાડી. ઈનોવેશન (નવીનીકરણ) અને તનતોડ શ્રમનો કોઈ જ વીકલ્પ નથી ! એથી ઉલટું, આપણે સ્થગીત, સ્થીતીચુસ્ત બની ભુતકાળને વળગી રહ્યા, અરે ભુતને મુળભુતરુપે, યથાવત પુનર્જીવીત કરવામાં લાભ છે, એવી ભુલભરેલી માન્યતાને વશ આપણાં શ્રમકાર્યોને પણ આપણે દીશાહીન તથા છીન્નભીન્ન કરી નાંખ્યાં ! ભારતની અવસ્થા તથા પરીસ્થીતીને લેખક દ્વીમુખી રોમન દેવ ‘જાનુસ’ રુપે ઓળખાવે છે.

કયો ચહેરો સાચો અને હીતકારી ? એક બાજુ સ્થુળ કે બાહ્ય આધુનીકીકરણ, તો વળી બીજી બાજુ ભુતકાળની સાંસ્કૃતીક પરમ્પરાઓની ભક્તી-આસક્તી તથા પુનર્જીવન, એથી કદાચ બાવાના બેઉ બગડ્યા ! દા.ત. વર્ણવ્યવસ્થા વીશે હજી આજેય દ્વીઘાભાવ તથા વીવાદ પ્રવર્તે છે. એક કાળે, મહાત્મા ગાંધીજીએ પણ શરુમાં વર્ણવ્યવસ્થાના ભરપુર વખાણ કર્યાં હતાં, જો કે બાદમાં તેઓએ પોતાનો એવો મત બદલ્યો હતો. જ્યારે આજના કેટલાક સાધુસંતો અને નવાનવા આધ્યાત્મગુરુઓ તો વર્ણવ્યવસ્થાને આજેય વ્યાજબી ઠેરવે છે અને અઠંગ તરંગી એવા અભીનવ અર્થઘટનો પ્રચારે છે ! હકીકતે, એક ઈતીહાસકારે લખ્યું છે તેમ, ભલે કોઈ કાળે વર્ણવ્યવસ્થા કદાચ લાભદાયી લાગી હોય તો પણ,  આપણી એક હજાર વર્ષની ગુલામીનું એક કારણ વર્ણવ્યવસ્થા જ હતું. દા.ત. મહમદ ગઝની ચઢી આવ્યો, ત્યારે સોમનાથ સંકુલમાં બારસો બ્રાહ્મણો લાડવા ખાઈને પડ્યાપાથર્યા રહેતા હતા; પણ તેમણે ગઝની સામે હથીયારો ના જ ઉઠાવ્યાં. તેઓ તો શ્રદ્ધાપુર્વક એમ માનીને બેઠા જ રહ્યા કે, હમણાં ભગવાન શંકર ત્રીજું નેત્ર ખોલશે, એટલે આ પામર મલેચ્છ તો બળીને ભસ્મ થઈ જશે ! વર્ણવ્યવસ્થા મુજબ યુદ્ધનો ધર્મ તો કેવળ ક્ષત્રીયો જ અદા કરે. હવે એકલા ક્ષત્રીયો તો કેટલેક પહોંચી વળે? વધારેમાં વળી, એ લોક પણ અંદરઅંદર લડતા જ રહેતા. પરીણામે ક્ષત્રીયો ખપી ખુટ્યા. જ્યારે બાકીની પ્રજા નીઃસ્પૃહ જ રહી. મહમદ ગઝનીએ સત્તર વાર ગુજરાતને ઘમરોળ્યું, અફઘાન રાજ્ય પણ સ્થાપ્યું. પછી એની પાછળ વળી બાબર મોગલ આવ્યો. બસ પછી, પુરાં એક હજાર વર્ષ સુધી ભારતે ગુલામીની યાતનાઓ, અત્યાચારો તથા શોષણો સહન કર્યાં. ‘કલ્ચર કેન કીલ’ – એટલે આવી બધી અનેકાનેક તથા અનેકવીધ આપત્તીઓ ! અન્તમાં, ભારતીય રાષ્ટ્રને વારસામાં મળેલાં અને હવે ત્યજવા જેવાં કેટલાંક સાંસ્કૃતીક મુલ્યો, રુઢીરીવાજો તથા માન્યતાઓ:

લેખક શ્રી સુબોધ શાહ છેલ્લે લખે છે

(1) પૈસો અર્થાત્  સમૃદ્ધી અનીષ્ટ છે, પાપ છે અને સાદાઈ તથા ગરીબી મહાન સદ્ગુણ છે, એવા ઉપદેશથી પ્રગતી રુંધાઈ અને દંભ વધ્યો.

(2) ગુરુઓ તથા ગ્રંથોમાં શ્રદ્ધા રાખવાથી, સ્વતંત્ર વીચારશક્તી, સર્જકતા તથા પરાક્રમ-પુરુષાર્થ અવગણાયાં.

(3) સ્વર્ગ પ્રતી મીટ માંડી રાખવાથી, આ નક્કર ધરતી ઉપર આપણે ઠોકરો ખાધી અને આત્માના કલ્યાણની ફીકરમાં શરીરની તાકાત ગુમાવી. (અત્રે નોંધવું ઘટે કે, આજે આપણા ગુજરાતના જ કેટલાક સુધારક-વીચારક સંતો પણ ભૌતીક, શારીરીક તથા લશ્કરી તાકાત કેળવવાની ઉચીત હીમાયત કરે જ છે –(ર.પા.)

(4) ઐહીક પરાક્રમો ખેડવાનું આપણું મનોબળ વધુ પડતી આધ્યાત્મીકતાએ તોડી નાંખ્યું.

(અત્રે સચીન્ત નીર્દેશ કરવો ઘટે કે, વર્તમાન જગતમાં, અદ્ ભુત, આશ્વર્યજનક શોધખોળ તથા અસંભવ જેવાં અજોડ સાહસો,  ફક્ત અને ફક્ત પશ્વીમી પ્રજાઓ જ કરે છે.  –(ર.પા)

(5) મીલ્ટનની યા બાયબલની એ વાત સાવ જ ખોટી કે, જે માણસ નીષ્ક્રીય ખડો રહે છે અને રાહ જુએ છે, એનું પણ ઈશ્વર તો ભલું કરે જ ! (ખુદ ખ્રીસ્તીઓએ જ આજે આ બોધવચન ફગાવી દીધું છે –(ર.પા)

(6) આપણે આજે એવાં અનેક મુલ્યોને વળગી બેઠા છીએ કે જે આપણી પ્રગતીને રુંધી રહ્યાં છે વગેરે વગેરે…

મુલ્યવાન, સત્યમુલક તથા સર્વાંગી દોષો, દૃષ્ટી તેમ જ માર્ગો ચીંધતું આ પુસ્તક આપણી વીદ્યાસંસ્થાઓએ યોગ્ય તબક્કે નવી પેઢીને ભણાવવું જોઈએ.

પ્રકાશન તથા પ્રાપ્તીસ્થાન : AUTHOR HOUSE, 1663, Liberty Drive, Suite-200, BLOOMINGTON, INDIANA – 47403 :USA: (800-839-8640) www.authorhouse.com  (Publisher)   or http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

Price – 12.00 Dollars plus mailing charges

પુસ્તક લેખક શ્રી સુબોધ શાહનો સમ્પર્ક : Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ–08831 USA Phone: 1-732-392-6689 eMail: ssubodh@yahoo.com

ભરતવાક્ય
You have to be strong enough to say:
If the culture does not work don’t buy it, create your own! 
– MITCH ALBOM –
(‘Culture can Kill’ પુસ્તકમાંથી સાભાર !)

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

તારીખ : 26 જુન, 2010ના સુરતના ગુજરાત મીત્ર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટારરમણભ્રમણ’માંથી, લેખક અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..

કટાર લેખકનો સંપર્ક : પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન02622 – 222 176 સેલફોન : 99258 62606

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

  આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

22 Comments

  1. સુન્દર અભ્યાસી અને મૂળમાં જ ચોટ કરનારો લેખ છે. આદરણીય સુબોધભાઈના તારણો મુજબ આપણે આજને સુધારીને આગળ વધીએ એવી અપેક્ષા રાખીએ. પણ, સાચી રાહ ગાન્ધીજીની જેમ બતાવનાર કોઈ આગેવાન તો પ્રજાને જોઈશે જ. આપણામાંથી જ કોઈ એવો ક્રાંતીકારી પ્રગટે એવી આશા અસ્થાને નથી.

    Like

    1. શ્રી ચિરાગભાઈ,

      આપણે ક્યાં સુધી આગેવાનોની રાહ જોઈશું? અરે શું આપણે જ આગેવાની ન લેવી જોઈએ? મેં તો બહુ શરૂઆતમાં તમારો સાથ માંગેલો કે સિસ્ટમ માં બદલવાની જરૂર છે. તમે શક્ય તેટલો આપ્યો પણ છે, પણ મારા માનવા મુજબ તો હવે તમારે પણ એક આગેવાન તરીકે બહાર આવવાનો સમય પાકી ગયો છે.

      Like

  2. Koynun buru karya vina koy pan raste Bharat ne pragati panthe lay jay shakay. Hath jodi besi rahevathi bhalun/sarun na thay pan fakta bhikh male.

    Bija koy agal ave, rasto batave e asha rakhi besi rahevathi bhojyo bhai na male. Bhukh lagi to khavun pade ne chavva mahenat karyej chhutko.

    Rasto shodhava mathaman karvi pade jem khava maate chavvun pade. Krantikari pragte to pragte rah joy hath jodi besi rahevathi peda thay avun jaja bhage na bane.

    Bharat ni azadi mate bhagla padi Pakistan ubhun thayun. Tetli unap lagi Indiraji ye laday ladi, paisa tatha apna javanoni barbadi kari. Taiyar thali Bangla Desh ubho kari ne dushmanavat pan vahori.

    Vykati pujan bandh karo. Pote avi vyakti bano. Imaarat no nano patthar pan bano to pan bas chhe.

    Natvar Lakhani

    Like

  3. અભ્યાસી લેખ
    ખૂબ સુંદર તારણ
    લેખક શ્રી સુબોધ શાહનો સમ્પર્ક પણ સાધી શકાશે.
    અમારા દેવયાનીબેન પણ ક્યાક તમારી આસપાસમાં જ હશે
    કોઈક વાર તેમની નજીક ફ્રેંકલીન પાર્કમા આવવાનું થાય છે.

    Like

  4. Today, India need 1,00,000 Raman Pathak and Subodhbhai. India need to train young generation, (Avoid those who are above 55 years old.) following the political stratagy Chanakya had played. With the army of enlightened youngsters, India can progress. Todays politicians and their sons and daughters are the enimies of Bharat. Today we are our own enimies and we are creating more and more enimies who are self-centered. Today the social and political environment is such that Gandhian principles may not help.

    Amrut(Suman)Hazari.

    Like

  5. આ પુસ્તક વાંચવા જેવું છે- વસાવવા જેવું છે- સુબોધભાઇને સલામ- દાદાને પણ સલામ આવી વાતો પીરસવા બદલ. ગોવિન્દભાઇ પણ આ “ધર્મનું કાર્ય” કરી રહ્યા છે.

    Like

  6. શ્રી ગોવિંદભાઈ,

    મારી દૃષ્ટીમાં તો હજુ સુધી એવું જોવા મળ્યું નથી કે કલાકાર કે સાંસ્કૃતિક માણસોએ કોઈની હત્યા કરી હોય. હા જ્યાં બીનજરૂરી રીતે કોઈ પેશ કદમી કરતું હોય તો તેને હસતા – રમતા લાઠીદાવ વગેર અંગકસરતોથી મારી હઠાવે પણ કોઈની હત્યા તો કરે જ નહી. એ વાત જુદી છે કે કોઈએ હતાશ થઈને આત્મહત્યા કરી હોય.

    શું પૂર્વ અને શું પશ્ચિમ બધી વાત આત્મશ્રદ્ધાની છે. અહીં ના લોકો જ પશ્ચિમમાં જઈને આત્મશ્રદ્ધા ધરાવતા થઈ જાય તો અવનવા પરાક્રમો કરી બતાવે છે. અને જો અહીં આપણે આત્મશ્રદ્ધા જાગ્રત કરીએ તો ઘેર બેઠા ધરતી પણ મલકી ઉઠે અને હરીયાળી પથરાઈ જાય છે તે મારો જાત અનુભવ છે.

    જ્ઞાતીપ્રથા અને તે બધું હવે જુનવાણી થઈ ગયું છે. મુળ વાત છે તમને તમારી જાતમાં શ્રધા છે? વિશ્વાસ છે?

    ફરી ફરીને સ્વામી વિવેકાનંદનું આ વાક્ય ટાંકવાની ઈચ્છા થાય છે કે “બળ એ જ જીવન છે, અને નિર્બળતા એટલે મૃત્યું.”

    Like

  7. Wonderful….Every word of this post is a TRUTH, TRUTH and STARK TRUTH….

    We Indians have always basked in the sunshine of our past glory only.

    We have always timidly bowed down to our culture and traditions, our religious preachings and anything linked to our ancient culture. We are so slavish that we dare not think of disbelieving words of our so called God like saints…!We have become enemies of our own progress and prosperity.

    Yes, if we don’t modernise on western line, we will perish for sure.

    Like

  8. વર્ણવ્યવસ્થા થી ભારત ને મળી ગુલામી એવો અમે પણ એક શરૂમાં લેખ મુકેલો તદ્દન તેવુજ સુભોધ ભાઈએ પણ કહ્યું છે.ક્ષત્રિયો ને મરવાનો પરવાનો આપી દીધો.પછી ગમેતેટલા બૈરાં કરે વસ્તી ક્યાંથી એમની વધે?અમે વગર આ પુસ્તક વાંચે આવું જ લખેલું હતું.સુભોધ ભાઈ તો અમારા પાડોશી જ કહેવાય.મહાન સંસ્કૃતિ હતી ત્યારે હતી,આજે રહી છે ખરી?આજે તો કાયર અને કમજોર બની ચુકી છે અને આતતાયીને ક્ષણ માં હણી નાખનાર કૃષ્ણ અને સેતુ બાંધી લંકા જીતી લાવનાર ના વારસો કહેવડાવવા ને લાયક છીએ ખરા?૨૫૦૦૦ વાડાઓના(સંપ્રદાયો) ભરવાડો ના ઘેટા છીએ આપણે.હિંદુ કયારેય એક નથી થવાનો.અનેકતામાં એકતા ની દંભી જુઠી વાતો માં રચ્યા રહો.એક કસાબ નામનો મચ્છર આખા ભારત ને ધ્રુજાવી જાય છે.એક અફજલ નામનું ઝરખડું આખા ભારત ને ફફડાવી રહ્યું છે.જ્યાં સુંધી ૨૫૦૦૦ કરતા વધારે વાડાઓમાં આ ઘેટાઓ પૂરેલા છે ત્યાં સુધી તો ભારત માર ખાવાનું જ છે એની ગેરંટી આપણી છે.

    Like

    1. હવે જ્યારે વર્ણવ્યવસ્થા પોતાની મુળ કટ્ટરતા ગુમાવીને સાંસ્કૃતિક વર્ણવ્યવસ્થા સર્જતી જાય છે તેવે વખતે આવા મરશીયા ગાયા કરવાનો કશો અર્થ નથી. કોઈ મોત મુઠ્ઠીમાં લઈને આવે અને ભારતમા પચાસ કે સો માણસોને મારી નાખે તો તે કાઈ ભારતે કાયમ માર ખાધો ન કહેવાય. અમેરીકાના ટ્વીન્સ ટાવરનો ધ્વંસ ભુલાઈ ગયો લાગે છે. હંમેશા ભારત વીશે ઘસાતું જ વિચારવાની માનસીકતા ન બદલી શકવાની આ એક પ્રકારની લઘુતાગ્રંથી જ છે.

      Like

  9. જુદા પડતા વિચારોનો સમન્વય કરવાને બદલે જ્યારે વિરોધની ભાવના જાગે છે. ત્યારે સંસ્કૃતિનો વિકાસ અટકે છે. પશ્ચિમી સંસ્કૃતિના વિરોધને કારણે આપણે પાછળ રહીએ છીએ અને જેઓ તેને અપનાવીને આગળ ચાલે છે તેને દોષિત ઠેરવવાની કોશિષમાં જાણે અજાણે ઘરમાં અને સમાજમાં વિઘ્નો ઊભા કરીએ છીએ છે. મારા એક મિત્રએ મારી સાથે અમેરીકા અને ભારતની સરખામણીની ઘણી વાતો કરી જેમાં અમેરીકા કરતા ભારત દેશ ચડિયાતો છે તે મુખ્ય સૂર હતો. થોડી દલીલ તો મે કરી પણ વધારે કરવાનું એટલે ટાળ્યુ કે બે અલગ વસ્તુની સરખામણી માટે કોઈ સમાન ભૂમિકા ન હતી. તેઓ આ દેશને ફકત પુસ્તકો થકી જ જાણતા હતા. વળી સરખામણી જ કરવી હોય તો એકના ફક્ત સબળ પાસા જોવા અને બીજાના ફક્ત નબળા એ તો કોઈ રીતે યોગ્ય નથી જ. આપણે ક્યાં હતા? અને ક્યાં છીએ? એ વિચારવું પૂરતું નથી શું ?

    અમેરીકાની ખુબ ટીકાઓ કર્યા બાદ છેલ્લે જ્યારે અમે વિદાય લેવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે એમણે પૂછ્યું કે એમના પુત્રને અમેરીકા મોકલવો હોય તો કઈ રીતે થઈ શકે? આપણી સંસ્ક્રુતિને પૂજનારા આવા લોકો સમાજના ખુબ પ્રતિષ્ઠીત હોદ્દા પર હોય ત્યારે સમાજ પર તેની કેટલી વ્યાપક અસર હશે તે અચંબો પમાડે છે.

    Like

    1. શ્રી રેખાબહેન,
      આપની વત સાચી છે. આપણાં લોકો દંભી સાંસ્કૃતિક બની ગયા છે. પણ હું તો કહું છુ કે અમેરીકામં વસતા સ્વજનને ભારત પાછા લાવવા હોય તો કઈ રીતે થઈ શકે?

      Like

  10. ગોવિન્દભાઇ. સુંદર લેખ.આવા સારા..સારા.. જાણ્વા જેવા લેખો મોકલવા માટે આપનો આભાર.

    Like

  11. અતિ ઉત્તમ લેખ, પ્રતિભાવ આપવા પણ સમય લાગે એવો આ લેખ છે……
    મારા જેવા કાચાપોચાની પહોંચની સમજ બહારનો વિષય છે……
    છતાંય પણ ૪૮ વરસની ઉંમર સુધી જે કંઈ અનુભવ્યો એ કહુ છુ કે આપણો સાંસ્ક્રુતિક વારસો તદ્દન પોકળ અને કાલ્પનિક છે (સમયસારણી અભાવે) અને જે ચિતરવામાં આવે છે એટલો મહાન નથી, કાલ્પનિક રીતે સર્વોત્તમ છે પણ વાસ્તવિકતાની પોલંપલ આ લેખમાં જ ઉધડી ગઈ છે. વર્ણવ્યવસ્થા તો બ્રાહ્મણોએ લાડુ ખાવા માટે જ ઘડી રાખી છે અને ક્ષત્રિઓએ જે લાડુ ખાવાના ખરા હકદાર હોવા જોઈ એના બદલે તેઓ એકલહથ્થા યવનો જોડે, મલેચ્છો જોડે લડ્યા અને શહિદ થયા હતા. જો બ્રાહ્મણ, વણીક અને ક્ષુદ્ર વર્ગ એક થયો હોત તો આજના જેમ કોઈને મજાલ નથી કે આપણા સિમાડાઓ ઓળંગીને કસાબ નામનુ મચ્છર ઘુસી આવે. છતાંય જે શહિદો એ યુધ્ધમાં બહાદુરીથી લડેલા તેઓ કોઈ જાતી પ્રમાણે ન હતા એટલે નુકસાન વેઠીને એ આતંકવાદીઓના ચુરેચુરા ઉડાવી મુકેલા એ અવર્ણવ્યવસ્થા હતી. જાત-પાત ન હતી એટલે વિજય થયો અને થશે. પાંચ ભાઈઓના ઘરમાં એક ભાઈને જાણી જોઈને કમજોર કરવામાં આવે તો એ ઘર નક્કિ વહેલા મોડુ તો નાશ પામવાનુ જ. એટલે હવે ભણી ગણીને સદબુધ્ધિ હોય તો ઉપયોગ કરો. કેમ કે ૧૯૪૮ વખતે બે જ ધારાઓ ભારતમાં પ્રવર્ત્માન થઈ હતી અથવા જાગ્રુત થઈ હતી. કટ્ટ્રર હિંદુવાદ અને સર્વધર્મસમભાવવાદ. હવે વિચારો કયો વાદ ભારતનુ નખ્ખોદ વાળી રહ્યો છે. કટ્ટ્રર હિંદુવાદ કે સર્વધર્મસમભાવવાદ. આજે આપણે એ બન્ને વાદોમાં જ ખુવાર થઈ રહ્યા છીએ. ખરી અને સચ્ચાઈની વાત તો વેદોમાં છુપાઈને પડી છે જે આર્યો પોતાની સાથે ૪૫૦૦ હજાર વર્ષો પહેલા પોતાની જોડે લાવ્યા હતા. એટલે વેદ ને જ ઉત્તર આપવા દો, એટલે મારી સર્વને નમ્ર વિનંતિ છે કે આપણો ઉત્તર વેદ માં છુપાયેલા સ્રુષ્ટી કરતા પાસે છે અને હુ એમા જ શોધવા ની કોશિશ કરુ છુ…….ધન્યવાદ….

    Like

  12. It seems that the author has referred the “KILLING” by the culture in a somewhat moderate or symbolic sense. However, there are number of incidents of “Killing” by the culture in it’s LITERAL sense in north India being reported now a days in case of marriages which are not acceptable to the khaps. This is, perhaps, the worst face of Killer cultre in modern, 21st century India. The irony is, our legislators and parliametarians are also either showing sympathy towards khaps or remaining silent. It is very much shameful, painful, shocking and frustrating.

    Like

  13. શ્રી ગોવીંદભાઇ, શ્રી રમણભાઇના આ લેખ દ્વારા આપે સુબોધભાઇના સુંદર અને પ્રેરક વિચારો ધરાવતા પુસ્તકનો પરિચય કરાવ્યો. આપણી જ નહીં વિશ્વની જે જે સંસ્કૃતિઓ દંભી બની જાય છે તે ખુની જ થતી જાય છે. (આપે લેખમાં કદાચ શરતચુકથી ટાઇટલ ’CULTURAL CAN KILL‘ લખ્યું છે, જે ખરેખર ’CULTURE CAN KILL‘ હોવું જોઇએ.)
    મને તો આ પુસ્તકના મુખપુષ્ઠ પરનું, લેપટોપના સ્ક્રિન પર હાથમાં ધોકાધારી ગણેશ અને સામે જોડાયેલા બે હાથ વાળું ચિત્ર ઘણૂં ગમ્યું. કદાચ એ ચિત્ર જ સમજાવે છે કે શક્તિ અને પ્રવાહીતા વિના સંસ્કૃતિઓ માયકાંગલી અને અંતે દંભી બની જાય છે. સમયોચિત્ત બદલાવ, પ્રગતિની અદમ્ય ઇચ્છા (જેના કારણે સાહસવૃતી પ્રક્ટે છે) અને વર્તમાનનું મુલ્યાંકન (ભવ્ય ભૂતકાળના ગાણાઓ તેને ગાવા પડે જેનો વર્તમાન નબળો હોય !) આ બધાં ગુણોની મહત્તા આ લેખમાં મને તો સમજાણી છે. ત્યાગ તે કરી શકે જેણે પ્રથમ મેળવ્યું હોય, આપણે મેળવ્યા વિના જ ત્યાગને રવાડે ચઢી જઇએ છીએ (કે ચઢાવી દેવાયે છીએ) અને ’સોક્રેટિસ’માં એક સરસ વાત આવે છે કે ’ગરીબીનું પણ મિથ્યાભિમાન થવા લાગે છે’ અને એ મિથ્યાભિમાન સામે ધીમે ધીમે સમૃદ્ધિ અને પ્રગતિ પણ ક્ષુલ્લક લાગવા માંડે છે. કદાચ આ જ પલાયનવાદ છે.
    આભાર.

    Like

  14. સમય સાથે જે સંસ્કૃતિ પરિવર્તન ના સ્વીકારે તે કાળ ક્ર્મે વીલીન થતી રહે છે. મનુ મારાજે 3000 ત્રણેક હજાર વર્ષ પહેલા વર્ણ વ્યવસ્થાનો ઢાંચો આપેલો આજે 21મી સદીમા બિલકુલ અપ્રસ્તુત બની રહ્યો હોવા છતાં તે બદલવા જો તૈયાર ના થઈએ અને પશ્ચિમનું વિવેક બુધ્ધિનો ઉપયોગ કર્યા સીવાય આંધળું અનુકરણ કરતા રહીએ તો સમાજ અને સંસ્કૃતિની વગોવણી સ્વાભાવિક રીતે થાય ! આજે પણ આપણે રોજ સમાચારો વાંચીએ છીએ કે માત્ર કહેવાતી આબરુના વહેમમાં રચ્યા પચ્યા રહેતા લોકો આબરુ બચાવવા પોતાના સંતાનની જો સંતાન અન્ય જ્ઞાતિમાં પરણે તો હત્યા કરી નાખે છે. આ કલ્ચર કીલ્સ નું જીવતું જાગતું ઉદાહરણ છે. આવા બનાવોને કમભાગ્યે આ દેશના રાજકારણી-સત્તાધીશો અન મહંતો પોતાના સ્થાપિત હિતો પોષવા/રક્ષવા રોકવા કોઈ પ્રયાસો કરતા નથી ઉલ્ટાના આવા બનવોનો બચાવ કરતા નિવેદનો ફટકારતા રહે છે. આપણી સંસ્કૃતિને નામે લોકો પોતાના વર્તનમાં જે દંભ અને બનાવટી વ્યવહાર કરે છે તેનો દુનિયા ભરમાં જોટો નહિ મળે ! ભેળસેળ ભ્રષ્ટાચાર અને અપ્રમાણિકતા જાણે આપણાં લોકોની જીવન શૈલી બની ચુકી છે. મહમદ ગઝનીએ સોમનાથ તોડ્યું અને બ્રાહ્મણો લાડુ ખાતા રહ્યા તેનં કારણ પણ ગીતામાં ભગવાન કૃષ્ણે જે કહેલું છે તેનો ખરો અર્થ સમજાવાને બદ્લે અનર્થ કરી આળસુ થઈ બેઠા રહેવાનો જ આજ સુધીના સાધુ-સંતો કે મહંતોએ સમજાવ્યા કર્યો છે. અર્થાત અધર્મના નાશ માટે અને ધર્મની પુનઃસ્થાપના માતે હું અવતાર ધારણ કરીશ તેનો અર્થ આ કહેવાતા ધાર્મિક વડાઓએ લોકોના મગજમાં એવો ભર્યો છે કે આપણે કંઈ કરવાની આવશ્યકતા નથી કારણ ભગવાન અવતાર ધારણ કરી આપણાં સૌનું રક્ષણ કરશે ! પરિણામે દેશ બે હજાર વર્ષે સુધી ગુલામ રહ્યો અને દુનિયા ભરની પ્રજાએ આ દેશ ઉપર આક્રમણ કરી લૂંટ્યો ! તેમ છતાં જાગૃતિ ના આવી કારણ હજારો વર્ષની ગુલામી કોઠે પડી ગઈ છે ! તૈયાર રસોઈ જમવાની આદતે આપ્ણી જિજ્ઞાસા પણ ખત્મ કરી દીધી છે.અસ્તુ !

    Like

  15. Bani gayun te thayun. Bhutkal badli shakato nathi. Bhavishya sarun joytun hot vartman sudharvo joiye. Bhavi ni bhitarman shun chhe ? “Na janyun Janki Nathe Savare Shun Thavanu chhe” Vartman sudhari shakitye to kadach bhavi sudhare.

    Hindu ek thaya hote to Mohamed Gazni, Babar vigere Hind upar na chadi avat. Pani, khorak abhdayan na hot.
    Te jamana na Brahhmano ke gurujio ke Pujario en apna Hindu ne Hundutva mukavun na padyun hot jethi abhdayela hindu kattar Musalman na thaya hot. Jemke Jina Shaheb Paneli Moti town, near Porbandar. na Lohana Gnati na hata. To Pakistan ubhun na thayun hot. Samp tyan jamp vato ma rahi gayun ne jamp mari bahar nikli gaya. Bharat gulam thayun ne rahyun.

    Ek ubho thay bijane sathe le tem kartan be thay, be na tran ane ……… hajaro, lakho. Tema thi Jarur neta pan ubho thay.

    Gnati ma pan bhagla chha gam, sattavish gam. Badha ne Prdhan thavun chhe, badha pradhan na bani shaake.

    Kirhsna Bhagvan jem Ethi patravadi upadava vala pan joiye, saaf safai karva vala pan.

    London no pradhan chalto potani ofise ave ne vagar rakhsane. Bharat na sahdaran pradhan ke up pradhan ne pan Chamcha rakhsan mate joiye.

    Lakhtan lakhi nakhiye. Kam karva taiyar nathi.

    Gnati vada todo, bhed bhav chhotdo, avadavada ne bhedbhav vagar kame chadva do. Bhai charo, shaahn shakti tatha udar dil mukhya karay to Bharat ekam kayam rahi shakshe.

    Natvar

    Like

Leave a comment