ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?

આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.

આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં  સૌથી વધુ આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા, ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા  હોય તો પણ; આવા લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર આધારીત છે.

આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.

આ દેશમાં પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે. આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?

સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ  માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત  દેશ કદી વીકસીત નહીં બની શકે !

કીરણ એ. સુર્યાવાલા, સુરત

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૧૦/૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખીકા તેમ જગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

25 Comments

  1. correct and to the point expressions, what to say, it is shameful and most depressing fact that our politians are not interested in development of country, but their bank balance….. There is no way out to stop this all nonsense??

    but, above all these odds, there are few rays of hope, and we are the biggest HOPIST people in the world, so hope for best to come….

    Good article

    Jignesh

    Like

  2. Firstly it was pandits who exploited this country, then the rulers and now a gang of rulers, media, psuedo intelectuals-seculars and the selfish professionals as well as traders. a tail of a snake is in its own mouth swallowing it rapidly. None can save this damned nation except a miracle.

    Like

  3. ઘણા સરસ ટોપીક પર મનોમંથન પુર્ણ વિચાર રજુ કર્યો છે. આ વિચારોમાં પ્રાણ પુરવા કે આ વિચારમા બતાવેલ ખામીઓ દુર કરવા …કરાવવા માટેના પ્રયાસ રુપે આવા બ્લોગ ના ઉપયોગ દ્રારા દેશભરમાં રહેલ પ્રતીભાઓ પાસે અલગ-અલગ સમસ્યાઓ દુર કરવા માટેના વિવિધ ટોપીકો આપી તેના ઉપર લોકો પાસે વિચારો…..વ્યુહ….માગવા કે મંગાવવામાં આવે જેના દ્રારા દેશમા પ્રર્વતમાન સમસ્યાઓના નિવારણ માટેની કડીઓ જોડી યોગ્ય રીતે ભવિષ્ય્મા અમલમા મૂકી શકાય.

    Like

  4. very true but I think we are also responsible about this
    we are inactive in todays politics.
    I remember when we got freedom that time most of the
    leaders were well educated and they knew their responsibility now a days most of the leaders (politicians)
    are not that literate and most of them does not know the
    points discussing in the parliament and I think all the bureaucrats are rulling us. now time has come that literate
    people should take active intrest in the politics.blaming only
    to politicians will not be enough.

    suren

    Like

  5. કદાચ મારું નોલેજ અને વિચારો આ કહેવા માટે પૂરતા મેચ્યોર નથી…પણ ક્યારેક તો એવું થાય છે કે જો અંગ્રેજો અહીંથી ના ગયા હોત તો કદાચ આ દેશની હાલત હાલ છે એના કરતાં વધુ સારી હોત…

    Like

  6. THE VIEWS EXPRESSED BY KIRANBHAI IS VERY CORRECT. IF ALL THE INDIAN WHO BELIEVE THAT THEY ARE REAL INDIAN AND WANT TO DO SOMETHING FOR THE MATRUBHUMI THEY SHOULD READ AND BEHAVE FOR WHICH THE ARTICLE IS WRITTEN. MAKE SOME PRIORITY THAT FIRST BUT FOREMOST SHOULD BE TO DO SOMETHING MORE FOR OUR MATRUBHUMI. YOU HAVE RIGHTLY SAID THAT MOST OF ALL THE POLITICAL LEADERS ARE WORRIED ABOUT THEIR BANK BALANCE AND AND FOR THEIR NEXT GENERATION AND NOT FOR COUNTRY AND THEREFORE WE ARE REALLY BACKWARD . ALL THE RELIGION LEADERS ARE WORRIED ABOUT THEIR OWN GROUP AND CASTE AND GET ADVANTAGE OF THE PEOPLE’S FAITH IN GOD AND THEY ARE LEAST WORRIED THE MATRUBHUMI.
    BHARAT MATA NE PRANAM.

    Like

  7. So, who is responsible for all these things? Please do not tell me government. Since government is made up of people
    whom we have elected.
    Let me tell you very simple example. I was studying in India last year. we were 21 children in class. Every lecture we attend we have to sign. I failed to make them come in the line and sign.
    ‘What is civic sense’ we are not teaching our children.
    Only how much “MONEY” you have matters.
    We needto find SOLUTIONS. We are good at heart, intelligent, entusuastic and hard working pele.
    Let’s work together.

    vsit http://www.pravinash.wordpress.com

    Like

  8. It is true but there is a solution. We should become practical and teach fundamental things to our children from the beginning. Things are changing but it takes time. Lots of people have realised the value of hard work and cleaniless in life.

    Let us work together indead of complaing and blaming others.

    Pradeep H. Desai

    Like

  9. i am totally agree with the, has anybody thought about it why such condition is been created?
    Because we all are very good at making comment but no one come forward to work against all this. If we talk about intelligent class of our country they are not interested to work in India because we are backward class and they move to LONDON, USA or any other so called developed country and when they come back to India for vacation they just make comment about and very less NRI’s are working on it.
    i think it is time to wake up and create a movement which make an impact at international level.
    Once again the article published is really a good thought to generate movement.

    Nirav R. Shah

    Like

  10. It’s a thought provoking article and I presume the writer Kiran A Suryawala from Surat must be between the age of 30 to 50 years and deserves immense appreciation for the boldness with which CHARCHAAPATRA has been written.

    Its a hopeless hope to expect any tangible progress from the existing aged politicians who either do not have any idea of common men &women’s sufferings or who knowing it fully well ignore it because they are only interested in their own welfare & status.
    The only solution to the problem is, that such politicians should be replaced through the Ballot box by the YOUNG committed & devoted party workers between the ages of 30 & 55 in various political parties.These youngsters born after 1947 and who are brought up in the environment existing since independance has their own experience as to what poverty, sufferings and common man needs are !

    Further, politicians even if they are under the age of 55, but having “Cattle Class” idealogy should not be imported from the agency like the United Nations who consider themselves above hundreds & thousands of ordinary Indians. What progress can we expect from politicians with such idealogy.

    Siraj Patel “Paguthanvi”

    Like

  11. મેરા ભારત મહાન!
    કેટલું સરસ સુત્ર?
    જ્યારે દેશમાં હતો ત્યારે મોટેભાગે દરેલ ટ્રકની,રીક્ષાની પાછળ આ સ્લોગન દેખાતું રહેતું!

    એવું નથી કે પ્રગતિ નથી થઈ. પણ એ પ્રગતિને ગતિ નથી મળતી.

    ભ્રષ્ટાચાર, લાંચ-રિશવત, બેફામ વસ્તી વધારો આ છે ત્રણ મુખ્ય અવરોધ જે અન્ય અવરોધોને સાથ આપીને વિકાસયાત્રાને બ્રેક મારી દે છે.
    રાજકારણીઓ, પોલિસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ લાંચ લેવાની, પૈસા બનાવવાની તક છોડતા નથી. મેં પણ ઈચ્છા ન હોવા છતાં મારા જ ઓડિટરને ફક્ત એક સહિ કરવા માટે લાંચ આપી છે. નહિતર હું પરદેશ ન આવી શકું! સરકારી ફોન પર જ ચાલુ ઓફિસે સીધે-સીધા સોદા થાય; ત્યારે દેશ છોડવાનો અફસોસ ન થાય.

    હમણા જ જુઓને વાત તો એકદમ તાજી જ છે.
    મધુ કોડાનો દાખલો સામે છે! નવું ઝારખંડ બન્યું એટલે એમને તો બખ્ખા થઈ ગયા. તો મનસેના સાવ નવા નવા વિધાનસભ્યોએ શપથવિધી વખતે જ મારામારી કરી.

    મેરા ભારત મહાન. આવું તો ભારતમાં જ બને.

    અહિં પરદેશમાં પણ ભ્રષ્ટાચાર નથી એવું નથી; મોટા પાયે થાય છે. પણ એ સામાન્ય માણસને નડતરરૂપ નથી.

    બાકી દુનિયામાં સહુથી દૂધ, કઠોળ, ડાંગર, ખાંડ-શેરડી પકવાનારો દેશ છે આપણો. કદાચ સહુથી વધુ માથાદીઠ વ્યક્તિગત સોનું આપણા દેશમાં છે.

    અહિં પરદેશમાં, ખાસ તો યુએસએમાં ૪૦% ભારતિયો મેડિકલ વ્યવસાયમાં છે. ૩૦% કમ્પ્યુટર અને સોફ્ટવેરમાં છે.

    દેશમાં રાજકારણીઓને સજાગ થવાની/કરવાની જરૂર છે. જે કોઈ સજાગ છે એને એમની સજાગતાનું ગુમાન વધારે છે.

    આ એક વિષચક્ર છે. અભિમન્યુનો આઠમો કોઠો છે. જિતાવો અઘરો છે.

    આપણો દેશ મધુ કોડા, લાલુ પ્રસાદ,આસારામ વગેરેનો દેશ છે.

    જય હિંદ.

    Like

  12. Sri Govindbhai

    Saras lekh chhe.

    Souni komet sathe sahmat chhun.

    Mane sri Natvarbhai Mehta ni vat tathyapurna lagi,

    Koi pan TANTRA ochhanma ochhan be paindan upar chale, PRAJA TANTRA aemanthi bakat nathi.

    Aje badha HAKKDAR chhe, JAVABDAR ketla ? Apna deshman je kain saru chhe ke kharab chhe, praja tarike apne sou JAVABDAR chhiae.

    Like

  13. દરેક જગૃત વ્યક્તીને દુઃખદાયી સ્થિતી છે
    એક આ પણ સાંપ્રત સમસ્યા છે.
    સરકાર પ્રજાને જો જાગતિક બજારભાવ મુજબ પેટ્રોલ-ડીઝલ વેચવાનું રાખે તો ભાવો વધતાં જ વપરાશ ઘટવા લાગે અને માંગ ઘટતા ભાવો પાછા નીચે આવી જાય. તેને બદલે ભારતની સરકાર ભાવવધારા સામે પ્રજાને રક્ષણ આપતી હોવાથી ઓપેકના દેશોને જ ફાયદો થાય છે. કેન્દ્ર સરકારની આ નીતિને કારણે આપણું અબજો રૂપિયાનું હૂંડિયામણ ખનિજ તેલની ખરીદીમાં ખર્ચાઈ જાય છે, જેને કારણે પણ ડોલરના ભાવો વધી રહ્યાં છે. ડોલરના આ વધતા ભાવોને કારણે ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાનો પણ સરકારને લાભ મળતો નથી.
    દુનિયામાં જ્યારે પણ કટોકટીની પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે ખોટા સિક્કાઓની કિંમત ઘટી જાય છે અને સાચા સિક્કાઓની ડિમાન્ડ વધે છે. આજે દુનિયાની બજારોમાં ઓઈલના ભાવો ઘટી રહ્યા છે અને સોનાના ભાવો વધી રહ્યા છે, તેનું આ રહસ્ય છે. રોકાણકારોને ખબર છે કે ઓઈલમાં રોકાણ કરવાથી રાતા પાણીએ રોવાનો વારો આવશે. તેને કારણે તેઓ ઓઈલમાં તેમ જ શેરોમાં કરેલું રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને સોનું ખરીદી રહ્યા છે, જેને કારણે સોનાના ભાવો ભડકે બળી રહ્યા છે.માણસ ઉપર જ્યારે સંકટ આવે છે ત્યારે તે પોતાની બધી મૂડી એકઠી કરવા માંડે છે અને કાચબાની જેમ અંગોપાંગ સંકોરીને બેસી જાય છે
    સ્વૈચ્છિક સંગઠનોએ આ વિષચક્ર તોડવાના પ્રયાસો કર્યા છે
    ત્યારે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો છે

    ..પણ નિરાશ થયા વગર આ વિષચક્ર દરેક ક્ષેત્રેતોડવું જ રહ્યું.

    Like

  14. આ આક્રોશ સૌ કોઈ માં, દરેક સાચા ભારતવાસીમાંપ્રજળી રહ્યો છે. આ મોંઘવારી પર જો કાબૂ નહીં મેળવવામાં આવે તો લોકો ખાવા મેળવવા માટે થઈને પણ કોઈનું પણ ખૂન કરતાં કે સરેઆમ લૂંટ કરતાં ખચકાશે નહીં. કાલ ની કિંમત કરતાં ડબલ કિંમત ખાધ્ય અને કરીયાણામાં વધી ગઈ છે. મજૂરિયાત વર્ગનો મરો છે. આજીવિકા ચલાવવી મુશ્કેલ છે, તેમાં હવે દરેક રાજ્યમાં આંધ્રપ્રદેશ જેમ આત્મહત્યાનું પ્રમાણ વધે તો નવાઈ નહીં.
    ભ્રાષ્ટાચાર તો દેશની રગેરગમાં પ્રસરી ચૂકેલ છે. જેને આપણે શાસન માટે, સુવ્યવસ્થા માટે મોકલ્યા તે વિધાનસભા અને સંસદસભા જેવા ગૃહમાં શાંતિથી રાજ્ય કે દેશ ની સમસ્યાઓ નો નિવડો કે ઉકેલ સોચવા ને બદલે એકબીજાને ચૂપ કરાવીને ગાલીગપોચ, સોરબકોર ધાંધલ ધમાલ કરીને, અરે મારામારી કરીને આપણાં નાનાં બાળકોને પણ સારા કહેવડાવે તેવાં કૃત્યો કરે છે, તે શું આપણાં દેશનું સુશાસન ચલાવવાનો? આ માટે પ્રજાએ સારા વ્યકિતઓએ કે જેઓ રાજકારણને ગંદુ સમજીને દૂર રહે છે, તેમને અને યુવાઓએ આગળ આવીને કંપનીઓનું જેવી રીતે મેનેજમેન્ટ કરે છે તે રીતે આ દેશના શાસન ને ચૂંટાઈ આવીને મેનેજ કરવું પડશે.

    Like

  15. very nice & to the point… !

    one can say progress is der but if u compare to
    other countries…. toooo little & very slow !!

    and yees, I can say, within 9 yrs. I can see progress atleast in Ahmedabad.

    No Political Issue pls. 🙂

    Like

  16. bhaarat varsh ma aaje dasek varsh thi pragati to thai
    che parantu,,,,,,,aapNa tetaoni bank balance ma paN
    desh karta teoni paragti nu pallu vadhare che..
    aaje bahar deshot ma teoni mudio padi che ..Dhare to
    HINDUSTAN NE SONANI CHAKLI BANAVI SHAKE….
    Ch@ndra

    Like

  17. SUPERB LEKH

    1 DANT KATHA VANCHELI AHIYA LAKHU CHU.

    1 VYAKTI NE DHARMADO KARVANI ICHHA HATI TETHI TENE 1 MANDIR BANAVIYU TO TEMA BADHA HINDU J DARSAN KARVA JATA HATA PACHI TENE 1 MASJID BANDHAVI TO TEMA KHALI BADHA MUSLIM NAMAJ KARVA JATA HATA TENE THAIYU KE AA BADHA ALAG ALAG KEM CHE ..CHELLE TENE 1 JAHER SAUCHALAY BANAVIYU TEMA KOI NAT JAT NA BHED VAGAR JATA HATA…

    ATO MANE AAP NA AA LEKH UPER THI DRASTANT YAD AVIYU.

    CARRY ON..

    Like

  18. આ લેખને કોઇ કિંમત હોય તો એટલા માટે કે આ બધા ક્ષેત્ર જેમાં સુધારાની જરુર છે તેનુ સૂચન છે.બાકી આ ખામીઓને કશુ પ્લસ કે વિધેયક મહત્વ નથી કોઇ પણ માણસ, નાગરીક જાણી શકે આથી દુખ થાય કે તેમા કોઇ સુધારો કરવા કામે લગાય તે લખાણ કરતા વધુ મહત્વનું છે..આમ દયા ખાવાની નીંદા કરી સંતોષ મેળવવાની કોઇ જરુર નથી..ગાળો ભાંડવાથી કે નિંદા કરવાથી કે વિરોધ કરવાથિ કોઇ ફેર નથી થતો..ઘણા રચનાત્મક સર્જનાત્મક પ્રવ્રુત્તિ કરતા હશે કરતા રહેવુ જોઇએ..કહેવાતા ડેવલોપ કન્ટરીમાં પણ સડો હોય જ છે ત્રુટિ હોય જ છે આપણે કૈ નજરે આપણા દેશ તરફ જોઇએ ને તેને સુધારવામા થોડો પણ સહયોગ આપીએ તે યથાર્થ છે.સ્વામિ વિવેકનંદે કહેલ યાદ આવે છે કે આપણા રાસ્ટ્રના સુકાનમાં કાણું પડ્યુ છે તેને આપણે પુરવામા લાગી જઈએ કૃપા કરી તેને ગાળો તો ન જ ભાંડીએ…હોય ભલે યુરોપમા તેજી ભારતમાં હો મંદી, ભારતમાની ગોંદને કેમ કહુ હું ગંદી ?

    Like

  19. શ્રી ગણેશાય નમઃ
    ભાઇ શ્રી ગોવિન્દ ભાઇ
    સાદર નમસ્તે
    તમારોલ લેખ વાંચિ આનંદ થયો,પણ આપણે સૌ બિજાને દોષિત ૬૦ વરસોથિ કહેતા આવ્યા છિએ
    પણ આપણૅ સૌ આપણને તપાસતા નથિ.આપણૅ સૌ એકત્ર થતાનથિ અને જે ગુનો કરેછે (લાંચ લેછે)એનિ સામે એક સાથે સંઘ શક્તિ લઇ સામે ઉભા રહેતા નથિ..(એકજ વિચાર ધારા ધરાવનારા)આજ કાલ કોઇનિ સાથે કોઇ ઉભું રહેતું નથિ.બધા લેખો લખે, વાતો કરે પણ જો કોઇ
    સાથે ઉભા રહેવાનું થાય તો તુરત પલાયન થૈ જાય.વળિ કેટલાક તો એવા દોઢ ડાયા હોય છે કે
    ગુનેગાર ને આપણે કંઇક કહેવા માગિએ તો એ ભાઇ વચેજ બબડિ પડે કે છોડી દોને ભૈ,આમ કોઇ ને
    કંઇ કહેવાતુંજ નથિ.આપણે કાગળ ઉપરતો સિંહ ગર્જનાઓ કરિએ છિએ પણ અંદરથી તો ખોખલા
    થૈ ગયા છિએ,સાચું કહિએ તો આખો સમાજ (બે પાચ ટકા વગર )પવૈયા થઈ ગયા છિએ.કોઇ
    કોઇને કંઇ કહિ સકતુંજ નથિ.અને બધા પોત પોતાનામાંજ પડ્યા છિએ.કોઇ ને કોઇ નિ પડી નથિ.
    આપણું આપણે સમાલો,કરિને પોતાનું કામ કઢાવવા આપણેજ સામે જે સરકારિ નોકરો,આમતો
    એ આખા સમાજના નોકરો છે,એને આપણે ભૈબાપા કરિને “સાહેબ” અને “મેડ્મ” (ખબર નથિ
    પડતિ કે અંગ્રેજો ના ગયા પછિ આટ્લા બધા “સાહેબો અને મેડ્મો” ભારત માં કેવિરિતે ઘુસિ ગયા?) કરિને કામકઢાવવા “નોટૉ” ધરિ ધરિ દઇએ છિએ,અને કામ પતે પછિ બડઇ મારિએ કે કેવું કામ પતાવિ દિધું? આમ નાના કામમાંથિ મોટાં કામકાજ માં ૫૦ થિ ૬૦ વર્ષોથિ થયા કરેછે.
    નાના નાનું આને મોટા મોટું ચોરિનું કાવત્રુ ગોઠ્વ્યાજ કરિએ છિએ.નાના, એમને બિજો કોઇ રસ્તો
    નથિ એટલે અને મોટા ખુબ હોવા છતાં અત્યન્ત લોભ વ્રુતિથિ કર્યા કરે છે.આમ દોષિત બધાજ
    છિએ.મોટાઓને નાનાનિ જરુર નથિ એટલે નાનાઓએ પોતેજ પોતાનુ કામ કરવાનુ રહ્યું.એટલે
    નાના એક જુથમાં થાય તોજ કંઇંક થઇ શકે.
    આમાં સ્વદેસિ નિ ભાવના અને નિરભયતા સાથે કેળવિ એક જુથમાં થવું પડશે,અને એક બિજાનિ
    સહાયમાં આંખોમિંચિને ભાગવું પડે.પણ જો તમેજ તમારા બ્લોગમાં જાહેર ખબર મુકોકે આવા એક
    જુથમાં કોણ જોડાવા તૈયાર છે? બધા પોતાનાં નામ ,સરનામું,મોબાઇલ નંબર,અને ઇમેઇલ,
    મોકલિ આપો,જુઓ કે કેટલા લોકો નામ નોંધાવે છે? તમને હજારો સવાલ જવાબ કરશે અને
    પુછશો કે કેમ અમારિ સાથે થતા નથિ એ લખિ મોકલો તો કાગળો વાંચતાં તમે થાકિ જસો.આમ
    આપણે બોલવા સિવાય કૈં કરિ શકવાને સમર્થ નથિ.તમે લખેલા લેખ જેવા હજારો લેખ રોજ
    ચાલિસ વરષથિ લખાય છે અને છપાય છે.આપણૅ સૌ ભયભિત,માયકાંગલા,અને બાયલા થઇ
    ગયા છિએ,કૈંક કરવુંજ હોય તો ચાલો ભેગા થૈએ,ને કૈક,કરવાનિ પ્રતિગ્ના કરિએ.ભેગા થૈ મક્કમ
    પગલાં લઇએ.થોડા દિવસ માં હું તમારા તરફથિ તમારા વિચારો ,અને બિજાના મન્તવ્યો જાણવા
    ચાતક નિ જેમ,રાહ જોઇશ.
    આ ખડી બોલિ નો પત્ર,જેને,દુખિકરિદે એણે વાંચિને, ભુલિજવો.અને ખુબ ખરબ લાગે એને મારિ
    ક્ષમા યાચના.
    જય્સત્ચિતનન્દ
    “પ્રેમોર્મિ” રમેશ પટેલ.

    Like

  20. દેશની પરિસ્થિતિનું વિશ્લેષણ અને આંતર ખોજ સાથે આ દૂષણો ડામવા
    એક ક્રાન્તિની જરુર પડશે.આઝાદીના લડવૈયાની પેઢી પછી ખા ઉધરી
    જમાત,અપરિપક્વ લોકશાહીનો લાભ લઈ ગઈ.લોક જાગૃતિ જ આને ડામી શકે.
    ભારતમાં ઉજળાં પાસાં પણ ઘણા છે.મંદિર એ શીશુવયથી સંસ્કાર ઘડે છે,પરદેશમાં જાહોજલાલી
    બાદ ડ્રગનાં દૂષણ અને ખૂનામરકી મોટી સમસ્યા થઈ જશે.

    લેખ વિશે ભારતીય તરીકે વહેલા જાગશું એટલું સારું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  21. Everybody knows & discuss since long time We require to start from us.Politician & govt officers are our product.At least youth muist become bold to challenge corruption & atleast not to give corruption.We all want short cut for our personal work to be done immediately.We require so called our NETAs on all ouir function & we feel proud of it This make them HERO.
    We require disiplne & respect to be practiced in daily life It is required to betought from childhood in school

    We require action more now rather discussion now

    Like

  22. No need to discuss any stupid thing here, jst start working honestly at your level only.. that will lead us to our great development..

    Like

  23. Sir! Aam to hu khub j nano chu aap loko ni sarkhamni ma, mari pase shabdo to nathi k mara man ma je chalirahyu che tenu varnan karu pan mara des mate hu kaik to jarur karis! Kadach mota manso ni jem maru nam k photo paper ma nai hoi pan… Jivan ni aantim rate santi thi sui saku aatlu to jarur karis!!!!

    Like

Leave a comment