અભીવ્યક્તી

પ્રેમાનન્દ : એક મશાલચી !
પ્રેમાનન્દ : એક મશાલચી !

B. Premananda

(1930-2009)

પ્રખર રૅશનાલીસ્ટ બી. પ્રેમાનન્દ આજે હવે આપણી વચ્ચે નથી. મુળ કેરાલાના પ્રેમાનન્દ સમગ્ર માનવજાતને સમર્પીત થઈ ગયા હતા. રૅશનાલીઝમના પ્રચાર-પ્રસાર માટે તેઓ દેશ-દુનીયામાં ઘુમ્યા હતા. એમના જીવનની ઘણી વાતો આપણને જાણવા મળે છે. પરન્તુ હું રૅશનાલીસ્ટ બન્યો તેમાં પ્રેમાનન્દ મારે માટે નીમીત્ત્ત બની ગયા. સર કે. પી. કૉલેજ ઓફ કૉમર્સ, સુરતમાં હું અધ્યાપક હતો ત્યારે સાથી અધ્યાપક મીત્ર બાબુભાઈ દેસાઈએ મને સત્યશોધક સભાનો સભ્ય બનાવેલો. હું નીષ્ક્રીય હતો. એક દીવસે બાબુભાઈએ મને એમની સાથે વાપી આવવા માટે આમન્ત્રણ આપ્યું. અમે કારમાં ગયા હતા. સાથે ડૉ. બી. એ. પરીખ અને મુ. શ્રી. રમણભાઈ પાઠક પણ હતા. કારમાં એમની રૅશનાલીઝમ અને નાસ્તીકતાની વાતો નીર્લેપભાવે હું સાંભળતો હતો. અમે વાપી પહોંચ્યા.

પ્રેમાનન્દ રૅશનાલીઝમના પ્રચાર-પ્રસાર માટે આખા દેશના પ્રવાસે નીકળેલા. ગુજરાતમાં એ સૌથી પહેલા વાપીમાં પ્રવેશવાના હતા. આથી વાપીમાં ‘સત્યશોધક સભા’ના ઉપક્રમે એમનું સ્વાગત કરવાનું નક્કી થયું હતુ. વાપીની એક સેવા કલબે પ્રેમાનન્દના સ્વાગતની અને એમના ‘ચમત્કાર પર્દાફાશ કાર્યક્રમ’ યોજવાની ગોઠવણ કરી હતી. પ્રેમાનન્દના સ્વાગત બાદ પ્રેમાનન્દે ચમત્કાર પર્દાફાશનો કાર્યક્રમ બતાવવાનું શરુ કર્યું. વીવીધ ચમત્કારો બતાવી એની પાછળનાં વૈજ્ઞાનીક કારણો તેઓ સમજાવતા હતા. જુદા જુદા ધર્મના બાવા-મૌલવીઓ લોકોને છેતરવા કયા કયા ચમત્કારો કરે છે તે પણ એમણે બતાવવા માંડ્યું. હીન્દુ ધર્મના કોઈ બાવાના ચમત્કારનો એમણે પર્દાફાશ કર્યો એટલે યજમાન કલબના જૈન મન્ત્રીએ જોરથી તાળી પાડવામાં આગેવાની લીધી. ત્યાર પછી પ્રેમાનન્દે એક મૌલવી અને એક પાદરીના ચમત્કારના પર્દાફાશ પણ કર્યા. યજમાન કલબના જૈન મન્ત્રીએ એવા દરેક પર્દાફાશ પ્રસંગે તાળીઓ પાડી અને ‘પ્રેમાનન્દની જય’ પણ બોલાવી ! પ્રેમાનન્દ આટલેથી અટક્યા નહીં. એ જમાનામાં એક જૈન સાધુ એમના મુંડેલા માથામાંથી નાળીયેર કાઢવાનો ચમત્કાર કરતા હતા. પ્રેમાનન્દે શ્રોતાઓને આ જૈન સાધુના દાવાને પોકળ હોવાનું જણાવ્યું. ત્યાર બાદ એમણે એમના પોતાના માથામાંથી નાળીયેર કાઢી બતાવ્યું. નાળીયેર કાઢીને પ્રેમાનન્દે એ ચમત્કારનું રહસ્ય સમજાવવાની શરુઆત કરી તે પહેલાં એ જૈન કલબ-મન્ત્રી ધસમસતા સ્ટેજ પર આવ્યા. પ્રેમાનન્દ પાસેથી માઈક ખુંચવી લીધું. એ એટલા ગુસ્સામાં હતા કે માઈક પર એમણે બોલવાનું શરુ કર્યું ત્યારે એમનો અવાજ ફાટી ગયો હતો. પરીણામે શરુઆતની બે-ત્રણ મીનીટ તો અમને કોઈને કાંઈ સમજાયું નહીં કે તેઓ શું કહેવા માંગતા હતા. સ્વાભાવીક છે કે શ્રોતાઓ તો તોફાને ચઢે જ. એમણે તોફાન કરવા માંડ્યું. એમનું કહેવું હતું કે, ‘અમારા જૈન સાધુઓ કંઈ હીન્દુ-મુસલમાનોના બાવા-મુલ્લાઓ જેવા ચલતાપુર્જા નથી. તેઓ તો સાધના કરતાં હોય છે. સાધનાને કારણે એમને દૈવીશક્તી પ્રાપ્ત થતી હોય છે. અમારા આવા જ એક સાધુને આથી દેવનું વરદાન મળેલું છે. એમને દેવો હાજરાહજુર છે. આથી, જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે દેવ એમના માથા પર નાળીયેર મુકે છે ! આ દાઢીવાળો (પ્રેમાનન્દ–તેઓ દાઢી રાખતા) આવી દૈવી શક્તીને જાણતો નથી. અમારા સાધુની નકલ કરીને એણે મહાપાપ કર્યું છે. એનું સ્થાન નર્કમાં નક્કી થઈ ગયું છે. આવા પાપનો હું ભાગીદાર બની શકું નહીં. હમણાં અને અહીં જ આ કાર્યક્રમ બન્ધ થયાની જાહેરાત કરું છું’, કહીને એમણે  કાર્યક્રમ બન્ધ કરાવી દીધો !

ઉનાળાના દીવસો હતા. બપોર થઈ ગઈ હતી. અસહ્ય ગરમી હતી, કાર્યક્રમ અધવચ્ચે પુરો કર્યા પછી એ મન્ત્રીએ અમને તરત મન્ડપની બહાર નીકળી જવા જણાવ્યું. પાણી પણ ધર્યું નહીં ! તે દીવસોમાં વાપી નાનો કસબો હતો. બજારમાં કોઈ લૉજ ખુલ્લી નહોતી. આથી નવી નવી શરુ થયેલ જી.આઈ.ડી.સી.ના એક ધાબામાં જઈને પ્રેમાનન્દ સાથે અમે સૌએ ભોજન લીધું. પ્રેમાનન્દે હસતાં હસતાં ભોજન તો લીધું, પરન્તુ એમણે એ મન્ત્રીના ગુસ્સામાં પોતાના કાર્યક્રમની સફળતા જોઈ !

આ બનાવથી મારું મન હાલી ઉઠ્યું મને વીચાર આવ્યો કે જૈન સીવાયના ધર્મોના સાધુઓના ‘ચમત્કાર-પર્દાફાશ’ થયો ત્યારે એ જૈન મન્ત્રી એને વધાવતા હતા. જૈન સાધુના ચમત્કારનો પર્દાફાશ કર્યો ત્યારે એમને એ મહાપાપ લાગ્યું. આવો અન્યાયકર્તા ધર્મ માનવો અને તેના ઉપદેશ પ્રમાણે આચરણ કરવું, એ પોતે જ અન્યાયને ટેકો આપવા જેવું છે. મેં તરત જ એ જી.આઈ.ડી.સી.માં જ નાસ્તીક થવાનો નીર્ણય લઈ લીધો. રૅશનાલીઝમને સમજી એને જીવનમાં શક્ય તેટલું આચરવાનો નીર્ણય લીધો. ઘરે આવીને પુજાના ખેસ-અબોટીયાંની પોટલી અને અન્ય ધાર્મીક ઉપકરણોનું પોટલું બનાવીને કાતરીયામાં ચઢાવી દીધું.. બસ.. આજની ઘડી ને કાલનો દહાડો… એ પોટલું પછી કાતરીયામાંથી આજદીન સુધી ઉતર્યું જ નથી ! આમ પ્રેમાનન્દ અજાણતા જ મારા જીવનના મશાલચી બન્યા.

-સુર્યકાન્ત શાહ, સુરત

સંપર્ક:

પ્રા. સુર્યકાન્ત શાહ, 17 – ગાયત્રીગંગાનગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત-395 009 ફોન નંબર: 0261 269 4727 મોબાઈલ નબર: 98793 65173

E-mail : suryasshah@yahoo.co.in

નોંધ – સુરતની ‘સત્યશોધક સભા’એ છેક 1984માં એક અનીયતકાલીક રૅશનલ સામયીક ‘પ્રબોધ’ નામે શરુ કરેલું. 1998થી તે દ્વીમાસીક ‘સત્યાન્વેષણ’ બન્યું અને 2001થી પ્રા. સુર્યકાન્ત શાહે તેના સંપાદકમંડળના મુખ્ય સંપાદક તરીકેની બાગડોર સંભાળી.

તા. 15/11/2009ના રોજ પ્રકાશીત થયેલા ‘સત્યાન્વેષણ’ના અંકમાંનો આ લેખ ‘સત્યાન્વેષણ’ની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

રૅશનલ દ્વીમાસીક ‘સત્યાન્વેષણ’ (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા પચાસ) હવે વેબસાઈટ પર વાંચવા માટે ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/sataanveshan-oldissues

સંપાદકીય:

ભારતભરમાં અંધશ્રદ્ધા સામેની લડત લડનારા નીડર યોદ્ધા બી.પ્રેમાનન્દનું કેન્સરની લાંબી બીમારી બાદ ૬ઠ્ઠી ઑક્ટોબર, ૨૦૦૯ના રોજ નીધન થયું. અમારા ‘અભીવ્યક્તી’ બ્લોગના સૌ વાચકો વતી અમારી હાર્દીક શ્રદ્ધાંજલી..

♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in/  પર મેઈલ લખશો કે તરત મોકલી

આપીશ.. આભાર..

– ગોવીન્દ મારુ – નવસારી

December 03, 2009

આકાશવાણી
રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું ! કનુભાઈ ‘શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે, ‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’ હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય. લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી ‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- ‘તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને ‘જેસીકુષ્ન’ બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’ સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

–હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશક–હર્ષપ્રકાશન, 403–ઓમ દર્શન ફ્લૅટ્સ, 7–મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી– 2009, પૃષ્ઠ સંખ્યા–20+128, મુલ્ય રુપીયા– 100)ના પાન ક્રમાંક – 54 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ http://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

– ગોવીન્દ મારુ – નવસારી

November 26, 2009

રૅશનાલીઝમ
શ્રી બી. જી. નાયક અને શ્રી આર. કે. મહેતા જેવા વીદ્વાનો રૅશનાલીઝમ વીશે પુર્ણતઃ સ્પષ્ટ ન થઈ શકે, ત્યાં આમજનતાને રૅશનાલીઝમ વીશે કૌતુક થાય, તેમાં શી નવાઈ ! જ્યારે કોઈ શબ્દ વીશે સ્પષ્ટ વ્યાખ્યા ન આપી શકાય ત્યારે તે શબ્દ ‘ઉછળતા દડા’ જેવો બની જાય છે.  આવા શબ્દનો જેને જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે. ધર્મ, અધ્યાત્મ, ભગવાન વગેરે આવા ઉછળતા રહેતા ‘દડા’ શબ્દો છે. પરન્તુ રૅશનાલીઝમ એ ‘દડા’ શબ્દ નથી. તેની ચોક્કસ વ્યાખ્યા ન જાણનારા અને ન સમજનારાઓ તેના વીશે ધુંધળુ વાતાવરણ ખડું કરવાની કોશીશ કરે છે.

રૅશનાલીઝમની વ્યાખ્યા સુસ્પષ્ટ છે. રૅશનાલીઝમ એક એવો અભીગમ છે, જેમાં ‘રીઝન’ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એક એવી તરાહ સ્થાપવાનો છે કે જે કોઈ અધીકારી ગણાતી તમામ એક પક્ષીય ધારણાઓથી મુક્ત હોય અને વાસ્તવીક અનુભવ દ્વારા એ ચકાસી શકાતી હોય.

મનુષ્યના મગજમાં આવેલી ‘રીઝન’ની શાખા (Faculty)ને લીધે જ તે અન્ય પ્રાણીઓથી જુદો પડે છે. ઉત્ક્રાન્તીની લાખો વર્ષોની કોશીશ અને ભુલ સુધારતા જવાની પદ્ધતી દરમ્યાન આ શાખાનો ઉદય થયો છે. પરન્તુ  આવી મહામુલી શાખાના (રીઝન)નો ઉપયોગ કરવો કે નહીં તે દરેક વ્યક્તીની મુનસફીની વાત છે. બીજા અર્થમાં માનવપ્રાણીએ મનુષ્ય તરીકે જીવવું કે પ્રાણી તરીકે જીવવું તે તેણે જ પસંદ કરવાનું હોય છે. આજના બહુમતી મનુષ્યપ્રાણીએ કોની પસન્દગી કરી છે તે આપણે જોઈ શકીએ છીએ.

માટીનો ઢગલો વર્ષોથી ગામના ખુણે પડેલો છે. પરન્તુ એક કુમ્ભકાર (કુંભાર) તેના પ્રયત્નો થકી તેમાંથી ઘડાઓ તથા જુદી જુદી વસ્તુઓ બનાવે છે. તેવી જ રીતે આપણી રીઝનની શાખા તો વર્ષોથી આપણા ભેજામાં પડેલી છે. તેને વીકસાવવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. તેના વડે જ આપણો ઉત્કર્ષ સાધી શકીશું. આ રીઝનની શાખા વીકસાવવાનું કાર્ય આપોઆપ નથી થઈ જતું. પોતાના દરેકે દરેક અનુભવોને વાસ્તવીકતાની ચાળણીમાં ચાળવાના છે–કસોટીના પથ્થરે ચકાસવાના છે. એને માટે સક્રીય વીચાર–પ્રકીયાની જરુર પડે. એ પ્રક્રીયા નીર્દયતાથી, બીનપક્ષપાતી બની અને કડકાઈથી તર્કના ઉપયોગ વડે ચાલતી હોય. મતલબ કે સૌ પ્રથમ તો વ્યક્તીએ તર્કનો નીયમ શીખવો પડે. (અભણ વ્યક્તી પણ પોતાના તથા બીજાના અનુભવોને, વાસ્તવીકતાની ફુટપટ્ટી વડે માપવાનું શરુ કરે એટલે તે તર્કના નીયમો શીખતા જાય. આના માટે સ્કુલ-કૉલેજમાં જવાની જરુર નથી) અને ત્યાર બાદ દરેકે દરેક મુદ્દામાં તથા પસન્દગીઓમાં પોતાના જાગૃત કલાકો દરમ્યાન સમ્પુર્ણ માનસીક એકાગ્રતા રાખે.

ઘણી ખરી વ્યક્તીઓ અમુક ક્ષણો માટે કે અમુક મુદ્દાઓ પુરતો કે ચોક્કસ કટોકટીના સંજોગોમાં, સભાનતાથી રીઝનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ક્ષણો, મુદ્દાઓ કે કટોકટી પસાર થઈ ગયા પછી તેઓ પોતાની સભાનતા (રીઝનની શાખા)ને કેઝ્યુઅલ લીવ પર ઉતારી મુકે છે ! આ કોઈ આંધળાપણું નથી. પરન્તુ ન જોવાનો અધીકાર છે. અજ્ઞાનતાથી પણ જાણવાનો ઈનકાર છે. મનુષ્યનો મુળભુત દુર્ગુણ જ આ છે. પોતાના મગજને ધુંધળું-અસ્પષ્ટ થવા દેવું અને ચાલુ પ્રવાહ જ્યાં પછાડે ત્યાં પછડાતા રહેવું એને બીનરૅશનાલીટી જ કહી શકાય. જ્યારે આનાથી વીરુદ્ધ, રૅશનાલીટી એ વ્યક્તીનો મુળભુત સદ્ ગુણ છે. જેમાંથી બીજા સદ્ ગુણો ઉદ્ ભવે છે. સદ્ ગુણો જન્મજાત કે વંશપરમ્પરાગત રીતે મળતા નથી તેને કેળવવા પડે, શીખવા પડે છે. રૅશનાલીટીનો સદ્ ગુણ પણ મનુષ્યે કેળવવો પડે છે.

–ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14/04/1993ના રોજ પ્રકાશીત થયેલ  આ  ચર્ચાપત્ર …

અંધશ્રદ્ધાનો હો વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે..
‘ગુજરાતમીત્ર’ અખબારના વાચકો દુર દેશાવર સુધી ફેલાયેલા છે. મુંબઈના નીવૃત્ત પ્રૉફેસર, લેખક અને પ્રકાશક શ્રી. જે. પી. મહેતા ‘ગુજરાતમીત્ર’ના ખાસ વાચક અને ચાહક છે. એમણે એક પુસ્તીકા પ્રગટ કરી છે. તેનું નામ છે – ‘મારી ચેલેન્જ છે…!’ તેઓ નીરંતર રૅશનાલીઝમની નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કરીને સૌને વીના મુલ્યે મોકલે છે. સમાજમાં તીડનાં ટોળાંની જેમ અંધશ્રદ્ધા ફેલાયેલી છે. ઘણા ચીન્તકો એ રીતે અંધશ્રદ્ધાનાં જંતુઓ પર રૅશનલ વીચારોની ડીડીટી છાંટે છે. બીજા રૅશનાલીસ્ટ અમદાવાદના શ્રી. અશ્વીન કારીઆ પણ રૅશનલ વીચારધારાવાળા ચર્ચાપત્રો આ અખબારમાં લખે છે. સુરતની ‘સત્યશોધક સભા’ એક રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ પ્રગટ કરે છે જે હવે નેટ પર http://sites.google.com/site/vivekpanthi/sataanveshan-oldissues વેબસાઈટ પર વાંચવા ઉપલબ્ધ છે. તેના તંત્રી શ્રી. સુર્યકાન્ત શાહ પણ અવારનવાર આ અખબારમાં ચર્ચાપત્રો લખે છે. અગાઉ નોંધ્યાનુસાર જે સામયીકમાં આ અખબારના ચર્ચાપત્રો કે લેખોનું વારંવાર પુન:પ્રસારણ થાય છે, તે સામયીક ‘સૌજન્ય માધુરી’ રાજકોટથી શ્રી યાસીન દલાલ પ્રગટ કરે છે. (તાજા અંકમાં પણ એમણે ‘ગુજરાતમીત્ર’માંથી છએક લેખો, ચર્ચાપત્રો, વાર્તાઓ વગેરે પ્રસીદ્ધ કર્યાં.) એમાં શ્રી કારીઆ લખે છે ‘કહેવાતો ધર્મ પોતાનાં કપોળ કલ્પીત સત્યોને આખરી માને છે. જ્યારે વીજ્ઞાન પોતાની દરેક શોધને એક શરુઆત ગણે છે. ધર્મો પાસે ભીન્ન ભીન્ન અને પરસ્પર વીરોધી વીચારો છે; જ્યારે વીજ્ઞાનનું સત્ય સર્વત્ર એક સરખું જ હોય છે.’

પ્રસ્તુત મુદ્દો ચીંતનતુલ્ય છે. ઈશ્વર અને ધર્મ વીશે પ્રત્યેક ધર્મોમાં જુદા જુદા નીયમો અને જુદા વીચારો હોય છે. પરંતુ હૉસ્પીટલોમાં દરેક ધર્મ કે કોમના માણસની માઈલોગ્રાફી, એક્સરે કે કાર્ડીયોગ્રામ કરવાની પદ્ધતી એક સરખી હોય છે. ઈશ્વરના પુજા-પાઠ અને ખુદાની બંદગી વચ્ચે તફાવત હોય શકે; પણ કમળો, ટાઈફોઈડ કે હાર્ટએટૅક માટેની ટૅબ્લેટો સૌની સરખી. ગીતાના શ્લોકો અને કુરાનની આયાતોમાં ફેર હોય શકે; પણ રામ અને રહીમને હૉસ્પીટલમાં ઑક્સીજન આપવામાં આવે તે ઑક્સીજનમાં કોઈ તફાવત નથી હોતો. હજયાત્રા અને જગન્નાથની રથયાત્રામાં ફરક માત્ર સ્થળકાળનો… બાકી એરોપ્લેનના પૈંડા અને રથના પૈંડા વચ્ચે તાત્ત્વીક રીતે ઝાઝો ફેર નહીં. બન્નેનું કામ આગળ વધવાનું… બન્નેની વીધીમાં ફેર; પણ ગતીવીધીમાં કોઈ ફેર નહીં.

વીજ્ઞાનનું મોટું સુખ એ કે એમાં હમસચ્ચાઈનો કોઈ અવગુણ નથી હોતો. એકવાર શોધાયેલા સત્યથી વીપરીત એવું કોઈ બીજું સત્ય લાધે તો વીજ્ઞાન કશી નામોશી અનુભવ્યા વીના તે સ્વીકારી લે છે. આવું  એટલા માટે બને છે કે વીજ્ઞાન (માનવબુદ્ધી વડે જન્મેલો) અલ્લાદીનનો જાદુઈ ચીરાગ છે. પણ એને માટે વીજ્ઞાનીઓ  વચ્ચે કોઈ સ્પર્ધા નથી. સૌનો એક જ લક્ષ્યાંક… સત્યની શોધ. આનંદની વાત એ કે વીજ્ઞાનના કોઈ મઠો, આશ્રમો, મંદીરો કે સંપ્રદાયો નથી. વીજ્ઞાન એટલે બુદ્ધીના બલ્બમાંથી નીકળતાં તેજકીરણો… જેનાથી સમગ્ર સૃષ્ટી ઝળહળી રહી છે. વીજ્ઞાનને અહમ્ પણ નથી. (બુદ્ધીનો સદુપયોગ કરવા માટે કોઈને NOCની જરુર પડતી નથી.) સંશોધન કોઈ એકનો ઈજારો નથી. ધર્મમાં ઈર્ષા, દેખાદેખી, પદ, પ્રતીષ્ઠા અને અહમ્ નો ફુગાવો હોય છે. સાહીત્યના એક ટોચના ચીન્તકને સાંભળવા બીજા એવા જ મોટા સાહીત્યકારો ભેગાં થઈ શકે. પણ એક ધર્મગુરુનું પ્રવચન સાંભળવા બીજા સંપ્રદાયનો ગુરુ કે તેમના ચેલાઓ ના ફરકે. એમની પાસે જ્ઞાન અને શ્રદ્ધાની સીલક ઓછી પણ; અહમ્ ની આવક ‘પેટી’ અને ‘ખોખા’ (‘પેટી’ એટલે લાખ અને ‘ખોખું’ એટલે કરોડ)માં ગણાય તેટલી…! એક વીજ્ઞાની અન્ય વીજ્ઞાનીના પ્રયોગો જુએ, વીચારે, વખાણે અને જરુર પડ્યે પોતાના જ્ઞાન વડે તેનું નવસંસ્કરણ કરવાનીય કોશીષ કરે. પરંતુ એક ધર્મગુરુ બીજા ધર્મગુરુના વીચારોની ટીકા કરતા જ જોવા મળે… વખાણ તો કદી નહીં.

આ બધી વાત આજે એટલા માટે યાદ આવી કે હમણા ‘સુપ્રસીદ્ધ ચીન્તક બટ્રાન્ડ રસેલનું વીધાન વાંચવા મળ્યું. ‘જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તેમ જ માન્યતાઓને વેદવાક્ય માની માથે ચઢાવીને ફર્યા કરશે ત્યાં સુધી ઉજ્જવળ માનવ સંસ્કૃતીની આશા સેવવી એ કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા જેવું બની રહેશે.’

રેશનાલીસ્ટોના એજન્ડા પર અંધશ્રદ્ધા નીવારણ અંગે કોઈ કાયદાકીય વ્યવસ્થા હોવી જોઈએ એવી વર્ષોથી તેમની માંગણી રહી છે. ૨૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન (પી.યુ.સી.એલ.)ની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. તેમાં મંત્રી શ્રી ગૌતમ ઠાકરે એ વાત પર ભાર મુક્યો હતો કે આજે સમાજનાં ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા વીરોધી કાયદાની તાતી જરુરીયાત છે. તેમણે કહ્યું હતું કે મેલી વીદ્યા, નજરબંધી, એકના ડબલ કરવા, માતાજીના નામે રોગ નીવારણ, પશુનો બલી આપવો, તેમ જ ભગત-ભુવા કે ડાકણ-ભુત જેવી અનેક અંધશ્રદ્ધાઓ ગામડાં તથા શહેરોમાં હજી પ્રવર્તે છે. એકવીસમી સદીમાં પણ આપણો સમાજ આવી જર્જરીત મનોદશામાં જીવે છે તે દુ:ખદ બાબત છે.

કઈક એવું સમજાય છે કે અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (બચુભાઈ કહે છે, ‘એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. એ હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી (A–38 –જલારામ સોસાયટી, વેડ  રોડ, સુરત–395 004. Mobile – 98251 34692)ની નીચેની ‘ધર્મ   અને   વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.

‘ધર્મ   અને   વીજ્ઞાન’

અંધશ્રદ્ધા   છે   આંધળી, વહેમને   વંટોળે   વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે  અટપટાં યંત્રો  શોધી,  ફીટ  કર્યાં  ફૅક્ટરીમાં;

આપણે   સીદ્ધીયંત્રો  બનાવી, ફીટ  કર્યાં  ફોટામાં.

પશ્ચીમે   ઉપગ્રહ   બનાવી, ગોઠવી   દીધા  અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા  અંગુઠીમાં.

જાપાન વીજાણુ  યંત્રો  થકી, સમૃદ્ધ  બન્યું  જગમાં;

આપણે  વૈભવલક્ષ્મીનાં વ્રતો  કરી, ગરીબી  રાખી  ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક  અભીગમથી  બળવાન  બન્યો  વીશ્વમાં;

આપણે  ધાર્મીક  કર્મકાંડો  થકી, કંગાળ  બન્યા  દેશમાં.

પશ્ચીમે  પરીશ્રમ  થકી, સ્વર્ગ  ઉતાર્યું  આ  લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી   કરી, સ્વર્ગ    રાખ્યું   પરલોકમાં.

ઍડવર્ડ  જેનરે  રસી  શોધી, શીતળા  નાબુદ  કર્યા  જગમાં;

આપણે  શીતળાનાં  મંદીર  બાંધી, મુર્ખ  ઠર્યા  આખા  જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી  જયારે  જગત  આખું   છે  ચીંતામાં;

આપણે  વૃક્ષો જંગલો  કાપી, લાકડાં  ખડક્યાં    ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ  ને  વળગાડ,  લોકોને પીડે  આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા  ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી   બ્લડ   ચૅક   કરી, ઍંગેજમેન્ટ   કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં  થાય  આ  દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

ધુપછાંવ

અંધશ્રદ્ધાનો જો હોય વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે;

ઝાંઝવાથી પ્યાસ ન બુઝાય તો, શીદ માનીએ કે જળ છે…?

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 25 ઓક્ટોબર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતના તીરે’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,

સી-12, મજુર મહાજન સોસાયટી,

ગણદેવી રોડ, જમાલપોર, નવસારી - 396445

ફોન: (02637-242 098) સેલફોન: 94281 60508

તા. ક. :

‘ આ લેખની પીડીએફ મારી પાસે તૈયાર જ છે; તમે મને લખો કે તરત મોકલીશ. ’

ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?
આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.

આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં  સૌથી વધુ આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા, ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા  હોય તો પણ; આવા લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર આધારીત છે.

આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.

આ દેશમાં પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે. આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?

સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ  માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત  દેશ કદી વીકસીત નહીં બની શકે !

-કીરણ એ. સુર્યાવાલા, સુરત

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૧૦/૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખીકા તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

દીપાવલી તેમજ નુતન વર્ષની હાર્દીક શુભકામનાઓ..
(ફોટો: વેબ પરથી)

દીપોત્સવ એટલે અંધકારમાંથી પ્રકાશ પ્રતી પ્રયાણનું પર્વ

દીપાવલીની દીપ શીખામાંથી નીકળનારાં કીરણો

અંધશ્રદ્ધાના અંધારપટને દુર કરીને,આપના અને સૌના જીવનમાં

આનંદ, ઉત્સાહ અને ઉમંગના સથવારે,

પ્રકાશનું અજવાળું પાથરે એવી હાર્દીક શુભકામનાઓ..

નુતન વર્ષના નવલા પ્રભાતે આપણો સમાજ

અંધશ્રદ્ધા, વહેમ, કપોળ કલ્પીત માન્યતાઓરુપી અંધકારને દુર કરી

વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમ, માનવતાવાદી તેમજ

પ્રકૃતીપ્રેમના સથવારે સુખ, સમૃદ્ધીનાં અવનવાં શીખરો સર કરે

એવી હાર્દીક કામનાઓ..

–  ગોવીન્દ મારુ અને પરીવાર –

http://govindmaru.wordpress.com/

October, 2009

લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરનાક હોય છે
લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્ત્વીકતા લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્ત્વીકતા લઘુમતીમાં છે. એવાં તો કયાં કારણો છે કે સાત્ત્વીકતા લઘુમતીમાં મુકાય જાય છે ? તેનો વીચાર આપણે કરીએ છીએ ખરા ?

સત્ય ત્યાં જ બોલવાની જરુર પડે છે કે જ્યાં અસત્ય છાતી ફાડીને ઉભું હોય છે. જ્યારે અસત્ય છાતી ફાડીને ઉભું હોય તેનો અર્થ એટલો જ કે અસત્ય બહુમતીમાં છે અને તે શક્તીશાળી રાક્ષસના રુપમાં ઉભું છે. આવી પરીસ્થીતીમાં સત્ય બોલનારે, સત્ય બોલવા માટે નકારત્મક (નેગેટીવ) જ બોલવાની ફરજ પડે ને ? તો આવું નેગેટીવ બોલનારને જ સાથ મળવો જોઈએ; પણ સમાજમાં તેને તો માત્ર બેચાર લોકોનો જ સહકાર મળે છે ! તે કારણે સાત્ત્વીતા હારે છે અને સમાજમાં અસત્ય સ્થાપીત થઈ જાય છે. સાત્ત્વીકતાની આ હારની, બહુમતીની નકરી નફ્ફટાઈ તાળીઓ પાડી મજાક કરે છે. અસત્ય જ બોલનારાઓની આવી જીતને કારણે સમાજરુપી આ આંબાના વૃક્ષને સમજ્યા વીના પાણીનું સીંચન વર્ષો સુધી કર્યા બાદ પણ; મીઠી–મધુરી કેરી જેવું ફળ મળતું નથી.

આપણે તો સત્ય કરતાં આપણી પ્રશંસા–પ્રસીદ્ધી કેમ વધે તેવી રીતે જ બોલતા હોઈએ છીએ. સમાજના લાભ કરતાં વ્યક્તીગત લાભનો વધુ વીચાર કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પોતાના મનોમંથન અને સ્વચીન્તન કરતાં બીજાના બજારુ આધાર–પ્રચારને સત્યને માનીએ છીએ, જેમાં ઘણી વખત અસત્ય સીવાય કશું જ નથી હોતું. આવા અસત્યની જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુમતી અસત્ય સાથે હોય તેને ધ્યાનમાં લઈ આપણે સત્ય જાણવા છતાં ચુપ બેસી રહીએ છીએ. આવી રીતે ચુપ રહી સમાજ માટે આપણે આડકતરી રીતે મુશ્કેલી  સર્જનારા બનીએ છીએ. મોટા ભાગે સમાજના સભ્યો વીગતો તપાસવાના ઉદ્યમના અભાવને કારણે સાત્ત્વીક સત્યને, લોકશાહીના બહુમતીના નીયમોને આગળ ધરીને, ઉંડી ખીણમાં ધકેલી દે છે કે તે પછી જ્યારે પણ બહાર આવે છે ત્યારે યુગ જ આખો બદલાય ગયો હોય છે ! સત્યને ઉંડી ખીણમાં ધકેલનારાઓ તો જીવીત હોતા નથી; પરંતુ સત્ય તો બહાર આવે જ છે.

એ યાદ રહે કે સાચા અર્થમાં લોકશાહી આજે ત્યાં જ જીવીત છે કે જ્યાં સાત્ત્વીકતા બહુમતીમાં છે. જ્યાં લોકશાહીમાં સાત્ત્વીકતા લઘુમતીમાં છે ત્યાં પ્રચ્છન્નરુપે પણ સરમુખત્યારશાહી સીવાય કશું જ રહેતું નથી. ગાયની ચામડીમાં તે લોકશાહી તો વાઘણ છે. ભવીષ્યને ઉજળું બનાવવું હોય તો ભુતકાળના બનાવોના હીસાબનો અભ્યાસ કરી બરાબર ચકાસવો પડે.. આજના સમાજનો આગેવાન પ્રમુખ કોણ ? જે ગુણવાન છે તે ? કે જેના મીત્રો અને સગાં વધારે છે તે ? જો ભણતરથી પ્રમાણીકતા કે સાત્ત્વીક્તા જીવનમાં આવતી હોત તો એમ. પી. એક્સ્પેન્સ ફ્રોડ બ્રીટનમાં થયો ના હોત. લોકશાહીના બહુમતીના આધાર દ્વારા આ કૃત્ય વરસો સુધી થતું રહ્યું. આપણા મતથી ચુંટાયેલા પાર્લામેન્ટના તે સદસ્યની ફરજ હતી, આ ભાન્ડો ફોડવાની; પણ અફસોસ એટલો જ કે તે તો લુંટારાના ષડ્યંત્રમાં જોડાઈ ગયો !

એક પત્રકારે જ્યારે બહાદુરી બતાવી ત્યારે લોકશાહીના આ પત્રકારની કલમનો, રાક્ષસી વૃત્ત્તીવાળાઓની આ જંગી બહુમતી સામે, આ એકલવીરનો વીજય થયો. ક્યારે વીજય થયો ? જ્યારે પત્રકારે વીગત તપાસવાની કસરત શરુ કરી. પોતાની બહાદુરીને અમલમાં મુકી. બ્રીટનનો શ્રેષ્ઠ એવોર્ડ આ પત્રકારને આપવો જોઈએ. જે સમાજમાં આવા લોકોને સન્માન મળશે, આવા વીચારોની બહુમતી હશે, ત્યાં જ સાચા સ્વરુપમાં લોકશાહી હોય છે. આજના સ્વાર્થી યુગમાં માત્ર પૈસા અને કીર્તી મેળવવાની હોડમાં, સમાજનો સદસ્ય એટલો નીચે ઉતરી ગયો છે કે પાપ, અસત્ય જાણતો હોવા છતાં ચુપ રહે છે. જેના કારણે મોટાભાગની સંસ્થાઓમાં, રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મીક સંસ્થાઓમાં કાવાદાવાઓ કરી, સમાજની ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે. લોકસભા સદસ્યના ખર્ચાઓ (પાર્લામેન્ટ સદસ્યના એક્સ્પેન્સ)ની તપાસ કરવા એક પત્રકારે જ્યારે હીમ્મ્ત કરી ત્યારે બ્રીટનમાં હોબાળો થઈ ગયો ! ત્રણસો વરસના ઈતીહાસમાં હાઉસના સ્પીકરને રાજીનામું આપવાની ફરજ પડી.

આપણી સામાજીક સંસ્થાઓ શું આપણને તેના ખર્ચાઓની ફાઈલ, દરેક બીલ (ઈનવોઈસ) તપાસવાની મંજુરી આપે છે ? કે સંસ્થાને મજબુત કરવાના હેતુથી આપણે એ ચકાસીએ છીએ ? આ ખર્ચાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરાય છે તેની નીષ્ણાતોને પાકી જાણકારી હોય છે. ‘હાવ ટુ કુક ધ બુક’. આવી બુકને જોવા એકલ–દોકલ કોઈ જાગે તો બહુમતીના હથીયારથી તેના વીચારની ઘાતકી હત્યા કરવામાં આવે છે. આ રીતે લોકશાહીના અસાત્ત્વીક હથીયાર દ્વારા જે નુકસાન સમાજને થયું છે તે ભયંકર છે.

આ પત્ર લખનાર આવી પરીસ્થીતીમાંથી પસાર થયો છે. તેણે અવાજ બુલન્દ કરેલ છે. જેના અનુભવ ઉપરથી આ પત્ર લખવાનું તેને યોગ્ય લાગ્યું છે. સમાજના જાગૃત લોકોએ કોઈની વાતોમાં આવી વીશ્વાસ ન કરવો જોઈએ; પણ દરેક સભ્યે પોતાની જાતે પુરેપુરી ચકાસણી (વેરીફાઈ) કર્યા બાદ જ વીશ્વાસ મુકવો જોઈએ. આજના સમાજને માત્ર પ્રમાણીક વ્યક્તી જ નહીં ચાલે; પણ પ્રમાણીકતા સાથે બહાદુર અને અસત્ય, દુરાચારને પડકારવાની તેનામાં હીમ્મત હોય તે જરુરી છે. અને જે સમાજ આવી વ્યક્તીને ઓળખીને સન્માન સાથે સહકાર આપશે તે સમાજની પ્રગતીને કોઈ અટકાવી નહી શકે…

લેસ્ટરના ડેપ્યુટી લોર્ડ મેયર મંજુલા સુદે એક ક્રાન્તીકારી અભીયાન ભારતીય પ્રજા માટે આજકાલ શરુ કર્યુ છે. તેણે દોરા–ધાગા અને ધાર્મીક મનાતા અને કહેવાતા ગુરુઓને ઉઘાડા પાડવાનું અભીયાન શરુ કર્યું છે. સમાજનાં આ દુષણને ડામવાના તેમના પગલાને હું આવકારું છું.

જ્યારે તમે દોરા–ધાગા કે કુંડળી–ગ્રહો માટે આવા બદમાશ ગુરુઓ પાસે પહોંચો ત્યારે તે ગુરુને તમે વજુદ આપો છો  કે તમે પોતે આવી વાતોમાં માનો છો. બસ, આ જ વાત તમને લુંટવા માટે આવા ગુરુઓ (ધુતારાઓ)ને કાફી–પુરતી થઈ પડે છે. જો કોઈ પણ વ્યક્તી આવા ગુરુઓમાં ફસાયા હોય અને છુટકારો મેળવવો હોય તો વીના મુલ્યે હું તેઓને સ્વૈચ્છીક(વોલેન્ટરી) મદદ કરીશ.. લંડનનો મારો ફોન નંબર 0044- 78 11 963 109 છે.

સ્વાર્થી, ડરપોક અને ખુશામતખોર વ્યક્તી સમાજ માટે ભારરુપ છે- અયોગ્ય છે. તમારી જાતે જે તે વીગતો તપાસ્યા બાદ જ વીશ્વાસ કરો. સાત્ત્વીકતાને ખુલ્લો સહકાર આપો. જશ અને અપજશનો વીચાર ન કરો. જો સમાજ સાત્ત્વીકતાથી–સચ્ચાઈથી મજબુત હશે તો જ તમે લોકશાહીની મોજ સાથે સમાજ સેવા કરી, સારાં ફળો મેળવી શકશો. આવા સારાં ફળો જોઈ તમને અને તમારા વડીલોને તો ભવ્યાતીભવ્ય આનન્દ મળશે જ; સાથે સાથે આગામી પેઢીને માટે પણ તમે એક સ્વસ્થ સમાજ રચી શકશો.

-વીનુ સચાણીયા

લંડન

ID – VINookumar@aol.com ફોન નંબર – 07811963109

લખ્યા તા. ૬/૦૯/૨૦૦૯

બ્રીટનમાં દોરા–ધાગા કરતા બાબાઓ અને મેલીવીદ્યાના જાણકારો વીરુદ્ધ કડક કાર્યવાહી થશે:

લેસ્ટરના મેયર મંજુલા સુદ સહીતના અધીકારીઓ ઝુંબેશમાં જોડાશે

લંડન: બ્રીટનમાં વસતા એશીયન સમુદાયના લોકોને રોગોના ઉપચાર અને સમૃદ્ધી આપવાનાં ખોટાં વચનો આપીને, તેમની ઈચ્છા અને ડરનો ગેરલાભ ઉઠાવીને લોકોને લુંટતા બાબાઓ, તાંત્રીકો અને મેલીવીદ્યાના જાણકારો સામે કડક કાર્યવાહી માટે બ્રીટીશ સત્ત્તાવાળાઓ કમર કસી રહ્યા છે.

બ્રીટનમાં ભારતના પ્રાદેશીક ભાષાઓના પ્રકાશીત થતાં ઘણાં અખબારોમાં આવા ‘બાબા’ અને તાન્ત્રીકોની જાહેરખબરોની ભરમાર હોય છે. તેઓ પ્રેમી– પંખીડાંઓને કે ધનીક બનવા ઈચ્છતા લોકોને ‘કામ થવાની 100 ટકા ગેરેન્ટી’ આપતા હોય છે અને કેન્સર જેવા રોગોથી મુક્તીનાં તેમ જ અનીષ્ટ નીવારવા વચનો પણ આપતાં હોય છે.

બ્રીટનમાં જ્યોતીષીઓ માટે વરસ દહાડે 317 કરોડ રુપીયા (ચાર કરોડ પાઉન્ડ)નું બજાર છે. ‘લીટલ ઈન્ડીયા’ તરીકે ઓળખાતા ઈસ્ટ મીડલેન્ડ્સના લેસ્ટર ટાઉનના સત્ત્તાવાળાઓએ હવે આવા ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ સામે ઝુંબેશ હાથ ધરી છે જેમાંથી મોટા ભાગના ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ મુળે ભારતીય ઉપખન્ડના છે.

લેસ્ટરના નાયબ મેયર મંજુલા સુદે જણાવ્યું હતું કે “મેં સાંભળ્યું છે કે આવા તાન્ત્રીકો તેમની જે તે વીધી કરવાના બદલામાં લોકો પાસેથી 500 પાઉન્ડ કે તેનાથી પણ વધુ રકમ પડાવતા હોય છે. લોકો એમ માનતા હોય છે કે તેઓ વીધી કરવાનો જો ઈનકાર કરશે તો તેમણે વળી બીજાં કોઈ મોટાં અનીષ્ટનો સામનો કરવો પડશે. તાજેતરમાં એક મહીલા ‘તાન્ત્રીક’ લેસ્ટર આવી હતી અને એક હૉટલમાં રોકાઈ હતી, જ્યાં ‘કલાયન્ટ’ સાથે 10 મીનીટની વાતચીતની સેશનના, 500 પાઉન્ડ વસુલ્યા હતા.”

શીખ વેલ્ફેર એન્ડ કલ્ચરલ સોસાયટીના રેશમસીંહ સન્ધુએ કહ્યું હતું કે અખબારોમાં આવા ‘તાન્ત્રીકો’ની જાહેરખબરો છપાતી અટકાવવા શીખ સમુદાય પણ લોબીઈન્ગ કરી રહ્યું છે.

(લંડનથી પ્રકાશીત થતા ‘ગુજરાત સમાચાર’ના તા. ૧૫ ઓગસ્ટ ૨૦૦૯ ને શનીવારના અંકમાંથી સાભાર.. પ્રેષક –વીનુભાઈ સચાણીયા..)

-વીનુ સચાણીયા

લંડન

ID –  VINookumar@aol.com  ફોન નંબર – 07811963109

શુકન-અપશુકન
માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.

શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.

જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.

–ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.19/12/1992ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

અતીધાર્મીકતા અને અતીહીંસા
છેંતાળીસ વર્ષીય આપણા યુવાન વીજ્ઞાનશીક્ષક અને ઉગતા ગઝલકાર (કવીતાનો ‘ક’) મીત્ર, શ્રી. સુનીલ શાહ એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતમાં સેવા કરતા હતા, તે જ હાઈ સ્કુલમાં તા. ૬ અક્ટોબર ૨૦૦૯ને મંગળવારથી આચાર્યનો હોદ્દો સ્વીકારશે.. આપણા સૌના એમને ખુબ ખુબ અભીનન્દન..

આજની આ પોષ્ટ આચાર્ય શ્રી સુનીલભાઈ શાહને અર્પણ કરું છું.

-ગોવીન્દ મારુ

અતીધાર્મીકતા અને અતીહીંસા

‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો,  શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!

કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!

હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.

અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !

સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?

આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!

-પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત

(અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોનો પર્દાફાશ કરતી સંસ્થા ‘સત્યશોધક સભા’, સુરતના મંત્રી અને નીવૃત્ત પ્રાધ્યાપક છે. આ જ સંસ્થાનું રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ ના સહતંત્રી/સહસંપાદક પણ.)

સંપર્ક: 3–અભીનવ પાર્ક, ઘોડદોડ રોડ, સુરત– 395 001

Mobile – 92279 06656 ઈ મેઈલ:  professorbddesai@yahoo.com

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.3/10/09ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખક તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

વીજ્ઞાની સાધુબાવાઓ
‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’ એમ કોઈ સ્વામીજીએ તેમના પ્રવચનમાં ભાવીકજનોને કહ્યું, અને પ્રા. રમણભાઈ પાઠકે કાનોકાન સાંભળ્યું. (સંદર્ભ: ‘રમણભ્રમણ’ “ગુજરાતમીત્ર” દૈનીક, સુરત તા. ૧/૦૮/૧૯૯૨) આ સ્વામીજીને વીજ્ઞાનનો કક્કો કદાચ નહીં આવડતો હોય, પણ નામાંકીત વીજ્ઞાનીઓ પણ આવી વાતો કરે ત્યારે તેમને શું કહેવું ?

બ્રીટીશ વીજ્ઞાનીઓ પૌલ ડેવીસ (જેનો ઉલ્લેખ ડૉ. ગુણવંત શાહે તેમના પુસ્તક ‘અસ્તીત્વનો ઉત્સવ’માં કરેલો છે) તેમના પુસ્તક ‘એક્સીડન્ટ યુનીવર્સ’માં લખે છે કે, ‘‘જો ગુરુત્વાકર્ષણનો આંક જરા ઓછો વત્તો હોત તો વીશ્વનું સર્જન જ ન થયું હોત. એ જ રીતે બીજા ભૌતીક આંકો (Physical Constants- આવા આંકો 25 જેટલાં છે. તેમનું મુલ્ય વીશ્વની ઉત્પત્તી થઈ ત્યારે જે હતું, તે આજે પણ છે- અને ભવીષ્યમાં પણ તે જ રહેશે- એટલે આ અંકો અચળ- Constants કહેવાય છે)નાં મુલ્યોમાં જરા સરખી વધઘટ થઈ હોત, તો વીશ્વનું સર્જન જ ન થયું હોત’’ તેમની ગણતરી સાંગોપાંગ સત્ય છે; પણ છેવટે જ્યારે તે વીજ્ઞાની મટી ફીલસુફી કરવા બેસે છે ત્યારે તે આવું તારણ કાઢે છે કે, “ભગવાન કેટલો બુદ્ધીશાળી છે કે તેણે આ બધા આંકોનું ગણતરીપુર્વક નીર્માણ કર્યું છે કે જેથી વીશ્વની ઉત્પત્તી થાય” (ઉપરોક્ત સ્વામીજીની જેમ)

વીશ્વની ઉત્પત્તી થઈ ત્યાર પછી ગુરુત્વાકર્ષણ અસ્તીત્વમાં આવ્યું, એટલે તેના આંકનું નીર્માણ વીશ્વના અસ્તીત્વની સાથે સુસંગત હોવું જોઈએ. ધારો કે તેનું મુલ્ય ‘ક્ષ’ છે- તો ‘ક્ષ’ના મુલ્યમાં જરાસરખી વધઘટ થાય તો વીશ્વનું સર્જન ન થાય એ દેખીતું છે. એ જ પ્રમાણે સઘળા ભૌતીક આંકો વીશે કહી શકાય.

જેમ્સ જીન્સ બહુ મોટા ગજાનો બ્રીટીશ ખગોળવીજ્ઞાની હતો. તેમણે તેમના પુસ્તક “Mysterious Universe” ના છેલ્લા પ્રકરણમાં એવું તાત્ત્વીક (Philosophical) તારણ કાઢ્યું કે ‘ભગવાન સર્વ શ્રેષ્ઠ ગણીતજ્ઞ છે. શા માટે ? ૧૯મી સદીના વીજ્ઞાનીઓ તેમની થીયરી સમજાવવા માટે Physical Models રજુ કરી શકતા; પણ વીસમી સદીના વીજ્ઞાનને સમજાવવા આવા Physical Models શક્ય નથી. સમય અને અવકાશ સંકલીત છે, પ્રકાશ તરંગમય અને કણમય છે, ઈલેક્ટ્રોન કણમય છે તો તરંગમય પણ છે.’ આવી આધુનીક વીજ્ઞાનની વાતો ઉચ્ચતમ ગણીતથી જ સમજી શકાય. એટલે જેમ્સ જીન્સ કહે છે કે, વીશ્વની ગતીવીધીનું સંચાલન સર્વશ્રેષ્ઠ ગણીતજ્ઞ કરતો હોવો જોઈએ.

વીજ્ઞાનમાં પુર્વગ્રથીત માન્યતાને કોઈ સ્થાન નથી. કારણ કે વીજ્ઞાન જ્ઞાતના આધાર પરથી ‘અજ્ઞાત’ને પામવા મથે છે. તે ‘અજ્ઞાત’ને કોઈપણ પાયા વગર સ્વીકારી લેતા નથી. હા, તેઓ  ’Hypothesis’ અવશ્ય ઘડે છે, તેની ચકાસણી કરે છે, તેમાં જરા સરખો અપવાદ નીકળે તો તેઓ તરત જ એ ‘Hypothesis’ને તીલાંજલી આપે છે.

પૌલ ડેવીસ કે જેમ્સ જીન્સ આ બધું જાણવા છતાં શા માટે ભગવાન સર્વ શ્રેષ્ઠ બુદ્ધીશાળી છે, ગણીતજ્ઞ છે એવી પાયા વગરની વાતો કરતા હશે ? આર્થર એડીંગટન, વ્હાઈટહેડ, ટયલર કે કાપ્રાનાં લખાણોનું વીશ્લેષણ કરવામાં આવે તો તેમનાં લખાણોમાં કાં તો આવી પુર્વગ્રથીત માન્યતા હોય છે, અથવા વીજ્ઞાનનું પ્રયત્નપુર્વક અવળું અર્થઘટન કરવામાં આવેલ હોય છે. દા.ત.: કાપ્રાએ અણુ પરમાણુમાં Consciousness સભાનતા છે, એવી વાતો કરેલ છે, જેનું કોઈ પ્રમાણ નથી એટલે કે આ પ્રમાણ વગરની વાત થઈ- અર્થાત્ વીજ્ઞાનનું અવળું અર્થઘટન છે.

સંસ્કૃતીના ઉદયકાળથી તે આજ સુધી બહુજન સમાજને ઈશ્વર, આત્મા, પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, જ્યોતીષ જેવી તદ્દન કપોળકલ્પીત વાતોથી ઘેનમાં રાખવાનો પ્રયાસ એક યા બીજા સ્વરુપે કરવામાં આવે છે. આ વીજ્ઞાનનો યુગ છે. વીજ્ઞાનીઓ પણ જાણ્યે–અજાણ્યે બહુજન સમાજનએ ‘ઈશ્વર’ની વાતો વીજ્ઞાન દ્વારા ઠસાવવાનો પ્રયત્ન કરે છે. આપણા બૌદ્ધીકો પણ તેમના પ્રચારથી ભરમાઈ જાય છે. બૌદ્ધીકો વીચારશે ખરા ???

-આર. કે. મહેતા અને ગોવીન્દ મારુ

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૪/૦૮/ ૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલો આ એક ચર્ચાપત્ર.