મારા એક પાડોશી-મીત્રને ત્યાં હું ગયો ત્યારે તેઓના એક સંબંધી- તેઓની દીકરીના લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા. તે સમયે ટી.વી. પર રામાયણની સીરીઅલ ચાલતી હતી. રામ-રાવણનો યુધ્ધ-કાંડનો પ્રસંગ હતો. તેવામાં આવેલ સંબંધીએ કહ્યું, રામાયણના જમાનામાં અસલમાં બ્રહ્માસ્ત્ર એ જ હાઈડ્રોજન બોમ્બ હતો. એટલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન છુટકે કરવો પડે તો જ કરવો એવો વણલખ્યો [...]
Archive for the ‘રેશનલ’ Category
આપણું ભાવી ઉજળું છે
Posted in રેશનલ on April 23, 2009 | 8 Comments »
બાળ દીક્ષા
Posted in રેશનલ on March 13, 2009 | 7 Comments »
કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં [...]
સ્ત્રીઓનો સ્વૈચ્છીક અગ્નીદાહ ક્યારે અટકશે ?
Posted in રેશનલ on January 23, 2009 | 11 Comments »
વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે અને આ બ્લોગરના નેતૃત્વ હેઠળ સર્વશ્રી ભુપેન્દ્ર ઝેડ., વીજય દેસાઈ અને રાજેન્દ્ર સોની સાથે બે જુથમાં ગણદેવી તાલુકાના ધનોરી ગામના પ્રખ્યાત ભગત મંગુ મહારાજના કહેવાતા ચમત્કારો ઉઘાડા પાડવાનું અભીયાન તા.૭/૦૮/૧૯૯૪ના રોજ સફળતાપુર્વક પાર પાડ્યું હતુ. આ અભીયાનનો એક કીસ્સો પ્રસ્તુત છે:
મુજ નાસ્તીકને ત્યાં બે દીકરાઓ હોવા છતાં બહુજન હીતાય [...]
ભુત-પ્રેત એ તુત છે
Posted in રેશનલ on January 3, 2009 | 4 Comments »
‘ભુત-પ્રેતની અગોચર સૃષ્ટી’ શીર્ષક હેઠળ ગુજરાતમીત્રમાં તા.૨૪/૦૬/૧૯૯૨ના રોજ પ્રસીધ્ધ થયેલ શ્રી સંજયભાઈ પટેલના ચર્ચાપત્ર પરત્વે લખવાનું કે, ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, ચુડેલ વગેરેની વાતો અભણ-અજ્ઞાન માણસો માની લે તે સ્વાભાવીક છે. પરંતુ કહેવાતા કેટલાંક શીક્ષીતો અને વીજ્ઞાનીઓના દીલો દીમાગમાં વડીલો, ધર્માધીકારીઓ તેમજ ધાર્મીક પુસ્તકો દ્વારા બાળપણથી જ આવી મીથ્યા અંધશ્રધ્ધા ઠોકી બેસાડવામાં આવે છે. [...]
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !
Posted in રેશનલ on December 20, 2008 | 16 Comments »
આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા [...]
વીજ્ઞાન અને ધર્મ ૧૮૦ અંશે જુદા છે
Posted in રેશનલ on November 15, 2008 | 8 Comments »
કેટલાક ધર્મપરાયણ અને ઇશ્વરમાં આસ્થા ધરાવનાર પ્રતીષ્ઠીત અને સન્માનીય સજ્જનો દ્વારા બુદ્ધીવાદીઓ (Rationalists), સત્યશોધક સભા/ વૈજ્ઞાનીક અભીગમ ધરાવતી સંસ્થાઓના સભ્યોને સવાલ કરે છે કે, તમે લોકો વીજ્ઞાન જે કંઇ કહે તે તરત જ માની લો છો, ત્યારે આપણા ઋષીમુનીઓ, પંડીતો, સ્વામીઓ, ધર્માચાર્યો જે કંઇ કહે છે- તેમનો કેમ સ્વીકાર કરતા નથી ? આઇન્સ્ટાઇનના આજના સીધ્ધાંતો [...]
ભગવાન છે ખરા ?
Posted in રેશનલ on November 10, 2008 | 17 Comments »
‘ગુજરાતમીત્ર’ની રવીવારીય પુર્તી(૨૯-૦૩-૧૯૯૨)માં ‘તમારા પ્રશ્નોના ઉત્તરો’ વીભાગમાં એક વાચક મીત્રે પ્રશ્ન પુછ્યો કે, ‘ભગવાન છે ખરા ?’ જેનો શ્રી ભારદ્વાજ વીજયે જે ઉત્તર આપ્યો. તેના અનુસંધાને લખવાનું કે આદીકાળમાં આદીમાનવનું જ્ઞાન સીમીત હતું. કુદરતી ઘટનાઓ જેવી કે – જન્મ, મૃત્યુ, ધરતીકંપો, જવાળામુખી, વંટોળીયો ઇત્યાદી તેની સમજ બહારના હોવાના કારણે આવી ઘટનાઓની પાછળ નક્કી કોઇ [...]
કદના કુંડાળામાં ધર્મગ્રંથો
Posted in રેશનલ on November 4, 2008 | 1 Comment »
સાબરકાંઠા જીલ્લાના ભીલોડાના વતની અને જુનાગઢ જીલ્લાના ધામળેજમાં ફરજ બજાવતાં શીક્ષકમીત્ર શ્રીપકંજભાઇ રાઠોડે દોઢ ઇંચ બાય દોઢ ઇંચનું ટચકડું પુસ્તક રૂપી નાનકડી ગાગર સાત જ દીવસમાં તૈયાર કરીને તેમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના તમામે તમામ ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકોનો સાગર સમાવવાનો કરતબ સીધ્ધ કરીને તેઓ લીમ્કાબુક ઓફ રેકર્ડસમાં સ્થાન અંકે કરવા ઉત્સુક હોવાના સમાચાર તા.૨જી [...]
આધુનીક પ્રદક્ષીણા
Posted in રેશનલ on October 16, 2008 | 1 Comment »
અમદાવાદના માઉન્ટ કારમેલ શાળા પાસે વીશાળ રસ્તાની મધ્યમાં કોઇ એક નાનકડું મંદીર છે. મળેલ જાણકારી મુજબ આ મંદીરની આમદાનીમાં પારાવાર વધારો થતો હોવાથી ઇમારત આલીશાન બનતી જાય છે. રેશનાલીસ્ટ મીત્ર કીરણભાઇ સાથે આ મંદીર પાસેથી મોટર સાયકલ ઉપર અમે બન્ને મીત્રો પસાર થતાં હતા, તે સમયે અમારી પહેલાં એક બસને ત્યાંથી પસાર થતાં [...]
દેવ દ્રવ્યનો સદુપયોગ કરીએ
Posted in રેશનલ on September 12, 2008 | 6 Comments »
‘દેવ દ્રવ્યનો સદુપયોગ કરીએ’ શીર્ષક હેઠળ તા. ૫-૦૩-૧૯૯૨ના ચર્ચાપત્ર દ્વારા શ્રી આર. કે. મહેતાએ મંદીરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓના સંચીત થયેલ ધનને પ્રજાના કલ્યાણ માટે વાપરવાનું કરેલ સુચન આવકાર્ય છે. તેઓના ચર્ચાપત્રમાં જણાવ્યાનુસારના ધાર્મીક સ્થળો ઉપરાંતની ધાર્મીક સંસ્થાઓ, ધાર્મીક ટ્રસ્ટો અને આશ્રમો જેવા ભારતભરના તમામ ધાર્મીક સ્થળો પાસે વીપુલ પ્રમાણમાં ધન/સંપત્તીનો સંગ્રહ હોવા છતાં આપણા [...]