Feeds:
Posts
Comments

Archive for August, 2009

કવીતા, શેર-શાયરી, સોનેટ, હાઈકુ, ગઝલ, હઝલ, અછાંદસ… કેટલાં નામ ગણાવું ? એ સર્વમાં આ લખનારને કક્કાની ગતાગમ નહીં. કાળા અક્ષર ભેંશ બરાબર… ! રદીફ, કાફીયા, અંતરા કે મુખડા વચ્ચેનો ફરક પારખવાનું કામ પણ મારે માટે એરોપ્લેનના પાર્ટ્સ ઓળખી બતાવવા જેટલું અઘરું ! પણ કહે છે કે- ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત [...]

Read Full Post »

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.
આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ [...]

Read Full Post »

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી
ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી [...]

Read Full Post »

નવસારીમાં સાહીત્ય પરીષદનું અધીવેશન તારીખ ૨૫-૨૭ ડીસેમ્બર, ૨૦૦૯ દરમીયાન મળી રહ્યું છે એ આનંદદાયક ઘટના છે. સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી માથે લેવાનું કામ કપરું છે. આ અધીવેશનના આયોજનમાં નાની નાની અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડે. દેશ–વીદેશ અને  મુંબઈ સહીત સમગ્ર ગુજરાતમાંથી આવેલા સેંકડો ડેલીગેટ્સનાં નીવાસ, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા કરવાનું કામ, સ્થળની પસંદગી, ઓડીયો સીસ્ટમનું સુપેરે [...]

Read Full Post »

      નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. કહે છે કે ધગધગતા ઉનાળામાં તરસ્યા વટેમાર્ગુને પાણીની પરબ મળી જાય તો તેણે ભગવાનની સાથોસાથ પાણીની પરબ માંડનારનો પણ આભાર માનવો જોઈએ. નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યાના નીધન બાદ સાહીત્યની એવી પરબ માંડવાનું પવીત્ર કામ [...]

Read Full Post »