Feeds:
Posts
Comments

Archive for April, 2009

આજે તા.૨૮મી એપ્રીલ, ૨૦૦૯ના “ગુજરાત સમાચાર” ની ‘સહીયર’ પુર્તીમાં ચહેરાને અનુરુપ ચાંદલા-બીન્દી લગાડવા અંગે બહેનોને ખુબ જ અસરકારક માર્ગદર્શન આપવામાં આવેલ છે. પરંતું મારી જાણકારી મુજબ કેટલાંક સગવડભર્યા બનાવટી ! ચાંલ્લામાં વપરાતા પેરાટરશરી બ્યુટાઈલ ફીનોલ નામના પદાર્થથી નુકશાન થવાનો  સંભવ છે !! બહેનોના સૌભાગ્યના પ્રતીકો નુકસાનકારક છે. બહેનો સેંથામાં સીન્દુર પુરે છે- તેમાં સીસું [...]

Read Full Post »

મારા એક પાડોશી-મીત્રને ત્યાં હું ગયો ત્યારે તેઓના એક સંબંધી- તેઓની દીકરીના લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા. તે સમયે ટી.વી. પર રામાયણની સીરીઅલ ચાલતી હતી. રામ-રાવણનો યુધ્ધ-કાંડનો પ્રસંગ હતો. તેવામાં આવેલ સંબંધીએ કહ્યું, રામાયણના જમાનામાં અસલમાં બ્રહ્માસ્ત્ર એ જ હાઈડ્રોજન બોમ્બ હતો. એટલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન છુટકે કરવો પડે તો જ કરવો એવો વણલખ્યો [...]

Read Full Post »

         જગત યાને વીશ્વ યાને કુદરત જે કહો તે અસ્તીત્વ ધરાવે છે એટલે સત્ય છે, મીથ્યા નથી અને આ કુદરત સંપુર્ણપણે તેના નીયમોથી બદ્ધ છે, તેના નીયમો અનુસાર અચુકપણે વર્તે છે. જો કુદરત મનસ્વીપણે ગમે તેમ અવકાશમાં ધુમતી હોત, સુર્ય એક દીવસે પ્રકાશ આપત અને બીજે દીવસે પ્રકાશ આપવાનું બંધ કરતો હોત, પણ તેમ થતુ નથી. [...]

Read Full Post »

“બાળક એટલે  ક્ષણે ક્ષણે વીકસતો જીવ,
એની દૅષ્ટી પ્રશ્નાત્મક છે,
એનું હૃદય ઉદગારાત્મક છે,
પરંતુ એમાં પુર્ણવીરામ ક્યાંયે નથી.”

બાળકને પ્રાથમીક શીક્ષણમાં પુસ્તકના જ્ઞાનની સાથે અનેક સંસ્કારો શીખવવામાં આવે છે. બાળકને શાળામાં ભણાવો એનું નામ ભણતર. બાળકને શાળામાં જીવન જીવવાના અનુભવો આપો એનું નામ ગણતર, બાળકને ભણતરની સથે ‘સુંદર વીચારો’ આપો, એનું નામ ચણતર. અને આજે આપણે [...]

Read Full Post »

        વીજ્ઞાન અને ધર્મનો વીવાદ ગેલેલીયો (૧૫૬૫-૧૬૪૨)થી ચાલતો આવ્યો છે. વીજ્ઞાન ધર્મનો વીરોધ કરે છે, પણ માનવીય મુલ્યો, માનવતા, નૈતીકતાનો વીરોધ વીજ્ઞાન જરા પણ કરતું નથી. બલકે નૈતીક મુલ્યોને સ્વીકારે છે, અને તેનું સમર્થન કરે છે. હું તો કહીશ કે વીજ્ઞાન – માનવતા = અણુબોમ્બ અને સંહારના શસ્ત્રો. વીજ્ઞાન + માનવતા = આલ્બર્ટ આઈન્સ્ટાઈન, મેડમ ક્યુરી. [...]

Read Full Post »